________________
પરિમલકુમાર. “આજે ઘણે વર્ષે મારું ભાગ્ય અનુકૂળ થયું!” યમતીએ . ઉદ્દગાર કાઢ્યા.
પછી સાસુસસરાએ જમાઈને આદરમાન દઈ મહત્સવપૂર્વક પુત્રીને એને ઘેરી વળાવી, ધમ્મિલ વાજતે ગાજતે મોટી ધામધુમથી યમતીને પિતાને ઘેર તેડી લાવ્યા. સર્વે સ્ત્રીઓમાં એ મુખ્ય હતી; તથા સર્વે એને પગે પડી. એનાં દુખણાં લીધાં. વસંતતિલકા સહિત એકત્રીશ સ્ત્રીઓમાં ધમ્મિલે એને મેટી–પટ્ટરાણી કરીને સ્થાપી. મોટી બહેનની માફક સર્વે એની આમન્યા-મર્યાદા સાચવવા લાગી.
અમિત્રદમને પોતાના રાજ્યને ત્રીજો ભાગ ધમ્મિલને આપે ? હિતે, ઉપરાંત લશ્કર વગેરે ઋદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ પણ આપી, જેથી રાજાપણે એને અભિષેક રાજરિવાજ પ્રમાણે થયા. યશોમતીને મુખ્ય - પટ્ટરાણ કરીને સ્થાપી, બીજી વિમળા, ત્રીજી વિદ્યુમ્નતિ ને ચેથી વિદ્યુલ્લતા એ ચારેને પટરાણીને અભિષેક કર્યો.
વિમળાનાં માતાપિતાને પોતાની પુત્રીની ખબર પડવાથી તેઓ કુશાગ્રપુર આવી પુત્રી અને જમાઈને મળ્યા. અને દીકરીને સંપત્તિવડે સંતોષ પમાડી રજા લઈને સ્વદેશ ગયાં.
પિતાની શક્તિ વડે ધમ્મિલે બીજા પણ અનેક દેશના રાજાઓને નમાવ્યા. ધર્મ અર્થ અને કામને એવી રીતે અવ્યાબાધપણે સાધતા પિતાને કાળ તે દેવતાની માફક એવા તે સુખમાં વ્યતીત કરવા લાગ્યો કે જતા કાળની પણ એને ખબર પડી નહિ.
પ્રકરણ ૬૯ મું.
વિદ્યાધર બાળા મેઘમાળા, એક દિવસ ધમ્મિલ પિતાના રમણીય મહેલમાંના એક ભવ્ય. દિવાનખાનામાં હિંડોળે ઝુલતો હતો. તેવામાં વસંતતિલકા એની પાસે આવી એના પડખામાં બેસીને બોલી “સ્વામિન !