________________
સ્વદેશ સ્મરણ
૩૮ હોવાથી તેમજ તેની પાસે બીજું દ્રવ્ય પણ પુષ્કળ હોવાથી વસંતતિલકા તેના સામે જોશે એમ ધાર્યું હતું પણ એ મનસ્વિનીએ એના સામું પણ જોયું નહિ. એણે મનમાં ચિંતવ્યું કે-“આ પણ અક્કાજ કાંઈ પ્રપંચ હશે.”
તરતજ એ વ્યક્તિ પોતાની ધારણામાં નિષ્ફળ જવાથી એણે પુરૂષનું રૂપ બદલી નાંખ્યું અને પિતાનું સ્ત્રીરૂપ પ્રગટ કરી વસંતતિલકા આગળ હાજર થઈ અને બોલી “બહેન ! હું તને વધામણ દેવા આવી છું. તારા સ્વામી ધમ્મિલના સમાચાર આપવા આવી છું. તારી પાસે મને ધમ્મિલકુમારે મોકલી છે. હું તેની દાસી છું. એને સંદેશો લાવી છું, તે તું મને શું કહે છે?” સુંદર સ્ત્રીના વદનમાંથી પુષ્પની માફક ખરતા આ શબ્દો ઝીલતી વસંતતિલકા સહસા ઉભી થઈ ગઈ. એને ગાઢ આલિંગન દીધું. સ્નેહના આદરથી એને પોતાની પાસે બેસાડી. એના કુશળવર્તમાન પૂછી પતિના સમાચાર પૂછવા લાગી—“ કહે, મારા પ્રિયતમ ધમિલ હાલમાં ક્યાં છે ? કેમ છે? શું કરે છે?”
“સખી! હાલ એ ચંપાનગરીમાં રહેલા છે, અતુલ્ય રાજસંપદા પામ્યા છે, ત્રીશ લલનાઓ સાથે દેવની માફક સુખ ભોગવતા ગયેલા કાળને પણ જાણતા નથી.” એ બાળાએ કહ્યું. એ બાળા તે ધમ્મિલ પાસેથી વસંતતિલકાની ખબર લેવાને આવેલી વિદ્યાધરકુમારી વિદ્યુમતિ હતી.
હા ! એ પ્રિયતમ મને છોડીને પરદેશમાં હાલે છે. અરે ! પિતાની પ્રથમ પ્રિયાને છોડીને એને ભેજન પણ કેમ ભાવે છે? જેમ કૂપની છાયા કૂપમાંજ સમાય એમ અમારી તે મનની મનમાંજ રહી ગઈ. પતિ વિનાની સ્ત્રીની તે જગતમાં કાંઈ ગતિ છે?” આમ બોલતાં બોલતાં વસંતતિલકા નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ નાંખતી હતી, અંતરમાં થતું દુઃખ એ પોતેજ સમજી શકતી હતી. આંખમાંથી ટપકતાં આંસુઓ એની સાક્ષી પૂરતાં હતાં.
સખી ! ખેદ ના કર ! દુઃખને સમય હવે વહી ગયે એમ સમજ. થોડા દિવસમાં જ. હવે તારે પતિ સાથે મેળાપ થશે; પણ તારે ને એને આવી પ્રીતિ ક્યાંથી લાગી? કે ત્રીશ સ્ત્રીઓ છતાં