Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૩.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪
'
,
,
,
,
,
,
જંગલમાંથી ઊતરીને આવેલા મહાપુરુષોને પણ ભોજન આપવાને ભાગ્યશાળી થઈ શકત નહિ, પણ જેમ નીતિશાસ્ત્રકારોએ ખુદ રાંધવાની અપેક્ષાએ પણ વપરાર્થ તુ તે યત્ન ર્વતે નાથા એટલે સપુરુષો આહાર રાંધવા માટે કરાતો ઉદ્યમ સ્વ અને પરને ખાવાને ઉદ્દેશીને જ કરે છે, પરંતુ કોઇપણ દિવસ એકલા પોતાને માટે રાંધવાનો ઉદ્યમ પુરુષો કરે નહિ તેવી રીતે આ નયસાર પણ જંગલમાં જતાં પોતાને માટે ખાનપાનનો જે બંદોબસ્ત કરે છે તે પોતાને ઉદ્દેશીને છતાં પણ મિતપચોની માફક એકલો પોતાના જ પૂરતો નહિ પણ પોતાની માફક બીજાને પણ ઉપયોગમાં આવે તેવો પ્રચુર ખાનપાનનો સંબંધ કરેલો હોવો જોઇએ. શાસ્ત્રકારોએ તેલ, આમળાં વિગેરે અધિકરણો અધિક રાખવાની મનાઇ કરી છે તો પણ ખાનપાનને અંગે તો શાસ્ત્રકારોએ ગૃહસ્થને અંગે અધિકતાને ગુણ તરીકે જણાવેલી છે અને તેથી જ સ્થાન સ્થાન ઉપર સદગૃહસ્થના વર્ણનમાં વિgિયપરમપાને અર્થાત્ આખા કુટુંબને ખાતાપીતાં પણ ઘણું ભક્તપાન વધેલું છે એમ જણાવી સદ્ગુહસ્થોનો ખાનપાનની અધિક્તાએ ગુણ જણાવેલો છે. પ્રચુર ખાનપાન વિના સુપાત્રદાનનો અભાવ.
આ અધિકતા તે જ સહસ્થોને શોભે કે જેઓ ઔચિત્ય અને અનુકંપાદાનમાં લાભ માનતા હોય, પણ જેઓ ભીખમજીના ભીષ્મતર ભીષણના ભોગ થઈ પડ્યા હોય અને જેમણે ઉચિતદાન અને અનુકંપાદાનને દેશવટો દીધેલો હોય તેવાઓને રસોઈ કરતાં કે ખાનપાન લેતાં મિતપચો કરતાં પણ બુરી દાનતે રહેવાનું થાય, અને તેથી તેવાઓને શાસ્ત્રમાં વર્ણવેલી સગૃહસ્થતા સ્વપ્ન પણ ન આવે તે સ્વાભાવિક જ છે, એટલું જ નહિ પણ શુદ્ધ મુનિઓને તેવાઓને ઘેરથી આહારપાણી લેવું તે પણ કલ્પી શકે નહિ, કારણકે તે ભીખમની ભઠ્ઠીમાં ભુંજાયેલાઓએ પોતાના જેટલું કરેલું હોવાથી તે અનશનપાનમાંથી જેટલું મુનિ લેશે તેટલું તે ભીખમની ભઠ્ઠીવાળાને ઓછું પડવાથી અંતરાય થશે, અને કોઈ પણ જીવને અંતરાય થાય તેવું અનશનપાન શુદ્ધ મુનિ લઈ શકે નહિ. કદાચ ભયંકર ભીખમપંથના ભેખમાં ભોળવાયેલાના ઘેરથી કોઈ મુનિએ અજાણપણે કાંઈપણ અનશનપાન લીધું તો પછી તે ભીખમપંથમાં ભળી ગયેલાને નવું અનશનપાન તૈયાર કરવું પડશે અને તેથી શુદ્ધ મુનિને પશ્ચાત્કર્મ નામનો દોષ લાગશે. જો કટુંબના મનુષ્યોને અંગે આવી રીતે થાય તો એકલા નયસારને અંગે કરેલા ખાનપાનના બંદોબસ્તમાં ઘણા મુનિઓ કેવી રીતે આહારપાણી મેળવી શક્યા હોત ?
પૂર્વે જણાવ્યા પ્રમાણે સગૃહસ્થની રીતિએ પોતાના એકલાને ઉદેશીને કરેલો પણ ખાનપાનનો બંદોબસ્ત ભીખમપંથના ભિખારીઓ જેવો ન હતો પણ સગૃહસ્થને લાયકનો જ હતો અને તેથી જ તે નયસાર જંગલમાં પોતાને માટે આણેલા અનશનપાનમાંથી ઘણા મુનિઓ માટેનો સુપાત્રદાનનો લાભ મેળવવા ભાગ્યશાળી થયો. આવી રીતે વિપુલ સામગ્રી સાથે નયસાર લાકડાં માટે તો શું પણ તત્ત્વથી સમ્યકત્વ માટે દ્રવ્યથી જંગલમાં પણ ભાવથી સમ્યકત્વની સહેલ કરવા નીકળેલો હોય તેમ તે જંગલમાં આવ્યો.