Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઈટલ પા. ચોથાનું અનુસંધાન). ધર્મિષ્ઠ મનુષ્યોની જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે તીર્થભક્તિને અંગે પ્રવૃત્તિ છે ત્યારે Eાં કેટલાક સ્વયં નષ્ટ અને પરનાશકો પોતાની અક્કલની ખામીને અંગે કુતર્ક કરવા તૈયાર
થાય છે કે સિદ્ધાચલજીની અધિકતા માનવાનું કારણ શું ? જો કે ધર્મિષ્ઠો તરફથી તેને માં કહેવામાં આવે છે કે આ ગિરિરાજ ઉપર કાંકરે કાંકરે અનંતાઅનંત મોક્ષે ગયેલા છે અને મા
તેથી આ ગિરિરાજ પરમ પવિત્ર હોઇ યાત્રાનું ધામ છે, છતાં આ સમાધાન તે મિથ્યામતથી માં માતા થયેલા મનુષ્યોને રૂચતું નથી. તેઓ તો તે સમાધાનને અંગે પણ એમ કહે છે કે પ્રા
અઢીદ્વીપમાં એવો એક પણ કાંકરો નથી કે આ અનાદિ કાળચક્રને અંગે જ્યાં અનંતા મોત T ન ગયા હોય અને તેથી અઢીદ્વીપના સરખું જ એ ગિરિરાજનું પણ ક્ષેત્ર હોવાથી તેનો અધિક જ મહિમા તેઓના ધ્યાનમાં ઉતરતો નથી, પણ તે કુતર્ક કરનારાઓ એટલું નથી સમજી શકતા
કે અઢીદ્વીપના સર્વ સ્થાનો કરતાં અહીં મોક્ષે ગયેલાની સંખ્યા અનંતગુણી છે, એટલું જ ;
નહિ પણ આ તીર્થના ક્ષેત્રનો મહિમા ઋષભદેવજી ભગવાને કેવળીપણામાં પણ પોતાના એક કરતાં અધિક જણાવ્યો છે અને તેથીજ ભગવાન ઋષભદેવજી જે વખત સિદ્ધાચલજીથી ;
* વિહાર કરતા હતા તે વખતે તેમની સાથે વિહાર કરવા તૈયાર થયેલા પુંડરિક સ્વામીજીને પર પોતાની સાથે આવતા રોકીને તે સિદ્ધગિરિજીમાં જ રહેવાનું ફરમાવ્યું તે એમ સ્પષ્ટપણે LE પE જણાવીને કે આ સિદ્ધગિરિજીના પ્રતાપથી જ તમને અને તમારા પરિવારભૂત કરોડો સાધુને IE IE કેવળજ્ઞાન થશે અને મોક્ષ મળશે.
આવા સાક્ષાત્ કેવળી તીર્થકર ભગવાનના મુખથી પોતાના કરતાં અધિક મહિમાવાળા Eાં ગણાયેલા સિદ્ધાચલરૂપી ગિરિરાજનો પરમ પવિત્ર મહિમા ભવ્ય જીવોને મગજમાં ઉતર્યા
વિના રહે જ નહિ. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે અન્ય તીર્થક્ષેત્રોમાં જે તીર્થકરા E; મહારાજ વિગેરે કેવળજ્ઞાન મેળવી મોક્ષ સાધી શક્યા છે તે તે સિદ્ધ થનારાના આત્મબળથી Eા જ છે, જ્યારે આ ગિરિરાજ ઉપર મોક્ષે જનાર મહાપુરુષોને આ ગિરિરાજના પરમ પવિત્ર પા મહિમાની અદ્વિતીય મદદ હોવાથી જ તેઓ મોક્ષે જઈ શક્યા છે, માટે આ કાર્તિકી પૂર્ણિમા
અને ગિરિરાજનો મહિમા ધ્યાનમાં રાખી ભવ્ય જીવોએ આત્માને ઉજ્જવળ કરવા કટિબદ્ધ : થવું જરૂરી છે.