Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
७८
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪
:
અમોધદેશના
આગમોus
(દેશનાકાર
નંદ
નારાજ
feel
બાળકને કોહિનૂરની કિંમત કેટલી ? ચાટવા જેટલી.
છોકરાના હાથમાં આવેલો કોહિનૂર, એને મન કાચના ટુકડાથી વધારે કિંમતી નથી. કોહિનૂરનો ઉપયોગ એ માત્ર ચાટવામાં કરે છે. જીવને પહેલી મુખ્ય સંજ્ઞા આહારની છે. બીજી ગતિમાંથી આવીને પ્રથમ આહાર કરે છે તેથી આહારની પર્યાપ્તિ એક સમયની માની છે, કારણ કે જીવ પહેલવહેલું એ જ કાર્ય કરે છે. આગળ બીજી પતિને અંતર્મુહૂર્ત જોઇએ. જગતમાં દેખીએ છીએ કે બચ્ચે ધાવમાતા પાસે તરત જાય છે જ્યારે મા બોલાવે તો પણ જતું નથી કેમકે તે વખતે મતલબ માત્ર ખોરાકનો છે. હાથમાંના કોહિનૂરની કિંમત નહિ સમજતો હોવાથી બાળક એને ચાટે છે. એ બાળકને સાકરીયાતલી આપો તો કોહિનૂર છોડી દેશે, કેમકે એને કોહિનૂર પણ ચાટવા માટે જ હતો ! બાળકને ચૂસવાની એટલી બધી ટેવ છે કે એ લાકડાના ચુસણીયાને પણ ચુસ્યા કરે છે. આથી સિદ્ધ થાય છે કે જીવ જન્મે ત્યારથી “ખાઉં ખાઉં' કરતો જ આવે છે. જેમ અમુક ચીજની કુટેવ પડે તેને તે ચીજ ન મળે તો ભળતા પદાર્થોથી પણ ટેવ પૂરી કરવાની ઇચ્છા હોય છે. અફીણીને અફીણ ન મળે તો એળીયો પણ ખાય છે, તેવી રીતે તળી કે પીપરમીટ મળતાં બાળક કોહિનૂર ફેંકી દે છે કેમકે તેણે એની કિંમત ગણી નથી. તેવી રીતે ધર્મ એ આત્માના ગુણોને પ્રગટ કરનાર છે. શાશ્વત ફલને આપનાર ધર્મ છે એ ધર્મને જો ધનધાન્ય, કુટુંબકબીલાના, રાજ્યરિદ્ધિ, દેવલોક વિગેરે માટે કરીયે તો એનો અર્થ એ જ કે કોહિનૂરને ચાટનાર બાળકની જેમ આ જીવ ધર્મનું તત્ત્વરૂપે સમજ્યો નથી. બસ ! જ્યાં ત્યાંથી ઇંદ્રિયોના વિષયો મેળવવા એ જ મુદ્દો છે અને ધર્મ પણ એટલા જ માટે કરે છે, તો પછી એથી અધિક ફળ મળે ક્યાંથી ?