________________
પત્ની અને મિત્ર. મિત્રાઈ ભૂલતે ના. કેઈ વખતે સંકટ આવે ત્યારે મને સંભારજે, ને હું તને એક અમૂલ્ય વસ્તુ આપું છું તે લે.” એમ કહી તેને થોડા જવ આપ્યા.
“આ યવનો છે ગુણ છે?” ધર્મદરે પૂછ્યું.
જે, સાંભળ. આ રહસ્ય કેઈની આગળ કહેતા નહીં. આપણી મિત્રતાની નિશાની સૂચક આ યવ જાણજે. હે મિત્ર ! મંત્રવડે પવિત્ર કરેલા આ યવ જળવડે સિચન કર્યા છતાં ઝટ ઉગે છે, ફળે છે. જેમ અયુગ્ર પુણ્ય પાપનું તરત ફળ મળે તેમ આ જલ્દી ઉગે તેવા છે.” એમ કહીને વરરૂચિ મિત્રને યવ આપી પોતાનાં બાળબચ્ચાં અને પ્રિયાને જેવાને આતુર થયો છતો પિતાને ઘેર ચાલ્યો ગયો. ધર્મદત્ત પણ યવ પોતાની સ્ત્રીને આપી રાજદરબારમાં જવાને ચાલ્યો.
–આજ – પ્રકરણ ૪ થું.
પત્ની અને મિત્ર. રાજયોગ્ય ભેટશું લઇને સદાચારી એ ધર્મદત્ત રાજગઢના સિંહદ્વાર સુધી આવ્યું. તેણે દ્વારપાળને જણાવવાથી તે રાજા પાસે ગયો. દ્વારપાળે રાજાને નમીને કહ્યું. “હે દેવ ! કે એક ઇલ્ય આપના દર્શનની ઈચ્છાએ સિંહદ્વારે ઉભે છે.”
તેને ઝટ લાવ.” રાજાએ હુકમ કર્યો.
ભમરે જેમ સુગંધથી આકર્ષાયે છતે પુષ્પ તરફ જાય, તેમ વેત્રી શ્રેષ્ઠીસુતને સભામાં તેડી લાવ્યા. ધર્મદા રાજસભામાં આવી સિંહાસન આગળ રહેલા પાદપીઠ ઉપર ભેટથું મૂકીને રાજાને નમ્યો. રાજાની પાસે એક આસન મૂકેલું હતું તેની ઉપર રાજાની આજ્ઞાથી બેઠો ને અને વાર્તાલાપ કરવા લાગ્યા. ભક્તિ અને
૧ દ્વારપાળ–પ્રતિહાર.