Book Title: Dhammil Kumar Charitra
Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 428
________________ થમિક કુમાર છે, એમ એક એકઈદ્રિયના વિષય પણું જીવિતવ્ય હરનારા થાય છે, તે. કે પછી જ્યાં એ પાંચે ભેગા મળ્યા હોય ત્યાં તે શું ન કરે? માટે એ વિષથકી પણ વિષમ વિષયેથી હે ભવ્ય ! તમે નિવાઁ; કેમકે વિષ તો એકજ વખત જીવિતવ્યનેશ કરે છે, પણ વિષયે જન્મજન્મ જીવિતવ્યને નાશ કરે છે. એ ધિર્યો દૂરથીજ તજવા યોગ્ય છે. મદ્યનું પાન કરનારો માણસ માતા કે બહેનના સગપણને પણ ભૂલી જાય છે, નિદ્રાના વશથકી પ્રાણી છતાં પણ ચેતના રહિત મુવા જેવા થઈ જાય છે. વિકથા-રાજકથા, દેશકથા, ભક્તકથાને સ્ત્રીકથા એ ચાર પ્રકારે છે. તે વિકથામાં પડેલા પ્રાણઓપિશાચની માફક ઘણે કાળ નિષ્ફળ ગુમાવે છે. વિષયને કષાય વિષે ઉપર કહેવામાં આવ્યું છે. એ પાંચે પ્રકારના પ્રમાદને વશ પડેલ પ્રાણી દેવાયકે ડિત હેય પણ તેનું ધમરૂપીદ્રવ્ય એ પ્રમાદે લુંટી લે છે. ધીરપુરૂષો એ પ્રમાદેને નાશ કરીને ધર્મમાં ઉદ્યમવાળા થઈ, દુર્ગતિને નાશ કરી, નિવૃત્તિ સુખ મેળવે છે.” ન મુનિરાજની આ પ્રમાણેની દેશના સાંભળીને સર્વે મનુષ્ય બહુ ખુશી થયા ને પોતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. જતા. ધમ્મિલ અવસર જોઈને એજ્ઞાની ગુરૂને નમી પૂછવા લાગે “ભગવાન ! પ્રથમ અને લક્ષમી મળી, વળી જતી રહી, પાછી મળી, તે એમાં શું કારણ છે ? એ આપ કૃપા કરીને કહો. ધમ્મિલની વાણી સાંભળીને મુનિએ એના પૂર્વભવનું વૃત્તાંત આ પ્રમાણે કહી સંભળાવ્યું: “આ ભરતક્ષેત્રમાં ગુકચ્છનામે મોટું નગર હતું. ત્યાં શત્રુદમન નામે રાજા હતા. ધારણું નામે એને રાણી હતી. એ નગરમાં મહાધન નામે એક કૌટુંબિક-ગાથાપતિ રહેતે હતે. સનંદા નામની એને પત્ની હતી. સુનંદ નામે એને પુત્ર થયેલ હતું. આ ગાથાપતિ મિથ્યાત્વધર્મમાંજ એકાંત પ્રીતિવાળો હતું તેથી નાગમની એક પણ વાણું એના કાનમાં પ્રવેશ કરી શકતી નહિ મરૂદેશમાં મરાલીની માફક ને દુર્ભાગીને કામધેનુની માફક દયા, ક્ષમા ને વિવેકનું તત્ત્વ એ મહા મિથ્થામતિ, જન્માંધ જેમ સૂર્યને તાપ જોઈ શકે નહિ તેમ સમજી શક્તા નહિ. એને પુત્ર સુનંદ સ્વભાવથી જ સરલ ને સચ્ચારિત્રવાનું હતું. એક દિવસ એ મહાધનને જુને સ્નેહી એને ઘેર મહા

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430