Book Title: Dhammil Kumar Charitra
Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 426
________________ ૪૦૪ - બિસ્મિલ કુમાર - ગુરૂની અમી નજરથી સકળ વિદ્યાને પારગામી થયા. અનેક પ્રકારની કળાઓને એણે અભ્યાસ કર્યો તો અનેક શાસ્ત્રો પઠન કર્યા. તે ભણી ગણને વનવયમાં આવ્યો, એટલે માતાપિતાએ એને પરણાવ્યા. પ્રિયાની સાથે એ પણ પિતાનળ સુખમાં ગાળવા લાગે. પ્રબળ પુણ્યપ્રભાવી ધપ્રિલને સ્ત્રીઓ, પુત્ર, મિત્ર આદિ સકળ પરિવાર વિનયવંત હતો. સજજને એના ભાગ્યને પ્રશંસી રહ્યા હતા; કેમકે આ ભવમાં જ કરેલી તાયીનું એ બધું ફળ હતું, એમ ધમ્મિલ સારી રીતે જોતે હતો. તેથી જેણે ધર્મને પ્રગટ મહિમા જાણે છે એવા ધામ્મલે હવે ધર્મમાર્ગ તરફ ખાસ ધ્યાન આપવા માંડયું. એવા સુખમાં પણ તે પરમેષ્ટી મંત્રને જપતે, સુગુરૂનું ધ્યાન કરતો ને ધર્મમાં જ ચિત્ત રાખતો હતો. અન્યદા હદયમાં વિચાર થયે કે-“કઈ સદ્દગુરૂ આવે તે તીર્થકર ભગવંતની વાણી રૂ૫ સુધાનું પાન કરીને હું સંસારના બળતા દાવાનળમાંથી થોડી ઘણી પણ શાંતિ મેળવું.” પ્રકરણ ૭૦ મું... ધર્મદેશના. એકદિવસ ચાર જ્ઞાનને ધારણ કરનારા ધર્મરૂચિ નામના અણ ગાર કેટલાક શિષ્યને પરિવારે પરવર્યા સતા કુશાગ્રપુરીના ઉદ્યાનમાં વૈભારગિરિ ઉપરે સમવસર્યા. જેમનું જ્ઞાન નિરંતરપ્રકાશવાળું છે અને જેઓ લેકમાં રહેલા પ્રગટ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર છે એવા એ સૂરીશ્વરને અનેક સુવિહિત સાધુઓ સેવી રહ્યા હતા. તપ કરવાથી વિકારેને જેમણે હણ્યા હતા, એવા ઉત્તમ ગુણયુક્ત સાધુ સમુદાયને જોઈને વનપાલકે રાજાને વધામણ આપી, એટલે રાજા અને બસ્મિલ ખુશી થયા. મંગળ ભેરી વગડાવતા ને નગરના લોકને જણાવતા તેઓ ગુરૂનાં દર્શન કરવાને જવાની તૈયારી કરવા લાગ્યા. આડંબરથી મહોત્સવ પૂર્વક તે ગુરૂને વંદન કરવાનું ચાલ્યા. સાધુઓના સ્થાન નજીક આવતાં વાહનઉપરથી ઉતરી રાજ્યચિહેને

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430