Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૧
શ્રી સિદ્ધચક્ર
મહાસતી મયણાસુંદરીની મનનીય મનોદશા.
દેવદર્શન અને ગુરુવંદન.
બાહ્યદૃષ્ટિથી લોકોથી નિંદા પામેલી, કુટુંબથી વિખૂટી પડેલી, એક પરદેશી નિર્ધન અને રોગી ટોળાંના એક કોઢીઆ ભર્તારને વરેલી શ્રી મયણાસુંદરી કર્મનાં કારણો, તેનાં ફળોને સમજતી હોવાથી, તેમજ તે સમજણ તન્મયતા પ્રાપ્ત થયેલી હોવાથી આવા અત્યંત શોચનીય સંજોગોમાં પણ આર્તધ્યાનને અંશે પણ અવકાશ આપતી નથી, કારણ કે પાપકર્મના ઉદયથી આવેલાં દુઃખોને અનુભવતી વખતે મનુષ્ય જો આર્તધ્યાનમાં પ્રવેશ કરે તો તેનું ભોગવેલું દુઃખ સર્વથા વ્યર્થ જાય, કેમકે દુઃખની વખતે પણ કરેલા આર્ત, રૌદ્ર ધ્યાનથી બંધાયેલાં પાપો ફેર નવાં દુઃખોને ઉભાં કરવાનાં જ છે, એટલે જે દુઃખ આ વખતે અનુભવ્યું તે તો વ્યર્થ જ ગયું, કેમકે કરેલા આર્તધ્યાનને લીધે વેઠેલા જેવું કે તેનાથી અધિકતર દુઃખ ભોગવવાનું તો જીવને ઉભું જ રહ્યું. આવી રીતની શાસ્ત્રીય હકીકત તે મહાસતીના ખ્યાલમાં હોવાથી તે અંગે પણ આર્તધ્યાનમાં પ્રવેશ ન કરે તે સ્વાભાવિક જ છે. જો કે ચૂળદૃષ્ટિથી તો મહાસતી શ્રી મયણાસુંદરી જેવા પ્રસંગો અન્ય જીવોને તો તીવ્રતર રૌદ્રધ્યાનમાં ફેંકી દે, કેમ કે રાજાની દૃષ્ટિએ સર્વ સુંદર અને અસુંદર કર્તવ્યની જવાબદારી રાજાના ઉપર જ હતી અને તે માની લીધેલી જવાબદારીને અદા કરવા માટે જ રાજાએ મહાસતી શ્રી મયણાસુંદરી ઉપર જુલમનો વરસાદ વરસાવ્યો છે, અને તેથી મહાસતી શ્રીમયણાસુંદરી જો શાસ્ત્રીય સિદ્ધાંતને શરણે સ્થિર ન રહે તો પોતાના સત્ય એવા કર્મવાદને પણ તે સમગ્ર દુઃખનું કારણ જાણી અરૂચિકર ગણે અને તેવી દશા થતાં પોતાના પિતાશ્રી રાજેશ્વર તરફ રૌદ્રધ્યાનની પ્રવૃત્તિનો પાર રહે નહિ, અને તે સત્ય એવા કર્મવાદની જાહેરાતથી કોપાયમાન થયેલા રાજાએ પોતાની સત્તાનો સોટો ચલાવવા માટે શ્રી મયણાસુંદરી જેવી પુત્રીને હેરાન કરવાની બુદ્ધિથી જ દુઃખના દરિયામાં ડુબાડી છે. તેવા પ્રસંગે પ્રજાજનને કર્મવાદની ડગલે પગલે અનુભવાતી સત્યતાની ખાતર રાજાના અભિમાન ઉપર તિરસ્કાર છૂટવો જોઇએ અને રાજેશ્વરે કરેલાં ક્રોધનાં કુટિલ કાર્યોને ભોગ બનેલી મહાસતી શ્રીમયણાસુંદરી ઉપર દયાની દૃષ્ટિ ઝળકવી જોઇએ તે સ્થાને જ્યારે પ્રજાજન કર્મવાદના સત્ય સ્થાનમાં રહેલી શ્રીમયણાસુંદરીની અને સદાકાળ અવિચ્છિન્ન સત્ય એવા કર્મવાદના સિદ્ધાંતને શીખવનાર અધ્યાપકની તરફ તેમજ કર્મના સિદ્ધાંતોને વિવિધ પ્રકારે સમજાવીને સુખની સામગ્રીમાં મદોન્મત્ત દશા નહિ થવાનું તથા ઉત્કટમાં ઉત્કટ દુઃખની સામગ્રીમાં શોકના સાગરમાં નહિ સરકી જવાનું શીખવનાર પૂર્વાપર વિરોધ રહિત, સર્વજ્ઞ કહેલો, મુમુક્ષુ અને સાધુ પુરુષોએ ગ્રહણ કરેલો, સમગ્ર જગતમાં