Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪. ગુરુની ભક્તિ અને પૌષધઆદિ ધર્માનુષ્ઠાનોથી તે મહોપકારીના ઉપકારનું સ્મરણ કરવા ઉપયોગી થાય તેમાં આશ્ચર્ય શું ? યાદ રાખવું કે જૈનશાસનના પવિત્ર ઝરણામાં શોકરૂપી કાજળને અવકાશ નથી, અને તેથી જ શ્રમણ ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ દિવસને પણ કલ્યાણક તરીકે ગણી ઉત્સવથી જ ઊજવવાનો છે, કેમ કે જો કે શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજનો મોક્ષ થયો એવું શ્રવણ આપણા આત્માને સિદ્ધિની સાધનસામગ્રીની થયેલી નુકશાનીને અંગે વજપાત જેવું ભયંકર લાગે, પણ ત્રિલોકનાથ તીર્થકર ભગવાને ઉપદેશેલું અને દરેક સમ્યગૃષ્ટિએ હૃદયકમળમાં કોતરેલું એવું પર્યત પ્રાપ્ય પરમપદ પ્રાપ્ત થાય તેમાં દરેક ભવ્યજીવો આનંદની અવ્યાહત લહેરમાં વિલસે તેમાં આશ્ચર્ય જ નથી.
પૂર્વે જણાવેલી હકીકત પ્રમાણે વર્તમાન શાસનમાં વર્તતા વિચારવંત વિચક્ષણોને થયેલી માર્ગપ્રાપ્તિની ખાતર શ્રમણ ભગવાન મહાવીર મહારાજના મોક્ષકલ્યાણકનો દીપાલિકા પર્વનો દિવસ આરાધવા લાયક છે, અને વળી તે મહાપુરુષના ગુણગણની ઝળકતી કારકિર્દી વિચારનાર કોઇપણ મનુષ્યને આ દીપાલિકા પર્વનો દિવસ સજ્જનતાની ખાતર પણ આરાધવા લાયક જ છે. તેમના ગુણગણની અનંતતાને એક બાજુએ રાખી સામાન્ય દૃષ્ટિએ તેમના ચરિત્ર તરફ નજર કરીએ તો પણ તે મહોપકારી મહાવીર ભગવાનની આરાધના કરવા માટે દીપાલિકાપર્વની આરાધનાથી જરૂરીયાત ઝળકશે. ૧. જગતમાં પુત્રના લક્ષણ પારણામાંથી જણાય એમ કહી પુત્રના ભાવિ જીવનનું ભવિષ્ય પારણામાં
જણાવવાનું ગણાય છે ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું ભાવિ જીવન તેઓક્ષી માતાની કૂખે પધાર્યા તે જ વખતે સ્પષ્ટ થઈ ગયું હતું, કેમકે જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા માતાની કૂખે આવ્યા તેજ રાત્રિએ એક જ વખતે ચૌદ મહાસ્વપ્નો તેઓશ્રીની ભાગ્યવત્તાને
સૂચવનારાં તેઓશ્રીની માતાએ દેખ્યાં. ૨. કોઇપણ ભાગ્યશાળી પુરુષ માતાની કૂખે આવે ત્યારે તે ભાગ્યવાનની માતા એકાદું ગજાદિકનું
સ્વપ્ન દેખે છે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની માતાએ તેજ રાત્રિએ એકી વખતે
સિંહ, ગજ વિગેરે ચૌદ મોટાં સ્વપ્ર દેખેલાં છે. ૩. જગતની વિચિત્રતાઓ અનેક પ્રકારની આપણે સાંભળીએ અને દેખીએ છીએ છતાં ગર્ભવતી
માતાના ઉદરમાં ગર્ભને અંગે લોહી વિગેરેનો બીજો જમાવ ન થાય તેવું સાંભળવામાં કે દેખવામાં આવ્યું નથી છતાં ત્રિલોકનાથ ભગવાન મહાવીર મહારાજની માતાના ગર્ભાશયમાં ત્રિલોકનાથ
આવે ત્યારે સમગ્ર ગર્ભકાળ સુધી બીજો કોઈ રૂધિરનો જમાવ વિગેરે બનાવ હોતો નથી. ૪. જગતના કોઈપણ મનુષ્યનાં શરીર લાલ રૂધિર અને માંસ સિવાયનાં હોતાં નથી, છતાં શ્રમણ
ભગવાન મહાવીર મહારાજનું શરીર નિર્મળ અને નીરોગ છતાં સફેદ લોહી અને માંસવાળું હતું (જોકે શ્રદ્ધાહીનોને લોહી અને માંસોની સફેદાઇ માનવી અસંભવિત લાગે પણ તેઓ કે બીજાઓ ચિંતવી પણ ન શકે તેવો બનાવ હોવાથી જ તીર્થંકરના અતિશય તરીકે ગણાય છે. જો તેવો
સફેદાઇનો બનાવ સાહજિક હોત તો તે અતિશય તરીકે ગણાત જ નહિ.) ૫. ગર્ભચલનથી માતાને થતા દુઃખને વિચારવું અને તેથી ગર્ભમાં જ પોતાના અંગોપાંગોને સમાધિસ્થ
મહાત્માઓના અંગોપાંગોની જેમ સ્થિર કરી રાખવા એ કાર્ય કરનાર શ્રમણ ભગવાન મહાવીર. ૬. માતાપિતાએ પોતે ગર્ભમાં રહેલા તે વખતે ગર્ભને જાળવવા માટે કરેલા હદ બહારના પ્રયત્નોથી
માતાપિતાના સ્નેહને જાણીને પોતાની દીક્ષા થાય તો તેઓ જીવી શકશે નહિ એવું ધારી