________________
૨૭૬
ાિ સુમાર. તેનાથી દૂર રહે તેમ સમુદ્રચંદ્ર સ્ત્રીથી પરાભુખ થઈને હમેશાં દૂર રહ્યા કરે છે.”
તે માટે આપે ફીકર કરવી નહિ. તેના અહીં આવ્યા પછી અમે યોગ્ય પ્રબંધ કરી કાર્ય સાધ્ય કરશું. ” શેઠે અભિપ્રાય આપે.
તે પછી ધનસાર્થવાહને સત્ય હકીકતથી માહિતગાર કરીને સાગરદત્ત ઉજયિની પ્રતિ ચાલ્યો ગયો. સ્વદેશમાં આવીને તે પિતાના કુટુંબીજનને ઉત્કંઠાપૂર્વક મળ્ય-ભેચ્યો.
બે ત્રણ દિવસ વિત્યાબાદ શ્રેષ્ઠીએ પુત્રને બોલાવીને કહ્યું –“ ગિરિનગરમાં આપણે માલ મૂકીને આવ્યો છું, કેમકે તે વખતે બરાબર લાભ થતો નહોતો. હવે કદાચ લાભની પ્રાપ્તિ થાય, માટે તું ત્યાં જા અને તે બુદ્ધિમાન ! બરાબર ભાવ આવે તે સારો લાભ લઈ વેચીને તું વહેલો આવ. લાભ વિના વ્યાપાર કરે તે વ્યાપારીને માટે ફાયદાકારક નથી. હાલમાં એ વસ્તુ વેચવાને સમય આવી પહેર્યો છે, માટે તું સત્વર જઈ આપણે માલ વેચી નાખ.”
પિતાનાં વચનને મસ્તકે ચઢાવત, તેમજ પિતૃભક્તિમાં નિશ્ચળ. એકચિત્તવાળે સમુદ્ર પોતાના મિત્રો સહિત ગમન કરતો અનુક્રમે ગિરિનગર-જીર્ણદુર્ગમાં આવ્યો. ગમન સમયે સાગરદત્તે તેના મિત્રને તેના વિવાહની સર્વને હકીકત સમજાવી. તે મિત્રે કઈ પણ ઉપાયે તેને વિવાહ જેઠવાને કટીબદ્ધ થઈને બોલ્યા કે-“આપનું કાર્ય અમે પાર ઉતારશું. સમુદ્રને ગમે તે પ્રકારે અમે પરણાવશું.” ઇત્યાદિ શબ્દો વડે શ્રેષ્ઠીને નિશ્ચિત રહેવા વિનંતિ કરી.
જીર્ણદુર્ગમાં આવીને સમુદ્રદત્તે પિતાનું સર્વ કાર્ય આપી લીધું. અનુક્રમે વસંત ઋતુ આવી ત્યારે મિત્ર સહિત સમુદ્રને ધન શ્રેષ્ઠીએ જમવાનું આમંત્રણ કર્યું ને ઘરે વિવાહ સામગ્રીની ગુપ્તપણે તૈયારી પણ કરી. રાત્રીને સમયે મિત્રે સહિત સમુદ્ર ધનસાર્થવાહને ઘરે આવ્યું, ત્યાં ધનશ્રી પોતાના ભાવી સ્વામીને જોઈને હૃદયમાં અત્યંત ખુશી થઈ. નિશા સમયે ચંદ્રમાને જોઈને જેમ ચકેરીનું હદય ઉલ્લાસ