Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પપ
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪
દરેક ભવના છેડે એ જ દશા. શાસ્ત્રકાર તો એ ના પાડે છે એમ કોઈ કહે તો ? અર્થાત્ આવતે ભવ તો માત્ર ચારિત્ર આવે છે એમ શંકાકાર કહે છે, તેના જવાબમાં જણાવવાનું કે વાત ખરી, જે વસ્તુ આ ભવમાં જ ઉત્પન્ન થાય અને આ ભવમાં જ જેનો છેડો આવે તે આ ભવ સંબંધી, આ ભવમાં આવે અને પરભવમાં પણ આવે તે ઉભયભવ સંબંધી જ્ઞાન ઉભય ભવનું, આ ભવમાં થાય પણ ખરું, પરભવમાં પણ થાય. દર્શન પણ બીજા ભવમાં ટકે. ચારિત્ર તો માત્ર આ ભવનું જ. આગલા ભવનું નહિ. જ્ઞાન અપ્રતિપાતપણે ન પડે તેવી રીતે બીજા ભવમાં રહે, સમ્યકત્વ પણ રહે, પણ ચારિત્ર રહેતું નથી. જ્ઞાન તથા દર્શનની સ્થિતિ ૬૬ સાગરોપમની માની છે જ્યારે ચારિત્ર દેશોનકોડ પૂર્વથી વધારે સમય હોય નહિ, માટે ચારિત્ર આ ભવનું જ. શ્રી જંબૂસ્વામીજી પછી મોક્ષ બંધ છે એમ કહ્યું એનો અર્થ એ નથી કે તમે મોક્ષ મેળવી શકો છો છતાં શાસ્ત્રકારો આડા આવે છે. સ્વભાવે મનુષ્યને આંખો બે જ હોય. તમે મોક્ષ મેળવો એમાં એ મહાત્માઓને અડચણ નથી પણ તેઓ જ્ઞાનદૃષ્ટિથી દેખે છે કે હવેના જીવો એવી સ્થિતિના થવાના કે મોક્ષ મેળવી શકવાના જ નહિ, એને માટે શાસ્ત્રકારે દીઠી એવી પરિસ્થિતિ જણાવી. ત્રીજા અને ચોથા આરામાં પણ ચારિત્ર લેનારા બધા મોક્ષ મેળવતા હતા શું? નહિ ! શ્રી મહાવીરદેવના ચૌદ હજાર સાધુમાં કેવળી સાતસો, ચૌદ હજારમાંથી મોક્ષે જનારા સાતસો જ ! બાકીના તેર હાજર ત્રણસે સાધુ તે ભવમાં કલ્યાણ કરનારા-મોક્ષ મેળવનારા ન થયા. ભગવાન મહાવીર સરખા તારક તીર્થકરની હાજરી છતાં પણ તેઓ તે ભવે મોક્ષ મેળવી ન શક્યા. મતલબ કે તે વખતે પણ ચારિત્રવાળા દરેકે દરેક મોક્ષ મેળવતા હતા તેમ નથી. પાંચમા આરામાં તો કોઈ મોક્ષ મેળવી શકવાના જ નહિ તો પછી શંકા થશે કે ચારિત્રનું ફળ શું? ચારિત્રનું ફળ મોક્ષ તે તો મળવાનું નહિ તો પછી ચારિત્ર લઈને કરવું શું ? જળાશયમાં શેવાળમાં પડેલી ફાટ મળી જાય છે તે જ્યારે વાયરો આવ (વાય) ત્યારે કઈ જગાએ પડે ! એવી રીતે આ આત્માને અહીં ચારિત્રમોહનીયન લયોપશમ થાય તેને ભવાંતરમાં પણ સુંદર ચારિત્ર મળે. એને બીજા ભવમાં ચારિત્ર મોહનીય કર્મ સહેજે તૂટી જાય એટલે એ આત્મા ચારિત્ર સહેજે પામી જાય અને અનુક્રમે બેડો પાર કરી જાય છે. દીક્ષાની આડે આવતાં બંધનો ! ધનગિરિજીનું દ્રષ્ટાંત.
ધનગિરિ (વજસ્વામીજીના પિતા)જીને દીક્ષાના પરિણામ જાગ્યા. હંમેશાં માબાપને સંતાન તરફ (પ્રત્યે) મોહ રહે છે. જાનવરને સુધારો, કેળવો છતાં તાજી વિયાયેલી કુતરીનાં બચ્ચાંને અડકો તો ખરા! કરડશે. જ્યારે તિર્યંચમાં મોહનું સામ્રાજ્ય આવું પ્રવર્તમાન છે તો મનુષ્યમાં કેવું હોય તેની વાત જ શી કરવી ! માતાપિતા એમને દીક્ષા લેતાં રોકવાનો પ્રયત્ન કરે છે. વાડામાં આગ લાગી હોય તો તે આગથી બચવા માટે ગાયે (ગાય વિગેરે ઢોરે) માત્ર વાડ કૂદવાની, ખીલે બાંધેલ હોય તો ખીલેથી છૂટવું