________________
વિદ્યાધર બાળા મેવાળા.
૪૦૧ ગઈ રાત્રીએ તમે વેશ બદલીને મારી સાથે કેમ રમ્યા? પણ ભેગ ભગવતાંજ મેં તમને જાણી લીધા.” વસંતતિલકાની આવી વાણું સાંભળીને બસ્મિલ દિમુઢ થઈ ગયે, છતાં એ સરલ આશયવાળીને એણે સમજાવ્યું—“પ્રિયે ! ફક્ત તારા મનની ગમત ખાતર એમાં બીજું કાંઈ કારણ નથી.” એમ કહીને તે વિચારમાં પડ્યો.
નકકી મારું સ્વરૂપ ધારણ કરીને કેઈક દુષ્ટ વિદ્યાધર મારી સ્ત્રીની અભિલાષા કરતો આવે છે, માટે એ દુષ્ટને મારવાને મારે હવે ઝટ ઉપાય કરવો જોઈએ, કેમકે વિદ્યાધર વગર મનુષ્યની તો કેઈની તાકાત નથી કે મારી સ્ત્રીઓ તરફ નજર પણ નાખી શકે.” આ પ્રમાણે વિચાર કરતાં એણે એક ઉપાય શોધી કાઢ્યો. પિતાના મહેલની પછવાડે એણે ચારે તરફ સિંદુર પથરાવ્યો અને પોતે હાથમાં ખડ્ઝ ધારણ કરીને છુપાઈને ઉભો રહ્યો.
કેટલોક સમય જવા પછી રાત્રી સમયે એ દુષ્ટ વિદ્યાધર આવ્યું, એટલે એ ચતુર ધમ્મિલે પગલાં પડતાં જોયાં, એ પદપંક્તિને અનુસારે તે તેની પાછળ ચાલે. તરતજ ધમિલે પ્રચ્છન્ન રહેલા એ વિદ્યાધર ઉપર પદપંક્તિને અનુસારે ખર્શ પ્રહાર કર્યો કે એના બે વિભાગ થઈ ગયા ને તે જમીન ઉપર પડ્યો. એ દુષ્ટ ખેચર વ્યભિચારને લોભે યમપુરીમાં ગયા. પછી રેષવડે જાણે પૃથ્વીને શિક્ષા કરતો હોય એમ કોદાળીથી પૃથ્વી ખેદીને
આ પ્રાણ પિતાના નીચ કાર્યવડે નીચે ગયો છે, તે એનું શરીર પણ એની પાછળ નીચેજ જાઓ.” એમ કહીને એ શરીર ખાડામાં નાખ્યું ને ઉપર માટી નાખી પૂરી દીધું. તે પછી સ્નાન કરી શુદ્ધ થઈને તે પોતાના કામે લાગ્યા. ત્યારપછી એના હદયમાં પુરૂષવધની શંકા નિરંતર થયા કરતી હતી, જેથી એનું ચિત્ત ઉદાસ રહેતું હતું. જગતમાં બળવાનને પરાક્રમ પુરૂષના ચિત્તને વેર અસ્થિર કરી નાખે છે. શત્રુઓથકી પણ એનું મન હમેશાં શંકાવાળું રહે છે. ચંદ્ર:નિર્મળ છતાં રાહુવડે શું પ્રસાતું નથી ?
એક દિવસ પોતાના ગ્રહના ઉદ્યાનમાં એક શિલા ઉપર પિતાના ચિત્તની શાંતિને માટે બેઠે બેઠે તે આરામની લીલા જોઈ