________________
કર
મિલ કુમાર રહ્યો હતો, અનેક પ્રકારની લતાઓના જુદા જુદા માંડવાઓની ચિત્ર વિચિત્ર રચના નિરખી રહ્યો હતો, પંખીઓનાં કિલ કિલ થતા શબ્દો એના તનના તાપને હરી રહ્યા હતા, એટલામાં આકાશમાગેથી ઉતરીને એક સર્વાગ સુદર અપ્સરા સમી નવાવના બાળા એની આગળ પ્રગટ થઈ. એ કુંવરને શિલા ઉપર બેઠેલો જોઈને એની પાસે આવી. ત્યારે એને જોઈને ઉમ્મિલ ચમકે. “કોણ છે તું?” એને પૂછયું
: '.. પ્રત્યુત્તરમાં એ વિદ્યાધરીએ પોતાનું વૃત્તાંત ટુંકમાં જણાવ્યું. વૈતાઢ્ય પર્વત ઉપરની દક્ષિણ એણિએ અશેકપુર નામે નગર છે. મેધસેન નામે એ નગરને રાજા અને શશિપ્રભા નામે એની રાણું છે. એમને સંસારસુખ ભેગવતાં અનુક્રમે મેઘય નામે પુત્ર થયો અને મેઘમાળા નામે હું પુત્રી થઈ. પુત્ર પદારાલંપટી, કેળાં*ગાર હતા અને પુત્રી પોતાની કુળરીતિ પ્રમાણે ચાલનારી સુશિલા હતી. જેથી એક દિવસ રાજા રાણું રાજપુત્રનો વિચાર કરતાં હતાં કે “આપણું પછી આ કુળાગાર પુત્ર રાજ્યનું શું કરી નાખશે?” એમ વિચારી ભવિષ્ય જાણવાને માટે પ્રજ્ઞપ્તિ વિદ્યાને રાજાએ પૂછયું “હે દેવી! આ અમારા કુળગાર પુત્રનું ભવિષ્ય કેવું છે?” . “તારે પુત્ર સાતે વ્યસન સેવનારે છે એની ઉપર તને શું પ્રેમ છે? તારી મેઘમાળા કન્યાને જે પતિ થશે એજ એને મારી નાખશે અને તારી રાજ્યલક્ષમી બીજાને હાથ જશે.” એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. 2. રાજાએ રાણુને આ હકીક્ત કહી સંભળાવી, જેથી મારી માતાને ઘણું દુઃખ થયું. “હા ! હા! રાજ્ય પણ જશે ને પુત્ર પણ જશે.” આવા શેક સંતાપમાં રાણી પોતાના દિવસો કાઢતી હતી.
મારે બંધુ મેઘજય કઈ રમણીય વનમાં ગિરિ ઉપર સુંદર મકાન રચીને ત્યાં રહેતા હતા ને હું પણ એની સાથે રહેતી હતી. અમે ભાઈબ્લેન ઘણું નેહથી સાથે રહેતાં હતાં. તે જ્યાં જ્યાં જ તે મને કહીને જતો હતો, જે જે કરીને આવતો તે મને જણાવતા હતા. મારાથી એક ક્ષણ પણ અળગા રહે નહિ. અમે બન્ને કાર