________________
માતા પિતા: દિડે ! દડે ! આ રાજા આભૂષણે સહિત ઉભે છે, તેને પકડે, લુંટી અને લક્ષમી ભેગા થાઓ.” વારંવાર એમ બોલવાથી ભય પામેલો રાજા એકલો હોવાથી નાઠે; અને તાપના આશ્રમમાં જઈને ભરાણો. ત્યાં કુળપતિના ઘરની નજીક પાંજરામાં રહેલે પોપટ બોલે-“અરે તપસ્વીએ ! ઉઠે, આપણું પુણ્યવશે ભૂલા પડેલા રાજા આપણુ આંગણે આવ્યા છે, તેમની આગતાસ્વાગતા કરો. અવસર ઉચિત તેમની ભક્તિ કરે.” જેથી તપસ્વીઓએ આવીને રાજાની બહુ ભક્તિ કરી. એટલામાં રાજાનું સૈન્ય રાજાને શોધતું ત્યાં આવી પહોંચ્યું. રાજાએ તાપસપતિ-કુળપતિને સુખશાતા પૂછીને કહ્યું કે “ભીલની પલ્લીમાંને પોપટ અને આ પોપટ એમાં કેટલાય આભ જમીન જેટલો ફેર છે? બન્નેની રીતભાતમાં ઘણેજ તફાવત છે. ”
રાજન ! વનના એક વિશાળ તરવર ઉપર એક કીરયુગલ માળે બાંધીને તેમાં રહેતું હતું. તેમના અંગથી ઉત્પન્ન થયેલા અમે બે બાંધવ હતા. માતાપિતાની સાથે એક દિવસ સરોવરની પાળે અમે રમતા હતા, એવામાં પાપી પારધીએ આવીને અમને બન્નેને પકડ્યા. એકને ભીલની પશ્વિમાં વેચે, તે ત્યાં ચરાની સંગતિથી ખરાબ આચાર વિચાર શીખે. મને અહીં વેચે, જેથી સાધુપુરૂધોની સંગતથી હું વિનયાદિક શીખે. હે રાજન ! દુર્જન પણ સજનની પાસે રહેવાથી સર્જન થાય છે. મલયાચલના રહવાસથી લીંબ પણ ચંદનપણને પામે છે.” પોપટે પાંજરામાંથી રાજાને વચમાં ખુલાસો કર્યો.
એ વાત સાંભળી રાજા “સંગત તેવી અસર ને વિચાર કરતા પિતાના સૈન્યસહિત નગરમાં ચાલ્યા ગયે .માટે એવી જુગટિયાની અને વેશ્યાની સોબતમાં છોકરાને મૂકવાનો વિચાર તું છેડી દે. એ નીચ સેબતે કઈ ખાટયું નથી અને આપણે ખાટવાનાં પણ નથી.” શેઠે એ રીતે શેઠાણીને સમજાવી, ને સમય થઈ જવાથી પેઢી ઉપર ચાલ્યા ગયા.