Page #1
--------------------------------------------------------------------------
Page #2
--------------------------------------------------------------------------
________________
।e yo୨ ? ଏ ? ୧୬୧୬
>
==h
- 1 ,
|
୧୬୬୬୦୦୬ର
શા. ગુલાબચંદ વાઘજી
વઢવાણ કેમ્પ.
୬୨୦୬୬୨୦୬୬୨୧୬୦ આનંદ પ્રેસ-ભાવનગર.
Page #3
--------------------------------------------------------------------------
________________
::////
| | શ્રી ઘમ્મલ કુમાર ચરિત્ર
//
////
યાને
///
જાગતો પુણ્ય પ્રભાવ.
પંડિત જયશેખરસૂરિત ધમ્મિલચરિત્રના
રહસ્ય તરીકે–
- લેખક, મલાલ ન્યાલચંદ શાહ, ભાવનગર,
ન
"
{
શ્રી વઢવાણ કેમ્પનિવાસી વકીલ ગુલાબચંદ વાઘજીભાઇની આર્થિક સહાયથી
પ્રકાશક, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર.
| વીર સંવત. ૨૪૫૨.
વિક્રમ સંવત. ૧૯૮૨. |
કિંમત રૂ. ૨–૦-૦
Page #4
--------------------------------------------------------------------------
________________
તહિમા.
यस्माद्विघ्नपरंपरा विघटते दास्यं सुराः कुर्वते । ।
મા શાતિ પ્રિય જાતિ | उन्मीलंति महर्द्धयः कलयति ध्वंसं च यः कर्मणां । स्वाधीनं त्रिदिवं शिवं च भवति श्लाघ्यं तपस्तन किम् ॥१॥
જે તપથી કષ્ટ પરંપરાને નાશ થાય છે, દેવતાઓ દાસપણું કરે છે, કામવિકાર શાંત થાય છે, ઇંદ્રિયને સમૂહ દમાય છે, કલ્યાણ પ્રસરે છે, મહાદ્ધિઓ-તીર્થકરાદિ સંપદાઓ વિકસે છેપ્રાપ્ત થાય છે, જ્ઞાનાવરણીયાદિ કર્મને સમૂહ નાશ પામે છે અને સ્વર્ગ તેમજ મા સ્વાધીન થાય છે. એ તપશુ પ્રશંસા કરવા લાયક નથી? છે.”
ધર્મિલકુમારને આશીભાવે છ માસ પર્યત કરેલે આયંબિલને તપ જ ફળે છે. તે આ ચરિત્ર વાંચવાથી લક્ષમાં આવશે. તે વાંચીને ભવ્યજીએ તપ કરવામાં ઉદ્યમવંત થવું ઘટે છે.
wwwwwwwwwwwwwwwwwwwww wwwwwwwwww w w w w w wwwwwww
ભાવનગર-ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શા, ગુલાબચંદ લલ્લુભાઈએ છાપું.
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
ધમ્મિલ કુમારનું ચરિત્ર એ આજના જનસમાજમાં અતિ ઉપયાગી વસ્તુ છે. વાંચક એમાંથી–એના એકાગ્ર ચિત્તે પઠનથી–એની ચડતી પડતીના ક્રમથી ડીક ખાધ પ્રાપ્ત કરે છે, તેથીજ કથાનુયાગમાં ધમ્મિલકુમારની કથા સ્વપ્રભાવવડે પેાતાનુ સ્થાન ઠીક જાળવી રહેલ છે.
ધમ્મિલ કથા, ધમ્મિલ ચરિત્ર, ધમ્મિલ રાસ આદિ અનેક પુસ્તકરૂપે આ કથાનક જૈન સમાજના કથાનુયાગમાં પડેલું છે. પ્રસ્તુત કથા જયશેખરસૂરિની કૃતિ તરીકે પ્રસિદ્ધ ધમ્મિલ ચરિત્રની પ્રસાદી રૂપ છે.
આજથી ૨૪૫૨-૭૨ (૨૫૨૪) વર્ષ પૂર્વે સિદ્ધાર્થ રાજાના કુળમાં તિલક સમાન શ્રી મહાવીર સ્વામી થયા. ચરમ તી કર મહાવીર સ્વામીની પાટે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી થયા. વમાન સમયમાં અથવા તે તે પછી પરંપરાએ ચાલ્યેા આવતા સર્વ સાધુ સાધ્વીના સમુદાય એ બધા એમને પરિવાર ગણાય. કેમકે વર્ધમાન સ્વામીના અગીયાર ગણધરામાંથી મહાવીર સ્વામીના નિર્વાણ સમયે ગૌતમસ્વામી તે સુધર્માસ્વામી ખેજ વિદ્યમાન હતા. મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને પેાતાના નિર્વાણુ પછી તરતજ કેવળજ્ઞાન થશે એમ જાણીને સુધર્મારવામીને પેાતાના પટ્ટપર સ્થાપી, સમગ્ર સાધુ સાધ્વીને માટે એમને ભલામણ કરી, પોતે નિર્વાણુ પામી ગયા-મોક્ષે ગયા.
એ રીતે સુધર્માસ્વામી મહાવીર પ્રભુના પ્રથમ પટ્ટધર થયા. તેમની પાટે બીજા જખૂસ્વામી થયા. તેપણુ મુક્તિએ ગયા, ત્યારથી મુક્તિમાર્ગ આ ભરતક્ષેત્રમાંથી બંધ થયા. તેમની પાટે પ્રભવસ્વામી, સષ્યભવસ્વામી, યશાલસિર, સભૂતિવિજય ને ભદ્રબાહુસ્વામી એ પાંચ શ્રુતકેવલી ( ચૌદપૂર્વી ) થયા છે. છઠ્ઠા શ્રુતકેવલી સ્થૂલભદ્રજી કહેવાયા. પણ તેમને પાબ્લા ચાર પૂર્વ સત્રથીજ મળેલા હતા.
એમની પાટપરંપરાએ કાળાંતરે અનેક ગચ્છા થયા, તેમાં અચળગચ્છ વિશ્વમાં પ્રખ્યાતિને પામ્યા. એના મુખ્ય પટ્ટધર શ્રી આરક્ષિતસૂરિ થયા. ત્યાર પછી પશુ ધણા આચાર્યં તેમની પાટે થયા. આદ શ્રી મહેંદ્રપ્રભસર થયા. શ્રી
Page #6
--------------------------------------------------------------------------
________________
મહેંદ્રપ્રભસૂરિના હસ્તદીક્ષિત શિખ્યામાં ત્રણ શિષ્યો મુખ્ય હતા. શ્રીમુનિશેખરસૂરિ, શ્રી જયશેખરસુરિ અને શ્રી મેરૂતુંગરિ, એમાંના શ્રી જયશેખરસૂરિએ આ ગ્રંથની સંસ્કૃતમાં વિક્રમ સંવત ૧૭૬૨ માં ગુજરાત દેશની અંદર રહીને રચના કરી છે. એમના બીજા પણ ગ્રંથો જેવા કે પ્રબંધચિંતામણિ, ઉપદેશ ચિંતામણિ, જેનકુમારસંભવ આદિ નજરે પડે છે.
એ સંસ્કૃત ચરિત્ર ઉપરથી આજના જમાનાને અનુસરીને આ ચરિત્ર નવલકથાના રૂપમાં ગુજરાતી ભષામાં આલેખવામાં આવ્યું છે. એમાંથી શૃંગાર રસ, વૈરાગ્યરસ, વીરરસ, શાંતરસ આદિ અનેક રસોનો પ્રવાહ ઝરી રહ્યો છે, જેનું જેવું મન હોય તેવી રીતે તેમાં ભલે સ્નાન કરે. પણ જે વાંચક વાંચીને એમાંથી કાંઈ પણ લાભ પ્રાપ્ત કરે તેજ લેખક અને પ્રકાશકને પરિશ્રમ સફલ થાય, કેમકે આ કથાનક ઘણું રસવાળું અને ભાવ ભરેલું હોવાથી ખાસ લક્ષ્ય રાખીને એનું ભાષાંતર કરવામાં આવ્યું છે. તેને સુધારવાનો પ્રયાસ પણ ઘણો કરવામાં આવ્યો છે, તો સુજ્ઞ વાચકે જરૂર એને લાભ મેળવશે. કેમકે –
काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनेन च मूर्खाणां, निद्रया कलहेन वा ॥१॥
ભાવાર્થ-“બુદ્ધિમાન પુરૂષોને કાળ તે કાવ્યશાસ્ત્રના વિનોદમાંજ જાય છે; બાકી વ્યસનમાં, કલહ કરવામાં ને પ્રમાદમાં તે મૂર્ણ પુરૂષોને જ સમય જાય છે.'
ધમ્મિલ ચરિત્રની જયશેખરસૂરિની આ કૃતિ જામનગરવાળા પંડિત હીરાલાલ હંસરાજ તરફથી સંસ્કૃત ભાષામાં છપાઈને બહાર પડેલી છે. બીજું ધમિલ કથા-એ નામનું પાનાના આકારમાં ને સંસ્કૃત વાણીમાં નાનું સરખું પુસ્તક શ્રી આત્માનંદ સભા તરફથી છપાઈને બહાર પડેલું છે. ધમિલનો રાસ પંડિત શ્રી વીરવિજયજીએ આ સૈકાની શરૂઆતમાંજ (૧૯૦૨ માં ) રચેલો છે; તે પણ છપાયો છે. એ રાસ શ્રી જયશેખરસૂરિજીની કૃતિને આધારે જ રચાયો જણાય છે, છતાં દષ્ટાંતો એમાં જુદાં આવે છે. મુખ્ય કથાનક લગભગ મળતું જ છે, કેટલીક ઉપકથાઓ ભિન્ન છે.
રાસના કર્તા પંડિત વીરવિજયજી શ્રી વિજયસિંહસૂરિજીના શિષ્ય પ્રસિદ્ધ ક્રિોદ્ધારક સત્યવિજયજી પંન્યાસની પરંપરામાં થયેલા શ્રીગુભવિજયજીના શિષ્ય હતા. એ વીરવિજયજીની બીજી પણ કૃતિઓ ઘણી છે. બારવ્રતની, પંચકલ્યા
કની, નવાણુપ્રકારી, ચેસઠપ્રકારી, પીસ્તાળીશ આગમની આદિ પૂજાઓને ઇજારે તે પ્રથમ તેમનોજ હતો. કેમકે સાદી સરલ ભાષા અને આકર્ષક રાગરાણું એ પૂજાઓમાં પ્રત્યક્ષ નજરે પડે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આ ચરિત્રની અંદર આવેલ હકીકતને સાર આ સાથે ટુંકામાં આપેલ છે તે વાંચવાથી આ ચરિત્રમાં રહેલી ખુબી સમજી શકાશે. એમાં પ્રાસંગીક કથાઓ પણ ઘણી આવેલી છે, તેનું લીસ્ટ પણ પાછળ આપેલું છે, તેમાં અડદત્ત મુનિએ કહેલ પિતાનું વૃત્તાંત અને ગુણવર્માની કથા ઘણા વિસ્તારમાં આપેલ છે. તે ખાસ વાંચવા લાયક છે, ઉપદેશક છે, અસરકારક છે. બીજી કથાઓ પણ રસીક છે. આ ચરિત્રમાં આવેલા મુખ્ય પાત્રની ઓળખાણ આપવા માટે તેનું લીસ્ટ પણ આ સાથે આપેલ છે. તેથી તે તે પાત્રને ઓળખવામાં સરળતા થાય છે. આ ચરિત્રને ભાષામાં લખતાં તેના ૭૨ પ્રકરણો પાડવામાં આવ્યા છે, તેના અનુક્રમણિકા આ સાથે આપેલી છે. તે પ્રકરણોનું મથાળું વાંચતાં તે પ્રકરણમાં શું હકીકત છે તે ટુંકામાં સમજી શકાય છે.
કમલમાં સુગંધ તો ઘણી હોય છતાં એ ખુશબોને ચોતરફ ફેલાવનાર તે પવન જ હોય છે, તેમ લેખકોની અણમોલ કૃતિઓને પ્રસિદ્ધિમાં લાવવી એ તો સજ્જનોનું જ કર્તવ્ય છે. લેખકો અનેક પરિશ્રમે લખી શકે, કિંતુ લેખકેની આવી અમુલ્ય કૃતિને સ્વાદ તો વાંચકો જ લઈ શકે અને લેવરાવી શકે.
લેખકના છદ્મસ્થપણને લીધે વાંચક મહાશયને આ પુસ્તકમાં કોઈ પણ સ્થળે કાંઈ પણ દોષ કે ભૂલ માલૂમ પડે તે તેને માટે લેખક ક્ષમા ચાહે છે. બાકી તો લેખકે એ મૂળ વાતને ફક્ત નવલકથાના સ્વરૂપમાં મૂકી યોગ્ય સ્થળે રંગ પૂરવાનું જ કાર્ય કર્યું છે, તે સિવાય કલ્પના ચલાવીને પિતાનું ડહાપણ પ્રાયે બતાવ્યું નથી. અત્યસં.
અશાહ શુદિ ૧ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. સં. ૧૯૮૨ ઈ
ભાવનગર.
1
T
/
Page #8
--------------------------------------------------------------------------
________________
આ ચરિત્રમાં આવતા મુખ્ય મુખ્ય પાત્રોની ઓળખાણ જિતશત્રુ.
કુશાગ્રપુરને રાજા. ધારિણી
જિતશત્રુ રાજાની સ્ત્રી અત્રિદમન
તેનો પુત્ર સમુદ્રદત્ત શેઠ કુશાગ્રપુરનો શેઠ સુભદ્રા
તેની સ્ત્રી સુરેદત્ત
તેને પુત્ર સાગર શેઠ
તેજ નગરને બીજે શેઠ સત્યભામા
તેની સ્ત્રી સુભદ્રા
તેની પુત્રી–સુરેંદ્રદત્તની સ્ત્રી ધર્મિલકુમાર સુરેદ્રને સુભદ્રાને પુત્ર મહાબળ
વણારસીપુરીને રાજા યશોધર
તે નગરને શેઠ મનારમાં
તેની સ્ત્રી ધર્મત
તેને પુત્ર શ્રીશેષ શ્રેષ્ઠી તે જ નગરનો વેપારી સુરૂપ
તેની પુત્રી-ધર્મદત્તની સ્ત્રી ધન વસુ
યશેમતિના પિતા યશામતિ
ધમ્મિલની પ્રથમ સ્ત્રી (૧) વસંતતિલકા ધમ્મિલની રખાયત સ્ત્રી (૨) વસંતસેના
વસંતતિલકાની મા (અક્કા) સુમતિ
યશેમતિની સખી અરિદમન
માગધપુરના રાજા વિમળા
તે રાજાની પુત્રી-ધમ્મિલની સ્ત્રી (૩) કમળા
તેની ધાવ્ય માતા નાગવસુ
ચંપાનગરીને સાર્થવાહ નાગદત્તા
તેની પુત્રી–ધમ્મિલની સ્ત્રી (૪) કપિલ
ચંપાપુરીનો રાજ કપિલા
તેની પુત્રી-ધમ્મિલની સ્ત્રી (૫) પુરૂષાનંદ
વૈતાઢ્ય ઉપરના શંખપુરનો રાજા. - વિદ્યુન્મતિ-વિઘુદ્ધતા તેની પુત્રી ધમ્મિલની સ્ત્રી (૬-૭) [ભાઈ. વસુદત્ત
ચંપા પાસેના કરબટનો રાજા. ચંપાપતિને વસુમતી (પદ્માવતી) તેની પુત્રી ધમ્મિલની સ્ત્રી (૮) મેઘજય
કામાન્મત્ત વિદ્યાધર. મેઘમાળા
તેની બહેન-ધમ્મિલની સ્ત્રી. (૯)
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી ધમ્મિલ ચરિત્રનો ટુંક સાર.
કુશાગ્રપુરમાં સમુદ્રદત્ત શેઠને સુરેંદ્રદત્ત નામે પુત્ર હતો. તે પુત્રને માટે તેજ ગામના રહીશ સાગરશેઠે પિતાની પુત્રી સુભદ્રા આપવા કહેણ મોકલ્યું, સમુદ્રદત્તની તે સ્વીકારવાની ઈચ્છા થઈ, તે વખતે સુરેદ્ર “પરીક્ષા કર્યા વિના સ્ત્રી ગ્રહણ કરવી યોગ્ય નથી' એમ જણાવી તે ઉપર ધર્મદત્તની કથા કહી બતાવી છતાં પિતાનો આગ્રહ થવાથી સુરેદ્ર કન્યાની પરીક્ષા માટે ચાર પ્રશ્નવાળો એક ગ્લૅક લખી આપ્યો, અને એનો યોગ્ય ઉત્તર કન્યા આપે તો તેને સ્વીકાર કરવા કહ્યું. સાગરશેઠની પુત્રી સુભદ્રાએ તે કનો મનમાન્યો ઉત્તર લખી આપ્યો, તેથી તેને ને સુરેંદ્રને વિવાહ થયો. સુરેંદ્રદત્ત યોગ્ય વયનો થવાથી તેના પિતાએ ઘરનો ભાર તેને ભળાવી ચારિત્ર લીધું, અને તેનું આરાધન કરી સ્વર્ગે ગયા.
સુભદ્રાને પુત્રની વાંચ્છા થઈ. અને ધર્મના આરાધનવડે તે સફળ થઈ. તેને પુત્ર થયો. તેનું નામ ધમ્પિલકુમાર પાડયું. તેણે સર્વ કળાને અભ્યાસ કર્યો. તે યોગ્યવયનો થતાં તેના પિતાએ તેના લગ્ન કરવાની તજવીજ કરવા માંડી, ધમ્મિલે તરતમાં પરણવાના વિચારને અનાદર કરી તે ઉપર એક ગોવાળની કથા કહી બતાવી. તરતમાં તે વિચાર મુલતવી રહ્યો. તેજ નગરમાં ધનવસુ શેઠ રહેતો હતો તેને યશોમતિ નામે પુત્રી હતી. તે કળાકુશળ થઈ હતી. તેને યોગ્ય વય થતાં પિતાને યોગ્ય વર માટે ચિંતા થઈ. તેની સખી સુમતિએ તે વાત તેની માતાને કરી, તેણે ધનવસુ શેઠને કરી. તેણે સુરેંદ્રદત્તના પુત્ર ધમ્મિલ કુમારને યોગ્ય વર જાણી કહેણ મોકલ્યું. સુરેંદ્રદત્તે સ્વીકાર્યું અને ધમ્મિલ સાથે યમતિનો વિવાહ થયો.
કેટલાક સમય વીત્યા બાદ ધમ્મિલનું ચિત્ત ધર્મવાસિત વિશેષ પ્રકારે થયું. તેથી તે સંસારસુખ તરફ ઉદાસી થયો. તેણે યશામતિને પોતાનો વૈરાગ્ય ભાવ જણાવ્યો. તેથી સંસારસુખની ઈચ્છક યશેમતિ બહુ ખેદ પામી. આ વાત સખીદ્વારા તેણે પિતાની સાસુને જણાવી. તેણે ધનવસુ શેઠને કહ્યું કે– આપણો ધન્મિલ તો સંસારસુખમાં સમજતો જ નથી. તેથી તેને માટે કંઈક કરવું જોઈએ. આપણે તેને જુગટીયાની સોબતમાં મૂકીએ, તેથી તે સંસાર સુખનો રસીયો થશે.” શેઠે તે વાત ભૂલભરેલી જણાવી તે ઉપર હંસ ને કાગનું દૃષ્ટાંત કહ્યું, પણ શેઠાણું સમજ્યા નહી, અને શેઠની ઈચ્છા નહીં છતાં ધમ્મિલને જુગારીની સોબતમાં મૂકો. તે જુગારી . થયો અને એક દિવસ તે જુગારી મિત્રો સાથે વસંતસેના વેશ્યાને ત્યાં ગયો.
Page #10
--------------------------------------------------------------------------
________________
તેની પુત્રી વસંતતિલકા સાથે તેની પ્રીતિ બંધાણ, તે તેને ત્યાંજ રહ્યો. તેના ભોગવિલાસ માટે તેના પિતા પુષ્કળ દ્રવ્ય દરરોજ મોકલવા લાગ્યા. અન્યદા તેના પિતાએ તેને ઘરે તેડી લાવવા પિતાના મહેતાને મોકલ્યો. ધમ્મિલે ઘેર આવવાની ચોખી ના પાડી. મેતાએ તેની સ્ત્રી તેના વિયોગે મરવા પડી છે એમ કહ્યું. ત્યારે તે ભલે મરતી” એમ કહી ધમ્મિલે તેને રજા આપી.
મહેતાએ આવીને ધમ્મિલના માતાપિતાને તે વાત કહી. તેઓ બહુ ખેદ પામ્યા. ધમ્મિલની માતા પણ પિતાના કૃત્ય માટે પસ્તાવા લાગી અને ઘણું દિલગીરી કરવા લાગી. શેઠે તેને અનેક પ્રકારે આશ્વાસન આપ્યું અને સાસુ વહુને ધર્મકાર્યમાં વિશેષ જોડાવા કહ્યું. સાસુ વહુ [શોમતિ] પાસે આવ્યા. વહુને શિખામણ આપી ધર્મમાર્ગમાં જોડાવા કહ્યું. તેણે તે
સ્વીકાર્યું. શેઠાણીએ શેઠ પાસે આવી તે વાત કરી અને હવે પછી ધમ્મિલને દ્રવ્ય ન મોકલવા કહ્યું. શેઠને તો તે વાત રૂચતી જ હતી. શેઠે કહ્યું કે
સ્ત્રીના પાસમાં પડ્યા પછી પ્રાણીઓ છુટી શકતા નથી.” તે ઉપર તેમણે મિલ દ્વિજની કથા કહી અને શિખામણ આપી, પણ શેઠાણીને શાંતિ ન વળી. તેણે કહ્યું કે મેં એને હલકી સોબતમાં મૂક્યો તે ભૂલ કરી, પણ એમ થવાનું હોય છે ત્યારે સમજુ પણ ભૂલે છે. ' તે ઉપર તેણે શિવવિપ્રની કથા કહી. એ પ્રમાણે પરસ્પર વાત કરીને કાળ વ્યતિત કરવા લાગ્યા.
કાળનું કામ કાળ કરે છે ધમ્મિલને વેશ્યાને ત્યાં રહેતાં વર્ષો વીતી ગયાં. માતાપિતા મરવા પડ્યા. તેમણે યશામતિ જે ધર્મારાધનમાં તત્પર રહેલી હતી તેને બધી ભલામણ કરી. ધમ્મિલ એ હકીક્ત જાણતાં પણ ઘરે ન આવ્યો. દ્રવ્ય મોકલવું તો બંધ થયું હતું, પરંતુ વસંતતિલકા તેના પર આસક્ત થયેલી હોવાથી તેની માતાની ઈચ્છા નહીં છતાં ઘરમાં રાખ્યા હતા.
યશોમતિએ સાસુ સસરાને અંતસમયની આરાધના કરાવી. તેઓ મરણ પામ્યા. યશોમતિ તેમની અંતક્રિયા યોગ્ય રીતે કરીને પિયર ન જતાં સાસરાના ઘરમાં જ રહી. અત્યારે તેના દુઃખની સીમા નહોતી. તેણે ધ—િલના મંગાવવા પ્રમાણે દ્રવ્ય મોકલવા માંડયું. પ્રાંતે દ્રવ્ય ખુટવાથી તેણે પિતાના આભૂષણે મોકલ્યા. વસંતસેના (અક્કા )એ તે પાછા મોકલ્યા. યશામતિ ઘરબાર તમામ વેચી નાખી પિયરમાં આવીને રહી. તેની આ સ્થિતિ થવાથી તેના માતાપિતા પણ બહુ દુઃખી થયા.
અહીં વસંતસેનાએ ધમ્મિલને તજી દેવા માટે વસંતતિલકાને ઘણું સમજાવી પણ તે ન સમજી. પછી કેટલેક વખત જવા દઈ એક દિવસ
Page #11
--------------------------------------------------------------------------
________________
અકાએ પિતાને ઘરે મહોચ્છવ માં અને તે પ્રસંગમાં વસંતતિલકા ને ધમ્મિલ બંનેને ચંદ્રહાસ મદિરા પાઈ દીધી. તે બંને બેશુદ્ધ થઈ ગયા. એટલે દાસી મારફત ગાડી બંદોબસ્ત કરાવી મધ્ય રાત્રી પછી ત્રીજા પહોરે ધર્મિલને બેશુદ્ધ અવસ્થામાં ઉપાડી ગાડીમાં નાખી નગર બહાર વગડામાં મૂકી આવ્યા.
પહોર દિવસ ચડ્યા પછી મદિરાનું ઘેન ઉતર્યું. એટલે ધમ્મિલ જાગ્યો. આસપાસ જોઈને ઉદાસ થયો. વેશ્યાની સોબત માટે હવે તીરસ્કાર છુટ્યો, પણ તે રાંડ્યા પછીનું ડહાપણ હતું. પછી તે ત્યાંથી ઉઠીને પોતાને ઘરે ગયો. ત્યાં માતાપિતા મરણ પામ્યાના, ઘરબાર વેચાઈ ગયાના ને સ્ત્રી પિયર ગયાના ખબર જાણી બહુજ ખેદ પામ્યો. તેણે નગર બહાર નીકળી આપઘાત કરવાના બે ત્રણ પ્રયત્નો કર્યા. પણ ક્ષેત્રદેવતાએ તે નિષ્ફળ કર્યા. છેવટે તેણે સલાહ આપી કે “ તું સ્નિગ્ધ વન તરફ જા, ત્યાં એક મુનિ બિરાજે છે, તે તારા ઉદયનો માર્ગ બતાવશે. હજુ તારે ભોગાવળી કર્મ ઘણું છે.”
ક્ષેત્રદેવતાના સલાહથી ધમ્મિલ સ્નિગ્ધ વન તરફ ચાલ્યો. ત્યાં પહોંચી મુનિવંદન કર્યું. ધર્મદેશના સાંભળી. તેમાં તે અગડદત્ત મુનિએ વિજયેપાળ રાજાની કથા અતિ રાગ ન કરવા ઉપર કહી. પછી ધમ્મિલને તેના દુઃખનું કારણ પૂછયું, ધમ્બિલે કહ્યું, તેમાં હજુ પણ તેને વેશ્યા ઉપર રાગ છે એમ સૂચવ્યું, મુનિએ વેશ્યાગમનથી પ્રાપ્ત થતા ઘણું દુઃખો બતાવ્યા અને પરસ્પર ઘણી વાતો કરી. છેવટ પોતાના દુઃખ કરતાં ધમ્મિલનું દુ:ખ વધારે નથી’ એમ કહી પોતાનું ચરિત્ર ધમ્મિલના કહેવાથી કહેવું શરૂ કર્યું. તેના પ્રારંભમાં ગુણવમોની કથા ધર્મકાર્યમાં તત્પર રહેવા ઉપર કહી ( એ કથા ઘણી વિસ્તારથી સુમારે પૃષ્ઠ ૫૦ માં છે, ત્યારપછી ધમ્મિલનો વિચાર હજુ પણ સંસાર છોડવાનો થતો ન હોવાથી–સાંસારિક સુખની અભિલાષા હોવાથી વધારે અસર થવા માટે પોતાનું ચરિત્ર કહેવા માંડ્યું. ( અગડદત્ત મુનિની કથા પૃષ્ટ ૧૭૩ થી ૨૬૮ સુધી છે.) પ્રાંતે તેમણે કહ્યું કે “સ્ત્રી જાતિ કેઈપણ રીતે વિશ્વાસ કરવા લાયક નથી, તેનાપર આસકિત ધરાવનારા અનેક ભવ્ય જીવોએ ઘણું હાની મેળવી છે. મારા અનુભવમાં એ વિશેષે આવી ગયેલ છે. ધમ્બિલે કહ્યું કે –“હે મહારાજ ! આપે કહ્યું તે ખરૂં, પણ કાંઈ બધી સ્ત્રીઓ સરખી હોતી નથી. કેટલીક ઉત્તમ અને સારી પણ હોય છે. આપે ધનશ્રીનું ચરિત્ર સાંભળ્યું નહીં હોય ?” આ પ્રમાણે સ્ત્રી જાતિના પક્ષપાતથી ધમ્બિલે કહ્યું. મુનિએ પૂછયું કે-“તે ધનશ્રી કોણ હતી ?” એટલે ધમ્મિલે તેની કથા કહી બતાવી. પ્રાંતે કહ્યું કે-“ધનશ્રીની
Page #12
--------------------------------------------------------------------------
________________
જેમ અન્ય પણ અનેક ઉત્તમ સ્ત્રીઓ હોય છે. વળી મારી ભોગેચ્છા હજુ સમાપ્ત થઈ નથી; તે મને ફરીને સંસારના સુખોપભેગ પ્રાપ્ત થાય તે માર્ગ બતાવો.”
અગડદત્ત મુનિએ કહ્યું કે-ધર્મનું આરાધન આ ભવમાં ને પરભવમાં સુખ આપનાર થાય છે, તેથી તે છ માસ પર્યત આયંબિલને તપ કર અને તે સાથે બીજું પણ ધર્મારાધન કર. ' ધમ્બિલે તે વાત સ્વીકારી, અને દ્રવ્યમુનિનો વેશ ધારણ કરી, આયંબિલ કરવા શરૂ કર્યા. નમસ્કાર મહામંત્રના નવલાખ જાપ કરવાનું શરૂ કર્યું. મુનિ પ્રમાણે જ સર્વ આચાર પાળવા લાગ્યો. ખાસ કારણ શિવાય મૌન રહેવાનું જ સ્વીકાર્યું. આ પ્રમાણે ધર્મનું આરાધન કરતાં છ માસ વ્યતિત થયા. છ માસને અતિ દેવવાણી થઈ કે “ હ ધમ્મિલ ! તું મનુષ્યપણુમાં દેવ જેવા ભોગ ભોગવીશ. અને વિદ્યાધર વિગેરેની ૩૨ સ્ત્રીઓ તારે થશે. ” આ પ્રમાણે સાંભળ્યા પછી તેણે મુનિશ પાછો અગડદત્ત મુનિને અર્પણ કરી તેમને નમી આયંબિલ તપનું પારણું કર્યું. અને આખો દિવસ વ્યતીત કરી રાત્રે માગધપુરની બહાર એક છર્ણમંદિરમાં જઈને સુતો.
- હવે તેના ભાગ્યનો ઉદય થયો. કર્મની વિચિત્રતા પ્રગટ થઈ. મધ્ય રાત્રે તે જીર્ણ મંદિરની બહાર એક રથ આવ્યો. તેમાં બેઠેલી એક સ્ત્રીની સાથે આવેલી વૃદ્ધાએ શબ્દ કર્યો કે-“અહીં ધમ્મિલકુમાર છે ?” ધમ્મિલે તે શબ્દ સાંભળ્યો. તેને આશ્ચર્ય તો થયું, પરંતુ અવસર ઓળખી જઈને તેણે કહ્યું કે- હા, છે. ' એટલે તે બાઈ બોલી કે ચાલે, આ રથમાં બેસીને જાઓ, આપણે ચંપાપુરી તરફ રવાને થઈએ. ' ધમ્મિલ કેટલાક વિચાર કરીને તરત જ બહાર આવ્યો અને રથ ઉપર આરૂઢ થઈ ચંપાપુરી તરફ રથ ચલાવ્યું. માર્ગમાં રથમાં બેઠેલી સ્ત્રી કેટલીક વાત કરવા લાગી. તેને ધમ્મિલ ટુંકામાં જ જવાબ આપી પતાવવા લાગ્યા. પેલી સ્ત્રીને આશ્ચર્ય થયું કે આજે બપોરે તે મારી સાથે બહુ વાતો કરતા હતા અને અત્યારે વધારે બોલતા નથી તેથી શું મારાપર ગુસ્સે થયા હશે ? પણ ફિકર નહી, સવાર પડતાં તેનો ગુસ્સો ઉતરાવીને શાંત કરી દઈશ. ” હવે રાત્રી વહેવા લાગી અને રથ પણ ચાલવા લાગ્યો.
પ્રાતઃકાળ થતાં એક નદીને કીનારે એ રથ અટકયો–બેસનારીએ ઉભું રખાવ્યું, એટલે ઘમ્મિલ તેના ઘડાને છોડીને પાણી પાવા લઈ ગયો. તેને જતો જોતાં પેલી સ્ત્રી તે વિસ્મય પામી કે-“આ કોણ? આ તો કોઈ દરિદ્રી જેવો દુર્બળ અને સ્યામવર્ણી જણાય છે. આ પ્રમાણેના તેના ખેદના ઉદ્દગાર સાંભળતાં છતાં ધમ્મિલે તે ઘડાને પાણી પાઈ લાવીને રથને જોડ્યા. તે
Page #13
--------------------------------------------------------------------------
________________
વખતે રથમાં બેઠેલી સ્ત્રી વિમળાએ તેની નિર્ભર્જના કરી. પણ તેની ધાવ્યમાતા કમળાએ વારીને શાંત કરી. ત્યાંથી આગળ ચાલતાં તેઓ એક ગામ પાસે આવ્યા. વિમળા કમળાને બહાર બેસાડીને ધમ્મિલ ભજનસામગ્રી મેળવવા માટે ગામમાં ગયો. અને ત્યાંના ગામધણીના ઘોડાને બુદ્ધિથી શલ્ય રહિત કર્યો. ગામધણીએ ખુશી થઈને તેને રહેવા મકાન આપ્યું. તેમાં વિમળા કમળાને બોલાવી લાવીને ધમ્મિલ રહ્યો.
રાત્રે ધમ્મિલે કમળાને વિમળાનું વૃત્તાંત પૂછયું. તેણે કહ્યું કે વિમળા માગધપુરના રાજા અરિદમનની પુત્રી છે. તે પુરૂષષિણી છતાં એક દિવસ એક પુરૂષપર આસક્ત થઈ. તેનું નામ પણ ધમ્મિલ હતું. તેની સાથે રાત્રે જીર્ણ મંદિરમાં આવવાનો સંકેત કર્યો. તે ન આવ્યો ને તેને બદલે તમે આવ્યા. વિમળા તમારી ઉપર બીલકુલ રાગ ધરાવતી નથી; પણ દેષ ધરાવે છે.” ધમ્મિલે વિમળાને પોતાની ઉપર રાગવતી કરવા માટે તેની પ્રાર્થના કરી. કમળાએ અનુકૂળતાએ પ્રયત્ન કરવાનું કબુલ કર્યું.
બીજે દિવસે ત્યાંથી ચંપા તરફ ચાલ્યા. માર્ગમાં ધમ્મિલે અનેક પ્રકારનું પોતાનું પરાક્રમ બતાવ્યું. તે ઉપરથી કમળાએ વિમળાને ધમ્મિલને સ્વીકારવા કહ્યું, પણ તે માની નહીં. કમળાએ સતી સ્ત્રીને એકલા ન રહેવા સૂચવ્યું. વિમળાએ સતી એકલી હોય તો પણ તેને કશો ડર હોતા નથી. એમ કહી તે ઉપર શીળવતીની કથા કહી. રથ તો પંથ કાયા કરે છે, તે ચંપાની નજીકમાં આવ્યો. તેવામાં સામેથી ઘણું માણસોને આવતા જોઈ ધમ્મિલ “એ કર્યું હશે ?” એમ વિચારમાં પડ્યો. તેટલામાં તેમાંથી એક માણસે ધમ્મિલ પાસે આવીને કહ્યું કે આપે મારેલ અર્જુન ચોર અમારા પલ્લીપતિ અજિતસેન શત્રુ હતો, તેથી અમારા સ્વામી તમારી ઉપર પ્રસન્ન થયા છે. તે આપને મળવા માગે છે. ' ધમ્મિલે મળવાની હા પાડી, બંને મળ્યા અને તેના આગ્રહથી તેની પલ્લીમાં જવું પડયું. પલ્લીપતિએ ઘણે સત્કાર કર્યો. કેટલાક દિવસ ત્યાં રહી રજા મેળવી ચંપા તરફ ચાલ્યા. ચંપાની બહાર રથ રાખીને રહેવાનું સ્થાન જોવા ધમ્મિલ શહેર તરફ ચાલ્યો. માર્ગમાં કેટલીક જળક્રીડા કરતાં કમળો ઉપર ચાલાકી વાપરી, તે કમળો ત્યાં જ જળક્રીડા કરવા આવેલા રાજકુમારે દીઠા. તેણે માણસ મોકલી ધમ્મિલને બોલાવ્યો. સહજ વાતમાં પરસ્પર મિત્રાઈ થતાં તેણે પોતાના મેમાન થવા કહ્યું. ધમ્મિલે સ્વીકાર્યું. પછી હાથીપર બેસી વિમળા પાસે બંને જણ આવ્યા અને શહેરમાં જવા માટે તેમનેં રથમાં બેસાડ્યા. શહેરમાં દરબારી ઉતારે ઉતર્યા. રાજકુમારે બધી સગવડ કરી આપી. ધમ્મિલ સાથે મિત્રાઈ જામી.. એકદા * વિમળા ધમ્મિલને આધીન
Page #14
--------------------------------------------------------------------------
________________
નથી” એવી વાત કુમારને કાને આવતાં તેણે પરીક્ષા કરવા માટે બધા મિત્રોને બીજે દિવસે પિતપતાની સ્ત્રી સહિત ઉદ્યાનમાં આવવા કહ્યું.
આ હકીકતથી ધમ્મિલ ચિંતામાં પડ્યો. તેણે પિતાને ઉતારે આવી કમળા પાસે ઉભરો કાઢો અને પોતે ચાલ્યા જવાનો વિચાર જણ. કમળાએ વિમળાને સમજાવવાનું કહ્યું. તેણે વિમળા પાસે આવી બહુ રીતે સમજાવી. સ્વચ્છંદતાથી દુઃખી થવા ઉપર વસુદત્તાની કથા કહી બતાવી. તે સાથે રાજાઓ પણ હિતવચન નથી માનતા તો દુઃખી થાય છે તે ઉપર અરિદમન રાજાની કથા કહી સંભળાવી. આ બે કથા કહ્યા પછી અસરકારક શબ્દોમાં કહેવાથી વિમળાએ કમળાની વાત કબુલ કરી અને ધમ્મિલને પરણવાનું સ્વીકાર્યું. કમળાએ એ વધામણું ધમ્મિલને આપી. તે રાત્રીએ જ ધમ્મિલ ગાંધર્વ વિવાહથી વિમળા સાથે પરણ્યો. અને બીજે દિવસે સવારે તેને લઈને રાજકુમારે કહેલા સ્થાનકે ગયો. ત્યાં અનેક પ્રકારની ક્રીડાઓ કર્યા પછી બધા પુરૂષો જમ્યા બાદ પોતપોતાના પતિના આસન ઉપર બેસી સ્ત્રીઓ જમી. પછી અનેક પ્રકારનો આનંદ મેળવી સાયંકાળે સૌ પિતપોતાને સ્થાને આવ્યા. ધમ્મિલ બહુ જ હર્ષિત થયા અને પિતાને પુણ્યોદય થયાની તેને ખાત્રી થઈ.
અન્યદા વિમળા સાથે ધમ્મિલને પ્રણય કલહ થયે. વિમળા રીસાણી. ધમ્મિલે તેને મનાવતાં વસંતતિલકાના વખાણ કર્યા. તે સહન ન થવાથી વિમળાએ કઠણ વચન સાથે ધમ્મિલને પાદપ્રહાર કર્યો. ધમ્મિલ ઘરેથી નીકળી રાજકુંવર પાસે ગયો ને તેની સાથે ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયો. ક્રીડા કરીને પાછા વળતાં ધમ્મિલ એક નાગદેવના મંદિરમાં ગયો. ત્યાં એક યૌવના નાગદેવને પૂજવા આવી. પૂજન કરીને તેણે પિતાને ગ્ય વર મળવા પ્રાર્થના કરી. એટલે “તારી ઈચ્છા આજે જ પૂર્ણ થશે.' એમ મૂર્તિની પાછળ રહીને ધમ્બિલે કહ્યું. કુમારિકા રાજી થઈ. મંદિર બહાર નીકળતાં જ ધમિલ તેની દૃષ્ટિએ પડ્યો. પરસ્પર વાર્તાલાપ થતાં પ્રીતિ થઈ. પરસ્પર ઓળખાણ આપી. ઘમ્મિલને જ દેવને આપેલો વર માની તેને ત્યાં રોકાવા કહી તે કુમારિકા નાગદત્તા પોતાને ઘરે આવી. માતાપિતાને વાત કરતાં તેમણે ધમ્મિલને તેડાવ્યો. અને તે રાત્રે જ નાગદત્તાને તેની સાથે પરણાવી. દાયજામાં ઘણું દ્રવ્યાદિક આપ્યું. રહેવા મકાન આપ્યું. ધમ્મિલ ત્યાં જ રહીને નાગદત્તા સાથે આનંદ કરવા લાગ્યો.
તે ચંપાપુરીના રાજા કપિલને કપિલા નામે પુત્રી હતી. નાગદત્તાના સખીપણાથી બંનેએ એક પતિને વરવાનો સંકેત કર્યો હતો. તેથી તેણે તે વાત પોતાના પિતાશ્રીને જણાવી. રાજાએ તો પોતાની પુત્રીને
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૧
યોગ્ય વર પ્રાપ્ત થવા સ્વયંવર મંડપ રચ્યો. તેમાં ધમ્મિલને પણ આમંત્રણ કર્યું. કપિલાએ ધમ્મિલના કંઠમાં વરમાળ આરોપી. રાજાએ મહોત્સવ સાથે તેને ધમ્મિલ સાથે પરણવી. પછી રાજાએ આપેલા મહેલમાં કપિલા ને નાગદત્તા સાથે તે રહેવા લાગ્યો.
| વિમળાને ધમ્મિલનો તિરસ્કાર કર્યા પછી પારાવાર ખેદ થયો. તે બહુ પશ્ચાત્તાપ કરવા લાગી. ધમ્મિલને પણ તેનું સ્મરણ થયા કરતું હતું. એક દિવસ ધમ્મિલ હાથી ઉપર બેસીને શહેરમાં ફરવા નીકળ્યો. વિમળાવાળા મકાન પાસે આવતાં હાથી ભાણે. વિમળાએ નીચે આવીને પતિને વધાવ્યા. ધમ્મિલે તેને હાથી ઉપર ખેંચી લીધી અને રાજાએ આપેલા મહેલમાં લાવીને નાગદત્તા ને કપિલાની સાથે રાખી. ત્રણે આનંદથી સાથે રહેવા લાગી.
એક દિવસ રાજાને કોઈએ ભેટ કરેલા વક્રગતિવાળા અશ્વ ઉપર બેસી ધમ્મિલ ફરવા નીકળે. નગર બહાર જઈને અશ્વને દોડાવ્યા પછી ઉભે રાખવા લગામ ખેંચી, તેમ તો તે બહુ જ દોડ્યો, અને એક અટવીમાં ધમ્મિલને લઈ ગયો. ધમ્મિલે રાશ ઢીલી મૂકી એટલે તે ઉભો રહ્યો. ધમ્મિલ નીચે ઉતરી આજુબાજુ ફરવા લાગ્યો. ત્યાં તેણે એક ખગ્ર દીઠું, પણ તે તેજસ્વી વિધારે હોવાથી કોઈ ખેચર ભૂલી ગયેલ હશે એમ તેણે સંભાવના કરી. પછી ખ હાથમાં લઈને પાસેની વંશજાળ ઉપર ચલાવ્યું. તેટલામાં તો એક વિદ્યાસાધકનું મસ્તક શરીરથી છુટું પડેલું તેની નજરે પડયું. તે જેઈ ધમ્મિલને પારાવાર પાશ્ચાત્તાપ થયો. પછી તેના સંબંધવાળું કોઈ આટલામાં હશે એમ ધારી તે ફરવા લાગ્યો. એટલામાં એક વાવમાંથી એક વિદ્યાધરી નીકળી. તેને ધન્સિલે “તું કોણ છે ?” એમ પૂછયું, તેના ઉત્તરમાં તેણે કહ્યું કે- વૈતાઢય ઉપર શંખપુરમાં રાજ્ય કરનારા પુરૂષાનંદ રાજાને બે પુત્રીઓ છે ને એક પુત્ર છે. તે પુત્ર જેના હાથથી મરાશે તે બે પુત્રીઓને વર થશે એમ જ્ઞાનીએ કહ્યું છે. તે કામેન્મત્ત રાજપુત્ર ૧૬ વિદ્યાધર પુત્રીઓને હરી લાવ્યો છે અને તેની બે બહેનો તથા ૧૬ કન્યાઓને એક મહેલ બાંધીને અહીં રાખી છે. તે વિદ્યા સાધવા ગયેલ છે, ને હવે તરતમાં જ તેને ચંદ્રહાસ ખડ્ઝ સિદ્ધ થવાનું છે. આ હકીકત સાંભળ્યા પછી ધમિલ કુમારે કામોન્મત્ત પિતાથી હણાયાનું કહ્યું. એટલે તે મિત્રસેનાએ કહ્યું કે તમે અહીં થોભાઓ. હું અમારા સ્થાનમાં જઈ તેની બહેને વિગેરે સૌને વાત કરી સૌ રાજી થાય તો તમને આવવા માટે લાલ ધ્વજા ઉંચી કરીશ અને જે સૌ નારાજ થશે તો વેત ધ્વજા ચલાવીશ. તે આપ ચાલ્યા જજો. ” તેના ગયા બાદ ધમ્મિલ ત્યાં ભાણો. થોડા વખત પછી વેત ધ્વજા દેખાતાં તે ત્યાંથી ચાલી નીકળ્યો..
Page #16
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ ચાલતાં ચાલતાં એક કરબટ નામના ગામ પાસે આવ્યો. ત્યાંનો રાજા વસુદત્ત જે ચંપાપતિને ભાઈ થતા હતા તેની પુત્રી વસુમતિને તેનો વ્યાધિ મટાડીને પરણ્યો. પછી ચંપાપતિ સાથે વસુદત્તને સલાહ કરાવવા તે ચંપાપુરી ગયા. ત્યાં નગરમાં પેસતાં લેકેને દરબારને હાથી છુટી જવાથી હાલકલ્લોલ સ્થિતિમાં જોયા. અને સાગરદત્ત શ્રેષ્ઠીપુત્રને આઠ કન્યા સાથે પરણવા જતો દીઠે. એટલામાં ઉન્મત્ત થઈને છુટેલે હાથી ત્યાં આવી પહોંચ્યું, એટલે ભાગનાશ થઈ રહી. સાગરદત્ત કન્યાઓને ત્યાં જ છેડીને નાશી ગયો. ધમ્મિલકુમારે હાથીને વશ કર્યો અને તેના સપાટામાં આવેલી આઠ કન્યાઓને બચાવી લીધી. હાથી માવતને સોંપી દઈ તે રાજસભામાં આવ્યો. રાજા પોતાના જામાતાને આવેલ જાણીને તેમજ હાથીને તેણે વશ કરેલ જાણુને બહુ ખુશી થયો. તેણે ધમ્મિલને પૂર્ણ સત્કાર કર્યો. ધમ્મિલ ત્રણે સ્ત્રીઓને મળ્યો. અશ્વહરણ પછીની હકીકત કહી બતાવી. પછી પેલી આઠ કન્યા પણ સાગરદત્તને ન પરણતાં ધમ્મિલ સાથે પરણી. ધમ્મિલે ચંપાપતિને તેના ભાઈ સાથે સલાહ કરાવી દીધી. તેણે તેની પુત્રીને ચંપાપુરીએ મોકલી.
એક દિવસ ધમ્મિલ પોતાના મહેલમાં હીંચકો હતા. ત્યાં આકાશમાંથી એક વિદ્યાધરી વિઘુલ્લતા ત્યાં ઉતરી અને પોતાની ઓળખાણ આપ્યા બાદ “ ખડગસાધકને હણ્યા બાદ કેમ ભાગી ગયા ? ” એમ બૅમિલને પૂછ્યું. ધમિલે ધોળી ધ્વજા જેવાનું કારણ કહ્યું. તેણે મિત્રસેનાની તે ભૂલ થયેલી હતી એમ જણાવ્યું. પછી ધમ્મિલની આજ્ઞાથી તે અઢારે વિદ્યાધરીઓ માતાપિતા સાથે ત્યાં આવી અને ધમ્મિલે તેની સાથે પાણીગ્રહણ કર્યું. પછી કુલ ત્રીશે સ્ત્રીઓ સાથે ધમ્મિલ ત્યાં આનંદથી રહેવા લાગ્યો.
અન્યદા વિદ્યુમ્મતિએ વિમળાને પતિપર પાદપ્રહારનું કારણ પૂછ્યું. તેણે “આવા પતિને પ્રાપ્ત કરી આપનાર તે પગની તમે બધા પૂજા કરો” એમ કહી આનંદ કરાવ્યો. પછી વિમળાએ ધમ્મિલને વસંતતિલકાનું વૃત્તાંત પૂછયું. ધમ્મિલે કહી બતાવ્યું. એટલે પતિની આજ્ઞા મેળવીને વિદ્યુમ્નતિ વસંતતિલકાને ખબર આપવા આકાશમાર્ગે કુશાગ્રપુર ગઈ. ત્યાં વસંતસેના ને વસંતતિલકા વચ્ચે થતી વાત તેણે પ્રચ્છન્નપણે સાંભળી. પછી પ્રગટ થઈને વસંતતિલકાને ધમ્મિલના બધા ખબર આપ્યા. ત્યાં વાત કરતાં યશોમતિની વાત નીકળી. તેની દુઃખદાયક અવસ્થા વિદ્યુમ્મતિએ જાણી. પછી તે બંનેને પતિનો સત્વર મેળાપ કરાવી આપવાનું કહી તે ચંપાપુરી પાછી આવી. અને બધી સ્ત્રીઓ સહિત ધમ્મિલને તે વાત કહી બતાવી. ધમ્મિલે કુશાગ્રપુર જવાની તરતજ તૈયારી કરી.
Page #17
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ ત્રીશે સ્ત્રીઓને લઈને કુશાગ્રપુર આવ્યો. ત્યાંના રાજા અમિત્રદમને તેને સારી રીતે સત્કાર કર્યો. તેના આપેલા ઉતારે ધમ્મિલકુમાર ઉતર્યા. પછી ધમ્મિલ વસંતતિલકાને ત્યાં ગયા. ત્યાં માતાને પુત્રી વચ્ચે થતી વાત તેણે સાંભળી. વસંતતિલકાનો પિતાપર અપ્રતિમ રાગ જોઈ તે પ્રસન્ન થયો ને પ્રગટ થયો. વસંતતિલકા બહુ ખુશી થઈ. રાજાએ તેને ધમ્મિલને અર્પણ કરી, તેમજ પોતાના રાજ્યને ત્રીજો ભાગ આપી રાજા બનાવ્યું. પછી તે યમતિના પિયરવાળે ઘરે ગયો. ત્યાં તેની અને તેની ભાભીઓ વચ્ચે થતી વાત સાંભળી. પછી પ્રગટ થયા. યશોમતિ બહુ હર્ષિત થઈ. બંને વચ્ચે ઘણી વાતો થઈ. પછી યશોમતિના પિતાએ પુત્રીને કેટલાક દાયજા સાથે સાસરે વળાવી. ધમ્મિલની બધી સ્ત્રીઓ તેને મોટી માનીને તેને પગે પડી. ધમ્મિલ સાંસારિક અપ્રતિમ આનંદ ભોગવવા લાગ્યો. પછી ધમ્મિલનો રાજ્યાભિષેક થયો. ધમ્મિલે ચાર સ્ત્રીઓને મુખ્ય પટરાણી બનાવી. વિમળાના માતાપિતા પણ ત્યાં આવી પુત્રીને કેટલાક દાય આપી ગયા.
અન્યદા ધમ્મિલ પિતાના મહેલના દીવાનખાનામાં બેઠો છે. તેવામાં વસંતતિલકાએ તેની પડખે બેસીને પૂછ્યું કે- સ્વામી ! ગઈકાલે તમે વેશ બદલીને મારી પાસે કેમ આવ્યા હતા ? ” ધમ્મિલ તે સાંભળીને ચોક પણ તેને ખબર પડવા ન દેવા માટે કહ્યું કે- તને ગમ્મત આપવા માટે એમ કર્યું હતું. ” આમ જવાબ દીધા પછી તેવી રીતે આવનાર દુષ્ટ વિદ્યાધરને પકડી પાડવા પોતાના મહેલ ફરતે સિંદુર પથરાવ્યો ને પોતે છુપાઈને રહ્યો. પછી પેલો કામી વિદ્યાધર અદશ્યપણે આવતાં તેના પગ સિંદુરમાં પડ્યા એટલે તેને તલવારના પ્રહારથી મારી નાખીને ત્યાં જ દાટી દીધો.
બે દિવસ પછી ધમ્મિલ પોતાના ઉદ્યાનમાં એક શિલાપર બેઠા હતા. ત્યાં એક વિદ્યાધરી આકાશમાંથી ઉતરી આવી. તેણે પોતાની હકીકત કહેતાં પ્રથમ મેઘજય નામના પોતાના કામોન્મત્ત ભાઈની હકીકત કહી. પછી મેઘમાળાએ કહ્યું કે તે ત્રણ દિવસ અગાઉ ગમે તે પાછો આવ્યો નહીં, તેથી હું તેની તપાસ કરવા નીકળી અને અહીં આવતાં તે આપથી મરાયો છે એમ જાણું ક્રોધથી આપની પાસે આવી, પણ આપને જોતાં જ મારે ક્રોધ શમી ગયે. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ પણ કહ્યું હતું કે મારા ભાઈને જે હશે તે મારે પતિ થશે ” માટે આપ મારે સ્વીકાર કરે. ” ધમ્મિલે તેની અરજી સ્વીકારી તેની સાથે ગાંધર્વવિધિથી પાણગ્રહણ કર્યું. એટલે કુલ ૩૨ પ્રિયાઓ થઈ.
અનુક્રમે વિમળાને પુત્ર થયો. તેનું પદ્મનાભ નામ પાડ્યું. તેને
Page #18
--------------------------------------------------------------------------
________________
ભણાવ્યો, પરણાવ્યો અને તેની યોગ્ય ઉમ્મર થતાં બધે ભાર તેના પર મૂકી ધર્મારાધન કરવા માટે “ ગુરૂમહારાજ પધારે તે ઠીક ” એમ ઈચ્છવા લાગ્યા. ગુરૂમહારાજ ધર્મરૂચી અણગાર ત્યાં પધાર્યા. ધમ્મિલ વિગેરે વાંદવા ગયા. ગુરૂમહારાજે ધર્મદેશના આપી. ધમ્મિલે પૂર્વભવ પૂ. ગુરૂએ કહી બતાવ્યો. તે સાંભળી ધમ્મિલને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ધમ્મિલે ગૃહભાર પદ્મનાભને ભળાવી યશોમતિ ને વિમળા સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. --
ચારિત્રનું સારી રીતે આરાધના કરી, પ્રાંત અણુસણ આદરી, આયુષ્યની સમાપ્તિએ કાળ કરીને ધમ્મિલ અમ્યુરેંદ્રના સામાનિક દેવ થયા. બે સ્ત્રીઓ પણ ત્યાંજ દેવપણે ઉત્પન્ન થઈ. આયુ પૂર્ણ થયે ત્યાંથી એવી મહાવિદેહમાં મનુષ્યપણે જન્મ ધારણ કરી અવસરે ચારિત્ર લઈને પ્રાંતે મોક્ષ સુખને પામશે. આ પ્રમાણે આ ચરિત્રને સાર છે. વિશેષ તો આ ચરિત્ર સાદ્યત વાંચવાથી જાણી શકાશે. તેથી અહીં આ રહસ્ય સમાપ્ત કરવામાં આવે છે. બુકમાં પ્રાતે પૃષ્ટ ૪૧૫–૧૬ ઉપર આપેલ રહસ્ય પણ વાંચીને મનન કરવા ગ્ય છે. ઈત્યલમ.
ઈતિ ધમિલ ચરિત્ર રહસ્ય સમાપ્ત.
મ
.
s
ન
પર
-
Page #19
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
પ્રકરણ : પ્રકરણ ૧ લું
૨ જું
.
.
.
२७ ૩૧
.
,,
૭ મું
. ع
૩૫
ع
ع
ع
૫૩ ૫૭.
, ૧૧ મું
ع .
.
.
વિષય સુરેન્દ્રની બાલ્યાવસ્થા. .... સુરેન્દ્ર અને સુભદ્રા. સ્ત્રી કેવી હોવી જોઈએ ?... પત્ની અને મિત્ર. શઠપ્રતિ શાર્થ કુર્યાત. ... લગ્નની વાટે. ... સંસાર સુખની વાટે. ... ધમ્મિલકુમાર. ... ..... બાળા( યશોમતિ ) ... યુગલ (યશોમતિ ને ધમ્મિલકુમાર )... પરિવર્તન. ... (ધમ્મિલકુમારના) માતા પિતા. ... વેશ્યાને ત્યાં (ધમ્મિલકુમાર) હાથના કર્યા હૈયે લાગ્યા. ... ... શિખામણનો સદ્દઉપયોગ. શિવ વિપ્ર. ..... વસંતસેના. ધમ્મિલકુમારને યુક્તિવડે બહાર કાઢવો.
અહો ! આ શું થયું ? .. ધર્મ દેશના ( અગડદત્ત મુનિની) દુઃખની બે વાત. ગુણવર્મા. .. ••• પરોપકારને માટે. રહસ્ય ફેટ. ... પ્રિયાની ખાતર. સુખદુઃખની વાટે.
આ તે બાળા કે બલા? ... પાપનું પ્રાયશ્ચિત. * .... ... અગડતમુનિનું આત્મ વૃત્તાંત ...
૭૩ ७८
.
, ૧૫ મું
.
.
.
ع .
, ૨૦ મું , ૨૧ મું , ૨૨ મું , ૨૩ મું
ع .ع .لغ
- ૧૦૨ ૧૦૮ ૧૧૩ ૧૧૮ ૧૨૩ ૧૩૧ ૧૩૭ ૧૪૪ ૧૫૦ ૧૫૭ ૧૬૪ ૧૭૩
,, ૨૫ મું
ما بلغه ته
- ર૭ મું , ૨૮ મું
به بنده به
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૭૮
.
૧૮૫ ૧૮૮ ૧૯૪ ૨૦૦ २०४
» ૩૪ મું
. . .
૨૧૨ ૨૧૯
. .
૨૨૫
, ૩૭ મું , ૩૮ મું , ૩૯ મું ,, ૪૦ મું , ૪૧ મું
૨૨૮
. . .
૨૩૩ ૨૪૧
» ૪૨ મું
२४७
. به
૨૫૧ ૨૫૬
, ૪૫ મું
e. e. e.
+
દેશવટો. વણારસીમાં .. મદનમંજરી. ગજમદમર્દન ... અદ્દભૂત લુંટારે તસ્કર વિદ્યા.... રિષદમન. ... વીરમતિ. .. મન્મથની મુંઝવણ.
સ્વદેશ ગમન. ... માર્ગમાં. .. • વનવિહાર. .. અમૃતમાં ઝેર. કમલસેના. .. ભેદનો ફેટ. .. દીક્ષા મહોત્સવ. ધનશ્રી. • સમુદ્રચંદ્ર. ... સંસાર સુખને કારણે. વિમલા. ... ચંપાની વાટે. ... ... શીલવતી, .. શિયલને માટે..... આ તે અબળા કે પ્રબળા.. શીયેલનું માહાત્મ્ય. ... શીયલવતીન પૂર્વભવ. ... ચંપામાં. . વસુદત્તાની સ્વછંદતા. સ્વચ્છંદતાને ખાતર, વનક્રીડા. નાગદત્તા. ... ભાગ્યોદય. ••• અટવીમાં. ... ...
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
» ૪૭ મું
૪૮ મું
. . .
૨૭૦ २७६ ૨૮૭ ૨૯૪
, ૪૯ મું
•
. .
, ૫૧ મું , પર મું
- ૫૪ મું
. . . . . .
- ૫૫ મું
૩૦૪ ૩૧૧ ૩૧૬ ૩૨૨ ૩૨૭ ૩૩૦ ૩૩૯ ૩૪૫ ૩૫ર ૩૫૬ ૩૬૩ ३६७
. .
- ૫૯ મું
૬૦ મું
- ૬૨ મું
Page #21
--------------------------------------------------------------------------
________________
""
..
,,
""
""
,
,,
39
૬૩ મુ
૬૪ મુ
૬૫ સુ
૬૬ મુ
૬૭ મુ
૬૮ સુ
૬૯ મુ
૭૦ મુ
૭૧ સુ
ર મુ
૯
૧૦
૧૧
૧૨
ભૂલ અને તેનું પસ્ચ્યુિામ. રામનું સ્વપ્નું ભરતને ક્ળ્યુ. ખેચરબાળા વિદ્યુન્મતિ ને વિનુલ્લત્તા...
સ્વદેશ સ્મરણ .. વતનમાં.
સતીની ધીરજ.... વિદ્યાધરબાળા મેઘમાળા....
ધર્મ દેશના.
ધર્મિંલના પૂર્વ ભવ. (ચાલુ)
દીક્ષા અને છેવટ.
શ્રી ધમ્મિલ ચરિત્રમાં આવેલી પ્રાસગિક કથાઓ.
પૃષ્ઠ. ૧૭.થી ૩૧ થી ૪૭
૪૪
૬૪ થી ૬૫ -
૮૨ થી ૮૫
૮૬ થી ૯૩
૧૧૩ થી ૧૧૭ ૧૨૩ થી ૧૭૨
૧૭૩ થી ૨૬૮
ધદત્ત ને સુરૂપાની કથા. એક ગેાવાળની કથા. હુંસ અને કાગની કથા.
ર
ર
૪ સામિલ દ્વિજની કથા. ૫ શિવ વિપ્રની કથા હું વિજયપાળ રાજા. ૭ ગુણવર્મા.
८ અગડદત્ત મુનિ.
ધનંત્રી.
શાળવતી.
વસુદત્તા.
અરિદમન
૩૭૨
૩૭૦
૨૮૧
૩૮૬
૩૯૨
૩૯૫
૪૮.
૪.૪
૪૦૯
૪૧૩ થી ૪૧૬
ܕ
૨૭૦ થી ૨૮૫
૩૦૪ થી ૩૨૯
૩૩૯ થી ૩૪૫
૩૪૫ શ્રી .૩પર
Page #22
--------------------------------------------------------------------------
________________
ખાસ ખરીદો ને લાભ લ્યો !
{
૧ શ્રી ત્રિશષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર, પ ૧ લુ. ૨ જી.
પર્વ ૩-૪-૫-૬
ર
૫ ૭ મુ.
પૂર્વ ૮–૯
પૂર્વ ૭–૮–૯
પૂર્વ ૧૦ મુ.
3
૩-૪-૦
૩-૪-૦
૧-૮-૦
૨-૮-૦
૪-૦
૨-૮-૦
"
ઉપરનાં બધાં પર્વોની યુંકેા સાથે લેનારના રૂ. ૨) ઓછા એટલે રૂ. ૧૧) લેવામાં આવશે.
૯
૧૦
૧૧
"
""
""
"?
">
૭ શ્રી ઉપદેશ પ્રાસાદ ભાષાંતર. ભાગ ૧ લા. ( ચંભ ૧ થી ૪) ૨-૮--૦
.
ભાગ ૨ જો. ( સ્થંભ ૫ થી ૯ ) ૨-૦-૦ ભાગ ૩ જો. (સ્થંભ ૧૦ થી ૧૪) ૨-૦-૦ ભાગ ૪ થા. (સ્થંભ ૧૫ થી ૧૯) ૨-૮-૦ ભાગ ૫ મે. (સ્થંભ ૨૦ થી ૨૪) ૨-૮-૦ લેનારને રૂ. 1 એ એટલે રૂ. ૧૦) લેવામાં આવશે.
">
""
;)
>>
""
..
22
""
""
..
""
"
ઉપરના પાંચે ભાગ સાથે
૧૨ શ્રી શત્રુંજય મહાત્મ્ય ભાષાંતર ૧૭ શ્રી ગૌતમકુળક બાળાવમાધ ( અનેક કથાઓ )
૧૮ શ્રી અધ્યાત્મ કદુમ ભાષાંતર. ( આવૃત્તિ બીજી )
૧૯ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા ભાષાંતર-ભા ૧ લેા. (પ્ર. ૧-૨-૩)૩-૦-૦
૨૦
ભા. ૨ જો. (પ્ર. ૪-૫-૬) ૩-૦-૦
ભા. ૩ જો. (પ્ર. ૭–૮) ૩-૮-૦
૨-૦-૦
૧-૮-૦
૧-૮-૧
૧-૮-૦
૨૬ શ્રી ઉપદેશ કપવલી (મન્નહજિણાણુ ંઆણુ)ની ટીકાનું ભાષાંતર. ૧-૮-૦
૨૭ શ્રી શાંતિનાથ ચરિત્ર ભાષાંતર.
૨-૦-૦
૨-૮-૦
..
૨૧
૨૨ શ્રી અધ્યાત્મસાર ભાષાંતર. ૨૭ શ્રી વસ્તુપાળ ચરિત્ર ભાષાંતર. ૨૪ શ્રી મલ્લીનાથ ચરિત્ર ભાષાંતર. ૨૫ શ્રી પરિશિષ્ટ પર્વ ભાષાંતર.
">
૨૮ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાષાંતર. ૨૯ શ્રી ભાજપ્રબંધ ભાષાંતર. ૩૦ શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય.
૨-૮-૦
૩-૪-૦
૨-૮-૦
૧-૮-૦
૧-૮-૦
Page #23
--------------------------------------------------------------------------
________________
.
. .
t
within
-
START
ધામિલ કુ. ૨૦
યાને જાગતો પુણ્ય પ્રભાવ.
– – પ્રકરણ ૧ લું.
સુરેન્દ્રની બાલ્યાવસ્થા. આ જંબુદ્વિપ લાખ જજનના પ્રમાણવાળો, બે લાખ જેજન પ્રમાણ લવણસમુદ્રથી વીંટાયલે, પ્રેમદાની વદન આકૃતિ પ્રમાણે સુવૃત્ત ( ગોળ ) સ્થાળીને આકારે શાસ્ત્રમાં કહ્યો છે. વદનાકૃતિમાં જેમ ભાલપ્રદેશ શેભાનું સ્થાન ગણાય છે તેમ જબુદ્વિપમાં ભાલ પ્રદેશને સ્થાને ભરતક્ષેત્ર શોભી રહ્યું છે. જેમ નગરની ફરતો કાલે આવેલ હોય તેમ આ જંબુદ્વિપની આજુજુ ફરતી સુવર્ણમય જગતી-કીલે આવેલો છે. લવણસમુદ્રનાં પ્રલયસમાં ઉછળતાં મેજાં એ જગતીને અથડાઈને પાછાં સમુદ્રના અથાગ જળમાં ભળી જાય છે. જગતી શાશ્વતી હોવાથી કેઈ કાળે તેનો નાશ થતો નથી. તે સપાટ પ્રદેશથી આઠ જે જન ઉંચી અને બાર જોજન મૂળમાં પહોળી તેમજ ઉપર ઠેઠ ચે ચાર જોજન પહોળી છે. તે જગતીની ઉપર
Page #24
--------------------------------------------------------------------------
________________
ધમિલ કુમાર. મધ્યમાં બે ગાઉ ઉંચી અને પાંચસો ધનુષ્ય પહોળી વેદિકા છે અને તે વેદિકાની બન્ને બાજુએ અઢીસો અઢીસે ધનુષ્ય ન્યૂન બે જોજનના વિસ્તારવાળાં વન આવેલાં છે. જગતીની ચારે બાજુએ મોટા ચાર દરવાજા આવેલા છે, જે દરવાજા આઠ જેજન ઉંચા અને ચાર જન પહાળા છે. દરેક દરવાજાના અધિષ્ઠિત દે છે. પૂર્વ દિશાના દરવાજાનું નામ વિજય, પશ્ચિમ દિશાના દરવાજાનું નામવિજયંત, ઉત્તર દિશાના દરવાજાનું નામ જયંત અને દક્ષિણ દિશાના દરવાજાનું નામ અપરાજિત છે. તે દરવાજાના સ્વામી તેજ નામના દેવે છે. તેનો પરિવાર ઘણે છે. સર્વ દ્વીપસમુદ્રની જગતી વાય ને મણિરત્નોની ભિન્ન ભિન્ન જાતિવડે કરીને બનેલા દરવાજાથી ભી રહી છે. એવી જગતીથી મનહર આ જંબદ્વીપ સર્વે દ્વીપમાં શિરોમણિ સમાન છે. તેમાં પણ ભરતક્ષેત્ર તો વધુમાં પડેલા રત્ન સમાન છે. લાખ જેજનના જંબુદ્વિપમાં ઠેઠ દક્ષિણ દિશાને છેડે ભરતક્ષેત્ર આવેલું છે. ભરતક્ષેત્રનું પ્રમાણ પર જોજન ને ૬ કળાનું શાસ્ત્રમાં કહ્યું છે. તેની ઉત્તર દિશાએ ચુલ હિમવંત પર્વત પીળા સેનાને છે અને દક્ષિણ, પૂર્વેને પશ્ચિમે લવણસમુદ્ર રહેલો છે. ભરતક્ષેત્રની મધ્યમાં પૂર્વ પશ્ચિમ આડે વૈતાઢ્ય પર્વત પડેલ છે. ચુલ્લ હિમવંત પર્વત ઉપરના પદ્મદ્રહમાંથી નીકળેલી ગંગા અને સિંધુ નદી ઉત્તર ભારતમાં થઈ વૈતાલ્યને ભેદીને દક્ષિણ ભારતમાં આવેલ છે, અને જગતને ભેદીને લવણસમુદ્રને મળેલ છે. એવી રીતે ઉત્તર ભરતના ત્રણ ખંડ અને દક્ષિણ ભારતના ત્રણ ખંડ મળીને આ ભરતક્ષેત્ર છ ખંડમાં વહેંચાયેલો છે. ચકવતી એ છએ ખંડ તાબે કરીને સમસ્ત ભરતને અધિપતિ થઈ શકે છે. ત્યારે વાસુદેવ–પ્રતિવાસુદેવ દક્ષિણ ભારતના ત્રણ ખંડ તાબે કરે છે પણ વૈતાઢયને ભેદીને ઉત્તર ભારતમાં જઈ શકતા નથી. વૈતાઢ્ય પર્વતની પહેલી મેખલાએ વિદ્યાધરેના રમણીય ઉત્તર દક્ષિણે પચાસ ન સાઠ નગરે આવેલાં છે. બીજી મેખલાએ તિર્થંભક વ્યંતર દેવતાઓને નિવાસ છે.
વૈતાઢ્ય પર્વતની દક્ષિણ બાજુના ભરતાર્ધની મધ્યમાં મગધ દેશમાં કુશાગ્રપુર નામે નગર આવેલું છે. જ્યાં વિમાનને વિષે દેવતાઓની માફક યુવાને અનેક પ્રકારે કીડા કરી રહ્યા છે. તેમના
મેષપણથી જ તેઓ મનુષ્ય છે એવું જાણી શકાતું હતું.
Page #25
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્રની બાલ્યાવસ્થા. ધનાઢ્યતા, પ્રભુતા, સૈખ્યતા અને સંદર્યતા તેમજ પાટવતાએ કરીને નગરની જાહોજલાલીને મધ્ય સૂર્ય તપતો હતો. તે નગરમાં ગગનમંડળમાં જેની ધ્વજાઓ નૃત્ય કરી રહી છે એવા અનેક મહામનોહર જૈનમંદિરે જેનોની સમૃદ્ધિનું તથા ધર્મની વૃદ્ધિનું સૂચન કરી રહ્યાં હતાં. ત્યાં જીતશત્રુ નામે મહા પરાકમી રાજા રાજ્ય કરતા હતા, જેના પ્રતાપની છાયા તળે પ્રજા સુખી, સંતોષી અને નિર્ભય હતી. ત્યાં વ્યાપારની અનેક પ્રકારે વૃદ્ધિ હતી. શત્રુરૂપ અંધકારના સમૂહને જીતીને નમંડળમાં જેમ ગ્રહરાજને ઉદય થયો હોય તેમ તે રાજ આ ભૂલેકમાં સર્વત્ર પ્રકાશિત-પ્રસિદ્ધ હતાં. વિધિએ દરેક વસ્તુને વિષે જે કે કંઈ પણ દોષ મૂક્યા હોય છે, જેમ કે સમુદ્રમાં ક્ષારપણું, ઇંદુમાં કલંક, વિષ્ણુમાં માયાપણું અને કાદ-. વમાંથી કમળની ઉત્પત્તિ, આવી દોષવાળી વસ્તુને જાણે ત્યાગ કર્યો ન હોય તેમ લક્ષ્મી ઈર્ષ્યાથી તેમને ત્યાગ કરીને નિર્દોષ એવા તે રાજાને ભજતી હતી. શત્રુના સમુદાયે દાનરૂપ જલદના વર્ષાવવાવડે કરીને તે રાજાને પ્રસન્ન કર્યો હતે. એવી રીતે લક્ષ્મી અને બુદ્ધિ બને સ્ત્રીઓ તેની પાસે હોવાથી ઈર્ષ્યાને લીધે કીર્તિરૂપી સ્ત્રી દેશ પરદેશ આ પૃથ્વીમંડળમાં ભ્રમણ કરતી હતી. એ જીતશત્રુ રાજાને ધારિણી નામે પરમ શીલસંપન્ન ત૬૫ ભૂષણવાળી સ્ત્રી હતી. તેને સુંદર છતાં મંદ બુદ્ધિવાળે અમિત્રદમન પુત્ર હતો. તે નગરમાં સમુદ્રદત્ત નામે રાજમાન્ય એ માટે વ્યવહારીઓ વસતો હતો. હીરા, માણેક, મોતી, પ્રવાલ, રત્ન, મણિ, સુવર્ણ વગેરે તેના ઉદરમાં ભર્યા હતાં, અર્થાત્ સમુદ્ર જેમ અનેક રત્નો પોતાના ઉદરમાં સમાવ્યાં છે તેમ આ સમુદ્રદત્તના મંદિરમાં અનેક પ્રકારનું જર ઝવાહીર ઝળકી રહ્યું હતું. “સુભદ્રા” નામે તે શેઠને સુશીલા પત્ની હતી, અને પ્રીતિવડે કરીને ભિન્ન દેહ છતાં જાણે એકજ હોય તેમ રહેતાં હતાં, શરીર જુદાં છતાં બન્નેનાં મન એકરૂપ હતાં, સંસારસુખ જોગવતાં બન્નેને કેટલોક કાળ દેવતાની માફક વ્યતીત થયો. - એક દિવસે એ સુશીલ સુભદ્રાએ પાછલી રાતે સ્વપ્નમાં વેત હાથી જે. પ્રથમ દેવલોકને સ્વામી શકેંદ્ર તેના ઉપર બેઠેલો હતો. તેણે દર્શન આપીને કહ્યું કે “હે તન્વી! તને બુદ્ધિમાન અને લક્ષમી
Page #26
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર,
વાન પુત્ર થશે.” એવી અમૃતથી પણ મીઠી વાણી સાંભળીને તેણી જાગૃત થઈ. પતિને તે વાત નિવેદન કરી. પતિએ કહ્યું કે “એ પ્રમાણે તારે એવોજ પુત્ર થશે. ” પછી શેષ રાત્રી નવકારસ્મરણમાં પૂર્ણ કરી. અનુકમે સુભદ્રા ગર્ભવંતી થઈ અને પૂર્ણ દિવસે તેણીએ સુંદર પુત્રને જન્મ આપે. બાળક છતાં સંપૂર્ણ કળાએ કરને શોભતો પૂર્ણિમાને ચંદ્ર હોય તેમ તે શેભતે હતો. તેના નાળનિક્ષેપની જગ્યાએ ખાડા ખોદતાં ભૂમિમાંથી ધન પ્રગટ થયું. સમુદ્રદત્ત શેઠને ખબર પડતાં તે ઘણે હર્ષિત થયે, દારિદ્રરૂપ કાષ્ટને બાળવાને અગ્નિની જવાળા હોય તેમ આવું સુવર્ણ મણિ માણેકયુકત નિધાન જોઈને તે પ્રસન્ન થયે. “પુત્રના પુણ્યથી જ આ નિધાન પ્રગટ થયું. આ બધાને પરમાર્થ શું હશે?” એમ તે વિચાર કરતા હતા, તેટલા માં એક લેક જેવાથી તેને પરમાર્થ તેના સમજવામાં આવ્યું. તે સમયે કેનિશ્ચય આ બાળકનું અદ્ભુત ભાગ્ય જણાય છે. આ નિધિ છે તે તેની લક્ષ્મીનું કારણ છે અને મણિ આદિ તેની બુદ્ધિનું કારણ છે. ઇંદ્રના વચનમાં દ્રઢ વિશ્વાસ કરતા સમુદ્રદતે તે નિધિવડે કરીને પુત્રને જન્મમહે સવ કર્યો. “કેટલાક પુત્ર તે દુષ્ટ ત્રણની માફક ઉત્પન્ન થઈને મરી જાય છે, કેટલાક બીજાની તાડના તર્જના સહન કરી પરાભવ પામતા છતા દુ:ખમાં જીવન ગુમાવી મરી જાય છે. ખરે ! હું ધન્ય છું કે રત્નાકર સમાન ગંભીર અને સૂર્ય સમાન તેજસ્વી એવા પુત્રરત્નને પામ્યો છું. એમ વિચારતા સમુદ્રદત્તે પુત્રજન્મને સમયે પિતાને ઉચિત એવું સર્વ કંઈ કર્યું. મુક્ત હાથે પ્રગટ થયેલું નિધાન વાપરવા માંડ્યું. કુટુંબી, સ્નેહી વગેરેને ભોજન કરાવી સંતોષી સ્વપ્નને અનુસારે બારમે દિવસે પુત્રનું સુરેદ્રદત્ત એવું નામ રામ રાખ્યું. શુકલપક્ષના શશીની માફક કેમે કરીને પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતો પુત્ર મોટો થવા લાગ્યા. ગ્ય ઉમરને થતાં વિવભૂતિ ઉપાધ્યાય પાસે વિદ્યા-કળાને અભ્યાસ કરવાને પિતાએ મૂકે. અલ્પ સમયમાં–થોડાં વર્ષમાં તે પિતાની સુબુદ્ધિએ કરીને સકલ શાસ્ત્રરૂપી સમુદ્રના પારને પામે. જે શાઅને બાધ અન્યને દુઃખે કરીને પણ થઈ શકતે નહતો તેવું કઠણ શાસ્ત્ર પણ સુરેદ્રદત્તને અ૫ પ્રયાસે સાધ્ય થતું હતું. જીતશત્રુ
Page #27
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્રની બાલ્યાવસ્થા,
રાજાએ પણ પિતાના પુત્રને સુરેંદ્રદત્તની સાથે તેજ ઉપાધ્યાયની પાસે અભ્યાસ કરવાને મૂક્યો. - તે નગરમાં ગુણના સારભુત એ સાગર નામે શેઠ રહેતો હતો. તેને સત્યભામાં સ્ત્રીથકી સરોવરમાં જેમ પદ્મની-કમલિની ઉત્પન્ન થાય તેમ સુભદ્રા નામે મૃગલેચની પુત્રી થઈ હતી. તે સુભદ્રા બાલ્યકાળમાં ચકરી જેમ કળાવાન ચંદ્રમાં અનુરાગિણું હોય છે તેમ કળાભ્યાસમાં પ્રીતિવાળી થવાથી સાગરશેઠે ભૂપતિના પુત્ર અને શ્રેષ્ઠી સુતની સાથે અભ્યાસ કરવાને મૂકી હતી. વિદ્યાભ્યાસમાં કેટલેક કાળ વ્યતિત થયે- રાજપુત્ર બાળીશ પ્રકૃતિના હોવાથી વિશેષ: અધ્યયન કરી શક્યા નહિ. મહામતિ સુરેદ્ર ઘણાં શાસ્ત્રોનું અવગાહન કરી નાખ્યું. ઉપાધ્યાય જે મુશીબતે જણાવતા તે લીલામાત્રમાં સુરેંદ્ર શીખી લેતો હતો. બાળક છતાં પણ યુવાનની માફક શાસ્ત્રમાર્ગમાં તેની દષ્ટિ આરપાર જતી હતી. પ્રાયઃ કરીને શ્રીમંતના પુત્રને વિદ્યાશાસ્ત્રનું અધ્યયન મહા મુશ્કેલીએ હોય છે, એ જગતને નિયમ છે. પણ સુરેંદ્ર એ નિયમના અપવાદરૂપ થઈને સકળ શાસ્ત્રનો પારગામી થયા. દેહની છાયાની માફક સુભદ્રા તેના જેટલું તે નહિ પણ થોડું ઘણું પણ શીખી ગઈ.
ઉપાધ્યાયની પાઠશાળામાં બીજા પણ સૌ વિદ્યાથીઓ અભ્યાસ કરતા હતા. એક દિવસે ઉપાધ્યાય સર્વે વિદ્યાથીઓની બુદ્ધિની પરીક્ષા કરવાને માટે ગંભીર ગિરાએ કરીને તેમને કહેવા લાગ્યા–
હે બાળકો ! સાંભળો, સર્વે શિષ્યની બુદ્ધિની-વિદ્યાની આજે પરીક્ષા થશે. કહો, જે રાજાના મસ્તકે બન્ને પગવડે તાડના કરે તેને શું દંડ કરે?”
ગુરૂને આ ગૂઢ પ્રશ્ન સાંભળી સર્વે શિષ્ય કહેવા લાગ્યા “એને મારવે, અથવા એને પગ છે કે એવી કોઈ ભારે શિક્ષા કરવી.” અલ્પબુદ્ધિ એવા સર્વે છાત્રે એમ બોલ્યા, પણ સુરેંદ્ર એકજ માનપણે રહ્યો. જવાબ આપવાને અશક્ત એવા બીજા પણ કેટલાક શિષ્યો માન રહ્યા.
ગુરૂએ તેને પૂછયુ “વત્સ! તું કેમ કંઈ બોલતા નથી, તારે પણ આજ જવાબ છે?”
Page #28
--------------------------------------------------------------------------
________________
' ધમિલ કુમાર.“ગુરૂ ! આપની વાણીને પરમાર્થ આ બધા શું જાણે?” સુરેદ્ર મિનતા તેડીને ગુરૂને કહ્યું.
કેમ વારૂ?” ફરીને ગુરૂએ પૂછયું.
“જે રાજાના મસ્તકને પગવડે ઓળગે-મૃદુ તાડના કરે તે વિદ્વાન જનોને–પંડિતજનેને પણ પૂજ્ય હોય છે.” સુરેંદ્રને આવે જવાબ સાંભળીને ગુરૂ મનમાં ખુશી થયા.
પરંતુ “એમ કેમ? એમ કેમ?” એવી ચારે તરફથી સુરેંદ્રને પૃચ્છા થઈ. સર્વે કેળાહળ કરવા લાગ્યા.
કેળાહળ કરતા વિદ્યાર્થીમંડળ પ્રત્યે શ્રેષ્ઠીપુત્ર – “બંધુઓ ! સાંભળે. હડહડતી અગ્નિની જવાળામાં કાણું પ્રાણી પડવાને ઈછે? મણિધરને મસ્તકે રહેલી મણિ લેવાને કોણ જાય? જાગતા એવા મૃગેંદ્રની કેસરા કણ લઈ શકે? એવી રીતે પૃથ્વીશના મસ્તકે ચરણેથી આઘાત નિઃશકપણે કેણ કરે ? પરંતુ હે બંધુઓ ! અતિ કેડથી લાલનપાલન કરાયેલે એ પ્રાણપ્રિય બાળ પુત્રજ તાત એવા પૃથ્વી પતિને ચરણવડે તાડન કરી શકે; કેમકે રાજાનું એ સર્વસ્વ હોય છે. એવાને માર કે પૂજા તે તમે જ કહો. ”સુરેદ્ર ગુરૂએ પૂછેલા પ્રશ્નને સ્પષ્ટ ઉત્તર આપે.
સુરેંદ્રની આવી બુદ્ધિકુશળતા જોઈને અધ્યાપક હર્ષથી મસ્તક ધૂણાવવા લાગ્યું. “ખરેખર આને ભણાવીને જ મારી વિદ્યાનું ફળ મેં ગ્રહણ કર્યું છે.” એ ગુરૂને સંતોષ થયે.
સુભદ્રા સર્વે શિષ્યની મધ્યમાં ચકરી જેમ તારાગણમાં શેભતા ચંદ્રમાને જુએ તેમ લજાવડે કરીને, સ્નેહવડે કરીને, આદ્ર દ્રષ્ટિએ કરીને સમુદ્રના અપત્ય સુરેંદ્રને જોઈ રહી હતી.
કોઈ દિવસ આ મારે કલેશનું કે રેષનું કારણે થયો નથી, પણ ઉલટ પિતાની માફક મારી ઉપર પણ ભક્તિ રાખતો હતો, તે ભક્તિનું જ આ ફળ છે. કારણકે. “ વિનયમૂરો સર્વ વિદ્યાનામ” કઈ ભાગ્યના ગેજ આ વિનયવાન શિષ્ય પ્રાપ્ત થયા છે, માટે મંગળની ઈચ્છાએ મારે પણ તેનું સન્માન કરવું-ૌરવ વધારવું.” ઇત્યાદિ ચિંતવ ઉપાધ્યાય સ્નાન કરી શુકલ વસ્ત્ર પહેરી અલ્પ
Page #29
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્રની બાલ્યાવસ્થા. આભરણ ધારણ કરી દેવાર્તા કરવામાં પ્રવૃત્ત થયે ને શિષ્યને સુવર્ણ સમાન સુંદર કમળના પુષ્પો પૂજાથે લાવવાને આજ્ઞા કરી. જેથી બજારમાંથી તાજાં ખીલેલાં કમળનાં પુ લાવી ગુરૂને શિષ્યએ અપર્ણ કર્યા. અને એવાં ઉત્તમ સુગંધમય કમળવડે દેવાર્શન કરતાં છતાં પાઠકે સુરેંદ્રનું ભદ્ર-કલ્યાણ ઈચ્છયું. એટલામાં નૃપસુત પોતાના મંદિરમાંથી પદ્મમાલા નામની દાસીને લઈને આવ્યો. ગુરૂએ શિષ્ય પાસે પદ્મમાળા મંગાવી એટલે તેઓ કમળ લાવ્યા. ત્યારે રાજપુત્ર પદ્મમાળા નામની દાસીને ગુરૂ પાસે તેડી લાવ્યા. “આ કોને લાવ્યો.” ઉપાધ્યાયે રાજપુત્રને પૂછયું.
રાજપુત્રે કહ્યું. “આપે પદ્મમાલા મંગાવી હતી ને? તે કનક વર્ણસમી આ પદ્મમાલાને આપની કને હું તેડી લાવ્યો છું.”
ગુરૂએ કહ્યું “નહિ, નહિ, મેં કંઈ એને તેડાવી નથી. જે આવાં કમળ મેં મંગાવ્યાં હતાં, તું મારું કહેવું સમજ્યો નથી.”
પ્રભુ ! પ્રાય: મંદ બુદ્ધિવાળા જનેની એવી જ સ્થિતિ હોય છે.” રાજપુત્ર પોતાની ભૂલ સમજો અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
વિદેશ જનારને બિલાડીના શુકન થાય તેની માફકદાસીને જોઈને તે ગુરૂ મનમાં દુ:ખિત થયા, અને વિચાર કર્યો, “એક પણ શાસ્ત્રને આ જ્ઞાતા નથી તેમજ અકલે કરીને પણ આ રાજપુત્ર બુદ્ધિવગરને જણાય છે. ખુદ વિધિવશે કરીને સ્વભાવેજ મૂખ રહ્યો છે. તે હવે તેના પર ગમે તેટલો ઉદ્યમ કરવા છતાં પણ તેનું ફળ ? કે જે સમયને પણ જાણતા નથી. કયાં દેવપૂજાને અવસરને કયાં દાસીનું આગમન ? રાજકુંવરે ગાવાલની માફક એટલું પણ ન વિચાર્યું ? આવા મૂખને ભણાવતાં મને નાહક કંઠશેષજ થવા પૂરતું ફળ છે. સુરેંદ્રદત્તના શ્રેય માટે દેવપૂજન કરતાં મને દાસીનું દર્શન થયું. જેથી અનુમાન થાય છે કે એ પહેલાં કુબેરના સરખું લક્ષ્મીવડે કરીને સુખ ભેગવશે, પણ અંતે નીચ જાતિની વનિતાના દુઃખથી દુખી થશે.” દાસીના દર્શનથી પાઠકે એ પ્રમાણે મનમાં નિરધાર - કર્યો અને પુનઃ સ્નાન કરીને શુદ્ધ થયા--
રાજકુંવર પદ્મમાલા દાસીને લાવ્યું તે જોઈને સર્વે શિષ્ય
Page #30
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર હસી પડ્યા, અને વિશેષ કરીને સુભદ્રાનેતે અધિક હસવું આવ્યું. જેથી પ્લાન થયું છે વદનકમલ જેનું એ રાજપુત્ર વિલ થયેશરમાઈ ગયો. તેના મનમાં ઘણે પશ્ચાત્તાપ થયો. આટલે દીર્ઘ સમય તે ઉપાધ્યાય પાસે ભણ્યો પણ ખરી રીતે શાસ્ત્ર શીખી શકે નહીં અને સ્વાભાવિક બુદ્ધિને પણ ખીલવી શક્યો નહીં, તેથી તેને પરિશ્રમ વ્યર્થ ગયે હેય તેમ તેને લાગ્યું.
પ્રકરણ ૨
જુ.
સુરેંદ્ર અને સુભદ્રા. “પૂર્વ ભવે બાંધેલું દુષ્કર્મ કેવું અત્યારે મને ઉદય આવ્યું છે કે જેના વિપાકથી હું મૂખ રહ્યો છું અને આ સર્વને હાંસીપાત્ર થયે. વિદ્વાન એવા આ છાત્રોને ધન્ય છે કે જેઓ સેંકડે ગ્રંથના જ્ઞાતા, પંડિત અને વિદ્વાનોમાં શિરમણિ થયા છે. ખરે! દુષ્ટ વિધિ હૃદયમાં દુષ્ટ ભાવ ધારણ કરતા મારે છેષ કરે છે, જેથી આ સર્વે શિષ્યમાં હું મૂર્ખ શિરોમણિ રહ્યો. અરે! એ બ્રહ્મતનયા સરસ્વતી શામાટે મારી ઉપર પ્રસન્ન થતી નથી? તેણીએ જાતિના સરખાપણુએ કરીને આ બ્રાહ્મણશિષ્યને અને સ્ત્રીઓને પંડિતાઈ અર્પણ કરી અને મારી સાથે પંક્તિભેદ કર્યો. પંક્તિભેદ સહન કરે એ જગતમાં દુસ્સહ છે.” એ પ્રમાણે ચિંતાથી જેના વદનની કાંતિ ગ્લાનિ પામેલી છે એ નૃપસુત વિલ બની પિતાના પૂર્વત કર્મની નિંદા કરતો હતો, પશ્ચાત્તાપ કરતા હતા, તે વખતે તેની પાસે આવી મૃદુ શબ્દોએ કરીને સુરેંદ્ર બેલ્ય–“સખે ! ખેદ કેમ કરે છે? અફસને ત્યાગ કર. આ મણિવડે પવિત્ર કરેલું જળ પી જા, જેથી સ્વયંવરા એવી ભારતી તને વરશે–પ્રસન્ન થશે. તારી પિતાની અજ્ઞાન કર્મની નિંદાથી જેમ તીવ્રતાપથી હિમ પીગળી જાય તેમ તારૂં દઢ પણ દુષ્ટ કર્મ હું માનું છું કે હવે ગળી જશે-નાશ પામશે.” એ પ્રમાણે મૃદુ શબ્દો વડે કરીને સુરેન્દ્ર
Page #31
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્ર અને સુભદ્રા. નૃપપુત્રને સમજાવી–શાંત કરી મણિથી પવિત્ર કરેલું જળ તેને અર્પણ કર્યું-પાયું. જેથી તેના હદયમાં કાંઈક પ્રકાશ થયે.
મણિમંત્રાદિના પ્રભાવને ચિંતવતો અને સ્નેહના સદ્ભાવવાળા સુરેંદ્રને આલિંગન કરતા રાજપુત્ર બે -“મિત્ર! જેવી રીતે માતા પિતા ન કરી શકે તેવી રીતે તેં મને સત્કાર્યો. આવું અપૂર્વ કાર્ય તેં કર્યું. તું મારે ભાઇથી પણ અધિક છે; કેમકે પંડિતાને પણ દુ:ખે બંધ કરવા ગ્ય, અને પશુથકી પણ નપાવટ, સ્ત્રીઓને પણ હાસ્યનું સ્થાનક એવા મને તેં આજે બેધવાન કર્યો. તારા આવા અણમોલ ઉપકારને હું અનૃણ કયારે થઈશ ? મારી ચપળ એવી બાળ બ્રહ્માએ તેનું વર્ણન શું કરું? પરંતુ સખે ! જે સમયે રાજ્યની ધુરાને હું ધારણ કરીશ, ત્યારે તને નગરશેઠની પદવીથી વિભૂષિત કરી રાજ્યમાં તારૂં સન્માન વધારીશ.” રાજકુંવરે આ પ્રમાણે ઉપકાર માન્ય અને ત્યારથી ઉભયની પ્રીતિ દઢ થઈ અભ્યાસ પણ તેઓ બંને સાથે કરવા લાગ્યા અને સુરેંદ્ર રાજકુંવરને શિખવવામાં બનતી કોશિષ કરવા લાગ્યો. - અનુક્રમે કેટલાક સમય વિત્યા બાદ ભણી ગણીને જેમ સમુદ્રમાંથી સાંયાત્રિકો રત્ન મેળવે તેમ ગુરૂ પાસેથી અનેક પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરીને સર્વ વિદ્યાથીઓ પોતપોતાને ઘેર ગયા. સુભદ્રા પણ શાસ્ત્રરૂપ સમુદ્રને પાર પામીને સકળ શાસ્ત્રની જ્ઞાતા થઈ.
ૌવન પ્રાપ્ત થતાં કન્યાના પિતાને તેને યોગ્ય વર ખાળવાની ઘણી ચિંતા રહે છે. તે નિયમને અનુસરીને સાગર શેઠને પોતાનો ચતુર અને વિદુષી પુત્રી માટે યોગ્ય વરની ચિંતા થવા લાગી.
આ બાળાને વર કેણુ ભાગ્યવાન થશે ?' એમ વિચાર કરતા પિતાને જોઈને સુભદ્રાએ કહ્યું-“પિતાજી! શા માટે આપ મારી ચિંતા કરે છે? વિધિએ મારે યોગ્ય વર પણ જગતમાં ઉત્પન્ન કર્યો હશે. તમે મારા પાણિગ્રહણની ચિંતાથી બરાબર ખાતા નથી, સુખે સુતા પણ નથી, પરંતુ તમને હું અધિક શું કહું? સમય આવતાં - હુંજ યોગ્ય વરને વરીશ.” સુભદ્રાએ પિતાની ચિંતાને નિવારી. તેમના હૃદયને શાંત કર્યું.
Page #32
--------------------------------------------------------------------------
________________
યમ્મિલ કુમાર.
માળા યુવાવય પામ્યા છતાં સખી સાથે દૃઢ એવા હૃદયપિંજરમાં અનંગ પક્ષીને ખાંધી સુભદ્રા વિનાદમાં-ક્રીડાની લીલામાં પોતાના કાળ નિમન કરતી હતી.
૧૦
એક દિવસ કામદેવના તાપથી સકળ જનાના અંગને પીડા કરનારી એવી વસંતઋતુ આવી ઉદ્યાના, માગ, ગિચા વગેરે ફળ, ફુલ, પત્રાદિક શાભાએ કરીને ફાલ્યાં ફુલ્યાં સતા ઝુકી જીમી રહ્યાં છે; કાયલા ‘ કુહુ, કુહુ ' શબ્દ કરતી સ જનાનાં મન રંજન કરતી તેમના હૃદયના ઉંડાણમાં કાઇ અપૂર્વ ઉત્સાહ રેડી રહી છે. મેના પેાપટ પેાતાના પાટા પઠન કરી રહ્યા છે. નભામંડળમાં વિહાર કરતા વિધુ વિરહીજનને સતાવી રહ્યો છે. જગતના જય કરવામાં તત્પર અને વિશ્વમાં અદ્વિતીય પ્રતિમલ્લ એવા વીર કેશરી પુષ્પધન્વા કુસુમાદ્રિ શસ્ત્રાસ્ત્રથી સજ્જ થઇને પૃથ્વી ઉપર પેાતાના પ્રતાપ જણાવતા ઉતરી આવ્યેા છે. લેાકેા પેાતાના આત્માની શાંતિને માટે ઉદ્યાનામાં, લતાકુંજોમાં, કુસુમામાં, પ્રિયાએની આસક્તિમાં પેાતાનું મન બહેલાવી રહ્યા છે. ભ્રમર જેમ જુદા જુદા પુષ્પાની પરાગ લેતા છતા પણ તૃપ્તિ પામતા નથી તેમ લેાકેાનાં મન પણ અતૃપ્ત રહે છે. એવી વસ ંતઋતુ આવી ત્યારે કુશાગ્રપુર નગરવાસી જના ક્રીડા કરવાને ઉદ્યાનમાં ગયા. ૮ ભાગી જના અને યાગી જનાની ઇષ્ટ સિદ્ધિ વનમાંજ હાય છે. ’ સુરેંદ્ર પણ સરખા મિત્રાની સાથે ક્રીડા કરવાને આકાશમાં જેમ ચંદ્ર વિહાર કરે તેમ ઉદ્યાનમાં આવી અનેક પ્રકારે મિત્રા સાથે ખેલવા લાગ્યા. એટલામાં કયાંયથી મધુર સ ંગીતના ધ્વનિ કણ ગાચર થવાથી અનિમેષ નયનાએ ક્ષ્ણભર તે જોવા લાગ્યા, સાંભળવા લાગ્યા અને પાશ નંદનવનમાં જેમ ક્રીડા કરે તેમ મિત્રા સાથે ક્રીડા કરવા લાગ્યા. પરન્તુ તેનુ ચિત્ત ક્રીડા કરવામાં લાગતું નહિ. અમૃતના ભાજનના ઈચ્છક થયા હોય તેમ તે ગાન તરફ તે પ્રીતિવાળા થયા. ‘ ભાગીજનાને સર્વત્ર લાગેા મળા જાય છે.’ સુરેદ્ર એક મિત્રને પાસે બેલાવી તેની તપાસ કરવાને મેાકલ્યા. ઘેાડીવારે તેણે આવીને જણાવ્યું કે “આપણા ઉદ્યાનની નજીક સાક્ષાત્ લક્ષ્મી હાય તેવી સાગરશ્રેષ્ઠીસુતા સુભદ્રા પેાતાની સાહેલીઓ સાથે ક્રીડા કરવાને આવી છે. મિત્ર ! તે ખાળાનું શું વર્ણન કરૂ ? નાજુક
Page #33
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્ર અને સુભદ્રા.
૧૧ કમળની નાળિકા સમાં તેના હસ્ત, ચંદ્ર સમું વદન કમળ, રક્ત અધર પલ્લવ, સુંદર ઘાટીલા કર્ણ, અલંકાર વિભૂષિત ભૂજલતા અને મલયાચળના પવનની સુગંધ સમો જેણુને શ્વાસોશ્વાસ છે એવી જાણે સાક્ષાત્ વસંતશ્રી જ બાળાનું રૂપ ધરીને કામદેવને સહાય કરવાને આવા હોય એવી એ બાળાનું આ સંગીત છે.”
બીજી કાંઇ નવીન વાતચિત તેમનાથી તે સાંભળી કે ?” . સુરેદ્દે પૂછયું.
તેણે કહ્યું. “હું ત્યાં ગમે ત્યારપછી સખીઓ સાથે તે વિનેદમાં પડી. સખીઓએ તેણીને કહ્યું- હે વરાક્ષિ ! સત્ય કહે, અહીં કેઈ નથી. શા માટે તું કઈ વરને વરતી નથી ? સ્ત્રીઓનાં કુળ, કળા, રૂપ, લીલા ઈત્યાદિ વિશાળ ગુણે પતિ વગર વ્યર્થ છે. જેમ પુરૂષના સર્વે ગુણે લક્ષમી વગર વ્યર્થ છે. એગ્ય ઉમર થવા છતાં અવિવાહિત રહેવાથી લોકમાં અપવાદ બોલાય છે તે વાત છે સખી ! શું તું ભૂલી જાય છે? જેમલતા વૃક્ષ સાથે વીંટાઈને વૃદ્ધિ પામે છે; વિદ્યુત્ અંબુદનો આશ્રય લઇને ચમકારા કરે છે, તેવી જ રીતે સ્ત્રીઓ સ્વામીને વરીને ગૈરવ પામે છે. યદિ તું ભેગથી વિરક્ત હો તે વ્રત કેમ લેતી નથી? ઘરમાં રહેવું અને કુંવારા રહેવું એ તો સ્ત્રીધર્મથી વિરૂદ્ધ છે.” *
સખીનાં આવાં વચન સાંભળીને મનુષ્યની પ્રતિમા ધારણ કરીને જાણે ખુદ ભારતી બેલતી હોય તેમ ઇભ્યનંદિની બેલી“સખીઓ ! તમે કહ્યું તે સર્વે વાસ્તવિક છે. કિંતુ હું સ્વામી તો કઈ એજ કરીશ કે જે પ્રેમ અને શાંતિનું એક મંદિર હોય. આ જગતમાં તે પ્રાય: અજ્ઞાની જનેજ ભરેલા છે. સ્ત્રીએ કદાચિત્ એક પુરૂષ સાથે લગ્ન કર્યું, અને તે દુર્ગુણ નિકળે તે કારાગારમાં પડેલા પુરૂષની માફક તેણુને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? માટે ધીરજ રાખીને હું એગ્ય વર પ્રાપ્ત થતાં જરૂર પરણીશ. તેમ છતાં લેકે અપવાદ લે તે શીલસંપન્ન જનેએ શામાટે ડરવું? બાકી તે મારા જેવી ચપળ ચિત્તવાળી બાળાને હાલમાં વ્રત તે કયાંથી હોય? હું જાણું છું કે માતાપિતાના હૃદયમાં શલ્ય જેવી લાગું છું, પણ
Page #34
--------------------------------------------------------------------------
________________
મ્મિદભાર ઉતાવળે હું શું કરી શકું? કારણ કે ગ્ય પતિપ્રાપ્ત એ દૈવાધી વસ્તુ છે.” - સખીએ પૂછયું કે-એવા કયા વરને તું ઈચ્છે છે કે જેથી કહે છે કે એ દેવાધીન છે.”
શ્રેણીપુત્રી બલી-“જુઓ ! સાંભળે ! સુકૃતને સાર શું? નરજન્મને સાર શું ? વિદ્યાપ્રાપ્તિનું ફળ શું અને સુખને સાર શું ? આ ચારે પ્રશ્નોને જે ગ્ય ઉત્તર આપી પરમાર્થ સમજાવશે તેને હું પરણીશ. હે સખીઓ! આ મારૂં વચન તમે સત્ય માનજે.” - તેમની આ પ્રમાણેની ખાનગી વાતે તેઓ મને ન જોઈ શકે તેમ વૃક્ષની આડે છુપાઈને મેં સાંભળી લીધી અને તે તમારી પાસે આવી હતી તેવી કહી છે.”
હવે મિત્રનાં એ પ્રમાણેના વચન સાંભળીને સુરે તે પ્રશ્નોને ઉત્તર એક લેકમાં કાગળ ઉપર લખ્યો અને તે કાગળ રમતમાંથી નિવૃત્ત થઈને ઘર તરફ જતાં તે બાળાની નજીક તરૂવરની ડાળે તેઓની નજર પડી શકે તેમ જેમ દેવમંદિર ઉપર ધ્વજા આરોપણ કરે એમ બચ્ચે. પછી મિત્ર સહિત તે પોતાને મકાને ગયે. - સુભદ્રા સખીઓ સાથે ખેલતી અનુક્રમે તે વૃક્ષ નજીક આવી. ત્યાં અલ્પ સમયે વિશ્રાંતિ લઈને ઘરે જવાને સખીઓ સાથે સ્થાને થતી હતી, એટલામાં તે પત્ર ઉપર તેની દષ્ટિપડી. એટલે કુતુહળથી સખીઓ પાસે એ કાગળ મંગાવી તે વાંચવા લાગી.
सुरूतस्य कृपासारं, सत्कर्म नरजन्मनः विद्यायास्तत्त्वधीः सारं, संतोषः शर्मणां पुनः ॥ १ ॥
ભાવાર્થસુકૃતનું સાર કૃપા, મનુષ્ય જન્મને સાર સત્કર્મ, વિદ્યાને સાર તત્વાવબોધ અને સુખશાંતિને સાર સંતોષ સમજે.
પિતાના હદયના મર્મને તત્કાળ ખુલાસો થયેલે જોઈ બાળા : સુભદ્રા આશ્ચર્ય પામી. અહો ! કઈ પિશુને મારા હદયને અભિપ્રાય જાણી લીધે લાગે છે અથવા તે કેઈએ યુકિત પ્રયુકિતવડે. મારા હૃદયને મર્મ જાણીને મારા પ્રશ્નને ખુલાસે કર્યો જણાય છે. આ પ્રમાણે વિચારતી બાળા મનમાં ખુશી થઈ તેણીનાં નેત્રકમળ,
Page #35
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્ર અને સુભદ્રા. વિકસ્વર થયાં, કપલ પ્રફુલ્લિત ર્થમાં, હૈયું હર્ષના શ્વાસે શ્વાસથી ઉલ્લાસ પામ્યું, પ્રિયની માફક વરંવાર તેણે પેલા “લોકને જેવા લાગી, વેણુ વિણાદિ વાત્ર વગર તે હર્ષથી નાચવા લાગી. “પ્રાયે કરીને સ્ત્રીઓને હર્ષ અને શેક દુઃખે છરવવા યોગ્ય હોય છે. તેણીએ પિતાની વાચાળ છવાવડે સખીઓને કહ્યું. “મારી ઉપર કૃપા કરીને જુઓ ! કોઈએ આ મારા પ્રશ્નને ઉત્તર લખ્યું છે, આજે પણ પૃથ્વી કાંઈ પંડિતાઈ વગરની નથી, સલીઓના સત્તવની સિદ્ધિઓ આજે પણ વિદ્યમાન છે, પણ આશ્ચર્ય એટલું થાય છે કે દૂર રહેતાં છતાં આ લેખકે મારો વિચાર કેવી રીતે જા કે જેથી તેણે મારા પ્રશ્નના ઉત્તરમાં એ શ્લોક લખી મેક૯? મારા આનંદરૂપ મહાસાગરને વિષે ચંદ્રરૂપ આ પ્રિયના ઉદયથી ભરતી આવે છે; પણ તેણે કેવી રીતે જાયું એજ માત્ર શંકા છે.” એ પ્રમાણે હર્ષઘેલી થઈને બોલતી અને મેહ રાક્ષસથી મુંઝાયેલી તે પત્રનાં અક્ષરે ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી. પછી અક્ષરે બરાબર ઓળખીને તે પુન: બોલી-“હે સખીઓ ! હું જીતી ! છતી ! આ પ્રિયને મેં જા ! જા ! એાળખે ! તમે સર્વે ખુશી થાઓ !” .
કોણ? કોણ? કોણ છે એ લખનાર ? તારા કોડ પૂરનાર? તારૂં જીગર જીતનાર? બેલ! બોલ ! ઝટ બોલ !” સખીઓએ આતુર વદને પૂછયું. !
તે સમુદ્રદત્ત શ્રેષ્ઠીને મુકતામણિ સમે પુત્ર સુરેંદ્રદત્ત છે. આજે મારા હૃદયને સંતોષ થયે આ અક્ષરે એનાજ હાથવડે લખાયેલા છે. બાળાએ ઉત્સુકતાપૂર્વક કહ્યું. * “સખી! તે કેમ જાણ્યું કે એના અક્ષર છે?”
પૂર્વે સારી આટયાવસ્થામાં ઉપાધ્યાયની પાસે અમે સાથે અભ્યાસ કરતાં હતાં, અભ્યાસમાં સર્વે વિવાથીઓમાં તે વિશેષ કુશળ હતા. તેમનાં હું શું વખાણ કરૂં? તે સમયના તેમના આક્ષરોને મને પરિચય છે. સાક્ષાત્ આ અક્ષર એને બરાબર મળતા છે. પોતાની બુદ્ધિવડે કરીને સર્વે છાત્રામાં તે અગ્રણી હતા.-સર્વને
Page #36
--------------------------------------------------------------------------
________________
. ધમ્મિલ કુમાર. - તેમણે જીતી લીધા હતા. જાણે ખુદ બૃહસ્પતિ પણ પિતાની અલ્પ બુદ્ધિથી સુરેંદ્ર સાથેના વાદમાં હારી જવાથી વિલખા થઈને સ્વર્ગમાં ગયા હોય નહીં શું? તેમજ સ્વરગાંભિય વડે કરીને એમણે સાગરને પણ પિતાથી હલકે કર્યો હતો. નહિ તે વડવાનળ અગ્નિવડે એ કેમ ગણાય ? વળી કામદેવ પણ તેમનું રૂપ સૌભાગ્ય જેઈને શરમીદે પડી છવિતવ્યથી કંટાળતે શંભુના તૃતીય નેત્રરૂપ અગ્નિકુંડમાં પડીને મૃત્યુ પામ્યા લાગે છે. તેમની વાણીરૂપ અમૃતનું પાન કરનારા કહે છે કે પંડિતજનેએ અમૃતને અમૃત વ્યર્થ કહ્યું છે. ખરૂં અમૃત તે તેમની વાણીમાં જ છે. એથી અમૃતને આ પૃથ્વી ઉપર નકામું જાણે સ્વર્ગમાં રવાને કરી દીધું છે. આવી રીતે સખીઓ આગળ તેણીએ સુરેંદ્રનું ખ્યાન કર્યું. વળી તેના મનમાં એક પ્રશ્ન ઉભું થયે કે “કદાપિ મારી માફક એ પણ કાંઈ અને કરશે તો ? હું મંદ બુદ્ધિવાળી શી રીતે તેને ઉત્તર આપી શકીશ? અને જે ઉત્તર નહિ આપી શકું તો મૂખે એવી મને તે કેમ ગ્રહણ કરશે? અહો! હજી પણ તેની સાથેના વિવાહમાં ઘણું વિઘો તે રહેલાં છે. અથવા તો આ સમસ્ત જગતને જેને વ્યાપાર કરવાને છે એવા દેવ સંબંધી ચિંતા કરવાથી શું? ” એ પ્રમાણે સખીઓ સાથે વાર્તાલાપ કરતી તે પિતાને મંદિરે ગઈ.
પ્રકરણ ૩ જુ.
- “વહુ કેવી હોવી જોઈએ ?' સંસારના વિરહજન્ય તાપથી, અગ્નિવડે કરીને જેમ તૃણ ભસ્મ થાય તેમ તપતા, અને યશરાશિને એકત્ર મળેલ સમુદાય હોય એવી સુભદ્રા મનને પ્રસન્ન કરવાને માટે જેનપ્રાસાદમાં તે દિવસે ગઈ. મંદિરમાં પ્રવેશ કરતાં જ આંતરભાવથી તુષ્ટ થયેલી એવી સુભદ્રા મનના કલેશને દૂર કરી અહંતની સ્તુતિ કરવા લાગી.
હે ભગવાન ! જયવંતા વ. હે જગતના આધાર ! હે નિઃકારણુ બંધ ! હે ઉપકારી ગુરે ! હે જગન્નાથ ! તમે ધ્યાન કરવા
Page #37
--------------------------------------------------------------------------
________________
વહુ કેવી હોવી જોઈએ ?
૧૫ એગ્ય છે, આનંદદાયક છે. શીતારૂં જનને સૂર્ય સમા, દિશાઓ ભૂલેલાને રસ્તો બતાવનાર, રોગી જનને ઔષધસરખા, એવા હે પ્રત્યે ! અમ દુઃખી જનેના તમે સહાયક છે. સંસારસાગરમાં આપદાઓ રૂપ અથાગ જળમાં ડુબતા પ્રાણીઓને મનુષ્યભવમાં તમે એકજ નિર્ધામક સમાન છો. વૈદ્ય રોગ રહિતપણું આપે, સરસ્વતી વિદ્યા આપે, રાજા ધન આપે, કિન્તુ હે પ્ર ! તમે તે સકળ કાર્યમાં સિદ્ધિ આપનારા છે. તો તમને ઉપમા કોની આપીએ ? તમારા પ્રસાદરૂપ પ્રાસાદના અગ્રભાગ ઉપર સ્થિત રહેલાને સન્મુખ ધસી આવતી વિપત્તિરૂપી વાઘણું દુઃખ દેવાને શક્તિવાન થતી નથી. હે દેવ! તમે જ મારા દેવ, ગુરૂ, પ્રભુ, માતા, પિતા, સખા કે સ્વામી જે કહું તે છે; તો મારી ઉપર પ્રસન્ન થઈને મારી આપદા દૂર કરો. દયા લાવી મારી આશા પૂર્ણ કરો. હું હંમેશાં તમારી સેવા, પૂજા, ભક્તિ કરીશ.” ઈત્યાદિ રતુતિ કરતી તે ભગવંતના ચરણમાં નમી. હદયના શુદ્ધ ભાવથી ઉભરા કાઢતી અને ખરેખરા ભાવથી ભક્તિ. કરતી–પ્રાર્થના કરતી સુભદ્રાને જોઈને પ્રાસાદના અધિષ્ઠાયિક દેવ તેની ઉપર પ્રસન્ન થયા.તેમનું વરદાન મેળવી એ બાળા પોતાને
ઘેર ગઈ.
કામથી બળતી એવી તેણીને ક્યાંય શાંતિ થતી નહીં. શાંતિ મેળવવાને ઘણાં વલખાં મારતી પણ લાચાર ! એ અનંગના તાપમાં તપવાનેજ સરજાઈ હાય નહીં શું? તેને આભૂષણ દૂષણ સમાં થયાં, વસ્ત્રો શસ્ત્રની માફક ખૂંચવા લાગ્યાં, રમણીય ભવન–પોતાનું ઘર તે વનસમું લાગ્યું, અને પુષ્પની માળાઓને તેણું અગ્નિની વાળાસમી જોવા. લાગી. વિયોગની પીડાએ કરીને તેણી શુન્ય–બાવરી થઈ ગઈ. એવીરાતદિવસ તેણને દુ:ખી જોઈને સખીઓએ તેના પિતા સાગર શેઠને તેની વાત કરી, અને સુરેંદ્ર માટે ભલામણ કરી. શેઠ પણ સુરેંદ્ર જે યોગ્ય જામાતુ મળવાનો હેવાથી અત્યંત ખુશી થયો, તરતજ સ્નેહી જનને બોલાવી સત્કાર કરી સવે વાત સમજાવીને તેમને સમુદ્રદત્ત શેઠને ઘેર મોકલ્યા; કેમકે જગતમાં કન્યા માટે વરની યાચના કરવા જતાં કે કન્યા આપવા જતાં કાંઈ મનુષ્યને લઘુતાપ્રાપ્ત થતી નથી.” - તે પુરૂષે સમુદ્રદત્ત શેઠને ઘેર આવ્યા, શ્રેષ્ઠીએ તેમને માન
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૬
ધમ્મિલ કુમાર. સન્માનથી સત્કાયા અને આગમનનો હેતુ પૂછશે. તે વખતે તેમાંથી ગુણે કરીને ગંભીર એ એક પુરૂષ બે -“શેઠ.! સાગર શેડની સુતા સુભદ્રાની તમારા પુત્ર સાથે સગાઈ કરવી છે. આપના પુત્ર સુરેંદ્રને તેજવંત, સિભાગ્યવંત, નિર્મળ અંત:કરણવાળો, ગેરવર્ણ વાળો અને નિર્ણય જાણીને સાગર શેઠે અમને મોકલ્યા છે. જે તમારે પુત્ર સુરેંદ્ર છે તેવી શુભાકૃતિવાળી અમારી સુભદ્રા છે. એ ઉભયના લગ્ન સંબંધથી આપણે સંબંધ દઢ થાઓ. વળી સાગર શેઠે કહાવ્યું છે કે આ અમારી પ્રાર્થના તમે ભંગ કરશો નહિ કેમકે સુરેંદ્ર અને સુભદ્રાને સંબંધ સુવર્ણમાં કુંદનની જેમ–મુદ્રિકામાં મણિની જેમ શોભાયુક્ત થઈ પડશે.” એ પ્રમાણે ગેરવયુક્ત વાણી સમુદ્ર શેઠે સાંભળી; અને એ સર્વે હકીકત સુરેંદ્રને તેમણે કહી સંભળાવી.
આ પ્રમાણેની તેમની વાણી સાંભળીને સુરેંદ્ર બો-“સારથીની માફક માતા પિતા તે વરવધૂને પરણાવીને દૂર રહે છે, પણ એ સંસારની ધુરા જીવનપર્યત જેને વહન કરવાની છે, જેની સાથે વિશેષમાં વિશેષ પરિચય કરવાનું છે, એવી સ્ત્રી કેવી હોવી જોઈએ? સદ્દવંશમાં ઉત્પન્ન થયેલી, ગુણવંતી, નમ્ર સ્વભાવવાળી, સંકટ સમયે ધીર, અને જેનું ભાગ્ય ઉજવળ હોય એવી ધનુર્યષ્ટિ સમાન સી જોઈએ. સુખશાંતિને માટે લગ્ન કરવામાં આવે છે, પણ જે સ્ત્રી નિર્ગુણી મળે તે લેહની શલિકા ઉપર પુરૂષને રહેવું એ શ્રેષ્ઠ, પણ એ અધમાચરણવાળી સ્ત્રીના પરિચયમાં રહેવું તે સારું નથી. પિતાના વિવાહની વાત સાંભળીને કેણ પુરૂષ વા સ્ત્રી ખુશી થતાં નથી? પરન્તુ પિંજરામાં સપડાતું એ પક્ષી ભવિષ્યની આફત જોઇ શકતું નથી. ઉદ્ધત, સ્વતંત્ર, સ્વેચ્છાચારી, વારંવાર દુર્વચનરૂપી રજને ફેંકતી, એવી દુષ્ટા સ્ત્રી અલ્પ સમયમાં પુરૂષને ભમાવી દે છે. બહાર યશકીર્તિને વરેલા, મહિમાવાળા, ઉદાર અને રાજમાન્ય હોય છે, એવા પુરૂષે પણ ઘેર આવ્યા છતાં એ કુભાર્યાથી બીતા છતા દાસ પણું કરે છે. પરીક્ષા કર્યા વગર લગ્ન કરવાથી અંતે દુ:ખી થવું પડે છે કેમકે કલેશકારણે કુલટા સ્ત્રી ઘરમાં આવવાથી તે પુરૂષના સર્વસ્વ નાશ કરી નાખે છે. હે તાત ! આ સંબંધમાં હું તમને
Page #39
--------------------------------------------------------------------------
________________
વહુ કેવી હોવી જે-એ?
૧૭
એક દ્રષ્ટાંત કહું. જો કે તમે સર્વે વડીલ છો ને હું તે એક અલ્પ વયસ્ક બાળક છું, છતાં આ નીતિ વચન યુક્ત દ્રષ્ટાંત સાંભળવા ગ્ય છે.” એમ કહીને સુરેંદ્ર આ દ્રષ્ટાંત તાત સહિત સર્વેને સંભળાવ્યું.
આ ભરતક્ષેત્રમાં વાણારસી નગરી અપૂર્વ શોભાને ધારણ કરતી હતી. એ નગરીમાં મહાબલ નામે રાજા રાજ્ય કરતો હતો, ત્યાં રાજાને પણ માનવા એવો યશોધર નામે શ્રેણી, લમીએ કરીને બીજે કુબેર હોય તેમ દ્રવ્ય મેળવવાના ઉપાયમાં ચતુર એવો રહેતો હતો. જેમ ગિરીશને ગોરી હતી, તેમ યશોધર શ્રેષ્ઠીને મનેરમા નામે પ્રિયા હતી, જેના સંગમવડે કરીને યશધર પિતાનો કાળ સુખમાં વ્યતીત કરતા હતા. એવી રીતે યુગળીઆની પેઠે પુત્ર રહિતપણે તેમનો ઘણે કાળ ગ. અનુક્રમે સુકૃતના પ્રભાવે ધર્મદત્ત નામે તેમને પુત્ર થયો. યોગ્ય ઉમરે ભણાવી, યુવાવસ્થામાં તેજ નગરના શ્રીશેષ શ્રેણીની સુરૂપ નામની કન્યા સાથે તેનાં લગ્ન કર્યા. બાપની મહેરબાનીથી દુકાનના વ્યાપારરોજગારથી દૂર રહેતો તે ધર્મદત્ત પત્ની સાથે રાત્રીદિવસ ભોગ ભોગવામાં જ સમય નિર્ગમન કરવા લાગ્યા.
એક દિવસ પુષ્પવૃક્ષનાં પાકેલાં ફળની માફક સુભિત અલંકાર ધારણ કરીને ધર્મદત્ત સરખે સરખા મિત્રોની સાથે શહેરમાં ફરવા ગયો. માર્ગમાં તે અનેક પ્રકારની ક્રીડા કરતો જતો હતો. કસ્તુરી મૃગની માફક તેને સુગંધ યુક્ત જોઈને લેકે જેમ ગમે તેમ બોલવા લાગ્યા. કે તેના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા
હે ! જોયું એનું આ અદ્ભુત ભાગ્ય ! કે જેનાથી જમે મનુષ્ય છતાં તે દેવની માફક ઋદ્ધિ જોગવે છે.”
બીજાઓ બોલ્યા-“એમાં એની શું પ્રશંસા કરે છો કે જે પિતાએ સ્વીકાર કરેલી–ઉપાર્જન કરેલી આ લફમીને માતાની માફક ભેગવે છે. પ્રશંસા તે એના તાતની કરવી કે જે એ વ્યય સહન કરે છે, કેમકે કિલબ એવો પુત્ર પણ પિતાને તો પ્રિય હોય છે.”
Page #40
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. એ પ્રમાણે લેકતિ સાંભળતા ધર્મદત્ત વિચારમાં પડ્યો કે- • કોમેનુ પૂર્વોત્તાક્નત્યં કૃતિ ચાયઃ ” “વૈયાકરણું લેકે પૂર્વે કહેલ કરતાં પછી કહેલ માન્ય રાખવું ” એ ન્યય માને છે. માટે જગતમાં સત્યવાદી ઉપર શું કોપ કર, સાચું કહેનાર તે દુર્લભ હોય છે. યુવાવસ્થામાં પિતૃધનનો વ્યય કરનાર હું પણ એ ન્યાય નથી જાણતો. પિતાનો વૈભવ તે કોને માટે છે? જે કાણે હેય, અંધો હોય કે પાંગળ હોય એવી ખોડખાંપણવાળા કાંઈ પણ વ્યવસાય કરવાને અશકત હોય એજ પિતાના વૈભવને ઉપયોગ કરે. અન્યથા તે તે અપયશરૂપી લતાના અંકુર સમાન સમજ.” એવા વિકલ્પરૂપ પ્રચંડ વાયુવડે ક્ષેભાયમાન તેના ચિત્તરૂપી સમુદ્રને વિષે ધન ઉપાર્જન કરવાની આશારૂપી ઉદ્ધત કલ્લોલ ઉત્પન્ન થવા લાગ્યા. તરતજ ધર્મદત્ત પોતાના મકાને આવી પિતાને વિનંતિ કરવા લાગ્યા:-“ પિતાજી! લક્ષમીની ઈચ્છાએ હું દૂર દેશાંતર જવાને ઈચ્છું છું, માટે મને રજા આપો.”
આપણે ત્યાં લક્ષમીના કયાં છેટા છે? કે જેથી સગા કુટુંબને સાથ છોડી પરદેશ ભટકવું પડે?” આમ કહીને પિતાએ તેને પરદેશ જવાની ઈચ્છાથી વાર્યો તે પણ તેણે પિતાને આગ્રહ છોડ્યો નહિ અને
જ્યારે “કઈ પણ કાર્ય માટે નિષેધ થાય છે ત્યારે યુવાન જીગરની તે પ્રત્યે આતુરતા વૃદ્ધિ પામે છે.” એ નિયમને અનુસરીને ઉત્તમ એવું કરિયાણું લઈને લક્ષ્મીને લાભ થાય તેવું શુભ લગ્ન જોઈ પરદેશ જવા માટે નીકળવાની તેણે તૈયારી કરી. તેને અતિ આગ્રહ જોઈને પિતાએ પણ અનુમોદન આપ્યું.
પતિને પરદેશ જતો સાંભળીને સુરૂપાએ એકાંતમાં સ્વામીને કહ્યું “સ્વામીનાથ ! હું પણ તમારી સાથે આવીશ.”
હે મુગ્ધ ! તું એવું મા બોલ. પરદેશમાં મનુષ્ય ઠગ અને લુચ્ચાઇવાળા ઘણા હોય છે, તેથી તારું ત્યાં કામ નહીં. તું અહીં ઘેર રહીને સાસુ સસરાની સેવા કરજે. સુકુમાર શરીરવાળી તું રસ્તો શી રીતે કાપી શકીશ ? ” સ્વામીએ નિષેધ કર્યા છતાં પણ સુરૂ પાએ પિતાને કદાગ્રહ છોડ્યો નહિ. શ્વસુરે પણ યુકિતયુક્ત વચને વડે
Page #41
--------------------------------------------------------------------------
________________
વહુ કેવી હેવી જોઈએ.
૧૯ કરીને તેને વારી, પણ પિતાનો આગ્રહ તેણે છોડ્યો નહિ, તેથી તેને સાથે લઈને તે શુભ લગ્ન પરદેશ જવાને ચાલતો થયો. પ્રિયાની સાથે ચાલતાં માર્ગમાં તેને કેટલાક દિવસ વહી ગયા. એકદા બુદ્ધિના ધામ એવા વરરૂચિ નામના વિપ્રને તેને માર્ગમાં જતાં સથવારે થયે. અમૃતના સ્વાદસમી તેની મધુર વાણવડે પદ્મનાળ અને જળની માફક તે બંનેની મિત્રતા વૃદ્ધિ પામવા લાગી. એક દિવસ ધર્મદત્તે કહ્યું.” સખે ! માગ ઝટ પસાર થાય તેવી કોઈ ઉત્તમ વાર્તા કહે!”
- તે મિત્ર છે –“મિત્ર ! કથામાં પ્રીતિવાળા એવા તારૂં કાર્પયપણું મેં જાણ્યું પણ એ ઉચિત નથી. જે પાંચશે સુવર્ણ મહોરો આપે તો એક ઉત્તમ કથા કહી સંભળાવું. તેણે પણ વરરૂચિને પાંચ મહોરે તરતજ આપી. કેમકે દ્રવ્ય ઉપાર્જન કરવાની તાકાત જેના બાહુમાં રહેલી છે એવા પુરૂ દ્રવ્યને વ્યય કરવામાં શંકા પામતા નથી.”
સુવર્ણ મહેરે ગ્રહણ કરીને મિતાક્ષરમાંજ ધર્મદત્તને વરરૂચિએ કહ્યું- નીરનન , વીર્ય સ્વહિતમ છતા” “પોતાનું કલ્યાણ ઈચ્છનારાએ નીચ જનની સેનત કરવી નહિ. ભાઈ ! મારી કથા પુરી થઈ. ” વરરૂચિએ કહ્યું.
આહા ! આમાં તે શું કહ્યું. હે બુદ્ધિમાન ! કઈ સારી કથા કહો.” ધર્મદત્તે કહ્યું.
“અરે ધિમાન ! આ કથા એટલી મિતાક્ષરી છતાં પણ પ્રસંગવશાત્ ઘણુજ ફળને આપનારી છે.” ગંભિરતાપૂર્વક તે બ્રાહ્મણ મહાશયે કહ્યું.
મિત્રબાળકોને પણ હાસ્ય આવે એવું આ તે શું કહ્યું? ખરું જોતાં તે તે મારૂં ધન ફેગટનું પડાવી લીધું. હજી પણ કથારસમાં ગેરસની માફક મારી અપૂર્વ આકાંક્ષા છે. શરૂ કરી કે તરત સંપૂર્ણ થઈ એવી કથા તે હોય વારૂ ? ” એ પ્રમાણેની આર્તવાળા તેને દ્વિજે કહ્યું. “હે મિત્ર ! અલ્પ કથા છે એવું ધારીને શેક ના કર. અલ્પ પણ આ કથા તને સમય આવતાં બે
Page #42
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર લોકમાં હિત કરનારી થશે. હવે ફરીને જે કથારસના અધિકપણાથી તને સાંભળવાની ઈચ્છા હોય તે બીજા એક હજાર દિનાર આપ.”
વરચિનાં એ પ્રમાણેનાં વચન સાંભળીને કથારસમાં લીન એવા તે સાહસિકે બીજા હજાર દિનાર તેને આપ્યા. તેવારે બ્રાહ્મણ બોલ્યો “ શ્રીવિશ્વાણો રજૂર્તવ્યો, ધીમતા હિતમિચ્છતા. ” કલ્યાણને ઈચ્છનારા બુદ્ધિવાન પુરૂષે સ્ત્રીને વિશ્વાસ ન કરવો.” આ પ્રમાણેની બીજી કથા સાંભળીને તું તારી ધીરજ ખોઈ દેતો નહિ. પણ અંતરમાં તે માટે વિચાર કર્યા કરજે. સમય આવ્યે તેનો ઉપગ કરજે.” વરરૂચિએ કહ્યું.
“અહો ! આ વિપ્ર તો લોભના સમુદ્ર જે છે, કે જેણે મને કથાના ન્હાનાથી આ મુજબ દંડ્યો. ખરે લોભથી પરાભવ પામેલા સ્વરૂપવાન એવા પણ આ દ્વિજે મહાસ્થાનને પામતા નથી. જેને તૃષ્ણા ઘણી એવાની લક્ષ્મી પણ શાંત થતી નથી. પ્રાય: કરીને તૃષ્ણાના તાપથી આતુર એવા વિપ્રો જગતમાં મીઠું બોલનારાજ હોય છે. વળી કપાળમાં મોટું તિલક કરીને જાણે લાભની સાક્ષાત્ મૂર્તિ હોય તેવા દેખાય છે. “ ત્રણ લોકને વિષે મારા સરખે બીજો કોઈ લુબ્ધ નથી ” એવું જ્ઞાપન કરવાને ત્રણ રેખા યુક્ત સૂત્રને તે હદય ઉપર ધારણ કરે છે. તૃષ્ણારૂપી તરંગોથી ભરેલું આ બ્રાહ્મણોનું શરીર હોય છે. એના લોભવશે કરીને એ હાને મેં તેને ધન આપ્યું, તે જે પૂર્વ ભવનું કરજ હશે તે તેનાથી મુક્ત થયે.” ઈત્યાદિ વિચાર કરતો ને તેની સાથે માર્ગનું ઉલ્લંઘન કરતો જેમ વહાણવડે સમુદ્રના પારને પામે તેમ
શ્રીપુર” નામના નગરે તે આવી પહોંચ્યું. ત્યાં શહેર બહાર પિતાના માણસો દ્વારા તંબુ ખેંચાવી ઉતારો કર્યો. પોતાના સાર્થને
ત્યાં રાખી પોતે ભેટ લઈ રાજદરબારમાં જવા તૈયાર થયા. તે સમયે તેના મિત્ર વરરૂચિ મધુર શબ્દો વડે તેને કહેવા લાગ્યું. “હે મિત્ર ! ચિરકાળથી હું આ નગરનો રહેવાસી છું. અમુક સમય બહાર ફરીને પાછો પક્ષી જેમ પોતાના માળામાં આવે તેમ મારે વતન આવું છું. તું મારા પ્રિય મિત્ર છે, તે મારી
Page #43
--------------------------------------------------------------------------
________________
પત્ની અને મિત્ર. મિત્રાઈ ભૂલતે ના. કેઈ વખતે સંકટ આવે ત્યારે મને સંભારજે, ને હું તને એક અમૂલ્ય વસ્તુ આપું છું તે લે.” એમ કહી તેને થોડા જવ આપ્યા.
“આ યવનો છે ગુણ છે?” ધર્મદરે પૂછ્યું.
જે, સાંભળ. આ રહસ્ય કેઈની આગળ કહેતા નહીં. આપણી મિત્રતાની નિશાની સૂચક આ યવ જાણજે. હે મિત્ર ! મંત્રવડે પવિત્ર કરેલા આ યવ જળવડે સિચન કર્યા છતાં ઝટ ઉગે છે, ફળે છે. જેમ અયુગ્ર પુણ્ય પાપનું તરત ફળ મળે તેમ આ જલ્દી ઉગે તેવા છે.” એમ કહીને વરરૂચિ મિત્રને યવ આપી પોતાનાં બાળબચ્ચાં અને પ્રિયાને જેવાને આતુર થયો છતો પિતાને ઘેર ચાલ્યો ગયો. ધર્મદત્ત પણ યવ પોતાની સ્ત્રીને આપી રાજદરબારમાં જવાને ચાલ્યો.
–આજ – પ્રકરણ ૪ થું.
પત્ની અને મિત્ર. રાજયોગ્ય ભેટશું લઇને સદાચારી એ ધર્મદત્ત રાજગઢના સિંહદ્વાર સુધી આવ્યું. તેણે દ્વારપાળને જણાવવાથી તે રાજા પાસે ગયો. દ્વારપાળે રાજાને નમીને કહ્યું. “હે દેવ ! કે એક ઇલ્ય આપના દર્શનની ઈચ્છાએ સિંહદ્વારે ઉભે છે.”
તેને ઝટ લાવ.” રાજાએ હુકમ કર્યો.
ભમરે જેમ સુગંધથી આકર્ષાયે છતે પુષ્પ તરફ જાય, તેમ વેત્રી શ્રેષ્ઠીસુતને સભામાં તેડી લાવ્યા. ધર્મદા રાજસભામાં આવી સિંહાસન આગળ રહેલા પાદપીઠ ઉપર ભેટથું મૂકીને રાજાને નમ્યો. રાજાની પાસે એક આસન મૂકેલું હતું તેની ઉપર રાજાની આજ્ઞાથી બેઠો ને અને વાર્તાલાપ કરવા લાગ્યા. ભક્તિ અને
૧ દ્વારપાળ–પ્રતિહાર.
Page #44
--------------------------------------------------------------------------
________________
યસ્મિલ કુમાર. -
સર
સ્નેહમય વાણીએ તેણે રાજાને ખુશી કર્યા, જેથી રાજાએ તેના કર માફ કર્યા. જગતમાં ગુણીજન કયાં પૂજાને પામતા નથી ?' રાજાએ તેને કહ્યું કે · જ્યાંસુધી તમે અહીં રહેા, ત્યાંસુધી તમારે મારી કચેરીમાં દરરાજ આવવું. ’ રાજાના આદેશ તેણે અંગીકાર કર્યા.
6
રાજાએ શ્રેષ્ઠીસુતને નગરની મધ્યમાં રહેલા ત્રણ ભૂમિકાને પ્રાસાદ પ્રસન્ન થઇને રહેવાને આપ્યા. ત્યાં રહીને તે નગરના વ્યાપારીઓ સાથે ક્રયવિક્રય કરવા લાગ્યા. એમ વ્યાપાર રાજગાર કરતાં ધર્મ દત્તને ગંગદત્ત નામના એક નીચ જન સાથે મિત્રતાની ગાંઠ બંધાણી. તે મિત્રાઇ ભીલ ને રંભાની જેમ, રાહુને ચંદ્રમાની માક, ખિલાડી ને હંસની પેઠે, અને અગ્નિ ને વૃક્ષની માફક જણાવા લાગી. લેાકેાએ તેને ઘણું! સમાન્યે કે “ એ ધૃત−ઠગારા અને ક્રૂર ચિત્તવાળા સાથે તમારે મિત્રતા ન હેાય ? એની સાખત તમને ચોગ્ય નથી. ” છતાં પણ તેણે તેના ત્યાગ કર્યો નહિ.
??
"
ધર્મવ્રુત્ત ન હાય ત્યારે પણ કપટનું મંદિર એવા તે ગંગદત્ત સુરૂપાની સાથે હાસ્યવિનાદ કરતા ઠઠા મશ્કરીમાં સમય વીતાડતા હતા. તે જાણતાં છતાં પણ સરલાશય એવા ધર્મદત્ત તેને રોકતા નહીં. કેમકે · જે સાધુ હાય છે તે બીજાને સાધુ જ જુએ છે. અવસર પામીને તે ગંગદત્ત સુરૂપામાં લુબ્ધ થયા. તેમની વચમાં કઇપણુ આમન્યા રહી નહીં. લેાકેાથકી તેનું દુષ્ચરિત સાંભળીને. ઋજી એવા ધર્મ દત્ત વિચારવા લાગ્યા કે “ લેાકેા ખીજાનાં કાર્ય માં નાહક ડખલ કરનારા હેાય છે. પેાતાને ઘરે જમતાં છતાં તે પરની નિંદામાં તત્પર જણાય છે. અમારા બન્નેની મિત્રતા તેઓ સહી શકતા નથી અને તેથી મારા પણ દોષ બાલવામાં તેઓ મણા રાખતા નથી. ”
તેને માવા સરળ અને મૂર્ખ જાણીને પ્રકટમત્સરી એવા ગગઢત્તે વ્યભિચાર દોષે કરીને પોતાની કરેલી તેની પત્ની સુરૂપાને કહ્યુ – પ્યારી ! જો આ ધર્મદત્તને મારી નાખવામાં આવે તે આપણે સાથે રહીને નિર્ભયપણે ભાગ ભાગવીએ.
""
Page #45
--------------------------------------------------------------------------
________________
પત્ની અને મિત્ર.
૨૩ એમજ થાઓ.” એ દુઃશિલા સુરૂપાએ તેનાં વચનને અનુમોદન આપ્યું. ક્રૂર એવી સ્ત્રીઓના ચપળ મનને ધાર થાઓ.
ત્યારથી તે દુષ્ટ ગંગદત્ત ધર્મદત્તને મારવાના ઉપાય ચિતવતે અનુકૂળ સમયની રાહ જોવા લાગ્યા.
એક દિવસ ગંગદત્તની સાથે ધર્મદત્ત રાજસભામાં ગયે. આડીઅવળી અનેક વાતચિત કરતાં રાજાએ પૂછયું–“પૃથ્વી ઉપર ભ્રમણ કરતાં કાંઈ તમે આશ્ચર્યકારી જેયું?
દેવ ! જે જે મેં આશ્ચર્ય જેવું જોયું તેમાં મને તો કાંઈ આશ્ચર્યકારી લાગ્યું નહિ, પણ મારા ઘરને વિષે થોડા યવ છે તે આશ્ચર્યકારી છે.” ધર્મદત્તે કહ્યું.
“કેવી રીતે?” રાજાએ આતુરતાથી પૂછ્યું.
“તેને વાવીને જળ સિચન કરે તો સદ્ય ઉગે છે–ફળે છે.” તેણે કહ્યું. રાજા વિસ્મય પામ્યો “ત્યારે તે, મને ઝટ બતાવો. ” રાજાએ કહ્યું. તેમની આ વાત સાંભળીને પોતાને લાગ આવ્યો જાણી વિટ એવા ગંગદને મસ્તક ધુણાવ્યું. તે જોઈ રાજાએ તેનું કારણ તેને પૂછ્યું.
શયતાનની માફક છળ પામીને ગંગદને કહ્યું. “દેવ ! અસં. બંધવાળું એવું આનું બોલવું સાંભળીને કોનું મસ્તક ન કપે ! ધનના સંનિપાતવડે કરીને એ વાતવા બોલે જાય છે; પણ ઉત્તમ બુદ્ધિવાળા આપે તેની વાત સત્ય માનવી નહિ. જે એની વાણી સત્ય હોય તો હું મારું સર્વસ્વ આપને અર્પણ કરૂં, નહિ તો બે હાથમાં ગ્રહણ કરીને એના ઘરમાંથી મારે ગસ્તે વસ્તુ હું લઈ લઉં.” - રાજાએ ધર્મદત્તના સન્મુખ નજર કરી. ધર્મદર પણ તે સરત માન્ય કરી, કેમકે યવ માટે તેને પોતાને પૂરતી ખાત્રી હતી. તેમની બન્નેની સરતમાં રાજા સાક્ષીભૂત થયો. પછી રાજાએ તેમના સત્યાસત્યની પરીક્ષા પ્રભાતે થશે, તમે તમારા યવ લાવજે.” એ પ્રમાણે કહ્યું. તે સાંભળી તે બન્ને રાજસભામાંથી રવાને થયા. પછી
Page #46
--------------------------------------------------------------------------
________________
ધમિલ કુમાર. “મારા ઘરને વિષેજ યવ છે, તે તે માટે શું વિષાદ કરવો? ” એમ ચિંતવતો ધર્મદત્ત પોતાના વ્યાપારકાર્યમાં પ્રવર્તે.
દુષ્ટ ગંગદ ધર્મદત્તને ઘેર જઈ રાજસભામાં થયેલી વાત તરત સુરૂપાને કહી સંભળાવી અને ધર્મદરો તેને આપેલા યવની પ્રાર્થના કરી. સુરૂપાએ ઇભ્યતનુજને જીવિત થકી પણ વલ્લભ એવા થવ પોતાના યારને આપીને તે જગાએ બીજા યવ મૂકી દીધા અને તેણું કહેવા લાગી કે “હે નાથ ! જ્યારે સમય આવે ત્યારે બે હાથે કરીને તમે મને ગ્રહણ કરે, લગ્ન સમયે મારા સ્વામીએ મને એક હાથે ગ્રહણ કરી છે, પણ તમે મને બે હાથે ગ્રહણ કરજે. જે, જે, સુવર્ણ, રત્નાદિ વસ્તુના લેભમાં જીવતી જાગતી મને ભૂલી જતા.”
સુરૂપાનાં એવાં વચન સાંભળીને ગંગદત્ત બોલ્યો.” પ્રિયા! વ્હાલી ! ધીરજ રાખ ! બે હાથે હું તને જ લઈશ.એ પ્રમાણે સ્નેહથી તેને મનાવતો તે જલદી પોતાનું કાર્ય કરીને ત્યાંથી ચાલ્યો ગયો. સમય થતાં ધર્મદત્ત પણ પોતાને ઘેર આવ્યો, રાજસભામાં મિત્ર સાથે જે વાત બની હતી તે પત્નીને સરળ સ્વભાવે કહી સંભળાવી, કેમકે “સરળસ્વભાવી માણસ શત્રુને પણ ગુપ્ત વાત કહી દે છે.”
પતિની વાણું સાંભળીને સુરપા બોલી–“તમે આ શું અનુચિત કાર્ય કર્યું, સરતમાં તમે હારો ને મને એ ગ્રહણ કરે તો તેને કોણ નિષેધ કરશે?” એમ બોલતી તે ઉપપતિના ધ્યાનમાં રક્ત ચિત્તવાળી થઈ.
હું જાણું છું કે તું મારા આ કાર્યથી ભય પામે છે, પણ એ કઈ રીતે સરતમાં મને જીતે તેમ નથી.” આ પ્રમાણે કહીને તે સુરૂપાને ધીરજ દેતો હતો, છતાં કૃત્રિમ ખેદ કરતી તેણીએ યારના વિયોગે દુઃખે કરીને રાત્રી પસાર કરી.
પ્રભાતમાં તેણીના આપેલા યવ લઈને મિત્રની સાથે તે ૧ આર. બીજે ધણું.
Page #47
--------------------------------------------------------------------------
________________
ર૫
પત્ની અને મિત્ર. ધર્મદત્ત વિશ્વાસથી કંગાયેલે રાજસભામાં આવ્યો. ધર્મદત્તનું "કુતુહળ જેવાને સભા ચકાર ભરાઈ હતી. કેતુક જેવામાં અતિ ' ઉત્સુક ચિતવાળા રાજાએ ધર્મદત્તને યવ ઉગાડવાની આજ્ઞા આપી. સભ્યજને પણ આતુર નયને જોવા લાગ્યા. રાજાની આજ્ઞા મળવાથી ધર્મદત્તે યવને જમીનમાં વાવ્યા, જળ સિંચન કર્યું, પણ ‘દાવાગ્નિથી દગ્ધ થયા હોય તેની માફક વારંવાર જળથી સિંચાતાં
છતાં તે ન ઉગ્યા. જેમ ગુરૂ ભણાવી ભણાવીને થાકે પણ જડ શિષ્યને લાભ થાય નહિ, તેમ ધર્મદત્ત સિંચી સિંચીને વિષણું ચિત્તવાળો થયે છતાં પણ યવને અંકુર માત્ર પણ ન ફૂટ્યા. જેમ જડને બોધિનો લાભ ન થાય, તેમ ધર્મદત્તની મહેનત સર્વ વ્યર્થ ગઈ. જ્યારે ફળ તે દૂર રહ્યું પણ અંકુરા પણ ન પ્રગટ થયા, તે વારે રાજાની આગળ તે ધીઠ ગંગદત્ત ટચાકા ફોડતા ત્યા–
વાહ ! શું આશ્ચર્ય ! શું સત્ય પ્રતિજ્ઞતા ! અહો શું કળાનું કૈશલ્ય! શી ભાઈની વિવેકતા ! હે પ્રજાપાલ રાજ! હવે આ શ્રેષ્ઠીપુત્ર પાસેથી સરત પ્રમાણે મારે લેવાયેગ્ય હોય તે તમે અપાવે; કારણકે અમારા બન્નેના સાક્ષી આપ તેિજ છે.”
ગંગદત્તનાં આવાં વચન સાંભળીને રાજા બેલ્યો. “ધર્મદત્ત ! તમારા બન્નેની સરતમાં મધ્યાન્હ સમય થયે છતાં તમારી સરત પૂર્ણ થઈ નહિ ને તમે હારી ગયા છે, તે તમારી સરતનું હવે પાલન કરે. કદાચ સ્વતઃ એ પિતાની મેળે આપેલું લઈને સંતોષ પામશે, તે ઔષધ વિના વ્યાધિનો નાશ થઈ જશે.” - રાજાનું વચન સાંભળીને શ્રેષ્ઠાપુત્ર બલ્ય-“આપને આદેશ મારે પ્રમાણ છે. પછી ગંગદત્ત તેના ઘર તરફ ચાલ્યું. શ્રેષ્ઠોસુત મનમાં મુંઝાયેલ હોવાથી વરરૂચિનું વચન યાદ કરતાં તેના ઘર તરફ ગયે, ને યવની વાર્તા જેવી હતી તેવી તેને કહી સંભળાવી ને આંખમાંથી મોટાં મોટાં અશ્રુ પાડતો દુઃખી થયે.
તેની અથથી ઇતિ પર્યત વાત સાંભળીને વરરૂચિ છે. વત્સ! સો વર્ષ વહી જાય તે પણ સર્વજ્ઞનાં વચનની માફક
Page #48
--------------------------------------------------------------------------
________________
મિલ કુમાર-- માશ થવું ઉગ્યા વગર રહે નહિ, પણ મને નિશ્ચય ખાત્રી છે કે . તારી સ્ત્રીએ થવ બદલાવી નાખ્યા. તે તારી સ્ત્રી દુષ્ટ ગંગદતમાં ખચીત અનુરાગિણી જણાય છે. મારી કહેલી મિતાહારી વાર્તાય તું કેમ સંભાર નથી. તે બને આજે તારે આડે આવી. જે મેં કહ્યું હતું કે–સ્ત્રીનો વિશ્વાસ અને નીચ સંસર્ગ ન કર.” સજજન પુરૂને નહિ માનવા ગ્યાએ નીચ ગંગદત્ત, તેને તે તારો સુહ બનાવ્યું, અને તેને કૃત્રિમ પ્રેમ બતાવતી એવી તારી સુરૂપ પ્રિયાને તે વિશ્વાસ કર્યો, તે આજે તે તારી વરિષ્ટ થઈ. મારા એ શિક્ષારૂપ ઉત્તમ મંત્રને તું ભૂલી ગયે, જેથી એ બને પિશાચાએ હાલમાં તને ઠગ્યા છે.” - વરરૂચિના એ પ્રમાણેનાં વચન સાંભળીને ધર્મત બે
“મિત્ર! તમે કહ્યું તે ખરૂં હશે, પણ મારી સ્ત્રી તે ગંગાજળ સમાન ઉજ્વળ છે. શીલે કરીને શેભતી એવી સ્ત્રીને અન્યાય આપે એ શું તમને એગ્ય છે? ”
“તું તે હજી પણ ભેળે રહો. સ્ત્રીચરિત્ર તું મુલે જાણ નથી. ચાલ જે તારી એ સતી પ્રિયાનું સર્વ વૃત્તાંત તને પ્રગટ કરીને બતાવું.” દ્વિજે કહ્યું.
“કેવી રીતે તમે તેનું દુશ્ચતિ જાણી શકે છે? ને મને જણાવી શકે છે?” ધર્મદને પૂછયું.
જે સવારે રાજા જ્યારે તારે ઘેર આવે ત્યારે પત્નીને માળ ઉપર ચઢાવીને નીચેથી નિસરણી લઈને દર મૂકી દેજે, પછી હું બધું બતાવીશ.” ધર્મદત્તને શિક્ષા આપી. - એ પ્રકારની તેની શિક્ષા પિતાના મનમાં હસતાં છતાં તેણે સ્વીકારી પછી તે પિતાને ઘેર ગયે.
Page #49
--------------------------------------------------------------------------
________________
શ પ્રતિ શાયં કુર્યાત. પ્રકરણ ૫ મું.
શઠં પ્રતિ શાઠયં કુર્યાત. હવે બીજે દિવસે ગંગદત્તે રાજાને અરજ કરી-બાજન! તમે સાક્ષી છતાં પ્રાપ્ત કરવા ગ્ય વસ્તુને કોણ નથી પામતું. પ્રિય મિત્રની આગળ પ્રાર્થના કરવી એ જેમ લજજાસ્પદ છે, તેમ લબ્ધ વસ્તુને પરિત્યાગ પણ જગતમાં દુર્લભ છે. ” ”
ગંગદત્તનાં એ મુજબનાં વચન સાંભળી શજ ધર્મદત્ત ઉપર રૂષ થયા છતા ધર્મદત્તને ઘેર આવવાની તૈયારી કરવા લાગ્યા. તેટલામાં ધર્મદત્તે આવીને વિનયવડે રાજાને અરજ કરી કે “હે દેવ! આપ મુજ ગરીબની રંક ઝુંપડીમાં પધારીને તેને પાવન કરે અને આને જોઈએ તે આપી મને કરજથી મુકત કરે.” - ધર્મદત્તની વિનયશીલ મૃદુ વાણું સાંભળીને રાજા શાંત થઈ પરિવાર સાથે તેને ઘેર ગયે. “ધર્મદાના ઘરમાંથી આ શયતાન ગંગદત બે હાથે શું ગ્રહણ કરશે?” એ જેવાના કેતુકી લેકે પણ રાજાની સાથે ધર્મદત્તને ઘેર ગયા.
હવે ધર્મર સિાની આગળ ઉતાવળે ઘેર આવીને પોતાની પત્નીને કહેવા લાગ્ય–“પ્રિયે! ઉઠ, સર્વે કાર્ય હમણાં છેડી દે. રાજા આપણે ઘેર આવે છે, માટે તેમને સારૂ ઉત્તમ આસન આપણું માળ ઉપર છે તે લાવ. જે આ નિસરણી રહી તે મૂકીને માળ ઉપર ચડી જા ને ઝટ તે સિંહાસન નીચે ઉતાર.”
સુરૂપ પણ પોતાની ઈચ્છા હવે જે સમય જાય છે તેટલામાં સિદ્ધ થશે, પછી તે પોતાના યાર ગંગદત્તની સાથે સ્વેચ્છાએ કીડા કરશે.” એવા વિચારમાં ખુશી થતી બમણા ઉત્સાહથી કાર્ય કરવા લાગી, અને તેણીએ નિસરણી લાવીને મૂકી. પછી તે તત્કાળ રાજા માટે સારું સુશોભિત સિંહાસન ઉતારવાને માળ ઉપર ચઢી ગઈ અને આ ઉતારૂં? આ ઉતારૂં? એમ-પતિને બતાવવા લાગી.” એટલામાં રૂદ્ધ એવા ધર્મને નાણે પિયા અપરાધી હોય તેમ
Page #50
--------------------------------------------------------------------------
________________
ધ્રુમ્મિલ કુમાર. -
૨૮
નિ:સરણી ત્યાંથી ઉપાડીને દૂર મૂકી દીધી. કપટ થયેલુ જોઇને સુરૂપા વિલાપ કરવા લાગી, ને પતિને કહેવા લાગી— હા ! સ્વામી ! આ શું કર્યું ? ’
*
“ છાની રહે, છાની રહે, થોડીવાર પછી ઉતારી લઇશ, ’ ધર્મદને કહ્યું.
“ કુવામાં ઉતારીને દોરડું શામાટે કાપી નાખેા છે ? નિ:સરણી મૂકેા, હું નીચે ઉતરી જાઉં, તમારા કાર્ય માં હું સહાય કરનારી થાઉં.” એ પ્રમાણે વિલાપ કરતી સરૂપાની ધર્મદત્તે ઉપેક્ષા કરી.
રાજા નગરજના સાથે ત્યાં આવ્યા. તેમને ધત્તે માદર સત્કારથી બેસાડ્યા, નગરજનોના પણ સત્કાર કર્યો. ત્યાં પેાતાની મૂર્તિ હોય તેવા વરરૂચિ ધર્મ દત્તના જોવામાં આવ્યા, તેને જોઇને તે પ્રસન્ન થયા. વરરૂચિની શિખામણ કાંઇક તેના ધ્યાનમાં ઉતરી હતી, ચેષ્ટા ઉપરથી પ્રિયાનું દુષ્ચરિત તેના સમજવામાં આવ્યુ હતું. તે સમજ્યા હતા કે ‘વરરૂચિને આપેલી પંદરસા દિનાર આજે સફળ થવાની છે-ઉગી નિકળવાની છે. તેની અણુમેાલ અને સર્વોત્તમ શિખામણા ધ્યાનમાં રાખી હાત તે આજે આ સમય ન આવત. તેથી જ ગંગદત્ત જેવા મિત્ર મળ્યા અને ઉપરથી પ્રાણ પાથરનારી પ્રાણપ્યારી સુરૂપ્ત થઈ. ખેર ! જે મિત્રને માટે મારા મનમાં અનેક સંકલ્પવિકા થતા હતા તેજ આજે મને આ આકૃતમાં સહાયકારી થયેા.’ પછી તેણે દીર્ધ સ્વરે ગગદત્તને કહ્યું.- મિત્ર ગગદત્ત ! જે વસ્તુ તને રૂચતી હેાય તે ખુશીથી ગ્રહણ કર.
"
ધર્મવ્રુત્તની વાત સાંભળીને એ અધમ ગગદત્ત ઘરમાં આજી બાનું ચારે તરફ જોવા લાગ્યા. પણ તે ચિત્ત ચારનારી માશુક કામાકુલ એવા ગ’ગદત્તના જોવામાં ક્યાંય પણ આવી નિહ. આકૃત ચિત્તવાળા એવા ગગદત્તને જાણીને સુરૂપા પોતે તેની દૃષ્ટિએ પડી. તેણીને માળ ઉપર જાણીને નીચે ઉતરવા માટે દૂર રહેલી નિ:સરણી બે હાથે તેણે ઉપાડી અને માળ ઉપર ચઢી શકાય તેવી જગ્યાએ મૂકી; એટલે તરતજ વરરૂચીએ સંકેત કરેલા શ્રેષ્ઠીપુત્ર સ્ફુટ અક્ષરે મત્સ્યેા હૈ ! હું ! મહાનુભાવ નિ:સરણી હવે ન મૂકેા. તમે
Page #51
--------------------------------------------------------------------------
________________
શઠ પતિ શાયં કુર્યાતઃ તમારી મરજીથી જ બે હાથે એને ગ્રહણ કરી છે. એ રીતે આપણું સરત હવે પૂર્ણ થઈ છે, ને રાજા પણ સાક્ષી છે, તો હે નગરજનો! તમે સાંભળે. અહીંયાં સુવર્ણ ભરેલી પેટી પડેલી છે, આ તરફ રત્નની અનેક જાતે કબાટમાં મૂકવામાં આવી છે, છતાં એની દષ્ટિ નિસરણમાં જ પડી, તેજ તેને ગમી ગઈ. જે એને એમાં દિલ લાગ્યું તો તે ભલે લઈ જાય. ” - તે વરરૂચિની આ પ્રમાણેની વાણું સાંભળીને રાજ સહિત લેક “સાધુ! સાધુ! ઠીક થયું, ઘણું સારું થયું.” એ પ્રકારે કહેવા લાગ્યા અને સર્વ નગરના લોકેમાં તે વિટદુષ્ટ હાંસીને પાત્ર થયો.
- ધર્મદત્તે પણ ગંગદત્તની દુષ્ટતાને મર્મ આ સમયે પ્રત્યક્ષ જે. રાજાએ પણ વિષય-વ્યભિચારી ગંગદત્તને તર્જના કરીને ત્યાંથી હાંકી કાઢ્યો.
માળ ઉપર રહેલી સુરૂપા આવી રીતે પોતાની ફજેતી જોઈને “હવે હું લોકને શું મેટું બતાવીશ ?” એમ વિચારતી શકાકુળ ચિત્તવાળી થઈ આપઘાત કરીને મરણ પામી દુર્ગતિએ ગઈ. ધર્મદત્તના ઘરનું એ પ્રમાણેનું નાટક જોઈને રાજા સહિત સર્વે લેક પોતપોતાને ઘેર ગયા. ધર્મદત્ત પણ સ્ત્રીના મૃતકાર્યથી પરવારીને પોતાના મિત્ર એવા વરરૂચિને બીજા પંદરસો દીનાર મેકલાવ્યા અને પોતાના કાર્યમાં સહાય કરી, પિતાની આંખ ઉઘાડી તે માટે તેને ઉપકાર માન્ય.
એક દિવસ વરરૂચિ ધર્મદતને મળવા આવ્યા. વાર્તાલાપના પ્રસંગમાં તેણે ધર્મદત્તને ઠપકો આપતાં કહ્યું કે–“મિત્ર! તારા આવા અતિ ત્રાજુપણુને ધિક્કાર થાએ માણસ નિર્મળ અંત:કરણવાળો છતાં નીચની સોબતથી તેના ગુણ જતા રહે છે. જે ! ખારી ભૂમિમાં મેઘનું જળ પડવાથી તે મીઠું છતાં પણ ખારૂં થઈ જાય છે. ગમે તે મહાન નર પણ કુકલત્ર-કુભાયને ચગે કરીને કળા રહિત થઈ જાય છે. અરે રાજા હોય તોપણ એવા અધમ સંસર્ગથી હલકી મતિવાળો થઈ જાય, તે અન્યની શી વાત? વિષ
Page #52
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. રૂપી વલ્લીનું સેવન કરવાથી તે તે માત્ર આ ભવને જ નાશ કરનારી થાય, કિંતુ સ્ત્રી તે ધ્યાનમાત્રથી પુરૂષના બે ભવને નાશ કરે છે. બળતા થંભની માફક સ્ત્રીઓ સંસારમાં પુરૂષને તાપના હેતુભૂત છે; માટે આર્ય એવા જે સજજન પુરૂષોએ તેને છોડી છે તે જ જ્યવંત વર્તે છે.” એ પ્રમાણેની વરરૂચિની ચંદ્રના અંશુ સમી મધુર વાણું સાંભળીને જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા ધર્મદરે ભવથી ઉદ્વિગ્ન થઈને સાતે ક્ષેત્રમાં પોતાનું સકળ ધન વાપરી નાંખ્યું ને ઉત્કૃષ્ટ તપ કરવાવડે સંસારરૂપી પંજર ભેદવાની ઈચ્છાવાળા તેણે સુમતિ નામના ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી. ગુરૂ પાસે અનુક્રમે અગિયાર અંગના પારગામી થઈને તે ધર્મદત્તમુનિ પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે તે વાણારસી નગરીમાં આવ્યા, અને વાંદવા આવતા નગરવાસી જનોને ઉપદેશ આપીને આહંતુ ધર્મનું સામ્રાજ્ય એકછત્રપણે ત્યાં ફેલાવવા લાગ્યા. તેના માતાપિતા પણ તેને વાંદવા આવ્યા. ધર્મદત્તને વૈરાગ્યમય ઉપદેશ સાંભળીને યશેધર શ્રેષ્ઠી ચિરકાળથી સાલતે પુત્રવિયેગ પણ ક્ષણમાત્ર ભૂલી ગયો. સાધુને વેશ હોવાથી તેમજ તપથી શરીરની સ્થિતિ બદલાઈ ગયેલ હોવાથી યશોધર ડી પિતાના પુત્ર–ધર્મ દત્ત મુનિને ઓળખી શક્યા નહિ; પણ વ્યાખ્યાનમાં તેમને ઉપદેશ સાંભળીને તેમને વૈરાગ્ય આવ્યું. તે વારે દીનવદન એવા માતાપિતાએ તેમને દીક્ષા લેવાનું કારણ પૂછયું, તેના જવાબમાં પોતાની હકીકત ટુંકામાં જણાવી તેણે માતાપિતાને કહ્યું કે
અહિં સંસારરૂપ નાટકમાં આ મારો પુત્ર, આ મારે ભાઈ એવા અજ્ઞાનજન્ય સંક૯પથી શા માટે દુખી થવું ? કારણ કે અનેક ભવભ્રમણમાં પિતા પુત્ર થાય છે, પુત્ર પિતા થાય છે. સમસ્ત પ્રાણુઓ વિવિધ પ્રકારના ભ કરવાવડે પુત્રપણાને પામે છે, તેમ છતાં પણ તમારું પુત્રપ્રેમથી મન વિહ્વળ થતું હોય તે તમે મને પોતાને જ ધર્મદત્ત જાણે. ધર્મદત્ત મુનિના આવા ઉપદેશથી અને સ્વર તથા વય ઉપરથી માતાપિતાએ તેમને ઓળખ્યા. તેમણે ઉચ્ચ સ્વરે પુત્રને કહ્યું કે “અરે પુત્ર! તે આ શું કર્યું?” - માતાપિતાને બંધ થવાને માટે તેણે કહ્યું—“તમારા જેવા
Page #53
--------------------------------------------------------------------------
________________
લગ્નની વાટે.
૩૧ મેહયુક્ત પ્રાણુ ધર્મ યોગ્ય ન હોય. અનેક પ્રકારના કુડક પટે મેળવેલું ધન તેજ પ્રાંતે સાથે આવશે એમ તમે કદાચ સમજતા હશો; પણ તે કોઈની સાથે ગયું નથી ને જવાનું પણ નથી. વળી પુરૂષને સ્ત્રીઓ એ દુઃખનું મૂળ છે, ભેગો એ રેગોનું ઘર છે, ને કુંટુબીજને એ કટુક વિષ સમાન છે. એવા મેહમાં મુંઝાયેલા પ્રાણને ધૃતિ, મતિ અને બુદ્ધિ ક્યાંથી હોય? સંસારમાં આત્માને હિતકારી તો એક ધર્મજ છે, તે કયાંથી સમજાય? જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપી રત્નત્રયીને પામેલે, સંયમરૂપ લક્ષ્મીએ કરીને તે એ તમારો પુત્ર તેને સંસારબંધનરૂપ માયાથકી દૂર રહેલે જોઈ તમને હર્ષ કેમ થતો નથી?” ઈત્યાદિક બેધદાયક વચનેએ કરીને તેમના માતાપિતા પ્રતિબંધ પામ્યા. પછી બંધ પામેલા માતાપિતાએ તૃણની માફક સર્વ સંપત્તિનો ત્યાગ કરીને તે પુત્ર મુનિની જ પાસે વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે માતા, પિતા ને પુત્ર એ ત્રણે જણ તપવડે આત્મા સાથે અનંત કાળથી રહેલાં નિવિડ એવા અષ્ટ કર્મોના નાશ કરીને પરમપદને પામ્યાં. એ પ્રમાણે હે તાત! સ્ત્રી જાતિનું આવું વૃત્તાંત સાંભળીને પરીક્ષા કર્યા વંઝર કેણ બુદ્ધિવંત પુરૂષ પાણિગ્રહણ કરે ? ” , , ,
સુરેંદ્રકુમારે પોતાના પિતા સમુદ્રદત્ત આગળ આ ધર્મદત્તનું દષ્ટાંત કહી સંભળાવ્યું. તે સાગરષ્ટીના સંબંધીજએ પણ એક મનવાળા થઈને રસપૂર્વક શ્રવણ કર્યું.
જ ધી - પ્રકરણ ૬ ઠું.
લગ્નની વાટે. એ તારી વાત છે કે સત્ય છે, છતાં સર્વે સ્ત્રીએ કાંઈ એવી કુલટા હોતી નથી. તેમ છતાં તું પરીક્ષા કરીને લગ્ન કરે એમાં અમારે વાંધો ન હોય. પણ લગ્ન તો તારે કરવાં જ જોઈએ. સુભદ્રા સર્વ રીતે તારે એગ્ય છે, તે તેની પરીક્ષા કરીને તું લગ્ન કર. ઉતમ
Page #54
--------------------------------------------------------------------------
________________
છતાં કહ્યું,
૩૨
બસ્મિલ કુમાર. કુળના માણસો સારી ગુણવંત રૂપવંત એવી કન્યા માટે આપણે . ઘેર તારે સારૂ પ્રાર્થના કરવા આવે અને હું ના પાડું એ કાંઈ વાસ્તવિક ન કહેવાય. વ્યવહારમાં જરા ઉલટું કહેવાય. લોકે કહેશે કે ભાઈ! શું ધનને મદ ચઢ્યો છે? અમારી કન્યામાં શું ખોડખાંપણ હતી, કે અમે શું હલકા કુળના હતા, જેથી ઉલટા તેમને ઘેર આપવાને ગયા, છતાં ના પાડી ? માટે હું એમને ના તો પાડી શકીશ નાહ.” સુરેદ્ર કહેલી વાત સાંભળ્યા પછી સમુદ્રદત્ત શ્રેષ્ટીએ તેને આ પ્રમાણે કહ્યું.
“તમારો અતિ આગ્રહ છે તો મારા ચાર પ્રશ્નના ઉત્તર તે બાળા આપે તે હું તેની સાથે તમારી મરજી મુજબ ખુશીથી પાણિગ્રહણ કરીશ.” પુત્ર સુરેદ્ર પિતાનાં વચનને કાંઇક અંગીકાર કરતાં કહ્યું.
તારા તે ચાર પ્રશ્ન ક્યા ક્યા છે?” એમ પિતાએ તેને પૂછયું. પિતાના પ્રશ્નના ઉત્તરમાં સુરે તે ચાર પ્રશ્ન કહી બતાવ્યાં“ નિશ્ચઃ નૈ ત્રિ, ૪: કાશો નિરંતરંગ
છે વા સર્વોત્તમો જામ, રિશ્રમવશ્ર” ? |
ભાવાર્થ–“નિશ્ચળ સ્નેહ ક? નિરંતર પ્રકાશ કરે એવું શું? સર્વોત્તમ લાભ શું કહેવાય? અને અવિશ્વસ–શુદ્ધ રૂપ કયું?”
આ ચાર પ્રશ્નોના જે તે યોગ્ય પ્રત્યુત્તર આપશે તો તે મારી પ્રાણપ્રિયા થશે.” તેને આવો નિશ્ચય જાણુને શ્રેષ્ઠીએ કહ્યું. “વત્સ ! તારે કદાગ્રહી થવું તે ગ્ય નથી. સારા કાર્યમાં વિલંબ કરવાથી તે કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. સાગર જેવો સંબંધી, સુભદ્રા જેવી કન્યા, અને આવા સ્વજનવર્ગ એ ભાગ્યયેગે જ આપણને પ્રાપ્ત થયા છે. આ સારે ગ અત્યારે જ કરીએ તે ફરીને જ્યારે પામીએ?”
પિતાજી! મેં જે કહ્યું છે તે કદિ વૃથા થશે નહિ, તે હવે બીજી ચિંતાવડે કરીને શું ? ભાગ્યમાં જેની સાથે સંબંધ લખાયો હશે તેની સાથે થશે.” સુરેંદ્ર છેવટની વાત કહી સંભળાવી. .
Page #55
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્ર અને સુભદ્રા
૩૩ જેમ તેમ બોલવું, જે તે ખાવું અને જ્યાં ત્યાં બેસવું ને સુવું એ બાળકોને માટે હોય; યુવાન અને વિચારવંત પુરૂ તેમ કરતા નથી. તો શેઠજી! બળાત્કારે તેની પાસે કબુલ કરાવવાથી શું ? બેદિલીથી કરાવેલા વિવાહનું પરિણામ સારૂં આવતું નથી.” એમ કહીને આવેલા શેઠના સંબંધીજનો શેઠની રજા લઈ પાછા ફર્યા. સાગરશેઠ પાસે આવીને તેમણે વિવાહમાં આવેલા વિપ્નની વાત કહી સંભળાવી અને સુભદ્રાને ચાર પ્રશ્નો આપ્યા. પ્રશ્નો જોઈને સુભદ્રા મુંઝાણી. સખીઓ સાથે તે રડતે હદયે કહેવા લાગી—“ આ અપૂર્વ પ્રશ્નો છે. હું એનો ઉત્તર આપી શકું તેમ નથી.” એમ બેલતી તે બાળા રડવા લાગી, તેવારે પૂર્વે અરિહંતના મંદિરમાં તેની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા દેવતાઓ આકાશમાં રહીને બેલ્યા, અર્થાત્ આકાશવાણી થઈ. “પુત્રી! શેક ન કર. સુખે સમાધે રહે. અમે તને સહાયકારી થઈશું.”
આહંતુ ભક્તિથી પ્રસન્ન થયેલા દેવતાઓની સહાયથી તરતજ જાણે પૂર્વ ભણી ગઈ હોય તેમ સુભદ્રાએ તે પ્રશ્નોને ઉત્તર આ પ્રમાણે લેકબદ્ધ લખે.
निश्चलः स्नेहलो धर्म-श्चित्प्रकाशो निरंतरं ।।
विद्या सर्वोत्तमो लाभः, शीलं रूपमविस्रसं ॥१॥ ભાવાર્થ-ધર્મનેહ એજ નિશ્ચળ સમજે, અર્થાત્ નિશ્ચળ સ્નેહ તો એક ધર્મનો જ છે, નિરંતર પ્રકાશક એક જ્ઞાન જ છે, સર્વોતમ લાભ વિદ્યાલાભ છે, અને અવિસ્મસ રૂપ તે શીલ છે.
એ પ્રમાણે લેક લખીને સુભદ્રાએ સખીઓને આપે. હર્ષથી ખુશી થતી સખીઓએ તે લોક સાગરશેઠને આપે. ને સાગરશેઠે સમુદ્રદત્ત શેઠને મેકલાવ્યો. પોતાની પાસે બેઠેલા સુરેંદ્રને પિતાએ તે લેક આપે. સુરે તે વાંચી છે. તે શ્લોક તેને લોકોત્તર આનંદ કરનારે થયો.
સમુદ્રષ્ટી પણ વિચારમાં પડ્યો. “વાહ ! આ બાળા છે છતાં પણ એની બુદ્ધિ કેવી અધિક છે! વયેવૃદ્ધ પુરૂષે પણ આવી
Page #56
--------------------------------------------------------------------------
________________
ધલિ કુમાર, અપૂર્વ મતિ જોઈને કોણ હર્ષથી પિતાનું માથું ધૂણાવતા નથી? - નક્કી આ બાળાને બે નેત્ર ઉપરાંત ત્રીજું જ્ઞાનરૂપી નેત્ર પણ છે કે જેનાથી તેણી લોકથકી દૂર એવા ઈતર અર્થોને પણ જોઈ શકે છેજાણી શકે છે. આવા વિજ્ઞાનથી ખચીત તે બાળા ગુણના સ્થાનરૂપ હશે. ગુણવતી અને બુદ્ધિમતી આ બાળાને વિષે જે આનું ચિત્ત નહિ માને તે પછી તેને ખરેખર પશુ સમજ.” એમ વિચારીને તેણે પુત્રને અભિપ્રાય પૂછયો. સુરેંદ્ર પિતાના વિચારને અનુમોદન આપ્યું, એટલે સમુદ્રદત્ત શ્રેણીમાં આવેલા માણસની સાથે
માગું કબુલ રાખ્યું છે” એમ સાગરશેઠને કહેવરાવ્યું. તે માણસે સાગરશેઠને સર્વ હકીકત કહી સંભળાવી.
એ હકીકત સાંભળીને સાગરશેઠ બહુ ખુશી થયે. સુભદ્રા પણ પિતાના મનોરથ ફળીભૂત થયા જાણીને આનંદિત થઈ. સાગરશેઠે સગપણ કર્યા પછી બન્ને ઘરે વિવાહની તૈયારીઓ થવા લાગી, રમણીઓ મંગળ ગીત ગાવા લાગી.
વર વહુ બન્ને લગ્નના દિવસ ગણવા લાગ્યા. એમ કરતાં કરતાં લગ્નનો દિવસ પણ આવી પહોંચે અને સુરેંદ્રનાં મોટા મહત્સવપૂર્વક સુભદ્રા સાથે લગ્ન થયાં. હસ્તમોચનમાં સાગરશ્રેષ્ઠીએ કેટી ગમે ધન આપી જામાતૃને સંતોષે. લગ્નક્રિયા સંપૂણ થતાં સુરેંદ્ર વધુ સહિત પોતાના પરિવારે પરવર્યો થકે પોતાને ઘરે ગયો, અને મનુષ્ય છતાં અમરની ઉપમા સમાન ભેગો સુભદ્રાની સાથે ભેગવવા લાગે. પૂર્વે એક બીજાની કળાકુશળતાની જેમણે પરીક્ષા કરી છે એવાં તે બે જણનાં મન પ્રીતિરૂપ દોરીથી એવા મજબુત બંધાયાં કે તેને ભેદવારને કોઈ પણ સમર્થ થયું નહીં. કોઈ વખત વાણીના વિકાસમાં સમય પસાર કરતાં અને કઈ વખત સમસ્યાઓમાં સમય વીતાડતાં તે અશન વેળા પણ જાણતાં નહિ. ઈત્યાદિક અનેક પ્રકારની સંસારની રમતોમાં મસ્ત રહેતાં, અને અતિ પ્રેમથી એક બીજામાં આસક્ત થયેલ એવાં તે દંપતી સંસારમાં સુખભેગ સિવાય બીજા સર્વે કાર્ય ભૂલી ગયાં. સુભદ્રા
૧ જમાઈ. ૨ ખાવાનો વખત.
Page #57
--------------------------------------------------------------------------
________________
સંસાર સુખની વાટે,
(૩૫ પણ જિનમંદિરમાં ભગવાન આગળ કરેલી પ્રતિજ્ઞા સુખમાં પડવાથી વિસરી ગઈ. પ્રાપ્ત થયેલા ભેગમાં લીન થયેલી સુભદ્રા ચેય તે દૂર રહ્યું પણ પોતાના ઘરમાં રહેલી પ્રતિમાના પણ દર્શન કે પૂજન કરતી નહીં. સંસારમાં પ્રાણીઓ પ્રાય: કરીને પુણ્યગથી મળેલા ભેગસુખમાં આસક્ત થઈને તે સમયે ધર્મકાર્ય ભૂલી જાય છે. એવી રીતે સંસારસુખભેગવતાં ઘણે કાળ તેમને નિર્ગમન થયે.
પ્રકરણ ૭ સે.
સંસારસુખની વાટે. સંસારમાં પ્રાણીઓને વૃદ્ધાવસ્થા ઘણું જ દુઃખદાયક હોય છે. મનુષ્ય એમ સમજે છે કે વનવયમાં સંસારસુખ ભેળવીને વૃદ્ધાવસ્થામાં આપણે ધર્મ કરશું, પણ તેમની એ ભૂલ તેમના અપપણુથી સમજવામાં આવતી નથી. વૃદ્ધ વયે શરીરની શક્તિઓ જ્યારે મંદ પડી જાય છે ત્યારે સુખની લાલસાઓ ઉલટી વધતી જાય છે, માટે ચતુર પુરૂષે વૃદ્ધાવસ્થાથી દેહ જ્યાં લગી જર્જરીભૂત થયો ન હોય તે પહેલાં આત્મહિત કરવામાં તત્પર રહેવું. મેં લક્ષમી ઉપાર્જન કરી સંસારમાં આજ લાગી અનેક પ્રકારના ભેગે ભેળવવામાં માત્ર અર્થ અને કામની સાધના કરવામાં મારી અમૂલ્ય છંદગી ગુમાવી છે; પણ એ બન્નેનું મૂળ જે ધર્મ તે હું વિસરી ગયો છું. હવે મારે આ અવસરે તેમાં જ લક્ષ્ય આપવું ગ્ય છે. હા ! સંસારમાં મનુષ્ય અલ્પ સમયના પ્રયાણને માટે પણ પાથેય-ભાત) ની સગવડ કરીને પછી જાય છે, તે પરલોકના લાંબા વખતના પ્રમાણમાં પ્રાણીઓ કેમ નિશ્ચિતપણે રહેતા હશે? અરે ! સામાન્ય શત્રુ માથે ગાજતે હોય તે પણ પુરૂષને સુખે નિદ્રા આવતી નથી, તે મૃત્યરૂપી ભયંકર શત્રુ અહર્નિશ પાસે છતાં મૂઢ મનુષ્ય આશ્ચર્ય છે કે સ્વસ્થપણે રહે છે. તે હવે પ્રભાત સમયે સંસારનો ભાર ઉપાડવામાં સમર્થ એવા પુત્રને ગુહને ભાર ભળાવીને શિવવધુની દૂતી સમી આહુતી
Page #58
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર દીક્ષાને હું ગ્રહણ કરીશ.” એવા વિચાર કરતો એક પ્રિઢ વયને પુરૂષ (સમુદ્રદત્ત શેઠ) પાછલી રાતને પોતાના વિશાળ મહાલયમાં પોતાના પૂર્વજીવનની જાણે આવૃત્તિ કરતે હોય તેમ વૈરાગ્યયુક્ત થઈને પ્રભાત સમયની રાહ જોતા હતા.
સૂર્યોદય થયા પછી સમુદ્રદત્ત શ્રેષ્ઠીએ પુત્ર સુરેંદ્રને બોલાવી ઘરનો અને વેપારનો ભાર તેને ભળાવી દીધે, વ્યાપાર વહીવટમાં જે કંઈ બતાવવું હતું તે સમાપ્ત કરી પિતાના હૃદયની વાત પુત્રને જણાવી. પુત્રે ઘણું જ આડમ્બરથી વિધિવિધાન સાથે દીક્ષા મહોત્સવ કર્યો અને શ્રેષ્ઠીએ ગુરૂ પાસે વ્રત અંગીકાર કર્યું. પછી અનેક પ્રકારનાં તપ કરવાવડે દઢ એવાં પૂર્વોપાત કર્મોના સમૂહને નાશ કરી સમાધિવડે મૃત્યુ પામી તેઓ દેવગતિના સુખ પામ્યા. પાછલી અવસ્થામાં પણ તેમણે આત્મહિત સાધ્યું.
તે સમુદ્રદત્તભ્રષ્ટીને સમવયસ્ક રાજા અમિત્રદમન પણ પરલોકે ગયે, એટલે તેને પુત્ર સુરેંદ્રને મિત્ર “જિતશત્રુ રાજ્યની ધુરાને ધારણ કરવા લાગ્યો. પોતાના પરાક્રમથી તેણે ઘણા શત્રુઓનો ગર્વ ઉતાર્યો. તેણે બાલ્યાવસ્થામાં મિત્ર સુરેંદ્રને આપેલું વચન તે ભૂલી ગયે નહોતે. પોતાના નવા રાજ્યઅમલમાં નવા કુટેલા શત્રુરૂપી અંકુરને નાશ કરીને તે નિવૃત્ત થયે, એટલે એક દિવસ મેટા સમારેહપૂર્વક દરબાર ભરીને તેણે સુરેંદ્રને નગરશ્રેણીની પદવી આપી, તેની મહત્તા વધારી; છતાં પણ સુરેદ્ર રાજસત્કાર પામીને મર્યાદા કે ન્યાયનીતિને ત્યાગ ન કર્યો. સુભદ્રા તે ભર્તારનું સન્માન પામીને ધર્મકાર્યથી રહિત, દેવીની માફક સુખમાં જ પિતાને કાળ વ્યતીત કરતી હતી.
સુભદ્રાને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલ જાણુંને ચૈત્યાધિષ્ઠાયિક વ્યંતરે ચિંતવવા લાગ્યા. “અહો ! સુભદ્રાની માયા તે જુઓ ! તેણુએ અમારી સાથે ઠગાઈ કરી. પૂર્વે જિનેશ્વરની ભક્તિથી અને તેની પ્રતિજ્ઞાથી પ્રસન્ન થયેલા અમે તેના કાર્યમાં સહાયકારી થયા, એટલે પિતાનું કાર્ય સિદ્ધ થયા પછી જન્માંતરની માફક પિતાનું પૂર્વ વચન તે ભૂલી ગઈ. ચૈત્યની ભક્તિ તે દૂર રહી, કિંતુ રેગ ગ એટલે જેમ વૈદ્ય
Page #59
--------------------------------------------------------------------------
________________
સંસાર સુખની વાટે.
૩૭ વેરી થાય તેમ આ તો એક નમસ્કાર સર પણ કરતી નથી. જો કે પુત્રી માફક ગણીને અમે એને પરણાવી છે છતાં પણ પિતાની માફક એ પ્રમાદિનીને થોડીક શિક્ષા પણ કરી બતાવવી, આપણે તેના ગર્ભને થંભન કરો કે જેથી તે પુત્રનું મુખ જેવા પામે નહિ.” ઈત્યાદિ વિચાર કરતા તે ચૈત્યવાસી દેવતાઓએ લગ્ન થકી જ દુગ્રહોની માફક તેના ગર્ભનું સ્થંભન કર્યું. જેથી ઘણે કાળ જવા છતાં તે પુત્રનું મુખ જોઈ શકી નહિ. જગતમાં એવી કોઈ વસ્તુ નહોતી કે જે તેમના મંદિરમાં ન હોય; પણ એક બાલ્યક્રીડાની ચેષ્ટાને કરતો એવો મનને પ્રિય પુત્ર નહોતો. તે સિવાય સર્વે કંઈ તેમને ત્યાં હતું. બીજી સર્વ રીતે કુદરત તેમને અનુકૂળ હતી.
એક દિવસ નિશા સમયે-દિવસ ઉદયને થોડીવાર હતી, છતાં હજુ અંધકારનું જોર શમ્યું નહોતું એવા અવસરે પોતાના વિશાળ મહેલની બારીએ તે ઉભી હતી, ચોતરફ નજર કરતાં તેણીએ એક સ્ત્રીને ઉતાવળે જતી જોઈ. તે સ્ત્રીએ એક બાળક કેડ ઉપર તેડેલું હતું, બીજું આંગળીએ વળગાડેલું હતું અને એકને સ્કંધ ઉપર ધારણ કરેલું હતું. ફાલેલી લતાની માફક એ સ્ત્રીને જોઈ અચાનક સુભદ્રાના હૃદયમાં ખેદ થયે. તેનું મેં પડી ગયું. શેકની છાયા છવાઈ રહી. તેને ભાન થયું કે “હજી મને પુત્ર થયો નથી. પરણ્યાને આજે કેટલાંય વર્ષો પાણીના પ્રવાહની માફક વહી ગયાં પણ એક પુત્ર વિના તે સર્વે નિરર્થક ગયાં. હા ! જગને ન્યાય તે જુઓ! એ વિધિ શું આવાં જ ઉલટાં કામ કરે છે કે જેને ઘણું દીકરાઓ હોય છે તે પ્રાય: નિધન હોય છે અને ધનવાનને ઘરે એક પુત્રની પણ તાણ હોય છે–એક પણ હોતો નથી. એ વેરી વિધિના દુશ્લેષ્ટિતને ધિક્કાર છે! અરે એક તે સ્ત્રી જન્મ જ સર્વદા કષ્ટદાયક છે. ડગલે ડગલે તેને શંકા થયાં કરે છે. પગલે પગલે તે ભય પામ્યા કરે છે. તેથી પણ વંધ્યાપણું તો તેને ઘણું વધારે પ્રગટ દુઃખદાયી છે. સરોવર ગમે તેવું સુંદર અને બાંધેલું હોય પણ જળ ન હોય તે તે શોભતું નથી. પૃથ્વી વિરથી પણ વીર પુરૂષોને પ્રગટ કરનારી ન હોય તે, ગમે તેવું મોટું અને મનરંજન મંદિર હોય પણ ધ્વજા ન હોય તે, બેલનાર કારણ વગર બડબડાટ કરતો હોય તે,
Page #60
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. એ સર્વે નિરર્થક છે-લઘુતાને પામે છે. વળી રાજા જેમ ન્યાય વગર શોભે નહિ તેમ આવક વિનાને ખર્ચ, ચક્ષુ વિનાનું મુખ, હાર વગરનું હદય અને સદાચાર વગર ગુરૂ પણ શોભા પામતા નથી, તેમ મારું આ ગૃહ ચિત્તને આનંદદાયક એવા પુત્ર વગર શોભતું નથી. જગતમાં અપત્ય રહિત સ્ત્રીઓ આનંદનું મંદિર થતી નથી. જે સ્ત્રીઓ પુત્રવતી છે તેને જ હું ધન્ય માનું છું. અભદ્રા એવી હું કે જેનું નામ માતપિતાએ સુભદ્રા પાડ્યું છે, તેમાં હું માનું છું કે તેમની કાંઈક ભૂલ થઈ છે, કેમકે નામથકી હું સુભદ્રા છતાં કઈ મંગળકારી કાર્યમાં રિક્તા તિથિની માફક કેસર્વજને મને દૂર કરશે. ” ઈત્યાદિ વિક૯૫ કરતી અને ચિતારૂપી દાવાનમાં દશ્ય થતી મંદ પગલાં ભરતી સુભદ્રા મહેલની અંદર ચાલી ગઈ. પ્રભાતને સુવર્ણમય સવિતા નારાયણ ઉદય પાપે ને જગતમાંથી રાત્રી સંબંધી અંધકારનો નાશ થયો, કિતુ તેણીના હોં ઉપર રહેલી અનપત્યના દુ:ખની છાયા તે વૃદ્ધિ જ પામવા લાગી. લુહારની ધમણમાફક તે જેરથી શ્વાસોશ્વાસ લેવા લાગી. સળગતી ચિતાની માફક તેના અંતરમાં પ્રદિપ્ત થયેલી પુત્ર સંબંધી ચિંતા તેને બાળવા લાગી. તેણું સ્નાન કરતી નહોતી, ખાતી પીતી નહોતી, હસતી નહોતી, બેલતી નહોતી, જાણે સર્વસ્વ નાશ પામ્યું હોય તેમ તે આખો દિવસ શોકમય થઈને રડ્યા કરતી હતી. સંસારને સર્વ વ્યાપાર છેડીને, પુત્રની આકાંક્ષાવાળી સુભદ્રા, પુત્રવિયોગિની એવી જાણે ગિની હોય તેમ રહેવા લાગી. પોતાના આત્માને અત્યંત દુખી માનવા લાગી.
એક દિવસ રાજાની પાસેથી આવેલા સુરેંદ્રષ્ટી સુભદ્રાને તેવી સ્થિતિમાં જોઈ તેણીને તેના દુઃખનું કારણ પૂછવા લાગ્યા
પ્રિયે! આજે તારા ચિત્તમાં શું દુ:ખ છે કે જેથી તારું આ ચંદ્રવન અંધકારથી ગ્રસ્ત થયેલું છે?” પતિએ આ પ્રમાણે પૂછયું છતાં આ દૈવને જ દેષ છે એમ ધારીને તે મન રહી-કાંઈબલી નહીં.
“તારૂં દુઃખ મને કહીને તારો ભાગીદાર બનાવવાને શું હું યોગ્ય નથી? એક ચિત્તવાળા સ્ત્રી પુરૂષને સુખદુ:ખમાં ભેદપણે રહેવું તે યુક્ત નથી.” ફરીને સુરે તેણીને કહ્યું.
Page #61
--------------------------------------------------------------------------
________________
સંસારસુખની વાટે. કાજળ સમાન કાળાં નેત્રમાંથી અશ્રુમૂકતી અને પોતાના નીલ વસ્ત્રથી તેનું પ્રમાર્જન કરતી સુભદ્રા ગદ્ગદ્ કંઠે બેલી. “સ્વામિન ! મારા દુખ તરફ ન જુઓ, તમે તમારાં કાર્યમાં સાવધ રહો, જે પાપ મેં ગત ભવમાં કરેલું હોય તે અત્યારે મારે ભેગવવુંજ જોઈએ. જે દુઃખને પ્રતિકાર કરવાને દેવતાઓ પણ શક્તિવાન નથી, તો પછી માનવોથી તો શું થાય ? જે તમારે સાંભળવું પણ વૃથા છે તે પછી તેના પ્રકાશવડે કરીને શું ? આપણને આટલો બધો પરિવાર છતાં આપણે એકલાં છીએ; પુત્ર વગર છતી આંખે આપણે અંધ છીએ, કૃતિમાં કહ્યું છે કે-પુત્ર વગર લેકમાં શુભ થતું નથી, તે માટે પુત્રનું મુખ જોયા વગર ઉભય લોક તેના સુધરતા નથી. પુત્ર રહિત તમે આટલી બધી લક્ષમી ઉપાર્જન કરે છે પણ જે તેને કેઈ ભેગવનાર નહિ હોય, તે એ ઉપાર્જન કરેલી લક્ષમી સાથે કેણ ખેલશે ? આપણું વૃદ્ધાવસ્થામાં કીર્તિ, લક્ષ્મી કે સર્વસ્વ હે પ્રિય ! પુત્ર વગર કેવી રીતે શોભો ? જે વસ્તુઓ તમે મેળવી છે, વૃદ્ધિ પમાડી છે. તે તમારા વગર તમારી પાછળ પુત્ર વગર અન્ય કોણ ભેગવશે ?આ પ્રમાણે કહીને દુઃખથી મુંઝાયેલી તેણુએ હૃદયને ઉભરે પતિ આગળ ખાલી કર્યો. પછી શ્રેષ્ઠી બોલ્યા કે –
હે પ્રિયે ! તારૂં યુક્તિયુક્ત કથન સર્વથા સત્ય છે. હું પણ જાણું છું કે ગૃહસ્થને આ થકી મોટું દુ:ખ બીજું કોઈપણ નથી. પરન્તુ એ દેવાધીન કાર્યમાં મનુષ્ય પ્રાણી શું કરી શકે ? છતાં પણ હે સુભ્ર ! પુત્રની ઈચ્છાવડે કરીને બળવાન એવાં પૂર્વકર્મને ઉપકમ કરવાને યત્ન કરીશ. કર્મવડે કરીને ગ્લાનિ પામેલા પુરૂષની પણ વૈદ્યો શુ ચિકિત્સા કરતા નથી ? કર્મ વડે જડ થયેલા પણ મંત્રાદિશક્તિ વડે કરીને શું બુદ્ધિમાન નથી થતા? દુષ્કર્મને યેગે નદીમાં ડુબતાને તારાઓ શું નથી બહાર કાઢતા ? એવી રીતે દુષ્કર્મથી બંધાયેલે આત્મા ધર્મવડે શું મુક્તિને પામતો નથી ? પામે છે, માટે જે પરાક્રમી પુરૂષો હોય છે તે પોતાની આત્મશક્તિથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ કરી શકે છે. એ પ્રમાણે પ્રીતિવચનવડે તેણે પ્રિયાને આશ્વાસન આપ્યું.
Page #62
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર એક દિવસ તે નગખા ઉધાનમાં સંસારસાગરમાં ડુબતા ' પ્રાણીઓને પ્રવહણ સમાન ત્રણ જ્ઞાને યુક્ત એવા યુગધર મુનીશ્વર વિચરતા વિચરતા પધાર્યા. જેમ જેમ નગરજનેને ખબર પડતી ગઈ તેમ તેમ પરવાસી જન તેમનાં દર્શન કરવાને જવા લાગ્યા. સુરેંદ્રશ્રેણી પણ પ્રિયાની સાથે રથમાં બેસીને મુનીશ્વરને વંદન કરવાને ગયા. તે સર્વે પર્ષદા આગળ મુનિ મધુરગિરાએ દેશના દેવા લાગ્યા. “હે ભવ્યજનો ! લવારણ્યમાં ભ્રમણ કરતા પ્રાણીઓને અમૃતરસ સમે માનવભવ પ્રાપ્ત થાય છે, તેમાં પણ અનેક ધર્મ ભેદમાં કલ્પદ્રુમ સમ જૈનધર્મ : પૂરા ભાગ્યથી પામે છે. જે જૈનધર્મરૂપ કલ્પવૃક્ષનું મૂળ તે બેધિબીજ-સમકિત છે. દયા એ તેનું થડ જાણવું, દાનાદિક ગુણો તેની શાખાઓ સમજવી, લક્ષ્મી એ તેનાં પાંદડાં અને અને કીર્તિ પુષ્પ જાણવા. તેમજ એ જૈન ધર્મ રૂપી વૃક્ષનું ફળ તો મુક્તિગમન સમજવું. મિથ્યાત્વરૂપી અંધકારવડે કરીને વિવેકરૂપી લોચન જેનાં નાશ પામ્યા છે, એવા ભ્રષ્ટમતિ છે પોતાનું અણમોલ માનવજીવન ક્ષણિક વિષયસુખમાં હારી જાય છે.” એ પ્રમાણેની દેશના સાંભળીને લોકો પોતપોતાના સ્થાનકે ગયા.
તે સમયે સુરેન્દ્રદત્તશ્રેષ્ઠી તે મુનીશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે “હે પ્રભો ! ઉભયલોકની પીડાને દૂર કરવામાં આપ સમાન અન્ય કોઈ સમર્થ નથી. જેવી રીતે ધર્મકથાવડે તમે પરલોકના હિતને ઉપાય બતાવ્યો તેમ મને આલોકમાં હિતકારી પુત્રપ્રાપ્તિને ઉપાય બતાવો. નિશ્ચય હું પુણ્યવાન છું કે મને આપનાં દર્શન થયા છે, કેમકે નિર્ભાગી જી ધૂવડ જેમ સૂર્યનું દશન ન પામે તેમ આપનાં દર્શન પામી શક્તા નથી. વિદ્યા વિદ્યમાન છતાં યેવ્ય જનનાં દુઃખ દૂર કરવાને યોજવામાં ન આવે, તે જાણકાર અને નહિ જાણકારમાં તફાવત શું?”•
સુરેંદ્રશ્રેણીનાં આવાં વચન સાંભળીને મુનીશ્વર બોલ્યાં કે– “સંસારમાં તમે કહ્યું તે સર્વે સાવદ્ય છે, તે માટે મોક્ષાથી જનો એ પાપપ્રવૃત્તિમાં આકર્ષાતા નથી; પરન્તુ તમે ધર્મ સાધન કરો એથી તમારી એ આશા સફળ થશે. જે કાર્ય કરવામાં દેવતાઓ પણું શક્તિવાન નથી, જ્યાં પરાક્રમ પણ ચાલતું નથી, મંત્રાદિવડે
Page #63
--------------------------------------------------------------------------
________________
સંસાર પથની વાટે.
૪૧
કરીને જે અસાધ્ય હાય છે, એવું દુધટ કાર્ય એક માત્ર ધર્મ વડે કરીને સાધ્ય થાય છે. જે પુરૂષા ધર્મના ત્યાગ કરીને સંસારમાં સુખાની ઇચ્છા કરે છે, તે જડ પુરૂષા ખીજને વાવ્યા વગર ફળપ્રાપ્તિની આશા રાખે છે. દુનિયામાં પણ જોવાય છે કે વ્યાપાર વગર લક્ષ્મી નથી, મુદ્ધિ વગર બેાધ નથી, મેઘ વિના વૃષ્ટિ નથી, લેાજન વિના પુષ્ટિ નથી, સુભટા વગર લડાઇ નથી, મનુષ્યા વગર ગામ નથી, સદ્ભાવ વગર મિત્રતા નથી, તેવી રીતે પુણ્ય વગર સાખ્યની પ્રાપ્તિ થતી નથી. માટે હે શ્રેષ્ઠિન ! તમે ચૈત્યને વિષે પૂજા, ચુની ભક્તિ, સુપાત્રદાન ને અનુક પાદાન, જપ અને તપ એ પાંચે વસ્તુઓ સકળ આપદારૂપી દુર્ગના નાશ કરવાને સમર્થ છે તે કરા.” યુગ ધર મુનિની એ પ્રમાણેની સુધાસમી વાણી પ્રકૃતિએ કરીને નિર્મળ એવા શ્રેષ્ઠીએ હૃદયમાં ધારણ કરી. તેમજ ચૈત્યપૂજાની વાત મુનિના મુખથકી સાંભળીને સુભદ્રાને પોતાના કુમારપણામાં કરેલી પ્રતિજ્ઞા સ્વપ્નની માફ્ક સ્મરણમાં આવી, અને વિચારમાં પડી કે, “ હા ! પ્રમાદવશે હું સ્વપ્રતિજ્ઞાભ્રષ્ટ થઇ ! ખચીત ! અજ્ઞાનથકી જિનપ્રતિમાની મેં અવજ્ઞા કરી, તેથીજ વંધ્યત્વનો દોષ મને પ્રાપ્ત થયા, આજથી હવે મારે જિનેશ્વરની ભિકત કરીને પછીજ ભાજન કરવું. ” ઇત્યાદિ વિચાર કરી સહિયરા સાથે ત્યાંથી ઉઠીને સુભદ્રા જિનમંદિરમાં ગઇ. ત્યાં જઇને મુખ્યમુખી એવી સુભદ્રા પિતાની માફક જિનેશ્વરને ક્ષમાવતી પૂજા ભક્તિ કરવા લાગી. તેમજ ચેત્યાધિષ્ઠાયિક વ્યંતરદેવતાઓની પ્રસન્નતા માટે તેણીએ મેાટે મહોત્સવ કર્યો.
,,
સુરેદ્રશ્રેષ્ઠી ગુરૂને વાંદી તેમની શિક્ષા હૃદયમાં ધારણ કરતા પેાતાને ઘેર આવ્યેા, સંતુષ્ટ હૃદયવાળી સુભદ્રાએ સર્વ પરિજન સાથે પતિને જમાડીને પછી પોતે ભાજન કર્યું.
ત્યારથી શ્રેષ્ઠી પણુ ગુરૂનાં વચનને વિધિનાં સૂત્ર માફ્ક ગણતા જિનેશ્વરની ભકિત કરવા લાગ્યા. પ્રતિદિવસ ગુરૂનાં દર્શન કરી તેમના ચરણમાં વંદન કરી પાવન થવા લાગ્યા. અર્નિશ આપઢારૂપી સર્પણીથી ડસાયેલા અનાથ દીન અને
Page #64
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર જનનાં દુઃખને પોતાની લહમીરૂપી આથી દૂર કરવા લાગે; વળી પંચ નમસ્કાર મંત્રને પ્રતિદિવસ હૃદયમાં ધારણ કરી તેનું સ્મરણ કરવા લાગ્યું. તેમજ આચાલ્લાદિ તપ કરવામાં પણ નિરંતર સાવધાન રહેવા લાગ્યું. રાજાની સહાયતાથી સર્વે પ્રાણીઓ પ્રતિ કરૂણા નજરે જોનારા સુરેદ્ર નગરમાં અમારીપટહ વગડાવ્યો. એવી રીતે કડીથી કુંજર ને રંકથી રાય પર્યત સર્વે ને ભયમાંથી તેણે મુક્ત ક્ય, જિનચૈત્યમાં અષ્ટાન્ડિકામહોત્સવ કરાવવા લાગ્યો, પ્રતિદિવસ એવી રીતે ધર્મકાર્યમાં મગ્ન રહેતાં ધર્મના પ્રભાવથી ને દેવતાઓના સાંનિધ્યપણાથી છીપમાં મુક્તાફળની જેમ સુભદ્રાએ ગર્ભને ધારણ કર્યો.
પ્રસન્ન વદનવાળી, અને ગૂઢ ગર્ભને ધારણ કરનારી, પ્રભાતકાળની સંધ્યા સમી કંઈક અરૂણ અને કંઈક પીત એવી વિલક્ષણ કાંતિવડે શોભતી સુભદ્રાને જોઈ તેણીને ગર્ભવતી જાણુને શ્રેષ્ઠી પણ વાણથી અતિરિક્ત એવા હર્ષને પામ્યા. ગુરૂનાં વચનથી આ સંસારમાં તેને પુત્રરૂપી મહાન લાભ થતો હોવાથી તેમનાં વચનને તેઓ વારંવાર યાદ કરવા લાગ્યા, અને તેમને ઉપકાર માનવા લાગ્યા.
પ્રકરણ ૮ મું.
- ~ધમ્મિલ કુમાર.
સેરઠે. “ બારે રવિ ઉગંત, ચોસઠ દીવા જે બળે;
જસ ઘેર પુત્ર ન હુંત, મનની મનમાં રહી ખરે!” ગર્ભના હિતને માટે સુભદ્રા વિધિપ્રમાણે તેનું પાલન કરવા લાગી. તે સાદું અને હલકું જ ભોજન કરતી, અતિ નિદ્રા નહિ તેમ અતિ જાગરણ નહિ. એવી રીતે તેણી નિદ્રા લેતી હતી. પહેરવામાં, ઓઢવામાં નિયમિત રીતે વર્તતી હતી, તેની સાહેલીઓ ડગલે ડગલે તેની કાળજી રાખતી હતી. એ પ્રમાણે ગર્ભનું પાલન
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૩
ધમ્મિલ કુમાર. કરતાં સરોવરમાંથી જેમ કમળ પ્રગટ થાય, છીપમાંથી જેમ મોતી નિપજે તેમ સુભદ્રાએ ગ્ય સમયે પુત્રને જન્મ આપે. પુત્રજન્મના મહોત્સવ સમયે પિતા. લક્ષશ: દ્રવ્યને વ્યય કરવા લાગ્યું, કેમકે શ્રીમંતોને લક્ષકેટી દ્રવ્ય કરતાં પુત્રજન્મનો લાભ અધિક મનાય છે એવી નીતિ છે. વળી રાજમાન્ય તે રાજા જેવોજ ગણાય એ ન્યાય–નયમને અનુસરીને સુરેંદ્રની પ્રીતિને અર્થે પિરવાસી જને પણ નગરશેઠના પુત્રજન્મ મહોત્સવ કરવા લાગ્યા. નામકરણને દિવસે પિતાના સ્વજન, સંબંધી, કુટુંબીજન વગેરે સર્વેને જમાડી–સંતોષી નગરશ્રેષ્ઠીએ તેમની આગળ જણાવ્યું કે–“ધર્મ કરવાવડે કરીને આ પુત્ર થયું છે. એટલે કુટુંબીજનેએ ધન્સિલ એવું તે પુત્રનું નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતા, શુકલપક્ષમાં જેમ ઈદુની કળા વૃદ્ધિ પામતી જાય તેમ ધમિલ વૃદ્ધિ પામવા લાગ્યો. ખાવું, પીવું, બેસવું, ઉઠવું એ સર્વે પુત્રની ક્રિયા પિતાને ઉત્સવના હેતુભૂત થવા લાગી. વયે કરીને, શરીરે કરીને વૃદ્ધિ પામતા ધમ્મિલ જ્યારે પાંચ વર્ષને થયો, ત્યારે પિતાએ કળા–અભ્યાસમાં નિપુણતા મેળવવાને માટે તેને કળાચાર્યને સુપ્રત કર્યો. અ૫ વર્ષોમાં કળાચાર્યને સાક્ષીભૂત રાખીને ધમ્મિલ સકળ કળામાં વિદ્યાભ્યાસમાં પારંગત થયે. એ સર્વે કળાઓ એક ધર્મકળા વગર શૂન્ય છે. એવું જાણનાર શ્રેષ્ઠીએ તેને ધર્મને અવબોધ થાય તે માટે સાધુની પાસે ધમભ્યાસ કરવાને મૂક્યો. તે સમયે ધનવસુ શેઠની યશોમતી કન્યા પણ તેમની જ પાસે ધર્મને અભ્યાસ કરતી હતી. ધમ્મિલ સાધુ પાસેથી ધર્મસંબંધી નવનવું કૃત મેળવવા લાગ્ય–અભ્યાસ કરવા લાગ્યો. અનુક્રમે ધર્મશાસ્ત્ર સંબંધી સક્ષમ વિચારમાં તે વિદ્વાન સાધુ સરખે થયે, જીવાજીવાદિ નવ પદાર્થો વિસ્તારથી તેના હૃદયમાં સ્ફરવા લાગ્યા. નાટકની રંગભૂમિમાં પાઠ કરતા નટના હૃદયમાં જેમ પિતાનું વ્ય
કુરે તેમ બાલ્યાવસ્થાનું તે ક્રમે કરીને ઉલ્લંઘન કરતે રમણી જનને વલ્લભ એવા વૈવનવામાં આવ્યું. કિંતુ તે અનંગ શિકારીને હજીસુધી શિકાર થયે નહોતો. ઉંડા જળમાં જેમ માછલું લીન હાય તેમ હજીપણ તેનું મન શ્રુત અભ્યાસમાં-નવનવું જ્ઞાન મેળવ
Page #66
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. વામાં જ લીન રહેતું હતું, જેથી કામરૂપી બગલે તેને પકડવાને અશક્ત થયું હતું. પંચંદ્રિયરૂપી ચપળ ઘોડાઓ જે કે સ્વભાવે કરીને જ ચપળ હોય છે-દુ:ખે કરીને દમવા યોગ્ય હોય છે, છતાં પણ સત્સંગથી–ગુરના ઉપદેશથી-જ્ઞાનના અભ્યાસથી ઈદ્રિયેનું ચાપલ્ય તેણે સ્વાધીન કર્યું હતું. સુરેંદ્ર પણ પુત્રને યેગ્ય ઉમ્મરનો જાણું તેને માટે કન્યાની તપાસ કરવાનો વિચાર કરવા લાગે ત્યારે કરપીડનથી ડરતે ધમિલ પિતાના ચરણમાં નમન કરીને વિનંતિ કરવા લાગ્યા. “પિતાજી! સુખશાંતિનો નાશ કરનારી મારા લગ્ન સંબંધી વિચારણા કરશો નહિ, કિંતુ જ્ઞાનરૂપી અમૃતની તૃપ્તિમાં મારા દિવસો જાઓ. વિવાહ કરેલા પુરૂષના દિવસે નિરંતર ચિંતામાંજ જાય છે. આ મારી સ્ત્રી, આ મારો પુત્ર, આ મારી લક્ષ્મી, ઈત્યાદિક વિચારણામાં તેના સ્વતંત્ર સુખનો નાશ થાય છે; તેમજ સ્ત્રી પુરૂષની કળાકુશળતા, દયા, કવિત્વ આદિ ગુણશ્રેણિને નાશ કરનારી હોય છે. પિતાજી! તે સંબંધમાં એક દાંત કહું છું તે સાંભળન પૂર્વે ભગપુર નગરમાં અરિમર્દન રાજા રાજ્ય કરતો હતો, જાણે બીજે શદ્ર હોય તેમ પૃથ્વીની સર્વે દિશાઓને પિતાના પ્રતાપે કરીને તેણે તાબે કરી હતી. ત્યાં વનમાં કોઈ એક ગોવાળ ગાયે ચારતો ચારે કોઈ મની નીચે પત્થરની શિલા ઉપર બેઠો કે સહસા તે ઉલ્લાસને પાયે, તેની અજ્ઞાનતા નાશ પામી, તે ગોવાળની અશુદ્ધ ભાષા વિદ્વાનની માફક શુદ્ધ થઈ ગઈ, ને અકસ્માત્ કવિત્વશક્તિ તેનામાં પ્રગટ થઈ. ખુદ સરસ્વતી તેના ઉપર પ્રસન્ન થઈ હોય તેમ તે નવાં નવાં ઉચ્ચ ભાવભર્યા કાવ્ય બનાવવા લાગ્યા. પોતાની આ અપૂર્વ શક્તિને ચમત્કાર નૃપસંભામાં બતાવિવાને માટે તે ગોપાળ પશુ પાળવાનું કાર્ય છેડી દઈને રાજદરબારમાં આવ્યા. સભામાં અભિનવ કાવ્ય બલવાવડે પ્રઢ કવિઓ પણ જેને મર્મ સમજી શકે નહિ એમ તેમને ચમત્કાર પમાડતા તેણે ધરાધિપને પ્રસન્ન કર્યો. તેની કવિત્વશક્તિથી પ્રસન્ન થઈને રાજાએ પોતાની પાસે તેને આસન આપીને બેસાડ્યો; કેમકે જગતમાં લતાઓમાં જેમ કલ્પલતા શ્રેષ્ઠ છે તેમ કળાઓમાં વાકકળાને
Page #67
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર મહિમા અપુર્વ છે. રાજાએ પ્રસન્ન થઈને તેની આજીવિકા સુખ પૂર્વક ચાલી શકે તેટલા માટે જેને પુષ્કળ ધન આપ્યું ને તેને ધનવાન બનાવ્યો.
તો આ સ્વેચ્છાએ આહાર, વિહાર ને આનંદ કરતે ગોવાળ સંતુષ્ટ ચિત્તવાળે થઈને રેજની પાંચસો ગાથા નવી નવી બનાવતું હતું, જેથી રાજસભાના જે મેટા મેટા મહા કવિઓ, પ્રતિભાવાળા અને શાસ્ત્રના પારંગત હતા તેમની અવજ્ઞા કરતો રોજો તે પાળની કવિત્વશક્તિથી તેની ઉપર અતિશય રાજી થયો હતો. આ પ્રમાણે જોઈને ત્યાંના મહા કવિઓ એકત્ર થઈ વિચારમાં પહ્યા. “અહો ! આ આપણે રાજા મૂઢ એવા શેવાળ ઉપર મોહિત થયો છે. એને તો આ ગેપાળ જ પ્રિય થઈ પડ્યો છે; પણ એમાં આશ્ચર્ય નથી; કારણ કે તુચ્છ જાતિવાળી પણ સ્વરૂપસુંદર દાસી પોતાની ચતુરાઈવડે રાજાને પ્રિય થઈ પડે છે. તે સમયે કુળવંતી રાણીઓની તે અવજ્ઞાજ થાય છે. આ અધમ જાતિના ગોપાળની કળામાં મુંઝાયેલ રાજા આપણી અવજ્ઞા કરે છે, તો તે માટે કોઈ ઉપાય શોધવો જોઈએ. જુઓ, આપણે સર્વે સમસ્ત કાવ્યાદિ કળામાં પરિપૂર્ણ છીએ, છતાં રાજાનો પ્રસાદ નહિ મળવાથી આપણા ઘરમાં દારિઘ કાયમ રહ્યું છે. ઉપરાંત આ ગોવાળે આવીને આપણા સર્વના ભાણામાં પથરે નાખે છે. તો આ વિષયમાં હવે આપણે શું કરવું ? “ઇત્યાદિક વિચાર કરતાં તેમણે એક ઉપાય શોધી કાઢીને એક દિવસ રાજસભામાં તેમણે રાજાને કહ્યું. “મહારાજ ! આ આપણા નવા કવિને આપ પૂર્વના ભાગ્યથકી જ પામ્યા છે, માટે આ ગોવાળ-પશુપાળ છે એમ જાણીને તેની અવહેલના કરશો નહીં. કેમકે શ્રીમહાદેવે પોતે પણ પશુપાળનું નામ તે ધારણ કરેલું છે. વળી એની કવિત્વ શક્તિ, પ્રાકૃત ભાષા એ સર્વે અપૂર્વ છે. અમારા સરખાને પણ માન્ય અને દેવને પણ દુર્લભ એવા એનામાં ગૌરવયુક્ત ગુણો છતાં એ વંઠની માફક એકલા છે, પરણેલા નથી. આપ શ્રીમાન તેના નાયક હોવા છતાં તેની આટલી પણ કદર ન થાય એ અમને મોટું દુઃખ છે. અમારે પણ માન્ય, આપને પણ માન્ય એવા આ સર્વોત્તમ કવિને ખાવા પીવાનું ઠેકાણું
Page #68
--------------------------------------------------------------------------
________________
ઘમિલ કુમાર. નથી. સ્ત્રી કે બાળબચ્ચાં નથી. કુટુંબમાં પણ તેઓ એકાકી હોવાથી તેમને કાંઈ મોભે પડતો નથી. તેની કટુંબિક સ્ત્રીઓ કોઈ તેમને ત્યાં આવે જાય તેવું નથી. વ્યવહારમાં સ્ત્રી વગરની એકાકી શું જંદગી છે? દેવતાઓ, રષિઓ, મનુષ્ય અને પશુપક્ષીઓ પણ યુગલરૂપે હોય છે, તેજ જગતમાં શોભા પામે છે. તેઓ આનંદમાં રહે છે. તે હે દેવ ! આ આપણા કવિ એકાકી કેમ? જ્યારે આપ તેમને પરણાવશે અને બાળબચ્ચાંને તેમને અનુભવ થશે, ત્યારે કૌટુંબિકપણાની તેમની ઉજવળ કીર્તિ શેભાને પામશે. વ્યવહારમાં તેમની ઈજત આબરૂમાં ત્યારેજ વધારો થશે.”
કવિઓનાં એ પ્રમાણેનાં યુક્તિયુક્ત વચને સાંભળીને રાજાના હૃદયમાં તે સત્ય જણાયાથી રાજાએ તેની જાતિની કોઈક રૂપવતી કન્યા સાથે વાળનું પાણિગ્રહણ કરાવ્યું. જગતમાં બુદ્ધિવંત પુરૂની યુક્તિવડે કણ નથી ઠગાતું?ગેવાળ પણ લગ્નની વાત સાંભળીને મનમાં પ્રસન્ન થયે, તેમાં પણ રાજા પોતે પ્રસન્ન થઈને વિવાહ કરાવી આપે, તે તે કેને ન રૂચે ?
- હવે પરણ્યા પછી એ મહાકવીશ્વર ગોવાળ પિતાની સ્ત્રી સાથે રાજાએ આપેલા ગૃહમાં રહેવા લાગે. પછી આજે ઘરમાં તેલનથી, આજે ઘી નથી, આજે અમુક અનાજ નથી.” ઈત્યાદિક એક મૂર્ખ સ્ત્રીની ઉક્તિથી કુહાડાની માફક ગોવાળનું હૃદય પ્રતિદિવસ વિદારાતું ગયું. રોજના એ જડ સ્ત્રીના સંકલેશથી ડગલે ને પગલે શંકા પામતા એ કવીશ્વરનું મન અખલિતપણે ચિંતારૂપી સમુદ્રમાં બુડયું. એક તરફ એ તવંગીએ ચિંતાવડે શરીરને ગ્રાસ કરવા માંડ્યો. તેમાં ધનની ચિંતાને વધારે થયે, એટલે એવા અનેક વિચારમાં તેની કવિત્વશક્તિ ધીમે ધીમે ગળી ગઈ-ઓછી થઈ ગઈ. જેથી પાંચ ગાથા તે શું બલ્ક એક દિવસમાં તે વાળ બે ગાથા પણ તૈયાર કરવામાં સમર્થ રહ્યો નહિ. એવી રીતે નાશ પામી છે. પ્રજ્ઞા જેની એવા ક્ષીણ કળાવાળા ચંદ્રમાની જેવા ગોવા
ને જોઈને એક દિવસ રાજાએ પૂછયું-“ અરે ! આ શું થયું ? તું હમેશાં શીઘ્ર કવિ થઈને મારા ચિત્તરૂપી પિંજરામાં રહેતા હતે. તે આજે તું એકલેક પણ કેમ પૂરતે બેલી શકતે નથી?”
Page #69
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. ગેવાળ બોલ્યો “મહારાજ ! આપની રાજસભાના આ મહાકવિઓએ જ મને કુવામાં–સંસારના બંધનમાં નાખી પરોક્ષ રીતે મારી એ અપૂર્વ કવિત્વ શક્તિને નાશ કરાવ્યા છે. સમુદ્રના જળસમી અનંતી ગૃહસંબંધી ચિંતા એક મૂર્ણ સ્ત્રીવડે મને વળગી, જેણે મારી પાંચસે ગાથા કરવાની એ અપૂર્વ કાવ્યશકિતને નષ્ટ કરી. આ બધું મૂખે સ્ત્રી મળવાનું પરિણામ છે.” ધમ્મિલે પિતાની આગળ આ દષ્ટાંત કહીને પછી કહ્યું કે–
“હે તાત ! આ પ્રમાણે સર્વ કળાને નાશ કરનારી સ્ત્રીને જાણતાં છતાં પાણિગ્રહણના પાસમાં હું કેમ પડું?”
પિતાએ કહ્યું “હે પુત્ર! આવું દુર્વાક્ય બોલવાવડે કરીને ઘણા સમયથી ઉત્પન્ન થયેલી માતાપિતાની આશારૂપી લતા છેદવાને તું યોગ્ય નથી. પરણ્યા વગર જગતમાં પુરુષનું તારૂણ્ય અરણ્યમાં રહેલા ગજની માફક નિષ્ફળ જાય છે. કળાનો નાશ તે અભ્યાસ નહીં રાખવાથી થાય છે, એમાં સ્ત્રીજનને દેષ આપે એ
ટું છે. કેમકે પુરૂને સુકલત્રના વેગથી કવચિત્ કળાને પ્રકર્ષ પણ થાય છે. જે પૂર્ણિમાને ચંદ્ર પૂર્ણ કળાએ કરી યુકત છે કે નહિ? હિમ જેમ વૃત્તાંકને દહન કરે છે તેવું કાંઈ વડલાના વૃક્ષને બાળતું નથી, તેમ નિપુણ પુરૂષને કુલીન સ્ત્રી સુખનું કારણ થાય છે, દુઃખનું કારણ થતી નથી.” સુરેદ્ર એવી રીતે યુકિતયુક્ત વચનવડે પુત્રને સમજાવ્યા અને તેને નિરૂત્તર બનાવ્યું.
તે પછી સુરેંદ્ર શેઠે પુત્રને માટે એક એગ્ય કન્યાની તપાસ કરીને તેના પિતા પાસે માગણી કરી. તેના પિતાએ પણ સુહભાવે સુરેંદ્ર શેઠના માગણું સ્વીકારી, સૈભાગ્યશાળી એવા ધમ્મુિલની સાથે પોતાની કન્યાનું સગપણું કર્યું. ધમ્મિલને મિત્રો મારફતે આ વાતની ખબર પડતાં તેણે જાહેર કર્યું કે “હું પર, છુશ છતાં સાધુની સંગત છેડીશ નહીં, માટે જેને કન્યા આપવી હોય તે મને વૈરાગી ધારીને આપજે.” પરંપરાએ ધમ્મિલની આવી વાણી સાંભળીને “ખે તે સાધુ થઈ જાય તો આપણું પુત્રીને જન્મારે રદ થાય!” એમ વિચારી પેલી કન્યાના માતપિતાએ
Page #70
--------------------------------------------------------------------------
________________
જેટ
યમ્મિલ કુમાર
પોતાની કુમારી કન્યાને બીજા શ્રેષ્ઠીપુત્ર સાથે પરણાવી દીધી. તે બનાવ અન્ય કેટલાક સમય વહી ગયા. સુરેંદ્ર શ્રેષ્ઠી પણુ અનુકૂળ સમયની રાહ જોતા દિવસ વ્યતિત કરવા લાગ્યા.
પ્રકરણુ ૯ મું.
' માલા. સારા.
""
ફાટયું હીરાગળ હાય, તાંતણુ લઇને તુણીએ; કાળજ ફાટવું કાય, સાંધા ન લાગે સૂરા.
“ અહા ! શું કરૂ ? ભણવામાં તે ચિત્તજ : ચોંટતું નથી. પાઠ ખરાખર ન થતા હોવાથી ગુરૂના શિક્ષકના રાજ એલ ભાઠપકા સાંભળવા પડે છે. પણ લાચાર! જ્યારે જ્યારે મનને દબાવીને પુસ્તકમાં ધ્યાન આપું છું ત્યારે ત્યારે એ સુંદર મ્હોં ! એ સુંદર મૃગસમ નયનો! એ મનોહર આકર્ષક મૂર્ત્તિ ! એ લાવણ્ય, સૂક્ષ્મ પ્રતિમારૂપે મારી નજર સામે ખડુ થઇને મધુર મધુર હાસ્ય કરતું મારૂં ચિત્ત ચળાયમાન કરે છે; અને એ પ્રિય મૂર્ત્તિમાં હું અને મારૂં હૃદય એકતાર થઇ જાય છે. એ અને હું એકજ જ્ઞાતિમાં ઉત્પન્ન થયાં છીએ. એકજ ગુરૂ પાસે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. વળી એ પણ સુંદર છે, વિદ્વાન છે, વૈભવવત છે, ગુણવત છે, એનો ને મારા સંબંધ ચેાગ્ય છે, માટે પતિ તે આ ભવે બસ એજ ! જો માતાપિતા રાજી ખુશીથી એની સાથે મારા સબંધ ન કરે તેા કુમારિકા રહું પણ બીજાને તેા ન જ વરૂં ! આ ભવમાં તે એ, એ ને એજ !” સંપૂર્ણ નવીન ચાવનના લાલિત્યમાં રમણ કરતી એક માળા પોતાના મકાનના નાના પણુ એક સુંદર એરડામાં વિચાર કરતી આરામખુરશી ઉપર વ્યગ્ર ચિત્ત પડેલી છે. પડખામાં એક બે પુસ્તક પડ્યાં છે. વારે વારે પુસ્તક વાંચવાનો પરિશ્રમ કરે છે, પણ વ્યર્થ ! તેણીનુ ચિત્ત તા કુદરતના નિયમને અનુસરીને હાલમાં કેટલાક વખતથા પરવશપણાને પ્રાપ્ત થયું છે. ખાતાં પીતાં, હરતાં ફરતાં, સખીઓ સાથે રમતાં, ક્રીડા કરતાં,
Page #71
--------------------------------------------------------------------------
________________
બળા,
૪૯
સર્વત્ર ચિત્ત લાગતું નથી. તેની સખીઓ પણ આનો ભેદ કળી શકી નહિ.
આ ભવમાં તો એ, એ ને એજ !” એ છેલ્લા શબ્દો અનાયાસે ખુલ્લા દિલે હદયમાંથી બહાર નીકળી પડ્યા. બોલનારને કયાં ખબર હતી કે સાંભળનાર પડખામાં એક જણ ગુપચુપ ઉભું છે. જુસ્સાથી એ શબ્દો બોલાયા પછી બાળાએ પવનથી ફરકી રહેલી એ શ્યામ નાગણી સમી કેશલતાઓમાંથી દેખાતું રકત વણીય મનહર મુખ પોતાના બે હાથથી ઢાકી દીધું, કે તરત જ તેના વિચારોને પ્રચ્છન્નપણે સાંભળનાર વ્યકિતએ આસ્તે કદમે તેની પાસે આવી તે બાળાના વાંસા ઉપર પોતાને નાજુક હાથ ફેરવ્યો.
જસુ ! બહેન ! તને શું થાય છે? ભલી થઈને કહે કે એ, એ ને એ તે કોણ? ”
બાળાનું નામ જસુ એટલે યશામતિ હતું. યમતિએ પિતાનું એ વિરહવ્યથાની લીપીથી અંકાયેલું-રંગાયેલું અરૂણ પ્રભાસમ વદન ઉંચુ કર્યું, અને બોલનાર તરફ વક દષ્ટિએ જોયું. વિરહની શંખલાથી પ્રતિબદ્ધ એ હૃદય મન રહ્યું. જસુએ શાંત નજરથી તેના તરફ જોયા કર્યું.
“હેન જસુ! તારા હદયની વાત કહે. શા માટે અચકાય છે? એકલી અટુલી તું શાને મુંઝાય છે. હાલી સખી દિલનું દર્દ બીજાને કહેવાથી કાંઈક ઓછું થાય છે. એને ઉપાય થાય છે. એ તું કયાં નથી જાણતી ?” ફરીને આવનારી વ્યક્તિએ આ પ્રમાણે કહીને યશોમતિનું ધ્યાન ખેંચ્યું.
“સુમતિ ! તું મારી બધી વાત સાંભળી ગઈ કે?” આખરે તે બાળા પોતાના કેલસમાં મીઠા સ્વરે બેલી. બેલેબલમાં રહેલી માધુર્યતા તો સાંભળનારજ પારખી શકતું હતું. એ હદયનાં ઉંડાણમાં રહેલા સૂક્ષ્મ ભાવો મધુરા શબ્દો દ્વારા પ્રત્યક્ષ થતા હતા.
હા ! સખી! તેથી શું તું નારાજ છે? જસુ! સખી ! આજે તને થયું છે શું? હૃદયનું એ દુખ અંતરમાં દબાવીને રેજ
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૦
ધમ્મિલ કુમાર આમ શા માટે મુંઝાય છે ? પોતાની બાળસ્નેહી સખીને તે વાત કહેવાથી શું નુકશાન છે?” આવનારી વ્યક્તિ શામતિની પ્રિય સખી સુમતિ હતી, તેણીએ કહ્યું.
“સખી! તું સાંભળીને શું કરશે? મારું દુઃખ કાંઈ તારાથી ઓછું જ દૂર થઈ શકશે, નાહક તું પણ સાંભળીને દુ:ખી થશે.”
તું આમ એકલી એકલી રડ્યા કરે છે. ત્રાદ્ધિ, સિદ્ધિ, દાસદાસીની સાહિબીમાં તારે શું ખામી છે ? માતાપિતાની પ્રીતિ પણ તું પૂર્ણ પામી છે.”
છતાં ભાગ્યમાં એક મોટામાં મોટી ખામી છે.” તે ખામી શું?”
ખામી એજ કે સ્ત્રીને મન ગમતો વર ન મળે તો બધું ધૂળધાણી છે. જીવનના નાશની એ નિશાની છે.”
“તે કહે, તારૂં ચિત્ત હરનાર ભાગ્યવંત કોણ છે? તને આવી રીતે બહાવરી બનાવનાર કેણ પુરૂષ છે?”
વાત કહેવી કે નહિ તેના વિચારમાં પડવાથી યમતિ અચકાણી.
“કેમ બોલતી નથી? શું વિચાર કરે છે? કહીશ તો કાંઈ ખોટ જવાની નથી, તને કાંઈ પણ લાભ થશે. આવડી બધી શંકાશીલ ક્યારની બની ? ” આ પ્રમાણે સાંભળી તે કાંઈક ચડાણ. પછી કાંઈક શાંત થઈ સતી બેલી
સુમતિ ! જરી ધીરી પડ. પ્રેમી હમેશાં વહેમી હોય છે. તારા શુદ્ધ સખીભાવ માટે મને સંપૂર્ણ વિશ્વાસ છે. તેને કહેવામાં એકાંતે મને લાભ છે.” યમતિએ વચનની માધુર્યતાથી સખીના દિલને શાંત-સ્નેહાળ કર્યું.
ત્યારે એ પુરૂષ કેણ છે?” યશેમતિ બેલવા જતાં જીલ્લા અચકાણું. સુમતિ હસી. યશેમતી બલી- “આપણાજ નગરમાં રહેલા સુરેંદ્રદત્ત શેઠને કુમાર-ધમ્મિલ
કુમાર ! ”
Page #73
--------------------------------------------------------------------------
________________
બાળા.
પ
વાહ! કુળ તો જબરું શોધ્યું છે. કહે તો ખરી એ બધું કેમ બન્યુ છે?” સુમતિએ પૂછયું.
સમજ કે એ બધું વિધિની મરજીથી બન્યું છે. એને જેવાથી, એની વિદ્વત્તાથી, એના ગુણવંતપણુથી મારું હૃદય તેની પાછળ ઘેલું બન્યું છે.”
ઠીક છે. પ્રભુ તારી ઈચ્છા પૂર્ણ કરશે. વિધિ તને અનુકૂળ થશે. એકજ દીપકથી જેમ વસ્તુ પ્રગટ દેખાય છે તેમ બે દીપકથી સ્નેહ પ્રતક્ષ્ય થાય છે.”
સુમતિ ! કહે તું મને એમાં કાંઈ મદદ કરશે ? ” યશેમતિના એ મધુરા શબ્દોમાં ઉત્કંઠા-આતુરતા હતી. જાણે સુમતિની પ્રાર્થના કરતી હોય એવી તેની અંદર ભાવના છુપાયેલી હતી.
મદદ શું? હવે તે તું જો તો ખરી, ધમ્મિલ અને જસુને એકમેક બનાવી દઉં. અત્યારેજ તારી માતા પાસે જઈને સર્વ વાત કહી સંભળાવી તારે નિશ્ચય જણાવી દઈશ. એટલે થોડાજ દિવસમાં એનું પ્રત્યક્ષ ફળ તું જોઈ શકીશ.”
અરે ! એમ કરવાથી તે માતાપિતા કદાચ ગુસ્સે થશે; અને તને અને મને કદાચ ઠપકો આપશે.” બાળાએ ભવિષ્યમાં ભયનું દર્શન કરાવ્યું.
“તારે તેનું શું કામ છે? એ બધું હું સંભાળી લઈશ. મારે માથે ઓઢી લઈશ. શું થાય છે તે તું તારે જોયા કર”
“તારું કાર્ય ફહમંદ થાઓ?” યશેમતિએ આશષ આપી.
સુમતિ તરતજ યશામતિને ધીરજ આપીને તેની માતાની પાસે ગઈ. તેનાં માતપિતા તે પ્રસંગને માટે જ વાત કરતાં હતાં, તેમાં માતાએ યશેમતિના વ્યગ્ર ચિત્તની વાત કરીને કહ્યું કે “છોકરી હવે ઉમરમાં આવી છતાં તમારી આંખ ઉઘડતી નથી. એના હદયના ભાવ કેવા ઉછળી રહ્યાં છે, છતાં એ મોંએથી બોલી શકતી નથી, પણ આપણે હવે સમજવું જોઈએ.” ---- -
તે બધું મારા ધ્યાનમાં છે. એને લાયક વરની હું ધમાં
Page #74
--------------------------------------------------------------------------
________________
યસ્મિલ કુમાર.
પર
જ છુ', રાત્રિદિવસ એનીજ ચિંતામાં છું.” ધનવસુ કે જે યશેાતિના પિતા હતા તેણે પત્નીને કહ્યું.
,,
“ કહા તેા તમારી ચિંતા આજ ઘડીએ હું... મટાડી દઉં. કાકાજી ! ” સુમતિ તેમની પાસેજ આવીને ઉભી હતી તે પ્રસ ંગેઞપાત વાત નીકળતાં વચમાંજ ખાલી ઉઠી. સુમતિ ધનવસુશેઠના પિત્રાઇઓમાંની હતી. તેના કુટુંબની હાવાથી તે ધનવસુને ‘ કાકા ’ કહીને ખેલાવતી.
“ સુમતિ ! તું કેવી રીતે મટાડી દઈશ ? એલ જોઉ દીકરી ! કાંઈ મુદ્દાની વાત બની છે ? ” ધનવસુ શેઠ ચમકયા અને મ જાણવાના ઉદ્દેશે સુમતિને પૂછ્યું.
“ હા ! કાકાજી ! આપણા નગરમાં આપણીજ જ્ઞાતિના સુરેદ્રદત્ત શેઠ છે, તેને તમે આળખેા છે ?
,,
“ હા ! હા ! તેનુ` કેમ ! ” અધીરાઈથી શેઠે પૂછ્યું.
29
“ તેમના કુમાર-ધસ્મિલકુમાર આપણી જસુને યોગ્ય છે. ” એટલુ જ છે કે કાંઇ વિશેષ છે ? એ ચાર ઠેકાણાં ધ્યાનમાં છે, તેમાંથી સારૂ જોઇને કરશું. '' ધનવસુએ પતાવ્યુ’.
66
“ કાકાજી ! ત્રીજી મહેનત જાવા દ્યો ! આપણી જસુનું દિલ ધમ્મિલમાંજ પાવાયું છે. એજ રગમાં રંગાયું છે. તેને મન એ એકજ ગમેલ છે.
66
દીકરીનું મન જો ત્યાં માનતું હાય તા એ ધમ્મિલકુમારને તમે જોયા છે ? સુરેંદ્રદત્તશેઠનુ ઘર તેા માતખર કહેવાય છે. ” ધનદત્તા યશેાતિની માતાએ સુમતિની વાતમાં અનુમતિ આપતાં શેઠને કહ્યું.
“ એ ઘર પણ સારૂ છે, ધમ્મિલ પણ હાંશિયાર છે અને ભણેલા ગણેલા છે. ન્યાતજાતમાં પણ સુરેંદ્ર શેઠના સારા માન મરતએ છે.”
“ તા પછી જો દરેક રીતે યાગ્ય હેાય તે જોષીને શુ પૂછ્યુ? રાત દિવસ દીકરી એને રટી રહી હાય ને આપણે વિલંબ શા માટે કરવા ? એક બે દિવસમાં જ નક્કી કરી નાંખેા. ”
Page #75
--------------------------------------------------------------------------
________________
યુગલ.
૫૩
“ઠીક છે. હું આજેજ સુરેંદ્રશેઠને ઘરે જઈ ચોક્કસ કરી તને સાંજના ખબર આપીશ.” તેમ કહી શેઠ બહાર ગયાસુમતિ પોતાને ઘરે ગઈ અને યશોમતિની માતા ઘરના કામકાજમાં ગુંથાણી.
પ્રકરણ ૧૦ મું.
યુગલ, ” સંધ્યા સમય હજી હમણાંજ વ્યતિત થયેલ છે. નિર્મળ આકાશમાં વિધુકરની આસપાસ પરિભ્રમણ કરતા તારાઓ ઉભરાઈ રહ્યા છે, ચાંદનીના અમૃતને વરસતાં શિતળ કિરણે જગત ઉપર ધીરે ધીરે પ્રસરી રહ્યાં છે. એ ચાંદનીનાં તેજને આનંદ અનુભવતી યુવતીયુગલમાંની એક યુવતીએ મધુર હાસ્ય છોડવું. “સખી ! તારૂં મુખચંદ્ર-ચંદ્રવદન એવું તો સુંદર લાગે છે કે તે જોઈને આ ચંદ્રબિચારો શરમાઈને આકાશમાં જતો રહ્યો.”
આ સુંદર રજનીચંદ્રનાં શિતળ કિરણોને સ્પર્શ ચંદનથી પણ અધિક સુખશાંતિ આપે છે.
છે અને તેથકી પણ અધિક સુખકર સ્પેશ એક બીજી વસ્તુનો છે. સખી ! તે તને આજે બરાબર સમજાશે. જેજે. હોશિયાર રહેજે. જે સુખની અણમેળ ઘડી માટે રાત્રિદિવસ તું તલસતી હતી તે ઘડી હવે આવી પહોંચી છે. ”
“અહો ! સખી સુમતિ ! શું થશે ! મને તો બીક લાગે છે; દિલ તો ધડક ધડક થાય છે. જાણે બોલાતું નથી, અરે, સહેવાતું એ નથી. બધું શું હશે ? ”
સર્વ કેાઈ બાળાઓને પરણ્યાને પ્રથમ દિવસે એમજ થાય છે. નવીન સમાગમ નવીન ઉગતા થૌવનના એ અણમેલ ૯હાવા મુંગે મુંગે અને ધડકતે હૈયેજ લેવાય છે.”
વાર્તારસમાં લીન બનેલી એ સખીઓ યશેમતિ અને સુમતિ હતાં. સુમતિએ ધનવસુ શેઠને મિલકુમારની ભલામણ કરેલી -
Page #76
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર.
અને યમતિની માતાએ અનુમોદન આપવાથી ધનવ શેઠ તર- - તજ સુરેંદ્રદત્તના મકાને ગયા. ત્યાં શેઠની સાથે વાત કરીને વેવિશાળાનું નક્કી કરી તરતજ ધમ્મિલને તિલક કરી શ્રીફળ આપ્યું. લગ્નના દિવસ જેવરાવી શુભ દિવસે બને ઘરે વિવાહના ઓચ્છવ માંડયા. વર કન્યા એક બીજાને ત્યાં જમવાને મિષે જવા આવવા લાગ્યાં. આંખેથી, હાવભાવેથી, જેવાથી, અરસપરસ સ્નેહ વૃદ્ધિ પામવા લાગે. સ્વજન કુટુંબીજનો સાજન માજનમાં અભિનય વસ્ત્રો પહેરીને મહાલવા લાગ્યા, ટુમ્બિક સ્ત્રીઓ લગ્નના દિવસોમાં ધવળ ગીત ગાવા લાગી. વરના સમવયસ્ક સ્નેહીઓ-મિત્રો પ્રિયાના ઉપાલંભ પૂર્વક મીઠી મશ્કરીરૂપ પુષ્પાંજલિ અર્પવા લાગ્યા. કન્યાની સાહેલીઓ કન્યાને વરના ઓઠાપૂર્વક પજવવા લાગી. એવી રીતે વરકન્યાઓને લગ્નના દિવસોમાં એ મીઠી પજવણીઓના ઉંડાણમાં પણ ભવિષ્યના સુખનાં છમકલાં પ્રત્યક્ષ થવા લાગ્યાં. એમ દિવસ જતાં લગ્નનો દિવસ આવી પહ; અને તે દિવસની ધામધુમ તે બેહદ વધી પડી. બંને ધનવંત હતા. એક એક ફરજંદવાળા હતા. આ અવસર બીજી વખતે આવવાનો સંભવ ઓછો હોવાથી વિવાહમહોત્સવમાં શું ખામી રહે?
મોટી ધામધુમથી લગ્નની અણમોલ ઘટી પસાર થઈ ગઈ. દૂધમાં સાકર પડી ગઈ. વર અને વધુની લગ્નગાંઠ આજન્મપર્યત એજ્યમય–વામય મજબુત થઈ ગઈ. કન્યા પરણીને સાસરે આવી. વરની માતાએ વરકન્યાને પંખી લીધાં. એવી રીતે વરઘડીયા પર ણીને ઘરે આવ્યાં. પરણ્યા પછીનો આજે પહેલો દિવસ હતો. યશેમતિ એકલી મુંઝાય નહિ માટે સુમતિ તેની સાથે આવી હતી. હમણાં આપણે જોઈ ગયા છીએ કે નિશાએ પોતાના પ્રભાવની શરૂઆત કરી હતી અને નિશાનાથ પ્રેમીયુગલોનાં દિલ મન્મત્ત બનાવી રહ્યો હતો.
દિવાનખાનાને વિશાળ ઓરડે તે જમાનાની ઉંચ કારીગરીના નમુનાને આભાસ કરાવતા હતા. ભિન્ન ભિન્ન ખુરશીઓ, સેફાઓ, સુંદર છત્રીપલંગ વિગેરે બરાબર વ્યવસ્થિત હતાં. નજીક એક સુંદર ટેબલ ઉપર મોટા સ્વર્ણમય થાળમાં પુષ્પ તથા
Page #77
--------------------------------------------------------------------------
________________
યુગલગુચ્છાઓ તથા માળાઓ પડેલી હતી. બીજા ટેબલ ઉપર નવીન યુગલને પ્રથમ દિવસના લહાવા લેવાને માટે ઉચ્ચ જાતિના અત્તરથી મિશ્રિત ગુલાબજળની પીચકારીઓ મૂકવામાં આવી હતી. તેમજ અત્તરની શીશીઓ પણ રાખવામાં આવી હતી. ત્રીજા મનહર ટેબલ ઉપર વિશાળ થાળમાં અનેક જાતિના તાજા મેવાની બદામ, દ્રાક્ષ, પસ્તાં, અંજીર જેવી અનેક વાનીઓ હતી. ચોથે પકવાન એક થાળ બરછી, જલેબી, ઘારી, સુત્રફેણી, મગજ વિગેરે ઉત્તમ અને તાજી મીઠાઈઓથી ભરેલો મુકવામાં આવ્યા હતા. પાંચમા થાળમાં પાન સેપારી, કાથો ચુ, એલચી, લવીંગ, વરિયાળી, ચૂર્ણ, ધાણા વગેરે મુખવાસની ચીજે હતી. તે સર્વે હકીકત સુમતિ યશામતિને સમજાવતી હતી.
સુમતિ યમતિની પ્રાણપ્રિય સખી અને સગપણના સંબંધવાળી નામ પ્રમાણે જ ગુણવાળી હતી. જો કે યમતિ જેવી તે ગર્ભશ્રીમંત નહોતી, છતાં સાધારણ રીતે તેનો પિતૃપક્ષ અને સ્વસુર પક્ષ ઠીક હતાં. તે યશોમતિથી લગભગ બે વર્ષ મોટી હતી. ટુંક મુદતમાંજ પરણીને સાસરે ગયેલી હોવાથી દુનિયાના રંગ રાગના અનુભવવાળી હતી. તેનો પતિ પણ વિદ્વાન, ધર્મનિષ્ઠ અને ગુણસંપન્ન હતો. બનેમાં સ્નેહ બીજના ચંદ્રની જેમ વચ્ચે જતો હતો, ટુંકમાં સુમતિને શ્વસુરપક્ષમાં વર અને ઘર અને પોતાને અનુકૂળ હતાં.
ધમિલને આવવાનો સમય થવાથી સુમતિએ યશેમતિની રજા લીધી. “સખી ! જસુ ! હું જઈશ હવે ! જે આ સર્વે ચીજેને ઉપભગ તમને બન્નેને સુખ થાય તેમ તમારે મરજી મુજબ કરવાનો છે.” ભગની વસ્તુઓના થાળ તરફ આંગળી બતાવતી સુમતિ બેલી અને તરત જ ત્યાંથી નીકળી સને મળી ભેટીને પતાને ઘરે આવી.
એકલી પડેલી યમતિ આમ તેમ આંટા ફેરા ફરવા લાગી. દિવાનખાનામાં અનેક દીવાઓ પ્રકાશ આપી રહ્યા હતા. ક્ષણમાં તે પ્રકાશને જોતી, તે ક્ષણમાં બારી આગળ ઉભા ઉભા ચાંદનીનાં અમૃત ઝરતાં કિરણોને નીરખતી. જરા ખડખડાટ થતાં ચમકતી.
Page #78
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર “એ આવ્યા. એ શું બેલશે? એ શું વાત કરશે?” વિગેરે અનેક સંક૯પ તેના ધડકતા હૈયામાં ઉંપન્ન થતા હતા. વળી આરામર ઉપર પડીને પુસ્તક વાંચતાં પણ આજના સુવર્ણમય રળિયામણાં દિવસે તેમાં દિલ ક્યાંથી લાગે? અમથી અમથી ગુલાબજળની પીચકારી ભરીને છોડવા લાગી. આમ પિચકારી મારીને હું એમને ગભરાવી દઈશ.” “પુષ્પને જેસથી લગાવીને મારું બળ બતાવીશ.” એમ બોલતી વળી પુષ્પના ગુચ્છા સાથે રમવા લાગી. વળી બારીએ ઉભી ઉભી ચંદ્રના કિરણે સાથે વાત કરવા લાગી.
ધમિલ પિતાના આપ્તમંડળમાંથી પરવારીને ઝટ પ્રિયાના મંદિરમાં આવ્યું. પ્રિયા શું કરે છે? તે જોવાને ઘણાજ ધીમા પગલે ઉપર આવ્યું તો પ્રિયાને ચાંદનીના ચળકાટમાં મુગ્ધ થયેલી ઈ. બોલતાં બોલતાં જાણે શ્રમિત થતી હોય તેમ તેણીના ચરણ કંપવા લાગ્યા. ધમ્મિલે તેણીની આંખો ઉપરથી પોતાનો હાથ લઈને તેણુંને ભુજધયયુગળમાં દબાવી દીધી.
શરૂઆતમાં યશામતિ શરમાણ પણ શરમ છોડાવનાર પછવાડે ત કોમેદવ અત્યોર સાક્ષાત્ તેના પડખામાં હતો. અકીત હતા. ના ગોપગની સર્વે સામગ્રી હાજર હતી. “તમે આવ્યા હાશ”. બોલતાં બોલતાં જાણે શ્રમિત થતી હોય તેમ તેણના ચરણ કંપવા લાગ્યા. ધમ્મિલે તેની આંખો ઉપરથી પોતાનો હાથ લઈને તેણુંને ભુજયયુગળમાં દબાવી દીધી.
શરૂઆતમાં યશેમતિ શરમાણી પણ શરમ છોડાવનાર પછવાડે પડ્યો હોય, ત્યારે શરમ ક્યાં સુધી ચાલી શકે વાર? એ ધડકતું હદય, એ કંપતા ચરણ, એ ઉછળતું મન, એ શરમાળ આંખે સર્વે શાંત થઈ ગયું. એ પરણ્યાની પહેલી રાત્રિ અનેક પ્રકારની ભગોપગ વસ્તુની સેવા કરતાં સુખમાં વ્યતીત થઈ ગઈ. ત્યારપછીની એવી કેટલીએ રાત્રિઓ તેમની સુખમાં પસાર થઈ ગઈ.
Page #79
--------------------------------------------------------------------------
________________
પરિવર્તન..
પ્રકરણ ૧૧ મું.
પરિવર્તન. દસ્તી ભાઈ બંધી, કઈ કામ નહિ આતા,
સચ્ચ કહા ય આખીર, કોઈ કામ નહિ આતા.” સમયની ગતિ વિચિત્ર છે. માણસનાં ભાગ્ય પણ જગતમાં તેવાં જ છે. આજે જે અમીર હોય છે તે કાલે ફકીર થઈ રખડતા હોય છે, એક દિવસ સિંહાસન ઉપર આરૂઢ થઈ ગર્જના કરતા પુરૂષને સમયને બળે ભીખને ટુકડો પણ મળતો નથી. જગતની એ ક્ષણભંગુર પણ અવિચળ સત્તા પ્રાણીઓની ઉપર એવી તે. ચાલી રહી છે કે તેની આગળ પ્રાણી લાચાર લાચાર થઈ જાય છે. વાસુદેવ, બળદેવ અને ચક્કી જેવા સમર્થ પુરૂષો પણ વિધિની એ અચળ સત્તાને મહાત કરવાને શક્તિવાનું નથી. પરિવર્તન એ જગતને ગુણ છે. કાળે કરીને કાંઈને કાંઈ નવીન બન્યાંજ કરે છે. જેથી આજે હોય છે તેનાથી આવતી કાલે જગતમાં જુદું જ દેખાય છે. ભાવીના એ અગમ્ય ભેદ માનવીની અલ્પશક્તિથી કળી શકાય છે?
ધમિલકુમાર અને યશેમતિનાં લગ્ન થયાને કેટલાક દિવસે પસાર થઈ ગયા. અનુક્રમે ઘસ્મિલનું ચિત્ત ધર્મમાર્ગ તરફ વળવાથી સંસારની મેજમજાથી તે વિરક્ત થઈ ગયે. યશામતિનેએક વખતની પિતાની પ્રાણાધિક પ્રિયાને પણ તે હવે ભૂલી ગયે. પ્રતિદિવસ સામાયિક પ્રતિકમણ વગેરે ધાર્મિક ક્રિયાઓમાં રક્ત રહે ને બ્રહ્મચર્યવ્રત પાળવામાં ઘણો જ સાવધ રહે, તેમજ પોતાની પ્રિયાના પરિચયથી પણ હંમેશ અળગો રહે. વળી પોતાનાથી ઉચ્ચ ગુણાધિક સાધમી બંધુએ જે હંમેશ પિષધ, પ્રતિકમણ, તપ, જપ કરનાર એમના સહવાસમાં રહે અને સંસારના દરેક પાપમય વ્યાપારકાર્યથી પિતે દૂર ને દૂર રહે. પાપથી ડરીને ધંધામાં પણ ધ્યાન આપતાં ડરે. એ ધર્મરસિક ધમ્મિલ ધર્મકાર્યમાં જ અધિકપણે ધ્યાન આપવા લાગ્યો.
Page #80
--------------------------------------------------------------------------
________________
પસ્થિત કસાર
પોતાના પતિનુ ચિત્ત અલ્પ સમયમાં ધર્મ માર્ગ તરફ વળેલુ અને પતિએ પેાતાને તજેલી જોઇ યશેામતિનું ચિત્ત હંમેશાં ઉદાસ રહેવા લાગ્યું. તે પતિને લેાભાવવાની ખાતર અનેક પ્રકારના રંગરાગ અને વસ્ત્રાભૂષણથી અલંકૃત થઈને હાવભાવ કરવા લાગી. પણ તેને કયાં ખબર હતી કે તેના પતિ તેા વેરાગ્યના માર્ગ તરફ ઢળેલા હતા. તેના માયાભરેલા પ્રપંચ સર્વે વ્યર્થ હતા. આથી તે નિરાશ થઇ ગઇ, અને પેાતાના વિપરીત ભાગ્યની નિંદા કરતી એ સતી વિધિની અચળ સત્તાને વશ થઇને રડી પડતી. જે એકદિવસ પતિ ઉપર પોતાની અવિચળ સત્તા ચલાવીને તેના દિલનુ સામ્રાજ્ય ભાગવતી હતી તે આજે એ વિરક્ત પતિની નજરમાં પાપના પુંજ સમ, મળમૂત્રથી ભરેલી અને દુર્ગતિમાં લઇ જવાને તી સમાન લાગતી હતી. આજસુધી જે ધમ્મિલનું ચિત્ત પ્રિયામાં પ્રતિબદ્ધ થયુ' હતુ. તે હવેથી પ્રભુમાંઅનંત શક્તિવાન પરમાત્માની અનંતશક્તિમાં–મુક્તિના સુખમાં તન્મય અન્યું હતું; તેથીજ યશેામતિનાં મૂલ્ય આજે ઘટી ગયાં હતાં.
૫
જ્યારે પાતાના સાધી ધુએથી તે એકલા પડતા ત્યારે પેાતાના એકાંત ખંડમાં ધાર્મિક પુસ્તક વાંચી મનની ધારાને ધર્મના રસથી પાષિત કરતા હતા, અથવા તેા પ્રભુના ધ્યાનમાં એકાગ્ર ચિત્તવાળા થઈને તેની સાથે તદ્રુપ બની જતા હતા. સાક્ષાત્ વૈરાગ્ય રસની પ્રતિમા સ્વરૂપ એ ધમ્મિલ ધર્મમાં એક ચિત્તવાળા થઇને હવે સાંસારિક પ્રસંગેા ભૂલી ગયા હતા.
એક દિવસ યશામતિ પેાતાનું આત્મબળ એકઠું કરીને ધમ્મિલ પેાતાના એકાંત ખંડમાં શાસ્ત્રનું અધ્યયન કરી રહ્યો હતા. અધ્યાત્મજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યો હતા ત્યાં આવીને ઉભી રહી. કેટલીકવારે જ્યારે ધમ્મિલની નજર તેનાપર પડી, ત્યારે શાંતભાવથી તેણીને સમજાવવા માંડયું. “ યશામતિ ! તું આજે અહીંયા કેમ આવી ?
'
,,
“ શું અહીંયા આવવા જેટલા પણ મને હુ નથી. નાથ ! હું આપની સ્ત્રી છું, રાત દિવસ આપના સહવાસમાંજ રહેનારી છું. એ શું આપ નથી જાણતા ? ” યશામતિએ કહ્યું.
“ ખરાબર છે. અત્યારે હું આત્મહિતની પ્રવૃત્તિમાં છુ. ધ્યા
Page #81
--------------------------------------------------------------------------
________________
પરિવતન. નમાં છું. હાલમાં તે તું જા. કુરસદે હું તારી વાત સાંભળીશ.” ધમ્મિલે સરલ હૃદયે કહ્યું.
ક્યાં જાઉં ? સ્વામિન્ ! તમને છોડીને ક્યાં જાઉં? આપ પણ મારી સાથે ચાલે. ચાલ ઉપવનમાં આપણે જળક્રીડા કરીએ! અને માનવજન્મના મેઘા લહાવા લઈએ. ”
જળક્રીડા ! એ તો એકેંદ્રિય જીવોને પીડા; પુણ્યવંત માણસને એમ કરવું શું ઉચિત છે કે ? નાહક એ અપકાયના જીની વિરાધના આપણે શામાટે કરવી જોઈએ વારૂ?”
ઠીક ! ચાલો ત્યારે ઉજાણ કરીએ. સારાં સારાં ભજન આપણે સાથે બેસીને આજ તે ઘણું દિવસે આરોગીએ. દિલની આગ શાંત કરીએ. ” યશોમતિએ કહ્યું.
ઉજાણી કરી, ખાવું, પીવું એ કાંઈ જિનેશ્વર ભગવંતને ધર્મ નથી. ભગવંતે આંબિલ, ઉપવાસ પ્રમુખ તપ કરીને અણુહારી પદ પ્રાપ્ત કરવાને ઉપદેશ કરેલો છે. ” .
ઠીક ત્યારે ઉત્તમ વૃત, શાક, પકવાન્ન વગેરે ભેજનનો થાળ અહીંયાં લાવું! આપણે સાથે બેસીને હેતપ્રેમથી આરોગીએ.”
એવાં ધૃત, શાક વગેરે મેં નિયમમાં ધાય નથી, માટે તું તારે એકલીજ તને ઠીક લાગે તેમ કર, મને તેમાંનું કશું ખપશે નહીં.”
“ એમ........... આ કનકાવળી, રત્નાવળી, નવસેરે હાર આપણું ભંડારમાં છે તે આજે તે મને પહેરાવીને બરાબર શણગાર સજાવે ત્યારે !”
“ સંસારમાં એ બધું મેહનું પ્રાબલ્ય છે. એવા હાર પહેરવાથી શું ? એના કરતાં તો સૂત્રની માળા , અને નવકાર ગણે, જેથી અનેક ભવાંતરમાં બાંધેલું આત્માનું દુષ્કર્મ સર્વે દૂર ટળે અને તમારૂં મનોવાંછિત ફળે.”
પોતે જે જે ચીજની માગણી કરે, પતિનો જવાબ એથી ઉલટેજ મળે, જેથી આશાના હિંડોળે ઝુલી રહેલી યમતિ કેટલું
Page #82
--------------------------------------------------------------------------
________________
ધમ્બિલ કુમાર... - સહન કરે? કમળના ફૂલસમ નાજુક હદય એકદમ રડી પડ્યું. આંખમાંથી અસ્મલિત અશ્રુની ધારા વહેવા લાગી. પતિના ચરણમાં ઢળી પડી. તેના બનને ચરણ પકડી રડતી રડતી વિનંતિ કરવા લાગી. “હા ! સ્વામિન ! આપ વૈરાગી થઈ શું મારે ત્યાગ કરશે ? આ નિરપરાધી અબળાને કેને આધારે મૂકશે?”
“પ્રભુને-અનંતશક્તિવાન પરમાત્માને આધારે! જે તારા અને મારા સરખા અનેક ભક્તોના ઉદ્ધારનાર છે–સર્વશક્તિમાન છે.”
“એ પ્રભુને આધાર તે વૃદ્ધપણામાં-સાધુપણામાં કામ લાગે, જગતમાં તે સ્ત્રીને સાચો આધાર પતિને છે.”
“નહીં, એમ કહે કે આખરે તે તને મને ને સારી આલમન જીને સાચો આધાર એક પરમાત્માનો જ છે. ભકતને સંસારથી પાર ઉતારવાને પરવાને ખુદ એને પિતાનો છે.”
સ્ત્રીને પતિ એજ પરમાત્મા હોય છે. શાસ્ત્રો પણ કહે છે કે પત્નીને પતિ એકજ પ્રભુ છે. હા ! પ્રભુ! પ્રભુ ! મારો હાથ ઝાલો ! મને ના તજે ! ના તજે !”
સ્ત્રી એ તો મેહમાયાનું સ્થાન છે. ધર્મના સરિયામ માર્ગમાં અંતરાય કરનારી છે. હું એક ત્યાગી વૈરાગી, કહે તને શું કરું? તને કેવી રીતે સ્વીકારું?”
અરે! મારે સ્વીકાર કરીને ગૃહસ્થપણે તમે ભગવતે કહેલા શ્રાવકધર્મનું આરાધન કરશે તો હું તમને અંતરાય નહીં કરું ! નાથ! જરા મારી સામે નજર કરે! આ આશાભરેલા મારા વન ઉપર જરી દયા કરે ! શા માટે દેવસમાં એ અણમોલ ભેગને તજે છે ?
ભેગે એ તો રેગોને કરનારા છે. વિષય એ વિષરૂપવૃક્ષ ને વધારનારા છે, દુર્ગતિને આપનારા છે. એવા વિષયોને તજી વિતરાગ એવા પ્રભુને ભજ અને તારા આત્માનું કલ્યાણ કર.”
“હા ! હતાશ! મારૂં બચેય જુદું છે. પતિનું ધ્યેય જુદું છે. આ દુખિયાનું જગતમાં કેણ છે?” એમ બોલતી યશામતિ આખરે
Page #83
--------------------------------------------------------------------------
________________
પરાવર્તન.
- હૃદય ભગ્ન થવાથી મૂછિત થઈ ગઈ. અને આસ્તેથી એક ચીસ નંખાઈ ગઈ. ધમ્મિલ તે બેબાકળા થઈ ગયા. સુમતિ પ્રમુખ તેની સખીઓ અચાનક આવેલી જે બહાર ઉભી ઉભી આ સંવાદ સાંભળતી હતી તે અંદર ધસી આવી. સુમતિએ યમતિના મસ્તકને પિતાના ખોળામાં લઈને પવન નાખવા માંડ્યો, બીજી સખી જળ લાવીને તેના મુખ ઉપર નામવા લાગી; તથા બીજા પણ મૂચ્છના ઉપચાર કરવા શરૂ કર્યા. ધમ્મિલને નિરાંત વળવાથી તે ત્યાંથી ઉઠીને બીજા ખંડમાં ચાલ્યા ગયે.
અલ્પ સમયમાં યશેમતિની મૂર્છા વળી અને તેણીએ પોતાની આંખ ઉઘાડીને જોયું, તે પોતે એક મોટા વિશાળ છત્રપલંગ ઉપર પડેલી હતી. સુમતિ તથા બીજી બે ચાર સખીઓ તેની બન્ને બાજુએ બેસીને શાંતિના ઉપચાર કર્યા કરતી હતી. તેણે સુમતિ સામે જોયું, બીજી સખીઓ તરફ જોયું અને એક નિઃશ્વાસ મૂક, પાછી આંખ મીંચી દીધી બંધ કરી દીધી.
“સખી ! તારે અને પતિને કેમ છે? બરાબર બન્ને વચ્ચે પ્રેમ છે કે એની કાંઈ જુદીજ નેમ છે?” સુમતિએ યમતિને ભાનમાં આવેલી જાણીને પૂછયું.
સુમતિ ! એ વહી ગયેલા ચાર દિનના ચટકા પાછળ ઘોર અંધારી રાત છે, પાર્વતીને શંકરની જેમ છે.”
એટલે?” સુમતિએ વિશેષ ખુલાસો જાણવાને ફરીને પૂછયું.
એટલે એ કે પાર્વતી ભાવતાં ભેજન માગે તો શિવ આકડાનાં ફળ મંગાવે, સંગની પ્રાર્થના કરે તો એક પગે ધ્યાન ધરવામાં લીન થઈ જાય, આભૂષણ, અલંકાર પહેરાવવાની ઈચ્છા કરે તો પોતાના શરીર ઉપર લટકતા બે ચાર સર્પ બતાવે આપે. અત્તર કુલેલથી પાર્વતીજી વિલેપન કરવા ચાહે તો પિતાની પાસે રહેલી ભસ્મ આપે. મેટાં મંદિર માગે, તે પિતાની નિવાસભામ
સ્મશાન બતાવે. આવા પતિથી લજાતી એ અનાથ દુઃખિણું પાર્વતી કુવે પડીને પણ પોતાનું દુઃખ સમાવી શકતી નથી.” યમતિએ નિરાશ થતાં કહ્યું.
Page #84
--------------------------------------------------------------------------
________________
દર
ધસ્મિલ કુમાર, , - - અહ? આટલું બધું વિપરીત થઈ ગયું. તારે ધણું ક્યારને આવો વિરક્ત થઈ ગયે.” સુમતિએ આશ્ચર્ય દર્શાવ્યું.
એવી રીતે કેટલીક વાર સુધી એ સંબંધી વાતચિત કરીને યશોમતિ સંપૂર્ણ સાવધ થયા પછી સુમતિ પ્રમુખ સખીઓ તેની રજા લઈને ઘરે જવા નીકળી. સુમતિએ ઘરે જતાં પહેલાં ધમ્મિલની માતાને–સુભદ્રા શેઠાણીને સર્વ હકીક્તથી માહિતગાર કરીને સખીઓ સાથે તે પિતાને ઘેર ગઈ.
પ્રકરણ ૧૨ મું
માતાપિતા. સાંભળે છે ને, આપણું ધમ્મિલની ગામમાં લેક વાતે કરે છે તે?” એક દિવસ સુભદ્રા શેઠાણી સાંજના જમી પરવારીને નિરાંતે શેઠની પાસે બેઠાં હતાં ત્યારે તેમણે વાર્તાની શરૂઆત કરી.
કેમ શું છે વળી? છોકરામાં કાંઈ કહેવાપણું આવેલ છે કે શું?” શેઠાણની વાત સાંભળીને સુરેંદ્રદત્ત શેઠ ચમક્યા અને શેઠાણીને પૂછયું.
કહેવાપણું શું? લકે તે એની હાંસી કરે છે. સંસારના આચારવિચારમાં જરાય સમજતો નથી. નીતિવ્યવહાર પણ જાણતો નથી. અત્યારથી વૈરાગી થઈને વહુને પણ તજીને બેઠે છે ને રાત દિવસ એકલી અટુલી યશોમતિ મનમાં ને મનમાં મુંઝાયા કરે છે.”
એટલું બધું શા માટે ? અત્યારથી વૈરાગ્ય થવાને તેને શું કારણું મળ્યું? રાત દિવસ એને સુખમાં રમત જાણીને વ્યાપારમાં પણ એને હું જડત નથી, કેમકે હમણાં પરણ્યો છે તે ભલે એ સુખમાં પિતાને કાળ વ્યતીત કરે.”
એ બધું તમે મનથી કહે છેને? આજ કેટલાય દિવસથી વહુને ત્યાગ કરીને તે છોકરે બેઠો છે. રાત દિવસ પષધ પ્રતિક્રમણ વગેરેમાં
Page #85
--------------------------------------------------------------------------
________________
માતાપિતા ' રક્ત રહે છે. વૈરાગ્યના રંગમાંજ રંગાયેલા રહે છે. મને ભય લાગે છે કે એ છોકરો નક્કી સાધુ થઈ જશે, સમજ્યા?”
“તું તે છોકરાનાં બહુ વખાણ કરતી હતી, રેજ ઉઠીને તેના ગુણ ગાયા કરતી હતી ને આજે આમ કેમ વારૂ?”
એ વખાણ ખીચડીજ આજે દાંતે વળગી છે. આવા મોટા ઘરને ભાર પુત્ર વગર કોણ ઉપાડશે ? એથી પુત્ર નહોતો ત્યારે પણ દુ:ખ થતું હતું. આજે છતે પુત્રે પણ મને શાંતિ નથી. ”શેઠાણીએ ધમ્મિલ માટે બળાપ કરવા માંડ્યો. “ જલદી એને ઉપાય કરે, નહિ તે એ છોકરે ઘરમાં રહેવું પણ મુશ્કેલ છે.”
ઠીક છે, તેને ઉપાય પણ કરવામાં આવશે. ”શેઠ બોલ્યા.
“ મારો તો વિચાર એવો છે કે એને જુગારીઓના ટોળા ભેગો રાખવે, જેથી એને વૈરાગ્ય બધે જતા રહેશે, અને સંસારમાં ફસાશે.”શેઠાણીએ પુત્રને ઠેકાણે લાવવાને રસ્તો બતાવ્યું.
સાતે વ્યસનમાં ઘુતવ્યસન એ મોટામાં મોટું પાપ છે. ગુણું પુરૂષોના ગુણનો ઘાત કરનારૂં છે. માંસના પ્રસંગ મનુષ્યમાં દયા હોતી નથી, મદ્યપાની પુરૂષના યશનો નાશ થાય છે. વેશ્યાની સબતે કુળનો ને લક્ષમીને ક્ષય થાય છે, અને હિંસા-શિકારથી ધર્મનો નાશ થાય છે. ચોરી કરનારને મરણનો પ્રસંગ પ્રાપ્ત થાય છે ને પરદારા એ સર્વનાશની નિશાની છે. જુગટીઆની સેબતે ધનનો નાશ પ્રત્યક્ષ છે, દરેક વ્યસને એક બીજાથી અધિક અધિક નાશ કરનારા છે. એ તે એલામાંથી નીકળીને ચુલામાં પડવા સમાન છે. જુગારના પ્રસંગે મહામતી નળરાય દમયંતીને તથા રાજ્યસાહબીને પણ હારી ગયા. મહાસમર્થ પાંડ રાજ્ય તો હારી ગયા પણ
પદીને પણ પણમાં મૂકીને હારી ગયા ને રાજ્ય તજી વનવાસી થયા, માટે ઉચ્ચ અને સમજુ જનેને નીચ જુગટિયાની સંગત કરવી એ અઘટિત છે.” શેઠે પોતાના વિચારને વિરોધ દર્શાવ્યું.
પણ છોકરાને એવી હલકી સોબત વગર સુધાર મુશ્કેલ છે, ત્યારે તેનું ચિત્ત ઠેકાણે કેવી રીતે આવશે? તે સુધશે
Page #86
--------------------------------------------------------------------------
________________
ધઝિલ કુમારએટલે આપણે ત્યાંથી તેને ખેંચી લેશું-હલકી પ્રવૃત્તિમાંથી અટકાવશું.” શેઠાણીએ અભિપ્રાય આપ્યો.
“એ બધી વાત છે પણ કાંઈ બની શકે નહિ ઉચ્ચ પણ નીચની સંગતથી નીચ થાય છે. તેનો નાશ થાય છે. સાંભળ, પૂર્વે હંસને કાગડાની સેબત થઈ. એક દિવસ હંસ અને કાગડો એક મેટા વટવૃક્ષની ડાળ ઉપર બેઠા હતા, ત્યાં કાગડે વિષ્ટા મૂકીને ઉડી ગયે. એ વિષ્ટા નીચે બેઠેલા રાજા ઉપર પડવાથી રાજાએ ઉચે નજર કરી તે સફેદ કાગડે દેખે. તરતજ રાજાએ પેલા સફેદ કાગડા ઉપર બાણનું અનુસંધાન કર્યું. એટલે આ સફેદ કાગડે તરફડતે. નીચે પડ્યો; રાજાએ પોતાના પરિવારને કહ્યું “જે આ સફેદ કાગડો?” રાજાનાં વચન સાંભળીને તરફડતો હંસ બોલ્ય
નાé જો મહારાગ હંસોડ૬ વિમસ્તે ! નીવસંગાપન, મૃત્યુ ન સંરાયઃ ” | ૨ |
હે રાજન ! હું કાગડે નથી પણ નિર્મળ જળ ઉપર નિવાસ કરનાર હંસ છું, પરંતુ નીચની સબત કરવાથી આખરે હું આ સ્થિતિને પ્રાપ્ત થયે.” એમ બોલતો હંસ મરણ પામે. શેઠે દષ્ટાંતપૂર્વક શેઠાણીને સમજાવ્યું.
“એ બધી વાત તમારી સાચી, પણ છોકરાને સુધારવાને ત્યાં નહિ તે વેશ્યાને ઘેર મૂકવું પડશે, પણ કાંઈક તે તમારે કરવું જ પડશે.”શેઠાણીએ સ્ત્રીહઠ ચાલુ રાખી.
એ હલકી સેબતમાં તે પુત્રને ખોઈ બેસીશ; એટલું નહિ પણ આ આપણું ધન્નસંપત્તિ પણ ખોવાનો સમય આવશે. સમજી, જે સાંભળ. એક દિવસ કોઈ નગરને રાજા અશ્વારૂઢ થઈને નગર બહાર ફરવા ગયા હતા. ત્યાં વક્રગતિથી અશ્વ રાજાને અટવીમાં લઈ ગયે. ભયંકર જંગલમાં ભીલની પાલી નજીક તરૂની શીતળ છાયામાં રાજા ઉભે રહી વિશ્રાંતિ લેવા લાગ્યો. તેવામાં ત્યાં વૃક્ષની ડાળે એક પાંજરું હતું, તેમાંથી પિપટ ઉચ્ચ સ્વરે બોલવા લાગ્ય-“અરે ભલે!
Page #87
--------------------------------------------------------------------------
________________
માતા પિતા: દિડે ! દડે ! આ રાજા આભૂષણે સહિત ઉભે છે, તેને પકડે, લુંટી અને લક્ષમી ભેગા થાઓ.” વારંવાર એમ બોલવાથી ભય પામેલો રાજા એકલો હોવાથી નાઠે; અને તાપના આશ્રમમાં જઈને ભરાણો. ત્યાં કુળપતિના ઘરની નજીક પાંજરામાં રહેલે પોપટ બોલે-“અરે તપસ્વીએ ! ઉઠે, આપણું પુણ્યવશે ભૂલા પડેલા રાજા આપણુ આંગણે આવ્યા છે, તેમની આગતાસ્વાગતા કરો. અવસર ઉચિત તેમની ભક્તિ કરે.” જેથી તપસ્વીઓએ આવીને રાજાની બહુ ભક્તિ કરી. એટલામાં રાજાનું સૈન્ય રાજાને શોધતું ત્યાં આવી પહોંચ્યું. રાજાએ તાપસપતિ-કુળપતિને સુખશાતા પૂછીને કહ્યું કે “ભીલની પલ્લીમાંને પોપટ અને આ પોપટ એમાં કેટલાય આભ જમીન જેટલો ફેર છે? બન્નેની રીતભાતમાં ઘણેજ તફાવત છે. ”
રાજન ! વનના એક વિશાળ તરવર ઉપર એક કીરયુગલ માળે બાંધીને તેમાં રહેતું હતું. તેમના અંગથી ઉત્પન્ન થયેલા અમે બે બાંધવ હતા. માતાપિતાની સાથે એક દિવસ સરોવરની પાળે અમે રમતા હતા, એવામાં પાપી પારધીએ આવીને અમને બન્નેને પકડ્યા. એકને ભીલની પશ્વિમાં વેચે, તે ત્યાં ચરાની સંગતિથી ખરાબ આચાર વિચાર શીખે. મને અહીં વેચે, જેથી સાધુપુરૂધોની સંગતથી હું વિનયાદિક શીખે. હે રાજન ! દુર્જન પણ સજનની પાસે રહેવાથી સર્જન થાય છે. મલયાચલના રહવાસથી લીંબ પણ ચંદનપણને પામે છે.” પોપટે પાંજરામાંથી રાજાને વચમાં ખુલાસો કર્યો.
એ વાત સાંભળી રાજા “સંગત તેવી અસર ને વિચાર કરતા પિતાના સૈન્યસહિત નગરમાં ચાલ્યા ગયે .માટે એવી જુગટિયાની અને વેશ્યાની સોબતમાં છોકરાને મૂકવાનો વિચાર તું છેડી દે. એ નીચ સેબતે કઈ ખાટયું નથી અને આપણે ખાટવાનાં પણ નથી.” શેઠે એ રીતે શેઠાણીને સમજાવી, ને સમય થઈ જવાથી પેઢી ઉપર ચાલ્યા ગયા.
Page #88
--------------------------------------------------------------------------
________________
જમ્મિલ કુમાર,
શેઠાણી એકલા એકલા વિચારમાં પડ્યા કે “નક્કી પુત્રને એના આપે જ બગાડ્યો છે. વળી દુનિયાં તે ગમે તેમ ખેલે, પણ તે દિ જીતાવાની નથી. માટે આપણે તે તેને સારૂ બનતા ઉપાય કરવા જોઇએ. ” એમ વિચારીને માતાએ જુગારી લેાકેાના ટાળામાં પુત્રને અક્કલ હોંશિયારી આવવાને ઉલટ ધરીને મૂક્યા.
જુગારીઓની સામતની ધમ્મિલને તાત્કાળિક અસર થઇ. તેણે પેાસહ પડિકકમણાં વિસારી દીધાં, ભણવા ગણવાનુ મૂકી દીધુ, વૈરાગ્યરંગ બધા ઝાંખા પડી ગયા, એટલું જ નહીં પણ સંસારનો પાશ અને તીવ્રપણે લાગ્યા. જુગારી સાથે રાજ ખેલવું, હસવુ, રમવુ, કામક્રીડા કરવી એજ તેનો રાજનો વ્યવસાય થયા. દુનિયાના અનેક રંગરાગમાં એ ધમી. ધમ્મિલ આસક્ત થઈ ગયા. કાઇદિવસ વનક્રીડા કરે, તેા કાઇદિવસ જળક્રીડા કરે, જુગાર ખેલે વળી વેશ્યાને ઘેર ગીતગાન સાંભળવામાં પણ મશગુલ રહે. એમ કરતાં કરતાં એક દિવસ તે નગરમાં વસંતસેના નામની પ્રસિદ્ધ ધનવાન વેશ્યા રહેતી હતી, તેની પુત્રી ચાસઠ કળાનિધાન, રૂપગુણની ખાણ વસંતતિલકા નામે હતી. નાટ્યકળામાં ને સંગીતકળામાં તેની નિપુણતા અપ્રતિમ હતી. ચંદ્રવદની, મૃગનયની, કુ ંભસ્તની, આદિ અનેક અલંકારિક વિશેષણેાને તે વસંતતિલકા ચાગ્ય હતી, નવીન યોવનના આમ ંત્રણને વધામણાં આપી રહી હતી.
એક દિવસ ધમ્મિલકુમાર મિત્રાની સાથે વસંતતિલકાના મંદિરે ગયા. વસ તિલકાએ કામદેવના અનુજ બંધુ સમાન ધસ્મિ લને આદરમાન આપ્યું; અને તેનો હાથ ઝાલીને ચિત્રશાળા જોવાને લઈ ગઇ. કામના ભાવને ઉત્પન્ન કરનારાં અનેક ચિત્રા જોઇને તેમજ વસંતતિલકાના મનમાહક વિનયવંત વચનો સાંભળીને સ્મિલ લેાભાણેા. મૃગનયનીની આંખના કટાક્ષમાણેાથી વીધાણેા. કમળમાં જેમ ભાગી ભ્રમર લપટાય તેમ વસતતિલકા સાથે તે મેાહમાં પડ્યો. અને તેને મંદિરે રહીને પાંચ પ્રકારના વિષયસુખ પ્રતિદિવસ ભેગવવા લાગ્યા.
GJ
Page #89
--------------------------------------------------------------------------
________________
વેશ્યાને ઘેર.
પ્રકરણ ૧૩ મું.
વેશ્યાને ઘેર, એક નવસુંદર યુવતી પોતાના આલિશાન મકાનની અભિનવ ચિત્રોથી રમણીય ચિત્રશાળામાં નવા નવાં ચિત્રોને જેતી મનને આનંદ પમાડી રહી હતી. ચિત્રો જોતાં જોતાં એક મેટા આરિસા પાસે આવીને તે સુંદરી ઉભી રહી, આરિસામાં પિતાનું વૈવન નિહાળ્યું. એને પોતાનું બાળયવન અભૂત લાગ્યું. અત્યારે ફક્ત તેણીના સુંદર શરીર ઉપર ફક્ત બેજ વસ્ત્ર જણાતાં હતાં, મસ્તકના સપની ફેણ સરખા શ્યામ કેશ કટીથી પણ નીચા રહ્યા છતાં મંદ મંદ પવનની લહેરોથી આમતેમ ઉડતા બંધનમાંથી મુક્ત થયાનો આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. અઢાર વર્ષનું નવીન નઢાનું તારૂણ્ય ખીલેલી ગુલાબની કળીની માફક ખીલી રહ્યું હતું. ખચિત જેનારને તે પ્રથમ નજરે આકર્ષક થાય તેવું સુરમ્ય હતું. “નગરના અનેક યુવાને આ યવનને ઉપભોગ કરવાને અનેક પ્રકારની લાલચેથી લલચાવવા મારી પાછળ ગાંડા થઈ ગયા છે તે ખચિત એગ્ય છે. આ રૂપમાંજ તેઓ અંધ બન્યા છે; પણ કમનશીબ બિચારા ! આ મધુર ચંપાળીની મીઠાશ તો ભાગ્યશાળી ધન્મિલકુમારજ ચાખી રહ્યો છે. મનુષ્ય ભવનાં ઉત્તમ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ પ્રકારનાં સુખ તે જોગવી રહ્યો છે. આજે સકતનાં ફળ તે એજ મેળવી રહ્યો છે. અહો ! પુરૂષ છતાં સ્વરૂપમાં કે મારી પણ સ્પધા કરી રહ્યો છે. મારા ભાગ્યયોગેજ એ મને મળી ગયો છે. હા ! ધમ્મિલ ! ધમ્મિલ! તારામાં મારી પ્રીતિ કેવી દૂધમાં પાણીની માફક, તલમાં તેલની માફક, પુષ્પમાં સુગંધની માફક એકતાર થઈ ગઈ છે તેથી જ હું એક વેશ્યાની પુત્રી છતાં તારી અર્ધાગના–પ્રાણપ્રિયા થઈને તારી દાસી બની છું. રખેને તારા જેવું અણમોલ રત્ન મારા હાથમાંથી–ભાગ્યમાંથી જતું રહે ?” તે નવેઢા બાળા વસંતકુમારી આરિસામાં પોતાનું સ્વરૂપ નિહાળતી અને ધમ્મિલ સંબંધી ઉદ્દગાર કાઢતી વિચારના તોફાનમાં ચઢી હતી.
Page #90
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર.. ત્યાં આયનામાં તરતજ એક બીજું સ્વરૂપ પ્રતિબિંબિત થયું અને તે સુંદરી શરમાણુ–ગભરાણું. ફક્ત શરીર ઉપર ચણીઓ અને કબજો એ બેજ વસ્ત્રો હેવાથી તે એક ખુણામાં છુપાઈ જવાને દેડી; અને આવનારી નવીન વ્યક્તિ પોતાને દેખે નહિ તેમ અંધારે ખુણામાં જઈને ઉભી રહી.
આવનાર વ્યકિટલે વસંતને પ્રાણપ્રિય આશક ધમ્મિલજ હતા. ચિત્રશાળાનાં સુંદર કમરામાં ધમિલ કયારનોય ઉભું રહીને વસંતના વિચાર-હાવભાવ ગુપચુપ જોઈ રહ્યો હતે. એ ઉગતા નવીન સંદર્યની આકર્ષતાના આઘાતમાંથી ધમ્મિલ પોતાના ચિત્તને વશ રાખી શકે નહી અને જ્યારે હૃદય ભેદાયું–વિહ્વળ થયું, પ્રિયા-માશુકને ભેટવાને ટળવળી રહ્યું, એટલે તરતજ તે પછવાડે આવ્યો અને આયનામાં તેનું પ્રતિબિંબ પડયું કે વસંત શરમાણે, ખુણામાં ભરાઈ ગઈ. તેણે તે પોતાને બચાવ કરવાને બસ્મિલની નજરથી દૂર થઈ ગઈ, પણ વસંતની એ નાશભાગ તો ધન્સિલના હિત-સુખને માટે થઈ. ધમ્મિલ પણ પછવાડે પછવાડે ખુણામાં આવ્યો અને આસ્તેથી તેને હદય સાથે ચાંપીને બે. “ખુણામાં એ કોણ ચાર ભરાય છે?”
ખુણામાં ભરાઈ ગઈ તે પણ તમે તો મને પકડી પાડી.” ધમ્મિલના આલિંગનરૂપ બંધનમાં પડેલી કોયેલ સમા મધુર સ્વરે એ મધુરી કોકિલા ટહુકી.
“ઠીક થયું, તું ખુણામાં-અંધારામાં ભરાઈ ગઈ તે !” ધમ્બિલે કહ્યું.
કેમ વારૂ?” પોતાની કેળના ગર્ભસમી એ નાજુક ભૂજલતાએ ધમ્મિલને ગળે વીંટાળતી એ મધુરી વસંત બેલી. - “આશુક માશુકની છાની રમતો તો અંધારામાં જ રમાયને!” ગાલે ચુંબન કરતાં અને બેલતાં ધમ્મિલ હસ્યા, તે સાથે વસંત પણ હસી પડી.
વાહરે તમારી છાની રમત ! પારકા ઘરમાં ભરાઈને આવી જ ચોરીઓ કરતાં શીખ્યા કે? શાહુકાર તે બહુ મજાના છે ! ”
Page #91
--------------------------------------------------------------------------
________________
વેશ્યાને ઘેર. . એ શબ્દો મીઠાશથી ભરપૂર હતા. અંદર એકલે પ્રેમરસ ઉભરાઈ
જતો હતો. બેલનાર અને સાંભળનાર બને એક બીજામાં દૂધમાં સાકરની માફક મળી ગયાં હતાં, સ્નેહ-પ્રેમની અપૂર્વ રમત રમી રહ્યાં હતાં. પ્રણય સમયના હાવભાવભર્યા એ પ્રાણપ્યારીના આશક ઉપરની કુરબાનીના શબ્દો હતાં.
મજાના નહિ તે ગમે તેવા પણ અમારી પ્રાણપ્યારીના તે અમે માનીતા છીએ, સમજીને ! મનમોહિની !” ધમ્પિલે પોતાની ભૂલતામાં દઢ રીતે તેને રાખતાં કહ્યું.
એ વળી તમારી પ્રાણયારી કોણ છે? યશામતિ કે બીજી કેઈ? ” રમણીએ ધમ્મિલની ભૂલતામાં દઢ બંધાતાં અને આંખે સાથે આંખ મેળવીને પ્રેમભર્યો નિ:શ્વાસ નાંખતા કહ્યું.
“ઓય ! એય! તમે તે આમને આમ દબાવીને મારી દેશે મને ! ચાલેને હિંડોળા ઉપર ! જરા વાતો કરીએ ! હું તે ઉભી રહી રહીને થાકી ગઈ હાલા!” વસંતકુમારી બેલી.
“મારી નાજુક ગુલાબની કળી શું કરમાઈ ગઈ? ચાલ ત્યારે હીંડોળે ઝુલીએ.” ધમ્બિલે કહ્યું.
કુમાર વસંતકુમારીને ઉચકીને ચુંબનથી તેને ગાલે મહારછાપ મારતે હિંડોળે આવીને બેઠો અને પ્યારીને મેળામાં બેસાડી હલરાવી માનવજીવનનાં અણમોલ લ્હાવો લેવા લાગ્યો. “હાલી ! જોઈ મારી પ્રાણપ્યારી! જેને હું મનગમત મેમાન છું.” વાત કરતાં કરતાં હિંડોળો પણ જાણે ખુશીથી નૃત્ય કરતો હોય તમ નાચવા લાગ્યા.
“ ના, કોણ એ તમારી માનીતી?” માશુક આશકના શરીરે આલિંગન દેતી બેલી. એ વખતે હાવભાવ-વિલાસ-નયનના ઇસારા પોતપોતાનું કામ કરી રહ્યા હતા, આશક માશુકને દિનદશાનું ભાન ન હતું. બંને હદયે એક બીજામાં મળી જવાને તલસી રહ્યાં હતાં, પુષ્પધવાના તાપથી તપેલાં એ ભાગ્યવંત જીગરો એક બીજામાં મળી જઈ દુનિયામાંથી મળી શકે તેટલું સંપૂર્ણ સુખ મેળવતાં હતાં. માનવનું અણમલ જીવન સાર્થક કરતા હતા.
Page #92
--------------------------------------------------------------------------
________________
મ્મિલ કુમાર:જે ત્યારે આ મારી માનીતી ! જે રાતદિવસ મારા ખેળામાં રમે છે, જેના હૃદયમાં હું રમી રહ્યો છું, જેનું યૌવનરૂપ પુષ્પ હું ચુંટી રહ્યો છું. તે આજ” બોલતાં બોલતાં ધમિલે તેના સાથે માં મેળવ્યું, આંખો મીલાવી, એ રક્તવણીય અધરનું અમૃત આરોગતાં પણ તેને તૃપ્તિ થતી નહતી. . “પ્રાણ! તમારે આવાને આ પ્રેમ હંમેશ રહેશે ને? ક્ષણમાત્ર પણ પ્રભુ તમારો વિગ મને ન કરાવે ! એક ઘડી પણ તમને મારા હૃદયથી હું અળગા કરી શકતી નથી. તમારો વિરહ હું સહી શકતી નથી.” વસંતે કહ્યું : “હદયેશ્વરી! તું તો તારે વેચાણ દાસ જેવો થઈ રહ્યો છું, પણ તારે પ્રેમ તે અંદગીપર્યત કાયમ રહેશે ને? કે વળી મને તું ભૂલી જશે. અને તે ફિકર થાય છે કે તું મને કદાચ છોડી દેશે, તે તારી પિાછળ ઝુરીઝુરીને મારે પ્રાણ જશે. હાલી ! પ્રિયતમે!” માશુકના સર્પની ફણાસમા શ્યામસ્વરૂપ કેશકલાપને હૃદય ઉપર રમાડતાં ધમ્મિલે ગેલ કરતાં કહ્યું.
પ્રાણેશ ! હું તે જીદગીભરની તમારી દાસી છું. તમારા હુકમની તાબેદાર છું. આ વન! આ જીવિત ! આ સંદર્ય ! આ મારૂં સર્વસ્વ શરીર સૌભાગ્ય આપના સુખને માટે છે, આરામને માટે જ છે, આપને આનંદ-સુખ મળે. મનુષ્ય ભવનું ઉચ્ચમાં ઉચ્ચ પ્રિયાનું સુખ આપ ઈચ્છાપૂર્વક ભેગ. ભિન્ન ભિન્ન પ્રકારની પુરૂષને સુખ આપનારી મારી અભિનય કળા આપને માટે જ છે, મારૂં સર્વ કાંઈ છે તે આપનું જ છે. “પ્રિયાએ સ્ત્રીની અદ્દભૂત કળા બતાવી આશકનું દિલરંજન કર્યું.
વહાલી આ બધું તું સત્ય કહે છે કે? તે તો મારા જે કઈ ભાગ્યવંત નહિ હ ? હમણાં તે મારા માતાપિતા પ્રતિદિવસ આઠ હજાર સુવર્ણ મહોર મોકલે છે તેથી બધું ઠીક છે, પરંતુ જ્યારે તે નહિ મેલે અને એ આવક બંધ થઈ જશે, પછી તારા પ્રેમની
'
'
ખબર પડશે.”
“નહિ મેલે તે શું થયું? આપણે અહીં ધનની કયાં કમી
Page #93
--------------------------------------------------------------------------
________________
વેશ્યાને ઘેર.. છે. તમારા પ્રતાપ છે. ખાશું પીશું અને મોજમજા કરશું, છંદગી. પૂરી થાય તો પણ ક્યાં ખૂટે એમ છે?”
આ બધું તું સાચા જીગરથી બોલે છે? જેજે હો મને ઠગતી નહીં.”
“પ્રાણેશ ! તમારા ચરણના સેગન ખાઈને પ્રતિજ્ઞા કરું છું કે જીવનભરની હું તમારી દાસી થઈશ. તમે મને છોડી દેશે તે તમારા વિશે હું ઝુરીઝુરીને મરી જઈશ.
“પણ તારી માતા વસંતસેના કેમ માનશે? દ્રવ્યલોભી તારી મા મારી તરફથી દ્રવ્ય આવતું બંધ થતાં તરતજ તે મને તજી દેશે. મને છોડવાની તને બળાત્કારે ફરજ પાડશે. તે કોઈ બીજા માલેતુજાર સાથે તને પ્રીતિ કરાવશે.”
“જીવિતેશ્વર ! તમારા ચરણના સમ ખાઈને કહું છું કે તમારત સિવાય આ જન્મપતિ મારે અન્ય પુરૂષ ભાઇ બાપ છે. મારી માતાને હું સમજાવીશ. તેમ છતાં એ સમય કદાચ આવશે તો હું તમને તો નહિ જ છોડી દઉં. તમને છોડી દઉં તો સમજો કે મારા જીવિતને છોડી દઉં. મારા જીવનના તે આપ એકજ માલિક છે. આ અનાઘાત પુષ્પના તે આપ એકજે સ્વામિન્ છે.”
“તો તે દુનિયામાં પછી મારા સુખમાં શી મણ રહી ? બસ જીવનભર હું તારો અને તું મારી.” ધમ્મિલે ખુશાલીનાં શબ્દો કહ્યાં.
હા, એમજ” બંનેનાં ચિત્ત કામદેવના મદે ચડીને એક બીજામાં ઝુલી રહ્યાં હતાં. પુખધન્વા અનંગ પ્રચ્છન્નપણે તેની દેરી ચલાવે જતો હતો. અત્યારે એકાંતમાં તેમનાં ચિત્ત અસ્વસ્થ હતાં, વસ્ત્ર અવ્યવસ્થિત હતાં, શરીરનું ભાન પણ ભૂલતાં હતાં, તેટલામાં તે દાદરમાં કોઈનાં ઉપર ચઢવાનાં પગલાં સંભળાયાં. સાથે ઘંટડીને મધુર રણકાર કર્ણ ઉપર અથડાયો અને એ તોફાને ચડેલું યુગલ ચમકયું, કામદેવનું ઘેન ઉતરી ગયું અને નિરાંતે આશકના બાહપાશમાં બંધાયેલી–તેના શરીર સાથે શરીર મેળવીને રહેલી–અભિ-- નય પ્રેમકળાઓથી મસ્તીમાં પડેલી મૃગલી પાશના ફાંસામાંથી. એકદમ છુટી થઈ અને કોઈ ઉપર આવે તે પહેલાં તો અંદરના
Page #94
--------------------------------------------------------------------------
________________
ધમિલ કુમાર ખંડમાં ધ્રુજતી ધ્રુજતી દેડી ગઈ. તેટલામાં તે એક દાસી ઉપર આવીને ધમ્પિલકુમારને સલામ ભરી સામે ઉભી રહી, અને બેલી. “કુમાર ! તમારા ઘરને કે માણસ આવ્યો છે તે તમને મળવા માગે છે.”
“કેણ છે? તે પૂછયું હતું કે શા માટે તે મને મળવા માગે છે?”
“તમારા ઘરને મહેત છે. કહે છે કે તમારા માતાપિતાને સંદેશ કહેવા આવ્યો છું. એક ખબર લાવ્યો છું.”
“ઠીક! જા, તેને અંદર મેકલ. ”
દાસી નીચે ગઈ અને થોડીવારમાં તે માણસ ઉપર આવીને ધામ્મલ પાસે ઉભે રહ્યો. “આપ કેટલાય વખતથી અહીં રહ્યા છો. હવે આપ ઘરે ચાલે તો ઠીક ! તમારા માતાપિતાએ મને તેડવા મેક છે.” - અહીંયાંજ મને ઠીક છે-અનુકૂળતા . મારા માતાપિતાને મારું શું કામ છે?”
માતાપિતાને પુત્રનું કામ કેમ ન હોય ? તમે ઘરે આવીને રહે, અને વ્યાપારધંધામાં પાવરધા થાઓ; તે તમારા માતાપિતા નિવૃત્તિ મેળવીને ધર્મસાધન કરી શકે-પરલોક સાધી શકે.”
“મારા માતાપિતાને કહેજે કે હું હવે ઘરે આવી શકીશ નહિ. મારા માતાપિતા જે મને સુખી જેવાને ઇચ્છતા હોય તે તે સુખ હું અહીં મેળવી રહ્યો છું, ભેગવી રહ્યો છું. હું સુખી હોઉં એથી અધિક મારા માતાપિતાને શું જોઈએ વારૂ?”
તમારી સ્ત્રી રાતદિવસ તમને ઝંખે છે, તમારા વિશે તે ગુરી ઝૂરીને મરે છે.”
મરવા દે! હું અહીંથી આવું તે વસંતતિલકા વગર ગુરી મરું ! મને તે અહીંયાં જ રહેવા દો! મને રૂચે તે કરવા દે ! મારા માતાપિતાને મારા સુખના સમાચાર દેજે અને દ્રવ્ય નિયમિત મોકલતા રહેજો.” ધૃષ્ટ થઈને ધમ્પિલે કહ્યું.
Page #95
--------------------------------------------------------------------------
________________
હાથનાં ક્યાં હૈયે વાગ્યાં.
૭૩ આખરે તમારે ત્યારે આજ જવાબ છે?” મહેતે બોલ્યો. હા, એમાંજ મારા સુખને માર્ગ છે.” તેણે કહ્યું. ઠીક ત્યારે રજા લઉ છું. ”
વારૂ, આવજો ” મહેતો નિરાશ ચિત્તે ઘર તરફ ચાલ્યો ગયે.
વસંત આ બધી વાતચિત સાંભળતી હતી. તેણીનું હૃદય કુમારના આવા જવાબથી ફીદા ફીદા થયું હતું. એ હદયને પ્રેમપ્રવાહ ઉભરાઈને બહાર જતો બતાવવા તે માણસ જેવો નીચે ઉતર્યો કે તરતજ હાવભાવે આંખ નચાવતી, ધમ્મિલને મળવાને તે બહાર ધસી અને ધમ્મિલ પણ અંદરના ઓરડામાં ધો. બનનેનાં હદયે પ્રેમથી એક બીજાને ભેટવાને આતુર થયેલાં તે અધવચમાંજ બન્ને એક બીજાને હર્ષ થી બાઝી પડ્યાં. એક બીજાએ હૈયા ઉપર ચઢેલે જુસ્સો ઉતાર્યો. એવી રીતે ધમ્મિલ અને વસંતતિલકાને સાંસારિક સુખ જોગવતાં કેટલોક સમય પસાર થઈ ગયા.
પ્રકરણ ૧૪ મું
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં.” જગતનાં લેકે પુત્રને માટે અનેક પ્રકારના તપ, જપ અને વ્રત કરે છે. પુત્રને જ સ્વર્ગ આપનાર માને છે. વંશવૃદ્ધિને માટે, પિતાની શુભ ગતિને માટે તેને જ પોતાનું સર્વસ્વ માને છે અને અમારે તે અનેક પ્રકારના વ્રત વગેરે કરતાં પુત્ર થયો તે પણ અમારે ન થયે. આહા!તેને માટે મારા હૃદયમાં કેવી કેવી હશે હતી? કેવા મનોરથો અંતરમાં ભર્યા હતા? તે બધા ઠલવાઈ ગયા. પણ કઈ રીતે છોકરો ઘરરખુ ન જ થયે. માનવના પ્રયત્નો જુદા છે, વિધિનાં વિધાન જુદાં છે. પુત્રને ઠેકાણે લાવવા માટે બની શકે તેટલા ઉપાય ર્યા પણ આ તો ઉલટાં “હાથનાં કર્યા હૈયે વાગ્યાં. ” જે કર્યું તે
૧૦
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૪
ધમ્મિલ કુમાર -
ખોટાને માટે થયું. હવે શું કરવું ? મેં તો જાણ્યું કે પુત્રનું ચિત્ત સંસારમાંથી ઉઠી ગયું છે તે નકી સાધુ થઈ જશે, તે ઘર ઉજજડ, થઈ જશે, તેના વગર શૂન્ય જેવું થઈ જશે, જેથી તેના પિતાની નામરજી છતાં મેં તેને સંસારના બંધનમાં નાંખવાને જુગટિયા લેકના ટેળામાં રાખે, દ્રવ્યની આહુતિ આપી, પણ સર્વે વ્યર્થ થઈ. મારી મહેનત બરબાદ ગઈ, ને કરે તો વેશ્યાગામી થઈ ગયે. સંસારના બંધનમાં બંધાવાથી પ્રથમ તે હું ખુશી થતી હતી, પણ આ તે ઉલટી બૂરી થઈ; તેને માટે રજની આઠ આઠ હજાર સોનામહોરે મોકલવી પડે છે. મેં જાણ્યું કે વેશ્યાને ત્યાં સર્વ કળા શીખીને છોકરે. હોંશિયાર થશે; પણ ધારેલા દાવતો અવળા પડ્યા. ખરે વિધિઈચ્છા બળવાન છે.” એક પ્રૌઢ વયમાં આવેલી સુંદર સ્ત્રી ઉપર પ્રમાણેના વિચાર કરતી ઉદાસ ચહેરે પોતાના વિશાળ મકાનના સુંદર રિડામાં અત્યારે જોવામાં આવે છે. તેની પુખ્ત ઉમર છતાં તેના શરીરનાં સુલક્ષણો ઉપરથી તેનું સુખ, સૌભાગ્ય અને લક્ષ્મી પ્રગટ જણાય છે; પરન્તુ પુત્રના દુરાચારથી અત્યારે તેનું મન કાંઈક ખિન્ન થયું છે. પુત્રને ઠેકાણે લાવવાની કોઈપણ યુક્તિ હવે તેની પાસે રહી નથી અને જે યુક્તિ હતી તેનો ઉપયોગ કરવાથી ઉલટી અવળી પડી ગઈ. જેથી તે નિરાશ ચિત્તે દિવાનખાનામાં બેઠી બેઠી ઉપર પ્રમાણેના વિચારો કર્યા કરતી હતી. પુત્રવધને જોઈને અંતરમાં બેન્યા કરતી હતી. આ રમણી તે ધન્મિલની માતા સુભદ્રા હતી. | મેં તો તને પ્રથમથી જ કહ્યું હતું કે પુત્રને નીચ બતમાં રાખે રહેવા દે અને જેમ દેવની ઇચ્છા હોય તેમ થવા દે. પણ તે મારૂં કહ્યું માન્યું નહિ, તું તારી હઠમાં ભરાઈ. સ્ત્રીહઠ બળવાન છે. છોકરાને તે હાથે કરીને નીચની સંગતિમાં રાખ્યો અને પછી દુરાચારી થયે અને તે થાય જ. પ્રથમથી જ આપણે જાણીબૂજીને ભૂલ કરીએ, અવળે માગે ગમન કરીએ, તો પછી તેનું પરિણામ આપણે શાંતિથી ભેગવવું જોઈએ. કથેર વાવીને તેમાંથી આમ્રફળની ઈચ્છા રાખવી અથવા તે કાચના ટુકડાને રત્ન માનીને તેને ઉપયોગ કરે એ નરી મૂર્ણતાજ છે.”શેઠ સુરેંદ્રદત્ત ઘરમાં પ્રવેશ કરતાં સ્ત્રીને કહ્યું.
હું શું જાણે કે પરિણામ આવું આવશે ને પુત્રને હાથથી
Page #97
--------------------------------------------------------------------------
________________
હાથનાં કર્યા હૈયે વાગ્યાં.
૭૫
ખોઈ બેસશું ? આ તો બકરું કાઢતા ઉંટ પેસી ગયું. લેવા ગઈ પુત તો ખેઈ આવી ખસમ” એવું થયું ! શું કરું? હૈયું બળીને ખાખ થઈ જાય છે. આ તે હાથનાં કર્યા મનેજ હૈયે વાગ્યાં. રાતદિવસ પુત્રની રટના કરૂં છું; છતાં તેને માબાપની કયાં પરવા છે? માબાપે પુત્રને માટે મરી પીટે છે, ત્યારે આવા પુત્ર સ્વછંદી બનીને ઉલટા દુખ કરનારા થાય છે.”
“હશે, પશ્ચાત્તાપ શા માટે કરે છે. ભલી થઈને પુત્રને મેહ છેડી દે. આજના પુત્ર તે કવચિત્ જ માતાપિતાને ભકિતમાન થાય છે. એવા દુ:ખદાયી પુત્રને માટે ખેદ કરવાથી સયું! જે પુત્ર આ લોકમાં જ આપણને દુઃખ કરનારે થયે–વૃદ્ધાવસ્થામાં સંતાપ જનક થયે, તે મુવા પછી શું સુગતિ અપાવનાર હતો? સંસારની એવી ક્ષણિક વસ્તુઓમાં ગાઢ મેહં રાખીને તું શા માટે ખેદ કરે છે? જ્ઞાની થઈને તું તારા આત્માનું ન બગાડ! સંસારનું સ્વરૂપ તે એવું કારમું જ છે. જે વસ્તુમાં આપણે સુખ માનીને પ્રવૃત્તિ કરીએ તેમાંથી જ દુ:ખ, કલેશ અને અંતે પશ્ચાત્તાપ કરવાનો સમય આવે છે.” વૃદ્ધ પુરૂષે પોતાની ધર્મપત્નીને શાંતિ આપવા માંડી. તેનું ચિત્ત કાંઈક વૈરાગ્યથી રંગિત થાય તેવો તેણે પ્રયત્ન કર્યો.
શું કરીએ ? સ્વામિન ! અમને અબળાજનને માયા વહાલી હોય છે. પુત્ર, કલત્ર, ભાંડુ તેમજ લક્ષમી વગેરે વિવિધ વસ્તુ ઓમાં અમારૂં ચિત્ત રંગાયેલું હોય છે. એ પુત્રના વિયોગે રાત દિવસ હું સુ કરું છું. પુત્ર સુધરશે, સંસારના બંધનમાં બંધાશે, બિચારી યશોમતિને કાલ સુખના દિવસે આવશે, એવી આશાએ રેજની આઠ આઠ હજાર દિનાર મેકલાવીને ધનથી એ રાંડ વેશ્યાનું ઘર ભર્યું ને આપણું ઘર ખાલી કર્યું. અફસ! આ તો પુત્ર પણ ગયો અને ધન પણ ગયું. કુલે ગયું અને તેની સુગંધ પણ ગઈ !” સુભદ્રાએ ડચકા ભરતાં ભરતાં અંતરને બળાપો બહાર કાઢ્યો.
વિધિની એમજ મરજી હશે, માટે શેક કરવો છેડી દે. પત્રથી કાઈ સ્વર્ગગતિ કે મોક્ષગતિ થવાની નથી. શોક કરવાથી દુ:ખી થઈશ, પશ્ચાત્તાપ કરતાં રાત્રીદિવસ રડ્યાં કરીશ, અને આ ધ્યાનમાં પડવાથી તારા આત્માનું બગાડીશ, માટે હવે તો ધર્મમાં
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૬
ધમ્મિલ કુમાર, તારૂં ચિત્ત લગાડ. સામાયિક, ઔષધ, પ્રભુપૂજા વિગેરેમાં ચિત્તને જોડીને હવે શેષ રહેલું જીવન સુધારી લે.”શેઠે જણાવ્યું.
હામનને ઘણું શાંત રાખવા પ્રયાસ કરું છું, પણ રડવું વારેવારે સાંભરી આવે છે-લાગી આવે છે. અરે શું કરું? યશામતિને જોઉં છું અને રડું છું. હા! એ બીચારીનું શું થશે? પતિના વિયેગે એ બચપણમાં ઝુરી છુરીને મરી જશે. ગરીબ બિચારી ! શ્રીમંતને ઘરે જન્મ લીધે, શ્રીમંત સાસરું મળ્યું, છતાં તેણુએ સુખ તે નજ દીઠું. અ૫ કાળમાં જ એનું સુખ લુંટાઈ ગયું. સ્વપ્નની માફક ચાર દિનની ચાંદની ચળકી ને વિજળીની માફક તરત અદશ્ય થઈ ગઈ.” સુભદ્રાએ દુ:ખભર્યા અવાજે કહ્યું. આંખમાંથી આંસુ પાડવા માંડ્યાં, વહુને સંભારવાથી હૈયું ભરાઈ આવ્યું–રડવું આવ્યું.
જગતમાં તે જે જેને ત્રાણાનુબંધ હોય તેમજ બને છે, આપણું ધાર્યું શું બને છે? આત્માએ જેવાં જેવાં કર્મબંધને બાંધ્યા હોય તે પ્રમાણે અવશ્ય જોગવવાં પડે છે. જગતપ્રસિદ્ધ હનુમાન જેવો પુત્ર હતો, અને બળમાં રાવણ સરખો પવનકુમાર પતિ હતો, છતાં પણ મહાસતી અંજનાદેવીને બાવીસ વર્ષ પર્યત પતિવિયોગનું દુ:ખ સહન કરવું પડ્યું હતું. જગતપ્રસિદ્ધ શ્રીકૃષ્ણની પટ્ટરાણી રૂકમણિને સોળ સોળ વર્ષ પર્યત પુત્રવિયોગનું દુઃખ સહન કરવું પડ્યું હતું, રામ અને લક્ષમણ સરખા પુત્રને જન્મ આપનારી જગપૂજ્ય માતાઓને પણ ચેદ ચોદ વર્ષપર્યત પુત્રને વિયેગ સહન કરવો પડ્યો હતો, એ સર્વ શાથી થયું હતું તે તું સમજે છે? એ બધું કર્મનું રહસ્ય હતું. પૂર્વે કરેલાં દુષ્કર્મોની એ સજા હતી. સમર્થ વિધિઓ-કર્મોએ કેઈને છોડ્યા નથી. સારું કે નરસું સર્વ કોઈને સહન કરવું જ પડે છે, માટે વ્યર્થ ખેદ શાને કરે છે? એ છોકરો તારે મન તારે છે, પણ તેને મન તો તારે કાંઈ હિસાબ નથી, સમજી! માટે એ મેહબંધન તોડી નાખ! એક ધર્મમાર્ગમાંજ ચિત્ત રાખ ! માનવ જે દુર્લભ અવતાર પ્રાપ્ત કરીને આર્તધ્યાનમાં પડી મોહને વશ થઈ શામાટે તે હારી જાય છે? અત્યારે એ છોકરે તારો સન થયે, તે દુર્ગતિમાં પડતાં શું તને એ બચાવી શકશે ? એ
Page #99
--------------------------------------------------------------------------
________________
હાથનાં કર્યા હૈયે વાગ્યાં.
૭૭. બધી સંસારની જંજાળ છે! ખાલી ભ્રમજાળ છે! એવી ભ્રમજાળમાં બંધાઈ આત્મા અજ્ઞાનતાથી દુર્ગતિમાં જાય છે.” શેઠે કહ્યું,
હા ! સ્વામિ ! મેહ દુર્નિવાર છે. યશોમતિને–એ કેળના ગર્ભસમી વહુને જોઉ છું ને હદયમાં સળગું છું. બિચારી એકલી એકલી ખૂણે બેસીને એકાંતમાં રડે છે. મુંઝાઈ રીબાઈ મરે છે. હાય! એ દુ:ખ તે કેમ સહ્યું જાય? દુનિયામાં બધાં દુ:ખ કરતાં વિયેગનું દુ:ખ અતિ તીવ્ર હોય છે. જેને અનુભવ હોય તેજ એની કિંમત સમજી શકે છે. દુખિયાના દુઃખની સુખિયાને શી ખબર હોય?” સુભદ્રા નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ નાંખતાં બેલી.
એના નિવારણ માટે બીજે શું ઉપાય છે? દૈવ આજે આપણી ઉપર રૂઠયું છે. તેથી જ પુત્રનું ચિત્ત ઘર ઉપરથી ઉઠયું છે, અત્યારે તો ધીરજ ધરીને ધર્મનું અવલંબન લેવું એજ આપણને અને વહુને ઉચિત છે. ધર્મસાધન કરતાં વિધિની ઈચ્છા હશે તો કોઈ દિવસ વહુને સુખના દહાડા આવશે. નાહક શેક સંતાપ કરવાથી એનું પરિણામ શું આવશે?”
અરે પ્રભુ! હા દેવ ! છોકરે વેશ્યાગામી થય–ફરાચારી થયે, ધન પણ ખલાસ થયું; છતાં ધાર્યું તે આખરે દેવનું જ થયું. હવે બિચારી વહુને સુખના દિવસો ક્યારે આવે ? છોકરો ઘરે જ્યારે પાછો આવે ?”
એ તો ભવિષ્યના પડદાની વાત છે, દેવની ઈચ્છાને આધિન છે. માણસે દેવને અનુકૂળ કરવું હોય, પ્રતિકૂળ થયેલ વિધિને સાસુકૂળ કરવો હોય તો તેણે ધર્મમાર્ગનું અવલંબન કરીને ધીરજથી સમય વ્યતિત કરે. કાળાંતરે વિધિ અનુકૂળ થાય છે ત્યારે ભાગ્યના પાશા સવળા થાય છે. હૃદયના ઉંડાણમાં રહેલી એ અભિનવ ઉમિઓ સમયાંતરે પૂર્ણ થાય છે. તારે તો વહુને ધીરજનું અવલંબન આપીને ધર્મમાર્ગે જોડવી, જેથી તેના ચિત્તમાં વૈરાગ્યનો રંગ લાગતાં, જિનેશ્વરના વીતરાગપણની મહાન પ્રભા તેણીના આત્મામાં પ્રવેશ કરશે, જેથી તેનું મેહબંધન શિથિલ થશે અને તેના વિરહવ્યાકુળ આત્માને કાંઈક શાંતિ મળશે.”
Page #100
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર હું પણ ઈચછું છું કે મારી એ દુ:ખી વહુ બધું ભૂલી જાય ! તેના હૃદયમાં શાંતિ થાય! અરે એ બિચારીએ આપણા ભર્યા ઘરમાં આવીને શું સુખ જોયું? એવી ગુણિયલ અને ડાહી વહ છે, છતાં એનાં ભાગ્યમાં દુ:ખ છે. આહા! શું વિધિની વિચિત્રતા છે!”
એ બધું સંસારનું નાટક છે, માટે તમે બન્ને સાસુ ને વહુ ધર્મમાર્ગનું અવલંબન કરે. હમેશાં પ્રભુપૂજા, સામાયિક, પ્રતિકમણ અને જ્ઞાનધ્યાનનો અભ્યાસ કરતાં મેહબળ કાંઈક ઓછું થશે હાલ તે જગતની મૃગજળની તૃષ્ણા છંડી, ત્રણ કાળ જિનપૂજન કરે, નમસ્કાર મંત્રનું ધ્યાન ધરે, સામાયિક કરી સમતાભાવને વરે અને શેષ ધન જે રહ્યું છે તેને સાત ક્ષેત્રમાં યથાશક્તિ વાપરે.” શેઠે સાસુવહુને ધર્મમાર્ગમાં જોડાવાને ઉપદેશ કર્યો.
“અત્યારે તો અમારી એજ ગતિ છે. દુખિયાને ધર્મ સિવાય બીજી શી ગતિ હેાય?”શેઠાણીએ કહ્યું.
શેઠાણને ધર્મમાર્ગને ઉપદેશ કરીને સુરેંદ્રદત્ત શેઠ તે સમય થઈ જવાથી બજારમાં જવાની તૈયારી કરવા લાગ્યા. શેઠના ઉપદેશની અસર શેઠાણને થઈ તે તરત જ ત્યાંથી ઉઠયાં અને યશામતિના ખંડમાં ગયાં. ત્યાં યશોમતિ બેઠી બેઠી ધર્મના પુસ્તકોને અભ્યાસ કરી રહી હતી. ત્યાં શેઠાણી મનમાં બોલ્યા.
અહો ! શી મારી સુલક્ષણા વહુ છે ! ઉભય કુળને અજવાળે તેવી છે.” પછી ખુંખારો કરીને બોલ્યાં–“યશામતિ ! શું કરે છે?”
પ્રકરણું ૧૫ મું.
શિખામણનો સદ્દઉપયોગ.” સુભદ્રા શેઠાણીને શબ્દ સાંભળીને શમતિનું ધ્યાન ખેંચાયું. સાદાં વસ્ત્રો અને અલંકારહીન છતાં સંદર્યની પ્રતિમા જેવી થશેમતિએ સાસુને આવકાર આપે. “પધારે, સાસુજી! આ આપણું
Page #101
--------------------------------------------------------------------------
________________
શિખામણને સદુપયોગ.
૭૯ શ્રાવક સંબધી આચાર વિચારનું પુસ્તક છે, તેનું હું અધ્યયન કરૂં છું.” શબ્દો મેહક છતાં સાદા અને સરલ હતાં. ગંભીર હૃદયના ઉંડાણમાંથી નીકળતા હતા. નિરાશ મનુષ્યના અંતરમાંથી જાણે એ પ્રગટ થયા હોય તેવો એ શબ્દમાં ભાવ હતો.
“ જ્ઞાનને અભ્યાસ એ ચિત્તને વશ કરવાનું ઉત્તમ સાધન છે. જ્ઞાનમાં ચિત્ત રાખવાથી સંસારની આળપંપાળમાં ભટકતું મન તેમાંથી નિવૃત્ત થઈને તેમાં સ્થિર થાય છે. જ્ઞાનના સાધથી આત્માને કાંઈ જુદોજ શાંતિનો અનુભવ થાય છે.” સુભદ્રા શેઠાણીએ યમતિની પાસે આસને બેસતાં કહ્યું.
આપનું કહેવું સત્ય છે. જ્ઞાનધ્યાનમાં-ભણવાગણવામાં મારું ચિત્ત ધીરે ધીરે હવે લાગતું જાય છે. અજ્ઞાનપણ કરતાં જ્ઞાનની લહેજત-તેનો સ્વાદ કાંઈ ઓરજ સમજાય છે. દુ:ખના દિવસેમાં પણ હૃદયમાં શાંતિ અનુભવાય છે.” એ પોતાના શબ્દો પોતાને દિલાસારૂપ હતા. બોલનારીનું વદન ચંદ્રવદન છતાં ગંભીરતાથી ભરેલું હતું–શાંત હતું.
“તારા જેવી સદ્ગણી વહુથી હું ઉજળી છું. દીકરો તો કપુત ઉઠ્યો, પણ વહુ સુલક્ષણ છે, તેથી મને સંતોષ છે.”
કેઈન એમાં શું વાંક? મારા ભાગ્યમાં એટલી કંઈક ખામી-ચૂક પડી હશે તે અવશ્ય ભોગવવી પડશે. દુષ્કર્મ બાંધ્યું હોય તે ભગવ્યા વગર કાંઈ ઓછું જ છુટે છે. સંસારમાં દુ:ખના દિવસો પણ ધીરજથી ભેગવી લેવા જોઈએ; કેમકે સુખ પછવાડે દુઃખ અને દુ:ખ પછવાડે સુખ એમ ચકની ધારાની માફક સંસારની રેંટમાળ ફર્યા જ કરે છે, આપણું તેની આગળ શું ઉપજે છે ?” પતિથી તજાયેલી તરૂણ તપસ્વિનીના એ શાંત રસભર્યો મધુર શબ્દો હતા, ભાવથી ભરેલા હતા.
“વહુ બેટા ! તું બધું સમજે છે. તારા જેવી સમજુને વિશેષ શું કહેવું? તારે કાંઈ પુસ્તક પાનામાં દ્રવ્યની જરૂર પડે તો બેશક વાપરજે, અથવા તો ધર્મકૃત્ય કરવામાં, પ્રભુભકિતમાં, જિનેશ્વરની ત્રિકાળ પૂજા કરવામાં આપણું ઘરની સંપત્તિ પ્રમાણે ખર્ચ કરજે.
Page #102
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર..- હવે પછી મારી સાથે તારે પણ જિનેશ્વરની પૂજા કરવા અને સામાયિક પ્રતિક્રમણ કરવા હમેશાં આવવું, જેથી તારૂં ચિત્ત કાંઈક શાંત થશે, વૈરાગ્યથી સાંસારિક બંધને પણ શિથિલ થશે.” ' “ઘણી મજાની વાત છે, એવી રીતે ધાર્મિક ક્રિયામાં વ્યતિત થયેલે કાળજ આપણે લેખે થયેલ લેખાય. શુદ્ધ ભાવથી ઉપગપૂર્વક કરેલી શુદ્ધ ક્રિયાઓથી દુષ્કર્મો ભેદાશે અને આત્મા પાપકર્મથી રહિત બની સ્વચ્છ-નિર્મળ થશે.”
બરાબર છે. ધર્મથી પાપને નાશ થાશે, દુઃખ દૂર થશે, અને સુખના દિવસો આવતાં તારાં મનોરથ પણ પૂર્ણ થશે.”
તે તે કુદરતની મરજી હશે તેમ થશે, પણ આત્માએ પિતાની આત્મશુદ્ધિને અર્થે શુદ્ધ ધાર્મિક પ્રવૃત્તિ તો અવશ્ય કરવી જોઈએ; કારણ કે સુખનું મૂળજ ધર્મ છે. આત્માને પાપથી નિર્મળ બનાવીને-નિરકમ કરીને મુક્તિ જેવી અણમોલ વસ્તુ પણ ધર્મજ મેળવી આપે છે. માટે મારા આત્માના હિતને સારૂ યથાશક્તિ ધર્મ માર્ગમાં હું પણ આપની સાથે અવશ્ય જોડાઈશ.” યમતિએ સાસુનાં વચનને અનુમોદન આપ્યું.
“બેટા! ધીરજનાં ફળ મીઠાં જ હોય છે. વિધિ જે કરે છે તે સારંજ કરે છે. દુ:ખ એ મનુષ્ય જીવનની કસોટી છે. સુવર્ણ પણ પરીક્ષા આપવાને કસોટીએ કસાવું પડે છે, ત્યારે જ તેની કિંમત અંકાય છે, તેમજ દુઃખમાંજ મનુષ્યના ઘેર્યની કસોટી થાય છે; અને એ પરીક્ષામાં પસાર થતાં સ્વયમેવ સંગે તેને અનુકૂળ થાય છે. તારે અત્યારે ખરી પરીક્ષા આપવાને સમય આવ્યો છે. ધીરજથી સહન કરી ધર્મધ્યાન કરવામાં સમયને વ્યતિત કરીશ તે જરૂર ફતેહ પામીશ, સુખ પામીશ. સદ્દગુણ જીને કાંઈ કાયમ દુઃખ ઓછું જ હોય છે?”
સુભદ્રાશેઠાણું વહુને સમજાવીને ઉક્યાં અને બહાર આવ્યાં તો શેઠ બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા, તેથી તેમની પાસે આવીને કહ્યું. “જુઓ, હવે છોકરે દ્રવ્ય મંગાવે તો એક કુટી કેડી પણ મોકલતા નહિ, હવે લગારે દયા લાવતા નહીં.
Page #103
--------------------------------------------------------------------------
________________
શિખામણુને સદુપયેાગ.
૮૧
આપણે દ્રવ્ય નહીં માકલીએ, એટલે તરતજ એ દ્રવ્યની સગી રાંડ ઘેશ્યા એને કાઢી મૂકશે એટલે હારીને તે ઘેર પાછે। આવશે. ’
''
બહુ સારૂ, હવેથી એમજ કરીશ. મે તેા તને પ્રથમથીજ કહ્યું હતું કે દ્રવ્ય મેાકલવું રહેવા દે, પણ તારે ગળે વાતજ ક્યાં ઉતરતી હતો, આખરે હવે તે વાત ધ્યાનમાં આવી. ” શેઠ મેલ્યા. હા, ઠેકાણે આવી પણ માડી આવી, ભવિષ્યની આપણને કાંઇ એછી ખખર પડે છે કે આમ થવાનુ છે ?
66
""
“ એ તેા ઠાકર લાગે ત્યારેજ સમજે એવા માનવીસ્વભાવ છે. જગતમાં વાયુ કાણુ રહે છે ? સર્વે હાર્યું રહે છે. ”
“ તેથીજ તેઓ મારી માફક દુ:ખી થાય છે. પહેલેથી સમજે તે પાછળથી પશ્ચાત્તાપ કરવા ન પડે. ” શેઠાણીએ કહ્યું.
“ માટેજ હું તેા રાજ કહું છું કે એ દીકરા સ્વર્ગ નહિ આપે, માટે પુત્રને મેહ છેડીને સાસુ વહુ અન્ને સાથે ધર્મ સાધન કરે. જે કઈ સુખ મળવાનુ હશે તે ધર્મના પ્રભાવે મળી શકશે.”
66
હશે, ચાલા જે થાય તે ભલા માટે ! ” શેઠાણી એલ્યાં અને શેઠ બહાર ચાલ્યા ગયા. વળી સાંજના શેઠાણીને રડતાં જોઇને શેઠ દિલાસા દેવા લાગ્યા અને ઠપકા પણ દેવા લાગ્યા.
“ સુવને ! અતિ વિષાદ કરવાથો શું ? જેનાં વિવેકરૂપી ચક્ષુ નાશ પામ્યાં છે તે અથાગ જળવાળા ઉંડા કુવામાં પણ પડે છે, એમાં આશ્ચર્ય શું ? પુત્રને જોવાની તને અતિ આકાંક્ષા હાય તેા તુ સ્વય જવા છતાં તેનું દર્શન તને દુલ ભ છે; કેમકે માછલું કદાચ જળમાંથી બહાર નીકળે, પક્ષી કવિચત્ પાંજરામાંથી ઉડી જાય અને હાથી આલાનસ્થલથી સાંકળ તાડીને દૂર જાય, છતાં પણ સ્ત્રીના પાશમાંથી પુરૂષ છુટી શકતા નથી. ધાન્યની સાક હંમેશાં જેમાં દળાવાનુ છે એવા સારૂપી નવીન ઘરટ્ટમાં જે સાયા છે ત પુરૂષ સેામિલ દ્વિજની માફક હંમેશાં દુ:ખી જ થાય છે ને વિચાર વગર પોતાના હાથે કરેલાં કાર્યાના પાછળથી તેને પશ્ચાત્તાપ થાય છે. “ તે દ્વિજ કાણુ હતા ? અને તેને શું થયું હતું? ’ રડતાં રડતાં સુભદ્રાએ પૂછ્યું.
""
""
Page #104
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર---- શેઠે કહ્યું તેની વાત આ પ્રમાણે છે –
“કલ્લાક સન્નિવેશમાં સેમિલ નામે એક બ્રાહ્મણ રહેતે હતા. બાલ્યાવસ્થામાં તેને તેના માતાપિતાએ દારિદ્રયપણાથી તજી દીધું હતું, જેથી ઘેર ઘેર યાચના કરી માગી ખાતાં કાંઈક ધન એકઠું કરીને તે પરણે. ઘરસંસાર ભગવતાં અને ભિક્ષાવૃત્તિ ઉપર આજીવિકા ચલાવતાં અનુક્રમે તે પુત્રપૌત્રાદિકના પરિવારવાળો થયે. કેમકે જગતમાં જોવાય છે કે બીજ અ૫–સૂક્ષમ હવા છતાં વડલાનું વૃક્ષ ઘણા વિસ્તારવાળું હોય છે.
એક દિવસે તે બ્રાહ્મણે નિશાને અંતે વિચાર કર્યો કે “હું પહેલાં ગરીબ-દરિદ્રી હતા, તે હાલમાં કાંઈક ધન પાછું, તે પૂર્વે જેણે અનેક દુઃખ જોયાં છે એવા મને આવી કૃપણુતા ઉચિત નથી. કેમકે વિદ્યુતના ઝબકારાની માફક લક્ષમીની ચપળ ગતિને કેણ જાણે છે? માટે જે કે મારી પાસે અપ દ્રવ્ય છે તે પણ તે દ્રવ્ય અનુસાર હું એક સરેવર કરાવું કે જેથી મારી પાછળ પણ લેકે મને યાદ કરે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાના ગામને પાદર એક ભવ્ય સરોવર-તળાવ બંધાવ્યું. ગ્રીષ્મઋતુ વીત્યાબાદ વર્ષાઋતુ આવી, ત્યારે મેઘના વરસવાથી તે સરેવર ચારે બાજુ જળથી છલોછલ ભરાઈ ગયું. તે જોઈને તેને વિચાર થયે કે“ખચીત આંખ સુંદર હોવા છતાં પણ ભગુટી વગર ભા પામતી નથી, તેમ આ રમણીય સરેવર કાંઠે તરૂવરે હોય તેજ શોભા પામે! અન્યથા જળથી પરિપૂર્ણ છતાં પણ એ શોભતું નથી.” આમ વિચારીને તેણે સરોવરને કિનારે સારાં સારાં વૃક્ષો રોપાવી તેને ઉછેરવા માંડ્યાં. તરૂવર ફાલી કુલીને તળાવની શોભામાં વધારે કરવા લાગ્યાં, એટલે ત્યાં એક દેવમંદિર બંધાવી બગીચ તૈયાર કરાવ્યા; ને મંદિરમાં પોતાના ઈષ્ટદેવની પ્રતિમા સ્થાપના કરી. પછી પ્રતિવર્ષ તે બ્રાહ્મણ પોતાના ઈષ્ટદેવની આગળ એક એક નિર્બળ બકરાને ભેગ આપી બળકર્મ કરવા લાગ્યો. પાપકર્મને ધર્મ માનતો તે બ્રાહ્મણ એમાં અધિક પ્રીતિ ધરવા લાગ્યું. “ખરે ! મિથ્યાદૃષ્ટિ જીવોને દયા કયાંથી હોય?”
કેટલાક કાળ એવી રીતે નિર્ગમન કરતાં મરણ સમયે તેણે
Page #105
--------------------------------------------------------------------------
________________
શીખામણનો સદુપયોગ.
૮૩ પિતાના પુત્રોને ઈષ્ટદેવ આગળ પ્રતિવર્ષે બકરાનો ભંગ દેવાની ભલામણ કરી. મરણ પામીને પશુના ધ્યાનથી તે દ્વિજ પશુનિમાં જ બકો થયો. તેના કથન અનુસારે તેના પુત્રો પણ પ્રતિવર્ષ એકેક બકરાને ભેગ આપવા લાગ્યા ને પૂર્વ પરંપરાથી ચાલ્યો આવતો કમ તે પુત્રએ પણ એ રીતે ચાલુ રાખ્યો; કેમકે સંસારની પાપમય રૂઢીઓ દુઃખે તજવા યોગ્ય હોય છે.
એકદા તે દ્વિજનો જીવ બકર ફરતો ફરતો તે પશુવાટિકામાં આવ્યું, વાટિકોને જોઈ જાણે પોતે કાંઈ ભૂલી ગયા હોય તેમ યાદ કરવા લાગ્ય; તે તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેવટે તેણે ઘણા કાળના પરિચયવાળું પોતાનું તળાવ, દેવભુવન વિગેરે જોયું, પિતાને પૂર્વભવ યાદ આવ્યું. તે સાથે ભાવી મૃત્યુ જાણીને પોતે પણ બીવા લાગ્યું.
તેના અભીષ્ટદેવને ભેગ આપવાનો દિવસનજીક આવ્યું, એટલે કુર વાઘ જેમ શિકાર ઉપર તલપ મારે, તેમ દયાહીણ તેના બટુકોએ તેને જ પકડીને ઘેરી લીધું-પકડી લીધો.
હેમને દિવસે અગ્નિકુંડની આગળ બ્રાહ્મણો વેદની કૃતિઓ ભણવા લાગ્યા. બીજી બાજુ વાજીના નાદ સંભળાવા લાગ્યા. સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી અને બકરાના હોમની તૈયારી પણું થવા લાગી. કેટલાક બ્રાહ્મણપુત્રે બકરાને ગળામાંથી બાંધી તેને ખેંચતાં ખેંચતાં અગ્નિકુંડ આગળ લઈ જતા હતા, બ્રાહ્મછે તેની પાછળ વેદની ધ્વનિ વર્ષાવતા હતા, મરણુભયથી કંપતો બકરે બુમેબુમ પાડ્યું જતો હતો, આ સર્વે બીના નજીકમાં વૃક્ષની નીચે બેઠેલા એક મુનિવરે જોઈ એટલે તે બોલ્યા. “અરે બકરા! સ્વયમેવ તે તળાવ બંધાવ્યું, તારે હાથે આ બધાં વૃક્ષો તે રોપાવ્યાં, અને તેં તારા હાથે તારા દેવની આગળ બકરાને મારી નાખવાનું કાર્ય ચાલું કર્યું, તો હે મૂઢ ! હવે શાને રડે છે ? મરણથી શામાટે ડરે છે ? સમતા ધારણ કરીને કરેલું કર્મ આજે તને ઉદય આવેલું છે તે જોગવી લે. અન્યથા આવા આર્તધ્યાનવડે તારે કેટલાય છાગના ભવ લેવા પડશે અને આવી રીતે કપાવું પડશે.” એ મહામુનિની અમૃતથી પણ વધારે મીઠી વાણુંનું પાન કરી બકરો તરતજ
Page #106
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. - શાંત થઈ ગયે. ઉત્તમ મંત્રવડે જેમ સર્પનું ઝેર નાશ પામી જાય તેમ એ બકરાનું સાંસારિક અજ્ઞાનરૂપી ઝેર નષ્ટ થઈ ગયું. શાંત થઈ છે અને વ્યથા જેની એવા બકરાને શાંતિથી ચાલ્યો આવતે જોઈને બ્રાહ્મણે વિસ્મય પામ્યા અને તે મુનિપુંગવ પાસે આવીને પૂછવા લાગ્યા. “હે મુને ! તમે આ બકરાને શું કહ્યું કે જેથી તે શાંત થઈ ગયે?” એ પ્રમાણે પૂછતાં તે બ્રાહ્મણને મુનિએ તે બકરાને કહેલ કથન કહી સંભળાવ્યું. તેવારે બ્રાહ્મણે બોલ્યા કે“તમારું કહેવું બક સમયે, પણ અમે તીવ્ર બુદ્ધિવાળા સમજી શક્યા નહિ, તો તેનું રહસ્ય શું છે? તે અમને સમજાવો.” એ પ્રમાણે બોલતાં વિપ્રોને છાગને પૂર્વભવ મુનિએ કહી સંભળાવ્યો.
તેનું આવું વૃત્તાંત અને પિતાની અવહેલના સાંભળીને જાતિમદથી કોપ પામેલા સર્વે બ્રાહ્મણ જાણે વડવાનળ અગ્નિ હોય તેમ કોધની જ્વાળાઓ વરસાવતા તે તપથી કૃશ થયેલા મુનિને ગાળો દેતા કહેવા લાગ્યા. “અરે ભિક્ષુ ! એ તું શું બકે છે? મદ્યપાન કરે લાની માફક યદ્વાતા બક્યા જ કરે છે. અમારે એ પિતા તે સ્વર્ગલેકમાં ગયેલ છે ને આ બકરે તો કોઈ બીજો છે. તે પોતાના મંત્રબળથી પ્રતિવર્ષે એક એક પશુને સ્વર્ગમાં મોકલતો હતો, એવા પુરૂષની દુર્ગતિ બેલતાં તારી જીભ તુટી પડતી કેમ નથી?”
અમૃતમય વાણુને વરસાવતા તે મહાપુરૂષ બલ્યા–“અરે બ્રાહ્મણે! તમે અજ્ઞાનવડે કરીને હમેશાં જૂઠુંજ બેલે છે અને જીવિતને નાશ થતો હોય તે પણ યતિએ જૂઠું બોલતા જ નથી. સ્વસ્થ થાઓ. તમારી શંકા એ બકરેજ પિતે દૂર કરશે. એને પૂર્વભવનું જ્ઞાન થયું છે, માટે એને બંધનમાંથી મુક્ત કરે ને તમારે ઘેર લઈ જાઓ. પિતાના ઘરમાં ગોપવેલું-દાટેલું ધન તમને તે બતાવશે.”
એ મહામુનિની આવી અદભુત વાણી સાંભળીને દ્વિજના પત્રિોએ તેને બંધનમુક્ત કર્યો અને વિસ્મય પામેલા તેઓ તેને પોતાને ઘેર તેડી ગયા. ઘરની અંદર જઈને જે જગ્યાએ ધન દાટેલું હતું ત્યાં તેણે પિતાની ખરીઓથી ઘા કરવા માંડ્યા; એટલે તેના પુત્રેાએ ત્યાં બેદીને ભૂમિના અંદર રોપવેલું ધન કાઢી લીધું.
- બકરાના નિમિત્તે જેમને જેમત ઉપર પ્રતીતિ ઉત્પન્ન
Page #107
--------------------------------------------------------------------------
________________
શિખામણને સદુપયેાગ.
૮૫
થઈ છે એવા તે બ્રાહ્મણપુત્રાએ સાધુ પાસે આવીને પેાતાના અપરાધ ખમાળ્યા.
એ મહામુનિ જ્ઞાનની ખાણુસમાન હતા, તેમણે ભાવિક એવા તે ઉપાસકેાને, અન્યતીથી જનાને દુ:ખે પામવા ચેાગ્ય એવેા દયામય ધર્મ કહી મતાન્યેા–“ હે ભેાળાજના! ક્રીડામાં આસકત એવા દેવતાએ શું કેાઇના વધ ઇચ્છે છે? મનુષ્યેાજ તેમના નિમિત્તે આવી રમત કરે છે. બીજાના અમૂલ્ય જીવનના ફેાગઢ નાશ કરે છે. વેદમાં કહેલા પ્રાણીવધ પણ પાપમ ધનના કારણભૂત છે. સ્વર્ગના ભાગથકી છાગેા, જ્ઞાનીની માર્ક નિરાગવાળા (તેની ઇચ્છા વિનાના) હોય છે, છતાં તમને સ્વર્ગ પ્રિય હાય તેા તમારા પુત્રાદિકને યજ્ઞમાં હોમીને કેમ મેાકલતા નથી ? અરે ! તેઓ કહે છે કે ‘ તૃણનુ ભક્ષણ કરીને આનંદપૂર્વક રહેતાં, અમને તમારા સ્વર્ગથકી પણ અધિક સુખ છે. અમને તમારૂં સ્વર્ગ જોઇતું નથી. અહીંયાંજ તૃણુ ભક્ષણ કરતાં અમને રહેવા દ્યો. ’ છતાં ધર્મના નિમિત્તે જે પ્રાણી વધ કરે છે તે અંગારા વરસાવવાવડે વનને વધારવાની ઇચ્છા કરે છે. ’ ઇત્યાદિક ગુરૂની વાણી સાંભળીને દ્વિજો બ્રાહ્મણા ખુશી થયા. જિનશાસન પામીને તે સંસાર થકી અભય–નિય થયા. અને એવી રીતે યથાશક્તિ શ્રાવકધર્મ અંગીકાર કરીને તે પાતપેાતાને ઘેર ગયા. મકરાના ભવમાં જેમ તે બ્રાહ્મણને પેાતાનાં કરેલાં કર્તવ્યને પશ્ચાત્તાપ થયા, તેમ એકદમ વગર વિચાર્યું કાર્ય કરીને પછી પાછળથી તેનેા પશ્ચાત્તાપ કરવા એ નરી મૂર્ખતાજ છે. તેા હૈ ભદ્રાકૃતે ! ક્ષણભર વિચાર કર અને આ બધું આર્ત્ત ધ્યાન દૂર કર ! ”
સુરેંદ્ર શ્રેષ્ઠીની આટઆટલી શિક્ષા છતાં જેનું દિલ માયામાંજ ગ્રસ્ત છે, જેને ક્ષણમાત્ર પણ પુત્રવિયેાગથી શાંતિ નથી, રાત દિવસ એક પુત્રનુ જ જેને રટણ છે, એવી સુભદ્રા રડવા લાગી. એના કંઠે રડતાં રડતાં રૂંધાઇ ગયા. એ હૈયામાં દુ:ખના સુરા ખાઝવા લાગ્યા અને ડચકે ડચકે ખેાલવા લાગી. “ પ્રિય ! એ પ્રમાણે કહી દુ:ખીને ન ડાંભા. ક્ષત ઉપર ક્ષાર ના નાખેા. તમારા એ મ વેધી વાકચાવડે મને વિશેષ ન સંતાપા, પુત્રના વિયેાગે હમણાં
Page #108
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમારહું હિતાહિત સઘળું ભૂલી ગઈ છું, મહિના પૂર જેલમાં ડુબી ગઈ . છું, તથા મારા આત્માને પણ હું ભૂલી ગઈ છું. કેવળ પૂર્વનાં કરેલાં કર્મો જ આ ભવમાં પ્રાણને ફળાફળ આપે છે એ ખરી વાત છે. પંડિત પુરૂષે પણ ઘણા વિચારપૂર્વક કાર્યનો આરંભ કરે છે, છતાં કાર્યની સિદ્ધિ તો દૈવને આધિન જ રહેલી હોય છે, કેમકે સાંસારિક સર્વ લક્ષ્મી દેવાધિન છે. ગુણવાન એવા પંડિત પુરૂષે પણ ભાગ્યવશે કરીને દુ:ખરૂપી ખાડામાં પડી જાય છે. દીકરો વ્યવહારમાં દક્ષ થશે એ આશાએ મેં તો આ કાર્ય કર્યું હતું, છતાં તે મારાજ દુઃખને માટે થયું, કે જેવું શિવ બ્રાહ્મણને થયું હતું.'
પ્રકરણ ૧૬ મું.
શિવ વિપ્ર.” શેઠે “તે શિવવિપ્ર કોણ થયે છે” એમ પૂછયું–ત્યારે શેઠાણીએ કહ્યું કે –
જ્યાં વનસ્પતિ, ફળ, ફુલ આદિએ કરી નવપલ્લવિત ભૂમિ છે એવા મગધદેશમાં સુગ્રામ નામે એક ગ્રામ હતું. ત્યાં સર્વે લેકે સુખી ને સંતોષી હોવાથી ગરીબોને મન શ્રીમન્તોનો હિસાબ પણ નહોતે, છતાં પણ જેમ મગ સારા છતાં તેમાંથી એકાદ કેરડુ નીકળે છે, તેમ પૂર્વના દુષ્કર્મના ઉદયે કરીને દરિદ્રાવસ્થાવાળો એક શિવ નામને વિપ્ર પિતાના દિવસે દુઃખમાં ગુજારતો હતો. બાલ્યાવસ્થામાં તેનાં માતપિતા મરણ પામવાથી એકાકી એ તે મહા દુખે પિતાનો નિભાવ કરી શકતા હતા. જગતમાં દરિદ્રાવસ્થા એ પ્રાય: સર્વે આપદાઓનું મૂળ છે, તેથી એ શિવ બહુજ ચિંતાતુર રહેતા હતો. “હા ! શું કરું? વનમાં જાઉં કે ઘરમાં રહું ? કે દૂર દેશાવર જતો રહું ?” ઈત્યાદિક ધન મેળવવાને માટે તે અનેક સંકલ્પ વિકલ્પ કરતા હતા.
એક દિવસ તે દુ:ખથી મુંઝાયેલ કાષ્ટ લેવાને માટે વનમાં ગયો. વનમાં વનેચરની માફક ભમતાં તેણે કઈયેગીને જોયા, જેથી તેને વિચાર થયો કે “ગીઓ હમેશાં રસસિદ્ધિના જાણનારા હોય
Page #109
--------------------------------------------------------------------------
________________
શિવ વિપ્ર. છે, તે ખરેખર ! આમના દર્શનથી હવે મારું દારિદ્ર પણ નાશ પામશે.” એમ વિચારીને તેણે ગીને દંડવત નમસ્કાર કર્યા. યેગીએ આશીર્વાદ આપ્યો. “વત્સ ! તું જલદી શ્રીમાન થા !”
ગુરૂ ! મને તો જન્મથી દારિદ્રજ વરેલું છે. મારેને લક્ષ્મીને તે વેરભાવ છે, આ ભવમાં અમારે સલાહ થાય તેમ નથી, તો મરૂભૂમિમાં તરૂવરની માફક આપની આશીષ અત્યારે તો વિરૂદ્ધ છે, છતાં પણ આપ કદાચ પ્રસન્ન થયા હશે તો સ્વયંવરાની માફક સકળ સિદ્ધિએ મને પ્રાપ્ત થશે.” શિવ બ્રાહ્મણે જણાવ્યું. .
ત્યારથી શિવવિપ્ર પ્રતિદિવસ વેગીની સેવાભક્તિ કરવા લાગ્યો. શરઋતુમાં તૃષાતુર થયેલો માણસ સરોવરને જોઈને પ્રસન્ન થાય તેમ યોગી શિવની ભકિતથી પ્રસન્ન થયા, અને કહ્યું. “હે વત્સ ! તું પાડાનું પુછ લાવ અને તેને તેલમાં પલાળીને સુકવ ! ”
યેગીની આજ્ઞા પ્રમાણે તેણે તેમ કર્યું. તે પછી ગીએ તેને જણાવ્યું કે-“હે વત્સ ! હું તને અલ્પકાળમાં કુબેરના જે ધનવાન બનાવી દઉં!” એમ બોલતાયેગી બ્રાહ્મણને લઈને જંગલમાં ચાલ્યા. દ્રવ્યની આશાવાળે વિપ્ર રસ્તામાં આવતા પત્થરે સાથે ઘસાવાથી રૂધિરવાળો થયે. એક તરફ ભયંકર ફણાપવાળા સપે કુફાડા મારી રહ્યા હતા, તેમજ કૂર પશુઓ આમ તેમ દોડાદોડી કરી રહ્યાં હતાં. એવા ભયંકર અરણ્યમાં ઝાડીની ઘટાને લઈને અંધારું આવતું તો પુછની મશાલ સળગાવીને તેઓ ચાલતા હતા. એવી રીતે રસ્તો કાપતા તે અનુકમે અટવીની બહાર આવ્યા. ત્યાં
ગીએ તેને એક મંદિર બનાવ્યું અને કહ્યું “હેવિપ્ર ! આસિધેશ્વરી દેવીનું મંદિર ! એને પ્રસન્ન કરીને જલદી તું રસકુંપિકા મેળવ.”
તેણે પણ નજીકમાં રહેલા બાગમાંથી પુષ્પો લાવીને દેવીની પૂજા કરી. બે હાથ જોડી નવીન કાવ્યવડે તેની સ્તુતિ કરી.
દેવીએ તેની ભક્તિની પરીક્ષા કરી પ્રગટ થઈ તેને કહ્યું. “હે વત્સ! તારી ઉપર હું પ્રસન્ન છું! માટે કંઇ વસ્ત્ર ધર, હું તને તારૂં ઈચ્છિત આપું.”
દેવીનું વચન સાંભળીને બ્રાહ્મણે પિતાનું કપડું પહેલું
Page #110
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર - કર્યું, તેમાં દેવીએ મુઠી ભરીને યવ નાખ્યા. યવને જોઈને પિતાના. જાતિ સ્વભાવથી એ બ્રાહ્મણની ધીરજ જતી રહી ને કેપથી કહેવા લાગ્યું કે “નવા નવા કવડે સ્તુતિ કરવા છતાં તે પ્રસન્ન થઈને માત્ર મુઠીભર જવજ આપ્યા. અરે! તારા કરતાં તો ગામમાં ભિક્ષાવૃત્તિ કરું છું તેમાં પણ મને સારું મળે છે. તારે માટે આટઆટલાં કષ્ટ સહન કરીને અહીં આવ્યા , છતાં તે તો મને મુઠીભર જવજ આપ્યા. ખચીત જ દેવતાઓ પર્વતની માફક દરથી જ મનહર જણાય છે. મારે તો હવે રોજની ભિક્ષાવૃત્તિજ ઠીક છે. દુઃખે કરીને આરાધવા છતાં તારું આવું અ૫ ફળ મારે ન જોઈએ. આ તારા વિરસ જવ તનેજ મુબારક હો.” એમ વિચારીને યોને દેવી તરફ ફેંકી દેતે ત્યાંથી ચાલ્યો. જેથી દેવીએ કુદ્ધ થઈને યંત્રવાહીકળાકુશળ મનુષ્ય જે પત્થરને દૂર ફેંકી દે તેમ તેને દૂર પટકી દીધો.
ક્ષણવારમાં આંખ ઉઘાડીને તેણે જોયું તો એ પ્રાસાદે નહોતા, દેવી પણ નહોતી અને યેગી પણ નહોતા! “આ શું થયું?”
એમ વિચારતે તે ચારે તરફ ધ્યાનથી જોવા લાગ્યો. દુઃખી થઈને પિતાનાં વસ્ત્ર તપાસવા લાગ્યો, તે વસ્ત્ર બે ચાર યવ ચેટેલા દેખ્યા, પણ આશ્ચર્ય ! એ યવ તે ઉત્તમ જાતિના સુવર્ણના હતા એટલે તેને અફસ થયે. “હા ! હું હણાય ! વગર વિચાર્યું મેં આ શું કર્યું ? અરે ક્રોધથી મારી આંખે અંધ થઈ ગઈ હતી, કે જેથી દારિદ્રને હરણ કરનારા એવા દેવતાએ આપેલા યાને મર્મ હું સમજી શકે નહીં. હાય ! મારે આત્મા પોતેજ મારે શત્રુ થયો! મારું ભાગ્યેજ વક થયેલું છે કે જેથી ચાલી ચલાવીને લક્ષ્મી ઘરે આવતાં છતાં દુષ્ટ બુદ્ધિથી હું જ તેને ફેંકી દઉં છું. તે પછી બીજાને શું દેષ કાઢ? બસ, હવે જીવવાથી સર્યું !” એમ વિચારતે તે મરવાને માટે એક દિશા તરફ ચાલ્યો. જીવનથી કંટાળી ગયેલો તે ગાઢ વનમાં ગયો, ત્યાં નજીકમાં કેટલાક પુરૂને શબ્દ સાંભળવાથી તે તેમની પાસે ગયેતો તેમને કેદાળા લઈને ખાણ ખોદતા જોયા, તેથી તેણે પૂછયું. “ હે ભાઈએ ! આ દવાવડે શું કરો છો?”
“સાંભળ, તું કઈ પરદેશી જણાય છે. સમસ્ત દારિદ્રનો
Page #111
--------------------------------------------------------------------------
________________
શિવવિપ્ર.
૮૯ નાશ કરનાર આ રેહણગિરિ પર્વત છે. એના મૂળમાં રને ભરેલાં છે. જેથી અહીં ખોદી મહાકાંતિમાન એવાં રત્ન કાઢી ગ્રહણ કરીને દારિદ્રયને અમે તિલાંજલી આપી અમારે ઘેર જશું.”
તેમની એવી વાણી સાંભળીને લેભથી ક્ષોભિત થયેલા ચિત્તવાળા તે બ્રાહ્મણે એ સુવર્ણ યવથી કોદાળ ખરીદ કરીને પોતે પણ ખોદવા માંડ્યું. અનુક્રમે ખોદવાવડે તેણે પણ ઘણાં મણિ પ્રાપ્ત કર્યા. પોતાને ભાગે આવેલાં રો લઈને તે દ્વિજ પણ ખુશી થઈને તેમની સાથે સાથે પોતાના વતન તરફ વળે. બીજા કેટલાક ખેદનારાઓ માર્ગના ભયથી ડરીને બ્રાહ્મણ સર્વમાન્ય છે એમ સમજી તેની સાથે અન્ય અન્ય એક બીજાને ન ઠગવાના ગંદ ખાતા ને રસ્તો કાપતા એ ભયંકર અટવી ઓળંગી ગયા. હવે રાત્રી પડવાથી એક વૃક્ષની નીચે સર્વે જણા પોતપોતાનાં રત્ન પિતાને ઓશીકે મૂકીને પિતાના ઘરની માફક સુતા. તે સમયે નજીક વૃક્ષ ઉપર રહેલો એક વાંદરો તરુ ઉપરથી નીચે ઉતરી એજ સોમિલબ્રિજની રત્નની પિટલી લાડુની પોટલી સમજીને ઉપાડી વૃક્ષ ઉપર ચઢી ગયે. જ્યારે વાંદરો તે પોટકી ઉપાડી વનમાં જ હતો ત્યારે સર્વે જણા જાગી ઉઠ્યાને તેની ખબર પડતાં બ્રાહ્મણ તો હાયપીટ કરવા લાગ્યો.
તે વાનરને પકડવાને સર્વે જણા દેડ્યા તે ખરા, પણ વાંદરે તે પટકું લઈને અદ્રશ્ય થઈ ગયે, અને ગરીબ બિચારે કર્મને બળી બ્રાહ્મણ તો હાથ ઘસતો જ રહી ગયે. પાણીના અતિ ઉંડાણમાં સરકી ગયેલું ખંધુ માછલું કદિ હાથમાં ન આવે તેમ પાછા વાનર ભાઈ સપાટામાં ન આવ્યા. સર્વે જનોએ રડતા બ્રાહ્મણને શિખામણ આપી સમજાવ્યા. હત્યા કરનારા મનુષ્યને જેમ હત્યા તેની પેઠે લાગેલી હોય તેમ જગતમાં પિતાને અભાગિયાઓમાં શિરેમણિસમાન ગણતા તે બ્રાહ્મણ દારિદ્રય લઈને પ્લાન મુખવાળે પિતાને ઘેર ગયે. હાથમાં આવેલું જતું રહેવાથી પ્રતિદિવસ તે યમથી હણાય હાય તેમ પશ્ચાત્તાપ કરતો રડતો હતો. તેના દુ:ખની ગામધણીને ખબર , પડવાથી તેણે તેની ઉપર કૃપા લાવીને ઉત્તમ શાલિ અને રોહિણી ૧૨
Page #112
--------------------------------------------------------------------------
________________
ધલિ કુમારનામની એક ગાય આપી, કેમકે સજજન પુરૂષની લક્ષમી પરના ઉપકારને માટે જ હોય છે. એક દિવસ વર્ષાઋતુ આવી ત્યારે તે બ્રાહ્મણે ઉત્તમ જમીનમાં શાલિ વાવ્યા ને ગાય પણ ગર્ભવંતી થઈ. થોડા દિવસમાં કઈ મેટું પર્વ આવ્યું, જેથી શાલિનું ક્ષેત્ર અને ગાય પિતાના સેમદેવનામના પુત્રને અને સમશર્માનામની પુત્રીને સંપીનેતેમની રક્ષાનું કાર્ય ભળાવીને ધનને લાલચુ બ્રાહ્મણ નજીકના ગામમાં પર્વણી માગવાને ગયે. જ્યારે તે બ્રાહ્મણ દૂર ગયા ત્યારે તે ગામમાં એક નાટકિયાનું ટેળું આવ્યું. તેમણે પોતાની કળાવડે નગરના જનને પ્રસન્ન કરીને ઘણું ધન મેળવ્યું. અલ્પ સમયમાં તેઓને ઈચ્છા ઉપરાંત અધિક ધન મળેલું જેઈને સોમદેવને વિચાર થયો કે“અહો જગતમાં કળા એ એકજ શ્રેષ્ઠ વસ્તુ છે. લોકે પણ કેવા કળાપ્રિય છે કે અલ્પ સમયમાં તેણે હજારો રૂપિયા બીજાનું દિલ ખુશ કરીને મેળવી લીધા, ત્યારે મારે બાપ બિચારે ભિક્ષાવૃત્તિ કરીને થાકી જાય છે, છતાં તેને પેટપૂરતું પણ મળતું નથી. તો ભિક્ષાવૃત્તિથી ક્ષુદ્ર આજીવિકાવાળી આ બ્રાહ્મણવૃત્તિને ધિક્કાર થાઓ! હું પણ આ કળા શીખી આની માફક દ્રવ્ય મેળવું. કેમકે લક્ષ્મી વગરનો માણસ તૃણથી પણ જગતમાં હલકે ગણાય છે. ઉચ્ચ જાતિમાં જન્મ થયો તેથી શું ? ધનવાન માણસ નીચ જાતિને હોય તે પણ જગતમાં માન સન્માન પામે છે. જગતમાં પણ સુગંધ યુક્ત કમળ કાદવમાંથી ઉત્પન્ન થાય છે, છતાં ત સજનોને પણ માન્ય હોય છે. દેવતાઓની પૂજા પણ એજ કમળાથી થાય છે. વિનુ કાળા હોય છે છતાં પ્રભુતાને પામેલા છે. ચંદ્ર કલંકી છે છતાં સર્વને એ વલ્લભ છે. એવી રીતે લક્ષ્મીવાન ગમે તે હોય તે પણ સર્વેને એ માનવા ગ્ય હોય છે.” એ પ્રમાણે સેમદેવ વિચાર કરીને પિતાના બ્રહ્મકુળની આશંકા છેડીને તે નાટકીઆઓ સાથે મળી ગયે, ધનના લેભે કરીને તેણે પોતાની જાત, કુળ, મૈરવ બધું છોડી દીધું ને નામ પણ બદલી નાખ્યું. ત્યારપછી જગતમાં મધુ’ એવાં ઉપનામે સોમદેવ જાણીતા થયે
સોમશર્મા યુવાન અવસ્થામાં કેઈન દાબ વગર પિતે એકાકી ઘરમાં હોવાથી તે કઈ વંઠની કુબતમાં પડી ગઈ. તેની સાથે
Page #113
--------------------------------------------------------------------------
________________
શિવવિપ્ર. ચ્ચિારમાં પડવાથી ક્ષેત્રની ને ગાયની રક્ષાનું કાર્ય તેણે છોડી દીધું. એ ગર્ભવતી ગાય ઘાસ પાણે વગર મરણને વશ થઈ ગઈ, ને તેને બદલે આ સોમશર્મા યારની સોબતથી ગર્ભવંતી થઈ. શાલિનું તૈયાર થયેલું ખેતર પણ નકામું થઈ ગયું, નિંદવાયેગ્ય પાઓથી ભરાઈ ગયું. દીકરો નટ થઈ ગયે, ગર્ભવંતી દીકરી ત્યારની સાથે પલાયન કરી ગઈ.
કેટલેક દિવસે તે શિવ બ્રાહ્મણ થોડુંએક ધન એકઠું કરીને ઘરની સંભાળ લેવાને આવ્યું, પણ તણે ઘરે કોઈને જોયું નહિ. તેણે પિતાનું ઘર બધું તપાસ્યું ને કંઈ ન જેવાથી આશ્ચર્ય પામ્યું. પાડોશીને તેણે પૂછયું–“ભાઈ! આ બધું શું થઈ ગયું ?”
પાડેશીએ તેની ઉપર કરૂણા લાવીને આઘંત સર્વે હકીક્ત કહી સંભળાવી. એક કમાંજ તેને બધા તેના ઘરને ભરમ સમજાવી દીધો.
सोमदेवो नटो जातः, सोमशर्मा च गुर्विणी । शालि व प्रस्तृणैर्छन्नो, न प्रसूता च रोहिणी ॥ १॥
અર્થ–સોમદેવ નટ થયો, સોમશર્મા ગવંતી બનીને ભાગી ગઈ. તારા શાલિ નકામા પાઓના ભરાવાથી કસ વગરના થયા ને રોહિણી ગાય પ્રસવ્યા વગર યમપુરીમાં વિદાય થઈ.”
આ વૃત્તાંત સાંભળીને જન્મથી પિતાનું વૃત્તાંત સંભારત તે બ્રાહ્મણ ઘરમાં રહેવાને અસમર્થ હોવાથી વનમાં જઈ પોકે પોક મૂકીને રડ્યો. વૃક્ષોને પણ પોતાના દુખથી રડાવતે એ વિપ્ર હદયનો ઉભરે શાંત થતાં કંઈક શાંત થયે; એટલામાં તેના ભાગ્યમે કઈ કૃપાળુ મુનિ ત્યાં આવ્યા. તેમણે પ્લાન મુખવાળે અને દુઃખનું મંદિર એ તેને જોઈને પૂછયું-“હે ભદ્ર! કેમ બાળકની માફક રડે છે?”
જવાબમાં બ્રાહ્મણે પોતાનું દુખપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યું. ત્યારે મુનિ બેલ્યા. “હે ભદ્ર! રડ નહિ. ધીરજ ધર. કેની લક્ષ્મી? કેની પુત્રી? કેનું ઘર? એમ વિચારકર. એ વસ્તુઓ આ જીવે ભવેભવ મેળવી અને છેડી છે. પોતાની દષ્ટિના બ્રમથી–કાણુપણાથી આ કાશમાં એક ચંદ્ર છતાં જેમ બે દેખાય છે, તેમ મેહથી મુગ્ધ થયેલા
Page #114
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. જીવને સંસારમાં પણ તેવું જ દેખાય છે તે સાચાને ખોટું માને છે, ખોટાને સાચું માને છે. જિનેશ્વર અને તેના ભક્તો વગર સર્વે પ્રાણુઓ એક સ્વાર્થમાંજ રક્ત હોય છે. મહિલા, પુત્ર, પુત્રી વિગેરેમાં જે પ્રેમને સંકલ્પ છે, તે ધતુરાને કટપદ્રુમ માનીને તેની ઉપર પ્રેમ કરવા બેરાબર છે. ભવાંતરમાં જતાં તે કોઈ જીવની સાથે જતાં નથી. આત્મા અનેક પ્રકારનાં કષ્ટ સહન કરીને લક્ષમી મેળવવાના અનેક પ્રપંચ કરે છે, છતાં તે તો ભાગ્યને અનુસારે જ મળે છે. જીવ અલ્પ ધનનું રક્ષણ કરવાને માટે અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ કરે છે, છતાં તે મળેલું પણ જતું રહે છે, અને કર્મજ આગળ આવીને ઉભું રહે છે. ત્યાં બુદ્ધિ બિચારી શું કરે? જે સાંભળ! વિંધ્યાચળની અટવીમાં ગેરવર્ણવાળે કોઈ હાથી તરૂવરનાં સુકાં પાંદડાંનું ભક્ષણ કરતનિર્ભયપણે સુખમાં ફરતો હતો, પરંતુ તેના કપાળમાંથી મદ ઝરે હોવાથી તેની સુગંધથી આકર્ષાયેલા સેંકડે ભ્રમરાઓ સમુદ્રમાં પ૨પોટાની માફક તેની આસપાસ ગુંજારવ કરવા લાગ્યા. પ્રાત:કાળમાં વનમાં ઈતર પશુપંખીઓએ તે હાથીને પિતાની સુંઢ ઉંચી કરીને જાણે આકાશરૂપી તરૂવર ઉપરથી તારારૂપ કુલ ચુંટતો હોય તેવો છે. તેના મસ્તકમાં અનેક મોતીઓ રહ્યા હોવાથી જાણે કૃષ્ણનું વાહન હોય એવો તે જણાય. સ્થિર ઉભેલ હોવાથી શું આ તે ખીલેલું વૃક્ષ હશે કે વનલક્ષ્મીને ક્રીડા કરવાનો મહેલ હશે એ તે લાગતું હતું. વનવાસી પંખીઓ તેને અનેક રીતે જોતાં હતાં.
અન્યદા તે હાથી જેમ કોઈ શ્રીમાન કીડા કરવાને ઘરમાંથી બહાર નીકળે તેમ આડંબરથી ખેલવાને નદી તરફ જતા હતા. એવામાં બીજી બાજુએથી કઈ શીકારી પશુઓને હણવાને માટે પિતાના ગામથી નીકળે ત્યાં આવ્યો. નદીમાં ખેલતા એ હાથીને જોઈને તે શીકારી ખુશી થયો. તેણે તેની ઉપર દષ્ટિ રાખીને એક બાણ તાકયું. “આ ભદ્રજાતિના હાથીને મારવાથી મને મૈક્તિકનો લાભ અવશ્ય થશે. અહો ! આજે ભાગ્યયોગેજ લક્ષમી સ્વયમેવ મને વરવા આવી છે.” એમ વિચારતાં વિષમિશ્રિત બાણ જેવામાં તેણે છોડયું તેટલામાં તેને પગ જે જમીન ઉપર હતો તેની નીચે– તેના પગ નીચે સર્પનું બીલ હતું, જેથી તેના ચરણવડે તેનું છિદ્ર
Page #115
--------------------------------------------------------------------------
________________
શિવવિપ્ર. બંધ થવાથી અંદર પવન જતા અટક ને સર્પ મુંઝાયે, જેથી તે પવન લેવાની ઈચ્છાએ બીલમાંથી બહાર નીકળ્યો, અને તેના ચરણને દંશ દીધો. તેના દંશથી શીકારીએ પગ ઉપાડી લીધો ને સર્પ બહાર નીકળ્યો. ઝેર ચઢવાથી પર્વતની માફક એ શીકારી સપની ઉપર જ તુટી પડ્યો. તેથી એ સર્પ પણ ત્યાંજ ચગદાયે. સર્પ દંશેલો એ વ્યાધ પણ મતની ગડભાંગ કરતા ત્યાંજ હંમેશને માટે પડી રહ્યો ને ઝેરમિશ્રિત છુટેલા બાણે હાથીને ત્યાંજ વિધી નાંખે, ને લક્ષમી તે મરેલા હાથીનાં મસ્તકમાંજ પડી રહી. આ દ્રશ્ય ત્યાંથી જતા કેઈ વિદ્યારે જોયું. તે આશ્ચર્યથી મસ્તક ધૂણાવવા લાગ્યો ને નીચે પ્રમાણે વિધિને દૂષણ આપતે બે. “અહે!
अभूदिभस्य हृद्यन्य-दूहन्यस्यान्यत्पुनर्हदि । अहेश्चान्यद्विधिस्त्वन्य-दैव चक्रे तदस्य धिक् ॥ १॥
ભાવાર્થ—“હે વિધિ હાથીના હૃદયમાં શું હતું? શીકારીએ શું વિચાર કર્યો હતો? સાપે શું ધાર્યું હતું? છતાં એ ત્રણેથી વિરૂદ્ધ તે તારૂં જ ધાર્યું કર્યું. એકેને મરથ તે પૂરે થવા દીધો નહિ; તારો જ ક ખ કર્યો. તારી એ ચેષ્ટાને ધિક્કાર છે!”
હાથીનું આ વૃત્તાંત સાંભળીને તે સૌમ્ય ! તું ધર્મને વિષે બુદ્ધિ ધારણ કર. જગતનું આવું ક્ષણિક સ્વરૂપ જાણતાં છતાં ભાઈ ! તું શા માટે દુઃખી થાય છે?” | લક્ષમી અને સ્ત્રીથી પરાક્ષુખ થયેલ શિવ બ્રાહ્મણ મુનિના ઉપદેશથી વૈરાગ્ય પામીને ચારિત્ર ગ્રહણ કરી શિવસુખને ભજનારે થયે.”
આ પ્રમાણે શિવ બ્રાહ્મણનું દ્રષ્ટાંત સાંભળીને હે પ્રાણનાથ ! વિચારીને કાર્ય કરનારા પણ દુદેવના વશે કરીને દુઃખી થાય છે. એમાં મારે પણ શું દોષ ? ”
એવી રીતે એક બીજા કથાવડે દિલાસો દેતાં હૃદયના દુ:ખને શાંત કરતાં પોતાને વખત વ્યતિત કરતાં હતાં. કાષ્ટની અંદર રહેલે કીડો જેમ કાષ્ટને કેરીને પિલું કરી મૂકે છે, તેમ પુત્રની ચિતાએ તેમનાં એ વૃદ્ધ શરીર ખાધેલા ચીભડાની સમાન સત્વ વગરનાં
Page #116
--------------------------------------------------------------------------
________________
બસ્મિલ કુમાર. જણતાં હતાં. હદયના ઉંડા નિસાસાથી દુ:ખી એવા તેમનાં. શરીર હાડનાં ખોખાં જેવાં માંસ રહિત બનવા માંડ્યાં, તે છતાં સંસારની વ્યાવહારિક કેટલીક ક્રિયાઓ તે પૂર્વના સંસ્કારથી બેભાનપણે પુતળાંઓ જેમ ચેષ્ટા કરે તેમ કર્યે જતાં હતાં.
સમય તે પિતાનું કાર્ય કર્યું જાય છે. વખત કાંઈ કોઈને માટે ભાત નથી. કોઈને સુખમાં તોકેઈને દુઃખમાં વખત તે જાય જ છે. સુરેંદ્ર શેઠના ઉપદેશથી શેઠાણ અને યમતિ અને ધર્મમાર્ગમાં જોડાયાં. સુભદ્રા શેઠાણી જિનપૂજામાં, સામાયિક, પિષધ અને પ્રતિક્રમણ આદિ સર્વે ક્રિયામાં વહુને સાથે લઈ જતાં. સાસુ વહુ બને જણાં રોજ ત્રિકાળ જિનપૂજન કરે. બપોરે–મધ્યાન્હ સમયે સામાયિનું અવલંબન લઈ સમતાભાવ ધારણ કરીને જ્ઞાનધ્યાનને અભ્યાસ કરી જ્ઞાનનો વધારો કરે. રોજ સવાર સાંજ બને ટંક પ્રતિક્રમણ કરે. પર્વતિથિએ પિષધવ્રત લઈને જ્ઞાનધ્યાનમાં સમય
વ્યતિત કરે. રાજ નવકાર મંત્રનું સ્મરણ કરે. તેમણે યથાશક્તિ જિનપ્રતિમા, જિનચૈત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા એ સાતે ક્ષેત્રમાં ધન વાપરવા માંડ્યું. ફુરસદના સમયમાં નવકાર મંત્ર જાપ જપવા માંડ્યો અને જ્ઞાનના અભ્યાસથી અજ્ઞાનપણું દૂર કરવા માંડ્યું. એવી રીતે ધર્મકાર્યમાં સાસુવહુ નિરંતર પિતાનો સમય વ્યતિત કરવા લાગ્યા. શેઠ તો ભદ્રક પરિણામી હતાજ. નાની ઉમરમાંથીજ તેમનામાં ધાર્મિક સંસ્કાર પડેલા હતા. એટલે તેઓ તે નિયમિત રીતે યથાશકિત ધર્મસાધન કર્યું જતા હતા; અને એ રેજના ધાર્મિકપણાના અભ્યાસથી ત્રણે કાળ જિનેશ્વરની પૂજાવડેકરેલી આરાધનાના પ્રભાવથી તેમનાં તીવ્ર મેહબંધનો શિથિલ થયાં હતાં. કાંઈક જ્ઞાનના સભાવથી સંસારના યથાતથ્ય સ્વરૂપના જાણકાર થયા હતા, જેથી દુનિયાના ક્ષણિક ભાવે ઉપરની અજ્ઞાનજનક ભ્રમજાળ તેમની ઓછી થઈ ગઈ હતી. શ્રાવકનાં વ્રત પા. ળવામાં, જિનેશ્વરની ભક્તિ કરવામાં, અને ભગવંતે ભાખેલા શ્રાવકના આચારવિચાર પાળવામાં તે ચુસ્ત હતા. વૈરાગ્યવંત છતાં કુટુંબનું પાલણપોષણ કરવાની પોતાની ફરજ સમજીને રાગદ્વેષના તીવ્રબંધ વગર તે ફરજ બજાવે જતા હતા. કુટુંબના માણસની પણ સંભા
Page #117
--------------------------------------------------------------------------
________________
શિવવિઝ. -ળપૂર્વક કાળજી રાખે જતા હતા. એવી રીતે શેઠ પોતાનું સાંસારિક અને વ્યવહારિક અને કાર્ય શાંતપણે ધર્મને બાધ ન આવે તેમ કર્યે જતા હતા. અનુકૂળતાએ કામ અને અર્થનું આરાધન પણ સાચવતા હતા. એ પ્રમાણે ધર્મધ્યાનમાં મશગુલ થયેલા એ ત્રણે જણને ઘણો કાળ વ્યતિત થયે.
વેશ્યાને ત્યાં દ્રવ્ય જતું અટકાવ્યું, છતાં પુત્રદર્શનને મેહ તેમને સંપૂર્ણ થયે નહિ. છોકરે તે વેશ્યાને આધીન જ રહ્યો. અહિં માતા પિતા-શેઠ શેઠાણને અંતકાળ પાસે આવી લાગે; પરન્તુ ધમ્મિલને માતા પિતાનું મરણ સાચવવાની હમણું ફુરસદ નહતી. તે તો વસંતના સ્નેહમાં એટલો મશગુલ–આસક્ત હતે કે જેથી બીજી કોઈ પણ વાતનું તેને ભાનજ નહતું. જેમાં મદિરાને નિસો કરેલા માણસને દુનિયાનું ભાન રહેતું નથી, નિદ્રાને વશ પડેલા છ કાંઇ પણ બાહ્ય જ્ઞાન ધરાવી શકતા નથી, તેમ સ્ત્રીના વશમાં પડેલાને દુનિયાનું કાંઈ પણ જ્ઞાન રહેતું નથી. માતા પિતાને મરણ સમય નજીક આવ્યું, પણ પુત્રદર્શનની ઈચ્છા તે અધુરીજ રહી. નગરમાં, કુટુંબમાં, સગા સંબંધીઓમાં અનેક પ્રકારે ચર્ચા થતી હતી. લોકો જેને જેમ ગમે તેમ બોલતું હતું. પોતાને અંત સમય નજીક જાણુને શેઠે વેપારાજગાર પ્રથમથી જ સમેટી લીધે હતો, જેથી એ સંબંધી ચિંતાને હવે અવકાશ નહોતો. યશોમતિ માટે ઘણું ધન રાખી, તેને કેટલીક શીખામણ આપીસાતે ક્ષેત્રમાં બાકીનું કેટલુંક ધન વાપરી નાખ્યું અને પિતાના મરણ બાદન ફાવે તે પિયર રહેવાની યશેમતિને ભલામણ કરી. “પિયરમાં ભેજાઈ વિગેરેના કંકાસથી મુંઝવણ આવે તે આ ઘર મકાન સર્વ તારાં જ છે. તારી ઈચ્છામાં આવે તેમ ઉપયોગ કરજે. ધન ખરચજે. આજ સુધી જેમ ઉભય કુળને તે અજવાળ્યું છે, તેમ આપણા શુદ્ધ કુળને ઉજ્વળ કરજે. અમારું કુળ દીપાવજે. તારા સદ્વર્તનથી, દુઃખ સહન કરવાની શક્તિથી અને જગતની સારી ખાટી કુયુકિતઓ ધીરજથી સાંભળી લઈને સમય વ્યતિત કરવાથી સ્વર્ગમાં રહ્યા રહ્યા અમારે આત્મા તારી ઉપર આશીષ વરસાવશે. વહુ બેટા ! દુઃખમાં પણ ધીરજ ધરીને કાળક્ષેપ કરવાની તારી આત્મશકિત અમે જાણી છે. આ
Page #118
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર મારા મરણ બાદ પણ તારી એ શકિતને ખીલવજે. પ્રભુ ઉપર દ્રઢ . આસ્થા રાખી રોજ જિનેશ્વરને પૂછ એક વીતરાગના ધર્મનું જ તું અવલંબન રાખજે. જગતમાં માણસને દુઃખથકી છોડાવનાર વીતરાગભાષિત એક ધર્મ જ છે. ધીરજથી જે માણસો તેનું અવલંબન લે છે, તેને કાળાંતરે પણ સુખના દિવસો આવે છે. કરેલું ધર્મકૃત્ય ભવિષ્યમાં આડે આવે છે. વહુ બેટા ! તું પણ શેડો કાળ ધર્મનું અવલંબન કાયમ રાખીને દુ:ખ સહન કરીશ, તે ધર્મ પસાથે એ છોકરે તને પગે પડતે આવશે, સર્વે સારૂં થશે. આજ સુધી તો અમારું તને અવલંબન હતું, હવે તું એકલી નેધારી થઈશ, અમારા મરણ બાદ લેકે કંઈ કંઈ બેલશે, કારણ કે ગામને હોઠે કંઈ તાળું વસાતું નથી, તેથી તારે બધું સહન કરવું પડશે. જ્યારે સ્ત્રીને સાસરે દુ:ખ હોય છે, ત્યારે તેવી સ્ત્રીને પિયરમાં પણ પિયરીઆ કનડે છે. ભેજાઈએ મેણું મારે છે. અત્યારે તો એ બધું તારે સહન કરવું પડશે, દુ:ખના દિવસો એવી મુશિબતે ભેગવતાં પૂરા થશે ત્યારે સુખને સુવર્ણમય સૂર્ય તારે માટે ઉદય પામશે, સ્વર્ગમાં પણ અમારે આત્મા ત્યારે હર્ષ પામશે.” સસરાએ સુરેંદ્ર શેઠે યમતિને શીખામણ આપી. ઘર મકાન તેમજ સ્થાવર જંગમ વિગેરે જે મિલક્ત હતી તે સર્વે બતાવીને ચાવીઓ વહુને સેંપી દીધી.
આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો કે જે દિવસો શેઠ શેઠાણીના મૃત્યુના દિવસો હતા. યશોમતિએ દશે પ્રકારની આરાધના કરાવી, તેમની આગળ ધર્મશાસ્ત્રનું અધ્યયન કરીને નવકાર મંત્ર સંભળાવવા માંડયા. ઘણું ઉત્તમ રીતે આરાધના કરાવીને તેણીએ તેમનું મરણ ઉત્તમ રીતે સધાવ્યું. સાસુ સસરે એવી રીતે આરાધનાપૂર્વક મરણ પામીને દેવલોકે ગયા. કુટુંબીજનની મદદથી વહુએ સાસુસસરાની મરચિત સર્વ ક્રિયાઓ કરી, અને પોતાને જોઈતાંજ દાસદાસી રાખીને સમતાથી સસરાને ઘરે રહેવા લાગી. બીચારી એકલી અટુલી નિરાધાર બનેલી તે પોતાનું દુઃખ સંભારીને એકાંતમાં રડી પડતી. એક તરફ પતિ વેશ્યાના મંદિરમાં પડ્યો પાથર્યો રહેતા હતા. બીજી તરફ સાસુ સસરે તરતમાંજ પરલક ગમન કરી ગયાં હતાં, તેને તાજેશક હતા, વળી સગાં વહાલાં
Page #119
--------------------------------------------------------------------------
________________
વસંતસેના. તેના પતિ સંબંધી અનેક વાત કરતાં હતાં, જેને જેમ ફાવે તેમ બોલતું હતું. આ બધું તે સાંભળતી અને ધીરજથી કાળ નિર્ગમન કરતી હતી, અને ધમ્મલ જે જે મંગાવતો તે તે મેકલે જતી હતી. વળી પાછું ધન આવવાથી વેશ્યાની મા અક્કા ખુશી થઈ અને ધન્મિલનું ચિત્ત પણ પ્રસન્ન થયું. એમ કરતાં કરતાં કેટલાક સમય પસાર થઈ ગયે અને યશામતિ પાસેથી ધન પણ ખુટી ગયું. ત્યારે છેવટે તેણીએ પોતાનાં અંગનાં આભૂષણ પતિને મોકલાવ્યાં. તે આભૂષણ અક્કાએ પાછા મોકલાવ્યાં, અને તેણે મનમાં ધાર્યું કે હવે ધમ્મિલ નિધન થઈ ગયો છે, માટે તેને રસ્તે કરી નાખવો જોઈએ.”
વેશ્યાએ પાછા મોકલેલાં આભૂષણે યશોમતિએ લીધાં, પણ હવે ઘરમાં ધન બધું ખલાસ થવાથી પતિને કાંઈ મોકલાવી શકી નહિ. ઘર હાટ વગેરે જે સ્થાવર મિલકત હતી તે સર્વ વેચી નાંખી તેનું દ્રવ્ય કરી લીધું અને પોતે છેવટે અહીં એક ઉપાય નહિ રહેવાથી માણસોને રજા આપી પિયર આવી. ત્યાં માતાપિતાએ દુઃખભર આંસુએ હુવરાવી અને હદય સાથે ચાંપી એ દુ:ખી દીકરીને આશ્વાસન આપ્યું. ધનલક્ષ્મીથી ભરેલા મોટા ઘરે દીકરીને આપી છતાં દીકરી એશિયાળી થઈને ઘરે આવી, જેથી યશોમતિની માતા ધનદત્તા શેઠાણ રડી પડ્યાં, ધનવસુ શેઠને પણ બહુ લાગી આવ્યું કે છતે જમાઈએ દીકરીને વિધવા જેવી સ્થિતિ જોગવવાનો સમય આજે આવ્યો. હા! પણવિધિની અચળ સત્તા આગળ સૌ કોઈ લાચાર છે.
પ્રકરણ ૧૩ મું
વસંતના. “મા! મા ! આજે અત્યારમાં શામાટે મને બોલાવી?” એક સંદર્યસંપન્ન રમણુએ પોતાના મકાનના એક ખાનગી ખંડમાં પ્રવેશ કરતાં સામે બેઠેલી વૃદ્ધ ઉમરની પોતાની માતાને કહ્યું. ૧૩
Page #120
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલકુમાર.. : “દીકરી ! આમ આવ. આજે તને એક ખાનગી વાત કહે વાની છે–સલાહ દેવાની છે.” ડેશીએ–તેની માતાએ કહ્યું.
“શી સલાહ દેવી છે? માડી !” માતાની પાસે બેઠક લેતાં તે તરૂણી બેલી.
પિતાની સંદર્ય સંપન્ન દીકરીના હાવભાવ, તેનું લાલિત્ય -પાંડિત્ય જોઈ ડોશીને ઉમળકો આવ્યા. “અહો ! આવી કળાકુશળ છોકરીથી તે આપણે રોજ હજારો રૂપિયા પેદા કરીએ.” તે મનમાં ગણગણું, પણ પાછી વળી તે એકજ ઠેકાણે વળગેલી–ચંટેલી હેવાથી અકળાણી.
બેટી! આજે તને એક સલાહ દેવી છે. કદાચ તે તને કડવી તે લાગશે, પણ હું શું કરું? આપણે કુળાચાર તું ભૂલી ગઈ છે. નહિ જેવી વાતમાં તું ફસાઈ ગઈ છે.”ડેશી બોલતાં બોલતાં અટકી, દીકરીના હદય ઉપર પિતાના કથનની શું અસર થાય છે તે જોવાને તેણુના ચંદ્રવદન તરફ એકાગ્ર દષ્ટિથી જોયા કર્યું. સમજાવટથી કે શિરજોરીથી પોતાનો નિશ્ચય આજે તેને પાર પાડવો હતો, જેથી ધીરજથી ડોશીએ વાર્તાની શરૂઆત કરીને દીકરીનું વલણ કઈ બાજુએ ઢળે છે તે જાણવાને તેણુએ અંતરચક્ષુને ઉપયોગ કરવા માંડ્યો.
એટલે માડી ! તું શું કહેવા માગે છે? ઝટ કહે; તારી વાત સાંભળવાને મને હમણાં વખત નથી.” દીકરીએ બેપરવાઈથી ડેશીને કહ્યું.
દીકરીનું વચન સાંભળીને જમાનાની ખાધેલ પકકી ડોશી ચમકી, મનમાં ગણગણી, ગુસ્સે થઈ; પણ એકદમ તડને ફડ કરવાથી પોતે ફાવી શકે તેમ નહોતું. તેથી તે લેહીને ગોટ ગળી ગઈ; અને પોતે જાણે કાંઈ થયું ન હોય તેમ શાંતપણે ધીરજથી બેલી
હજી હમણુંજ તને બેલાવી, એટલીવારમાં તું ઉતાવળ કરે છે? દીકરી!પોતાની માતા સામે તારા સરખી છોકરીઓ ઉદ્ધતાઈ કરે ને માતાના ઉપકારે અત્યારથી ભૂલી જાય એ કાંઈ સારું ન કહેવાય !”,
માતાનાં એવા શબ્દોથી દીકરી કાંઈક શાંત થઈ. “પણ માતા!
Page #121
--------------------------------------------------------------------------
________________
વસંતસેના. તારા કહેવાને આશય હું કાંઈ સમજતી નથી. કાંઈ ખુલાસાથી વાત કર તે સમજ પડે.”
તો લે, હું તને સમજાવું. જરા શાંત ચિત્તે મારું કથન સાંભળ, જરી વિચાર કર.” ,
ઠીક ત્યારે, તારે જે કહેવું હોય તે કહે.”
જે ઉતાવળી થઈશ નહિ! હું કહું તે ઉપર ધ્યાન આપજે. કદાચ સાંભળતા તને અણગમો લાગે તે પણ ઉતાવળ કરીશ નહિ. એમાંજ આપણું હિત છે–સર્વસ્વ છે.”
“ભલે! હું પૂરતો વિચાર કરીશ. આપણું હિતની વાત હું શા માટે નહી સાંભળું?”
દીકરી! આજ ઘણા વરસથી તારો આશક ધમ્મિલ રાતદિવસ તારા પડખામાં પડ્યો પાથર્યા રહે છે. આજ સુધી તે તેના ઘરથી મનમાનતું ધન આપણને મળતું હતું. તારી જુવાનીનાં સેદર્યનું મૂલ્ય આપણને એ રીતે પ્રાપ્ત થતું હતું. પરતુ..ડોશી અટકી ને દીકરીના વદન ઉપર થતી વિકૃતિ જેવાને નિરખવાને જરી ભી.
પરન્તુ એટલે, પછી આગળ શું?” દીકરીએ આતુરતાથી પૂછયું.
“પરંતુ આજ કેટલાય દિવસથી તેના તરફથી તારા સેંદર્યના ભેગનું કાંઈપણ મૂલ્ય આપણને મળતું નથી, ને હવે તે નિર્ધન થઈ ગયા છે. તેને કસ બધો ચુસાઈ ગયો છે.”
“તેથી શું?”
તેથી શું? હવે તે આપણા ઘરમાં રહેવા ગ્ય નથી રહ્યો. એવા નિધનને ઘરમાં રાખીને ઉલટું આપણું દ્રવ્ય તેને ખવડાવવું અને રાતદિવસ એ કંગાળ તારા પડખામાં પડી રહે એ આપણું ધંધાને કેમ પાલવે ?”
ત્યારે આપણે હવે શું કરવું ? દીકરીઓ આગળનું રહસ્ય જાણવાને માતાને અકકાને પૂછ્યું,
Page #122
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર.
૧૦૦ - “શું કરવું? શું કરવું શું? તારે એને પાણિગું નાળિ યેર આપી દેવું, તેને છોડી દે ! એના કરતાં સવાયા કઈક ધનાત્યના કુંવરે તારા દર્શન માટે તલસી રહ્યા છે. મેં માગ્યા દામ આપવાને આતુર થઈ રહ્યા છે.” ડોશી અકકાએ ખુલાસો કર્યો.
પણ માડી ! એમ શા માટે કરવું જોઈએ? એણે આપણને પુષ્કળ દ્રવ્ય આપ્યું છે. આપણા ઘરમાંનું ઘણું ખરું દ્રવ્ય તો એનાથીજ આવેલું છે ને હવે એને આપણાથી કેમ છોડી દેવાય?”
“ દ્રવ્ય આપ્યું એમાં નવાઈ શું કરી, બેટા ! તને ખબર છે કે એ દ્રવ્યના બદલામાં તારા સરખી અસરાએ એને પોતાનું કૅમાર્યવ્રત આપેલું છે. આજ સુધી તારા સ્ત્રીત્વપણાનો નિરંકુશપણે મેં ભગવટ થવા દીધું છે. એ દ્રવ્યના બદલામાં તેં એને સુખ આપવામાં શું મણ રાખી છે?” અકળાએ ખુલાસાથી વસંતતિલકાને કહી સંભળાવ્યું. તે સુંદરી તે ધમિલની માથક અને વેશ્યાની પુત્રી વસંતતિલકા હતી. ડેશી અકકાનું નામ વસંતસેના હતું.
“તો હવે ભલે એજ તેને ભગવટો કરે. આપણા ઘરમાં ધનની શું કમીના છે? જીંદગી પર્યત ખાતાં પીતાં ને મુક્ત હાથે વાપરતાં ખુટે તેમ નથી. વળી તે નિર્ધન થયો તે તે આપણાથીજ થયે. આજ સુધી તેનું લુણ ખાધું અને હવે તેના નિર્ધનપણામાં તેને છોડી આપણે લુણહરામ થવું ? માતા આવું વચન બોલવું તને શોભે છે?” વસંતે કહ્યું.
પણ તું આપણા ધંધાની વાત કાંઈ સમજે છે કે એમજ બકે છે? ખ્યાલ રાખજે, આપણે તે વેશ્યાને બંધ કહેવાય. એકને એક ઠેકાણે પડી રહી તેમાં ડુબી મરવાનું કામ આપણું ન હાય. છોકરી ! એનામાં તે શું જોયું છે ? જે તારા માટે કેટલાએ નવજુવાને તરફડીઆ મારી રહ્યા છે. તે અવનવા પુરૂષે ભોગવી સંસારની મજાહ ભેગવ! દ્રવ્ય સંપાદન કરીને આપણી તિજોરીનું તળીઉં તર કર. આપણા આવા અણમોલ ધંધાને ખ્યાલ કર.”
એવી વાત તું મારી આગળ ના કર, તને ખબર છે? મારૂં ચિત્ત તે એ ધમ્મિલમાંજ લાગેલું છે. મારું જીવિતવ્ય મેં એનેજ
Page #123
--------------------------------------------------------------------------
________________
વસંતસેના.
૧૧
સેંપેલું છે. મા ! મા ! મહેરબાની કરીને તું કડવા શબ્દો બોલી મારા અંતરાત્માને ન દુભવ ! એમાંનું હવે મારાથી કાંઈ બનવાનું નથી. આ ભવે કે આવતે ભવે મારે તે એ એક ધન્મિલજ સ્વામી છે. માટે તારું કહેવું હું કેમ કબૂલ કરું?”
છોકરી! તું તે સદંતર ગાંડી થઈ ગઈ છું. આવાં આવાં ગાંડા ઘેલાં શું કાઢે છે? આપણે વેશ્યાને વળી એકને વળગી રહેવું શું ? આપણે જે સાચી પ્રીતિ કરીએ તો આપણને ભૂખે મરવાને સમય આવે, સમજી! તું હજી નાદાન છે–બાળક છે, તેથી સમજતી નથી, પણ હું કહું છું તેના ઉપર પૂરતો ખ્યાલ કર, વિચાર કર.”
“તે વિચાર કરેજ છે, તારું કહેવું મારાથી આ ભવે તે કદાપિ માની શકાશે નહિ. ગમે તે પણ તારે દીધેલ એ મારે પતિ છે-હું એની પત્ની છું.”
વેશ્યા શું કેઈની પત્ની થઈ શકે છે? એ તે દ્રવ્યનીજ સગી બને છે. જ્યાં સુધી તેની પાસે જર હોય ત્યાં લગી તે ખાધા કરે છે. જરનું જોર તુટયું તે તરત જ તે ચતુરા એકને છોડીને બીજે કરે છે. તારી માફક શું એકજ કુવામાં બધી ડુબી મરે છે?”
ભલે તારે કહેવું હોય તે કહે. મારે મન તે તે સાચો છે. મારું ચિત્ત હાડેહાડ તેને આધિન-પરવશ થઈ ગયું છે. એને છોડવા જતાં પહેલાં હું જ તેની પાછળ ઝુરી ઝૂરીને મરી જઈશ. એ નકકી માનજે.”
એ બધી તારી વાહિયાતની વાતો જવા દે. કહું તે પ્રમાણે તારે કરવું જ પડશે. મૂર્ખ છોકરી ! એવી છેટી તારી જકક કામ લાગશે નહિ. હજી પણ કહું છું કે સમજ, ને એ કંગાળને છેડી દે.” ડોશીએ સમજાવવાથી કામન થવાને લીધે દમ ભરાવવા માંડ્યો.
માડી! કોઈપણ રીતે હું એને છોડીશ નહિ. હું તને વારવાર શું કહું? મેં એનો હાથ પકડ્યો છે, એણે મારો હાથ પકડ્યો છે. અમે બન્ને જીદગીમાં એક બીજાના સુખ દુઃખના સાથી થઈને રહેશું, પણ એકબીજાને છોડીને છૂટાં વહિ થશું તે નહિજ થશું!”
શું ત્યારે તું તારૂંજ ધાર્યું કરશે? અને આટલે વર્ષે અનુ
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ધમ્મિલ કુમાર. ભવની ખાધેલ હું તે મારું વચન શું ફેગટ જશે એમજને? છોકરી !. તને પાળી ઉછેરીને મેટી કરી તેનું આજ ફળ! કેમ ખરુંને? હું જે કહેતી હઈશ તે તારા હિતનેજ માટે! તારૂં અહિત કરીને મારે શું તારી પાસેથી રાજપાટ લેવું છે?”
- “રાજપાટ તે નહિ, પણ મારું અહિત કરીને તમારે ધનવાને લુંટીને દ્રવ્ય તે અવશ્ય ભેગું કરવું છે, કેમ ખરુંને માડી ! ઘરમાં આટઆટલું અનગળ દ્રવ્ય છે, છતાં તારી તૃષ્ણાને પણ હદ છે? હજી કેટલું દ્રવ્ય મને ભિન્ન ભિન્ન પુરૂષના પડખામાં ચુંથાવી ભેગું કરવા ધાયું છે? યાદ રાખજો ! મુવા પછી પાપથી પેદા કરેલું એ દ્રવ્ય કેઈની પાછળ જતું નથી, પણ કરેલું પાપ તે અવશ્ય કર્તાની પાછળ જાય છે.”
દીકરીની વાણી સાંભળીને ડોસી ઝંખવાણું પડી. નકકી છોકરી હવે હાથમાંથી ગઈ, તે મારું કહેવું માનશે નહિ, પણ અત્યારે તે હવે મૌન રહેવું એજ ઠીક છે. અનુકૂળ સમય મેળવીને એને રસ્તો સાફ કરી નાંખીશ. જે કાર્ય આમ ખુલ્લી રીતે ન બની શકે તેવું હોય તેને કપટથી પાર પાડવું, પણ બનેને છુટાં તે અવશ્ય પાડવાં અને છુટા પડશે ત્યારે જ તેને ગમ ભૂલાશે. અન્યથા હવે વારંવાર એને કહેવું વૃથા છે. “ઠીક છે દીકરી! અત્યારે તે જા. મારા કહેવા ઉપર તું હજી પૂરતો વિચાર કરજે અને પછી મને કહેજે.” તરતજ રેષાતુર વસંતતિલકા પોતાના ઓરડા તરફ ચાલી ગઈ. ડેસી વસંતસેના તે દેખાણું ત્યાં લગી તેના તરફ જોઈ રહી. “ઠીક છે ! તું પણ જે કે હું શું કરું છું.” તે મનમાં ગણગણી.
પ્રકરણ ૧૮ મુ.
ધમ્મિલને યુતિવડે ઘરમાંથી બહાર કાઢવે.
હલકા જન હલકાઈ કરે, લીયે પલકમાં લાજ;
ઉતરાવે છે પાઘડી, માંકડ કરી સમાજ.” અકકા વસંતસેનાએ પિતાની પુત્રી વસંતતિલકાને ધમિલને
Page #125
--------------------------------------------------------------------------
________________
બિસ્મિલને બહાર કાઢી મૂકે.
૧૦૭ કાઢી મૂકવા માટે શામ, દામ, દંડ અને ભેદથી સમજાવી, પરન્તુ તેનું પરિણામ શું આવ્યું તે આપણે જોઈ ગયા છીએ. દમ ભરાવા જતાં કદાચ દીકરીને ખેઈ બેસવાનો વખત આવે એમ ધારી તે વખતે તે મન થઈ ગઈ. પિતાનું ધાર્યું પાર પડે એમ અકકા ડેશીને લાગ્યું નહિ. આથી તેણીએ કઈ ભેદ નીતિને ઉપગ કરીને કાર્ય સિદ્ધ કરવાનો વિચાર કર્યો. “આહા ! જોયું આજ કાલની છોકરીઓ! કેવી માબાપની ઉપરવટ થઈને ઘર કરી લે છે. દીકરીના હિતની વાત કરી તોપણ એને ગળે ન ઉતરી. આપણે વેશ્યાને ધંધો કેવી રીતે ખીલી શકે તે પણ તે ન સમજી. ભમર જેમ જુદા જુદા પુષ્પ ઉપર બેસીને તેની પરાગને રસ ચૂસે છે તેમ આપણે વેશ્યા જાતિએ નવનવા અમીર ઉમરાવ અને શ્રીમતને હાથમાં રમાડીને લક્ષ્મી એકત્ર કરવી જોઈએ. આપણે વેશ્યા જાતિને વળી એક પતિ કેવો ? પણ છોકરીને મારી વાત રૂચી નહિ, અને પેલા કંગાળમાં લુબ્ધ થઈ ગઈ. માટે કોઈપણ ઉપાયે તે બન્નેને જુદાં તે પાડવાં જ જોઈએ. બળથી ન થાય તો કળથી કામ કરવું. એવું કઈ કાર્ય નથી કે જે બુદ્ધિથી સાધ્ય ન થાય; પણ બુદ્ધિને ઉપગ કરતાં આવડવું જોઈએ, એ છોડી એના મનમાં શું સમજતી હશે? ઠીક છે, સમય આવતાં તેનો પણ ઘાટ ઘડી નાંખીશ.” અકકા વસંતસેના મનમાં ને મનમાં એમ ફફડતી હતી. દીકરીની આવી ઉદ્ધત વર્તણક તરફ તેને તિરસ્કાર આવ્યો હતો. જેથી તે વખતે તે ડોશી મૌન રહી ગઈ, ગમ ખાઈ ગઈ ને અનુકૂળ સમયની રાહ જોવા લાગી.
લગભગ એક માસ જેટલો સમય વચમાં પસાર થઈ ગયે, નવી વાત જુની થઈ ગઈ. ડેશીની કાંઈપણ હીલચાલ નહિ જેવાથી વસંત પણ મનમાં ખુશી થઈ. સમજી કે પીડા પતી. થોડા માંજ ડેશી સમજી ગઈ. હવે હમેશનું સુખ થઈ ગયું. ભવિષ્યની આપત્તિ હતી તે હવે ટળી ગઈ, તેથી તે પણ રાજી થઈ અને નિશ્ચિતપણે દિવ્ય ભેગે ભેળવવામાં પિતાને સમય વ્યતિત કરવા લાગી.
એક શુભ દિવસે અકકા-ડોશીએ પોતાના ઈષ્ટદેવની માનતા
Page #126
--------------------------------------------------------------------------
________________
ધમ્બિલ કુમાર કરવાને નિમિત્તે મટે ઓચ્છવ માંડ્યો, અને તે દિવસે એક ને આઠ કુમારિકાઓને જમવાને નાતરી, તેમજ શહેરમાં રહેનારી દરેક વેશ્યાઓને વસંતસેનાએ આમંત્રણ કર્યું. આખો દિવસ રંગ રાગ અને નાચ ગાનમાં પસાર કરી ધામધુમથી ઓચ્છવ પૂર્ણ કર્યો. વસંતતિલકા અને ધમ્મિલને પણ તેમાં ભાગ લેવાને બોલાવ્યા. અકકાની દાસીઓએ તેણીના હુકમ પ્રમાણે બધાંની સરભરા વ્યવસ્થાપૂર્વક કરી. એચ્છવમાં ને ઓચ્છવમાં દિવસ પૂર્ણ થયો, પછી બધાને જમવાને બેસાડયાં. ઉત્તમ જાતિનાં પકવાન્ન કે જેમાં ઘારી, ઘેબર, જલેબી, મગજ, મગદળ, પૂરી, બરફી, લાડુ વગેરેની અનેક જાતો હતી, તે સિવાય અનેક જાતનાં શાક, દાળ, ભાત, કરં બે વગેરેથી સર્વેને જમાડીને તૃપ્ત કર્યા. તે પછી છેવટનાં પાન, સોપારી આપીને સર્વને વિદાય કર્યા અને બાલિકાઓને શ્રીફળ ને પાન આપ્યાં. એવી રીતે આનંદમાં રાત્રીને પ્રથમ પ્રહર વ્યતિત થયે. છેવટે સર્વેએ મદિરાપાન કર્યું, તેમજ અકકાએ કપટવડે કરીને ધમિલ અને વસંતતિલકાને ચંદ્રહાસ મદિરા દાસી મારફતે પીવરાવી દીધી, જેથી તેઓ જેવાં પિતાના પલંગ ઉપર શયનગૃહના ઓરડામાં ગયાં કે સુતાની સાથેજ અચેતન જેવાં થઈ ગયાં. એવી રીતે અકકાનું એક કામ તે પાર પડ્યું. અકકાએ પછવાડેથી તપાસ કરી તો બને નિખ જેવાં થઈને પડ્યાં હતાં. મદિરાના પ્રતાપથી તે બેભાન જેવી સ્થિતિમાં હતાં.
પિતાના એકાંત ખંડમાં આવીને આસ્તેથી વસંતસેના–અક્કાએ બુમ મારી. “દાસી ! એ દાસી” જવાબમાં બેત્રણ અક્કાની માનિતી દાસી થાક-શ્રમથી બારીએ રાત્રીનો છંડે પવન લેતી હતી તે આવીને એકદમ હાજર થઈ. “શું છે બાઈ સાહેબ?”
જુઓ! તમારે બે ત્રણ જણેએ મળીને એક કામ કરવાનું છે. કામ ગુપ્ત છે. કોઈ ન જાણે તેમ કરવાનું છે.” અક્કાએ આસ્તેથી પિતાની પાસે બેસાડીને દાસીઓને કહ્યું.
“ઘણું સારૂં બાઈ સાહેબ ! પણ તે કામનું નામ?” એક મુખ્ય દાસીએ કહ્યું.
Page #127
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ ઘર બહાર.
૧૦૫
જે, સાંભળ, આજે જે મેં ઓચ્છવ માંડીને આવડો મોટો ખર્ચ કર્યો છે તે શા માટે કર્યો છે તે તું જાણે છે?”
નાજી! કાંઈ બાધા-માનતા હશે તેથી, બીજું શું હોય વળી?” દાસીએ કહ્યું.
“બાધા એ નથી ને આખડી એ નથી! એ બધું એક જાતને દંભ છે. જેને માટે આટલું બધું મેં ખર્ચ કર્યું છે તે મહાન કાર્ય તે હજી બાકી છે, અને તે તારે હાથે કરવાનું છે, સમજી?”
“ઘણી જ ખુશીથી, ફરમાવો તે કાર્ય. ”
“જે ચંદ્રહાસ મદિરાનું પાન કરીને વસંત અને ધમ્મિલ બને બેભાન દશામાં પડ્યાં છે. તે મદિરાનો કેફ એ છે કે પહાર દિવસ ચઢશે ત્યાં લગી તેને નિશા રહેશે અને તેમના એ નિશામાં ધમ્મિલ અને વસંતને આપણે છુટાં પાડવાં છે, જેથી તે કદિ પણ એક બીજાં મળી શકે નહિ. તેમને છુટાં પાડવાનું કાર્ય તારે કરવાનું છે, ચંપા! સમજી?” ડેશી મુખ્ય દાસીને ઉદ્દેશીને બોલી.
એમાં શું મોટી વાત છે? એ તો મારા એક ડાબા હાથનું કામ છે, બાઈજી ! “ચંપા લટકે કરતી ઘમંડપૂર્વક પિતાના સ્ત્રીજાતિના ઉત્સાહથી બોલી.
“કેવી રીતે તે તેમને અલગ કરી શકીશ?” ડોશીએ પૂછયું.
કેવી રીતે? અત્યારે લગભગ મધ્ય રાત્રીને સમય થવા આવ્યા છે. ત્રીજો પ્રહર વીત્યા બાદ એ કંગાળને બેભાન અવસ્થામાં જ વસંતતિલકાની પાસેથી ઉચકીને ગાડામાં નાખીશું અને પછી ગામ બહાર વગડામાં જઈને એને છોડી દઈશું, એટલે બેડો પાર !” ચંપાએ જાણે એમાં મોટી વિસાતન હોય તેવી રીતે બેપરવાઈથી કહ્યું.
“બરાબર છે, તારી એ યુક્તિ ઠીક છે, આપણું કાર્ય એથી અવશ્ય સિદ્ધ થશે, એ ધમ્મિલ વસંતતિલકાથી હંમેશને છુટે પડશે, ત્યારે જ આપણું કાર્ય પાર પડશે.”
તમે તે માટે હવે નિશ્ચિત રહે, હવે એ અમારે માથે!” ૧૪.
Page #128
--------------------------------------------------------------------------
________________
યસ્મિલ કુમાર.
“ જો ત્યારે તેની કાળજી હવે તારે માથે, પણ પાછી દિવસ ઉગ્યા પહેલાં ઘેર આવી જજે. ”
૧૦૬
“ એ માટે તમે ચિંતા કરશેા નહિ, જેમ બનશે તેમ ત્વરાએ અમે એ કામ કરી ઘેર આવી જશું.”
“ ઠીક ત્યારે, આપણા ગાડીવાળાને કહી રાખ કે ગાડુ ત્રણ પહેાર રાત્રી વીતે ત્યારે તૈયાર રાખે. ’
,,
“ તે માટે હું બદાખસ્ત કરૂ છું. ” ચંદા ખાલી.
“ ઠીક ત્યારે હું હવે સુવા જાઉં છું, ચ’પા!” ડેાશી નિરાંત કરીને મેલી.
“ બેશક, ખુશીથી સિધાવા. હવે એ જોખમદારી અમારે માથે. ” ચ’પાએ કહ્યું.
તે પછી ડેાશ પાતાના સુવાના ઓરડામાં ચાલી ગઈ. ચપાએ ગાડીવાળાને ગાડી ઘેાડીવાર પછી તૈયાર કરવાની સૂચના આપી; અને પેાતાના એરડામાં આવી. ત્યાં તેની સાગ્રીત દાસીએ તેની રાહ જોતી બેઠી હતી. પેાતાના કાર્ય ને હજી થાડા સમયના અવકાશ હાવાથી તેમની સાથે આડી અવળી વાતા કરી તે સમય પસાર કરવા લાગી.
રાત્રીના ત્રીજો પ્રહર વીતી ગયા હતા. ચાથા પ્રહરનાં ચાઘડિયાના અવાજો સંભળવા લાગ્યા, કે તરતજ ચંપા એકદમ ઉભી થઇ અને નીચે આવી, તેા ગાડીવાળા ત્યાં આગળ ગાડી છેાડી ઘેાડાને ચાર નાખીને પેાતાની ગાડીની બેઠક ઉપર ધારતા હતા. તેને ચંપા એ ધીમેથી એ ત્રણ સાદ કર્યો, પણ પરાઢની સીડી નિદ્રામાંથી જાગૃત થવાને તેને ફુરસદ નહોતી. નિદ્રામાં પણ પરાઢની નિદ્રા ઘણી મીઠી હાય છે, તેમજ તે સમયે જગતમાં પણ શાંતિ હાય છે. મધ્યરાત્રી પર્યં ત દુનિયાની ધમાચકડીમાં મશગુલ રહેલા જીવાને પણ આ વખતે તે શાંતિ હેાય છે. ચાર, લુંટારા કે જુગારી લેાકા પણ આ સમયે શાંતિ ભાગવતા હાય છે, અહો! એ પાઢ સમયની મીઠી –મધુરી નિદ્રા ! જેને એના અનુભવ હાય તેજ સમજી શકે છે! એ ત્રણ સાદ કરવાથી પણ જવામ નહિ મળવાથી ચંપા ગુસ્સે થઈ.
Page #129
--------------------------------------------------------------------------
________________
બસ્મિલ ઘર બહાર.
૧૦૭
મૂર્ખા! બળદની માફક ઘેરે છે, જેને ! માથે ભયંકર કામ લટકેલું છે અને આને ઉંઘ આવે છે!” તે મનમાં બબડી; અને તેનું બાવડું ઝાલીને ખેંચે. “કેમ બહુ ઉંઘ આવે છે કે ? નફકરો !” ગાડીવાળે તરતજ જબકીને જાગ્યું. “કેમ કેટલી વાર છે?” અધી ઉંઘમાં તે બબડ્યો.
વાર શેની? હજી શું ઘેરે છે? આ દિવસ ચઢવા આવ્યો ! ઉઠ અને ચાલ મારી સાથે.” | ગાડીવાળે જાગ્યો અને અલ્પ સમયમાં તૈયાર થઈ ચંપાની સાથે ચાલ્યું. તેઓ બન્ને કંઈઓરડા ઓરડીઓ વટાવીને વસંતના દિવાનખાનામાં આવ્યાં. ત્યાં બન્ને જણા અવ્યવસ્થિત વસ્ત્રમાં એક બીજાને ગાઢ આલિંગનપૂર્વક સુતાં હતાં. ત્યાં ચંપાએ ગાડીવાળાને બહાર ઉભે રાખીને અંદર આવી ધમ્મિલને વસંતના આલિંગનમાંથી છુટો કર્યો. મહા મુશીબતે તેને પલંગ ઉપરથી નીચે ઉતાર્યો. અને વસંતતિલકાને બરાબર ઓઢાડીને સુવાડી. ધમ્મિલ પલંગથી નીચે હતો પણ મદિરાને કેફ તેના ઉપર સંપૂર્ણપણે જામેલે હતે તેથી એને કાંઈ ખબર પડી નહિ. તરતજ દાસીએ ગાડીવાળાને હાક મારી, તે અંદર આવ્યો, અને બન્ને જણે તેને–પસ્મિલને લઈને નીચે આવ્યા ને ગાડીમાં નાખે. ગાડી જોરથી ચલાવી. થોડા સમયમાં શહેરની બહાર ગાડી નીકળી ગઈ ગાડી વગડામાં આવી ત્યાં ચંપાએ ગાડીને ઉભી રખાવી અને બન્ને જણાએ મળીને ધમ્મિલને નીચે ઉતાર્યો. ગાઢ ઝાડીમાં-વગડામાં તેને મૂકી દઈને તેઓએ તરતજ ગાડીને પાછી શહેર તરફ ચલાવી. | સ્વાથી મનુષ્ય બીજાનું ગમે તે થાય પણ પિતાનો સ્વાર્થ સાધવાને પાછી પાની કરતા નથી. બસ્મિલનું આવા ભયંકર જંગલમાં શું થશે? તેની પરવા એ લોકોને ઓછી જ હતી. ધમ્મિલ નિધન થયો, એટલે એમને નકામે હતો. જંગલમાં એનું જે થવાનું હોય તે થાય, પણ તેમની તેને ઘરમાંથી કાઢવાની ઈચ્છા તો એ મુજબ પાર પડી હતી.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રકરણ ૧૯ મું.
-
“અરે ! આ શું થયું?” “ક્યા કરે ચાહને વાલેકા ભરોસા કોઈ
જગતમાં કીસીકા હેતા નહિ કોઈ.” લગભગ પ્રહર દિવસ ચાલ્યો હતે. સૂર્યનારાયણે પોતાની પ્રભા ફેલાવી જગત ઉપર પોતાની સત્તા જમાવવા શરૂઆત કરી દીધી હતી. દિવસના ભાવને જણાવનારાં પંખીઓએ કેકારવ કરીને આખું વન ગજાવી મૂકયું હતું. તે વખતે કંઇક મદિરાને કેફ ઉતર્યો અને પંખીઓના કલાહલવાળા શબ્દો તેમજ સૂર્યની ગરમીથી ધમ્મિલની આંખ ઉઘડી ગઈ. તે પોતે ક્યાં ક્યાં પડ્યો છે તે જોવા લાગ્યું. શું પોતે સ્વમામાં તે નથી? આંખો ચોળી, આસપાસ નજર કરી, “ના, ના, સાક્ષાત હું જાગૃત અવસ્થામાં જ છું. ત્યારે આમ કેમ? હું કયાં સુતા હતા અને અત્યારે કયાં છું? એ વસંત ! એ ચિત્રશાળા ! એ રમણીય છત્રપલંગ ! એ બધું ક્યાં ગયું ? તેને બદલે મારી કાયા તે કચરાથી ખરડાયેલી છે. પલંગને બદલે આ ખડબચડી પૃથ્વી છે અને મહેલને બદલે આ તે ગાઢ ઝાડી રહેલી છે. ત્યારે આ શું થયું ? આ સ્વનું તો નથી જ. સાચે સાચ હું જાગૃત છું; પણ હાં, હાં, હવે સમજાયું ! વેશ્યાજાતિ દ્રવ્યની જ સગી હોય છે, હું નિધન થયે જેથી એ રાંડ અક્કી–ડોશીએ મને કાઢવાનો આ તાગડો રચ્યો જણાય છે. તેણે મારા શરીર ઉપરથી આભૂષણે પણ ઉતારી લીધાં છે. કેવી મારી ફજેતી કરી છે. અહો ! ધિગ મામ! મારા જેવા વેશ્યાવિલાસી પુરૂષોને ધિક્કાર છે ! આજ સુધી દ્રવ્ય લાવી લાવીને મંગાવી મંગાવીને એનું ઘર ભર્યું, તે પણ આખરે તે આ દશા થઈ! અથવા તે વેશ્યા કોની સગી થઈ છે ? છતાં મારા જેવા મૂખ પુરૂષ તેને પોતાની માનીને ઘર ખાલી કરે છે–તેમાં આસક્ત બને છે. દ્રવ્ય ખુટયું કે ઉપરથી જુત્તાના માર ખમે છે. વેશ્યાના યાર ! સદા ખુહાર ! કાંટાના બિછાના ! જુત્તાના માર ! એ કહેવત કાંઈ ટી તે નથી જ. દ્રવ્ય હોય તે ચરણમાં પડતી આવે,
Page #131
--------------------------------------------------------------------------
________________
અરે ! આ શું થયું?
૧૦૦ દાસી થઈને રહે અને ધન ખુટયું કે બસ ! ખેલ ખલાસ ! વેશ્યા, વાઘ, અગ્નિ, રાજા, અહિ-સ", એ કેઈની સાથે સ્નેહ કરતા નથી. તાતે દ્રવ્ય ન મોકલાવ્યું જેથી આવી સ્થિતિ થઈ ફજેતી થઈ.” એમ વિચારના વમળમાં ચડ્યો, પણ વિચાર કરે કાંઈ વળે તેમ નહોતું. તરતજ ઉઠીને બેઠો થયે–ઉભું થય. કચર ખંખેરી પિતાનાં વસ્ત્રો ઠીક કર્યા, અને શહેરને રસ્તે નગરમાં આવ્યું. અનુક્રમે તે પોતાને ઘેર આવ્યું, તે શૂન્ય ઘર જોયું, વિચારમાં પડ્યો. માતાપિતા ક્યાં ગયાં હશે, આસપાસ રહેલા એક પાડેસીને પૂછ્યું. પાડેસી બ્રાહ્મણ હતે. “ભાઈ ! આ ઘરમાં સુરેંદ્રદત્ત શેઠ રહેતા હતા તે ક્યાં ગયા વારૂ ? ” નિરાશ ચિત્તે ધમ્મિલે પૂછયું. હૈયું તે ધડક ધડક ધડકી રહ્યું હતું. તેને જવાબ સાંભળવાને તેનાં નયને અતિ આતુર હતાં. પોતે પણ શ્રમથી થાકી ગયેલે તે હજ. પિતાના ઉપર વિતેલા આજના વીતકથી તે બહુ નાસીપાસ થયે હતે.
તમે કોણ છે? આ શેઠને માટે કેમ પૂછે છે ભાઈ?” તે વિપ્ર બોલ્યા. તેના બોલવામાં કાંઈક મશ્કરી હતી.
મારે જરૂર છે. ભાઈ! તે અત્યારે ક્યાં ગયા છે? ઘર કેમ બંધ જણાય છે વારું?”
અરે ભાઈ! શું એની વાત કહું? એ શેઠને એક કપુત પુત્ર હતું, જે રાત દિવસ વેશ્યાને ત્યાં ને ત્યાંજ પડી રહેતો હતો, અને ઘરેથી ધન મંગાવી મંગાવીને વેશ્યાનું ઘર ભર્યો જતો હતે. એમ કરતાં કરતાં શેઠના ઘરમાંથી ધન ખૂટી ગયું અને માતાપિતા એ વંઠેલ દીકરાના પાપમાં ને પાપમાં દેવલેકે ગયા, ઘર ઉજડ થયું.”
અરે! શું એ બધાં મરી ગયા ત્યારે તેમના દીકરાની વહુ ક્યાં ગઈ?” ધડકતે હૈયે તેણે વિપ્રને પૂછયું.
ધમ્મિલની સ્ત્રી માટે પૂછો છો ભાઈ?” હા, ભાઈ !”
“તે તે સાસરિયાનું સ્નાન કરીને પિયર ગઈ. પોતાના માબાપને ઘેર ગઈ. ”
Page #132
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. “કેમ વારૂ તે અહીંયાં ન રહી શકી?” તેણે ફરીને પૂછયું.
“અહીં રહીને શું કરે ? ઘર, વખાર, દુકાન વગેરે વેચીને તેનું નાણું કર્યું. તે પણ એ યશોમતિએ ધણુને મેકલી આપ્યું. ઘરમાં કાંઈ ન રહ્યું ત્યારે તે હારીને માતાની પાસે ગઈ.” વિપ્રનાં એ પ્રમાણેનાં વચન સાંભળીને વજાથી જાણે હણાયો હોય તેમ ધ– મ્મિલને મૂછ આવી, બેભાન થઈને તે ઢળી પડ્યો. વિપ્ર તે મુંઝવણમાં પડ્યો. “અરે ! આ કઈ પરદેશીને શું થયું ? રખે મરી જશે તે વળી મારે મોટી પંચાતીમાં ઉતરવું પડશે!” પંખ નાખી હાડે પાણી છાંટી તેની મૂછ વાળવાને તેણે પ્રયત્ન કર્યો. થોડીવારે ધન્સિલની મૂછ વળી. “ભાઈ ! તમને આ શું થયું? શું તમારે એમની સાથે કાંઈ સગપણ છે કે ?”
હા ભાઈ! છે. મને પણ કાંઈ લાગે વળગે છે.” વાતને ટુંકી કરીને તે ફરીને પૂછે તે પહેલાં તે તેની પાસેથી તેઝટ ચાલ્યો ગયે. નગરની બહાર એક તળાવને કિનારે આવ્યા. ત્યાં માતાપિતાનું સ્નાન કરીને પછી નિર્મળ થોડુંક પાણી પીધું, વડલાના મોટા તરૂવરની નીચે સૂતો, ક્ષણ ભર નિદ્રા લીધી. વળી પાછો જા. હૃદયમાં લાગી આવવાથી પોકે પોકે રડ્યો. અત્યારે પોતે એકલે હતો. તેની . સરભરા કરવાને વસંતતિલકા તેની પાસે નહતી. તેને રડતાં છાના રાખે તેવું કઈ પાસે નહોતું; કેમકે યશામતિ પિયર હતી. માશુક વસંતતિલકા પિતાનું મંદિર હતી. જગતમાં જ્યારે વિધિ વક થાય છે ત્યારે અંતરના માણસને પણ વિધિ પહેલેથી જ દૂર કરે છે. જગતું પ્રસિદ્ધ શ્રીકૃષ્ણ જેવાને દ્વારિકાનો દાહ પિતાની નજરે જે પડ્યો, પોતાનાં માતાપિતા પોતાની નજર આગળ બળીને મરણ વશ થયાં છતાં એ મહાભૂજ કૃષ્ણ ને બળભદ્ર તેમને બચાવી શકયા નહિ. જે કૃષ્ણ કાળને વશ કરી શકે એવા મહા સમર્થ પુરૂષ હતા તે પણ ત્રણ ખંડનું રાજ્ય, એ યાદવ, એ સમૃદ્ધિ, એ વિલાસે સર્વ કંઈ વિધિવશે ઈ બેઠા. પોતાની નજર આગળ વાસુદેવપણાનું સૂચન કરનારાં રત્ન પણ અદશ્ય થયાં, એ સળ સેળ હજાર રાણઓ ને આઠ પટ્ટરાણુઓ, હજારો પુત્ર પત્ર તેમાંથી એકપણ પાસે ન રહ્યો. એકાકી વાસુદેવ અને બળદેવ બંને પાંડને
Page #133
--------------------------------------------------------------------------
________________
અરે ! આ શું થયું? -
૧૧૧ આશ્રય લેવાને પાંડુમથુરા તરફ ચાલ્યા, છતાં એ વક દૈવ તેમને છોડે તેમ નહોતો. શ્રીકૃષ્ણને તૃષા લાગવાથી બળભદ્ર પાણી લેવા ગયા, પાણીને મિષે વિધિએ બન્નેને હંમેશને માટે જુદા કર્યા. વૃક્ષની નીચે સુતેલા શ્રીકૃષ્ણના પ્રાણ જરાકુમારના બાણથી જુદા થયા. એવી રીતે સમર્થ પુરૂષો પણ વિધિની આગળ હાત થયા છે–લાચાર થયા છે.
અત્યારે ધામ્મલને જગત શૂન્ય જણાવા લાગ્યું. “હા ! આ કુશાગ્રનગર કેવું ધનસંપન્ન છે? ક્યાં એ નગરીના ધનાઢ્યો ? કયાં હું કંગાળ ? અરે ! હવે મારું શું થશે ? હા ! શું થઈ ગયું ને શું વીતી રહ્યું છે ? એ માતાપિતાને છેલ્લો મેળાપ પણ મને થયો નહિ. માતા કયાં ગઈ? પિતા ક્યાં ગયા? યશોમતિ પિયર ગઈ! હાય! મારી આ દશા થઈ! ધન વગર તે મનુષ્યની જીંદગી છે ! જગતમાં નિર્ધન માણસ અને મુવેલે માણસ એ બન્ને સરખા છે. હવે મારે શું કરવું?” એવા એવા વિચાર કરતો, ક્ષણમાં રેત, ક્ષણમાં ડચકાં ભરતે, જંગલમાં આમતેમ નજર કરતા હતા, પણ અત્યારે દિલમાં એને આરામ નહોતો, શાંતિનું સ્થાન નહોતું. “હાય! હવે કયાં જવું ? નિધન માણસ તો જગતમાં જીવતાં મુવા જેવો છે ! હવે દ્રવ્ય વગર મારે પણ જીવીને શું કરવું ? બસ, હું પણ આપઘાત કરીને આ દુ:ખમાંથી છુટો થાઉં.” એમ ચિંતવતો તે જીર્ણ ઉદ્યાનમાં આવ્યો. ત્યાં કઈ વનપાલક પિતાની તલવાર પડખામાં રાખીને ભરઉંઘમાં સૂતેલો હતો, તેની તલવાર લઈને ધમ્મિલે પિતાના ગળા ઉપર જેસથી ચલાવી પણ તે વનના અધિષ્ઠાયિક વ્યંતર દેવતાએ તલવારને ઘા વ્યર્થ કરી તલવાર પ્રચ્છન્નપણે હરણ કરી લીધી. પછી એકાંતમાં જઈને ચેહ ખડકી તેમાં અગ્નિ પ્રદિપ્ત કરીને બળી મરવાને નિમિત્તે તેમાં પડ્યો. તે અધિષ્ઠાયિકને બળે તેશિતળ થઈ ગઈ. જેથી ધમ્પિ લને અત્યંત ખેદ થયો. “અરે ! મારા મરવાના પ્રયત્નો પણ આમજ વ્યર્થ જાય છે, હવે મારે શું કરવું ? ધન વગર હું જીવીને પણ શું કરું? નિર્ધન માણસ શું જગતમાં જીવવાને લાયક છે? છતાં મેતના દરેક પ્રયત્ન મારાં વ્યર્થ જાય છે. હા ! હતાશ ! લાચાર ! લાવ ફરીને એકવાર પ્રયત્ન અજમાવું !” તેણે કાલકૂટ
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧ર
ધમ્બિલ કુમાર વિષ ભક્ષણ કર્યું, તે દેવતાએ તેનું ઝેર અપહયું. વૃક્ષ ઉપર ચઢીને યાહામ પડતું મૂકયું, તો નીચે દેવતાએ ધૂળને ઢગલો કરી તેને બ ચાવી લીધો. એમ કરવાના અનેક ઉપાય કર્યો પણ વ્યંતરદેવતાએ તે સર્વ વ્યર્થ કરી નાખ્યા. પછી અદશ્ય રહીને તે દેવતા છેલ્ય–અરે મનુષ્ય ! શા માટે મે તને ઈચ્છે છે? મરવાનું સાહસ કેમ કરે છે ?”
“અહોતમે કેમ છો? મારી જેવા પાપીને મેતથી શા માટે બચાવે છે?”
હજી જગતમાં તારે કંઇક નવીન રંગે અનુભવવાના છે તેથી.”
હા, ખરી વાત છે, હજી મારે આવા કઈક કલેશે ભેગવવાના હશે, ખરુંને?”
ગમે તેમ પણ તારે હમણાં મરવાનું નથી, એવું વિધિનું વિધાન છે, તેથી જ હું તને બચાવું છું.”
મારે ત્યારે આવી નિર્ધન સ્થિતિમાં હવે શું કરવું?”
“તું સ્નિગ્ધ વન તરફ જા. ત્યાં કલ્પવૃક્ષ સમાન એક મુનિરાજ હાલમાં દેશના દે છે, તેમનાથી તારી ચડતીની શરૂઆત બીજ રોપાશે. તે પૂજ્ય ગુરૂરાજ તને દુઃખ દૂર કરવાને-પાપને નાશ કરવાને ઉપાય બતાવશે.”
જેવી વિધિની મરજી. ” ધમ્મિલના નિરાશ હદયમાં કાંઈક આશા આવીને તે દેવતા અદૃશ્ય થઈ ગયે. “અહા! વિધિ કેવું બળવાન છે? માણસનું ધાર્યું શું થાય છે? હજી પણ ભવિષ્યમાં શી શી ઘટના બનવોની હશે એ ભવિષ્યના અંધકારમય પડદામાં જેવાની કેની શકિત હશે?” ઈત્યાદિક વિચાર કરતા તે સ્નિગ્ધ વન તરફ ચાલ્યા .
Page #135
--------------------------------------------------------------------------
________________
ધર્મ દેશના.
૧૧૩
પ્રકરણ ૨૦ મું.
ધર્મદેશના.” “ઉજજડ ખેડાં ફરી વસે, નિધનીયાં ધન હોય;
ગયાં ન જોબન સાંપડે, મુવા ન જેવે કેય.
આ પારાવાર રહિત અસાર સંસારમાં મહામેહરૂપી જલિમ શત્રુએ જગતના સર્વે જતુઓને પોતાને વશ કર્યો છે. મૂઢ પ્રાણીઓ રાગદ્વેષને આધીન થઈને સંસારમાં એવા તે બંધાઈ ગયા છે કે મદિરાથી ઉન્મત્ત માણસ જેમ ભાનરહિતપણે વ્યવહારને સમજતો નથી––મે હેનના સંબંધને પણ સમજતો નથી, તેમ મેહમાં મુંઝાયેલ પ્રાણુ ધર્મકાર્યમાં સાવધ થતું નથી. સંસારમાં રાગ એ પ્રાણીને મેટામાં મોટો શત્રુ છે. રાગને પરવશ પડેલા જી દેશ વિદેશ રખડે છે. અનેક પ્રકારનાં કલેશ, દુ:ખો રાગને વશે સહન કરે છે. રાગને આધીન થઈને સુવર્ણનંદી સોનારે પ્રજવળતી અગ્નિમાં પ્રવેશ કર્યો. રાગને વશ પડીને બારમે ચકી બ્રહ્મદત્ત સાતમીમાં રહ્યો રહ્યો હા ચારૂમતી !” “હા! ચાફમતી !”નામના પોકાર પાડી રહ્યો છે, અને ચારૂમતી “હા બ્રહ્મદત્ત !” “હા બ્રહ્મદત્ત !” એવી બમ છઠ્ઠી નારકીમાં રહી રહી પાડે છે. વિધિ વિચિત્ર છે કે અનેક પ્રકારનાં દુઃખો વિદ્યમાન છતાં મનુષ્યને રાગનો બંધ ત્રુટતો નથી. રાગને વશે પ્રાણીઓ વિષ ભક્ષણ કરે છે, નદી સમુદ્રમાં પડીને ડુબી મરે છે, પર્વત ઉપરથી કે વૃક્ષ ઉપરથી ઝંપાપાત કરે છે, કુવામાં પડીને મરે છે, મરવાને માટે અનેક પ્રયત્ન પણ કરે છે. અરે ! રાગને વશે પ્રાણું અગિયારમે ગુણઠાણેથી પડીને હેઠલ જતો રહે છે. કામરાગ, સનેહરાગ, અને દષ્ટિરાગ એ જગતમાં પ્રાણીના મોટામાં મોટાં બંધન છે. તેમાં પણ દષ્ટિરાગવાળો માણસ તો પિતાને અને પરને મુલે વિચાર કરતો નથી. અતિ રાગે કરીને વિજયપાલ રાજા ઘેલે થયો. હે પ્રાણીઓ! તે તમે સાંભળે.
પુરીમતાલપુર નગરીમાં પૂર્વે વિજયપાલ નામે રાજા હતે. એક દિવસ તે રાજ ચવાડીએ ફરવા નીકળ્યો. ત્યાં નગરમાં
૧૫
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ધમિલ કુમાર. --- એક શેઠની પુત્રી પદ્માવતીને ઝરૂખા ઉપર ઉભેલી જોઈ. રૂપમાં રંભા સમાન એવું તેણીનું અનાદ્યાત વૈવનનું લાલિત્ય જોઈને રાજા વિહવળ થયે–આસક્ત થયા. રાજમહેલમાં જઈને તે શેઠ પાસે કન્યાનું માગું કરીને તેને પર. રાજા નવી રાણ પદ્માવતી સાથે એ તે આસક્ત થયે કે રાતદિવસ અંતઃપુરમાં જ તે તેણીની સાથે રહેવા લાગ્યા ને રાજસભામાં આવવું પણ બંધ કરી દીધું. પદ્માવતી સાથે વિષયસુખ ભેગવતાં કેટલેક કાળ વ્યતિકપે. એક દિવસ ભાગ્યગે તાત્ર શૂળના રોગ વડે પદ્માવતી મરણ પામી. મરણ પામેલી નિષ્ટ એવી પદ્માવતીને જોઈ રાજા ઘેલે થયે. રાણીના વિગે કરીને તે અંતરમાં વિરહના તાપથી અતિ દુ:ખ અનુભવવા લાગ્યો. મેહે તેને એટલો બધે મુંઝ કે પદ્માવતીના શબને અગ્નિસંસ્કાર પણ ન કરવા દે. મંત્રીએ તેને ઘણે સમજાવ્યો પણ મેહે મુંઝાયેલા પ્રાણીઓ હિત વચન સાંભળતા નથી. મંત્રીએ કહ્યું “મહારાજ ! રાણી તો મરી ગઈ, આ તે જીવ વગરનું તેનું ખાલી બેખું તમારી પાસે પડેલું છે.”
“તારાં માબાપ મરશે, તારા પુત્ર અને સ્ત્રી મરશે, મારા રાણી તે જીવે છે. તે સમય આવે બેલશે.” રાજાએ મેહમુગ્ધ થઈને કહ્યું.
સત્ય છે, મહારાજ ! એ રાણ આપનાથી રીસાઈ છે, માટે આપની ઈચ્છા હોય તેવું મનાવું–બોલાવું ?”
પ્રધાનનાં વચન સાંભળી રાજા ખુશી થયે. “ઘણું ખુશીથી.”
તે આપ અહીંથી દૂર થાઓ ! રાણે સ્વયં બોલાવે એટલે આવજે, ત્યાં લગી આપ એકાંતમાં રહેજે.”
પ્રધાનનાં વચન સાંભળીને રાજા “બહુ સારું.” એમ કહીને અંદર ચાલ્યા ગયા. - તે પછી પ્રધાને એ રાણીના મૃતકને એ રીતે રાજાને છેતરીને અગ્નિસંસ્કાર કરાવ્યું અને રાજાને કહ્યું. “મહારાજ ! એ તે તમારાથી રીસાઈને સ્વર્ગમાં જતી રહી.” - તેથી રાજા અતિ દુઃખ થયું અને નિયમ લીધો કે “ જ્યાં સુધી રાણીને ન જેઉં ત્યાં સુધી ભોજન ન લઉં.”
Page #137
--------------------------------------------------------------------------
________________
ધમ દેશના.
૧૧૫
એમ કરતાં દશ દિવસ વહી ગયા. પણ પદ્માવતીનાં દર્શન થયાં નહિ. મંત્રીએ જાણ્યું કે મેહમુગ્ધ રાજા આમને આમ મરી જશે, માટે કાંઈ બુદ્ધિગમ્ય ઉપાય તા કરવા જોઇએ. ’ પછી તેણે એક યુક્તિ કરી.
રાજા પાસે એક વિપ્ર વધામણી લઇને આવ્યા–“ મહારાજ ! પદ્માવતી સ્વમાં છે, તે અનેક પ્રકારનાં સુખ ભાગવે છે ને ત્યાંથી થાડા દિવસમાં તે આપની પાસે આવશે. આપ ચિતા કરશે નહિ; પણ આપ તેનાપર કાગળ લખી આપેા.” વિપ્રનાં આવાં દુર્લભ વચન સાંભળીને રાજા હીત થયા. પ્રધાનને કહી તેની આગતાસ્વાગતા કરાવી, ભાવતાં ભાજન જમાડી, દાન દક્ષિણા દઈને કાગળ લખી આપી વિપ્રને વિદાય કર્યા. એવી રીતે યુક્તિપૂર્વક સમજાવીને મત્રીએ રાજાને ભાજન કરાવ્યું.
વળી કેટલેક દિવસે તે વિપ્ર મંત્રીના પ્રેી ફ્રીને રાજા પાસે આવ્યા, અનેક પ્રકારનાં નારંગી, દાઢમ, દ્રાક્ષ વગેરે ઉત્તમ સ્વાદવાળાં ફળ રાજાની આગળ ભેટ ધર્યાં; અને કહ્યું “ મહારાજ ! રાણીએ આપને આ મધુર સ્વાદવાળાં ફળ ભેટ માકલ્યાં છે, ઘણા ઘણા પ્રેમપૂર્વક આયને લાવ્યા છે. આપના સમાચારૢ પૂછ્યા છે. ” વિપ્રનાં વચન સાંભળીને રાજા અધિક ખુશી થયા. અને તેને અલંકાર વગેરે આપીને તેના અધિક સત્કાર કરી વિદાય કર્યા. નગરમાં આ વાત પ્રસરી ગઇ, જેથી એક ધૃત્ત પુરૂષે રાજાની મૂર્ખતાના લાભ લેવા વિચાર કર્યાં. એક અનાવટી કાગળ લઇને રાજસભામાં આવી તે ત્તે કાગળ રાજાના હાથમાં મૂકયા. રાજાએ ખાલીને જોયા-ખુશી થયા “ આહા ! કાગળ તે રાણીએ લખેલે છે. પ્રધાનજી ! વાંચા જોઇએ ! એમાં શું લખ્યું છે ? ” મંત્રી ધૃત્ત માણસની કુટિલતા ઉપર ચીડાતા રાજાના કાગળ વાંચવા લાગ્યા. શ્રી. શ્રી. શ્રી.
',
પ્રાણપ્રિય પ્રાણનાથ !
સવિનય જણાવવાનું જે આપની દાસી હું નિરંતર આપનું કર્યો કરૂં છું. મારા દિવસે આપના વિરહે યુગસમા જાય છે. આપની પાસે આવવાને ઘણું દિલ થાય છે, કિંતુ સાહેલીએ મને
સ્મરણ
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૬
હમિલકુમાર ક્ષણમાત્ર પણ વીલી મૂકતી નથી.તમે કેટીગમ દ્રવ્ય મોકલજે, ત ધન કરજમાં આપીને અમે તરત તમારી પાસે આવશું એમ નિશ્ચય માનજે. ”
લી. આપના ચરણની દાસી પાવતી. તરતજ રાજાએ પ્રધાનને હુકમ કર્યો કે “એને દ્રવ્ય આપે, અને રાણીને પહેરવાને ઉત્તમ આભૂષણ, કંચુએ, ચીર વગેરે વસ્ત્ર એની સાથે મેકલી આપે.”
જે આપને હુકમ!” મંત્રીએ કહ્યું. પછી વિપ્ર તરફ ફરીને “ભટ્ટજી ! રાણીને મળવાને આપ ક્યા રસ્તે જશો ?”
જે માર્ગે પહેલાંને વિપ્ર ગયો તે માગે આ ભટ્ટજીને પણ મોકલે.” વચમાં રાજાએ કહ્યું. પહેલાંને વિપ્ર તે અગ્નિમાં પડીને સ્વર્ગે ગયે હતે, મહારાજ–ભટ્ટજી! તમે પણ તેજ રસ્તે જાઓ.” પછી મંત્રી ભટ્ટને લઈને નગર બહાર આવ્યા. ત્યાં ચિતા ખડકોવીને તેમાં અગ્નિ સળગાવી અને ભટ્ટજીને તેમાં નાખવા માંડ્યો. તેણે ઘણું કાલાવાલા કર્યા, છુટવાને ફાંફાં માર્યા, પણ વ્યર્થ. પ્રધાને તે ધૂર્તને અગ્નિમાં જળાવ્યો અને કહ્યું કે–“ભટ્ટજી ! સ્વર્ગ માંથી રાણુને સંદેશ લઈને વહેલા આવજે.”
કેટલેક દિવસે રાજાના આગ્રહથી મંત્રીએ પદ્માવતીને લાવી, આપવાને કહ્યું. નગરમાં શોધ કરતાં ‘પદ્મા” નામની વેશ્યા નવીન યૌવનનાં વધામણુને આમંત્રણ દેતી રૂપમાં અપ્સરા સમાન મંત્રીના જેવામાં આવી. તેને સર્વે હકીકત સમજાવીને ઉદ્યાનમાં રાખી. પછી રાજાને મંત્રીએ વધામણું આપી કે “રાણજી પધાર્યા છે, ને તે બહારના ઉદ્યાનમાં છે.”
પ્રધાનનાં વચન સાંભળીને રાજા હાથી ઉપર બેસી પૂર ઠાઠમાઠ સાથે રાણુને તેડવાને નગર બહાર ઉદ્યાનમાં આવ્યા. ત્યાંથી રાણીને લઈને તે નગરમાં ફરતા ફરતા રાજદરબારે આવાને ઉતર્યો. રાણીને જોઈ રાજા હરખાયે. આકૃતિમાં જરા ફરક હતું, પણ એનાં લાંબા દિવસના સહવાસમાં આકૃતિ ફરી જવાને સંભવ હતે. રાજાએ રાણને સ્વર્ગની વાત પૂછવા માંડી, એટલે જેમ મંત્રીએ
Page #139
--------------------------------------------------------------------------
________________
ધર્મદેશના.
૧૧૭ શીખવ્યું હતું તેમ તેણુએ કહેવા માંડ્યું. તે પણ ચતુર હતી, વેશ્યા જાતિમાંથી તે રાજરાણુનું માન પામી હતી. વળી બુદ્ધિમાં પણ અધિક હતી, જેથી રાજાને સમજાવે છે તો તેને મન એક જાતની રમત હતી. જો કે મંત્રીએ તેણીને પ્રથમથી જ સર્વે પાઠ ભણાવી રાખ્યા હતા, છતાં પોતાની બુદ્ધિ ચતુરાઈથી તેમાં રસ ભેળવીને રાજાની આગળ તેને વર્ણવવા માંડ્યા; અને અલ્પ સમયમાં પદ્માવેશ્યાએ રાજાનું દિલ પોતા તરફ ખેંચી લીધું. એવી રીતે
પદ્મા” “પદ્માવતી” થઈ. રાજા તો એમજ સમજ્યા કે મારી પદ્માવતી સ્વર્ગમાં મારાથી રિસાઈને ચાલી ગઈ હતી તે પાછી મને આવી મળી. રાણું નાણું એટલે મારી આપદા ટળી. એવી રીતે એ મેહમુગ્ધ થયેલે રાજા પદ્માવતીનું મરણ સમજી શક્યો નહિ અને પદ્માવતીનાં મરણ પછી પદ્માને પદ્માવતી માનીને ઘણો કાળ તેની સાથે વિષયસુખ ભેગવ્યું. મરણ પછી તીવ્ર મેહના ઉદયે તે રાજા ઘણે સંસાર પરિભ્રમણ કરશે. એવી રીતે મોહમાં મુગ્ધ થયેલા પ્રાણીઓ સંસારમાં મુંઝાયા છતા ધર્મનું આચરી શકતા નથી, માટે હે ભવ્યજને ! એ મેહનિદ્રા દૂર કરીને ધર્મને આરાધે અને સંસારથી પાર ઉતરે.” એ પ્રમાણે સ્નિગ્ધ વનમાં અગડદત્ત મુનિ સુવર્ણકમળરૂપ સિંહાસન ઉપર બેઠા બેઠા ભવ્યજીને ધર્મદેશના આપી રહ્યાં હતા. સુર, નર, નારી વગેરે અનેક જનને વર્ગ તેમની વાણીનું પાન કરી રહ્યો હતો, ત્યાં ધમ્પિલકુમાર પણ આવીને ગુરૂને વંદના કરી તેમની ધર્મદેશને સાંભળવા લાગ્યું ને ધર્મથી વાસિત થયે. તેનું ચિત્ત વૈરાગ્યથી કાંઈક આદ્ર–કમળ થયું. દેશના સંપૂર્ણ થયે સર્વ શ્રોતાવર્ગ પોતપિતાને ઠેકાણે ચાલ્યા ગયે, પણ ભવ્ય જીવોને ઉપકાર કરનારા, તેમનું દુઃખ દૂર કરનારા એવા અગડદત્ત મુનિ આગળ ધમ્મિલ હાથ જોડીને બેસી રહ્યો. “કલ્પવૃક્ષ સમાન આવા મુનિને મેળાપ ભાગ્યથી જ થાય છે.” ધમ્મિલ મનમાં ગણગણ્યા.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ધગ્નિલ કુમાર પ્રકરણ ૧ મું.
દુઃખની બે વાત ” “સંપત ગઈ તે સાંપડે ગયાં વળે છે વહાણ;
ગયો વખત આવે નહિ, ગયા ન આવે પ્રાણ.”
દેવાનુપ્રિય! તેં મતનું સાહસ શામાટે આદર્યું હતું? એવી રીતે અકાળ મરણ કરીને તે પ્રાણ દુર્ગતિમાં જાય છે. કરેલાં દુષ્કર્મો આપઘાત કરવાથી કાંઈ ટળી શકતાં નથી. આ ભવમાં નહીં તે અવશ્ય આગામી ભવમાં તે ઉદય આવે છે; અને લક્ષમી એ તે સાહસિક પ્રાણુને તુચ્છ છે–પ્રયત્નસાધ્ય છે. દુઃખ આવે મરવાના ઉપાય જવા તે કાંઈ ઉત્તમ પુરૂષનું લક્ષણ ન કહેવાય. દુઃખ પણ માણસે ધીરજથી સહન કરવું જોઈએ. રથના ચક્રની ધારાની માફક સંસારમાં પ્રાણુને સુખ અને દુઃખ બન્ને આવે છે. તે દુઃખમાં કાયરતા દાખવવી એ શું વ્યાજબી છે?” અગડદત્ત મહામુનિ કે જેમણે જ્ઞાનથી ધમ્મિલના પરિણામ જાણેલા હતા તેમણે ધમ્મિલને પિતાને શરણે આવેલે જોઈને કહ્યું.
સ્વામી! હું શું કહું ? જગતમાં મારા જે દુ:ખી કેઈકજ હશે. જે દુઃખ ભેગવવાને હું તદ્દન અશક્ત-અસમર્થ છું. તે દુ:ખમાંઆવી આપત્તિમાં મારે શું કરવું? તે માટે હું મુંઝાઈ ગયેલ છું. સંસારના તાપથી તપ્ત થયેલા પુરૂષને શરણ યોગ્ય એવા આપશ્રીને શરણે હું આવું છું.” ધમ્મિલે દુઃખથી ઉભરાતા હૃદયે કહ્યું.
કુમાર ! એટલું બધું તારે શું દુ:ખ છે કે જેથી આટલી બધી તને મુંઝવણ થાય છે ? ધીરજથી-સહનશીલતાથી પરિષહો સહન કરવાથી આત્માને શાંતિ થાય છે. તારું દુ:ખ એવું તે કેવું છે? તે વિસ્તારથી કહે જોઈએ; પિતાનું દુઃખ બીજાને કહેવાથી દાખીને દુ:ખ ઓછું થાય છે–દુ:ખને ભાર શિર ઉપરથી હલકે થાય છે, માટે કહે, કે જેથી અમે પણ જાણીએ.” ગુરૂએ કહ્યું.
પ્રભુ! આપ તે ત્યાગી, વૈરાગી, મહા સમર્થ, ભગવંત સ્વરૂપ છે; પરતું દુનિયા તે બહારના સુખમાં મશગુલ છે. બીજાની
Page #141
--------------------------------------------------------------------------
________________
દુઃખની બે વાત.
૧૧૯ તે કેને પડી હેય? સમર્થ છતાં સર્વ કોઈ પોતપોતાના સ્વાર્થમાંજ મસ્ત રહેનારા હોય છે. વિરલા જનેજિ બીજાનું દુઃખ ભાંગનારા, હોય છે. ભરસમુદ્રમાં ડૂબનારને હાથ ઝાલવાને કોણ સમર્થ છે? નિ:સ્વાર્થપણે સ્નેહ રાખનારા એવા સમર્થ પુરૂષે તે વિરલા જ હોય છે. કરેલા ગુણને જાણનારા પણ જગતમાં વિરલા જ હોય છે. પારકાના દુઃખે દુઃખ ધરનારા અને અંતરમાં સંતાપ કરનારા પણ અલ્પ હોય છે. આ ભવમાં જેણે દુઃખ જોયું નથી, દુઃખ શું છે તે સમજતા પણ નથી, એવા સુખી પુરૂષે બીજાનું દુઃખ શી રીતે મટાડી શકે ? વસ્તુની જેને પરીક્ષા નથી તે શું તેની કિંમત કરી શકશે? દુ:ખીને દેખીને જેના દિલમાં દયા ઉત્પન્ન થતી નથી-હૃદયમાં કઈ પણ પ્રકારની લાગણું નથી, એવા માણસ આગળ વાત કહેવાથી પણ શું ?” ધમ્મિલે હદયના ઉંડાણમાં રહેલી દુઃખની ઉર્મિઓ કાંઈક બહાર કાઢવા માંડી.
કુમાર ! હું પણ તારા જે એક વખત દુઃખી હતો, દુઃખ શું છે તે હું જાણું છું-વળી દુઃખ મેં અનુભવ્યું પણ છે. દુ:ખીને દુઃખ કહેવાથી તારું દુઃખ ઓછું થશે-તને ધીરજ વળશે. વળી જે દુ:ખ હરવાને અસમર્થ છે તેની આગળ દુઃખ ગાવાથી શું ? એમ પણ તારે સમજવું નહિ, કેમકે તારા સંકટને નાશ કરવાને હું સમર્થ છું, માટે કહે તારે શું દુઃખ છે? 'મુનિએ પિતાની પૂર્વ સ્થિતિનું સ્મરણ કરાવી વર્તમાન સમયમાં પણ પિતાની દુઃખહરણ કરવાની શક્તિ સૂચવી.
આહા! ભગવન! આજે મારે તે કલ્પતરૂ ફળે, ભૂખ્યાને મનગમતું ભેજન મળ્યું, તરસ્યાને અમૃત મળ્યું, આપને દીઠે મારે આંગણે તો સેનાના સુરજ ઉગ્યા, અમૃતના મેઘ વરસ્યા, ભયંકર રેગમાં સડતાને રેગને નાશ કરનારનાડીવૈદ્ય મળે તેમ આજે સંસારરૂપી રેગથી ગસ્ત થયેલા મને આપ જેવા નાડીવૈદ્ય મળ્યા. ભગવદ્ ! કુશાગ્રપુર નગરમાં સમૃદ્ધમાન સુરેંદ્રદત્ત શેઠને હું પુત્ર છું. એગ્ય ઉમરે અધ્યાપક પાસે સર્વે જ્ઞાનકળા ભણીને વનવય પાપે અનુક્રમે વેશ્યાને ઘેર રહો, અને તેની સાથે પ્યારમાં પડ્યો. જ્યાં સુધી વેશ્યાને ધન મળ્યું ત્યાં લગી તો વેશ્યાને ત્યાં પડ્યો
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૦
બસ્મિલ કુમાર.. પાથર્યો રહ્યો, પણ આખરે સ્વાથી અને ધન એજ જેની મતલબ છે એવી તેણીએ મને વનમાં હડસેલી દીધા. પ્રભાતે જાગૃત થઈને મારે મંદિરે ગયે તે પાડોશીથી સાંભળ્યું કે માબાપ તે મરણ પામી ગયા છે અને ઘર ધન વગેરે જે કાંઈ હતું તે તે છોકરાને નિમિત્તે વેશ્યાને ઘરે પહોંચ્યું છે. કહો, ભગવદ્ ! આવા દુ:ખદાયક સમાચાર સાંભળીને કેની ધીરજ રહે? દુઃખમાં માણસની મતિ જ્યારે મુંઝાઈ જાય છે ત્યારે કુવે પડીને અથવા તો વિષ ભક્ષણ કરીને તે આપઘાત કરે છે. એવા સામાન્ય નિયમથી મેં પણ જીર્ણ ઉદ્યાનમાં દુઃખથી મુગ્ધ બનીને મરવા માટે અનેક ઉપાય કર્યા હતા.” કુમારે કહ્યું.
ત્યારે તેમાંથી સલામત કેવી રીતે રહ્યો? વનમાં તને કોણે બચાવ્યા?” મુનિએ પૂછ્યું.
તે વનના અધિષ્ઠાયિક કોઈ વ્યંતર દેવતાએ. તેની વાણું સાંભળી મરવાનો વિચાર છોડીને તમારે શરણે આવ્યું, તો લેહયુંબક જેમ ચમક પાષાણનું આકર્ષણ કરી તેને ખેંચી લે તેમ તમારા તેજે મને આકષી લીધો છે. નેત્રને આનંદદાયક અમૃતાં જનરૂપ મને આપનું દર્શન થયું તેથી જાણે મારું દારિદ્ર આજથી નષ્ટ થયું.” કુમારે મુનિની સ્તુતિ કરતાં પોતાનું આત્મવૃત્તાંત કહ્યું.
“ભાઈ ! વેશ્યાનો યાર હમેશાં એવોજ હોય છે. તેની ખાતર ઉત્તમ પુરૂષ વેશ્યાગમન તે શું બકે પરસ્ત્રીગમનનો દોષ પણ વહારતા નથી. વેશ્યાગમનથી બળ બુદ્ધિ અને વીર્યને નાશ થાય છે, તેજને ક્ષય થતાં નિર્બળતા પ્રાપ્ત થાય છે, વિશેષ દ્રવ્યને ક્ષય તો અવશ્યમેવ થાય છે. આ ભવમાં પણ સર્વસ્વને નાશ કરનારી અને પરલોકમાં દુર્ગતિને આપનારી કિંપાકના ફળ સરખી વેશ્યાને કયે વિવેકી જન ઉપભોગ કરે ? તે પછી તારા જેવો ગુણ વિવેકી જન વેઠ્યામાં રક્ત થાય-આખર લગી પણ તેમાંથી નિવર્સે નહિ તો કરેલી ભૂલને ભેગ તે અવશ્ય થવું જ જોઈએ. પાપનું પ્રાયશ્ચિત્ત તે કરવું જ જોઈએ !” મુનિએ વેશ્યાગમનને દેષ જણાવતાં ધમ્મુિલને બેધરૂપ સમજાવ્યું.
“ગમે તેમણે સ્વામી! પણ હજી લગણ એ વેશ્યા મારા ચિત્તમાં વસી છે, મજીઠના રંગની માફક તેના સ્નેહને પાશ મારા આત્મામાં
Page #143
--------------------------------------------------------------------------
________________
દુઃખની બે વાત સચોટ અસર કરીને રહ્યો છે. ભગવન્! એ લાગેલો રંગ આ ભવમાં તે પલટાય એમ નથી. દાંતમાં જડેલી સુવર્ણની રેખાઓ જેમ મરણ પર્યત કાયમ રહે છે, તેવી રીતે એને ચાર મારા અંતરમાંથી ભુંસાય તેમ નથી. જો કે એણે તો દુર્જનતા દાખવીને મને તેના મંદિરમાંથી બહિષ્કૃત કર્યો, છતાં ઘણું સ્નેહથી તેને મેં મારા હૃદયમાં ધારણ કરી રાખી છે. તેની ખાતર તો પરણેલી પ્રિયાને પણ મેં દૂર તજી દીધી છે. તેની પાછળ ધનધાન્યની ખરાબી કરીને અમીરીને બદલે ફકીરી પ્રાપ્ત કરી છે. એને હું કેમ છેડી શકું?” ધમ્મિલે પિતાને વેશ્યા ઉપરનો દઢ રાગ જણવ્યા.
જેનાથી તું આટલો ખરાબ થ, દુર્દશાને પ્રાપ્ત થયે, છતાં હજી તેની પછવાડે આટલો બધો દિવાનો થયો છે?”
પ્રભુ! જે વેશ્યા સાથે મને પ્રીતિ હતી તેને આમાં કાંઈ દોષ નથી. જેવી મારી પ્રીતિ તેની ઉપર છે તેવી જ તેની પ્રીતિ મારી ઉપર હતી, તે એવી કે આજ કંઈ વર્ષોથી ક્ષણમાત્ર પણ અમે એકબીજાથી જુદાં પડેલાં નહિ. રાતદિવસ અમે એક બીજાના સહવાસમાં–નેહમાં દેવતાની માફક સુખમાં કાળ નિર્ગમન કરતાં હતાં. જે એનો વિયોગ મને સાલે છે તેવી જ રીતે તે બિચારી પણ મારા વિશે ઝુરી ક્રુરીને ખચિત પ્રાણત્યાગ કરશે.” ધમ્પિલે પિતાની માશુકની સ્થિતિ વર્ણવી બતાવી.
ત્યારે તે વેશ્યાના મંદિરમાંથી વેશ્યાને આટલે બધે અનુરાગ છતાં તારે કેમ બહાર નીકળવું પડ્યું ?” મુનિએ તેની પાસેથી જ બોલાવવા માટે ધમ્મિલને પૂછયું.
પ્રભુ! ભગવદ્ ! તે વેશ્યાની મા–અક્કા-ડોશી છે. હું ધનવાન હતો અને ઘેરથી નિયમિત ધન આવતું હતું, ત્યાં લગી તા તેણીએ કાંઈ કર્યું નહિ, પરંતુ હું નિર્ધન થયે, ઘેરથી ધન આવતું બંધ થઈ ગયું કે તરત જ તેની–ડેશીની સ્વાર્થવૃત્તિ તરફડીઆ મારવા લાગી. મને દૂર કરવા માટે પોતાની પુત્રીને ઘણું ઘણું તેણે સમજાવ્યું–દમ ભરાવ્યું, પણ તેની પુત્રીએ તેણીનું કહેવું માન્યું નહિ, ત્યારે તેણીએ કપટ કરીને રાત્રિને સમયે મને મદિરા
Page #144
--------------------------------------------------------------------------
________________
ધમ્બિલ કુમાર પાનથી મૂછિત બનાવીને તેના મંદિરમાંથી દૂર ફેંકાવી દીધું.” મિલે જે હતું તે ખુલાસે કરી દીધો.
“ હાં વેશ્યાઓ તે હંમેશાં ધનની જ લાલચુ હોય છે. ગમે તેટલું ધન આપતાં છતાં તે આશકની સગી થતી નથી. ધન હોય ત્યાં લગી હાવભાવ બતાવી ઠગે છે અને ધન ખલાસ થયું કે પછી ઘરમાં ઉભે પણ રહેવા દેતી નથી. ધિ છે એવા વેશ્યાવિલાસને !” મુનિએ કહ્યું.
હા ! હતાશ! લાચાર ! છતાં ભગવદ્ ! હું એને તજી શકું તેમ નથી. સ્નેહને પાશ મને એટલે તો દઢ લાગેલો છે કે તેના વિશે હું બળીને ભસ્મ થાઉં છું-મરી જાઉં છું. મોહસુગ્ધ થયેલ આત્મા પરવશતાએ દુ:ખ સહન કરે છે, પણ સ્વતંત્ર રીતે પરિસહ સહન કરવાની એની શક્તિ નથી. જેવી મારી સ્થિતિ દુઃખદાયક છે તેવી જ તેની પણ હશે.” ધમિલે પિતાના અંતરને સ્પષ્ટ ભાવ જણાવ્યું.
“ભલે, જેવી તારી મરજી! આજ તારૂં દુખ ને! જગતમાં પ્રાણુઓને એવાં એવાં દુઃખ હોય છે કે જેની આગળ તારું આ દુઃખ કાંઈપણ હિસાબમાં નથી. નરકમાં ક્ષણેક્ષણે દુઃખ અનુભવતા આત્માને સમયમાત્ર પણ શાંતિ હોતી નથી. તિર્ય ભૂખ, તૃષા, વધ, બંધન, રોગ, આતપ વગેરે અનેક પ્રકારના દુઃખોથી નિરંતર દુ:ખી જ રહે છે. રોગગ્રસ્ત મનુષ્ય હમેશાં રેગમાંજ ગરક રહ્યા છતાં સ્વપ્નમાં પણ સુખ અનુભવતા નથી. તેમની આગળ તારાં દુઃખ શા હિસાબમાં છે? મેં પણ તારાથી અધિક દુઃખ ભગવ્યું છે, કુમાર ! પણ ધીરજથી સહન કરતાં સર્વે સારું થશે.” મુનિએ કહ્યું. “ગુણવર્માની માફક હમેશાં તારે જાગૃત રહેવું જોઈએ. ભવપાશ તોડવાને તત્પર થવું જોઈએ.” - “ભગવદ્ ! કહો, આપે મારાથી અધિક દુઃખ કેવી રીતે ભોગવ્યું છે?” પોતાની કથની પૂર્ણ કર્યા બાદ ધમ્મિલે ગુરૂનું પૂર્વ વૃત્તાંત જાણવા માટે તેમને પૂછ્યું.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૩
પ્રકરણ ૨૨ મું.
ગુણવર્મા. આ “નકાદિક અધોગતિમાં લઈ જનારા વિષયને ત્યાગ કરીને જે પુરૂ ધર્મકાર્યમાં પ્રતિદિવસ રક્ત રહે છે તે પુરૂષને ગુણવર્માની પેઠે ધન્ય છે.” ગુરૂએ કહ્યું.
એ ગુણવર્મા કેણ?ધમ્મિલે તેનું ચરિત્ર સાંભળવાની જીજ્ઞાસાથી પૂછ્યું. ગુરૂએ કહ્યું-“સાંભળો–
- અનેક રત્નો, હીરા, માણેક, સુવર્ણ જે ઠેકાણે રહેલાં છે. એવી હસ્તિનાપુરીનામની નગરી કુરૂદેશના આભૂષણરૂપ શોભી રહી છે. તે નગરને દ્રઢધર્મા નામે રાજા અને તેની નામ પ્રમાણેનાજ ગુણવાળી ચંદ્રાનના નામે રાણી હતી. જેનું રૂપ જોતાં જોતાં સંતોષ નહિ પામવાથી દેવબાળાઓ નિર્નિમેષલેચની થઈ ગઈ હતી. તે રાણુને સિંહ સ્વપ્નથી સૂચિત મહાપરાક્રમવાળા ગુણવર્મા નામે પુત્ર થયો. ઉદય થતા સૂર્યની પ્રભા જેમ જગત ઉપર પોતાનો પ્રભાવ પડે છે તેમ બાળક છતાં પણ ગુણવર્મા શત્રુઓના હૃદયભુવનોને કંપાવનારે થયે. બાળકપણામાં પણ તેનામાં એવા ગુણ હતા કે જેથી લકે તેને સહવાસ છેડી શકતા નહિ.ગ્ય ઉમરનો થતાં પિતાએ ઉપાધ્યાયપાસે કળા શિખવાને મૂકો. અલ્પ સમયમાં તે સઘળી વિદ્યાનું અદ્વિતીય સ્થાન થઈ પડ્યો. અભ્યાસ કરતાં રાજપુત્રને સાગરસમાં ગંભિર મંત્રીપુત્ર “સાગર” ની સાથે દેતી થઈ. અને વિદ્યામાં, ગુણમાં, વયમાં સમાન હતા. બુદ્ધિશાળી હતા. એક બીજાને મદદ કરનારા હતા. તેઓ અનુક્રમે સકળ વિદ્યાના પારગામી થયા.
એક દિવસ રાજકુમાર રાજસભામાં બેઠે બેઠે વાર્તાલાપ કરતે હત, ચંચળ ચપળાક્ષીઓના ચિત્તને હરણ કરનારૂં તેનું પાવન જોઈને રાજા તેને માટે એગ્ય કન્યાની તપાસમાં હતા, એવામાં પ્રતિહારીએ સભામાં આવીને રાજાના ચરણમાં નમીને અરજ કરી કે –
શ્રીપુરનગરમાં શ્રી રાજા છે, તેને મંત્રી આપની પાસે આવવાને ઈચ્છતે દ્વાર આગળ ઉભે છે, તે આપને શું હુકમ છે?” "
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ધમ્મિલ કુમાર- રાજાએ હુકમ કર્યો-“તેમને સન્માન સહિત અંદર તેડી લાવ.”
સંત્રી તેને અંદર તેડી લાવ્યા. રાજાને નમસ્કાર કરીને તે મંત્રી ઉભો રહ્યો. પછી નજીકમાં આસન રખાવ્યું હતું તે ઉપર તેને બેસાડ્યો. એક બીજાના કુશળવર્તમાન પૂછયા. તે પછી મંત્રીએ કહ્યું
મહારાજ! અમારા સ્વામી શ્રીણરાજાને કનકવતી નામે કનકના જેવી કાંતિવાળી કન્યા છે. સ્ત્રીની ચોસઠ કળામાં નિપુણ, વિદ્યાથી પરિપૂર્ણ, અલંકાર વગર પણ ગુણાલંકારથી શોભાયમાન એવી તેણીને વન અવસ્થામાં આવેલી જોઈ અમારા રવામી તેને માટે ચોગ્ય વરની ચિંતામાં પડ્યા. “અરે ! આ રૂપરત્નની ખાણ, ને ગુણલક્ષ્મીની મંજુષા જેવી મારી પુત્રીને સ્વામી કેણુ થશે?” એમ વિચારી તેમણે મંત્રીને પૂછયું. “પ્રધાનજી! પઢિની જેમ સૂર્યને વરી છે તેમ મારી પુત્રીને યોગ્ય વર કેણું થશે ?”
“હે નાથ ! જગતમાં ઘણય કન્યાઓ છે પણ આવી સ્વરૂપવાન કન્યા તો મેં કયાંઈ જોઈ નથી. વિધિએ તેને આવું રૂપ, સૌભાગ્ય, કળા આદિ આપ્યું છે તો તેને માટે ગ્યવર પણ તે જ વિધિઓની હશે. કન્યાને અમુક વર સાથે પરણાવવા કરતાં તે એને માટે સ્વયંવરમંડપ રચાવો કે જેથી તેનું પુણ્ય પિતાને ગ્ય વર શોધી લેશે.” રાજાએ પણ અખંડ સ્વામીભક્ત એવા મંત્રીનું વચન માન્ય કર્યું, કેમકે રાજાનાં ખરાં નેત્રે તે પ્રધાન જ હોય છે, બાકી અંગના નેત્રે તે માત્ર શરીરની શોભાને માટે જ છે.
રાજાએ શિલ્પીઓને બોલાવી એક મનહર સ્વયંવરમંડપ બંધાવ્યું. એ મંડપના ચિત્રામણમાં નાચ કરતી વારાંગનાઓને જોઈ પ્રેક્ષકનાં ચક્ષુ પિતાનું ચાપલ્ય છોડી દઈને સ્થિર થઈ જાય છે. મથાળે ફરતી સુંદર વજાઓથી આવતા જતા મુસાફરોનો પરિશ્રમ તેને જેવાથી દૂર થઈ જાય છે. સ્તંભેમાં કરેલી ચિત્રવિચિત્ર રચનાના પ્રતિબિંબ નીચે ફટિક ભૂમિ ઉપર પડવાથી ચિત્ર વિના પણ તે ભૂમિ ચિત્રવાળી થઈ જાય છે. નીચેની જમીન સ્ફટિક રત્નથી જડી લીધેલી હોવાથી દૂરથી સરેવરના પાણીની સપાટી માફક શોભે છે. સ્વયંવરમંડપમાં રાજા અને રાજપુત્રોને બેસવાને યોગ્ય સુંદર મંચાઓ ગોઠવવામાં આવ્યા છે. મંડપની ચારે
Page #147
--------------------------------------------------------------------------
________________
ગુણવમ.
૧૨૫ દિશાએ ચાર દરવાજા કરાવ્યા છે. એવી રીતે રાજાએ મંડપની તૈયારી કરીને ચારે દિશાએ દેશપરદેશના રાજા અને રાજકુમારોને બોલાવવાને માટે દૂતોને મોકલ્યા છે, અને આપને પુત્ર સહિત આમંત્રણ કરવાને માટે મને મેક છે. તેથી પ્રસન્ન થઈને આપ જલદી મોરી સાથે ચાલે. આપના ચરણેવડે અમારું નગર પાવન કરો.” પ્રધાનનું એ કથન સાંભળીને રાજા વિચારમાં પડ્યો કે “હું હવે વૃદ્ધ થયો છું, જેથી મારે તે વ્રતમાંજ રક્ત રહીને આત્મસાધન કરવું જોઈએ, તેને બદલે પાણિગ્રહણ કરવું અથવા તે એવા મંડપમાં બેસવું એ શું મને યોગ્ય છે?” એમ વિચારી રાજા પિતાની જરા અવસ્થા અને મંત્રીનું કથન સાંભળીને વળી મનમાં વિચારવા લાગ્યું કે “હવે એ સુંદરી તે ગુણવર્માને જ યોગ્ય છે, અને મારે તો ગુફામાં રહીને આત્મસાધન કરવું તેજ શ્રેયકારી છે.” એમ ચિંતવી પ્રધાનનો સત્કાર કરીને તેની સાથે પરિવારયુક્ત પિતાના પુત્ર ગુણવર્માને શુભ મુહૂર્તે મોકલ્યા. અનુક્રમે પ્રયાણ કરતાં શ્રીષેણ રાજાની સરહદમાં તેઓ આવ્યા, ત્યારે રાજા પોતે જ તેના ગુણથી આકર્ષાઈને તેની સામે આવ્યો અને તેને યેગ્ય ઉતારે આપી તેનું સન્માન કર્યું. એવી રીતે જે જે રાજાઓ પિતાના દેશથી આવતા ગયા તેમને પ્રવેશ મહોત્સવવડે જુદા જુદા ઉતારામાં ઉતાર્યા.
હવે સ્વયંવરને દિવસ નજીક આવતો હોવાથી સ્વહિતની અભિલાષી રાજકન્યા કનકાવતી વિચારવા લાગી કે –“સારું ખોટું જાણવામાં અસમર્થ એવા મારા પિતાએ મારી ઉપરની અતિ કૃપાદ્રષ્ટિથી સ્વયંવરમંડપ રચા. પિતા માણસની પ્રગટ પરીક્ષા કરવાને સંપૂર્ણ સાધનો છતાં પિતાને માથેથી ભાર ઉતારી મને સેપે છે. વળી તેઓ સર્વે વાત જાણતાં છતાં રાજાઓના અંતરના ગુણદોષ જાણી ન શકયા, તે હું ઘરના ખુણામાં રહીને તેમના ગુણદોષને કેમ જાણું શકીશ? કેમકે મલ્લ પુરૂષ જેમ વિજયલક્ષ્મીને ઈચ્છતા યુદ્ધમાં મલ્લ તરીકે ઝળકી નીકળે છે તેમ સર્વે રાજાઓ અને રાજકુમાર ઉત્તમ વસ્ત્રાભૂષણે સજીને તે સમયે તે પિતાનું વાગચાતુર્ય બતાવવા માટે ચારણે પાસે પિતાની કીર્તિના યશગાન કરાવશે. એવી સ્થિતિમાં હું તેમના ગુણદોષની પરીક્ષા
Page #148
--------------------------------------------------------------------------
________________
૧ર૬
ધમિલ કુમાર.
કેવી રીતે કરીશ ? ને પરીક્ષા કર્યા વગર જે મને કદાચ કોઈ , ખરાબ વર મળે તે પિતાને આ સર્વે પરિશ્રમ-દ્રવ્યવ્યય નિષ્ફળ જશે, ને મારા ભાગ્યમાં તે આટઆટલે ખર્ચ કરવા છતાં હમેશનું દુ:ખ જ રહેશે. કેમકે કન્યાને જે વર સારો ન મળે તે તેનો આખો જન્મારે વ્યર્થ ગ જાણુ. જેથી આજે રાત્રે એ સર્વે રાજાઓની પ્રચ્છન્નપણે મારે તપાસ કરવી–તેમના ગુણદોષની ખાત્રી કરવી.”
પછી તેજ રાત્રીના કુમારી પોતાની એક વૃદ્ધા સખીની સાથે પુરૂષને વેશ ધારણ કરીને ભ્રમરીની માફક દરેક રાજાના ઉતારાઓમાં ભમવા લાગી. જેમ જેમ રાજાઓનાં એકાંતમાં થતાં આચરણે તે જોતી ગઈ તેમ તેમ તે પિતાની સખીને જણાવતી ગઈ. “સખી! જે આ રાજા અલ્પબુદ્ધિવાળો છતાં પિતાની વાકળા બતાવવાનું કે આડંબર કરે છે? જુઓ આ રાજા મદ્ય પીનારની માફક અલ્પ કળાવાળો છતાં અભિમાનમાં જ ઉન્મત્ત થઈ ગયો છે. આ ત્રીજે સર્પની માફક ક્રોધાયમાન થયા છે, તેની આગળ નેકરે બિચારા આજીજી કરતા ક્ષમા માગે છે, છતાં પણ તે શાંત થતો નથી. આ ચોથે રાજા પિતાના માણુ સાથે કેમ સંભાષણ કરવું તે પણ ગામડીઆ ગમારની માફક સમજતો નથી.” એ પ્રમાણે સર્વે રાજાઓના દે પિતાની સખીને સંભળાવતી કાંઈક ખિન્ન થયેલી કુમારિકા ગુણવર્માના મંદિરમાં-ઉતારામાં આવી. મિત્રોની સાથે સ્નેહથી વાતૉલાપ કરતા, તત્ત્વજ્ઞ પુરૂષોનાં સુધાસમા વચને પ્રીતિથી ગ્રહણ કરે એને કનકવતીએ નિહાળે. એ છટા, એ ગૌરવ, એ પાટવતા, એ ચપળ કમળાક્ષીઓના નેત્રને હરણ કરનારું રૂપવન જોઈને કન્યાએ મુગ્ધ ભાવથી માથું ધુણાવ્યું. જાણે પૃથ્વીને બીજે ઇંદ્ર હોય એવા અદભૂત ગુણવાળા ગુણવર્માને જોઈ બાળાનું ચિત્ત એનામાં જ સ્થિરભાવ પામ્યું. સર્વ ઠેકાણે ભ્રમણ કરવાથી ખેદયુક્ત થયેલું તેનું ચિત્ત ત્યાં શાંતિ પામ્યું. જેમાં ગ્રીષ્મઋતુના તાપથી તપેલાને શીતળ છાયામાં શાંતિ થાય તેમ કુમારને જોવાથી તેનું હૃદય પ્રસન્ન થયું. પછી પિતાના ચિત્તને ગુણવર્માના ચરણમાં મૂકીને તેના પ્રતિ સ્નેહવાળી કુમારી ફક્ત શરીરને લઈને જ સખી સાથે પિતાના આવાસમંદિરમાં આવી અને પિતાની એ સહચરીને
Page #149
--------------------------------------------------------------------------
________________
૧ર૭ ;
ગુણવર્મા. હૃદય જેવો હાર અને સંદેશો આપીને કુમાર પાસે મેકલી. કેઈ અજાણી દાસી પિતાને મળવા આવે છે એમ જાણું આશ્ચર્ય પામતા કુમારે પિતાના સ્વજનેને દૂર કરીને એકાંતમાં તેને મળવાને બોલાવી. તેના આગમનને હેતુ પૂછ. તેના જવાબમાં વૃદ્ધાએ જણાવ્યું કે “ કુમાર ! મારી પુત્રી રાજકુમારી કનકવતીએ તેમારી પરીક્ષા કરીને આ હાર મેકલવાના મિશે તમને વરવાને નિશ્ચય કર્યો છે. પ્રભાતમાં વરમાળા આપના કંઠમાં આરપાશે, તેની ખાત્રીને માટે આ હાર આપના કંઠમાં એ બાળા અત્યારેજ અર્પણ કરે છે. પણ હું વિજ્ઞ! તે પહેલાં તેની એક વિનંતિ તમારે સ્વીકારવી પડશે.”
- અમૃતથી પણ અધિક મીઠાશવાળાં એ મધુર વચનનું શ્રવણ કરત-પાન કરતા કુમાર છે . તે વિનંતિ શું છે?”
“તે એજ કે આપણે વિવાહ થયા પછી કેટલાક દિવસ પર્યત હું બ્રહ્મચર્ય પાળીશ; છતાં આપે મારા ઉપર મંદ નેહવાળા થવું નહિ. આ અપૂર્વ નેહ, કડા કરવા ગ્ય સમાન નવીન તારૂણ્ય તથા પ્રાર્થના છતાં આમ શા માટે કરવું? એવું જાણવાની તમારી આકાંક્ષાને પણ હું તરતમાં પૂર્ણ કરીશ નહિ, પરંતુ સમય આવતાં તમે તમારી મેળે તે જાણી શકશો.” આ પ્રમાણેનું તે ધાવમાતાનું વચન સાંભળીને કુમાર છે. એ જીવિતેશ્વરીનું વચન હું કયારે પણ લેપીશ નહિ.” એમ કહીને તે વૃદ્ધાને વિશ્વાસ પમાડ્યો. " કુમારનાં વચન સાંભળી સ્વસ્થ થયેલી દાસીએ કનકાવતીના હૃદયસમ એ હાર કુમારને પ્રેમની પ્રથમ નિશાની તરીકે અર્પણ કર્યો. અને ખુશીની વધામણું દેવાને તેણે પિતાને ઠેકાણે ચાલી ગઈ. રાજકુમારીને એ ખુશીનો સંદેશે કહી સંભળાવ્યો, તેથી તે ણીનું હૈયું બહુ પ્રસન્ન થયું. - એ શ્વેત અને શાંતિ કરનારો મુકતાફળને હાર રાજકન્યાને વિગે કુમારે તત્ક્ષણ હૃદય ઉપર ધારણ કર્યો, જે તેના વિરહાનળના તાપને નાશ કરનારે થયો.
પ્રાત:કાળે સૂર્યોદય થયા પછી સર્વે રાજાઓ અને રાજકુ
Page #150
--------------------------------------------------------------------------
________________
બસ્મિલ કુમાર,
૧૧૮ .
મારા સર્વાત્તમ વસ્ત્રાલકારામાં સજ્જ થઈને સ્વયંવરમ ડપમાં આવ્યા. તેમને નાકરાએ પાતપેાતાને ચાગ્ય ગેાઠવેલા મચાએ ઉપર બેસાડ્યા. જ્યારે ગુણવર્મા કુમાર સજજ થઇને મંડપમાં આવ્યા ત્યારે તેને જોઈને સર્વે રાજાએ નિરાશ થઇ ગયા. કનકવતીને પ્રાપ્ત કરવાના તેમના હવાઇ વિચારા હવામાં મળી ગયા.
એટલામાં સ્નાન કરીને જેના અંગે ચંદનનુ વિલેપન કર્યું છે એવી સર્વાંગે અલંકારાને ધારણ કરતી કનકાવતી પાલખીમાં બેસીને વાત્રાના નાદ સાથે આવતી નજરે પડી, અને સર્વે રાજાઓનું ધ્યાન તેના ભણી આકર્ષાયું. એક સખી વરમાળા લઇને પાલખીની આગળ ચાલતી હતી. પાછળ સ્ત્રીએ મધુરાં મંગળ ગીતા ગાઈ રહી હતી. પાલખીમાંથી ઉતરીને તે કુવરી સ્વયંવરમંડપમાં આવી કે સર્વે એને જોઇને વિચારમાં પડી ગયા. “અહા ! શું આ તે લક્ષ્મી કે સરસ્વતી ? રંભા કે રિત ? નાગકુમારી કે વિદ્યાધરી ? આ કાણુ હશે ? આ રાજખાળાને જોવામાત્રથી પણ આટલે દૂર આવવાના આપણા પરિશ્રમ સફળ થયા છે.”
સર્વ રાજાઓના ચરિત્રાને જાણનારી એક વૃદ્ધા પ્રતિહારી રાજકુમારીને લઇને દરેક રાજાઓને ઓળખાવતી સ્વયંવરમંડપમાં આગળ ચાલી, અને મેલી—“ કુમારી ! સર્વે રાજાએ રૂપ, ચૈાવન અને લક્ષ્મીથી ગર્વિત થયેલા, કામદેવને જીતનારા એવા તને મેળવવાની આશાએ આવ્યા છે, તે એમાંથી તારે લાયક એકને તુ તેમના ગુણ્ણા જાણીને શેાધી લે. જે આ માલવદેશના મહાશાલ રાજા, જેના તાપથી તપેલા શત્રુરાજએ વનમાં જઇને રહ્યા છે; અને જે સેવા કરનારાઓને કલ્પવૃક્ષ સમાન છે. વેલ જેમ વૃક્ષની સાથે વીંટાઈ રહે છે તેમ તારી વરમાળ પણ તુ તેના કઠમાં આરેાપણુ કર.
,,
“ જો એ માલવેશ હતા તા એલની માફક સર્વે રાજાઓની આગળ કેમ બેઠા ? ” કન્યાનુ વચન સાંભળીને વૃદ્ધા આગળ ચાલી. “ જો, જેણે પેાતાના પ્રબળ પરાક્રમે કરીને સર્વે રાજાએનાં મસ્તક નમાવ્યાં છે, એવા આ સિંહ સમાન અગાધિપ સિંહનરેશને હે વસે ! તમે વી !
??
Page #151
--------------------------------------------------------------------------
________________
ગુણવર્મા.
૧૨૯ . “એ સિહની પાસે તે સિંહણ શોભે ને હું તે બળ વિનાની અબળા. કહે, મારે ને એને મેળ કેમ મળે?” દાસી તે સાંભળીને આગળ ચાલી.
“જે આ મગધાધિપતિ મહાબલ રાજા ! જેની કીર્તિ ભાટ ચારણો રાત દિવસ ગાયાજ કરે છે; જેણે પિતાના અદ્વિતીય અધર્યવડે પપકાર દષ્ટિથી લેકેનાં ગ્રહ પણ ધનધાન્યથી ભરીને રાજગૃહ જેવા કરી મૂક્યા છે, એવી અતુલ્ય સંપદાના ધણીને પામીને સુખી થા.”
એ મારે તાત સમાન પ્રણામ કરવાને ગ્ય છે.” તેમ સાંભળીને પ્રતિહારિણું આગળ ચાલી. “સકળ કળાનો નિધાન આ કાશી દેશને વીરસેન રાજા. ખચીત તે તારે વરવાને ગ્ય છે. પંડિત અને દેવતાઓને પણ વલ્લભ એવી આ રાજાની કીર્તિરૂપી ગંગા શંખની માફક શ્વેત વર્ણવાળી થઈને સમુદ્ર પર્યત પહોંચી ગઈ છે, એવા આ રાજાને તારી વરમાળા આરોપ.”
હે માત ! એ દેહે તો કાળ છે, છતાં તેની કીર્તિ ઉજવળ કેમ થઈ ગઈ વારૂ ? પ્રાય: કરીને જે શરીરે કાળે -શ્યામ સ્વરૂપ હોય તે હૃદયનો પણ તેજ હોય.” કુંવરીનું ધીમેથી આવું વચન સાંભળીને દાસી આગળ ચાલી. “જે આ સૌરાષ્ટ્ર દેશને સૂર રાજા. જેને ભંડારીની માફક નિરંતર સંપદાઓ સમુદ્ર અર્પણ કરે છે. દુર્ભવ્યને દુઃખે પામવા ગ્ય શત્રુ અને ગિરનાર પર્વતે જેના રાજ્યમાં સ્થિરતા કરીને રહ્યા છે, તું પણ આવા પતિની સાથે સુખે સુખે તીથોને નમી શકીશ. ”
અરે મા ! એ સિરાષ્ટ્રવાસીને રાત્રીના નિદ્રા કયાંથી આવતી હશે કે જ્યાં નજીકમાં જ સમુદ્રની ભયંકર ગર્જનાઓ ગાજી રહેતી હોય?”
એવી રીતે દાસીએ સર્વે રાજાઓનાં વર્ણન કર્યા, છતાં કુમરીના ધ્યાનમાં એક પણ રાજા આવ્યો નહિ. તેનું મન પણ કઈમાં લેભાણું નહિ. જેથી રાજાને–તેના પિતાને ખેદ થયે. અનુક્રમે તે ૧૭
Page #152
--------------------------------------------------------------------------
________________
હs
ધમ્મિલ કુમાર. ગુણવર્મા કુમાર પાસે આવીને બોલી. વત્સ! જે રૂપ અને ગુણને ભંડાર આ ગુણવર્મા કુમાર. દઢવર્મા રાજાના કુળરૂપી ગગનમંડળમાં સુધાકર સમાન, મીઠી અમૃતમય વાણું બેલનાર, કળાઓને કીડા કરવાનું સ્થાનક એવા આ કુમારને તારી વરમાળ અર્પણ કર. બાળવય છતાં વૈરીઓનાં હૃદયે જેણે ખળભળાવ્યાં છે, તેમની સ્ત્રીઓને એણે રોવડાવી છે, વિધાતાએ જેનું હદય વિશાળ બનાવ્યું છે એવા, બુદ્ધિના નિધાન, વળી વિનયાદિક અનેક ગુણોએ શોભતા આ ગુણવર્માને રોહિણી જેમ ચંદ્રને વરે તેમ તારી વરમાળા પહેરાવીને વર!” પ્રતિહારિણીના સાકર સમા મધુર વચને સાંભળીને રાજકન્યા ખુશી થઈ. હર્ષાશ્ર મૂકતી, લચને વારંવાર વિકસ્વર કરતી, તેણે સ્વયમેવ તેની પાસે જઈને તેના કંઠમાં વરમાળા નાંખી. તે સમયે આકાશગમન કરનારા વિદ્યાધરોએ આ દૃશ્ય જોઈને “સારું થયું” “સારું થયું” એમ બોલતાં તે જેડા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી.
આ યોગ્ય જોડાના મેળાપથી ત્યાં આવેલું સર્વે રાજમંડળ પ્રસન્ન થયું; જેથી જાનૈયા તરીકે સર્વે રાજાઓ આ યુગલના લગ્નકાર્યમાં સામેલ થયા; ને મેટા મહોત્સવપૂર્વક શ્રીષેણ રાજાએ પિતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. કન્યાદાનમાં પૃથ્વી ઉપર જે જે ઉત્તમ વસ્તુઓ હતી તે સર્વે ગજ, અશ્વ, સોનું, રત્નાદિક તે રાજાએ કુમારને આપ્યું. તેમજ આ મહોત્સવ નિમિત્તે કેટલાક દીનજનેની દીનતા દૂર કરવામાં આવી.
સ્વયંવરમંડપમાં આવેલા સર્વે રાજા અને રાજકુમારને લગ્નક્રિયા સમાપ્ત થઈ ગયા પછી તેમને સત્કાર કરીને પોતપોતાને વતન વિદાય કરી દીધા. ગુણવમાં કુમાર રાજાના–સસરાના આગ્રહથી કેટલોક સમય ત્યાં રહ્યો. તેને એકાંત મહેલ, તેમજ સર્વે સામગ્રી રાજાએ આપી. કનકાવતી સાથે વાર્તાવિનોદ કરતાં તે પિતાને કાળ સુખમાં વ્યતીત કરતા હતા. પરંતુ કેટલાક દિવસ પછી પિતાને મળવાની ઈચ્છાએ કુમારે સાસરા પાસે રજા માગી. પિતાની પ્રાણાધિક પુત્રીને વિગ થશે એમ જાણીને રાજારાણીને અધિક દુ:ખ થયું; છતાં પણ દીકરી તો સાસરે જ શોભે, એમ સમજીને કનકવતીને સાસરે વળાવવાની તેઓ તૈયારી કરવા લાગ્યા.
Page #153
--------------------------------------------------------------------------
________________
પરોપકારને માટે.
૧૩૫ જેમ વણિક રત્નાદ્રિથી મણિરત્નને મેળવે તેમ પ્રિયાને મેળવીને કુમાર પરિવાર સાથે પોતાના વતન જવાને નીકળે. રાજા રાણી કેટલેક લગી વળાવવાને સાથે ગયા. છેવટે છુટા પડવાને સમય આવ્યો ત્યારે માતપિતાએ રડતાં રડતાં પુત્રીને શિખામણ આપી. રેતી પુત્રીને ખોળામાં બેસાડી તાતે તેણુને ધીરજ આપી. “દીકરી! તું અમારી આજ્ઞા પાળક છે, સુગુરૂની શિખ્યા છે, જેથી અમારે તને કાંઈ શિખામણરૂપે કહેવું એ છે કે નિરર્થક છે, છતાં પણ હવે તે પિતૃગૃહ તજીને સાસરે જાય છે, એ ખાસ ધ્યાનમાં રાખજે. માતાપિતાની માફક સાસુ સસરા તથા વૃદ્ધ વડીલજનોની સેવા કરજે. પતિ ઘેર આવે તે ઉભા થઈને તેને આસન આપવું, તેના શયન પછી સૂવું, વડીલજનોની ઉચિત મર્યાદા સાચવવી, તેના જાગ્યા પહેલાં જાગૃત થવું, તે જે પ્રસન્ન થાય તે પણ એ રહેમને દુરૂપયોગ ન કરે, નોકરચાકરને તિરસ્કાર ન કરે, પિતાના પતિ સિવાય અન્ય પુરૂ સાથે કામ પૂરતું જ બોલવું, કાર્ય વગર પારકે મંદિરે જવું નહીં,વળી સાસુની સેવા કરવી, પતિ ઉપર ભક્તિ રાખવી, કુંટુંબીવર્ગ–સગાસંબંધી પ્રસન્ન રહે એમ વર્તવું, સ્વામીના મિત્રો તરફ પ્રીતિ રાખવી.” ઈત્યાદિક શિખામણ આપીને માતાપિતા પિતાના પરિવાર સાથે રડતે હૈયે પાછા ફર્યા, અને પ્રિયા સાથે ગુણવર્મકુમાર પોતાના સૈન્ય સહિત હસ્તિનાપુર તરફ પ્રયાણ કરી ગયા.
પ્રકરણ ૨૩ મું.
પપકારને માટે.” ગુણવર્મા અનુક્રમે હસ્તિનાપુર નગરને સીમાડે આવી પહોંચે. ચર માણસે દ્વારા રાજાને પોતાના પુત્રના આગમનની જાણ થતાં ચંદ્રિકાને જોઈને જેમ સાગર ખળભળે-ઉલ્લાસ પામે તેમ એનું હૃદય પ્રસન્ન થયું ને કેટીજને સાથે મેસ મહત્સવપૂર્વક પિતા પુત્રને ભેટ્યો. ઘણુ પુરૂષ અને સ્ત્રીઓ પોતાના એ બાળ રાજાને જેવાને
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૦ર
ધમ્મિલ કુમાર, તેની તરફ દોડ્યા હતા. જગતમાં આ અદ્વિતીય યુગલને જોઈને મુક્તકંઠે તેમની પ્રશંસા કરવા લાગ્યા. સ્ત્રીઓ આ સૌભાગ્યવાન સ્વામી મળવાથી કન્યાની પ્રશંસા કરવા લાગી. પુરૂ કુમારના વખાણ કરવા લાગ્યા કે “કેવી અદ્ભુત કન્યા મળી?” કેઈએ વિધિની લીલાને વખાણી કે “વાહ ! શું એણે પિતાની અભૂત કળા જગતને બતાવી છે?” ---
એવી રીતે પ્રશંસા કરતા લોકો કુમાર સહિત નગરમાં આવ્યા, રાજાએ એ નિમિત્તે માટે પ્રવેશ મહોત્સવ કર્યો. પ્રજાજને એ મહોત્સવમાં ભાગ લઈને પિતપિતાને ઘેર ગયા. પિતા સહિત કુમાર રાજમંદિરમાં ગયો. રાજાએ દીકરાને સર્વ સામગ્રીથી ભરેલું બીજુ રમ્ય મંદિર આપ્યું ત્યાં, એ નવીન યુગલ રહેવા ગયું. ત્યાં સુખમાં રહેતાં એ યુગલ એક બીજામાં પ્રીતિવાળાં હતાં પણ કુમાર પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે પ્રિયાના વ્રતને દૂષણ લગાડતો નહીં. તેઓ દિવસે પિતાના વ્રતને દોષ ન લાગે તેવી કીડા કરતાં હતાં, કિંતુ રાત્રીના સમયે એ પરસ્ત્રી હોય એમ સમજીને કુમાર હમેશાં
એનાથી દૂર રહેતે–એના મંદિરથી પણ પોતે દૂર રહેતો. કેટલાક દિલ્સે તે પ્રમાણે વહી ગયા.
એક દિવસ સૂર્યોદય થયા પછી કુમાર કનકાવતી સાથે ગોષ્ટીવિનેદ કરવાને આવ્યું, ને વિનેદમાં ને વિનેદમાં મધ્યાન્હ સમય થયો; એટલે ત્યાં જ સ્થાન કરીને જિનેશ્વરને પૂછ જેટલામાં કુમાર ભજન કરવાને તૈયારી કરે છે, એટલામાં એક યેગી ત્યાં આવ્યું. એ ગીએ શરીર ઉપર રાખ ચળી હતી, એના હાથમાં દંડ ને કમંડળ હતું. દીપડાના ચર્મને વસ્ત્ર માફક ઓઢીને જાણે પ્રેતને નાનો ભાઈ હોય એ ભયંકર જણાતે તે કુમાર પાસે સહસા આવીને કહેવા લાગ્યું. “કુમાર ! મારા ગુરૂ ભૈરવાચાર્ય અહીં નજીકના વનમાં તમને યાદ કરે છે. શા માટે યાદ કરે છે એ તે હું પણ જાણતો નથી.” એમ કહીને જે તે પાછો ફર્યો, એટલામાં કુમારે તેની પાછળ જઈને કહ્યું કે “તમારા ગુરૂવર્યને કહેજો કે પ્રભાતમાં હું જરૂર આવીશ.” મેગી પ્રત્યુત્તર સાંભળી સંતોષ • પામીને ચાલ્યો ગયો.
Page #155
--------------------------------------------------------------------------
________________
પાપકારને માટે.
૧૩૩
કુમાર વિચારમાં પડ્યો, “ એ ભૈરવાચાર્ય તે કાણું ? શા માટે મને ખેલાવતા હશે ? એને ને મારે તેા કાંઇ સંબ ંધ નથી. ” ઈત્યાદિક વિચારમાં કુમારે રાત્રી વ્યતીત કરી. ખીજા દિવસની પ્રભાતનેા સહસ્રાંશુ ઉદય પામ્યા, મંગળપાઠકા મંગળ ગીતા ખેલવા લાગ્યા. મધુરાં વાજી ંત્રાના સુસ્વરાએ કુમારને જાગૃત કર્યા. પ્રભાતનું પેાતાનુ આવશ્યક કર્મ પૂર્ણ કરીને વસ્ત્રાભૂષણ સજી ભૈરવાચા ની પાસે વનમાં ગયે. અગ્નિ સમીપ તપ્ત સુવર્ણ જેવી જટા મસ્તકે ધારણ કરેલી, પદ્માસને બેઠેલા અને જપમાળાથી જપ જપવામાં જ એકાગ્ર ચિત્તવાળા એવા ભૈરવાચાર્યને કુમારે સરળ બુદ્ધિથી નમન કર્યું. ભૈરવાચાયે કુમારને આશીષ માપીને પેાતાનુ વ્યાઘ્રચર્મ એસવાને માટે આપ્યુ. કુમારે એનું નિવારણ કર્યુ કે “ આપના પૂન્ય આસનને હ યાગ્ય નથી. ” એમ કહેતા પેાતાના સેવકે બિછાવેલા ઉત્તરાસન ઉપર અંજલિ જોડીને તે બેઠે. “ પ્રભા ! મારે ચેાગ્ય જે કાંઇ:કાય હાય તે ક્રમાવેા.
,,
ચેાગીએ તેની પ્રશંસા કરતાં કહ્યું કે “ તારૂ અપૂર્વ શાય, ગોરવ, આચાર વિચાર એ સર્વે તારી સુખચેષ્ટા ઉપરથી જણાઈ આવે છે. તારી ભૂષણથી અલંકૃત બન્ને ભુજાએ શત્રુઓને વજદંડ જેવી કંડાર છે અને સજ્જનાને પદ્મનાળ સરખી ઉપકારક છે. જગમાં પોતાના સ્વાર્થને તિલાંજલિ આપીને જે એક પરીપકારમાં જ રિસક છે, એવા પુરૂષાને ધન્ય છે, તેજ ઉત્તમ છે. પાતાના સ્વાર્થ સાધનારા મધ્યમ કહેવાય છે. અધમ પુરૂષા ખીન્તને સ્વાર્થ સિદ્ધ કરવા દેતા નથી, તેમજ પોતાના સ્વાર્થ પણ સિદ્ધ કરી શકતા નથી. શુ ધન કે શુ યશ વા પુણ્ય એ સર્વ ઉપકારરૂપી તવરનાં ફળ છે. સાનુ તપાવ્યા છતાં જગત ઉપર ઉપકાર કરનારૂ થાય છે, મેાતી વીંધાયું છતાં કલ્યાણકારી થાય છે, ચંદનને જેમ જેમ કાપવામાં આવે તેમ તેમ પેાતાની સુગંધ વિસ્તારે છે, રસને મર્દન કરવામાં આવે ત્યારે જ તે કિંમતી થાય છે, સમુદ્રનું મંથન કરવામાં આવે તેા રન ઉત્પન્ન થાય છે; એમ સજ્જન પુરૂષાને બીજાના ઉપકાર કરવા જતાં કષ્ટ પ્રાપ્ત થાય છતાં તે અન્ય ઉપર ઉપકાર અવશ્ય કરે છે. ’
66
ગુરૂ ! આપ મારી ખાટી પ્રશંસા ન કરે અને જે કા
Page #156
--------------------------------------------------------------------------
________________
મ્મિલ કુમાર.
૧૩૪
હાય તે ત્વરાથી ફરમાવે કે જેવડે આપની સેવા બજાવીને મારા જન્મ કૃતાર્થ કરૂં. ” કુમારે કહ્યું,
“ હે સામ્ય ! સાંભળ. મને ગુરૂમહારાજે એક મંત્ર આ પેલા છે, જેને સિદ્ધ કરતાં આજકાલ કરતાં આઠ આઠ વર્ષ વહી ગયાં છે. હવે એને સિદ્ધ કરવાની ચૌદશની તિથિ નજીક આવી છે. તે દિવસે રાતના એની શેષ ક્રિયાની પૂર્ણાહુતિ થશે, પણ તે સમયે એક ઉત્તમ ઉત્તરસાધકની જરૂર પડશે કે જેવા ઉત્તરસાધક પૃથ્વી ઉપર કોઇ મારા ધ્યાનમાં આવ્યે નહિ. આજે તને સત્ત્વવાનને જોઇને જેમ સૂર્ય ને જોઇને કમલ ખીલે તેમ મારૂં મન પ્રફુલ્રિત થયુ છે. તે માટે હું વીર ! તું મારા ઉત્તરસાધક થા, જેથી મને મંત્ર સિદ્ધ થાય, અને તારી કીર્ત્તિ નવેખડમાં ફેલાય.
“ આપ કહેા ત્યારે ચાઢશે આવીને આપની સેવામાં હાજર થાઉં. વધારે પ્રશંસાથી હવે સર્યું ” કુમારે કહ્યું.
,,
“આ આવતી અંધારી ચાઢશે પ્રહર રાત્રી વીત્યે ત્રણ શિષ્યાને લઇને હું મશાનમાં જઇશ, તમારે પણ ત્યાં આવવુ.”યેાગીએ કહ્યું. ચેાગીનું એ પ્રમાણેનું વચન અંગીકાર કરીને કુમાર પોતાના પરિવાર સાથે પેાતાને ઘેર ગયા.
હવે ચાદશના દિવસ આવ્યે ત્યારે પોતાના પિતાને કહ્યા વગર એકલે મિત્રાને પણ ન પૂછતાં કુમાર ચાલી નીકળ્યા અને સ્મશાનમાં આભ્યા. શસ્ત્રામાં ફ્કત એક ખડ્ગજ તેણે વજ્રમાં છુપાળ્યુ હતુ.
ત્યાં ભૂત, પ્રેત આદિ અનેક ચેષ્ટા કરી રહ્યાં હતાં. રાત્રી એ તે એમને મન સ્વર્ગનું રાજ્ય ! તેઓ રાત્રીને સમયે ક્રીડા કરવાને નીકળે છે. મૃત મનુષ્યનાં મસ્તકના તેઓ દડા કરે છે ને તેના ધડના દંડ તરીકે ઉપયાગ કરે છે, એવા ભયંકર ભૂતાવળની ચેષ્ટાથી નહિ ડરતા કાળી રાત્રીની ભયંકર ભાસતી સ્મશાનભૂમિમાં તે બેધડક ચાલ્યા આવ્યા. ગુરૂએ એને જોઇને હર્ષ થી વધાવી લીધેા. “ આવ! આવ ! વત્સ ! ” કુમાર ગુરૂની પાસે આવ્યા એટલે તેણે તેને કહ્યું“ હું ામ કરવા બેસું છું, ને મારા શિષ્યા કાર્ય કરવા આવ્યા છે; પણ
Page #157
--------------------------------------------------------------------------
________________
પરોપકારને માટે.
૧૩૫
તેઓ રાંકડા હોવાથી તારી સહાય વગર ટકી શકશે નહિ. માટે કુમાર ! તું ખળું ખેંચીને હું હેમ કરું એ સમયે સાવધ રહેજે.”
હું રક્ષક છતાં આપે લેશ માત્ર દિલમાં આશંકાં ધરવી નહિ. બેધડક આપનું કાર્ય આપ ચાલુ કરે. ગરૂડ જે આપણને આધિન હોય તે પછી ભુજંગને ભય શું રાખે?” એમ કહી કુમાર ઉત્તરદિશામાં ખળ ખેંચીને ઉભો રહ્યો. બીજા ત્રણ શિષ્ય ત્રણ દિશાએને સંભાળતા રક્ષણ કરવા ઉભા રહ્યા. પછી યોગીએ એક મંડળ કરીને એમાં એક મૃતક ગોઠવી તેના મુખને ફાડી તેમાં કુંડની માફક અગ્નિ સળગાવ્યા.
પ્રગટ એવા મંત્રનો ઉચ્ચાર કરતા યોગી એ અગ્નિકુંડમાં કBરનાં ફલ અને ગુગળની ગોળી હોમવા લાગ્યો, પણ એટલામાં શા કિની, ડાકિની કે ભૂત પ્રેતના ભયંકર આકારે ત્યાં પ્રગટ થવાથી એ ગુરુશિષ્યની હિંમત આગળ ચાલી નહિ. બ્રહ્માંડને ફાડી નાખે એ ભયંકર ધડાકે યેગીની આગળજ અચાનક થયે અને જમીન ફાડીને બીલમાંથી જેમ ભયંકર સર્પ બહાર નીકળે તેમ એકમેટ ભયંકર વૈતાલ બહાર નીકળી આવે. બળતી જવાળા સરખા એને મસ્તકે કેશ હતા અને તે બીલાડીના સરખા ચપળ નેત્રવાળે, અગ્નિ
વાળ સરખી ભયંકર મુખમાંથી વરાળ કાઢતો, ભાંગેલા ઘડાના જેવા ગાલવાળો, તાડ જેવી લાંબી ભુજાવાળે, ઉંટના સરખા
ધવાળે અને ખાંડણીઆ સરખા પગવાળો હતો. એવા વૈતાળના ભયંકર દેખાવથી કુમાર વગર ત્રણે શિષ્યો અને ગુરૂ ચૂપ થઈ ગયા. બીલાડીને જોતાં જે સ્થિતિ મૂષકોની થાય છે તેવી સ્થિતિ તેમની થઈ. એ કૂર વૈતાળ પોતાનો મુગર ઉચકીને મેગીને ધમકાવવા લાગ્યો રે દુષ્ટ ! કોની શક્તિથી મારી ભૂમિમાં તું મંત્ર સાધે છે? બોલ, મને આરાધ્યા વગર તારી મંત્રસિદ્ધિ કેમ થશે? પરવાનગી વગર પરભૂમિમાં આવવાથી કુતરાની માફક તું અપમાન પામીશ.” એના ત્રાસદાયક વચનોથી યેગી ક્ષેાભ પામ્યો, એટલે કુમાર પોતાની તલવાર ખેંચીને એની તરફ દોડ્યો. અને બોલ્યા. “અરે વૈતાળ ! એ ગીરાજ મારી શક્તિથી મંત્ર સાધે છે. તારો આ વાંસના ફાટવાથી થતા શબ્દોની માફક ફૂર વચનેથી હું ડરવાને નથી. જો તું
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩
ધમિલ કુમાર સરખે સરખા સાથે યુદ્ધ કરવા ચાહતા હોય તો આમ મારી સામે આવ. એક ભિક્ષાવૃત્તિ કરનારા યોગીને જીતવાથી તારે યશ શું ફેલાશે ? જે મારું આ ખર્શ તારે નાશ કરવા સમર્થ છે.”
કુંવરનાં એવાં વચન સાંભળીને વૈતાળ બોલ્ય-“અરે બાળક ! તારી સાથે મારે શું બળ બતાવવું ! બીજાને માટે તું કષ્ટમાં ના પડ, ને રાજપાટ જોગવીને તારો મનુષ્યજા તું સફળ કર.”
હે વૈતાળ ! તું બાળક જાણુને મારી ઉપેક્ષા ન કર. નાનું સરખું સિંહનું બાળક શું પ્રઢ એવા હાથીઓનાં મસ્તકને નથી ફાડતું ? નાનું સરખે દીપકને પ્રકાશ વિશાળ એવા અંધકારને નથી દૂર કરતો? સ્વલ્પ માત્ર વા મોટા પર્વતને શું નથી તેડતું ? માટે નાના મોટાને તફાવત એ શું કામ છે? જગતમાં સત્વ એ જ એક મુખ્ય છે. જે પારકાને સ્વાર્થ તેજ મારો સ્વાર્થ. સજજન પુરૂષોને એથી અધિક બીજે શું સ્વાર્થ હોય ? કેમકે જગતમાં પરજનના ઉપકાર વગર મેઘને બીજું શું સ્વાર્થ છે? એમ મહાપુરૂષોને પુરૂષાર્થ અનાથનું રક્ષણ કરવામાં સફળ થાય છે. બીજાને ઉપકાર થાય અને પોતાને પુણ્ય પ્રાત-યશ પ્રાપ્તિ થાય એથી અધિક બીજું કયું ફળ હોય ?” કુમારની એ પ્રમાણેની વાણી સાંભળીને વિસ્મય પામેલ એ ક્રૂર વૈતાળ નટની માફક પોતાના દુષ્ટ વેશને ત્યાગ કરીને દિવ્ય રૂપ ધારણ કરતો મધુર સ્વરે બે“હે ધીર! તારા સત્ત્વથી હું પ્રસન્ન થયો છું; માટે કંઈક વર માગ.”
હે દેવ! જે તમે પ્રસન્ન થયા હો તે આ ગીનું ઈચ્છિત સફળ થાઓ ! ” કુમારે એ દિવ્ય વેશધારી દેવને કહ્યું.
કુમાર ! એની મંત્રસિદ્ધિ તે સિદ્ધ થઈ જ છે એમ સ મજ, પણ તું મારી પાસેથી કાંઈક માગ ! કેમકે દેવદર્શન અમેઘ હોય છે.” દેવતાએ કહ્યું.
જે એમ છે તે આપ જ્ઞાનથી મને કહો કે મારી પ્રિયા વનવાળીને મારી ઉપર સ્નેહવાળી છતાં ક્યા કારણે તે શિયળ પાળે છે.”
દેવતાએ અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ કુમારને સમજાવતાં કહ્યું-“કુમાર ! પ્રભાતનો સમય થવા આવ્યો છે અને દિવસે દેવતાઓ પ્રાય,
Page #159
--------------------------------------------------------------------------
________________
રહસ્યને ફેટ.
૧૩૭ કવચિત જ દેખાવ દે છે. વળી તને કહેવાની વાત ઘણું લાંબી છે. માટે આ અંજન લે, તેના પ્રભાવથી તું અદશ્ય રહીને તારી પ્રિયાની પાછળ નજર રાખતાં તું સર્વે હકીકત જાણું શકીશ.” પછી દેવતા તરતજ અંજન આપીને અદશ્ય થઈ ગયે. અંજન પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થયેલે કુમાર ગી પાસે આવીને નમે. ગીએ આશીષ આપી. “વત્સ ! તારી શક્તિથી આજ આઠ વર્ષે મારે મંત્ર સફળ થયો. હું તારા ઉપકારમાંથી અનુણ કયારે પણ થઈ શકે તેમ નથી; તે કહે તારૂં હું શું પ્રિય કરું ? તને શું આપું?”
યોગીનાં વચન સાંભળીને કુમાર બે “તમારી કૃપા નજર અમારા ઉપર હોય તો બસ છે ! તમારી કૃપાથી બીજું શું વધારે જોઈએ ?” એમ બોલતે કુમાર પિતાને ઘેર ગયે; અને ગી શિષ્યની સાથે પોતાને સ્થાનકે ગયા.
ડીક રાત્રી બાકી હોવાથી કુમાર પિતાના મકાનમાં આવી સૂતા સૂતા આજની રાત્રીની અભૂત બાબતે વિચાર કરવા લાગે. તે સાથે પ્રિયાનું ચારિત્ર પણ એને કૈક ભેદ-શર્મવાળું જણાયું. “જે થયું તે સર્વે સારંજ થયું. હવે એ અંજન આંજવાવડે અદશ્યપણે હું પ્રિયાનું ગુહ્ય ચરિત્ર શોધી કાઢીશ. ખરું રહસ્ય શું છે એ તપાસ કરીને એનો અંત લાવીશ.” એમ વિચાર કરતાં પ્રભાત થયું.
પ્રકરણ ૨૪ મું.
રહસ્યને ફેટ.' પ્રભાત સમય થવાથી કુમાર જાગને પ્રભાતિક આવશ્યક ક્રિયા કરી કનકવતીના ધામ તરફ જવાને નીકળે. હંમેશના નિયમ પ્રમાણે તેની સાથે વાતચિત કરીને તેણે તેનું મનરંજન કર્યું. પોતે
ગી પાસે ગયે હતું અને શું કાર્ય કર્યું તેની ગંધ સરખી પણ કેઈને તેણે જણાવી નહોતી, જાણવા પણ દીધી નહોતી. અનુક્રમે ૧૮
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૮
બસ્મિલ કુમાર ગણી કરતાં તેમને જેવાનેજ હોય તેમ સૂર્ય માથા ઉપર આવ્યામધ્યાન્હ સમય થયે, જેથી કુમાર પોતાને ઘેર આવ્યા. ત્યાં સ્નાન કરી જમી પરવારી સાંજ પડવાની રાહ જોતો તે બેઠે.
પ્રિયા આમ વિનવયમાં બ્રહ્મચર્ય કેમ પાળે છે તે જાણવાને તે અતિ આતુર હતું, પરંતુ તે પ્રિયાને પૂછી શકે તેમ નહોતું. તે મજ પ્રિયાવગર તેને ખુલાસે બીજે કઈ કરી શકે તેમ પણ નહોતું. આ તે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ હતી; પણ ગીને ઉપકાર કરવા જતાં દેવતાએ પ્રસન્ન થઈને જે અંજન આપ્યું હતું તેને ઉપગ કરી નિશા સમયે અદશ્ય રહીને પ્રિયાનું વૃતાંત જાણવાને તે અધીરે થઈ રહ્યો હતે; છતાં તેટલો સમય પસાર કરવાને તે મિત્રોની સાથે ચપળ ચિત્તે ગેછી કરવા લાગ્યો.
પહેર રાત્રી વીતી ગઈ ત્યારે મિત્રોને રવાને કરીને પ્રિયાની માયા જેવાને આંખમાં અંજન આંજીને સિદ્ધની માફક અદશ્યપણે પ્રિયાના મકાનમાં તે ગયે, તો પહોર રાત્રી વીતેલી છતાં પ્રિયાને નિદ્રા વગરની તેમજ દીપકની માફક પ્રકાશ કરતી દીઠી. “આહા ! હજી પણ તે કેમ જાગતી હશે ?” એમ વિચારતાં કુમારે કનકવતીને બોલતી સાંભળી. “સખી ! કેટલી રાત ગઈ હશે ?”
આકાશ તરફ જતી દાસી બેલી. “હે વિચક્ષણે! સમય થવા આવ્યો છે, માટે ત્યાં જવાને વસ્ત્રાલંકાર સજીને તૈયાર થાઓ.”
તે પછી સ્નાન કરી ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરીને સેંથે પુરી કુંકુમનું તિલક કરી જાણે નવોઢા પત્ની પ્રિયતમને રીઝવવા જતી હોય તેમ તૈયાર થઈ ગઈ. આવી ચેષ્ટા જોઈને કુમારને કામ અને ક્રોધ સમકાળે ઉત્પન્ન થયા ને મુંઝાયા. “અહો ! આ શું ? કયા આશક પાસે જવાની આ તૈયારીઓ કરી રહી છે? મહાસતી જાણી મેં તેનું પાણિગ્રહણ કર્યું, તેનું વચન સરળ સ્વભાવે માન્ય રાખ્યું, તેનું આ ફળ? ખરે સ્ત્રીઓ તે દોષની ખાણજ છે. એની માયાને પાર કરું પામી શકે? દેષરૂપ અંધકારવાળી એવી સ્ત્રીજનને ધિક્કાર થાઓ કે જેઓ પોતાના પતિ સાથે પણ વિશ્વાસ પમાડીને ઠગાઈ ચલાવે છે. તેની આવી ચેષ્ટા જોતાં એ શિયાળવાળી છે એમ કેમ મનાય? એ
Page #161
--------------------------------------------------------------------------
________________
રહસ્યને ફેટ.
૧૩૯ તે મનગમતી મજા ભેગવે, અને હું એને ભસે બ્રહ્મચર્ય પાળું. જેમ સરિતા હમેશાં નીચગામી , એવી જ નારીની સ્થિતિ છે; માટે આ તલવારથી જ એને કાપી નાખું કે જેથી એના વિશ્વાસઘાતનું ફળ ભલે પામે, અથવા તે એને એકલીને મારવાથી શું ? એના યારને પણ પરરમણના ફળને સ્વાદ ચખાડે; માટે પ્રથમ નિર્ણય કરવા દે કે એ આશક કોણ છે?” એ પ્રમાણે વિચાર કરીને ઉત્પન્ન થચેલા કેપને એણે સમાવ્યો. એટલામાં ચંદ્રશાળા આગળ એક વિમાન ખડખડાટ કરતું આવીને ખડું થયું, અને પિતાનું આગમન ધ્વજા ફફડાવવાવડે કરીને બતાવવા લાગ્યું. તે વિમાનને જોઈને કનક્વતી સખીની સાથે તેની પાસે ગઈ ને બન્ને જણા વિમાનમાં બેઠા. કુમાર પણ અદશ્યપણે વિમાનમાં ચઢી બેઠે. તરત જ વિમાન આકાશમાં ઉડ્યું.
શું આ તે સ્વર્ગમાં જાય છે કે વૈતાઢ્ય ઉપર જાય છે?” ઈત્યાદિક અનેક સંકલ્પ વિકલ્પ ગુણવર્માને થયા. વિમાન તે સડસડાટ કરતું આકાશમાર્ગમાં ઉત્તરદિશાને રસ્તે ચાલ્યું.
ઉત્તર દિશામાં એક મોટું રમણીય સરેવર હતું. તેની નજીકમાં નંદનવન સમું આનંદજનક એક સુંદર ઉદ્યાન હતું. આકાશમા ગમન કરતું વિમાન ત્યાં આવીને નીચે ઉતરી ઉદ્યાનમાં આવ્યું. સખી અને કનવતી વિમાનમાંથી નીચે ઉતરીને ઉદ્યાનમાં ચાલ્યા કુમાર પણ તેની પછવાડે ચાલ્યો. ત્યાં આગળ જતાં રત્નના પ્રકાશથી શોભાયમાન એવું એક જિનભુવન તેમના જેવામાં આવ્યું, જે જિનમંદિરમાં દેવતાઓ અને વિદ્યારે પણ પોતાના આત્માને ઉદ્ધાર કરવાને આવતા હતા. ચંદ્રની ચાંદની માફક આનંદ કરનારૂં એવું મંદિર જોઈ ભગવંતની પ્રતિમાને નમવાને તે બાળા ભુવનના રંગમંડપમાં આવી. તે તેની પહેલાં ત્યાં ત્રણ કન્યાઓ આવી હતી. એ ચારે કન્યાઓ જિનેશ્વરને નમીને બહાર જ્યાં વિદ્યાધરને રાજા બેઠે હતો ત્યાં આવી નમન કરીને ઉભી રહી, અને એ મહાબલ વિદ્યાઘરેશને પિતાના આવાગમનનું નિવેદન કર્યું. તે પછી વિદ્યાધરેશે રાત્રીએ સ્નાન કરીને શુદ્ધ થઈ પોતાના પરિવાર સાથે જિનેશ્વરનું અષ્ટપ્રકારે સ્નાત્ર પૂજન વગેરે કર્યું.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ધમ્મિલ કુમારરાત્રીએ શાસ્ત્રમાં જિનપૂજાન-નિષેધ કરેલ છે, છતાં આ સ્વેચ્છાચારી વિદ્યાધરેશે પોતાની મરજીથી નીતિનું–શાસ્ત્રનું ઉલ્લંઘન કરીને રાત્રીએ જિનેશ્વરને પૂજનવિધિ કર્યો. તે પછી નૃત્યને સમય થતાં એ ચારે બાળાઓ તરફ જોઈને પૂછ્યું કે “આજે નૃત્ય કરવાને કોને વારે છે?”
પિલી ત્રણ કન્યાઓએ આંગળી ચીંધી ગુણવર્માની વહુ કનકવતીને બતાવી કે “આને વારો છે.” તે પછી તરત જ એ વિદ્યાધરપતિ મહાબળની આજ્ઞા થઈ અને કનકાવતીએ નાચ કરે શરૂ કર્યો.
આ મહાબળ રાજા પોતાની વિદ્યાના બળથી આવી રીતે મનુષ્યની ઉત્તમોત્તમ કન્યાઓને ઉપાડી જતો, અને તેમની પાસે જબરાઈથી રાત્રીને સમયે તે અહીં નાટક કરાવતો હતો. પિતાના વિમાન મેકલી એવી રીતે તે ઘણું કુમારિકાઓને બોલાવતે હતે; એટલું જ નહિ પરંતુ પરણેલી સ્ત્રીઓને પોતાના પતિ પાસે નહિ જવા દેતાં બળાત્કારે બ્રહ્મચર્ય પળાવો; અને પોતાની પાસે રાત્રીને સમયે બેલાવતા. કનકવતીને પણ એક દિવસે રાતના ગેખમાં બેઠેલી જોઈને એના પિતાને ઘેરથી વિદ્યાધરે ઉપાડી હતી, અને રેજ નાટક કરાવીને તેને પાછી મૂકી જતો હતો; વળી પરણ્યા પછી તેની પરવાનગી મળે તેજ તે તેના પતિને મળી શકે એવી ફરજ પાડી હતી. આવી રીતે કનક્વતી પણ આ અધમના સકંજામાં સપ ડાઈ ગઈ હતી, - કનકવતી નાચતી હતી, બીજી ત્રણમાંથી એક તાલ દેતી હતી, બીજી વિણા વગાડતી હતી ને ત્રીજી ઉભી ઉભી વેણુ બજાવતી હતી. તેમના નૃત્ય ને ગીતગાનથી મહાબળ વિદ્યાધરપતિ પોતાને ઇંદ્રતુલ્ય સુખી માનતા આનંદથી મસ્તક ધૂણવવા લાગે ત્યારે કુમાર પિતાની પત્નીને આવી રીતે નાયકાણની માફકનચાવતો દેખી ક્રોધથી ધમધ મવા લાગ્યા. “અહો! મનુષ્યની મધ્યમાં હુંજ વિડંબિત છું-દુઃખી છું, કે મારી પ્રાણપ્રિયા–અર્વાંગનાને એણે નાચનારી વેશ્યા બનાવી. જેનું મુખ જેવાને કુરૂદેશના રાજાઓ પણ સમર્થ થયા નથી, એને આ વિદ્યાથી ઉન્મત્ત થયેલે અધમ વિદ્યાધર સર્વાગ જેતે
Page #163
--------------------------------------------------------------------------
________________
રહસ્યને ફેટ.
૧૪૧
છતે નાચ કરાવે છે. જેને હું તથા મારાં માતપિતા સહિત આખું રાજકુટુંબ અમારા સર્વસ્વની માફક ગણું માન આપીએ છીએ, તેને સારા માત્રના હુકમથી આ દુષ્ટ દાસીની માફક નૃત્ય કરાવે છે. ખચીત એ સતી પતિમાં પ્રીતિવાળી–ભક્તિવાળી, છે છતાં આ દુષ્ટના બંધનમાં ફસાયેલી જણાય છે વળી રાત્રીએ જિનેશ્વરની પૂજા કરવાનો નિષેધ કર્યો છે, છતાં આ અધમ રાત્રીએ પણ જિનાચન કરતો ઈચ્છાનુસાર વર્તે છે. આ વિદ્યારે જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અનાચારજ અંગીકાર કર્યો છે, તો આ અન્યાયીને યુદ્ધમાં હણુને તેનું પ્રાયશ્ચિત્ત મારે બરાબર આપવું જોઈએ, છતાં હજી આ દુષ્ટ ભવિષ્યમાં આગળ શું શું કરે છે તે જાણવાને મારે ભવું જોઈએ.” એમ વિચાર કરતો કુમાર શાંતપણે ક્રોધને દબાવીને ઉભે હતે. એટલામાં અકસ્માત નૃત્ય કરતા કનકવતીની કટીના કંદરામાંથી ઘુઘરીઓ નીચે પડી, કુમારે લઘુલાઘવી કળાથી તે ઉપાડી લીધી. નૃત્યના તાનમાં સર્વે મશગુળ હોવાથી કોઈને ખબર પડી નહિ. નાચ પૂર્ણ થયા પછી કુમારીને ખબર પડી કે નાચતાં નાચતાં ઘુઘરીઓ પડી ગઈ છે, તે શોધવા માંડી પણ ન જડવાથી તેણે વિદ્યાધરપતિને જાહેર કર્યું. તે વારે ખેચરાધિશે કહ્યું કે “વત્સ! આજે તો રાત્રી ઘણું વહી ગઈ છે, માટે તું જા ! આવતી કાલે હું તને ગમે ત્યાંથી શોધીને લાવી આપીશ.” એમ કહીને સભા બરખાસ્ત કરી સર્વે પિતાપિતાના સ્થાનકે ગયા–નિદ્રાધિન થઈ ગયા. - કુમાર પણ પિતાના મંદિરમાં આવીને પિતાના સેવકથી અલક્ષિતપણે મંદિરમાં દાખલ થઈને વિચારમાં તણાતે પલંગ , ઉપર પડ્યો. “અરે ! એ વિદ્યાધર કેણ હશે? મારી પ્રિયા મારા વશ છતાં એને આધિન કેમ થઈ હશે? આ સ્ત્રી મારા ઉપર પ્રીતિવાળી છે, છતાં એ એને આધિન છે. એ બને વિરૂદ્ધ ભાવ છે.” ઈત્યાદિક વિચાર કરતાં રાત્રી પૂર્ણ થઈને સૂર્ય ઉદય થયો તેથી જાગૃત થઈ આવશ્યક ક્રિયાઓ કરીને કુમાર પિતાના પ્રિય મિત્ર મંત્રીપુત્રની સાથે પ્રિયાના મંદિરમાં આવ્યું. રસ્તામાં કુમારે એ
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ધમ્મિલ કુમારુ બુદ્ધિ વંત મિત્રને રાત્રી સંબંધી હકીકત સમજાવી દીધી ને ઘુઘરીઓ એને આપી રાખી.
હંમેશની માફક વાર્તાલાપ કરતાં કુમાર અને કુમારીનાં ચિત્ત પ્રસન્ન થયાં. વાર્તાવિદ પૂર્ણ થયા પછી તેઓ સોગઠાબાજી રમવાને બેઠા. એક રમત પૂરી થઈ એમાં સ્ત્રી છતી; એટલે બીજી રમતની શરૂઆત થતાં પ્રિયાએ કહ્યું કે “ખાલી રમ્યા કરતાં કાંઈ શરત કરે તે ઠીક પડે.”
પ્રિયાનું આવું વચન સાંભળીને અવસર આવેલે જઈ કુમારે મિત્રની સામે જોયું– બંધ ! તારી પાસે કાંઈક હોય તે આપ, કે જેથી પ્રિયાની સાથે ખેલીને આનંદ મેળવું.”
આ થોડી ઘુઘરી છે, તે સિવાય બીજું કાંઈ નથી. કહો તે તે આપું.” મંત્રીપુત્રે કહ્યું “જે હોય તે આપ. જે સમયે જે ઉપયોગમાં આવે તેજ અમૂલ્ય !”
કુમારનું કથન સાંભળીને મંત્રીપુત્ર સાગરે પેલી ઘુઘરીઓ મૂકી દીધી. જે જોઈને કનકાવતી આભીજ થઈ ગઈ–
દિભૂઢ થઈ ગઈ. “આ મારી ઘુઘરીઓ એની પાસે ક્યાંથી ? રાત્રીને સમયે નૃત્ય કરતાં પડી ગયેલી જ એ કીંકણીઓ છે.” એના હૃદયમાં પ્રાસકો પડ્યો.
એને આકુળવ્યાકુળ જોઈને કુમારે કહ્યું-“મુગ્ધ ! આનંદદાયક આ પ્રભાતનો સમય છતાં વીછીએ ડંબેલાની માફક તું ઉદાસ કેમ છો ?”
દેવ ! આ કિંકણ શું આપે છે? એ તો મારીજ છે, ત'મારે એ મને આપવી જોઈએ, એને બદલે તમે એ કિંકીણી શરતમાં મૂકે છો?” કનકવતીએ ધિરજ ધરીને કહ્યું.
- કુમારે હસીને કહ્યું. “પ્રિયે ! એવું શું બેલે છે? જેમ આ કિકાણ તારી છે તેમ મારું આ આખું રાજ્ય શું તારૂં નથી? શું હું તારે નથી ! એવી રીતે સર્વે તારૂં છે, તે પછી શરતમાં
શું મૂકું ?”
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૩
રહસ્યનો હેટ. . એ બધું તે ઠીક! પણ આ ઘુઘરી તમારા હાથમાં કેવી રીતે આવી ? સ્વામિન! તે કઈ પણ સ્થળે મારા કંદરામાંથી નીકળી પડેલી તમારા મિત્રના હાથમાં આવી છે?”
આ ઘુઘરીઓ તારી છે ને તારા કદરામાંથી સરી પડી છે, એવું તું શા ઉપરથી કહે છે? વળી તે ક્યાં પડી ગઈ હતી?” કુમારે કનકવતીને પૂછ્યું.
“પૂર્વ જન્મના વૃત્તાંતની માફક એ કયાં પડી ગઈ તે હું જાણતી નથી. પણ વાયા પછી જ મને એની ખબર પડી છે.” કુમારીએ કહ્યું. જાણતાં છતાં તેણે પોતાનું અજ્ઞાનપણું બતાવ્યું.
ત્યારે આ મારો મિત્ર જ્યોતિષશાસ્ત્રમાં પ્રવિણ છે. એને તારે કંઈ પૂછવું હોય તે પૂછી જે. તીર્થકરના વચનની માફક એનું વચન પણ પ્રમાણભૂત ગણાય છે; માટે તેને સત્ય જવાબ આપશે.” કનકવતીએ સાગર–મંત્રીપુત્રને પૂછ્યું. “દીયરજી! કહો ! મારી ઘુઘરીઓ કયાં પડી ગઈ હતી ?”
હું તમને જાંતિષથી એનું ગણિત કરીને આવતી કાલે જવાબ આપીશ.” એ પ્રમાણે તેને ભયમાં અને ભ્રમમાં નાખી તે બન્ને જણા પિતાને ઠેકાણે ગયા.
સ્નાન ભેજન કર્યા પછી દિવસ પૂરો થતાં યથાસમયે તે અંજન આંજીને ગુણવર્મા અદશ્યપણે રાત્રે પ્રિયાના મકાનમાં ગયે; અને પ્રિયાની સાથે વિમાનમાં બેસીને પહેલા દિવસની માફક તેજ દેવમંદિરમાં આવ્યું. પહેલાંની માફક સ્નાત્ર વગેરેથી જિનપૂજન કરીને વિદ્યાધરપતિ પોતાના પરિવાર સાથે રાત્રીને વિષે નૃત્ય કરાવવા લાગ્યો. એક બીજી નાચવા લાગી, ને કનકવતી વિણા વગાડવા લાગી. સર્વે એક રસમાં લુબ્ધ થઈ ગયાં; એટલે પગને ઠણકો કરતાં કનકવતીના પગમાંથી ઝાંઝર નીકળી પડ્યું. તે આસ્તેથી કુમારે ઉપાડી લીધું. નાચ પૂરો થતાં કનકવતીએ સભામાં તપાસ કરી પણ કયાંય જડયું નહીં. જેથી વિદ્યાધરપતિને એણે જાહેર કર્યું. “હે રાજન ! મારૂં નુપૂર આજે પણ કેઈ ઉપાડી ગયું છે.” નક્કી કોઈ ચોર જાગૃત થયો છે.”
વિદ્યાધરપતિએ રાત્રી વીતી જવા છતાં જે હતા તે વિદ્યાધ
Page #166
--------------------------------------------------------------------------
________________
બિસ્મિલકુમાર.રોને બોલાવીને પૂછયું કે “અરે વિદ્યાધરે! તપાસ કરે. અહીં કોણ ચેર ભરાય છે? એને ઝટ પકડીને મારી આગળ હાજર કરો કે જેથી મારા કપરૂપી અગ્નિમાં પતંગીઆની માફક એને બાળીને ભસ્મ કરૂં. હે વત્સ ! આજે તે તું જા. હું હવે એની પૂરતી તપાસમાં જ છું.” એ પ્રમાણે કહીને વિદ્યાધરપતિએ સર્વેને વિદાય કર્યો. કનકવતી પણ ભરથારની સાથે પિતાને ઘરે આવી. કુમાર પણ ગુપ્તપણે પિતાના મકાનમાં આવીને સૂઈ ગયે. મનમાં અનેક પ્રકારના તર્કવિતર્ક કરતા તેણે પલંગ ઉપર શેષ રાત્રી વ્યતીત કરી. કનકવતી પણ ઝાંઝરની ચિંતામાં ને ચિંતામાં નિદ્રાવશ થઈ ગઈ.
પ્રકરણ ૨૫ મું.
“પ્રિયાની ખાતર.” ત્રીજે દિવસે કુમારે પોતાના મિત્રને ઝાંઝર આપીને સર્વ હકીકત સમજાવી અને તેની સાથે પ્રિયાને મંદિરે ગયે. વાર્તાવિનોદ કરીને પ્રિયા સાથે સોગઠાબાજી રમવાને બેઠે. અનુક્રમે રસ જામતાં કુમારી બેલી. “સ્વામી ! કાંઇક શરતમાં મૂકે.” અને દિયરને પૂછયું-“મારી ઘુઘરીને કાંઈ ખુલાસો કરશે કે?”
કુમારની ઈસારતથી સાગર –“ભાભી ! મારી લગ્નકિડળીમાં એવું જોવાય છે કે કિકાણીની સાથે તમારી બીજી પણ કેક વસ્તુ ગુમ થઈ છે, માટે વિચારી જુઓ કે તમારું બીજું કંઈ ગુમ થયું છે?” સાગરની વાણી સાંભળીને કનકવતી આશ્ચર્ય પામી ગઈ. તાકીતાકીને તેના સામે જેવા લાગી અને ફરીને પૂછવા લાગીદીયરજી! તમે જ કહે, મારું બીજું શું ખોવાયું છે ?”
મંત્રીપુત્રે કહ્યું-“તમારૂં ઝાંઝર દેવાયું છે અને તે જુઓ આ રહ્યું. તે તમારું કે નહી ?” એમ કહીને કુમારે આપેલું ઝાંઝર સાગરે તરતજ કનકવતીને આપ્યું. કનકવતીએ એને તપાસી જોયું. ' તે ખચીત એ પિતાનું જ હતું, જેથી એને અતિ આશ્ચર્ય થયું.
Page #167
--------------------------------------------------------------------------
________________
પ્રિયાની ખાતર.
૧૪૫ કુમારે પૂછયું-“કેમ, આ ઝાંઝર તારું છે કે નહિ?” “હા! મારું પિતાનું જ છે.” તેણીએ તેમની સામે જોઈને જવાબ આપ્યો.
“હે નિમિત્તજ્ઞ દિયર ! આ ભૂષણે કયા સ્થાનકમાં ગુમ થયા, એ કેમ કહેતા નથી?” કુમારીએ ભયભીત થઈને બીજું કંઈ જાણવાને નિમિત્તે પૂછયું.
હે શૈરાંગી! તે સ્થાન અત્યંત તેજસ્વી ને અહીંથી ઘણું દૂર છે. દેવ સાનિધ્ય વગર મનુષ્ય પ્રાણુની ત્યાં જવાની શકિત નથી એવું એ વિકટ છે.” મંત્રીપુત્રે કહ્યું.
“તે ત્યાં પડેલાં આ આભૂષણે તમારી પાસે કેવી રીતે આવ્યાં?” રાજસુતા બોલી. “જેને ગુણવમાં જે સકળ કળાને નિધાન મિત્ર માન્યો હોય, એને જગતમાં કઈ વસ્તુ દુર્લભ છે?” સાગર મંત્રીપુત્રે કહ્યું. એથી બાળા અતિ લજજા પામી ગઈ. મનમાં અનેક પ્રકારના વિચાર કરવા લાગી. “કયાં એ વિદ્યાધરેનું સ્થાનક ને કયાં આ માનુષી ભૂમિકા? ત્યાં વસ્તુનું પડવું કયાં ને એનું અહિં આગમન ક્યાં ? એ તત્ત્વ હું સમજી શકતી નથી કે દૈવજ્ઞની માફક આ સાગર ત્યાં પડેલી વસ્તુઓને અહીં કેવી રીતે લાવી શકે છે? કઈ પણ શકિતવડે કાં તો મારે સાત્વિક સ્વામી ત્યાં આવે છે અથવા તો અહીં બેઠે બેઠે કઈ દેવિક શક્તિથી એ સમાચાર જાણું લે છે–વસ્તુ મગાવી લે છે, ને જ મને ભય અને આશ્ચર્ય પમાડવા માટે આપે છે. હજી પણ એની આંખો નિદ્રાથી ઘેરાયેલી છે. એજ બતાવી આપે છે કે નકકી મારા સ્વામી જ રાત્રીને સમયે ત્યાં આવી મારે સર્વે તમાસો જુએ છે, અને આ અને એક થઈને મને ભેળીને ઠગી રહ્યા છે.” આ પ્રમાણે વિચાર કરતી મનમાં અતિ પેદવંત થયેલી તેણી બેલી–કુમાર ! શા માટે મને ભેળીને ખેટું બોલીને આમ ઠગો છો? તમે બેલે છે કાંઈક અને વર્તો છો કાંઈક? તમારે મન તે તે કીડામાત્ર રમતજ છે ને મારું તો મર્મસ્થાન વિંધાઈ જાય છે. હાથી પિતાની ખરજ મટાડવાને લતાઓને શું નથી ઉખેડતો? તમે બન્ને એક બાજુ છે, બીજી તરફ હું ભેળી એકાકી છું, તમે પરાક્રમી, હોંશિયાર અને
૧૦
Page #168
--------------------------------------------------------------------------
________________
લમ્મિલ કુમાર ચતુરસુજાણ છે. હું સંસારના પ્રપંચથી અજ્ઞાત છું. તમે પુરૂષ છે, હું અબળા છું. જેથી હું તમને વિશેષ શું કહું? ખેદવાળી એવી મારા પ્રતિ જેવી તમારી પ્રીતિ હોય તેમ કરો ! સ્વામી જ
જ્યારે આવી રીતે મર્મવચનપૂર્વક મારી હાંસી કરે તે પછી મારે શું કરવું?” પ્રિયાનાં એવાં વચન સાંભળીને કુમારે એને આશ્વાસન આપ્યું, ને મિત્રની સાથે તે પિતાને સ્થાને ગયે.
બને એક બીજાં જુદી જુદી વાત કરતાં હતાં, છતાં હુદયમાં સમજી ગયાં હતાં કે એક બીજાની વાત તેઓ જાણતાં હતાં, પણ વચનદ્વારાએ તેઓ ખુલાસો કરી શકતાં નહોતાં. પિતાનું વૃતાંત પોતાના સમર્થ પતિના જાણવામાં આવવાથી કનકવતી બહુ દુ:ખી થઈ. એના મનમાં અનેક ભાંજગડ થઈ ગઈ. “હા ! એ વિદ્યાધરની દાક્ષિણ્યતાથી મેં સત્ય હકીકત પતિને કહી નહીં એ ઠીક ન કર્યું. અરે ! હું સતી છતાં પતિની નજરમાં કલંકવાળી ઠરી.” ઇત્યાદિ સંતાપથી એણે આખો દિવસ દુઃખમાં પસાર કર્યો.
સમય થવાથી કુમાર ગુપ્તપણે અંજનના પ્રભાવથી રાજબાળા પ્રાણપ્રિયાને મહેલે આવ્યું, તો જમીન ઉપર જેમ માછલું તરફડે તેમ પ્રિયાને પલંગ ઉપર તરફડતી જોઈ. આજે એની આવી સ્થિતિ જેઈ કુમાર નવાઈ પામે; એટલામાં દાસીએ કહ્યું. “બહેન ! સમય થવા આવ્યા છતાં આજે કેમ તું તૈયાર થતી નથી? આજે શું ઘુતમાં કંઈ હારી ગઈ કે કેઈએ તને દુઃખી કરી અથવા તે તાવ આવ્યો છે કે બીજું કાંઈ કારણ છે? જે કંઈ હોય ત મને કહે.”
સખીનાં વચન સાંભળીને એ મૃદુભાષિણે દુ:ખી થતી બેલીસખી ! મારા દુઃખની વાત તને શું કહું? જગતમાં હું મંદ ભાગ્યવાળી છું કે જ્યારે બાલ્યાવસ્થામાં પિતાને ત્યાં એકદા મેરૂ પર્વતના શિખર ઉપર દેવકમારીની માફક પ્રાસાદની ઉપર હું રમતી હતી, તે વખતે આ દુષ્ટ વિદ્યાધરે મને જોઈ જેમ ગીધપક્ષી માંસ જોઈને તેની ઉપર તરાપ મારે, શિકારી જેમ શિકારને સકંજામાં લે એમ આ વિદ્યારે તરતજ મને ઉપાડીને દૂર અરણ્યમાં મૂકી દીધી. અને મને ધમકાવત–ભય પમાડતો કહેવા લાગ્યું “બાળે ! જે
Page #169
--------------------------------------------------------------------------
________________
પ્રિયાની ખાતર.
૧૪૭, મારું વચન અંગીકાર નહીં કરે તે આ તલવારથી તને હણી નાખીશ. માટે જે મૃત્યુથી ડરતી હોય તે મારું વચન અંગીકાર કર.”
તેની ક્રૂર વાણી સાંભળીને મેં એનું વચન ભયથી અંગીકાર કર્યું. અને તે દિવસથી જ જિનેશ્વરના ભુવનમાં રાત્રિીને સમયે નૃત્ય કરવાનું વિમાન મોકલીને મને તે તેડી જાય છે. અર્ધ રાત્રી પત તેની આગળ નાટક કરવું પડે છે. વળી એની રજા સિવાય મારે પતિ સાથે કંઈ પણ સંબંધ રાખ નહિ એવી ખાસ બીક બતાવી છે. જીવવાની ઈચ્છાએ એ અધમનાં આવાં વચને મેં કબુલ કર્યા. બીતાં બીતાં મેં પાણિગ્રહણ કર્યું, છતાં હજી મેં એ દુષ્ટના ભયથી શિયળ ખંડ્યું નથી. આ વાત મેં મારા પતિને પણ કહી નથી. છતાં સ્વામીએ કઈ પણ રીતે આ વાત જાણે લીધી છે. મારી ખાવાયેલી વસ્તુ મારી આગળ રજુ કરીને તે મને ભય અને આશ્ચર્ય પમાડે છે. હવે ત્યાં કેવી રીતે આવી શકું? ત્યાં આગળ કદાચ બને ભેગા થાય અને કાંઈક નવાજુની થાય એના કરતાં તેન આવું તે જ સારું છે. આવી ચિંતાથી હે પ્રિયંવદા! મુંઝાઈ ગઈ છું. આ દેવાધિન કાર્યનું શું પરિણામ આંવશે તે કંઈપણ સમજાતું નથી. અરે! આજે હું દુરાચારિણું નહી છતાં સ્વામીની નજરમાં દુરાચારવાળી જણાઈ છું, તેથી હવે ભવિષ્યમાં શું થશે તે પણ સમજાતું નથી; હું તે જીવતાં છતાં જગતમાં આજે મુવેલી જ છું, માટે તું એકલી જા ને પૂછે તે કહેજે કે એને શરીરે ઠીક નથી, માટે આવી નથી. અરે ! ચકરી રાત્રીને વિષે અને કેકી દિવસે શાંતિ પામે છે પણ રાત્રીએ કે દિવસે મને પાપીનીને તે કયાંય શાંતિ મળતી નથી. કમલિની રાત્રે નિદ્રા લે છે, કૈરવિણી દિવસે આરામ લે છે, છતાં દિવસે કે રાત્રીએ મને તે કયારે પણ નિદ્રા નથી–સુખ નથી, એક તરફ ભરથારની પ્રીતિ, બીજી બાજુ ખેચરનો ભય. હે સખી ! આવું સંકટ મારે કેટલે કાળ ભેગવવું પડશે? માટે જે થવાનું હશે તે થશે પણ હું તો આજ આવવાની નથી, તું જ જા.” રાજસુતાનાં એ પ્રમાણેનાં વચન પ્રચ્છન્નપણે ઉભેલા કુમારે સાંભળ્યા, જેથી તે વિચાર કરવા લાગ્યું કે “અહા ! મારા પુરૂષાર્થને ધિક્કાર છે કે હું બળવાન પતિ છતાં પરવશ પડેલી મારી પ્રિયાનું આટલું કષ્ટ પણ હું દૂર કરી શકતું નથી. માટે
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૮
બસ્મિલ કુમાર. આજેજ એ અધમ વિદ્યાધર સાથે યુદ્ધ કરીને એનો અંત લાવવો જોઈએ, એને નાશ કરીને જેમ અંધકારને નાશ કરનાર સૂર્યને ઉદય થવાથી કમળ પ્રફુલ્લિત થાય છે તેમ પ્રિયાની પ્રીતિ મેળવવી જોઈએ.” કુમાર એમ વિચાર કરતો હતો એટલામાં વિમાન આવ્યું, તેમાં પ્રિયંવદા એકલી બેઠી, તે સાથે કુમાર પણ ચઢી બેઠે. તરતજ વિમાન હવામાં ઉડયું, તે ચૈત્યની નજીકમાં આવીને નીચે ઉતર્યું અને પ્રિયંવદા એકલી નાટક ચાલતું હતું ત્યાં આવીને હાજર થઈ. તેને જોઈને ક્રોધથી ધમધમતે વિદ્યાધરપતિ બે -“રે દાસી ! તારી સ્વામિની કેમ ન આવી? મારે સખત હુકમ છતાં તેણે આજે આવો મારે અપરાધ કર્યો. એની શું શિક્ષા ભેગવવી પડશે તે તે જાણતી નહી હેાય?”
ત્રાડ પાડતા એ ખેચરપતિનાં અગ્નિ સમાન વચનથી ભય પામતી પ્રિયંવદા બેલી–“સ્વામિન ! એને શરીરે ઠીક નથી, જેથી હું એકલી આવી છું, માટે ક્ષમા કરે.”
તું ખોટું બોલે છે તે એની શિક્ષા પ્રથમ તું તે ભેગવ. એને તે નહિ આવવાનું ફળ હું બરાબર બતાવીશ.” એમ કહીને વિદ્યાધરે પ્રિયંવદાને ગળામાંથી પકડી અને કહ્યું કે-“તારા ઈષ્ટદેવને હવે સ્મરી લે, તારા દિવસો ભરાઈ ગયા છે.”
ભય પામેલી પ્રિયંવદા છેવટે એ વિદ્યાધરપતિને કહેવા લાગીઅરે વિદ્યાધરપતિ! મેં જે ધાર્યું હતું તેજ આજે પ્રત્યક્ષ થયું છે કે કોલસાની દલાલીમાં હાથ કાળા થવાના જ છે. સપના રાફડા ઉપર રહીને જીવવાની ઈચ્છા કરવી, તારા સરખા યમના ભાઈની દોસ્તી કરીને નિરાંતે જીવવું, એ સર્વ અશક્ય વાત હતી. ખેર ! જેવી ભવિતવ્યતા ! પરંતુ મને સંસારસાગરથી પાર ઉતારનાર, દયાના સાગર એવા શરણ કરવા લાયક જિનેશ્વરનું શરણ પ્રથમ કરી લેવા દે. અરે દુષ્ટ! તું શું એટલો બધો ગર્વ કરે છે. દુનિયા વિરથકી પણ વીર પુરૂષને ઉત્પન્ન કરે છે. પણ હવે અત્યારે વધારે વિવેચનથી સર્યું. મને શ્રી અરિહંત એવા લોકોત્તર પુરૂષનું શરણ છે ! અને બીજું મારી સખી કનકવતીને પતિ કે જે એક જગતનું રક્ષણ કરવાને સમર્થ છે એ ગુણવર્માનું શરણ હો.”
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રિયાની ખાતર.
૧૪૯ * “અરે ! એ મરવાને યોગ્ય એવા મનુષ્ય કીડાનું મારી આગળ શું ગજું? કેશરીસિંહ આગળ બકરાનું શું ગજું? ભયંકર ભુજંગ આગળ દેડકાનું શું ગજું? ” ઈત્યાદિ ગર્જના કરતો જે તલવાર ખેંચીને પ્રિયંવદા ઉપર ઘા કરવા જાય છે, એટલામાં એ પરપ્રાણુને નાશ કરનાર ખગ ઉપર પિતાના ખર્ગને ઘા કરતે કુમાર સહસા ત્યાં પ્રગટ થયા. “અરે અધમ! અબળા જનને સંતાપનાર ! કા પુરૂષ ! જે તું ખરે વીર માની હોય તો એ બાળાને છેડી દે. આમ આવ, આમ આવ. બળવાન પુરૂષ જે નિર્બળને હણે તે એ બળવાનનું કુળ કલંકિત થાય છે. અરણ્યમાં જિનેશ્વર ભગવાનની પૂજા નિમિત્તે તે અનાચાર કરવા માંડ્યો છે. તેનું ફળ તને અહીં જ મળશે. સારા વૈદ્ય પાસેથી લીધેલું ઔષધ પણ જે અવિધિથી ખાવામાં આવે છે તે નુકશાન કરનારું થાય છે. ગુરૂએ જે મંત્ર આપે હોય તે જે વિધિ પ્રમાણે જપે તેજ ફળ આપનારે થાય છે, યથા સમયે ખેતી કરે તેજ તે ધાન્ય અને ઘાસને વધારનારી થાય છે, તેવી જ રીતે ધર્મ પણ ગુરૂની આજ્ઞા પ્રમાણે કરવામાં આવે તેજ ફળિભૂત થાય છે, પણ રાત્રીએ જિનપૂજન કરવું, માબાપની ચોરી છુપીથી બાળિકાએને ઉપાડી તેમના સુખભેગમાં અંતરાય કરો-ઇત્યાદિ તારાં એ પાપની શુદ્ધિ મારી તલવારવડે જ થાઓ.” કુમારનાં ચાનકરેલાં આવાં વચન સાંભળીને તે વિદ્યાધરેશ મહાબલ જેમ પાદપ્રહારથી સર્પ ધમધમે તેમ ક્રોધથી ધમધમતો પ્રિયંવદાને છોડીને કુમાર તરફ દોડ્યો અને બને દાવપેચથી એક બીજાને હણવામાં તત્પર એવા યુદ્ધ કરવા લાગ્યા. મહલની માફક ચરણના આઘાતથી ભૂમિને કંપાવતા ક્ષણમાં બાથંબથા, ક્ષણમાં ખડ્ઝાખર્શી એવી જુદી જુદી રીતે ચિર સમય પર્યત એમનું યુદ્ધ ચાલ્યું. ચતુરાઈથી બન્ને એક બીજાના ઘા ચુકાવી દેતા હતા. આખરે એ અધમ વિદ્યાધરના દિવસે ભરાઈ ગયા, એનું પુણ્ય પરવારી ગયું, જેથી યુદ્ધમાં એને કુમાર એક છતાં અનેકરૂપે દેખાવા લાગ્યો.
તેમનું આ યુદ્ધ આકાશમાં ઉભા ઉભા વિદ્યાધરો અને વ્યં.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ધમ્મિલ કુમાર. તરે પણ આશ્ચર્ય પામતા જેવા લાગ્યા. એક મનુષ્યનું આવું અપૂર્વ શિર્ય જોઈને તેઓ આશ્ચર્યચક્તિ થયા.
યુદ્ધ કરતાં અવસર પામીને કુમારે એ વિદ્યાધરના ગળા ઉપર તલવાર ચલાવી દીધી. વિદ્યાધરેશ ભૂલ્યા અને તેનું માથું તરતજ જમીન ઉપર નીચે ગબડી પડ્યું. સદાને માટે દુનિયા ઉપરથી તેનું જીવન અસ્ત થઈ ગયું.
દેવતાઓએ કુમારને જય પ્રાપ્ત થયેલ છે તેની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. પાપ અને પુણ્યની લડાઈમાં કદાથ પાપ પ્રથમ પિતાનું અધિક જોર બતાવે પણ આખરે તે પુણ્યને જ વિજય છેફત્તેહ છે. પાપીઓ ભલે પ્રથમ ફાવે પણ આખરે તે તેઓ બરે મોતે મરે છે.
– ચ્છ) - પ્રકરણ ૨૬ મું.
સુખ દુઃખની વાટે. વિદ્યાધરપતિ મહાબળના મૃત્યુથી તેના સેવક વિદ્યાધરો ભય પામતા હતા, તેમને મીઠાં વચનેથી આશ્વાસન આપતે ગુણવમકુમાર મહાબળને મારીને ક્ષણવાર ત્યાં વિશ્રાંતિ લેવાને બેઠે. તેવામાં ચિરકાળથી પ્રતિબદ્ધ થયેલી મૃગલીઓ જેમ મુકત થાય તેમ આ દુષ્ટના ફંદામાંથી મુકત થયેલી ત્રણે કુમારિકાઓ આનંદ પામતી કુમાર પાસે આવી, અને પગે લાગતી કહેવા લાગી—“ કુમાર ! અમે પણ ત્રણે રાજતનયા છીએ. તમારી કનકવતીની માફક અમને પણ આ દુષ્ટ મૃત્યુને ભય બતાવતો રોજ વિમાન મેકલીને અહીં તેડાવી પિતાની આગળ નાટક કરાવી મેજ મેળવતું હતું, અને વાકપાશથી અમને બાંધીને આ દુષ્ટ પાણિગ્રહણ કર્યા વગરજ અમને વેશ્યા જેવી બનાવી દીધી હતી. આ દુષ્ટના પંજામાંથી અને મને મુકત કરનાર તમે મહાપુરૂષે અમને શું નથી આપ્યું ? એ ટુટે હજી અમારાં લગ્ન પણ થવા દીધાં નથી. હવે હે મહાપુરૂષ ! તમારી રજા હોય તો અમે અમારે મકાને જવાને ઇચ્છીએ છીએ.”
Page #173
--------------------------------------------------------------------------
________________
પ્રિયાની ખાતર.
૧૫૧ - એ ત્રણ કુમારિકાઓની વાણી સાંભળીને કુમારે તેમને પિ તાને સ્થાનકે જવાની અનુમતિ આપી, વિદ્યારે મારફતે એમને એમને ઘેર પહોંચાડી અને પોતે વિદ્યાધરને રજા આપીને પ્રિયંવદાની સાથે વિમાનમાં બેસીને પોતાને દેશ હસ્તિનાપુરમાં આવ્યા. પ્રિયાના મંદિરમાં વિમાન ઉતર્યું, એમાંથી પ્રિયંવદા અને કુમાર ઉતરીને મહેલમાં ગયાં. | મહેલમાં બેચેન રહેલી કનકવતીનું ડાબું અંગ ફરકતું હતું, જેથી તે મનમાં કંઇક શુભ સંક૯પ કરવી હતી, એટલામાં તે પિતાની સખી અને પતિને પ્રફુલ્લિત ચહેરે આવતા જોઈ એણે સારૂં અનુમાન કર્યું. એણે સખીને પૂછયું—“પ્રિયંવદા ! કહે તો ખરી આજે ત્યાં ગયા પછી એ ખેચરે તને શું પૂછ્યું?”
જવાબમાં પ્રિયંવદાએ કુમારના શાર્યનો ને મહાબલના વધનો વૃત્તાંત કહી સંભળાવ્યું. એ સાંભળીને જેમ કોઈ માણસના હદયમાં શિલ્ય ભરાયું હોય અને તે નીકળી જતાં જેમ આહાદ પામે એમ કનકવતી બેહદ ખુશી થઈ અને કહેવા લાગી– “ પ્રિયંવદા ! ખરેખર તારી ફેઈએ પ્રિયંવદા તારું નામ પાડયું છે તે બરાબર છે. આજે તે તે સત્ય કરી બતાવ્યું છે, પણ કુમાર ત્યાં કેવી રીતે આવ્યા, કેમ કરતાં પ્રગટ થયા, અને કેવી રીતે એને વધ કર્યો? એ બધું ચરિત્ર આશ્ચર્યકારક છે.” સખીને એ પ્રમાણે કહીને પછી બન્ને પતિ પત્નીએ આજે નિર્ભયપણે વાતો કરી. જાણે પરણ્યાની પ્રથમ રાત્રી આજેજ હોય તેમ તેમના હાવભાવે શરૂ થયા. સમય જોઈને ચતુર પ્રિયંવદા ત્યાંથી છટકી ગઈ. ઘણું કાળની ઉત્કંઠાવાળાં એ વિયેગી પ્રેમીઓએ આજે સંસારની સુખની ઘડી પ્રાપ્ત કરી. બધે શ્રમ-પરિશ્રમ આજે સફળ કર્યો. સંસારજનિત સુખનો ઉપભોગ કરતું એ યુગલ રતિશ્રમથી પરિશ્રમિત થયેલું તે દિવસની નિશાને સમયે નિદ્રાધિન થઈ ગયું. માણસ ધારે છે શું ત્યારે વિધિ કરે છે શું ? બન્નેનાં કર્તવ્ય હમેશાં જુદાંજ હોય છે.
આકાશમાર્ગેથી એક તેજસ્વી પુરૂષ પાનળથી ધમધમતે વિમાનમાં બેસીને સડસડાટ ચાલ્યા આવતું હતું. તે અનુક્રમે કુમાર
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫ર
ધમ્મિલ કુમાર, પિતાની પ્રિયાની સાથે સુખભર નિદ્રામાં સુતે હતું ત્યાં આવીને અટ, વિમાનમાંથી ઉતરી તે અંદર ગયે, તે બન્નેને નિર્ભયપણે સુખભર રીતે પહેલાં જોયાં. “અહો ! મારા ભાઈને મારીને કે નિરાંતે પ્રિયાને બગલમાં લઈને સૂતે છે?” તેને કેપ અતિ વૃદ્ધિ પામે સુતેલા કુમારને ઉપાડીને તે ચાલ્યા ગયે અને નીચે સમુદ્ર આવ્યો, એટલે વિમાનમાંથી એ નરરત્નને દુષ્ટ વિદ્યાધરે સમુદ્રમાં ફેંકી દીધે. સમુદ્રના અથાગ જળમાં પડતાંજ એ સાત્વિકની આંખ ઉઘડી ગઈ અને પિતાને અથાગ જળમાં ડૂબતે જઈ પતે તરવાને પ્રારંભ કરી દીધો. ચારે બાજુએ સમુદ્રનાં ભયંકર જાઓ ગજરવ કરી રહ્યાં હતાં, અને નાના મોટા જળચર જંતુઓ શિકારને માટે મુખ ફાડીને તરી રહ્યા હતા. એ ભયંકર સમુદ્ર તરતાં અનુકમે એક પાટીયું તેના હાથમાં આવ્યું. તેની સહાય વડે તે સાત દિવસે સમુદ્રના તટ ઉપર આવ્યું. ભૂખ અને તરસની પીડાથી વ્યગ્ર છતાં માત્ર માનસિક હિંમતથી તે સાત સાત દિવસ પર્યત સમુદ્રમાં પાટીયાના આધારે રહ્યો હતો. મહામુશ્કેલી એ કિનારે આવ્યા પછી વ્યાધિવાળો માણસ રોગ નાશ પામવાથી જેમ ઔષધ છોડી દે તેમ એ કાષ્ટનું પાટીયું કુમારે છોડી દીધું અને ચારે બાજુએ જોયું તે એક તરફ ભયંકર સમુદ્ર તો બીજી તરફ ગહન વન આવેલું હતું. એક દિશાએ મગરમસ્ય આદિ જળચર જી કીડા કરી રહ્યા હતા, બીજી તરફ વ્યાઘ, સિંહ, દીપડા આદિ પિતાનું પુરૂષાર્થ બતાવતા ગર્જના કરી રહ્યા હતા; છતાં એક પરાક્રમ જ જેનું શસ્ત્ર છે એવો તે ધીર પુરૂષ-ગુણવર્મા કુમાર જંગલને રસ્તે ચાલ્યા. કેટલેક દૂર આગળ જતાં એક તાપસ હાથમાં કમંડળ લઈને જળની શોધ કરતે વનમાં ભ્રમણ કરતો હતો તેને ભેટે થઈ ગયો. આવા ભયંકર અરણ્યમાં યોગીને–તાપસને જોઈને કુમાર ઘણે ખુશી થયો અને તેની પાસે જઈને તેમને પૂછવા લાગ્યો-“હે મહાત્મન ! તમે કોણ છે ? અને કયાંથી આવ્યા છે ?”
હું યેગી છું. તમારા જેવા ભૂલા પડેલાઓને માર્ગ બતાવનાર તરીકે પરમાત્માનું સ્મરણ કરતે હું તાપસેના સમુદાયમાં રહું છું, પણ તમે કેણ છે?” એગીએ ખુલાસો કરતાં કુમારને પૂછયું
Page #175
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની વાટે.
૧પ૩ - “મહાપુરૂષ! મારા મહેલમાં હું સુતા હતા ત્યાંથી કેઈએ અદશ્યપણે મને ઉપાડીને સમુદ્રમાં નાખી દીધો. તેમાંથી પાટીયાની મદદથી આજ સાત દિવસે હું બહાર નીકળ્યો છું અને આજે પ્રથમજ હું આપનું દર્શન કરૂં છું.” ઈત્યાદિક ટુંકમાં કુમારે પિતાની હકીકત કહી સંભળાવી.
તાપસે તેના ચહેરા ઉપરથી ભુખ, તરસ તથા થાકથી કંટાબેલે જાણુને જંગલમાંથી કેટલાંક સ્વાદિષ્ટ ફળ લાવી આપ્યાં. તે ખાવાથી તથા પાણી પીવાથી કુમારને પરિશ્રમ ઓછો થયો. પછી તાપસે કહ્યું“હવે ચાલે અમારા આશ્રમમાં, અમારા ગુરૂજીની પાસે, તેમના પરિચયથી તમને શાંતિ થશે. તમને તે ગ્ય સગવડ કરી આપશે.”
હા ! ચાલે.” તેઓ બન્ને જણા ચાલતા અનુક્રમે તાપસના આશ્રમમાં આવ્યા. કુમારે આનંદ સહિત કુળપતિને વંદન કર્યું. એટલામાં નજીક ખુણામાં એણે પરિચયવાળે એક સ્ત્રીને રડતે સ્વર સાંભળ્યો, જેથી તાપસને એનું નામઠામ વગેરે પૂછ્યું. નિરધારીને જોતાં એ પિતાની પ્રિયતમા હોય એવું લાગ્યું, જેથી કુમારનું મન ઘણું અધીરૂં થઈ ગયું, એટલે તરતજ તાપસે એની અધીરાઈ દૂર કરતાં કહ્યું કે, “મહાનુભાવ! આ બાઈ તમારી સ્ત્રી છે કે શું !”
જવાબમાં કુમારે હા કહી.
જે તમારી સ્ત્રી છે તો એનું વૃત્તાંત તમને કહું તે તમે ખુશીથી સાંભળે. આજથી ત્રણ દિવસ પહેલાં હું વનમાં ફળ લેવાને ગયો હતો. ફરતાં ફરતાં જંગલમાં લતાકુંજની અંદર એક સ્ત્રીને મેં રડતી સાંભળી. રડતાં રડતાં તે શું બોલી રહી હતી. “હે દિગપાલો ! હે વનદેવીઓ! તમે સર્વે મારી વિનંતિ સાંભળો. હું તમને સર્વેને પ્રણામપૂર્વક હાથ જોડીને અરજ કરું છું કે મારે માટે મારા સ્વામી કેટલાં બધાં દુ:ખ સહી રહ્યા હતા. મારી ઉપર તે પ્રાણથી પણ અધિક વાત્સલ્ય રાખતા હતા. એણે કેઈપણ દૈવિક શકિતથી મારી ખાનગી વાત જાણીને પિતાના પરાક્રમથી મારે
Page #176
--------------------------------------------------------------------------
________________
૧પ૪
બસ્મિલ કુમાર ભય ટાળે ને હું ઘણે દિવસે સ્વામીની સાથે સુખમાં સુતી હતી, પણ કઈ અધમે અમને બંનેને ત્યાંથી ઉપાડીને જુદાં જુદાં ફેંકી દીધાં છે. હજી સુધી તેમનો પત્તો મળતો નથી. હા! એ દુષ્ટ વિધિને ધિકકાર થાઓ કે જે મનુષ્ય પ્રાણીનું સ્વલ્પ સુખ પણ દેખી શકો નથી. સ્વામીને શોધતી આજ ત્રણ દિવસથી હું સમુદ્રતટ ઉપર કરૂં છું પણ કાંઈ ભાળ મળતી નથી; તેથી જેમ જન્માંધ માણસને નેત્ર ન હોય તેમ પ્રિય વગર મારી સર્વે આશાઓ વ્યર્થ થઈ ગઈ છે, જેથી સ્વામીવિયેગે હવે મારે જીવીને શું કરવું ? જળના વિશે શું માછલી જીવી શકે છે ? માટે હું તે મારો પ્રાણ ત્યાગ કરીશ, પણ જે મારા સ્વામી કદાચ અહીં આવે તે કૃપા કરીને મારો આટલો સંદેશે જણાવશે કે તમારી પ્રિયાએ તમને અતિ દુ:ખી કર્યો છે અને તમારે વિયેગે એણે દુઃખી થઈને પોતાના પ્રાણને પરલોકમાં પિયુને શોધવાને મોકલ્યા છે. સુખમાં મગ્ન થયેલા દેવતાઓ યદિ મારો સંદેશો કહેવાનું ભૂલી જાય, હે વનવાસી પશુ પંખીઓ! તમે મારે સંદેશે મારા પ્રિયતમને સંભળાવજે.” એમ બેલતાંજ અબળાએ તરતજ પિતાનેહાથે ગળામાં ફસે નાખે. એટલામાં મેં તેની પાસે જઈને કૃપાથી એ પાપમય ફાસો તોડી એને મરતાં અટકાવી અને શાંતિથી કહ્યું“પુત્રી! દુર્ગતિને આપનારું આવું અપમૃત્યુ શા માટે વહેરે છે?”
મેં પાશ એકદમ તોડી નાખવાથી બાળા ગભરાઈને કહેવા લાગી—“હા ! હા ! તમે આ શું કર્યું ? પ્રિય વગર હું ક્ષણમાત્ર પ્રાણ ધારણ કરવાને શક્તિવાન નથી.”
વત્સ ! ચિંતા ના કર. જેને માટે તું મરે છે તે આજથી ત્રીજે દિવસે મારા આશ્રમમાં આવીને તને મળશે.”
એ પ્રમાણે આશાલતાથી બંધાયેલી એ બાળા અમાશ આ. શ્રમમાં રહેલી છે. ત્રણ દિવસથી અમારા આશ્રમમાં છે, છતાં એણે કંઈ ખાધું પણ નથી, માટે હવે તમે બને સંતોષથી હળ મળે !”
" કુળપતિની એવી વાણી સાંભળીને કુમાર કુળપતિને નમીને બે -“તાત! આ બાળાને જીવતદાન દેવાવડે કરીને સમજો કે
Page #177
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની વાટે.
૧૫૫ તમે મને પણ જીવાડા છે, હજી પણ કંઈક મારું ભાગ્યે જાગૃત છે કે જેથી એવા ભરસમુદ્રમાં નાખ્યા છતાં વિધિએ મદદને માટે પાટીયું આપ્યું, અને ભમતો ભમતો અરણ્યમાં આવ્યો તે તમારું દર્શન થયું ને તમે મારી પ્રિયા સાથે મુલાકાત કરાવી. માટે વિધિ હજી સર્વથા દ્વેષી નથી.” એ પ્રમાણે કુળપતિની સ્તુતિ કરતે ગુણવર્મા કુમાર એમનો મેટો ઉપકાર માનીને તેમની રજા લઈ પિતાની પ્રિયા સાથે તે પિતાને દેશ જવા તૈયાર થયે. કેટલેક દૂર સુધી તાપસ રસ્તો દેખાડવાને આવ્યા. મોટો ધોરી રસ્તો આવ્યો, એટલે તાપસે પાછા વળ્યા અને આ બંને સ્ત્રી પુરૂષ કુરૂદેશની વાટે ચાલ્યાં. - સાયંકાળ થતાં તેઓ ચાલતાં ચાલતાં અનુક્રમે નદીના તટ ઉપર આવ્યાં. બને થાકી ગયાં હતાં, ચાલવાથી કંટાળી ગયાં હતાં, તેમનાં અંગ સુકોમળ હતાં વનનાં વનફળ ખાઈને નદીનું મીઠું જળ પી પોતાની સુધા તે બન્ને જણે દૂર કરી અને વાતો કરતાં બન્ને જણ ત્યાંજ જમીન ઉપર બેઠાં. કુમારે પૂછ્યું–પ્રિયા ! વનમાં જેમ વનચરી હોય તેમ તું એકાકી વનમાં શી રીતે આવી?”
“સ્વામી! તમને ઉપાડીને સમુદ્રમાં નાખ્યા, તે પછી એ દુષ્ટ વિદ્યાધરે તરતજ ત્યાં આવીને મને પકડી અને કહેવા લાગે-“દુષ્ટા! તારા માટે મારા ભાઈને વધ થયે અને તેના મરણથી તમે સુખે સંસાર ભેગો એ શું ઠીક કહેવાય ? તારા સ્વામીને તે મેં સમુદ્રમાં નાખે છે, તે તે સમુદ્રના અથાગ જળના પેટમાંજ હંમેશિને માટે સમાઈ જશે અને તેને વાઘ, સિંહ, ચિત્તાથી ભરેલા પર્વત ઉપર છેડી દઈશ કે જ્યાં તું એમને શિકાર થશે.” જો કે અન્ય પુરૂષના સ્પર્શથી હું હીતી હતી છતાં એ અધમી મને ઉંચકીને પર્વતના શૃંગ ઉપર ફેંકીને ચાલ્યા ગયે. પાણીના ઝરણાંની માફક શિખર ઉપરથી નીચે ઉતરતી ઉતરતી હું તમને શોધતી સમુદ્રને કિનારે ફરવા લાગી. જેમ હાથમાં આવેલું ચિંતામણિ જતું રહેતાં વ્યાકુળતા થાય તેમ તમારે પત્તે નહિ લાગવાથી વ્યાકુળ થયેલી હું લતાકુંજમાં ગળે ફાંસો ખાતી હતી કે જ્યાંથી એ કુળપતિએ મને બચાવી. તે પછીનું–બાકીનું વૃત્તાંત તે તમે જાણે છે. એ પ્રમાણે તેઓ વાર્તાલાપ કરતાં હતા, એટલામાં સૂર્ય અસ્ત થઈ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧પ૬
ધમ્મિલ કુમાર. ગયે. બીજી વખત પણ એ ખેચરે તેમની નિદ્રાને લાભ લઈને એકને સમુદ્રમાં ને બીજીને પર્વત ઉપર ફેંકી દીધાં તે પાછાં તેજ આશ્રમમાં મળીને કુળપતિની રજા લઈને નીકળ્યાં ને અહીં રાત્રી રહ્યાં.
નિદ્રા એ જે કે સર્વ ગુણને ઘાત કરનારી છે, છતાં કેટલાકને એ સુખદાયક પણ છે. દુઃખીઓને, રોગીઓને, ચિંતાતુરને નિદ્રા એજ વિશ્રાંતિનું સ્થાનક છે. પિયણુને રાત્રી સુખદાયક છે. નિશાચરેને-ઘુવડને રાત્રી સુખ આપનારી છે, ત્યારે સૂર્યવિકસિત કમળો રાત્રી આવતાં સંકોચ પામે છે. ચકર અને ચકેરી વિયેગમાં જ રાત્ર નિર્ગમન કરે છે. કુમાર પ્રિયાને મીઠી મીઠી વાતે સંભળાવતે હતા, એટલામાં પ્રિયાને નિદ્રા આવી ગઈ. જેથી પોતે પણ સુવાની તૈયારી કરવા લાગે. વળી વિચાર થયો કે “એને એ દુષ્ટ વિદ્યાધર આ વખતે પણ આવીને અમારી ગફલતનો લાભ લઈ જાય?” એમ ધારી પ્રિયાને એકલી છેડી તે નજીકમાં સંતાઈ ગયે. તરતજ એ દુષ્ટ વિદ્યાધર તેમને પાછાં મળેલાં જોઈ જુદાં કરવાને ત્યાં આવ્યું. પરન્તુ સ્ત્રીને એકલી જોઈને ચમ, છતાં પણ જેવો સ્ત્રીને ઉપાડવા જાય છે, તેવોજ કુમારે ખળું ખેંચીને પડકાર્યો. “રે દુષ્ટ ! ઉભું રહે, આજે તું મારા સકંજામાં આવ્યો છું, હમણાંજ તને તારા બંધને સ્થાનકે રવાને કરું છું. ” - કુમારનો ગર્જના ભર્યો પડકાર સાંભળીને એ વિદ્યાધર વાઘની આગળ બકરાની માફક થરથર કંપવા લાગ્યું. એ રાંકડે કરગરવા લાગ્યો-“અરે કુમાર ! એક વખત મને માફ કરીને છેડી મુકે ! હવે કઈ વખત તમને હેરાન કરીશ નહિ.”
દુષ્ટ ! મારા સકંજામાં આવેલો તને જવા દઉં! કહે હવે તને શી શિક્ષા કરૂં? બેભાન-નિદ્રામાં પડેલા માણસોને ઉચકીને આવી રીતે હેરાન કરે છે તેનું ફળ હવે આજેજ તું ભેગવ. ” એમ કહેતાંજ કુમારે તેની ઉપર તલવાર ઉગામી.
એ વિજળીની કાંતિસમી ખર્શધારા જોઈ ભય પામેલે વિધાધર કુમારના ચરણમાં પડીને માફી માગવા લાગ્યા, વારંવાર આજીજી કરવા લાગ્યા. દયા આવવાથી કુમારે ખડ્ઝ મ્યાન કર્યું અને
Page #179
--------------------------------------------------------------------------
________________
આ તે આળા કે અલી.
૧૫૭
પૂછ્યું. “ ખાયલા ! આવેા સત્વ વગરના છતાં અમાને તું વારવાર હેરાન શા માટે કરે છે?”
“ મારી ભાભીના કહેવાથી ” એ વિદ્યાધરે કહ્યું. “ તું સત્ત્વવતમાં શિરામણિ છે, હું મંદ ભાગ્યવાળા–સત્ત્વ વગરના છું. તારી સાથે યુદ્ધ કરવાને સાક્ષાત્ ઇંદ્ર પણ શક્તિવાન નથી, તેા હું તે કાણુ માત્ર ? શું નદીની રેણુ સૂર્યના મંડળનું આચ્છાદન કરી શકે ? ”
“ અરે મૂર્ખ ! એક નીચ બુદ્ધિવાળી નારીના કહેવાથી આવા વિષમ કાર્યમાં તું પડ્યો છે. રાગી જેમ વૈદ્યની હિતશિક્ષા ધ્યાનમાં રાખ્યા વગર ક્રુપ સેવન કરે, તેમ તે પણ એક સ્ત્રીની નીચ બુદ્ધિથી કેવું કાર્ય કર્યું ? સ્ત્રીઓની વાડ્જાળમાં ફસાયેલા બળવાન પુરૂષ પણ સ્ખલના પામીને પડી જાય છે, માટે હવેથી એ તુચ્છબુદ્ધિ સ્ત્રીનાં વચન ઉપર ભરાંસા રાખીશ નહિ. ” એમ કહીને દયા લાવી એ વિદ્યાધરને છેાડી મૂકયા. જેમ સિહુના પંજામાંથી મુક્ત થયેલું મૃગલુ દોડી જાય, તેમ તે તરત જ પેાતાને સ્થાનકે ભાગી ગયા. સ્ત્રી ભરઉંઘમાં સુતેલી તે પ્રભાત થતાં જાગી; એટલે કુમારે રાત્રીની સર્વે વાત એને કહી સંભળાવી. પછી ત્યાંથી પ્રાત:કૃત્યા કરીને દથી ચરણુ વિધાતાં હતાં, છતાં તેઓ એક દિશા તરફ ચાલ્યાં. .
પ્રકરણ ૨૭ મું.
આ તે માળા કે ખલા.
“ હે ભવ્ય પ્રાણીએ ! આ ભવસાગરમાં "ચારાશી લાખ જીવાયેાનિમાં ભ્રમણ કરતા જીવ ભાગ્યવશે મનુષ્યભવ પ્રાપ્ત કરે છે. જેમ રતની ખાણમાંથી કાઈ પુણ્યવંત રત્નો પામી શકે, એવી રીતે કદાચ મનુષ્યભવ મળે તેાપણુ સદ્ગુરૂ-માદાયક ગુરૂના મેળાપ તા કવચિતજ થવાના. એ યાગ થયા છતાં પણ ધર્મ ઉપર શ્રદ્ધાતા ભવિતવ્યતાને યાગેજ થાય છે. આત્માની ભવસ્થિતિ જ્યારે પરીપક્વ થાય, ત્યારે વસ્તુતત્ત્વ યથાર્થ રીતે સમજવામાં આવે છે.
"
"
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ધમ્મલ કુમાર.” બાકી મનુષ્ય તે આત્મસુખને ભૂલી બાહ્ય સુખમાંજ રક્ત થાય છે. પાપ કરવાથી પરલોકમાં આપણું શું થશે ? એટલે પણ વિચાર નહિ કસ્તાં ફક્ત વર્તમાન સમયને જ મુખ્ય ગણીને પાપકાર્યમાં રચ્યા પિચ્યા રહે છે. એવા સંસારમાં જ ફક્ત મોહી રહેનારાઓને ધર્મ ઉપર શ્રદ્ધા કેવી રીતે થાય? જેમ ધર્મઉપર શ્રદ્ધા થવી દુષ્કર છે, તેમ જ કદી તત્ત્વ જાણ્યું તો પણ તેને આચાર વિચારમાં મૂકીને ચારિત્ર સુધારવાની ઈચ્છા તે જવલ્લે જ થાય છે. હે ! જે તમારે જન્મ જરા અને મરણાદિક અનંત રેગન ભયમાંથી મુક્ત થવું હોય તો પ્રમાદને ત્યાગીને ધર્મધ્યાનમાં સાવધ રહે. બાહ્ય દશાનો ત્યાગ કરીને આત્મભાવમાં જાગૃત થાઓ; પણ સંસારની આ બાહ્ય રંગરામાં લીન ન થાઓ. એ તમને સંસારમાં રખડાવશે-જન્મ મરણનાં અનેક સંકટ બતાવશે, માટે જેમ વ્યાપારી પરદેશમાં ભટકિને અલ્પ ભારવાળાં અમૂલ્ય રત્નો શોધે છે, તેમ તમે પણ સંસારમાંથી મુક્તિને દેનારાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ અમૂલ્ય ર મેળવીને મુક્તિસુખની ચાહના રાખે, જ્યાં અનંત સુખ છે, અનંત જીવન છે એવા સુખને પ્રાપ્ત કરવા ને મોહના પ્રબળ કુટુંબને નાશ કરવા તમે ધર્મરૂપ અપૂર્વ શસ્ત્રને ધારણ કરે અને તેની સહાયથી જ્ઞાન, દર્શન ને ચારિત્ર પ્રાપ્ત કરીને તમે ભવસાગર તરશે.
એકનગરના ઉદ્યાનમાં અનેક લેકેથી વંદન કરાતા ગુણરત્નનામના મુનિરાજ એ પ્રમાણે ભવ્યજનોને ઉપદેશ આપી પ્રતિબોધ કરી રહ્યા છે. તે સ્થળે આ યુગલ આવી ગુરૂને વંદન કરીને તેમની દેશના સાંભળવાને બેઠું. તેમણે ગુરૂમહારાજની આ પ્રમાણેની દેશના સાંભળી, જેથી કુમારનું ચિત્ત વૈરાગ્યથી આદ્ર થઈ ગયું. તેણે પોતાની પ્રિયાને કહ્યું—“પ્રિયે! સંસારથી ખેદ પામેલું મારું મન સંસારને કારાગાર સમાન જાણતું હમણાં ગુરૂને વચને મુક્તિ માર્ગ તરફ ઢળ્યું છે. આ શત્રુ સમાન વિષને દૂર કરીને જે તારી રજા હોય, તે હું ગુરૂમહારાજ પાસે ચારિત્ર લઉં. ' આ શઠ વિષયેના વિશે આપણે કાંઈ ઓછું દુઃખ જોયું નથી. રાજવં. શમાં જન્મ્યા છતાં અરણ્યવાસી ભીલ ભીલડીની માફક આપણે જંગલમાંજ જીવન ગુજાર્યું છે વળી કાળ આવીને ક્યારે સપ
Page #181
--------------------------------------------------------------------------
________________
આ તે બાળા કે બલા. ડાવશે તે પણ આપણે જાણતા નથી. માટે દીક્ષા લઈને તપ કરવાવડે હું મારું આત્મકલ્યાણ સાધવા ઈચ્છું છું.” - “હે સ્વામી ! તમારું કહેવું સત્ય છે, પરંતુ આપણે તારૂધ્યાવસ્થા જોતાં એ સાહસ પ્રશંસા યંગ્ય નથી. ચારિત્ર લીધા પછી કદાચ ઈદ્રિયરૂપ ઘડા ચપળ થાય તો શિવપદ લેવા જતાં સંસારને વધારનાર થઈ પડીએ માટે કઈ જ્ઞાની ગુરૂને પૂછીને પછી આપણે દીક્ષા લઈએ તો ઠીક; કારણ કે હજી મારી ભેગેચ્છા ક્ષીણ થઈ નથી. વિષયે જીતવા તે તે યેગીઓને પણ દુર્જય હેાય છે; તો પછી ભોગની ઈચ્છાવાળા પુરૂષો કેવી રીતે જીતી શકે? પ્રથમ એ અધમ ખેચરના વચને બંધાણ, બીજી વખત તેના ભાઈને ઉપદ્રવ થયો. જેથી આજ પર્યત ભેગ વિના મારું યૌવન વ્યર્થ ગયું છે, માટે હાલમાં થોડે કાળ સબ કરે. ત્યારપછી કઈ વૈકાળિક જ્ઞાની ગુરુને પૂછીને આપણે યથોચિત કરશું.” રાજતનયાના એ પ્રમાશેનાં મુગ્ધ વચન સાંભળીને કુમારે કહ્યું-“પ્રિયે ! મને કાળરૂપી રાક્ષસને વિશ્વાસ નથી કે એ ક્યારે આવીને આપણું ગરદન પકડશે! દડ જેમ રમત રમતમાં ઉંચે જઈ નીચો પડે છે તેવી કાળની આકસ્મિક ગતિ છે. તેમજ આવાં શ્રેયકારી કાર્યો ભવિષ્ય ઉપર મુલતવી રાખવાથી ઘણું વિઘો ઉપસ્થિત થાય છે. મોટા પુરૂષોને પણ ઉત્તમ કાર્યમાં વિધ્ર આવેલાં છે, જેથી બુદ્ધિવંતો સારાં કાર્ય કરવામાં વિલંબ લગાડતા નથી. એમ કરતાં કદાચ મૃત્યુ થઈ જાય તે શુભ કાર્યની વાંછા એની અધુરી રહી જાય છે. તે પણ હે તવંગીને હજી તારૂં મન વ્રત લેવામાં અસ્થિર છે, તે તારાચિત્તની સ્થિરતા ને માટે થોડો કાળ હું રાહ જોઈશ.” એમ કહીને પ્રિયાને નગરની બહાર ઉદ્યાનમાં એક તરવર નીચે મૂકીને તે ભેજનની સામગ્રી લેવાને નગરમાં ગયો. જુગારમાંથી કાંઈક દ્રવ્ય સંપાદન કરી તેનાથી તેણે કેટલીક ખાવાની વસ્તુઓ ખરીદ કરીને ઝટપટ પ્રિયાની પાસે તે આવવા નીકળ્યો. પોતે હાથમાં ખાવાની વસ્તુ પકડીને આવતા હતો, જેથી નગરમાં આવનારને એ સારા શકન તરીકે લાભદાયક થતું હતું. તેના તેજસ્વી ચહેરાથી, ચાલવાની ખૂબીથી, તેમજ આવી રીતે હાથમાં વસ્તુઓ લઈને એકલ ક્યાં જ હશે ? એવી
Page #182
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. ઈચછાથી અનેક પ્રશ્નો કરનારા તેને મળતા હતા, છતાં વનમાં પ્રિયાને એકલી છોડેલી હોવાથી તેનું મન ત્યાંજ ટેલું હતું, અત્યારે જવાબ આપવા જેટલી પણ તેને ફુરસદ નહતી, જેથી એકદમ તે ભેજન લઈને કનકવતી જ્યાં બેઠેલી હતી ત્યાં આવ્યો, અને સ્ત્રીને જમાડી પોતે ભોજન કર્યું.
જમી પરવાર્યા પછી પ્રિયા સાથે વાર્તાલાપ કરતાં તેના અંતરમાં કંઈક દુઃખ થતું જોઇને કુમાર વિચારમાં પડ્યો. “ નક્કી આ બિચારી મનમાં બહુ દુઃખી થતી જણાય છે. શું એને માતાપિતા સાંભરતા હશે કે બીજી કાંઈ બાબત હશે? માટે તેના હૃદયની કંઈક વિશેષ પરીક્ષા તો કરવી જોઈએ.” એમ વિચારી દેહચિંતાનું બાનું કાઢીને પ્રિયાને એકલી મૂકી તે ચાલ્યા ગયે. પોતાની સ્ત્રી પિતાને ન જોઈ શકે તેમ બે ત્રણ વૃક્ષ પછવાડે ઉભો રહીને પ્રિયાની ચેષ્ટા જેવા લાગે તો સ્ત્રીએ પિતાને એકલી જોઈ ભૂમિ ઉપર નરનારીનું જોડલું ચિતરવા માંડ્યું, તેને વારંવાર જેવા લાગી, નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ મૂકવા લાગી, કેયલની માફક પંચમ સ્વર સમા મીઠા સ્વરે ઝીણું ઝીણું ગાવા લાગી. થોડીવાર પછી છાતી બતાવતી, આળસ મરેડતી, અને દીર્ઘ નિ:શ્વાસ મૂકતી તે વરાર્તની માફક વિહળ દેખાવા લાગી. અશ્રુભરી આંખે તે ચારે દિશાએ જેવા લાગી. એની એવી ચેષ્ટા જોઈને ગુણવર્મા વિચારમાં પડ્યો-“અહો! હું આ શું જોઉં છું ? પ્રિયાની મનાવૃત્તિ કેઈ અન્ય વ્યક્તિમાં આસક્ત થઈ જાય છે એ ચોક્કસ છે. મારી આગળ એના જુદા ભાવ છે, પરેશે એ કેવા ભાવ ભજવે છે? આતુરતાથી કોની રાહ જુએ છે? નક્કી એને હમણું કે મળી ગયું છે, જેથી આ ઉદાસ ચહેરે બેઠેલી છે. આ તે શું મારા વિયેગે આની આવી દશા થયેલી છે કે મારા તટસ્થ રહેવાથી શું એ વિરહવ્યથાથી પીડાય છે? પણ જે મને જઈને એ પિતાને સ્વભાવ બદલી નાખશે, તે નક્કી એ વ્યભિચારિણું છે એમ માનીશ.” એમ મનમાં ચિંતવી તે બીજે રસ્તેથી અચાનક સ્ત્રીની પાસે આવ્યા તે તેણીએ પોતાનો ચહેરે બદલી નાખે. મનમાં તો તે બધું સમજતે હતા, છતાં પ્રિયાનેખિન્ન ચિત્તવાળી જોઈને તેણે પૂછયું. “કાતે ! આજે તને શું થયું છે? તારું
Page #183
--------------------------------------------------------------------------
________________
આ તે બાળા કે બલા.
૧૬૧ ચિત્ત અસ્વસ્થ કેમ જણાય છે? શું કુટુંબવર્ગ કે માતાપિતા યાદ આવ્યાં છે કે જેથી તું મનમાં આમ દુભાય છે?”
પ્રિયે ! તમે પાસે છતાં મારે અરણ્ય પણ સ્વર્ગ સમાન છે. હે જીવિતેશ્વર ! તમારાથી અન્ય મારે બીજું કેણ સ્મરણ કરવા
ગ્ય હોય?” સ્ત્રીએ ઉપર ઉપરથી આવો જવાબ આપી એના દીલનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો-ઠગવા વિચાર કર્યો.
પણ એ ચતુર અને બધા વિશ્વની પરીક્ષા કરવામાં કુશળ કુમારે ચિંતવ્યું કે “આ અધમ ઓરત માત્ર બનાવટી વાતજ મને કહી સંભળાવે છે. એના હૃદયમાં બીજું કંઈ ચિંતવે છે. ઉપરથી એ મને બીજું સમજાવે છે. માત્ર એણે મને સારું લગાડવાનેજ આકપાળકલ્પિત વાત કરી છે, બાકી એના હદયની ચાવી તો નક્કી કોઈ બીજાએ હરી છે, છતાં હજી વિશેષ ખાતરી કરીને પછી જે ઠીક લાગે એમ કરવું, પણ એ નિર્બળ અબળાને બનતાં લગી હેરાન ન કરવી. ક્ય કર્મનું ફળ તે એ સ્વતઃ ભગવશે. ઘણું કાળથી ઉત્પન્ન થયેલા સ્ત્રી પુરૂષના પ્રેમ અને વિશ્વાસને આજે એણે ભંગ કર્યો જણાય છે. એ અંતરને સ્નેહ દૂર કરી ઉપરનાં ચાટું વાક્યોથી મને સમજાવવા પ્રયત્ન કરે છે, પરંતુ એના હૃદયમાં કેણ છે અને કોણ આવી ગયો છે? તે પ્રાયઃ ઘણું કરીને પ્રગટ થશેજ, તેની તપાસ કરવી એ મારું કામ છે.” પછી તે દિવસે ત્યાંજ રાત્રી ગુજારવાનું નક્કી કરીને કુમાર સ્ત્રીને એકલી રાખી પોતે વનમાં તપાસ કરવા લાગ્યો, સ્ત્રી ન જાણે તેમ તેની ઉપર પણ દેખરેખ રાખતો હતો, એટલામાં ત્યાં ફરતા કઈ માણસે તેને પૂછયું “અરે ભાઈ ! અહીં અમારા રાજકુમારને તમે જોયા ?” તેના ઉત્તરમાં કુમાર બેલ્યા કે –
કયા રાજકુમાર? તું કોણ છે ? આટલે બધે ઉત્સુક કેમ છે?” એ પ્રમાણે ગુણવમાં કુમારે તેને પૂછયું. તેના ઉત્તરમાં તે બોલે કે –
શંખની જેવા ઉજવળ યશવાળી આ શંખપુરી નામનગરી છે. અહીં ઈશાનચંદ્રનામે રાજા પ્રજાનું ન્યાયથી પાલન કરનારા છે. એ રાજાને ગુણચંદ્ર નામે ગુણના સાગર સમાન કુમાર છે. એ કુમાર કોઈ લાવણ્યના સાગરસમી પરદશી લલનાના મેહપાસમાં લુબ્ધ થયા
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ધમ્મિલકુમાર.
છે. તેની પાછળ ઘેલા થઈ તેને મળવાને દિવાના જેવા થયેા છે. માત્ર એ એકજ દોષ રાજાની કીર્તિને કલંક લગાડનારા છે. એ પરદેશી પ્રેમદાને મળવાને માટે અમે આ વનમાં આવ્યા. ત્યાં એને મળ્યા પછી અન્ય કાર્ય નું જ્હાનું કાઢીને મને ગામમાં માકયેા. જેથી સ્વામીનું કાર્ય કરીને હું સત્વર ચાલ્યેા આવુ છુ, પણ કુમાર જોવામાં આવતા નથી, માટે જ હું તમને પૂછું છું કે તે તમારા જોવામાં આવ્યા છે ? જો આવ્યા હાય તે તે ક્યાં છે ?” રાજકુમારને શેાધતા એ પુરૂષે સ્પષ્ટપણે ખુલાસા કરી દીધા. તે મુખ્ય પુરૂષ કયાંથી જાણે કે આ પુરૂષજ—તગુજ તે યુવાન માળાના વલ્લભ હતા. તેણે બધું કાચું કાપ્યું હતું, છતાં ગુણવર્મા કુમારને જે જોઇતુ હતુ તે જણાઇ ગયુ` હતુ`. તેના સંશય હવે નિશ્ચયના રૂપમાં ફેરવાઈ ગયા હતા. તે છતાં જાણે ત્રાહિત હોય તેમ સ્થિર ચિત્ત રાખીને તેણે તે પુરૂષને કહ્યું કે-“ તમારા રાજકુમાર એ ઇચ્છિત સ્ત્રીને મળીને નગરમાં ગયા ,, જણાય છે.
“ તા શું અમારા રાજકુમારને તે મૃગલાચના મળી ? ” તેણે કરીને પૂછ્યું. “ અરે મુગ્ધ ! એમાં શું મેાટી વાત છે ? આકાશમાં વિહરનારા હિમાંશુ જો કુમુદિની સાથે મળી શકે છે, તા પછી એમના મળવામાં શું નવાઇ હતી ? ” કુમારે કહ્યું.
',
“ અહે। ! અતિ ખુશીની વાત છે કે રાજકુમારને અને તે પરદેશી લલનાને પ્રથમ દર્શનમાંજ આવેા અધિક સ્નેહ જામ્યા એ ઘણું સારૂ થયુ. ” એમ કહીને તે પુરૂષ ત્યાંથી સત્વર ચાલ્યા ગયા. પણ એ બિચારા કયાં જાણતા હતા કે પેાતાના શબ્દરૂપ તલાહના ખીલાઓ કુમારના રામરાયમાં તે ભાંકી ગયા હતા. એ શૂરાના હૃદયમાં અનેક ઉત્પાત મચાવી ગયા હતા.
સર્વાગે જાણે અગ્નિથી તપાવેલા લાખ’ડી ખીલાએ પેાતાના શરીરમાં કાઈ એક સાથે સાડાત્રણ કોટી રામરાયમાં ભાંકતુ હાય અને તેની જે વેદના થતી હૈાય તેવા અનુભવ કરતા ગુણવર્મા કુમાર દુ:ખી દીલે વિચાર કરવા લાગ્યા. “ અહા ! માણસની વૃત્તિએ પળપળમાં કેવી બદલાય છે, અને તેમાં પણ ચંચળ સ્ત્રીના મનની
Page #185
--------------------------------------------------------------------------
________________
આ તે બાળા કે બલા.
૧૬૩ વૃત્તિઓ બદલાતાં તે કંઈ વારજ નથી લાગતી. હા! વનિતાજનની એ ગુઢ માયાને ધિક્કાર થાઓ કે જે ત્રણ લેકને વિષે ધીરપુરૂષોની મતિ ઉપર પણ અખ્ખલિતપણે કામ કરે છે. તે એક સ્ત્રીના મનરૂપ ગહન વનમાં પ્રવેશી તેનું અવગાહન કરવાને શકિતવાન થતી નથી. એક વસ્તુથી બીજી અધિક જેવામાં આવતી નથી ત્યાં લગીજ તેને પિતાની માની તે ઉપર પ્રેમ કરે છે; પરન્તુ એથી અધિક જોતાં તેનાં હૃદયનાં ભાવ તુરતજ બદલાઈ જાય છે. સ્ત્રીપુરૂષનું આવા ચપળ મનવાળું જોડું યુગલ તરીકે કયાંલગી રહી શકે? આટઆટલી માવજત કરતાં એની સેવા કરતાં, કષ્ટ સહન કરતાં પણ આ ચંચળ મનવાળી સ્ત્રા મારી ન થઈ, આખરે બીજા પુરૂષમાં એ ૨ક્ત થઈ, કિંતુ જ્યાં લગી એને વિશેષ કલંક લાગ્યું નથી, ત્યાં લગી એને ઠેકાણે મૂકીને હું મારા આત્મસાધનને માર્ગ શોધી લઉં.”
દેષનું મંદિર એવી સ્ત્રીઓ તો સર્વ ઠેકાણે પુરૂષને આપત્તિમાંજ નાખનારી છે. સ્ત્રી પણ નારીજાતિ છે. માયા પણ નારીજાતિ છે. બન્નેનું સ્ત્રીલિંગ હેવાથી સમાન છે. માયા એ મોહિનીને જ વળગેલી છે, અર્થાત્ સ્ત્રીનું હદય એ માયાનું ગૂઢ મંદિર છે. હા ! જે એના હદયમાં છે તે એના વચનમાં નથી, જે વચનમાં જણાય છે તે કાર્યમાં-ક્રિયામાં જણાતું નથી. એવી સ્ત્રીઓ કેવી રીતે વિશ્વાસનું સ્થાનક થઈ શકે? દાનવડે કે માનવડે, કળાવડે અથવા તો કૃપાવડે કૃતાંતની માફક કર વનિતાઓ કઈ રીતે વશ થઈ શકતી નથી. એમને તે સ્વેચ્છાચારપણું જ હમેશાં પ્રિય હોય છે. ' અરેજેને માટે વિદ્યાધરપતિ સાથે યુદ્ધ કર્યું, સમુદ્ર તર્યો, વનેવન વનેચરની માફક ભયે, એ સ્ત્રી આજે બીજાના ચિત્તરંજનને માટે થઈ. પારાવાર રહિત આ સંસારનું સ્વરૂપ જાણવાને કોણ સમથે છે? આવા આ સંસારમાં પુરૂષ સ્ત્રીરૂપી પાષાણમય શિલાનું ગાઢ અવલંબન લઈને—એ સ્ત્રીરૂપી શિલાને વળગવાથી ડુબી ગયા છે, તે હજી શોધ્યા પણ જડતા નથી. જેને માટે મેં આટઆટલું સહ્યું-વફાદારી બતાવી, આખરે એનું આ પરિણામ! હશે ખેર ! હજી કંઈ વિશેષ બગડયું નથી. અહીંથી નજીક એના મામાનું રાજ્ય છે ત્યાં એને મૂકીને હું આ પાપ શિલાને
Page #186
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર છેડી મારું આત્મસાધન કરી લઉં. કે જ્ઞાની ગુરૂ પાસે વ્રત અંગીકાર કરી વિરાગી ઉપર રાગટષ્ટિથી જોનારી અને પિતાને ખોળે લીધા પછી અનંતકાળે પણ નહિ તજનારી મુક્તિવધૂને પામું. અને અનાદિની આ સંસારની પીડા મટાડી દઉં.” એમ વિચારી તરતજ પ્રિયાની પાસે આવીને એ ધીર પુરૂષ ગંભીર વાણથી બોલ્યો “ પ્રિયે ! હજી મધ્યાહુ સમય થવાને વાર છે, માટે આગળ આપણું મુસાફરી શરૂ કરીએ. નજીકના કેઈ બીજા શહેરમાં રાત્રી નિર્ગમન કરીશું.”
સ્વામી ! આજની રાત અહીં રહીને પ્રાત:કાળે આપણે આગળ ચાલીએ તે શું હરક્ત છે?” પ્રિયાએ રાત્રી અહીં જ વ્યતીત કરવાની માગણી કરી.
કનકવતીએ રહેવાને સૂચવ્યું, છતાં કુમાર તો પોતાની મુસાફરીની તૈયારી કરીને આગળ ચાલવા લાગ્યું.
એ બાળા વિચારમાં પડી—“ શું કરું? ક્યાં જાઉં ? ભયથી એને કાંઈ પણ વધારે કહેવાની મારી હિમત ચાલતી નથી.” એ પ્રમાણે વિચારતી આકુળવ્યાકુળ ચિત્તે ચારે બાજુએ કાંઈક શોધતી ને મનમાં બડબડતી તે તેની પાછળ ચાલી.
પ્રકરણ ૨૮ મું.
પાપનું પ્રાયશ્ચિત્ત.” કેટલેક દૂર જતાં અનુક્રમે કનકવતીના મામાનું નગર આવ્યું. એ સિંહપુરીમાં જઈને તેઓ સિંહરાજાના દરબારમાં ગયાં, રાજાએ કોઈપણ રીતે પિતાની ભગિનીપુત્રીને ઓળખીને તેનું સન્માન કરી ખેળામાં બેસાડી એના સુખ દુઃખની વાત પૂછી.“દીકરી! પોતાના ઘરની માફક તું અહીંજ અમારા આશ્રયે રહે અને મોજ મજા કર. તમે બે મને કાંઈ ભારે પડશો નહિ. મારૂં મકાન, સમૃદ્ધિ એ સેવે તમારૂં જ છે.” રાજાએ એમ કહીને તેમને એક મકાન
Page #187
--------------------------------------------------------------------------
________________
પાપનું પ્રાયશ્ચિત્ત.
૧૬પ કાઢી આપ્યું. દાસ દાસી વિગેરેની સગવડ કરી આપી. ત્યાં તેઓ બને રહ્યાં. રાત્રીને સમયે ગુણવર્મા એ સ્ત્રીને છોડીને દીક્ષા લેવાની ઈચ્છાથી ચાલ્યા ગયે. જેમ કારાગ્રહમાંથી છુટો થતાં કેદીને જેટલો હર્ષ થાય, તે કરતાં સ્ત્રીના પાશમાંથી છુટતા ગુણવર્માને અધિક હર્ષ થયે. ગમે તે પ્રકારે નગરના કિલ્લાનું ઉલ્લંઘન કરીને તેણે ગુણરત્ન મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. બાહ્ય શત્રુઓને તે તે જીતવાને સમર્થ હતો, હવે અત્યંતર શત્રુઓને જીતવાને એણે ભગવંતે કહેશે દીક્ષામાર્ગ અંગીકાર કર્યો. પિતાના આત્માનું હિત કરવામાં તે સંપૂર્ણપણે લક્ષ્ય આપવા લાગ્યા. સંસારના બંધનોથી મુક્ત થઈને સિદ્ધના ધ્યાનમાંજ તે તત્પર રહેવા લાગ્યા.
પ્રાતઃકાળ થતાં જ્યારે કનકવતી નિદ્રામાંથી જાગી ત્યારે સ્વામીને પાસે નહિ જેવાથી તેણે મંદિરમાં સર્વે ઠેકાણે તપાસ કરી, નોકર ચાકરને પૂછયું, છેવટે એની ભાળ નહિ મળવાથી એણે મામાને જાહેર કર્યું. મામાએ–રાજાએ નગરમાં–ઉપવનમાં તપાસ કરાવી ઘેડેશ્વારે મોકલીને નગરની આજુબાજુ સર્વ સ્થળે તપાસ કરાવી પણ કુમારને કયાંઈ પણ પત્તો લાગે નહિ.
છેવટે નિરાશ થઈને મામાએ ભાણેજને પિતાની પાસે બોલાવી ખેળામાં બેસાડીને શિખામણ આપવા માંડી—“દીકરી ! શા માટે ખેદ કરે છે? પૂર્વભવનાં બાંધેલાં કર્મોને રોકવાને પંડિત પણ સમર્થ થતા નથી. સર્વ ઠેકાણે તારા સ્વામીની તપાસ કરી પણ કયાંઈ એને પત્તો લાગતો નથી, છતાં તપાસ તો હમેશાં ચાલુ રહેશે. તું સુખેથી આપણે ઘરે રહે, મનમાં જરા પણ ઓછું લાવીશ નહિ. કોઈપણ રીતે તારા પતિને શોધી કાઢીને હું તને મેળવી આપીશ—તારા કોડ પૂરા કરીશ. સુખપૂર્વક અહીં રહે, અને ધર્મ સાધન કર, જેના પ્રભાવથી સર્વે સારૂં થશે–તારૂં સમિહીત થશે.” મામાએ એ મુજબ સમજાવેલી ભાણેજ કાચાર પ્રમાણે સાડા ત્રણ દિવસ શેક પાળીને અનુક્રમે તે વાત ભૂલી જવા લાગી. તેનું ચપળ ચિત્ત હવે નિરંકુશ થયું, રહ્યોસહ્ય અંકુશ પણ જતે રહ્યો હતો, જેથી સ્વચ્છંદપણે એના મનના ઘોડા આકાશમાં દોડવા લાગ્યા. દીલમાં અનેક અવનવા તરંગે ઉઠવા માંડ્યા. નવીન
Page #188
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમા
૧૬૬
ચાવન હતું, હૃદય આશાઓથી ભરેલુ હતુ, ભાગેચ્છા તીવ્ર હતી, પતિના વિયેાગ હતા, એવી સ્થિતિમાં ચૈાવનવતી અખળાએ વ્યભિચાર વગર ખીજું શું કરે ?
કર્મની ગતિ વિચિત્ર છે. તે રકને રાજા અને રાજાને રંક બનાવી શકે છે. મનુષ્યથી ન ખની શકે તે કર્મ મનાવી શકે છે. માણસ સચાગાને આધીન છે. ખચીત આજે જે ધનવાન હાય છે તેને એક દિવસ ખાવાને ટુકડા પણ મળતા નથી. એક દિવસના ધી માણુસ સમય આવતાં પાપ તરફ બેધડક ઘસડાઈ જાય છે; કુલટા સ્ત્રીએ સમયપરત્વે ઠેકાણે આવી જાય છે અને સતી સ્ત્રીઓ સમયને આધિન થઇને વ્યભિચાર તરફ આકર્ષાઇ જાય છે. સતીત્વના દાવા કરનારી કનકવતી હવે સંસારના સ્વચ્છંદ સુખમાં આગળ વધવાની તૈયારી કરી રહી હતી. અત્યંત રૂપવાન શંખપુરના રાજકુમારને જોયા, ત્યારથીજ તેનુ ચિત્ત ત્યાં લાગેલું હતું. તેની વચમાં તેના પતિ જે તેને અંતરાય રૂપ હતા તે કાંઢા પણ અત્યારે દૂર થયા હતા. તેના માર્ગ હવે તેને મન નિષ્કંટક હતા. તેને તેા ખખર હતી કે “મારા સ્વામીએ મારૂ દુષ્ટ ચરિત્ર જોયેલું હશે, જેથી મને મારા મામાને ઘેર મૂકીને એ વૈરાગી દીક્ષા લેવાને ગયા હશે ને મારા દાની એણે ઉપેક્ષા કરી હશે. તેા મારે પણ હવે મારા મનનુ ધાયું કરવુ જોઇએ. એણે સમર્થ છતાં મારા દોષા ક્ષમા કર્યો, નહિતર ખીજો કાઈ હાત તા સ્ત્રીને મારી નાખે અથવા પોતે મરી જાય, પણ એ પુણ્યવાને વચનમાત્રથી પણ મારી ઉપર દ્વેષ ખતાન્યેા નથી. તે દિવસે ગુરૂની વાત સાંભળીનેજ એનું મન વૈરાગ્યમાં લીન થયુ હતું. હાલમાં મારા અન્યાય જોઇને નકકી એ પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. જો એ દીક્ષા લે તેાજ મારા સકળ મનેરથ સિદ્ધ થાય. હું પણુ મારા "ઇચ્છિત સ્થાનકે જઇને અભિષિત સુખને લાગવુ. “ ઇત્યાદિક ચિંતવતી તે ચેાથા દ્વિવસની રાત્રે મામાના ઘેરથી એકાકિની શંખપુરને રસ્તે રાજપુત્ર ગુણચંદ્રને મળવાને ચાલી.
સતીમાં ખપતી અબળા અત્યારે પતિના ત્યાગ કરીને અનાચાર સેવવામાં કેવી તત્પર થઇ હતી ? પેાતાના યાર પાસે મધ્યરાત્રીએ જતાં અને કાઇના ડર નહાતા. યાર ઉપર અને પતિ કરતાં પણ
Page #189
--------------------------------------------------------------------------
________________
પાપનું પ્રાયશ્ચિત્ત.
૧૬૭ અથાગ પ્રેમ હતો. એના રૂપની એ ભ્રમરી બની હતી, એને મળવાના ઉત્સાહમાં કેઈની પણ પરવા વગર તે શંખપુરી તરફ ધસી જતી હતી. આશા, તૃષ્ણા, ભેગની વાચ્છાવિગેરે પતિ સુખની તીવ્રછાના તરંગોમાં અત્યારે પરિશ્રમ પણ એને જણાતો નહોતો. કેમકે યારને મળવાને દ્વિગુણઉત્સાહ હદયમાં ભર્યો હતો. પુષ્પધન્વાએ એને પિતાને શિકાર બનાવી હતી. જેથી એ બાળા આ અનાચારને રસ્તે જતી હતી. છતાં ભાવી શું હોય છે તે કોઈ જાણું શકતું નથી. માણસ, પછી તે સ્ત્રી હો કે પુરૂષ પણ સુખ મેળવવાને તે તનતોડ મહેનત કરે છે, અનાચાર સેવે છે, છતાં સુખ પ્રાપ્ત થવું એ તો દેવાધિન છે. પૂર્વના પુણ્ય શિવાય પ્રાણીઓને ગમે તેટલા પ્રયાસ–ઉદ્યમ કર્યા છતાં પણ સુખ પ્રાપ્ત થતું નથી. આ બિચારી જે સુખ પતિ પાસેથી ન મેળવી શકી તે લેવાને બીજાની પાસે દોડી. અત્યારે તો બન્ને લેકને સ્વાર્થ બગાડી એ રસ્તે તે દેડી હતી. કામ ક્રોધમાં મુંઝાયેલે અજ્ઞાની આત્મા ઓછો સમજે છે કે હું કયાં જાઉં છું ? કયે રસ્તે જાઉં છું? આ રસ્તે જવામાં મને લાભ છે કે કેમ ? મનને પરવશ થયેલા જેની સંસારમાં એવી જ સ્થિતિ હોય છે.
| કનકવતી ગુણચંદ્ર કુમાર પાસે પહોંચી ગઈ, અને ચાટ વચનોએ એને સમજાવવા લાગી. “પ્રિય! જ્યારથી તમને જોયા છે, ત્યારથી જ હું તમારી થઈ છું. પૂર્વે ભરથારના ભયથી તમારી સાથે બરાબર મળાયું નહોતું પણ હવે નિર્વિને આપણે મનગમતાં સુખ ભેગવી શકીશું. મારું મન તે એક તમને જ ઝંખે છે, ત્યાં પછી લેકોક્તિનો શું ભય છે ? તેની સાથે મારું મન નહિ છતાં મારે જવું પડ્યું; પરન્તુ તરત જ તમારામાં મારૂં ચિત્ત હોવાથી હું પાછી આવી.” આવી મનહર વાણીવડે કુમારનું દીલ રંજને કરવાથી કુમારે પણ ખુશી થઈને તેનું અધિક સન્માન કર્યું. પ્રાણથી અધિક વહાલી ગણને એને સર્વે રાણીઓમાં પટ્ટરાણીપદ આપ્યું. અને હમેશાં એની જ સાથે રક્ત રહેવા લાગ્યો. પોતાની બીજી રાણીઓની આવી રીતે ઉપેક્ષા કરવાથી બીજી સ્ત્રીએ મનમાં આ કનકાવતી ઉપર અતિ કુદ્ધ થઈ ગઈ. કેઈપણ રીતે એને રસ્તો કરી નાખવાને તે તૈયાર થઈ ગઈ. સમુદ્રમાં પડેલું પાણીનું બિંદુ જેમ સમુદ્રના
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ધમ્પિલકુમાર. - અથાગ જળમાં મળી જાય, તેમ આ બન્ને જણ એક બીજાના પ્રેમમાં તપ બની ગયાં.
કુમારની બીજી રાણીઓ આપસઆપસમાં એકઠી મળીને વિચાર કરવા લાગી. “અરે ! જુઓ તો ખરા. આ આજકાલની આવેલી, કેણ જ્ઞાતિની, કયા કુલની, તેને પરણ્યા વગર વેશ્યાની માફક રાખીને કુમારે એને પટ્ટરાણીનું પદ આપ્યું. કુમારને એણે એવું કામણ કરી દીધું છે કે તે ક્ષણભર પણ એના વગર રહી શક્તા નથી. એ આજકાલની વેશ્યાસરખી સ્ત્રી આપણને બધાંને રખડાવી જાય એ કેમ પાલવે ? માટે આપણે એ એ રાંડને માટે શું પગલાં લેવાં ? એ કાંટાને ક્યા કાંટાવડે કરીને દૂર કરે? એ રડે તો આવીને આપણે બધાંના સુખમાં પથરે નાખે, આપણા સર્વેનું ભાણું અભડાવ્યું; તો એને પણ આપણે બરાબર રખડાવવી જોઈએ. આપણે રાજવંશમાં ઉત્પન્ન થયેલીઓ છતાં એણે આપણને દાસીની જેવી બનાવી દીધી; અને એ વેશ્યા આજે કુમારની પટ્ટરાણું થઈ પડી.” છેવટે વિચાર કરીને એમણે એક રસ્તો શોધી કાઢયે. તે રસ્તા તેણીના નાશને હતે. હંમેશને માટે તેને બીજી દુનિયામાં હવા ખાવાને મેકલવાનો હતો. “એમજ કરે, આપણા સર્વેના સુખનો એણે નાશ કરી નાખે છે, માટે એ જીવશે તે આપણ ને શૂળીની માફક હમેશાં દુઃખ રહેશે, અને જે તે એકલી જ મરશે તે આપણને સર્વેને સુખ થશે; માટે સમય આવતાં ઝેર આપીને એને પરલોકમાં મોકલી દેવી. ” એમ સર્વેએ નકકી કર્યું.
યથાસમયે દાસીને ફાડીને ખુબ લાલચ આપી કનકવતીને ઝેર અપાવી દીધું. આ લેકમાં જ અનાચારનું ફળ અહીંને અહીં જ તેને મળી ગયું. ' વિષયથી આર્ત થયેલાં મનુષ્ય જગતમાં કયું પાપ નથી કરતાં ? પિતાના અલ્પ સ્વાર્થની ખાતર છ ઘોર પાપ કરીને દુરંત નરકમાં બેધડક ચાલ્યા જાય છે.
ઝેર ચઢવાથી જેની ભેગેચ્છા અધુરી રહી ગઈ છે, સંસારની
Page #191
--------------------------------------------------------------------------
________________
પાપનુ‘ પ્રાયશ્ચિત્ત.
૧૬૯
વાસનામાંજ જેનુ' ચિત્ત રહી ગયું છે. એવી કનકવતી આત્તરદ્ર ધ્યાનમાં પડી ગઇ. મરણ સમયે જીવવાની ઘણી ઈચ્છા છતાં એ ભાવી ભવિતવ્યતા આગળ કેવું ચાલી શકે ? સ્વત ંત્રપણે જે કા જીવ કરી શકતા નથી તે પરાધીનપણે એને કરવુ પડે છે. અત્યારે શરીરની રગેરગમાં ફરી વળેલું ઝેર કાઇ રીતે ઉતરે એવું નહાતુ. દુનિયાના વિષમમાં વિષમ એવાં બન્ને પ્રકારનાં ઝેર કનકવતીના પ્રાણ લેવાને તલસી રહ્યાં હતાં. કામ ક્રોધનું ઝેર તેના હૈયામાં ભર્યું હતું, એની સાથે બીજી જીવલેણ માહ્ય ઝેર મળ્યું હતુ. એ બન્ને વિષથી વ્યાપ્ત એવી કનકવતીના હૃદયમાં અનેક દુ:ખની લાગણી ઉત્પન્ન થઇ. જીવવાને અનેક વલખાં માર્યાÀા પાડી, ધમપછાડા કર્યા; પણ એ સવે અત્યારે નકામું હતું. મૃત્યુના મુખમાંથી ખચાવવાની કાઇની પણ તાકાત નહેાતી.
મનુષ્યઇચ્છા કરતાં વિધિઇચ્છા ખળવાન હતી, માણસની ઇચ્છા જુદી હાય છે, દેવેચ્છા જુદાજ પ્રકારની હેાય છે. એ દેવેચ્છાને કાઇ ટાળી શકતુ નથી. એની ઉપરવટ જઇને આજસુધીમાં કાઇએ પેાતાનુ મનમાન્યું કર્યું નથી, કેાઈ કરવાને શક્તિવાન પણ થયા નથી, ઇંદ્ર, ચંદ્ર, સૂર્ય, ચક્રી ને વાસુદેવ એ બધા સમ પુરૂષા કહેવાય છે. એમનાથી પણ સમર્થ અક્ષય વીર્યવાન અને અનંત વી વાન તીર્થંકર ભગવંતા ગણાય છે. સર્વેને ભવિતવ્યતા સહન કરવી પડે છે. દેવનું લેણું-કર્માનું કરજ અવશ્ય ચુકવવું જ પડે છે. નહિતર ઋષભદેવ ભગવાન દીક્ષા લીધા પછી વર્ષ દિવસ
પખ્ત આહાર રહિતપણે રહ્યા, એ કેમ બને ? બાહુબળી એકજ જગ્યાએ વર્ષ દિવસ પર્યંત કાઉસગ્ગધ્યાને રહ્યા, શરીરે વેલડીએ વીંટાણી ને એમાં પંખીઓએ પેાતાના માળા કર્યા, છતાં પર્વતની માફ્ક એ ધીર પુરૂષે આંખનું મટકું પણ માર્યું નહિ. એ બધું શા માટે ? કર્માનું કરજ ચુકવવા માટેજ, એ બધું એ જ્ઞાની મહાપુરૂષા પેાતાની ઇચ્છાએજ-કર્મના નાશને અર્થે જ સહન કરતા હતા. માહના પિંજરમાંથી મુક્ત થઈને મુક્તિમાં જવાને એ પ્રયત્ન કરી રહ્યા હતા. એવી સ્થિતિમાં પણ દુનિયાના સુખદુ:ખાની એમને
૨૨
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ધમ્મિલ કાજ. કયાં પરવા હતી ? જ્યાં લગી શરીર ઉપર મમત્વભાવ રહે છે ત્યાં સુધી જ આત્મા બાહ્યદષ્ટિમાં રાચીને પિતાને સુખી યા દુઃખી માને છે, મેહમાયાને વશ પડીને અનેક પ્રકારનાં કુકર્મ કરીને મનુષ્યભવ હારી જઈ અધોગતિમાં તે ચાલ્યા જાય છે કે જેથી ઘણે કાળે પણ એ પ્રાણી પાછો અનેક જન્મ મરણ કર્યા છતાં પણ મનુષ્યજન્મ દેખી શકતો નથી. તે પછી ધર્મ પામવાની તે વાત જ શી કરવી?
રંક બિચારી કનકવતી ! ઉત્તમ મનુષ્યજન્મ પામી સુખ સમૃદ્ધિની સર્વે સંપત્તિ પ્રાપ્ત છતાં પૂર્વના ભેગેપગના અંતરાયે એ સર્વે વ્યર્થ ગયું હતું. એ ગુણવમાં કુમાર અને કનકવતી રાજબાળા મનુષ્યભવમાં બનેને અદભૂત મેળાપ થયો, પરંતુ અહીંથી બન્નેના આગામી ભવસ્થિતિ ન્યારી જ હતી. ગુણવમાં દેવકને અતિથિ હતો, કનક્વતી ચેથી નરકની મેમાન હતી. સંસારમાં આ મેળાપ એ તેમનો આખરને હતો, છતાં બન્નેએ તેને જોઈએ તે લાભ તે નજ લીધે. હવે પછી અનંત કાળે પણ તેઓ સંસારમાં ફરીને મળી શકે તેમ નહોતું; કેમકે દેવકથી અવીને મનુષ્ય ભવ પામી ત્યાંથી ગુણવમાં મુક્તિમાં જવાના હતા. કનકવતી નરકમાંથી નિકળ્યા પછી ભલે સંસારમાં પરિભ્રમણ કરે, છતાં ગુણવર્મા ફરીને એને નજ મળે તેમ છતાં એ બાળા એની પણ સગી ન થઈ. એણે કુમારને દગો દીધે, તે દેવે એને બરાબર ગુલાંટ ખવડાવી, મુક્તિવધૂને લાડકે એ ગુણવમાં, એણે તે સ્ત્રીને માફ કરી. એના દુર્ગુણો તરફ ઉપેક્ષા કરી, તો એ મુક્તિવધૂને અધિક લાડકે થયે. છતાં કુદરત કાંઈ રહેમ કરે તેમ નહોતી, કુદરતે તકનકવતીને બરાબર જ શિક્ષા કરી હતી, ઘણા કાળ પર્યત દુઃખ ભોગવ્યાજ કરે એવા ઠેકાણે એને ખેંચી હતી. કેમકે કરેલું પાપ તો કોઈને પણ છોડતું નથી.
તરફડિયાં મારતી અને ધમપછાડા કરતી કનકવતીને બચાવવાને ઘણી મહેનત કરવામાં આવી, અનેક કુશળ રાજવૈદ્યાને બેલાવવામાં આવ્યા. વૈદ્યોએ પિતાની અનેક યુક્તિ પ્રયુક્તિઓ વાપરી-ભિન્નભિન્ન જાતની ગુટિકાઓ અજમાવી. ભંડારમાંથી વિષ ઉતારનાાં મણિ મંગાવ્યાં, પણ જે દિવ્ય હતાં તે અદશ્ય થયાં. પ્ર
Page #193
--------------------------------------------------------------------------
________________
પાપનું પ્રાયશ્ચિત્ત.
૧૭૧ ભાવ વગરનાં હતાં, તેમનાથી કંઈપણ લાભ ન થયે. તુટી તેની જગતમાં બુટી જ નથી. આયુષ્યની દેરી પૂર્ણ થતાં તે કોઈનાથી સાંધી શકાતી નથી, કેઈએ સાંધી નથી. સર્વેને હાથ ઘસતાંજ જવું પડે છે. કરેલાં કર્મો સર્વેને ભોગવવાં પડે છે. જેથી નરક પૃથ્વીમાં કનકવતીની જગ્યા નિર્માણ થઈ ગઈ હતી. ઘણું કાળ પર્યત જ્યાંથી નીકળી ન શકાય એવી સ્થિતિમાં એને દુઃખ ભોગવવાને રહેવાનું હતું.. ત્યાં નહતી દાદ કે ફરિયાદ ! એ દુઃખ–એ સંકટો જેનારકી જોગવી શકે છે, તેનાથી થતી વેદનાને તેજ અનુભવી શકે. મનુષ્ય પામર પ્રાણીને એની કલ્પના પણ ક્યાંથી હોઈ શકે? જે એની કલપના થાય તે તે પ્રાણ પાપજ ન કરી શકે, અનાચારજન સેવી શકે ! પરંતુ વનવયથી ઉન્મત્ત થયેલ મનુષ્ય અકાર્ય કરતાં તે વખતે પાછું વાળીને જેતે નથી કે હું શું કર્યું જાઉં છું.
કનકવતીની ઝેરના પ્રયોગથી મતની છેલ્લી ઘડીઓ ગણવા લાગી. એ પ્રિયતમ, એ સમૃદ્ધિ, એ સુખ, એ વાસનાઓ, એ વૈભવ સર્વે હાજર હતું, મોતની છેલી ઘડીએ એ સર્વે તે નિહાળી રહી હતી, પણ કેઇનામાં એને બચાવવાની શક્તિ ન હતી. કમને આ સર્વેને ત્યાગ કરીને તે અત્યારે એવા તો અંધકારવાળા સ્થાનમાં જતી હતી કે જ્યાં અનંત દુઃખ હતું–અંધકાર કારાગાર હતું.
ચેથી નરક પૃથ્વી જ્યાં ઓછામાં ઓછું સાત સાગરોપમને ઉત્કૃષ્ટ દશ સાગરોપમનું આયુષ્ય છે, વચલા ગાળાનું આયુષ્ય તે મધ્યમ આયુષ્ય ગણાય છે. જ્યાં પરમાધામીકૃત વેદના હોતી નથી, પરંતુ અન્ય અન્યકૃત વેદના અને ક્ષેત્રકૃત વેદના એ બે પ્રકારની વેદના હોય છે, એ નરક પૃથ્વીમાં કનકવતીને જીવ કનકવતીનું સ્ત્રી શરીર છેડીને પિતાનાં દુકૃત કર્મને અનુસારે સાત સાગરોપમથી અધિક આયુષ્યવાળા નારકીપણે ઉત્પન્ન થયો. નરકમૃથ્વીમાં ઉત્તરોત્તર એક બીજીથી અનંતગણું દુ:ખ વધારે હોય છે. પહેલીથી બીજીમાં અનંતગણું, બીજીથી ત્રીજીમાં એમ ઉત્તરોત્તર અનંતગણું સમજી લેવું.
સાત સાગરેપમથી અધિક કાળ પર્યત કનેકવતીને જીવ અનંતગણું દુઃખ જોગવશે. ત્યાંથી નીકળીને પણ એ સંસારમાં અનંત
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭ર
ધમ્મિલ કુમાર. કાળ પર્યંત ભ્રમણ કરશે. ડગલે ને પગલે આપદાઓ-સંકટ-દુ:ખો સહન કરશે, ને અકાળ મરણે કરશે. સાગરોપમ, સાગર+ઉપમા; સાગરમાં કેટલાં બિંદુઓ હોય અથવા સાગરની સમાન વર્ષોએ સાગરેપમ; એટલે દશ કેડીકેડી પલ્યોપમે એક સાગરોપમ થાય. અસંખ્યાતા વર્ષે એકઠાં થાય ત્યારે એક પલ્યોપમ થાય. પેલ્યાપમની વિગત જાણવા ઈચ્છનારે તેનું માન બીજા શાસ્ત્રો થકી જાણ લેવું. ક્રોડને કોડે ગુણીએ તે કોડાકડી થાય.
દીક્ષા ગ્રહણ કર્યા પછી ભગવાન ગુણવર્મા પિતાની આત્મશક્તિ ફેરવવામાંજ તત્પર રહ્યા. ગુરૂ સાથે વિહાર કરી શાસ્ત્રોનું અધ્યયન કરતા, યથાશક્તિ તપ કરી વિષયને દહન કરતા, વાયુની માફક અપ્રતિબદ્ધપણે વિહાર કરી ભવ્યજનને પ્રતિબોધ કરી રહ્યા હતા.
અનેક પ્રકારનાં તપ કરવાવડે દુષ્કર્મરૂપી અંધકારને એમણે નાશ કરી નાખ્યો ને અંતકાળે સમાધિ મરણ કરીને સેવે છે સાથે મિત્રીભાવ ધ્યાવતાં ખમતખમણું કરતાં ગુણવમાં કુમાર દેવલાકમાં ઉત્પન્ન થયા.
દેવકનાં સુખ દીર્ધકાળ પર્યત સાગરોપમ સુધી ભેગવીને ત્યાંથી અવીને ગુણવમાં કુમાર ઉત્તમ મનુષ્યજન્મ પામીને ચારિત્ર લઈ સિદ્ધવધૂને વરશે.
એ પ્રમાણે અગડદત્ત મુનિએ ગુણવકુમારનું ચરિત્ર પસ્મિલને કહી સંભળાવ્યું અને સ્ત્રીઓ ઉપર કંઈક પણ મમત્વ હેય તે તેનો ત્યાગ કરવાને જણાવ્યું. એ દ્રષ્ટાંત સાંભળીને ધમ્પિલે કહ્યું—“ગુરૂરાજ ! આપે સત્ય કહ્યું, પણ વિષયની આશાએ ઘણું કષ્ટ સહન કર્યું છે.”
“તે પછી મહિલ૦ધ કેમ થાય છે? એ વિષયને તિલાંજલિ કેમ આપી શકતું નથી ? ” ગુરૂ મહારાજ અગડદને કહ્યું. - “ભગવદ્ ! શું કરું? મારી આશા પણ હજી અધુરી છે. જે તે પૂરી નહિ થાય, તે કદાચ હું પણ આ ભવારણ્યમાં ભૂલો પડીશ. કનકવતીની માફક મનુષ્ય ભવ હારી જઈશ; માટે ભગવાન ! કોઈ રસ્તે બતાવી મારું સંકટ નિવારે, મને ભવસાગરથી પાર ઉતારે.” મ્બિલે કહ્યું.
Page #195
--------------------------------------------------------------------------
________________
અગડદત્તમુનિનું આત્મવૃત્તાંત.
૧૭૩ “ધર્મપરાયે સર્વે સારૂંજ થશે, આત્મા જે સુખની ચાહના કરતો હોય તો એણે ધર્મમાર્ગમાં જોડાઈ ધર્મારાધન કરવું. તેનાજ પ્રભાવે ગુણવર્મા ભવસાગર તર્યો. કનકવતી ધર્મથી રહિત હતી તે લવારણ્યમાં ડુબી ગઈ. વળી મેં પણ એવાજ કષ્ટમાંથી આત્મસાધન તરફ લક્ષ્ય લગાડયું છે. ”મુનિરાજે કહ્યું.
અહો ! આપનું ચરિત્ર પણ ખચીત સાંભળવા જેવું જ હશે, ત્યારે મારી માફક આપને શું દુઃખ પડયું ? સંસારનું બંધન કેવી રીતે તુટયું ?”ધમ્મિલે પૂછયું.
જે સાંભળ, એમાંથી કંઈક સાર ગ્રહણ કરજે.” એમ કહીને અગડદત્ત મુનિએ પોતાનું આત્મવૃત્તાંત કહેવાનું શરૂ કર્યું.
પ્રકરણ ૨૯ મું.
અગડદત્તમુનિનું આત્મવૃત્તાંત. આ ભૂમિ ઉપર પૃથ્વીને વિષે તિલક સમાન શંખપુરી નામે નગરી હતી. ઉત્સાહશક્તિ, મંત્રશક્તિ અને પ્રભુત્વશક્તિથી એ નગરી ત્રણે લેકમાં પ્રસિદ્ધ હતી. ધર્મ, અર્થ અને કામ એ ત્રણને બાધારહિતપણે સાધતે સુંદર નામે રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તેને ચતરસુજાણ, રૂપમાં રંભાસમાન, સૌભાગ્યવતી, શિયલવતી સુલસા નામે પટ્ટરાણી હતી. તેણીના ઉદરરૂપે સરોવરને વિષે હંસસમાન અગડદત્ત નામે પુત્ર થયે. અનુકમે વયમાં આવતાં તે ગુરૂ પાસેથી સર્વ વિદ્યાકળાને જ્ઞાતા થઈને બહોતેર કળાને જ્ઞાતા થયે, ગુણવાન છતાં તેનામાં પણ એક દોષ પ્રગટ થયો. નગ૨માં તે જ્યાં ત્યાં ચોરી કરવા લાગ્યો. એમ કરતાં સર્વે વ્યસનને તે સેવનારે થયે, ન્યાયધર્મના પવિત્ર માર્ગથી તે દૂર ગયો અને પ્રજામાં તેથી તે ત્રાસ અને ભયરૂપ થયે; કેમકે વિધાતા ગુણવાનમાં પણ દેષારોપણ કરી દે છે. જ્યારે વિધિએ સૃષ્ટિ રચી ત્યારે રત્નને કિંમતી છતાં કલંકિત કર્યું. ચંદ્રમા જગતને આનંદદાયક છતાં મૃગના
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ધમ્મિલ કુમાર કલંકથી અંકિત થયે-અનાવ્ય, કમળમાં સુગંધ, સુંદરતા સર્વ કંઈ મૂક્યું ત્યારે કાંટા ઉપજાવ્યા. સગમાં સુખને સ્વાદ મૂકે તે તેની પછવાડે વિયેાગ તૈયાર કર્યો. પંડિત છતાં નિધનત્વ આપ્યું. સમુદ્રમાં અગાધ જલરાશિ છતાં તેને ખારે બનાવ્યું, ને ધનવાનમાં કૃપણુતાને દેષ મૂકો. ઉત્તમજનની સંગતિ છોડીને લક્ષમી સ્વેચ્છને ઘેર રહી. ધમી માણસ ધન અને સુત વગર રહે અને તેની નારી નીચજનની સોબત કરતાં પણ અચકાય નહિ. એવી રીતે વિધાતાએ ઉત્તમ વસ્તુઓમાં પણ એકેક દોષ મૂક્યા છે.
એકદિવસ રાજકચેરીમાં નગરીના વ્યવહારી લોકેએ આવીને રાજાને ફરિયાદ કરી. “મહારાજ ! આપના કુંવરથી નગરમાં ત્રાસ ફેલાય છે. પ્રજાનાં ધન, માલ, આબરૂ, ઈજજત સર્વ કાંઈ લુંટાય છે. અનેક નિર્દોષ નરનારીઓ હેરાન થાય છે. આપ એ માટે કાંઈ બંદેબસ્ત કરો કે જેથી આપના રાજ્યમાં પ્રજા સુખે રહી શકે.” વિરૂદ્ધ ભૂપ સમક્ષ કુંવરના અવગુણ કહેવા માંડ્યા. રાજકુંવરની ફરિયાદ સાંભળીને રાજા વિચારમાં પડ્યો. “ઓહ! એકને એક પુત્ર પણ કુપુત્ર નિવડ્યો એનાં કરતાં તે મુઓ સારે; માતાપિતાના કુળની લાજ તે ગુમાવે નહિ. જેને જોતાં દીલ કરે નહિ એ પુત્ર શું કામ ? આ પુત્રે તે રાતદિવસ વ્યસનમાં રત રહીને માતાપિતાની ઈજજત આબરૂ ઉપર મશીને કુચડે ફેરવ્ય. ધન પતિ, શ્રીમંત, રાજાઓ પુત્રને માટે દેવની માનતા કરે છે. એવી તપસ્યા-માનતા કરતાં પણ અવિનિત પુત્ર પ્રગટે તે સુખવનને તે ભસ્મ કરે. બચપણમાં માતા હુલરોવતી, લાડ લડાવતી છતી અનેક પ્રકારના તેને માટે મને રથ કરે છે, પરંતુ જ્યારે તે મેટો થાય ત્યારે શત્રુથી પણ અધિક થઈને બાપનું નામ બળે છે. જેની ખાતર માતા મધુર ભેજનને ત્યાગ કરી સાર્દ, નિઃસ્વાદ અને નિરસ ભેજન કરે છે, અનેક પ્રકારના રોગના ભયમાંથી બાળપણમાં તેની રક્ષા કરે છે તે જ જ્યારે મોટે થાય ત્યારે જીવિતને નાશ કરવામાં શળ સર થાય છે. અનેક પ્રકારનાં કુવચને કહીને માતાપિતાને સંતા૫ કરનારો થાય છે. મૂઢ પ્રાણી કૂડકપટ કરીને જેને માટે ધન ભેગું કરી દુનિયાને ઠગે છે, પોતે ખાતે નથી, પતનથી અને દેશવિ
Page #197
--------------------------------------------------------------------------
________________
અગડદત્તમુનિનું આત્મવૃત્તાંત.
૧૭૫ દેશ રખડીને દાનધર્મ નહીં કરતાં પણ જેની ખાતર ભેગું કરે છે તેવું એકઠું કરેલું ધન ઘરમાં પુત્ર ભોગવે છે. બચપણમાં માતા તેનાં મળમૂત્ર ધ્રુવે છે, તેને માટે અનેક પ્રકારની આશા બાંધે છે, પણ મેટો થયે ને પર કે માતાને મટીને સ્ત્રીને થઈ જાય છે ને માતાને રડવા વખત આવે છે. વળી પરિજન પણ
જ્યાં લગી પુત્ર નથી હોતો ત્યાંસુધી ધનની આશાએ સેવા કરે છે, ને પુત્ર જન્મ થતાં આશા મૂકી પિતાને ઘેર જાય છે. એવા પુત્ર મોટા થતાં દુરાચારી થઈને નામ બળે છે. માતાપિતાને દુ:ખ કરનારા થાય છે. અરે ! મનુષ્ય કરતાં તે પશુ જાતિ સુખી હોય છે કે જેમને પુત્રની ચિંતા હોતી નથી અને સુખભર વનમાં રમે છે. બાળકવય પૂરી થતાંજ તેઓ ચાકરીમાં જોડાઈ વાહન વિગેરેમાં પોતાનું જીવતર પૂર્ણ કરે છે. આ તો માબાપ વૃદ્ધ થાય કે ક્યારે મરે? એવી પુત્ર ચિંતા કરે કે પોતે છુટો થઈ મનગમતું કરી શકે. માતાપિતાને કેઈપણ ઉપકાર હૈયામાં આવતો જ નથી. એવા પુત્રે સપના સરખા ભયંકર હોય છે. કેટલાક પુત્ર કેણિકરાય સરખા માતાપિતાને દુ:ખદાયી હોય છે, કે જેઓ માબાપનો જીવ લેવામાં પણ આંચકો ખાતા નથી. એવા પુત્રને ઘરમાં રાખવો તે મણિથી ભૂષિત નાગને સંગ્રહવા - જેવું છે.” ઇત્યાદિક વિચાર કરીને રાજાએ પ્રજાને ધિરજ આપી. કેમકે રાજાને ધર્મ પ્રજાને પુત્રની માફક પાલન કરવાનું છે. જે રાજા પ્રજાને પિતા થઈને રૈયત ઉપર ત્રાસ જુલમ વર્તાવે છેઅન્યાય કરે છે તે રાજા દીર્ઘકાળપર્યત રાજ્ય જોગવી શકતો નથી. પ્રજાનો નિશ્વાસ, તેના અંતરને દુ:ખવવું એ રાજ્ય ઉપર કુદરતી ફટકો છે-ગેબી માર છે. કહ્યું છે કે – “લાખો જીગરમાંના નિસાસા કેઈક દિન બુરું કરે,
| માટે દયાની દૃષ્ટિથી પાળે પ્રજાને આદરે; આ રાંકડી રૈયત કદિ સોંપી તમને કુદરતે,
એને પ્રીતિથી પાળવી કે મારવી એને અરે!” પ્રજામાં સંતોષ હોય તે રાજ્ય આબાદીવાળું હોય છે, માટે રાજાએ રામરાજ્ય પ્રમાણે ધર્મરાજ્ય કરવું જોઈએ. જે રાજા પોતે રક્ષણ કરનાર છતાં પ્રજા દુ:ખી હાય, અસંતોષી હાય, અધિકારી
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ધમ્મિલ કુમાર. ઓના ત્રાસથી પીડાતી હાય, ને રાજા તે માટે કાંઈ પણ બંદોબસ્ત કરે નહિ તે એ રાજા રાજ્ય કરવાને લાયક નથી. રાજાએ ગુસ્કેગારેને પછી તે અધિકારી હોય કે પુત્ર હોય, ગમે તે હાય તેને ગ્ય શિક્ષા કરવી જોઈએ. ચેર, લુંટારા, જાલિમ, જુલ્મગારના ભયે શોધીને નાબુદ કરવા જોઈએ અને પ્રજામાં શાંતિ, આબાદી, ધર્મભાવના, પ્રેમભાવના, જાહોજલાલી જાગૃત કરવી જોઈએ. વ્યાપારી લોકોને ઉત્તેજન આપીને સુધારા વધારા કરી રૈયતની અગવડતા દૂર કરી રૈયત કેમ સુખી થાય તે માટે રાત દિવસનવનવા વિચાર કરવા જોઈએ. એમ વિચારી રાજાએ પ્રજાને કહ્યું–“તમારી અગવડતા હું સત્વર દૂર કરીશ, રૈયતને જેમ સુખ થશે તે પ્રબંધ કરીશ. હવેથી તમે નિશ્ચિતપણે રહેજે.” ભુપને એ પ્રમાણે દિલાસો મેળવીને વ્યવહારીઆઓ રાજાને નમીને પિતાને સ્થાનકે ચાલ્યા ગયા.
હિવે રાજાએ પુત્રને ખાનગીમાં બોલાવીને તેની તર્જના કરવા માંડી. “પુત્ર! સારા સારા વ્યવહારીયાઓ તારે માટે કડવી ફરિયાદ કરે છે. હજી રાજ્યની લગામ મારે હાથ છે, છતાં તું યતને પીડે છે એ નવાઈ જેવું છે. તું જાણે છે કે આ મેટા સામ્રાજ્યનો ભવિષ્યમાં તું પણ ભક્તા થવાનું છે. રાજા નહિ છતાં પણ તું દુરાચાર-અન્યાય કરે છે તે સ્વતંત્ર રાજા થતાં તું કેણ જાણે શું જુમે કરશે? રાજાને તો પ્રજાનું રક્ષણ કરે–પાલન કરે તે પુત્ર જોઈએ. તું તો પ્રજાનું ભક્ષણ કરનાર છે. તેને શિક્ષા આપવી તે પણ અયોગ્ય છે. મારા કુળને તેં કલંકિત કીધું. વીંછી, કંટક, અને વંક કેમે કયો સીધાં થતાં નથી; તેમ તું પુત્ર છતાં મારે દીવા વિના અંધારૂં છે. લેઓ કહે છે કે
“સઠ દીવા જે બળે, બારે રવિ ઉગંત;
અંધારું છે તસ ઘરે, જસ ઘર પુત્ર ન હુંત.” પણ એ જૂઠી કહેવત છે. જેના ઘરે તારા જે વંઠેલ પુત્ર છે, તેનાં માતાપિતા રૂવે છે. અરે ઓ અન્યાયી પુત્ર ! સર્વે વ્યસનના સેવનારા ! છેલ્લો હું તને હુકમ કરું છું કે મારા રાજ્યની હદ પાર થા! મારી નજર આગળથી દૂર થા ! જ્યારે હું તેડાવું તે સમયે
Page #199
--------------------------------------------------------------------------
________________
અગડદત્તમુનિનું આત્મવૃત્તાંત.
૧૭૭ મારી હજુર આવજે. ગરીબ પ્રજાને રંજાડનારા ! પ્રજાને વ્યર્થકારણે પીડી અન્યાય કરવા કરતાં તું દૂર થા. તને છેલ્લા શબ્દો કહી દઉં છું કે આજ ક્ષણે તું મારી નજરથી દૂર થા. ” રાજા ક્રોધથી ધ્રુજતા હતા. તેણે એકદમ ગુસ્સાથી રાજ્યની હદબહાર થવાની પુત્રને શિક્ષા કરી. કંવર રાજાને ગુસ્સો જોઈ થરથર કંપવા લાગ્યું. રાજાને છેલ્લો હકમ સાંભળીને પાછે પગલે તરતજ બહાર નીકળી વિલખો થયે અને દોસ્તદારો પાસે આવી સર્વે હકીકત કહી સંભળાવી. પછી કહ્યું કે
ભાઈ ! રાજાએ-મારા પિતાએ તો મને નિરાશ કર્યો છે, માટે આવે સમયે તમે મારા મદદગાર થશે?”
વાત સાંભળીને મિત્રે વિચારમાં પડ્યા. “કુમાર તે હવે સ્થાનક ભ્રષ્ટ થયે, સર્પ શંકરના કંઠમાં હોય છે ત્યાં લગીજ માન પામે છે. કહ્યું છે કે-રાખી શકે તો આપણું પાણું રાખ, રતિભાર ઉતરેલું પાણી લાખ ખરચે પણ પાછુ ચતું નથી. રાજાનું અપમાન પામેલાને લેકમાં કેઈ સલામ પણ કરતું નથી. અત્યારે એ કંગાળથી પણ વિશેષ કંગાળ છે, કેમકે રાંકને પણ રહેવાને ઝુંપડાં હોય છે અને કુમારને ઉભા રહેવા તે ઠામ પણ નથી.” ઇત્યાદિ વિચાર કરી સો પિતપતાને ઘરે ચાલ્યા ગયા, પણ કુવરને કોઈએ આવકાર આપે નહિ. પછી નિરાશ ચિત્ત અગડદત્તકુમાર માતા પાસે ગયા તો માતાએ પણ બેલાજો નહિ, માતાને પ્રણામ કરી મહેલની બહાર નીકળ્યા. “અહો ! કેટલું બધું પરિવર્તન થઈ ગયું. આજે મારું કોઈ સગું ન રહ્યું ! એક રાજકુમારની આ દશા ! જેવી વિધાતાની ઈચ્છા ! એક પિતાજી નારાજ થયે છતે બધું જગત પલટાઈ ગયું. દુનિયામાં કોઈ કોઈનું નથી. જ્યાં
ત્યાં ગુણેજ પૂજાનું સ્થાનક પામે છે.” આવા મનમાં વિચાર કરતે કવર નગર બહાર નીકળે; પણ રાજાના ભયથી કેઈએ આશ્રય આપે નહિ. એટલું જ નહિ બલકે સ્વયં પ્રજાજ એના ત્રાસથી કંટાળી ગઈ હતી. જેના તેના ઘરમાં ચોરી કરવી એ તે તેને મન એક રમત હતી. ગમતની ખાતર માણસને ત્રાસ આપ, તેમને રંજાડવા, અનેક પ્રકારે ન કરવા ગ્ય કર્તા તેમની પાસે કરાવવા તે તેને મન એક જ હતી, રેતની કઈ સારી બહેન, બેટી
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૮
* ધમ્મિલ કુમાર- - - તેની નજરે પડી તે તેને સપડાવવા તે અનેક પ્રયત્ન કરે એવી રીતે સાતે વ્યસનમાં આસક્ત હોવાથી પ્રજાને મન તે રાક્ષસ સમાન હતો. ઘણું શિખામણે અપયિા છતાં સુધરવાની આશા તેને માટે ઓછી જ હતી, જેથીના છુટકે આગેવાન વ્યવહારીઆઓએ રાજાને ફરિયાદ કરી હતી, જેને પરિણામે તે રાજાના કેપને ભેગા થઈ પડ્યો હતો. અત્યારે તે રાજકુમાર છતાં કંગાળની પણ કંગાળ હતે. ખાવાને અન્નકે પીવાને પાણુ તેમજ ઉભા રહેવાને જગ્યા પણ કોઈ તેને આપે તેમ નહોતું.
નગરમાં ભટકતે ભટકતે આખરે તે નગરની બહાર કામદેવને મંદિરે આવ્યો. પિટમાં ભૂખ અને તરસ બને પિતાનું જોર અજમાવી રહ્યાં હતાં. નિરાશ ચિત્ત ત્યાં બેઠે. રાત્રી પડેલી હોવાથી ચંદ્રમાનું અજવાળું જગત ઉપર જામી રહ્યું હતું. ધન ધાન્યથી ભરેલી નગરી છતાં અત્યારે તેને મન ઉંચે આભ અને નીચે ધરતી સિવાય સર્વ કાંઈ શૂન્ય હતું. દુઃખથી તેણે એકમેટે નિઃશ્વાસ મૂક્યો.
પ્રકરણ ૩૦ મું.
‘દેશવટો.
દસ્તી ભાઈબંધી કાઈ કામ નહિ આતો, + સચ્ચ કહા હય આફતમે કોઈ કામ નહિ આતા.”
કેઈ કુળવાન ખાનના કુટુંબને નબીરો જણાય છે. ભાલપ્રદેશ ઉપર કેવું રાજતેજ ઝળકી કહ્યું છે. છતાં જણાય છે કે અત્યારે તે એને વિધિ પ્રતિકૂળ થયું છે. જ્યોતિષશાસ્ત્ર આવા પુરૂષના ભાગ્યને ઘણાજ ઉચ્ચ પ્રકારનું કહે છે. ચાહે તે માટે રાજરાજેશ્વર થાય અથવા તો ગીજનેને પૂજ્ય મહાન તપસ્વી યેગીશ્વર થાય, છતાં અત્યારે ચિંતાથી તેના સુંદર વદન ઉપર કેવી દુ:ખની શ્યામ વાદળી પ્રસરી રહી છે.” ત્યાં આગળ તરતનાજ ઉતરેલા એક નિમિત્ત જાણનારની દષ્ટિ અચાનક ચાંદનીના તેજમાં અગડદત કુમાર ઉપર પડી. દૂરથી જ તેને જોઈને ઉપર પ્રમાણે તે મનમાં ગણગ. પછી “આવા ઉત્તમ પુરૂષની સેવા કદી વ્યર્થ જતી
Page #201
--------------------------------------------------------------------------
________________
દેશવટો.
૧૭ નથી; માટે અવસર ઉચિત તેની ભક્તિ કરૂં તેને યોગ્ય સલાહ આપું.” એમ ધારી તેની પાસે આવી તેણે કહ્યું કે–“ભાઈ ! આવી મધ્યરાત્રે આમ એકલા કેમ જણાઓ છે? છે તે કોઈ રાજવંશી જેવા ને આમ એકાકી કેમ?” નિમિત્તિયાએ પૂછ્યું.
હા, એક દિવસ તેમ હતું પણ અત્યારે હું તે સ્થાનથી ભ્રષ્ટ થયો છું. પિતાના કેપને ભેગા થયો છું.” દુઃખ અને ભૂખ તરસથી પીડાતા કુમારે જવાબ આપે.
હોય ! વિધિની માયા છે. યુથ વિધિ જે કરે છે તે સારું જ કરે છે. માણસને માથે દશા વીશી આવે છે. ઉત્તમ પુરૂષોને જ આફત આવે છે, બીજાને નહિ. રામચંદ્રજીને ચાર વર્ષ વનવાસ વેઠ પડ્યો. પાંડવ સરખા સમર્થ વીરપુરૂષે પણ વનવન રખડ્યા. ચંદરાજાને બાર બાર વર્ષ પર્યત અપરમાતાના પ્રતાપથી મનુષ્ય છતાં તિર્યંચ-કુકડાને અવતાર ભેગવ પડ્યો, માટે દુઃખમાં ધીરજ રાખવી, ભાઈ ! સર્વે સારૂં થઈ જશે. ઉત્તમ પુરૂષે પિતાની લક્ષ્મી ભેગવવા કરતાં બાહુબળથી લક્ષ્મી ઉપાર્જન કરવી જોઈએ. તમારે પણ પરદેશમાં તમારા ભાગ્યની કોટી કરવી જોઈએ.” નિમિત્તિયાએ અવસરચિત સલાહ આપી.
મહારાજ! તમે કોઈ પંડિત જણાએ છે. પંડિતની સલાહ હમેશાં સમયોચિતજ હોય છે, તેવી જ તમારી પણ છે.” કુમારે જવાબ વાળે. - “હશે ભાઈ! દુખીને ધીરજ દેવી તે અમારી ફરજ છે, પણ ભાઈ! તમે ભૂખ્યા લાગે છે. મારી પાસે ભાતુ હાજર છે. જરી નાસ્તે કરશો ? તેણે ભેજન માટે આમંત્રણ કર્યું છે :
જેવી તમારી ઈચ્છા.” પેટમાં ભૂખ તે હતી જ, પિતાના આખરી હકમ પછી કોઈએ તેને અન્ન પાણી માટે ભાવ પણ પૂછ નહોતે. વળી રખડવાથી થાકી લોથપોથ થઈ ગયું હતું. સુધાએ તેમાં વધારો કર્યો હતો, જેથી ભટ્ટજીનું–નિમિત્તિયાનું આમંત્રણ તરત જ સ્વીકારી લઈ ઝટ ઉભે થયે. - “પધારે ત્યારે.” નિમિતિ તેને પિતાનું પિોટકું હતું
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૦
બસ્મિલ કુમાર. ત્યાં તેડી લાવ્યા. પિટકું છોડીને ભાતું કાઢી અગડદત કુમારને ભેજન કરાવ્યું. પાણી લાવી આપી તેની તૃષા શાંત કરી. એવી રીતે ભોજન કરીને રાજકુમાર તૃપ્ત થયે-સ્વસ્થ થયો.
મહારાજ ! તમે પણ કઈ પરદેશી લાગે છે. ગુણજ્ઞ છે? અહીંના રહેવાસી છે તે મને ભોજન કરાવવાની તમારી હિંમત ચાલે નહિ. અહીંના સર્વે લેકે મારાથી દૂર નાસે છે.” જમી પરવારીને કુમારે કહ્યું. - “અમારે પરદેશી મુસાફરને શું? પપકાર કરે એ દરેક માણસનું કર્તવ્ય છે. પરોપકાર વગરનું જીવતર તે વ્યર્થ છે. પૂજા, પ્રતિક્રમણ, પચ્ચખાણ, પિષધ અને પરોપકાર એ પાંચ પકારથી યુક્ત જેનું જીવતર છે તેને જ ધન્ય છે. એ પાંચ પકાર સેવતાં કદાચ મરણ આવે તેપણ શું?”
પરદેશમાં આપ ગુજરાન તે ભિક્ષાવૃતિ ઉપરજ ચલાવતા હશે?” કુમારે પૂછયું.
હું નિમિત્ત કહી શકું છું જેથી જગત મને નિમિતિયા તરીકે ઓળખે છે. ઉત્તમ પુરૂષનું નિમિત્ત-ભાવફળ કહેવાથી મને દ્રવ્યપ્રાપ્તિમાં જરા પણ હરકત નથી આવતી. અને મારા ગુજરાનથી વધારે રહે તે હું પરેપકારી કાર્યોમાં ખચી નાંખું છું.”
જગતમાં નિસ્વાર્થપણે સેવા કરનારા તે કઈ વિરલાજ. હોય છે. બીજાના દુઃખે દુઃખી તે પ્રભુપદને ઉમેદવાર હોય તે જ થઈ શકે.” કુમારે કહ્યું.
અમારા જેવા તે બીજું શું કરી શકે ! છતાં યથાશક્તિ અમારાથી બને તેટલું કરીને મનુષ્ય જીવન કેમ સફળ થાયપરમાર્થમાં જાય, તે માટે મળેલી તકને લાભ લેવાને અમે બનતા સુધી ન ચૂકીએ.”
મહારાજ! છેલી એક વાત કહો. મારો ઉદય કઈ દિશાએ જવાથી-કયાં જવાથી થશે?” કુમારે પૂછયું.
અગડદર કુમારને આ પ્રશ્ન સાંભળીને નિમિતિ વિચારમાં
Page #203
--------------------------------------------------------------------------
________________
દેશ
૧૮૧ પડ, કંઈક ગણતરી કરી, નિરીક્ષણ કર્યું, અને છેવટે જણાવ્યું
કુમાર ! આ કામદેવ–રતિપતિના મંદિરથી પૂર્વ દિશામાં જજે, કાશી દેશમાં જજે, ત્યાં વાણુરસી નગરીમાં તમારા ભાગ્યને ઉદય થશે–તમારા મનેરા બધા સિદ્ધ થશે.”
આ૫નું વચન હું અંગીકાર કરું છું.” રાજકુમારે નિમિનિયાનું વચન માથે ચઢાવ્યું અને પિતાના અંગ ઉપરના આભૂષણમાંથી એક લાખ રૂપિયાનું આભૂષણ તેને દક્ષિણામાં આધુ.
વાર્તાવિનોદમાં ને પછી નિામાં ત્રણ પહોર રાત્રી અને જણાએ વ્યતિક્રમાવી. રાત્રીના ચતુર્થ પ્રહરે–અગડદત્તકુમાર પૂર્વ દિશા તરફ ચાલે, અને નિમિત્તિયે પિતાના ઈચ્છિત સ્થાનકે ચાલ્યા ગયે.
અડદનકુમાર અનેક ગ્રામ, નગ સરેવર અને વન જેતે ખેટક પકૂણ–ખેડા આવ્યો, તે ગામ જે ત્યાંથી આગળ વન, સરેવર પ્રમુખ નિરખતે-અનેક પ્રકારનાં કેતુક જેતે એક ગિરિ નજીક આ, કેતુથી તેની ઉપર ચઢ્યો, તે ત્યાં વળામાતાનું એક મંદિર આવેલું હતું. તેની આગળ બે પુરૂષે જાપ-ધ્યાન કરતા તેણે દીઠા, ને અગ્નિકુંડમાં હોમ-હવન કરતા જોયા. પણ બને પુરૂષોને વિદ્યા સિદ્ધ થતી નહોતી. તે પુરૂષોએ આ નવીન આગંતુકને જોઇને ઉભા થઈ જુહાર કર્યા અને બેલ્યા–“તમારા આવવાથી અમારા મરથ પૂર્ણ થશે. હાલ, તલવાર અને પહેરવેશ ઉપરથી તમે ક્ષત્રી જેવા લાગે છે, પરદેશી મુસાફર ! તમે કાંઈ ઘણે દૂરથી આવે છે?”
તમારૂં અનુમાન સત્ય છે. મારા સરખું કામકાજ હેાય તે બેશક કહે. મારાથી બનતી ગ્ય મદદ હું તમને આપીશ.” રાજકુમારે કહ્યું.
કુમાર ! ગુરૂએ મને વિદ્યા આપી છે, તે હું સિદ્ધ કરૂં છું; પણ ઉત્તરસાધક વિના મારું કાર્ય પાર પડતું નથી. માટે જે મારા ઉત્તરસાધક થાએ તે હું એ વિદ્યાને સાધ્ય કરૂં !” તે બન્ને જણમાંથી એક જણ બોલ્યા
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૨
બસ્મિલકુમાર. તમે તમારી વિદ્યા નિર્ભયપણે સાધ્ય કરે. હું ખર્શ ગ્રહણ કરીને તમારી પાસે ચોકી કરતો ઉભો છું. કેઈ તમને પીડી શકશે નહિ ” કુમારે કહ્યું.
એમ કહી રાજકુમાર ખર્શ ખેંચીને તેમની ચોકી કરતા ઉભે, અને બન્ને જણ વિદ્યાને જાપ કરતા મંત્ર સિદ્ધ કરવા લાગ્યા. તેમની ક્રિયાના પ્રાબલ્યપણાથી વજામાતા એકદમ પ્રગટ થઈ અને બેલી “હે રાજકુમાર ! આ બને ખેડા ગામના ધણીના કુમાર એકજ માતાના ઉદરથી જન્મેલા છે, વયમાં આવતાં બન્ને જણું નીતિશાસ્ત્ર વગેરે ભણીને કળાકુશળ થયા; પરન્તુ જેવું પાત્ર તેજ લાભ થાય છે. એક સુમતિ અને બીજે દુર્મતિ. એ પ્રમાણે જગતમાં તે પ્રસિદ્ધ થયા. શત્રુઓથી પરાભવ પામી તે બન્ને પિતાની નગરી છેડી જમુના પાર ગયા. ત્યાં મથુરાના વૃંદાવનમાં તેમને એક જોગી મળે. મંત્ર તંત્રને જાણ અને ગુણને સમુદ્ર એ તે જગી મહા સમર્થ હતા. ચોસઠ ચેગિની પણ જેના ચરણમાં પી નમન કરતી હતી, તે જોગીને નાદપુરી નામે એક ચેલ હતો. તે અવિનયી, વ્યસની, જૂઠે અને દગાથી ભરેલો હતો. ગુરૂને દ્વેષી થવાથી લોકોએ ગુરૂથી તેને દૂર કર્યો. દુર્મતિએ તેની સોબત કરી રોજ તેની પાસે સુવા લાગ્યા, અને તેઓ ભંગી જેવા ગુરૂનાં છિદ્ર જેવા લાગ્યા. જગતમાં જેવાને તેવા મળી જાય છે, અંધાને હૈયાકુટાઓ આવી મળે છે. જોઈતાને જોઈતું મળી રહે છે. મૂરખને મૂરખ મળે છે, ચતુરને ચતુર મળે છે, નીચ જને છુપાં કૃત્ય ગમે તે કરે પણ તે કેણ જુએ છે? ગધેડું ભૂકે કે કુતરૂં રડે અથવા તે ખરનું મુખ ચાટે તેમ જેનીચના પ્રસંગને લઈને વટલાય તેને કણ જુએ નખેદપુરી હમેશાં ગુરૂથી છળ ભેદ રમવા લાગ્યો, જેથી ગુરૂની સેવા માટે તે આવે તે પણ ગુરૂને ગમતું નહોતું, કેમકે તેમ વચન કહીને ગુરૂને દમન કરી રંજાડતા હતા. જગતમાં પણ રાહુને પરાભવ બ્રિજરાજ (ચંદ્ર) સહન કરે છે, પરંતુ તેનું શાંતિભર્યું અમૃત રાહુ મેળવી શકતા નથી. ગુરૂ પણ ધ્યાન સમેતે કુશિષ્યને દૂર રાખતા. આવા કુશિષ્યની બતથી દુર્મતિ ગુરૂની સાચી ભક્તિ કરી શકે નહિ. પછી દેવી સુમતિને કહે છે-“હે સુમતિ! તેં ગુરૂની સાચી ભક્તિ કરી છે અને તે સેવાના ફળ તરીકે
Page #205
--------------------------------------------------------------------------
________________
દેશવટો.
૧૮૩ ગુરૂએ તને બે વિદ્યાએ ઉલાસથી આપી છે, તે વિદ્યાઓ તેપણુ ગુરૂને પાયે નમીને ગ્રહણ કરી છે. વળી ગુરૂએ તને તે વિદ્યા સિદ્ધ કરવાને અહીં મોકલ્યો છે તે પણ વિનયે કરીને મોહિની અને શત્રુપરાજયિની બન્ને વિદ્યાઓ મારી આગળ સિદ્ધ કરી છે, તે તે બનેની હું તને સિદ્ધિ આપું છું. મારાં વચનથી તે બન્ને વિદ્યાઓ તને સિદ્ધ થશે. હવે તું તારા ઘર પ્રત્યે જા. તારા ભાઈ આ દુર્મતિને એકે વિદ્યા સિદ્ધ થશે નહિ; કેમકે ગુરૂએ પ્રસન્ન થઈને તેને આપી નથી, પણ ગુરૂથી ચોરી કરીને એ વિદ્યાઓ તેણે લઈ લીધી છે તેથી તેને સિદ્ધ થશે નહીં.” એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. પછી ત્રણે જણાએ પિતપોતાનું કાર્ય પૂર્ણ કરીને જોજન પકાવી ઉદરને ઈન્સાફ આપે, અને શ્રમિત થયેલા હોવાથી આરામ લેવા લાગ્યા.
વિદ્યા, મંત્ર, તંત્ર, કેયંત્ર એ સર્વ વિનય વડે ગુરૂ પાસેથી પ્રાપ્ત કર્યા હોય તેજ ફળદાયક થાય છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે –
लोभी मत्सरिणांगभूषणपरो नीचप्रसंगी सदा, __छिद्रान्वेषक सदगुरोरविनयी द्वेषी गुरुणामपि; .. . धूर्तोऽसत्यप्रकल्प लंपट खलः दुष्टः कुमार्गानुग
स्तेषां यंत्रकमंत्रसाधनविधि सिध्यन्ति नो कहिचित् ॥ १ ॥
ભાવાર્થ-“અતિલોભી, ઘણે મત્સર કરનાર, વૃત્તિવાળે, હલકા જનની સેબત કરનાર, અન્યનાં છિદ્ર જેનાર, સદ્ગુરૂને અવિનયી, ગુરૂને દ્વેષ કરનાર, ધૂર્ત, હમેશાં અસત્ય બોલનાર, પરદારા-વેશ્યા લંપટ, બળ, જીવહિંસાદિક દુષ્ટ કામ કરનાર અને કુમાગે ગમન કરનાર-એવા પુરૂષોને યંત્ર, મંત્ર, તંત્ર કે કાંઈપણ સાધનવિધિ ક્યારે પણ સિદ્ધ થતાં નથી.”
આરામ લઈને જાગૃત થયા પછી રાજકુમાર અને સુમતિને છુટા પડવાને સમય આવ્યો, તેવારે સુમતિએ કુમારને બહુ ઉપકાર માન્યો અને તેના સ્મરણ તરીકે. કુમારને મોહિની મંત્ર આપે. કુમાર પણ મંત્ર લઈને તેને નમસ્કાર કરી આગળ ચાલ્ય, અને સુમતિ દુર્મતિની સાથે પિતાને સ્થાનકે ગયે.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ધમ્બિલ કુમારે. અગડદત્તકુમાર ફરતો-ફરતે અમરાવતી નગરીએ આવ્યું. તે ત્યાં બહારના ઉદ્યાનમાં કઈ મુનિ ધર્મોપદેશ દેતા હતા. તેમને વંદન-નમસ્કાર કરીને ધર્મોપદેશ સાંભળવા તે બેઠે. મુનિને ધર્મોપદેશ સાંભળી તેના ચિત્તમાં કષાયને કાંઈક ઉપશમ ભાવ થ, હદયમાં શીતળતા થઈ, જેથી દેશનાને અંતે મુનિ પાસે જીવહિંસા અને ચોરીને તેણે નિયમ લીધો. રાજકુમારે ગુરૂને નમીને
ભગવદ્ ! નિયમ આપીને આજે મને સંસારથકી ઉદ્ધર્યો–મને ભવસાગરથી તા.” વગેરે ભાવભર્યા-ભક્તિભરેલા શબ્દો કહી ગુરૂને આભાર માન્ય.
કુમાર ! તમને આપેલા નિયમનું હંમેશ સ્મરણ કરે છે. તેનું પાલન કરજે, પણ વ્રત લઈને તેને ભંગ કરશે નહિ. ક્ષત્રીઓ લીધેલી પ્રતિજ્ઞા કદિ છોડતા નથી. બેલેલું વચન, આપેલે કેલ કદાપિડતા નથી.” આ પ્રમાણે કહીને ગુરૂએ હંમેશ વ્રતનું સ્મરણ અને રક્ષણ કરવા સૂચવ્યું.
પ્રભુ! એ વ્રત–પ્રતિજ્ઞાઓ તે માટે પ્રાણ સાટે છે. ગમે તેવી સ્થિતિમાં પણ એજ મારું જીવન છે-જીવનને મહામંત્ર છે. આપની પાસેથી લીધેલાં એ વ્રતનું પ્રતિદિવસ હું પાલન કરીશ. ગમે તવી મુશીબતમાં પણ હું તનું રક્ષણ કરીશ.” કુમારે કહ્યું.
એ વ્રત તમારી રક્ષા કરશે, અનેક આફતમાંથી–સંકટમાંથી પ્રચ્છન્નપણે તમને બચાવશે-સહાય કરશે. માણસોને કવચિત્ એવો પણ સંજોગ ઉભું થાય છે કે વ્રતભંગ થવાને પ્રસંગ ઉપસ્થિત થાય, પરંતુ એવા સમયે તેના સત્યની કસોટી થતાં એવી કઠીણ પરીક્ષામાંથી જે તે પાસ થાય છે–ફત્તેહ મેળવે છે, તે તે જીતી જાય છે. બારે માસ ભલેને વ્રત પાલન કરે પણ કસોટીના સમયે જે તે ચૂકી જાય-વતનો ભંગ કરે તો તે સર્વસ્વ હારી જાય છે. તત્પર્યત પાળેલું વ્રત તેનું વ્યર્થ જાય છે, તેની ખરી પરીક્ષા તે કટીના સમયે જ થાય છે.” ગુરૂએ સમયોચિત કહ્યું.
સ્વામિન ! મનુષ્યજન્મ જેવો ઉત્તમ જન્મ અને આપજેવા ગુરૂનો સમાગમ તો પૂર્વના પુણ્યથી જ થાય છે અને તેમાં પણ વ્રત લેવાની ઈચ્છા તો એથી પણ અધિક પુણ્ય હેય તેજ થાય છે....કુમારે કહ્યું,
Page #207
--------------------------------------------------------------------------
________________
વાણારસીમાં.
૧૮૫ બરાબર છે. પૂર્વે આરાધ્યું હોય તો જ આ ભવમાં ઉદય આવે છે-ઈચ્છા થાય છે.”
“પ્રભુ ! આપના પસાથે સર્વ સારું થશે. સત્સંગતિનું પરિણામ હંમેશાં સારૂં જ આવે છે.”
કુમાર ! વ્રતનું રક્ષણ કરતાં પરદેશમાં–માર્ગમાં એ સાચા મિત્રનું કાર્ય કરે છે તે ધ્યાનમાં રાખજે. જેમ બને તેમ પાપકાર્યથી દૂર રહેજો.”
આપનું વચન માથે ચઢાવું છું.” રાજકુમાર આ પ્રમાણે કહી ગુરૂને નમીને ત્યાંથી આગળ ચાલ્ય.
પ્રકરણ ૩૧ મું.
વાણારસીમાં.” પવિત્ર સુરસરિતા-ગંગાના જળ પૃથ્વીના ઘણા પ્રદેશનું રૂંધન કરતાં જગતની સપાટી ઉપર વહી રહ્યાં છે. નાની નાવડીઓ તેમજ મેટાં વહાણો ગંગાનદીમાં આમતેમ ડેલતાં નજરે પડે છે. એ કાળાં ભ્રમર જેવાં જણાતાં ગંગાના જળ અગાધ ને ઉંડાં હતાં. નાના મોટા અનેક જળચર જંતુઓ તેમાં કલ્લોલ કરતા કવચિત્ કવચિત્ જલ સપાટી પર તરી આવતા હતા. માનવના ઉંડા હદયની માફક એ અધિક ઉંડા જળનું માપણું કરવાનું કાર્ય મહત્વભર્યું હતું. તેના બાંધેલા નકશીદાર ઘાટોથી નદીની શોભા ઘણી જ સુંદર જણાતી હતી. કિનારાપરજ મોટું કાશીનગર–વાણારસી શહેર આવેલું પોતાની શોભામાં અધિક વધારે કરી રહ્યું હતું. શહેરના મોટા મોટા બુરજો, મકાન અને નગરીના દેખાવે કિનારે રહ્યાં પણું રમણીય જણાતા હતા. રામઘાટ, મણિકર્ણિકાને ઘાટ, ભદેલીઘાટ વગેરે બાંધેલા ઘાટે શહેરને શોભાવી રહ્યા હતા. એ સુરસરિતાનું પવિત્ર જળ હજાર હજાર ગાઉથી લેકે
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ધમ્મિલ કુમાર, મંગાવતા હતા. તે એવું પવિત્ર ગણાતું હતું. સારા ભારતવર્ષ ઉપર તેના પવિત્રપણાની છાપ સચોટ હતી. જેવી રીતે ગંગાનું જળ પરદેશમાં પવિત્ર મનાતું હતું, તેવી જ રીતે કાશી શહેર પણ ભારતવર્ષમાં હિંદુઓને માટે પુણ્યનાં ધામસ્વરૂપ ગણાતું હતું. ભારતના મનુષ્યને આધારરૂપ, પંથીજનેને પ્રાણસ્વરૂપ અને તૃષાતુર જનેને અમૃતમય એવી ગંગાનદીના તટ ઉપર અત્યારે પરદેશી જેવો જણાતે એક ક્ષત્રીય-પુરૂષ થાપા હાથપગ ધોતે અને શ્રમને દૂર કરતો નિર્મળ પાણું પીતો નજરે પડે છે. ગંગાના લાંબા પટને જેતે ઘડીકમાં શહેર તરફ જેતે મનમાં કાંઈ ગડમથલ કરતે તે જણાતા હતા. “વાહ! ભારતમાં ગંગાનદી અને કાશીનું માહા
ભ્ય શ્રેષ્ઠ ગણાય છે તે સર્વીશે સત્ય છે. જરાય અતિશયોક્તિ જેવું નથી. વારણા અને અસી એ બે નદીની મધ્યમાં આ નગરી વસી માટે વાણારસી કહેવાઈ. પૂર્વના સંચિત કરીને જ આવાં આવાં દુર્લભ સ્થાને જોવાની–અવલોકન કરવાની માણસને તક મળે છે. ગંગાને અને પવિત્ર કાશીક્ષેત્રને લેકે તીર્થ તરીકે માને છે તે ખીત તીર્થસ્વરૂપજ છે, એમાં કશું પણ ખોટું નથી. પાણી પીને થોડીવાર વિશ્રાંતિ લઈ શાંત અને તે પરદેશી મુસાફરે નગરીમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારનાં કૌતુક જેતે, ફરતો ફરતે તે નગરીનું નિરીક્ષણ કરવા લાગે. અનુક્રમે એક મેટે મઠ તેના જેવામાં આવ્યો. ત્યાં અનેક વિદ્યાથીઓ-છાત્રો વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા. સામે ગાદી ઉપર ઉપાધ્યાય પવનચંડ તેમને પાઠ આપી સમજાવી રહ્યા હતા. આપણો મુસાફર પણ જ્ઞાનનો રસ ચાખવાને ત્યાં ગયો ને ઉપાધ્યાયને નમીને તેમની આગળ બેઠે.
| નવીન પરદેશીને પિતાની સમીપે બેઠે જાણુને પંડિતે સર્વ વિદ્યાર્થીઓને પાઠ આપીને એક પછી એક વિદાય ક્ય. પછી નેહપૂર્વક પૂછ્યું-“ભાઈ ! કેણ દેશથી તમે આવ્યા છે? અને તમારું નામ શું ? શા કારણે અહીં આવવું પડ્યું ? કયા ઉત્તમ વંશમાં તમે ઉત્પન્ન થયા છો? તે સર્વ વાત નિવેદન કરે કે જેથી અમારો આત્મા સંતોષ પામે.”
તેના જવાબમાં કુંવરે-તે પરદેશીએ પિતાનું ચરિત્ર ટુંકા
Page #209
--------------------------------------------------------------------------
________________
વાણારસીમાં.
૧૮૭
ણમાં કહી સંભળાવ્યું. અથથી તે ઈતિપર્યત તેનું વૃત્તાંત સાંભળીને ઉપાધ્યાય બેલ્યા-“વત્સ! માતપિતાને તયા એ રૂડું કાર્ય કર્યું નહિ. જ્ઞાતિજનમાં તેમજ સજન વગેરે સમુદાયમાં એવું કામ કરતાં તેને લજજા ન આવી. માતપિતા એ જગતમાં તીર્થ
સ્વરૂપ છે, જેથી ઉત્તમ જને તો નિરંતર તેમના ચરણનું પૂજન કરે છે. શાસ્ત્રોમાં પણ માતપિતાને પુત્ર ઉપર કેટલે બધો ઉપકાર વખાણ્યો છે. માતપિતા અને ગુરૂની કડવી વાણું પણ ભવિષ્યમાં હિત કરનારી થાય છે. રેગી માણસ ઓષધથી રોગને નાશ થતાં વૈદ્યને વખાણે છે. માબાપ અને ગુરૂ ગમે તેટલી તાડના તજના કરે પણ એથી એ પુત્રને ઉન્માર્ગેથી વારે છે–તેનું હિત કરે છે. ઝવેરી મણિને ઘસે છે ત્યારે જ તેનું તેજ વધે છે. માતાપિતા તે દેષને વડે પણ કાંઈ પુત્રને વડતા નથી. જેમ મંત્રને જાણનાર જેના દિલમાં ભૂત પેઠું હોય તેને મંત્રવડે કરીને પછાડે છે, તેથી કાંઈ તે મનુષ્યને પછાડ નથી પણ ભૂતને પછાડે છે. જગતમાં માણસ ગુણે કરીને મોટાઈ પામે છે, પારકે કે પોતાને એવું કાંઈ તેમાં જેવાતું નથી; કેમકે શરીર ઉપરથી મળ દૂર કરાય છે, અને વનમાં જન્મેલું કુસુમ મસ્તકે ધરાય છે. માતપિતા, ગુરૂ એ સર્વ પિતાપિતાના કુળમાં રહ્યા થકા મહત્તાને પ્રાપ્ત કરાવે છે. જે સાંભળ ! ઠાણુપુર નગસ્માં સુંદર નામે વ્યવહારી હતા. તે વૃદ્ધ માતપિતાને ચરણે નમીને રેજ ભજન કરતે. તેને વિજયમાન બે પુત્ર હતા, બહ વ્યાપાર કરવાથી ઘણું દ્રવ્યને તે સ્વામી થયું હતું. પણ કુદરતને નિયમ છે કે જેમ લાભ વધતું જાય તેમ લાભ પણ વૃદ્ધિ પામે છે. જેમ ઇંધણથી અગ્નિ વધે છે તેમ લાભથી લાભ વધે છે. એવા તૃષ્ણારૂપી દાહને સમાવવા તે જ્ઞાન-વૈરાગ્યની જરૂર છે, પણ ગુરૂ વિના જ્ઞાન મળે નહીં ને અતિ લાભે સુબૂમ ચક્રવતીની માફક અતિ લોભ થાય. તે સુંદર વ્યવહારી પણ ઘણે માલ લઈને જહાજે ચઢ્યો. પિતાના માતાપિતા વિગેરેને સમજાવી અને પુત્ર વિગેરેની સાથે તે વહાણે ચઢ્યો. ઘર હાટ વિગેરે સજજન કુટુંબીજનને ભળાવી પરદેશ ગયે. ભાગ્યને સમુદ્રની મધ્યભાગે આવતાં જ પ્રચંડ પવનના પ્રતાપથી માટે પ્રલય થયે–સમુદ્ર ખળભળી રહ્યો, સર્વે પ્રભુનું
Page #210
--------------------------------------------------------------------------
________________
tee
યસ્મિલ કુમાર
નામ સ્મરણ કરતાં જળશાયી થયા અને વહાણુ પણ શતખડ થઇ ભાંગી ગયું. માતા, પિતા, પુત્ર, સ્ત્રી એ સર્વ જળમાં ડુખી ગયાં અને ભાગ્યયેાગે સુ ંદર શેઠ એક કાઇના પાટીઆના અવલખનથી સમુદ્રને કાંઠે આવ્યેા. અનુક્રમે ભમતા ભમતા ઠાણાપુર નગરે તે પેાતાને ઘેર આવ્યા. ત્યાં માતાપિતાનું મૃત કાર્ય કરીને નવી સ્ત્રી પરણ્યા. અનુક્રમે તેને પુત્રા થયા. ધન પણ કમાણેા. એવી રીતે સ્ત્રી, પુત્ર, ધન વિગેરે સર્વ કાંઇ મળ્યું, પણ એક માતાપિતાફીને મળ્યાં નહિ, જેથી જીવિત પર્યંત તેનુ હૈયું મળ્યા કર્યું....”
ઉપાધ્યાયના ઉપદેશ સાંભળીને તે ગુરૂના ચરણે નમીને એલ્ચા—ગુરૂરાજ ! ખચીત આજે તમે મને પ્રતિબાધ કર્યો, જેથી મારાં મનાવાંચ્છિત સિદ્ધ થયાં. હૈ તાત ! તમારી શિક્ષા મેં માન્ય કરી, પણ હવે હમણાં મારૂં મન શાસ્ત્રકળા ભણવામાં આતુર થયું છે; જેથી ભણીગણીને પછી પિતાના ચરણ પૂજવાને માટે તમારી આજ્ઞા લઈને જઈશ. ” અગડદત્ત કુમારે એ પ્રમાણે કહીને ઉપાધ્યાયનુ દિલ મનાવ્યું.
તેની એવા પ્રકારની વાણી સાંભળીને પંડિત મનમાં ઘણેાજ ખુશી થયા. કુમારને પાતાને મ ંદિરે–મકાને તેડી જઇ સ્નાન પાન ભાજન વગેરે કરાવી સ્વચ્છ વસ્ત્રો પહેરવા આપ્યાં. પછી ઉપાધ્યાય ખેલ્યા. “ વત્સ ! પિતાને ઘેર રહીને જેવા વિલાસ કરતા હતા, તેવીજ રીતે અહીં પણ રહીને મન માને તેવી મેાજ કર. પંડિતની લાગણી જાણી કુમારે તેમના આભાર માન્યા. ગુરૂ વચન પ્રમાણ કરી માતપિતાની માફ્ક ગુરૂની સેવા કરતાં ગુરૂ પાસે જ્ઞાનકળાના તે અભ્યાસ કરવા લાગ્યા. શસ્રકળાના અભ્યાસ પણ કરવા લાગ્યા. વિનયથી શાસ્ત્ર અને શસ્ત્ર કળાના તે પારગામી થયા.
©D—
પ્રકરણ ૩૨ મું.
• મદનમજરી. ’
“ કેવી સરસ પુષ્પાની સુવાસ આવે છે? શુ આ ખાગમાંથી ફાઇ વૃક્ષની સુગંધી આવે છે? તે શું કમળની છે કે જીલાખની છે? કાંઇ
Page #211
--------------------------------------------------------------------------
________________
મદનમંજરી.
૧૮૯ કળાતું નથી. છતાં સુગંધી તે ચિત્તાકર્ષક છે એમાં સંદેહ નથી. આજે મારી ધનુર્વિદ્યા અજમાવું. એ સુગંધી કયાંથી આવે છે તેની તપાસ ચલાવું.” કાશી નગરના એક રમણીય ઉપવનમાંવાટિકામાં સ્વેચ્છાએ વિહાર કરતા-રમતા એક ધનુર્ધારી વર-ક્ષત્રીય જેવા જણાતા પુરૂષે ઉદ્યાનમાં ફરતાં એ પ્રમાણે વિચાર્યું. મંદમંદ પવન મનને ખુશ કરી રહ્યો હતે. ઉદ્યાનની એ નાજુક લતાઓ પવનની લહેરીઓથી વાંકી વળીને આગંતુકને વધામણાં દઈ રહી હતી. નમી નમીને સલામ કરી રહી હતી. તરતજ એ દિલખુશ સુગંધી કયાંથી આવે છે? તે જાણવાને તે વીરપુરૂષે ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. બરાબર લક્ષ્યવેધી મંદમંદ પવનની એ શિતળ લહેરીઓ સુગંધને જે દિશામાંથી ખેંચી લાવતી હતી, તે તરફ લક્ષ્ય રાખીને બાણ છોડ્યું. સાચા ધનુર્ધારીનું બાણ લક્ષ્યબિંદુને જ વિંધે છે પછી લક્ષ્યાબંદુ ગમે તે સ્થિતિમાં હેય. વૃક્ષ ઉપર રહેલી અમુક ડાળીના અમુક પાંદડાને બાણાવળી બાણથી વિંધી નાખે, છતાં નજીક રહેલાં પાંદડાંને લેશ માત્ર ઈજા થતી નથી. વીર ધનુર્ધારી અને તેજ રીતે રાધાવેધ સાધીને દ્રોપદીને મેળવી હતી. ધનુષ્યમાંથી એ વીર પુરૂષનું અમોઘ બાણ છુટયું કે તરત જ કુસુમનો એક નાજુક દડે છિન્નભિન્ન થઈને જમીન ઉપર પડ્યો. કુમારની નજર તેની ઉપર પડતાં ચમક. “અહો ! આ શો ઉત્પાત ! સ્ત્રીના કેશ કલાપને શોભાવનાર એ પુષ્પ ગુચ્છ છે. નિશ્ચય કઈ રમણનો એ હશે ! એ સુંદરી નજીકમાં જ હોવી જોઈએ. જેનો કુસમ દડે આ અત્યંત સુગંધમય છે તેની પહેરનારી રમણ કેવી મનમોહક હશે?” એટલામાં પાછળ અસરાને તિરસ્કાર કરતી પિતાના મૃદુ અધરને મંદમંદ સ્કુરાવતી નવીન ઑવનમાં આવેલી વસંતઋતુમાં વનવિહાર કરવાને જાણે વનદેવી આવી હોય તેવી બાળાને તેણે દીઠી. સાક્ષાત્ શકિતજ જાણે સ્ત્રીનું રૂપ કરીને આવી હોય એવી તેણીને જોઈને કુમાર મેહ પામ્યો. રમણી પણ કામદેવના અનુજ બંધુ સમાન આ વીર પુરૂષને જોઈને મેહ પામી. તેણીએ પોતાના જગુટીરૂપી ધનુષ્યમાંથી શરસંધાન કરી નેત્ર કટાક્ષરૂપી બાણે મૂકવાં શરૂ કર્યા. જે કુમારનાં હૃદયમાં આરપાર ઉતરી ગયાં. આ કુમાર તે
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ધમ્મિલ કુમાર. આપણી કથાનો નાયક અગડદત્ત પિતેજ હતે. મંદ મંદ ડગલાં ભરતી ગજગામિની એવી પદ્મિની સમાન તે સુંદરી પાસે આવી. “કુમાર ! તૃણને કાપવા માટે કુહાડાના ઘાવ ન જોઈએ.” પોતાનાં મૃગનયને નચાવતી તે રમણ બોલી. “જુઓ ! મારા કિંમતી કુસુમ દડે તમે છિન્નભિન્ન કરી નાખ્યું. મારા હૃદયની શાંતિનો તમે ભંગ કરી નાખ્યા.” બાળાએ મૃદુ ઠપકો આપે. - “મહેરબાની કરીને તમારી આંખે ન નચાવો ! કામદેવના માગે ચઢેલા આ મૃતકને વિશેષ ન મારે ! વિધિએ કઈ ફુરસદે આ પ્રતિબિંબ પાડેલું છે કે જેને જોતાં જ મારું દિલ અતિશય મુંઝાયું છે.” કુમારે સવિકાર દ્રષ્ટિથી તે રમણને કહ્યું. કામના તાપથી સંતપ્ત થયેલું હૃદય તરફડતું હતું. શરીર વિહંળતાથી ધ્રૂજતું હતું.
મારી પણ એજ સ્થિતિ છે. જ્યારથી તમને જોયા છે, ત્યારથી જ મારું મન મુંઝાઈ ગયું છે. અંતરના દુખની છુપી વાત કેને કહીએ? કહીએ તે જગતમાં ઉલટાં ફજેત થઈએ-દિવાનાં ગણાઈએ.” સુંદરીએ પોતાના દિલની વાત કુમારને કહી સંભળાવી.
સુંદરી! તું કેણ છે? ક્યાં રહે છે? કેની પુત્રી છે? તે ખુલાસાથી કહે. રમણું! જેવી સ્થિતિ સારી છે તેવી જ મારી છે.” કુમારે સુંદરીની હકીકત જાણવાને ઈચછયું, છતાં હૃદયમાં તે કાંઈ કાંઈ મનેાર થતા હતા. તેણીને પિતાની કરવાની આતુરતા વદન ઉપર સ્પષ્ટ જણાતી હતી. આકૃતિના કુટ ભાવો જ હૃદયના ગુહ્ય ભેદને ઉકેલી બતાવતા હતા.
આજ કાશીનગરમાં બંધુદત્ત નામે ધુરંધર શેઠ વસે છે. જુઓ ! આ નાકની દાંડી સામે દેવવિમાનને હસે તે પેલો સુંદર તેને મહેલ છે. તે શેઠને લક્ષ્મીવતી નામે સ્ત્રી છે. જેને લક્ષ્મી હમેશાં પાયે પડેલી રહે છે. તેમની હું મદનમંજરી નામે કુંવરી-બેટી છું. વિધાતાએ મને સાંદર્યવાન ઘડી છે. વનવયમાં એ સંદર્યને તેણે અધિક ખીલાવ્યું.પિતાની મહેરથી ગુરૂનાગ પામીને સ્ત્રીની ચેસઠકળામાં તે પ્રવીણ થઈ.” એવી રીતે મંજરીએ પોતાની ઓળખ આપી. એ કેમળ હૈયું ધડક્યા કરતું હતું. એકાંત હતી. નવીન વન હતું.
Page #213
--------------------------------------------------------------------------
________________
મદનમંજરી.
૧૯ સુંદર તરૂણને રોગ હતો. હૃદયમાં હાવભાવ ભરી કોઈક ઉર્મિ ઉછળી રહી હતી. શબ્દો તે જાણે એ ચંદ્રવદનમાંથી મેંઘેરાં પુપો ખરતાં હતાં.
તું પરણી છે કે કુમારી? તારા એ જવાબમાં જ આપણું ભવિષ્યના સુખનો આધાર છે.” પ્રશ્ન પૂછીને તેને જવાબ સાંભળવાને કુમારનું હદય આતુર થઈ રહ્યું હતું.
થોડા વખત પહેલાં અહીં એક શેઠને બાળક હતું. તેની સાથે માતપિતા ને સગાંસંબંધીએ મળીને મારે વિવાહ કર્યો; પરન્તુ મારે ને તેને મેળ મળ્યો નહિ. એકદમ વાસભુવનમાં અમે એકત્ર મળ્યાં, પણ તે મૂર્ખ મારાથી બીને નાશી ગયે. તે પોતાને ઘેર જતે રહ્યો. કર્મથી વિટંબના પામેલી હું નિરાશ થઈને મારે મંદિર આવી. કૃપણના હાથમાં લક્ષમી આવે તેના કરતાં તે ન આવે તે સારી; મંદમતિ ઉપર પ્રસન્ન થઈને ભારતી શું કરે? તેમજ ચતુર નારીને મૂર્ખ પતિ મળે તેના કરતાં તો મરણ આવે તે અતિ સારું. એ વાતને આજે ઘણા દિવસો વહી ગયા. ભાગ્યેગે મહેલમાં ઉભા ઉભા અચાનક આજે તમારાં દર્શન થયાં, ને સ્નેહની મજબુત દેરીથી ખેંચાણી સતી હું તમારે ચરણે આવી છું. જેમ ચંદ્રમાના દર્શને ચકેરીનું હૈયું હરખાય તેમ તમારા દર્શને હું હાવરી બની છું. હવે આ ભવમાં તે તમે જ મારા ભરથાર છો.” મંજરીએ આશાભરેલાં હૈયાવડે પોતાના અંતરને ભાવ સ્પષ્ટ કહી બતાવ્યું.
બાળા ! સર્વાશે તું મારે યોગ્ય છે. પણ જરીક વાંધા પડતું થયું છે તારામાં થોડીક અચડણ આવી છે. એ લગાર વિચારવા જેવી વાત છે. હા ! તું તદ્દન વિવાહ રહિત-દોષ રહિત હોત તે કેવું સારું થાત?”
પ્રિયતમ! એમ ન બેલે! આજથી તમે મારા સ્વામી છે, હું તમારી દાસી છું. હે ધવંતરી! કામરૂપી સપના ડંસથી હું હંસાયેલ છું, તેનું આસ્તે રહીને ઝેર ઉતારે. કેરડાને કાંટે હૈયામાં ભેંકાય છે, તેને ધીમે ધીમે બહાર કાઢો. મને શાંતિ આપે. હું તમારે શરણે આવી છું. તમારા જેવા જાંગુલી મંત્રના જાણ હાલમ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧ટર
ધામ્મલ- કુમાર. વગર એઝેર, એ કાંટા, એ વિરહને તાપ કોણ નષ્ટ કરે? ગુણવંત! મારો એ અલ્પ દોષ ન જોશે, રેગગ્રસ્ત દુર્ગધવાળી અંગુળી કાંઈ અળગી થતી નથી. દોષાકર એ ચંદ્રમા પણ શિવજીના મસ્તક ઉપર રહીને તેમને વલ્લભ થયે; માટે ઉત્તમ પુરૂષે દોષ દેતા નથી, તે તે ગુણનેજ ગ્રહણ કરે છે. આકૃતિએ રાજકુમાર સમાન જાણીને મેં તમને મારા નાથ બનાવ્યા છે. ક્ષત્રીઓ શરણે આવેલા પ્રાણુતે પણ ત્યાગ કરતા નથી. તેમ છતાં જે મારી પ્રાર્થનાનો ભંગ કરશે તે આપઘાત કરીને હું આજ રાતમાં જ મરી જઈશ અને આ અસહ્ય દુઃખથી મુક્ત થઈશ!”
સુવદને ! જેવી તું મને ચાહે છે તે જ હું તને ચાહું છું. આ મારું હૈયું ઉકેલીને જે ! તારે માટે કે પ્રેમને ઉભરે તેમાં ભરેલો છે? હૈયું જ હૈયાની સાક્ષી પૂરે છે.” કુમારે જણાવ્યું.
મને છોડશે તે નહિ? હાલમ! વચનથી કહે કે હું હંમેશ તારે ને તારો જ રહીશ.”
“પ્યારી ! તારા નેહ-સદ મને મુગ્ધ કર્યો છે. જીવન પર્વતની હું તને મારી સહચરી બનાવીશ.”
હાશ, હવે હું હરખાણી. આજે મારી આશા પૂર્ણ થઈ.” બાળાએ કહ્યું.
અને હું પણ ભાગ્યશાળી કે તારા જેવી રાજ્યરાણું મને મળી.” એમ બોલતે ધડકતે હૈયે કુમાર એકદમ મંજરીની લગોલગ આવીપોંચે.
ગૃહના વિશાળ ઉપવનમાં અત્યારે એકાંત હતી, અવર જનના આવાગમનના અભાવથી શાંતિ જણાતી હતી; છતાં આ નવીન પ્રણયી યુગલનાં ભૂખ્યાં દિલડાં અશાંતિથી ધડકી રહ્યાં હતાં. કામદેવ પિતાનું દિવ્ય ધનુષ્ય ધારણ કરીને મદન યુદ્ધમાં તેમને પરાસ્ત કરવાને સજજ થઈ ઉભે હતે. એ વીર ધનુર્ધારીને કર્યો સંસારી જીવ જીતી ગયે છે? નિરંતર વેદનું અધ્યયન કરનારા સૃષ્ટા સ્વરૂપ બ્રહ્માને-ચતુમુખધારીને પોતાની પુત્રીમાં તેણે લપટાવ્યા. હિમાલયતનયા પાર્વતીભવાની જેવી પત્ની છતાં શંભુએ ગંગાને ઉપપત્ની બનાવીને પાર્વતી
Page #215
--------------------------------------------------------------------------
________________
થાણારસીમાં.
૧૯૩
ના ભયથી તેને પેાતાની મસ્તક ઉપર રહેલી જટામાં છુપાવી. અરે એથી પણ વધારે તા એ છે કે એક ભીલડીમાં એ ભાળાનાથ—શ કરે આસક્ત બનીને ફજેતી કરાવી; અને વિષ્ણુ તે સ્ત્રીઓના ઝઘડા ચુકવવામાંથીજ નવરા ન પડ્યા. એવા ઘણા મહાન પુરૂષાને પરાજય પમાડીને સ્ત્રીઓએ આધિન મનાવ્યા છે.
અગડદત્ત કુમારે પણ એ કેળના ગર્ભ જેવી મંજરીનેા નાજુક હસ્ત પાતાના હાથમાં લીધેા. “ મજરી! પ્રિય મંજરી ! આજથી સમજ કે તું મારી પ્રાણપ્રિયા છેં.” અવાજમાં ધ્રૂજારી હતી. અ ંદર ઝુંપાયલી મદનની ભાવના હતી. તે ભાવના મંજરી કળી ગઇ.
,,
પ્રાણનાથ! હું આપની દાસી છું. આપની આજ્ઞાને આધિન છું. ” માહકતા, મૃદુતા સર્વ કાંઇ અવાજમાં હતુ. એકાંતમાં ઉછળતા હૈયાના શબ્દો સાંભળનારને કેવા મધુર લાગે છે તે તેા તેના અનુભવીજ સમજી શકે.
ર
66
તે ચાલે ! આપણે આ લતાકુંજમાં જઇએ. ઉછળતા હૈયાનાં હીર શાંત કરીએ. ” રાજકુમારે કહ્યું.
ܕܕ
દર
પણ હજી આપણાં લગ્ન થયાં નથી, ત્યાં લગી આપણે ચૈભવું જોઇએ, પ્રિયતમ ! ” પેાતાના કામળ હાથ કુમારના ખભા ઉપર મુકતાં મ જરીએ કહ્યું, “આપણે ગાંધર્વ વિધિથી લગ્ન કરી લેશું, પ્રાણુ !” કુમારે કહ્યું.
66
‘હું અહી રહું ત્યાં સુધી તારે પિતાને ઘરે રહેવું ને સ્નેહ સાચવવા. જ્યારે અમે દેશ જઇશુ ત્યારે તને તેડી જઇશું. પટ્ટાણીપદ પણ તને આપશુ. ” કુંવરના આ શબ્દો સાંભળી મજરી ખુશી થઈ.
પછી મંજરીએ પુષ્પની માળા ગુંથીને “ પ્રાણેશ ! આપણા પ્રેમની નિશાનીરૂપ આ પુષ્પમાળ-વરમાળ આપને પહેરાવુ છુ.’ એમ કહીને કુંવરને માળા પહેરાવી અને પુષ્પથી વધાવ્યા. આંખા નૃત્ય કરવા લાગી, હૈયું હર્ષોંથી ઉભરાવા લાગ્યું. હૃદય ઉપર નીતિના અંકુશ છતાં લાડુ ચુંબકની માફક એ સ્નેહભીનાં હૃદય
પ
Page #216
--------------------------------------------------------------------------
________________
જમ્મિલ કુમાર.
૧૯૪
એક બીજા તરફ આકર્ષાયાં. એક બીજાનાં મુગ્ધ થયેલાં એ હૃદયા એક ખીજા સાથે યંત્રની માફક અથડાયાં, મળ્યાં, ભેટ્યાં અને તૃપ્ત થઇને છૂટાં પડ્યાં. તૃપ્તિના આનંદ, હૃદયની શાંતિ, મિલન પછીના સમયમાં અવર્ણ નિય હતાં,
પ્રકરણ ૩૩ મું.
• ગજમદમર્દ ન ’
te
‘હાક પડે રાજપુત છુપે નહિ, સૂર્ય છુપે નહિ વાદળ છાયા; દેશ ક્રશ પરદેશ ડ્રીરા પણ, ક છુપે નહિ ભભૂત લગાયા.
22
સમસ્ત કાશીનગર અત્યારે ભયાક્રાંત છે. જેમ જેમ લેાકેા વાતા સાંભળતા જાય છે તેમ તેમ આખા શહેરમાં નાસભાગ થતી જોવાય છે. ખજારમાં વ્યાપારીએ દુકાના ચપોચપ બંધ કરવા લાગ્યા, કાઇ આમ તેમ સંતાવાની જગ્યા શેાધવા લાગ્યા, તેા કેાઇ વૃક્ષ ઉપર ચડીને પાતાનેા જાન બચાવવાના યત્ન કરવા લાગ્યા. લેાકેામાં શાકની છાયા પ્રસરી રહી છે. એવી કાળાહળભરી સ્થિતિમાં એક ક્ષત્રીય જેવા જણાતા ઘેાડેસ્વારે નગરીમાં પ્રવેશ કર્યા, દરવાજામાં પ્રવેશ કરતાંજ દરવાજો બંધ કરી દીધા અને પોતે એક ખુણામાં ભરાઇ બેઠા. ઘેાડેસ્વાર વયમાં તરૂણ અને પરદેશી જેવા જણાતા હતા, છતાં આ નગરીમાં રહેતા હેાવાથી જાણીતા હતા. નગરીમાં પ્રવેશ કરી તુરંગને રમાડતા આગળ ચાલ્યા, તેા કાઇ વીર સુભા ભાલાં ધરીને ધસ્યા જતા હતા, કેાઈ ખડ્ગ પકડીને દોડ્યા જતા હતા, ત્યારે કોઇ ભયના માર્યા છુપાવાના યત્ન કરી રહ્યા હતા. તરૂણ ઘેાડેસ્વાર વિચારમાં પડ્યો. “અરે! આ છે શું ? તેની કાંઇ સમજ પડતી નથી.” પૂછે પણ કેને? અત્યારે વાત કરવા જેટલી કાને ફુરસદ હોય કે જે વખત જાન ગુમાવવાની ભયંકર જોખમદારી સમાંયલી હાય.આવી ભયભરી લેાકેાની કફાડી સ્થિતિ જોતા તે સાવધાનપણે અનુક્રમે બજારમાં આવ્યા. ત્યાં ગેાખમાં ઉભેલા એક
Page #217
--------------------------------------------------------------------------
________________
ગજમદમર્દન..
૧૯૫
માણસને પૂછ્યું “ કેમ ભાઇ ! આ શું તોફાન છે ? શું કઇ ભય ભરેલી વાત છે ? કહેા, શા સમાચાર છે ? ”
“ અરે ભાઇ ! તમે નગરમાં રહેા છે ને જાણતા નથી ! નગરીમાં માટે ઉત્પાત થઈ રહ્યો છે. અહીંના રાજા ભુવનપાલ જેને મહિમા પૃથ્વીમાં ગવાય છે, ખળમાં પણ જેની કાઇ સ્પર્ધા કરી શકે તેમ નથી, અને જેના નામમાત્રથી શત્રુઓનાં હૃદય થડકી રહ્યાં છે, તે રાજાના માનીતા પટ્ટહસ્તી ચંપક સર્વ હાથીઓમાં મુખ્ય છે. મદમાં આવેલા તે અત્યારે મહાવતને પણ નહિ ગણકારતા આલાનસ્થંભ ઉખેડીને નગરીમાં જ્યાં ત્યાં ભયંકર નુકશાન કરી રહ્યો છે. કાઇનાંઘર પાડે છે, કાઇનાં હાટ તેાડી પાડે છે, વચમાં આવતા માણસાને સૂંઢમાં ભરાવીને ઉછાળે છે, ભયંકર ત્રાસ વર્તાવે છે, તમે પણ નાસા, નહિતર આ તુર ંગને મારશે, તમને પણ સપડાવશે, જ્યાં લગી આ તરફ આબ્યા નથી ત્યાં સુધી નાસવાની તમેાને તક છે, જુએ! આ સુભટા ! કાઈ ભાલાં ધરીને, કાઇ ખડ્ગ ખેંચીને તેને વશ કરવાને ધસ્યા જાય છે. છેવટે પેાતાની સૂંઢથી ધળને પશુઉછાળતા, વર્ષાઋતુમાં આકાશપર છવાયેલા આષાઢી મેઘ સરખા શ્યામ સ્વરૂપવાળા, તેમજ જેનાં નેત્ર ક્રોધથી અગ્નિમાં ધગાવેલાં તામ્ર સમાન રક્તવણીય બન્યાં છે, સાતે શ્રોત જેનાં શ્રવી રહ્યાં છે, જાણે ચાલતા જંગમ ગિરિ હાય નહીં શું ? એવે! આ હાથી આવે છે, અને તેની પાછળ સાંકળ ઘસડાતી આવે છે. પણ કેાઈની તેને પકડવાની હિંમત ચાલતી નથી. ” એટલું કહીને તે માણસ અંદર ચાલ્યા ગયા. લાક પણ ખુંખારવ કરતા ગજરાજના માર્ગ માંથી દૂરને દૂર નાસવા લાગ્યા. ગજરાજ સામેથી ધસ્યા આવતા હતા, પણ આ તરૂણ ઘેાડેસ્વાર ભય રહિતપણે તેની સામે ઘેાડા ખેલાવતા ચાલ્યા જતા હતા. દૂરથી પેાતાની સન્મુખ તેને નિર્ભયપણે આવતા જોઇને ગજરાજ અધિક ક્રોધવાળા થઇ તેની જ સામે ધસ્યા. ગજરાજને પોતાની સન્મુખ આવતા જાણી એ ચતુર ઘેાડેસ્વાર તરતજ • ઘેાડા ઉપરથી. નીચે ઉતરી પડ્યો. પેાતાનું એક ઉત્તરીય વસ્ત્ર છેાડી લઘુલાઘવી કળાથી ગજરાજની સન્મુખ દોડી જઇ તેણે પાથરી દીધું, અને દૂર જતા રહ્યો. ગજરાજે પણ તે વસ્ત્રને પુરૂષ જાણીને પાતાના તુ
,,
-
Page #218
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. - શળથી પ્રહાર કરવા માંડ્યા. તે સમયે તેની દષ્ટિ ચુકાવીને ઘેડેસ્વાર તરતજ તેને પૂછડે વળગે, અને હાથીને દોડાદોડ કરાવી ખૂબ ભમાવ્યું. એવી રીતે હાથી અને કુમારનું બુદ્ધિયુદ્ધ થવા લાગ્યું. ઘોડેસ્વારે આમતેમ ભમાવી ભમરીઓ લેવડાવીને હાથીને ખૂબ ફેરવ્યું.
લેકે તે હાહાકાર કરવા લાગ્યા કે “ હાથીએ એક પરદેશી મુસાફરને હર્યો, પણ કેઈની વચમાં પડવાની હિંમત ચાલતી નહોતી. ગજરાજ ક્રોધાંધ હતા, મદાંધ હતો, તેની ભીષણ આકૃતિ જોઈને દૂરથી જ સુભટે તેને પ્રતિબદ્ધ કરવાને પ્રયત્ન કરી રહ્યા હતા. એ મદોન્મત્ત ગજરાજ તેમની આવી બાળચેષ્ટાની પરવા કરે તમ ક્યાં હતું.
મદનમંજરીએ સખી મારફતે પિતાના પ્રિયતમની આ વાત સાંભળી તેવી મૂછ પામી ગઈ. સાવધ થતાં શોકાકુળ બનીને વિલા૫ કરવા લાગી. અંતરમાં અતિ દુ:ખ ધરવા લાગી. “હા ! જેને મેં પિતાનું જીવીત આપ્યું છે તે તે આમ મને રણમાં મૂકીને ચાલી જવાની તૈયારી કરવા લાગ્યો જણાય છે. અરે ! ક્રૂર વિધિ તે આ શું કર્યું? તું માણસને આશા આપી તેને નાશ શામાટે કરે છે? અથવા તે વિશેષ શું કહું? હું જ એવી મંદભાગ્યવાળી છું કે પતિને મેળવી શકતી નથી. એક મૂર્ખ નીકળે અને બીજે નાશી ગયે. ત્રીજે ચતુર–મનમાનતે મળે ત્યારે વિધિએ–વકવિધિએ ઝુંટવી લેવા માંડ્યો! હા! હા! દેવ તે આ શું કર્યું ?”
બાઈ! શા માટે શેક કરે છે? જરા પરિણામની તે રાહ જુઓ ! જે વીરપુરૂષે જાણીબુજીને એ હાથી સામે ઝંપલાવ્યું હશે તે કાંઇ મરવાને માટે નહીં હોય! હજુ કાંઈ બાજી બગડી ગઈ નથી. એ હાથી અને એ પરદેશી એક બીજા પોતપોતાને દાવપેચ ખેલી રહ્યા છે. એક બીજાને સકંજામાં લેવાની રમત રમી રહ્યા છે. એમાં આખરે તે વિધિ સારૂં જ કરશે. દુષ્ટનું દમન થતાં સાચે માણસ વિજયને વરે છે. બેન ! ધીરજ ધરે. હૈયામાં શાંતિ રાખ.”તેની માનીતી સખીએ મંજરીને ધીરજ આપી તેના શેકપૂર્ણ દિલને શાંતિ આપી,
Page #219
--------------------------------------------------------------------------
________________
ગજમદમર્દન.
૧૭ સખી ! તું જા અને તેમની ખબર લાવ. મને તેમના વિજયની શુભ વધામણી આપ. હું તેમના વિજય માટે અનંત શકિતમાન પરમપ્રભુની પ્રાર્થના કરીશ. મારા એ પૂજ્ય સ્વામી હાથીને વશ કરી તેનું દમન કરે તે માટે હું તેમને વિનવીશ.” મંજરીએ પિતાનું અભીષ્ટ કર્તવ્ય સૂચવીને સખીને સૂચના કરી.
સખી! શાંતિ રાખે! હું જઈને તેનું પરિણામ જોઈ આવું ને તમારું ભાગ્ય હોય તો કાંઈ સારી વધામણી આપું. તેટલો સમય તમે શોક ન કરતાં ઈષ્ટસિદ્ધિના કર્તવ્યમાં મશગુલ રહેજે-તમારા આત્માને પ્રભુની ભક્તિમાં–તેના ધ્યાનમાં જોડજે, કે જેથી તમારું મનવાંછિત સત્વર સિદ્ધ થાય, તમારી આશા પરિપૂર્ણ થાય. ” સખી મંજરીને પોતાના કર્તવ્યમાં લીન રહેવાનું સૂચવીને પરિણામ જેવાને માટે તરતજ બજારમાં ગઈ
હાથી અને કુમાર બન્ને એકબીજાને સકંજામાં સપડાવવાની પેરવી કરી રહ્યા હતા, તેમાં કઈ રીતે એ કુમાર હાથીના સપાટામાં આવ્યું નહિ. પણ કુમારને ઉદ્દેશ તો હાથીને દોડાવીને થકવવાને હતે. પરિણામ પણ તેજ આવ્યું. ગજરાજ આખરે થાક અને મદરહિત થઈ ગયો. તેને મદ ગળી ગયે એટલે તરતજ કુમાર તેની ઉપર ચઢી ગયે, અને તેના કુંભસ્થળમાં વજસમાન મુષ્ટિનું તાડન કરીને તેને હતાશ કરી દીધો. તેની ખુમારી ઉતરી જતાં તરતજ તે શાંત થઈ ગયે, અને પિતાનાથી પણ અધિક બળવાળા કુમાર ઉપર તે પ્રસન્ન થયે. પછી નીચે ઉતરી મહાવતને બેલાવી એ ગજરાજને કુમારે સેંપી દીધો. તે તેને હજારે સુભટ અને માણસોની મધ્યમાં આલાનથંભ આગળ લઈ ગયે, ને આસાનસ્થલે તેને બાળે.
ગજરાજના મદનું મર્દન થતાં જ તેમની સાઠમારી જેનારા હજાર લોકો ખુશી થયા, ને તેનાં વખાણ કરવા લાગ્યા. “અરે ભાઈ! તમે ભલે આવી ચડ્યા. જગતમાં તમે અમૂલ્ય ચિંતામણિ રત્ન સમાન છે. પરાક્રમમાં ઇંદ્રના અનુજ બંધુ સમાન છે, જેથી આજ આ નગરીને ગજરાજના ભયમાંથી તમે મુક્ત કરી. અમારા ભાગ્યે જ તમારા જેવા ઉત્તમ પુરૂષનું અહીં આવાગમન થયું
Page #220
--------------------------------------------------------------------------
________________
યમ્મિલ કુમાર
૧૯૮
છે; ” એ પ્રમાણે લેાકેાથી પ્રશંસા કરાતા કુમાર પોતાના તુરગ ઉપર ચઢીને પોતાને સ્થાનકે જવાની તૈયારી કરતા હતા, ત્યાં તે પવનચંડ ઉપાધ્યાય આવી પહોંચ્યા અને પુત્રની જેમ હર્ષોંથી તેને વધાવી લીધા. હાથી મહાવત સાથે રાજમંદિરે ગયા ત્યારે કુવર પાઠક સાથે પેાતાને સ્થાનકે જવા લાગ્યા. તે વારે નગરનાં નરનારીઓ હર્ષ થી પુષ્પાવડે તેને વધાવતાં હતાં. સ્ત્રીએ દૂરથી તેનાં દુખણાં લેતી હતી. એવી રીતે નગરીની સૈાભાગ્યવતીએથી પૂજાતા અને પુરૂષાથી વંદન—નમન કરતા કુમાર પાઠક સાથે પેાતાને સ્થાનકે આન્યા. ત્યાં તા રાજાનુ તેડું આવ્યું, જેથી પાઠક અને કુમાર બન્ને લાખા નરનારીઓથી વધાવાતા નૃપસભામાં આવ્યા. કુમારે રાજાને પ્રણામ ફર્યા. નૃપે તેને બહુમાન-આદરસત્કાર આપીને પેાતાની પાસે બેસાડ્યો. ઉપાધ્યાયને પણ્ યાગ્ય સત્કાર કરી બેસાડ્યા. નૃપે કુમારની પ્રશંસા કરી પૂછયું. “ હે વત્સ ! તારા ગુણે કરીને જણાય છે કે તું ઉત્તમ એવા રાજકુળને શેાભાવનારા હાઇશ. તેમાં પણ તારા જેવા પરાક્રમી તેા લાખામાં એકાદજ નીકળે છે. કેમકે-હીરા તે રત્નની ખાણુમાંજ પાકે છે.
" शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे । સાધવો નહિ યંત્ર, ચૈનં નહિ વનેવને ? ॥
ભાવા —પ તે પવ તે કાંઇ માણેક નિપજતાં નથી, તેમ દરેક હાથીએમાંથી માતી ઉત્પન્ન થતાં નથી, સર્વત્ર ઉત્તમ એવા સાધુ પુરૂષા હાતા નથી, તેમ દરેક વનમાં કાંઇ ચંદન હાતુ નથી.
છતાં અમારી જાણુની ખાતર કહેા કે તમે કયા વંશ અને કયું નગર શાભાવેા છે ?” રાજાના પ્રશ્ન સાંભળીને શરમથી કુમાર માન રહ્યો. ઉત્તમ પુરૂષા આપવડાઈ સ્વમુખે કહેતા નથી; પણ ઉપાધ્યાયે રાજાની આજ્ઞા મેળવી તેના સકળ વૃત્તાંત કહી સભળાબ્યા. રાજા એથી અધિક પ્રસન્ન થયા. “ આહા ! સુંદરરાય તે અમારા મિત્ર છે, અમારી ને તેમની વચ્ચે તે અંતર રાખ્યુંા; તું આ નગરીમાં કયારના આવ્યા છે. તે અમને જણાવ્યું પણ નહિ. વત્સ ! હવે આપણા રાજમ ંદિરમાં રહીને મનગમતા ભાગે લાગવ. ”
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૯
ગેજમદમન. મહારાજ ! આપની પ્રસન્નતા એ મારાં અહેભાગ્ય છે હાલમાં હું પાઠકને ત્યાં રહીને શસ્ત્રકળા અને શાસ્ત્રકળામાં પ્રવિણતા મેળવું છું. પાઠક મારા ધર્મપિતા છે, આશ્રયદાતા છે, તેમનું મકાન પણ આપનું જ મંદિર છે ને?” અગડદત કુમારે વિનયથી રાજાને પ્રત્યુત્તર આપે.
“વત્સ! જેવી તારી ઈચ્છા ! આ મંદિર, આ રાજસભા તારા વગર સૂની છે, અવાર નવાર આવી અમારી રાજ્યસભાને અલંકૃત કરજે-ભાવજે. અમારા સરખું કામકાજ સુખેથી ફરમાવજે.” રાજાએ અતિ આગ્રહ નહિ કરતાં કુમારની મનાઈ ચ્છાને અનુસરીને કહ્યું, પણ રાજ્યસભામાં આવવાની ભલામણ કરી.
એમાં હું મોટું માન સમજું છું. આપે પુત્રની માફક મારૂં અધિક વાત્સલ્ય કર્યું છે, એ એશાન પણ શું આપનું ઓછું છે ? હવે હું આપની રજા લઈશ.” કુમારે રાજાનો ઉપકાર માનીને રજા લીધી.
જે આ રાજ્ય તારું પોતાનું જ સમજજે. જે સુંદરરાય તારે પિતા છે તેવાજ મને ગણજે. કાંઈ પણ ભેદભાવ રાખીશ નહિ.” એમ કહીને રાજાએ કુમારને ઉત્તમ વસ્ત્ર આભૂષણોનો સરપાવ આ. શુભલક્ષણોપેત ઉત્તમ અશ્વ કુંવરને બેસવાને ભેટ આપે. એવી રીતે રાજાનું માન પામીને કુંવર પાઠક સાથે પિતાના આશ્રમમાં આવ્યો. - દાસીને પોતાના પ્રિયતમના સમાચાર લેવા મોકલીને મંજરી પવિત્ર સાદું વસ્ત્ર પહેરી દેવની પ્રાર્થના કરવા લાગી. એક ચિત્તે પ્રભુનું ધ્યાન કરવા લાગી. ધ્યાનમાં–ભક્તિ ભાવનામાં કેટલોક સમય વીતી ગયે. એટલામાં સખીએ આવીને વધામણ આપી “બાઈજી ખુશ ખબર ! ખુશ ખબર!” * - સખીનાં શબ્દો શ્રવણચર થતાં મંજરીએ પિતાનું ધ્યાન પરિપૂર્ણ કર્યું. “સખી! કહે! કહે! શું થયું? પરિણામ શું આવ્યું ?” એ સાદા જણાતા શબ્દો કેવા ભાવભર્યા હતાં, તે કેણ સમજી શકે ? સાંભળનાર બિચારી અલ્પજ્ઞ સ્ત્રી હતી. એવી
Page #222
--------------------------------------------------------------------------
________________
હમ્મિલ કગાર
ભાવભરી—હેતભરી વાણી તે જાણભેદુજ સમજી શકે–એના મર્મ જાણી શકે કે એ કેવા હૈયાના ઉમળકા ના શબ્દો હતા ? ઉંડાણમાં રહેલા પ્રેમના પ્રવાહમાંથી નીકળીને એ બહાર આવેલા હતા.
૨૦૦
“ મ્હેન ! તમારૂ પુણ્ય જાગૃત થયું. એ રાજકુંવરે–તમારા માનીતાએ ગજમદમન કરીને પાતાનું વિજયી કાર્ય પૂર્ણ કર્યું " “ તે। સમજ કે તારૂ મ્હાં પણ સાકરથી ભયું ! ”
'
,,
અસ ! માત્ર સાકરથીજ પતાવશે કે !
66 ના ! ના! લે, આ મારા હૈયાના હાર. ” મજરીએ પોતાના કંઠમાં રહેલા હાર કાઢીને સખીને અર્પણ કર્યો.
*
66 ના ! ના ! બેન ! રાખા; એ તેા તમનેજ શાલે ! હું તે સહેજ હસું છું. ” દાસીએ ભાવ કર્યો.
“ હવે ભાવ શાને ખાય છે? વળી કોઈક દિવસ એની કિ ંમત મજરે લેવાશે. ” મજરીએ એમ કહીને હાર અર્પણ કર્યો.
——
પ્રકરણ ૩૪ મું.
' અદ્ભુત લુટારા ’
'' મહારાજ ! દુ:ખની વાત શું કરીએ, આપ સમાન શિછત્ર છતાં તેમજ વારાણસી-કાશી :નગરી દેવનગરી છતાં અત્યારે તુચ્છ ગામડાથી પણ તુચ્છ થઇ ગઇ છે. અહીં શ્રીમાન, અમીર, ઉમરાવ કે હરકેાઇની લાજ રહી નથી. એવા ઉત્પાત હાલમાં કેટલાક વખત થયાં બન્યા કરે છે. કાઇક ચાર અદૃશ્ય રહીને
આ નગરીને એવી તેા લુંટી રહ્યો છે કે અમે બધા નિધન થઇ ગયા છીએ, છતાં અમારા કેડા છાડતા નથી-પકડાતા નથી. રાજમંદિરમાં દેવસમાન સુખ ભગવનાર આપને એ અમારા દુઃખની શી ખખર હાય ? આપને આવી પ્રજાના ત્રાસની વાત કાણ કરે ? ન છુટકે આજે અમે આપને અરજ કરવા આવ્યા છીએ,
Page #223
--------------------------------------------------------------------------
________________
અદ્દભુત લુંટારે.
૨૧ માટે પ્રભુ ! તમે પ્રજાના સ્વામી છો–રક્ષણ કરનારા છો-સમર્થ છે, માટે એ અદશ્ય ચારને પ્રગટ કરીને તેને શિક્ષા કરે; નગરીને ભયના ત્રાસમાંથી મુક્ત કરે. રોજ પ્રભાત થાય છે ને નવી નવી બૂમ પડે છે. આ સર્ષા બંદોબસ્ત છતાં કેણ જાણે એ કેવી રીતે લુંટે છે? તેને હાથ કરવાનો અમારો ગર્વ તો મળી ગયો છે; માટે રાજન ! આપે તે સંબંધી પ્રયત્ન કરી અમને સંકટમાંથી મુક્ત કરવા જોઈએ. આપ સમાન ધણી છતાં અમારે–પ્રજાજનને શાની ભીતિ હેય? સૂર્ય ઉદય છતાં શું અંધકાર હોઈ શકે? પણ આ તો વિપરીત વાત બની છે.” રાજા એક દિવસ રાજસભામાં બેઠેલા હતા, તેના અમીર, સામંત, સરદાર, મંત્રીઓ વગેરે પિતપતાના આસને બિરાજેલા હતા, તે સમયે અગ્રગણ્ય મહાજનમાંથી પાંચ ડાહ્યા પુરૂષોએ આવીને રાજાને ઉપરની ફરિયાદ કરી, કે જે પુરૂષ પ્રજામતથી ચુંટાયેલા હતા. તેઓ રાજાને પણ માનનીય એવા નગરના માનવંતા મુખ્ય પુરૂષ હતા, બુદ્ધિ અને લક્ષમીથી ઉજવળ મોટા વ્યવહારી હતા. વ્યવહાર અને વ્યાપારમાં પ્રમાણિક ને કળાકુશળ હતા.
રાજાએ તેમની વાત સાંભળીને તરતજ ક્રોધાયમાન થઈ કેટવાળને બોલાવ્યો અને કહ્યું-“અરે દુષ્ટ! અધમ! રાજને પગાર ખાય છે ને પ્રજાની રક્ષા તો આવી જ રીતે કરે છે! કઈ ચોર પોતાની કુટિલ કળાઓ ફેરવી પ્રજાને લુંટે છે–હેરાન કરે છે, છતાં રે નરાધમ ! તેની તું ઉપેક્ષા કેમ કરે છે? યાદ રાખ કે એની શિક્ષા આજે તારે ભયંકર રીતે ભોગવવી પડશે–અધિકાર ઉપરથી દૂર થઈ તારે જેલખાને સડવું પડશે! ”
મહારાજ ! શાંત થાઓ, પ્રભુ! એમાં મારો જરાય દોષ નથી. રાતદિવસ હું સુભટો સાથે જુદી જુદી બુદ્ધિનો ઉપયોગ કરીને તેને પકડવાનો પ્રયત્ન કરું છું, પરંતુ વિદ્યામંત્રોથી ભરેલે તે કયારે નગરમાં આવે છે? કયાં ફરે છે? તે સખ્રમાં સપ્ત અમારી ચેકી છતાં સમજાતું નથી. અનુમાન થાય છે કે રેજ તે નવા નવા વેશ કરી વખતે કવખતે નગરમાં ઘુસે છે. અ પણે તે પ્રજાને લુંટીને
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ધમ્મિલ કુમારહેરાન કરે છે, પણ પકડાતું નથી.” કોટવાળ ભયથી થરથરતા હતું. રાજાને ક્રોધ વિનયવંત શબ્દવડે શાંત થાય તેવા ઉપાય શોધતો હતો, જેથી તેણે નમ્રતાથી રાજાને આ પ્રમાણે કહ્યું. | કોટવાળનાં વચન સાંભળીને રાજા શાંત થયો, તેણે પ્રજાનેતેના નાયકને શાંતિ આપી. “શેઠજી ! એ કોઈ સામાન્ય ચાર નથી લાગતું. વિદ્યામંત્રથી ભરેલો એ અદ્ભુત લુંટારે આજદિન સુધી નિર્ભયપણે તમને હેરાન કરી રહ્યો છે, તે માટે હવે અમે સખ્રમાં સષ્ઠ ઉપાય લેશું, થોડાક દિવસમાં તમારી એ આત અમે દૂર કરશું, એ નિશ્ચયથી સમજજે.” રાજાનાં વચન સાંભળીને પ્રજાના નાયકે રાજા આગળ ભટણું મૂકી, રાજાને નમીને પિતાને સ્થાનકે ગયા. ' રાજાએ સભા બરખાસ્ત કરી અને મંત્રણાગ્રહમાં રાજા, મંત્રી, પુરોહિત, કોટવાળ અને સેનાપતિ એ પાંચની પંચપુટિ તે માટે વિચાર કરવા લાગી, કેમકે પંચ ત્યાં પરમેશ્વર એ કે કિત કહેવાય છે, ત્યાં કાર્ય પણ ત્વરાથી સિદ્ધ થાય છે. રાજાએ કહ્યું. “જુઓ! અદશ્ય રહીને એ ચાર પોતાની કુટિલ ચાર્યવિદ્યા અજમાવીને પ્રજાને કનડે છે. કેટવાલના સખ્ત બંદોબસ્તને પણ કાંઈ હિસાબ ગણે છે?”
“જરા પણ નહિ. એ ચાલાક પોતાની ચતુરાઈ ઉપરજ મુસ્તાક રહે છે. કેઈની પણ કયાં પરવા કરે છે?” મંત્રીએ રાજાનું કથન સાંભળીને કહ્યું.
પ્રભુ! હું ચોકી પહેરામાં લેશ પણ ન્યૂનતા રાખતો નથી. રાત દિવસ હું અને સુભટો હથિયારબંધ રહી તેને પકડવાને ફરીએ છીએ, પણ એ ક્યાંય નજરે ચડતું નથી. કેટવાળે પોતાનું વૃત્તાંત કહ્યું.
છતાં દરેક પ્રભાતે એની. મ પડે છે, એ ખરુંને?”પુરેહિતે વચમાં કહ્યું.
“તે કેમ બને છે એજ સમજાતું નથી.” સેનાનાયકે કહ્યું. નથી કેમ સમજાતું? ચોર પિતાની અદશ્ય વિદ્યાથી નગ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૩
અદ્દભુત લુંટાર. રમાં દાખલ થાય, ફહરે, તે દરેકને જોઈ શકે પણ તેને કઈ દેખી શકે નહિ. એ અદશ્ય વિદ્યાના બળથી ધોળે દિવસે ગમે તે કરી શકે; છતાં એક તો શું બલ્ક સાત સાત કોટવાળો પોતાના સુભ સહિત તપાસ રાખે તો પણ તે હાથમાં ન આવે. ગમે તેવી ચેકી –બંદોબસ્ત છતાં તેની પાસે થઈને નીકળે અને એ ચેકી પહેરાનેજ લુંટે, પણ તેને ભય ન લાગે. તે કામ તો તેને મન એક રમત જેવું હાય.” મંત્રીએ પોતાનો અભિપ્રાય રજુ કર્યો.
ગમે તેમ હોય છતાં તેને પકડવાનો પ્રયત્ન તો કરે જ જેઈએ.” રાજાએ કહ્યું.
બેશક. ચોર ગમે તેવો શકિતસંપન્ન–સાધનસંપન્ન હોય છતાં આપણે તેને પકડવાને એક પછી એક ઉપાય અવશ્ય લેવા જોઈએ, નહિતર પ્રજામાં રાજાની હાંસી થાય. વળી નિર્ભય થઈને ચાર રાજમંદિરમાં પણ પ્રવેશ કરવાની હિંમત ધરે; ને આપણું રાજ્ય ભયભરેલી સ્થિતિમાં આવી પડે.” મંત્રીએ કહ્યું.
મંત્રીશ્વરની આગાહી બેશક સત્ય છે. પ્રભુનો ઉપકાર માને કે હજી લગણ તેણે રાજમંદિરમાં પ્રવેશ કર્યો નથી. તે પહેલાં જ આપણે તેને માટે પ્રયત્નશીળ થયા છીએ.” પુરોહિતે વચમાં કહ્યું.
તો તે માટે આપણે શું કરવું ? મંત્રીશ્વર ! તમારું ધ્યાન કંઈ પહોચે છે?” રાજાએ પૂછ્યું.
જુઓ ! એક રાત મહારાજે પૂર્વ દિશાના દરવાજે રહીને ચકી કરવી, પ્રધાને ઉત્તર દિશાના દ્વારે રહેવું, પુરોહિતે દક્ષિણ દિશાને દરવાજો સાચવ, સેનાપતિએ પશ્ચિમ દિશાએ રહેવું અને સુભટને લઈને ખુલ્લાં શસ્ત્રોએ કેટવાળે નગરમાં ભ્રમણ કરતા રહેવું. પ્રથમ આ પ્રયોગ અજમાવી જોઈએ ! ચાર સપડાય છે કે નહિ. નહિતર વળી તે પછી કોઈ બીજી મંત્રણા કરશું.” પ્રધાને પિતાને યોગ્ય લાગી તેવી સલાહ આપી.
એ ઠીક સલાહ છે આજ રાતના સર્વ જણાએ પોતપોતાની જગ્યા સંભાળી લેવી અને કેટવાળે સુભા સહિત નગરમાં બધે ફરતા રહીને તપાસ રાખવી.” રાજાએ કહ્યું.
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૪
બસ્મિલ કુમાર. આપનો હુકમ અમે અંગીકાર કરીએ છીએ.” સર્વેએ રાજઆજ્ઞા મસ્તકે ચઢાવી.
ઠીક ત્યારે, રાત્રીના પ્રથમ પહોરથીજ સર્વે પોતપોતાનાં દ્વાર સાચવીને રહેજે. હું પણ તૈયાર થઈને પૂર્વ દિશાના દ્વારે સમય થતાં હાજર થઈ જઈશ.” રાજાને છેલ્લો હુકમ સાંભળીને સર્વે ત્યાંથી વીખરાયા.
પ્રકરણ ૩૫ મું.
તસ્કરવિદ્યા.” ભાઈ ! આજે તમે જરૂર પકડાઈ જવાના છે. રાજા, પુરહિત, મંત્રી, અને સેનાપતિ એ નગરના ચારે રત્નોએ ચારે દરવાજા પોતાના અધિકારમાં લીધા છે અને રાત્રી દિવસ સુભટો સહિત કેટવાળ નગરમાં ફરતા રહેવાને છે. કહે, હવે તમને બહાર જવા આવવાને લાગે ક્યાંથી મળશે? નકકી હવે તમારે આ પાપને ઘડો ભરાઈ ગયો છે, તે સ્વત: કુટી જશે. આમાંથી તમે છટકી જઈ શકે તેમ લાગતું નથી.” નગરીની અંદર એક ધોબીનું ઘર આવેલું હતું. તે ઘરને ધણું ધાબી તરતમાંજ બહારથી આ નવા સમાચાર લાવ્યા હતા. તેના મીજબાને નગરમાં નવીન ખબર જાણવાને તેને મેકલ્યો હતો. તેણે આવીને પોતાના ઘરમાં રહેલા મેમાનને બહારથી જે કાંઈ નવીન સમાચાર જાણ્યા હતા તે કહી દીધા. પહેલે મજલે અંદરના ઓરડામાં પલંગ ઉપર સુતેલો તે ધાબીની વાત સાંભળીને બેઠો થયે-સ્વસ્થ થયો અને બેલ્યો-“શું એ ચારે જણ મને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આજે તે બધા ચેકી સાચવીને બેઠા છે? તેમજ પેલો બાયેલો કોટવાળ મને પકડવાને નગરમાં સુભટો સહિત રખડે છે? કેવા મૂર્ખના સરદાર! ઠીક છે, હું પણ જોઉં કે તેઓ મને કેવા પકડે છે અથવા તે તે પોતે જ મારી માયાને ભેગા થઈ પડે છે કે કેમ?” એના એ શબ્દ મગરૂરીભર્યા હતા એમ સાંભળનારને જણાતું હતું. કુદરત જેને અનુકૂળ હોય,
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૫
તસ્કરવિદ્યા. પોતાના ગમે તેવા ધંધામાં પોતે ફાવતો જતો હોય અને તેના પ્રતાપે સારૂં દ્રવ્ય પેદા કર્યું હોય ત્યારે દ્રવ્યની શક્તિ જ એવી છે કે માણસને સ્વાભાવિક રીતે જ મગજ ઉપર ખુમારી આવે છે. અભિમાનઅહંકારની કેટીએ તે ચઢે છે. અલ્પજ્ઞ એવા મનુષ્યને ભવિષ્યના પડદામાં છુપાયેલા એ જ્ઞાનની કયાંથી ખબર હોય કે મગજ ઉપર પ્રસરી રહેલી એ ખુમારીની પાછળજ ખુવારી રહેલી છે. ઉંચે ચઢે તે પડવાનેજ માટે. તસ્કરને એ પ્રકારનું અભિમાન ફૈર્યું હતું.
નગરના એ ભૂષણ સરખા રાજા, પ્રધાન, પૂહિત અને સેનાપતિ એ ચારેને તમે જીતી લેશે?” બેબીએ મેમાનને કહ્યું.
બેશક ! એ મારી આગળ લાચાર છે. મારી વિદ્યા આગળ તે હતાશ છે. તમે જોશો કે મને પકડવા જતાં તે પોતેજ બની જશે, લેકેની હાંસીને પાત્ર થશે.” ચારે તોછડાઈથી કહ્યું.
ત્યારે તો તમે બહુ બળવાન ! તે બધા જે તમારાથી હારી જાય છે તે તમને હોંશિયાર માનું ! તમારી ચતુરાઈ ત્યારે જ વખાણું !” ધોબીએ કહ્યું.
ઠીક છે જુઓ, ત્યારે! રેજ એકેક જણને બનાવીશ ને તે તમને પણ બતાવીશ.” વસ્ત્રાભૂષણ પહેરી સાવધ થઈને તે બજારમાં નીકળે. બજારમાં લેકે ના મુખેથી પણ તે પ્રમાણે વાત પોતે સાંભળવા લાગ્યો. એ પ્રમાણે જનશ્રુતિથી શ્રવણ કરતો અને ફરતે તે કઈ દેવાલય નજીક પહે, ત્યાં આગળ કેટવાળને જુગાર રમતો દીઠે. “મૂર્ખ, ગધેડો, ચેર પકડવા નીકળે છે!” આમ મનમાં બબડત ચેર પણ તેમની વચ્ચે જઈને રમવા બેઠે. હારજીતની હોડ થવા લાગી. એકબીજા ચડસ ઉપર આવ્યા અને રમત પૂર્ણ જેસથી જામી. ચડસમાં ને ચડસમાં તલારક્ષકે પિતાની નામાંકિત મુદ્રિકા રમતમાં મૂકી. રમત રમતાં તે પણ પિલા ચારે જીતી લીધી. તે પછી કેટવાળ રમત પૂરી કરીને નગરમાં પિતાના
દ્ધાઓ સાથે ફરવા લાગે. પેલે ચાર મુદ્રિકાને કેવી રીતે ઉપયોગ કરે તે બરાબર સમજતા હતા. કોટવાળ તે ચોરની શોધ માટે વેશ્યાવાડે, બેબીવાડે, કલારના સ્થાનકે, માળીવાડે,
Page #228
--------------------------------------------------------------------------
________________
ધમિલ કુમાર, કુંભારવાડામાં એમ અનેક ઠેકાણે તપાસ કરતે ભ્રમણ કરતે હતે. ત્યારે ચેર તે મુદ્રિકા લઈને કેટવાળને ઘરે પહોંચે. તેની પત્નીને બોલાવીને કહ્યું. “બાઈ ! તમારા પતિ કોટવાળસાહેબ ચેરને પકડવાને નગરમાં ભમે છે, તેમ જાણીને ચોરના મિત્રેાએ દગાથી એકાંતમાં બોલાવીને તેમને મુશ્કેટોટ બાંધી લીધા છે. તે કાંઈ પણ આપ્યા વગર છોડે તેમ નથી. રાજા તેમની ફજેતી જાણતાં તમારાં ઘરબાર લુંટી લેશે, માટે જે તમારે તમારા સ્વામીને બચાવવા હોય તો ઘરમાંથી જે કાંઈ ધન હોય તે કાઢી આપે.”
એ બધી વાત તમારી સાચી, પણ મારા સ્વામીએ કાંઈ નિશાની તમને આપી છે કે એમજ કહ્યું છે?” કોટવાળની પત્નીએ ચતુરાઈ ચલાવવા માંડી.
હા, જુઓ આ મુદ્રિકા તેમની છે તે તમે ઓળખે છે? ઠીક થયું કે તમે યાદ કરી.” એમ કહીને ચારે કોટવાળ પાસેથી જીતી લીધેલી નામાંકિત મુદ્રિકા બતાવી. કેટવાળપનીએ તે જોઈને ઓળખી. હવે પૂરેપૂરી ખાત્રી થવાથી ઘરમાં જેટલી માલ મીલકત, ઝવેરાત, વસ્ત્ર, જરીયાન હતું તે કાઢી આપ્યું. તે સર્વ વિદ્યાને બળે ચેર પ્રચ્છન્ન રીતે ઉપાડી ગયે. એવી રીતે કેટવાળને અત્યારે તે ભીખ માગતને ભૂખે મરતે કર્યો. એકનું પતાવી ચાર નિશ્ચિત થયે.
થોડી વારે તે ચાર સામાન્ય વેશ કરીને પશ્ચિમદિશાએ ચોકી ઉપર રહેલા સેનાપતિ પાસે જઈને એકાંતમાં કહેવા લાગ્ય–“સેના પતિસાહેબ! મુજ ગરીબની એક અરજ છે તે જરા સાંભળીને મંજુર કરે. અહીં વાણુરશી નગરીની બહાર વનમાં એક અબધૂત જોગી રહે છે. તે મંત્ર તંત્રને જાણ છે. આજ વર્ષ દિવસથી હું ભવિષ્યના સુખની આશાએ રાત દિવસ તેમની સેવા કરતા હતા. આજે તે મહાપુરૂષ મને પ્રસન્ન થયા, ને એક અદ્ભુત મંત્ર આપ્યો, પણ એની સાધના કરવાની વિધિ દુષ્કર હોવાથી અમે વણિક એનાથી કરીએ, તેથી અમારાથી સધાય તેમ નથી.”
વણિકરૂપે ચોરની વાણી સાંભળીને ભેળાસેનાપતિએ કહ્યુંકે છે તે મંત્ર? તેની વિધિ કેવી છે?તે કરવાથી ફાયદો શું થાય?”
Page #229
--------------------------------------------------------------------------
________________
તસ્કરવિદ્યા.
૨૦૭ સાહેબ ! ફક્ત એકજ રાત નિર્ભયપણે જાપ કરે તે દેવતા પ્રગટ થઈને વરદાન–ઈચ્છિત વર આપે. એ વરદાનથી આખું વિશ્વ નજરે પડે, તે એક ચારમાત્રને તે શું હિસાબ? તેમજ વળી સે હાથીનું બળ આવે, એથી તમે જગતવિખ્યાત થશે–સારી નામના મેળવશે.” ચારરૂપ વણિકે મીઠી મીઠી સાકર પીરસી અને સેનાપતિ સાહેબના મોડેથી તેને રસ ઝર્યો.
“જેગી તે વનમાં અદૃશ્યપણે રહે છે. પ્રથમ આપણે તે સ્થળે જઈને પંચ રત્નથી ગીના પદને પૂજી, ધૃતને દીપકને ધૂપઘટાકરીએ પછી હું તમને મંત્ર શિખવીશ ને સધાવીશ. જે તમને તે મંત્ર સિદ્ધ થાય અને તમારી ઈચ્છા પાર પડે તો એકાદ ગામ મને આપજે, એટલે મને સંતોષ !” તે વણિકચેરે જણાવ્યું.
સેનાપતિએ વિચાર્યું–“વાહ! વાતતો બહુ સારી છે. મંત્રને સાધ્ય કરીને જગતમાં મારું નામ અમર કરૂં! સકળ કાર્ય સિદ્ધ કરૂં !” એમ વિચારી તરતજ ત્યાંનું કાર્ય પોતાના માણસોને ભળાવી પોતે ઘોડેશ્વાર થયું અને તે ચારની સાથે વનમાં ચાલ્યા. પછી એક મેટા વડવૃક્ષ જેવા ઝાડ તળે આવીને સેનાપતિએ જમીન ઉપર પાંચ રત્ન મૂકીને અદૃશ્ય રહેલા ગીની પૂજા કરી. પછી મંત્રસાધના કરવાને માટે ત્યાં એક પડદો બંધાવ્યું અને તે ચોરના કહ્યા પ્રમાણે અંગ ઉપરથી આભૂષણ વસ્ત્ર વગેરે ઉતારી પડદામાં જાપ કરવાને બેઠો. ચેરે મન:કલ્પિત એક મંત્રનું સ્મરણ કરાવી તે જપવાને કહ્યું, એ પ્રમાણે સેનાપતિ બધી દુનિયાનું રાજ્ય લેવાને માટે મંત્ર જપવા લાગ્યું. પેલો ચોર રત્ન તથા સેનાપતિના આભૂષણ વસ્ત્ર વગેરે સંકેલી ઘોડે બેસી રવાને થઈ ગયે. જેમ સૂર્ય અસ્ત થયે છતે તાપ અદૃશ્ય થાય તેમ સેનાપતિ પડદે પેઠે કે ચેર તરતજ નજર ચૂકાવીને નાસી ગયો. એવી રીતે ચારને બીજો દાવ પૂર્ણ થયે.
હવે ત્રીજો દાવ અજમાવવાને પ્રધાન ઉત્તર દિશામાં એકી ઉપર રહ્યા છે ત્યાં જઈ પ્રધાનને ઠગવાને ચારે વિચાર કર્યો. બેબીને ઘેર જઈ રૂપાળી આહીરણને સ્વાંગ ધર્યો. જાણે નરી રૂપસુંદરી મહિયારણ! માથે દહીંની મટુકી મૂકીને તે આહીરણ ધોબીને મકાનેથી બજારે
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ધમ્મિલ કુમાર નાકળી. મટકીમાં દહીંને બદલે ચ દ્રહાસ મંદિર પ્રધાનજીનો ઘાટ ઘડવાને ભરી હતી. બજારના લેકે એ રૂપસુંદરીને જોઈને પિતાનું ભાન ભૂલી જવા લાગ્યા. “વાહ! શી રૂમઝુમ કરતી ચાલી જાય છે? એનાં નખરાં તે જુઓ ! બજારમાં ગેરસ–દહીં વેચતી વેચતી, આંખના અણસારા કરતી, મંત્રીશ્વર જ્યાં ચોકી ઉપર બેઠા છે ત્યાં આવી; અને એ મધુરી કોયલની જેમ ટહુકી. “દહીં લેવું છે દહીં. આ મીઠું ગોરસ લે ગેરસ.” એ મીઠે મનમેહક સૂર મંત્રીશ્વરના અંતરમાં ઉડે ઉતરી ગયે. તે સાથે જ તેમને વિવેક અદશ્ય થયે. બુદ્ધિ બહેર મારી ગઈ કર્તવ્યતા વિસરાઈ ગઈ. “બોલાવો એ મહિયારીને!” તરત જ હુકમ થયે.
થોડીવારમાં મહિયારીને સિપાઈએ મંત્રીશ્વરની પાસે હાજર કરી. એારડામાં પ્રધાન અને મહિયારી એકલાં પડ્યાં. મહિયારી પણ હાવભાવપૂર્વક પોતાના મહીનાં વખાણ કરતી નેત્રકટાક્ષે પ્રધાન ઉપર ફેંકવા લાગી “પ્રધાનજી ! એ મહી મહી નથી, પણ મહીના રૂપમાં ખાસ અમૃત છે. અહો ! તેનાં શું વખાણ કરું? મારા હાથનું જરી લેશે?” | મહિયારણના હાવભાવ ને મેહનાં બાણથી પ્રધાન તે ફિદા ફિદા થઈ ગયે. મહિયારીના ગળામાં હાથ નાખી “જરા અહીં તે આવ ! તારા આ નાજુક હાથથી તારૂં આ સ્વાદિષ્ટ મહી મને ખવરાવ-મારૂં અંતર બહેલાવ !” એમ કહી તેને પાસે બેસાડી અને તેનો નાજુક હાથ રમાડવા લાગ્યું.
મેટી મહેરબાની સાહેબ ! આપ મારૂં મહી ખુશીથી આગો! આરોગીને આ દાસી ઉપર પ્રસન્ન થાઓ તે પછી પૈસા આપજે.” આમ કહીને આહીરણે મંત્રીને લેભા-ફસા.
લાવ ! લાવ ! ઝટ લાવ !” એ પ્રેમની પુતળીના હાથનુ મહી ખાવાને પ્રધાનનું હૃદય અધીરૂં બન્યું; કેમકે પુષ્પધન્યાના મૂઢ મારથી તે હતાશ–લાચાર થઈ ગયા હતા.
એણે ઝળકતી રૂપાની પ્યાલીમાં આસ્તેથી મટુકીમાંથી ચંદ્રહાસ મદિરા કાઢી અને એ પ્રેમપ્યાલી મંત્રીશ્વરને મોડે
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૭૯
અદ્દભુત લુંટારે અડાડી. “પીઓ ! મારા સાહેબ ! આ દાસીની તુચ્છ વાનગી ! પીઓ !” વિષયી ન હમેશાં વિશ્વાસુ હોય છે. એ વિશ્વાસમાં મૂર્ખ બનીને અને ઘણુ અનર્થોના ભંગ બને છે. તે સ્ત્રી-આહેરણે બે ચાર ખાલી ઉપરાઉપરી પ્રધાનને પાઈ દીધી. તરતજ મંત્રીનું ચૈતન્ય નષ્ટ થયું. તે મૂર્શિત થઈને ભૂમિ ઉપર પડ્યો. પછી તેમનાં દાઢી અને મૂછ અર્ધા અર્ધા ચેરે મુંડી નાંખ્યાં અને બન્ને પગ હેડમાં જડી લીધા. મુખ ઉપર ખાસડું મૂકયું, અને તેના વસ્ત્ર આભરણસર્વે ઉતારી લીધાં. બીજી પણ ત્યાંથી જે મીલકત હતી તે જોઈ તપાસીને કબજે કરી લીધી. જેમ આવી હતી તેમ ઘણાના હદય ધડકાવતી તે નિર્ભયપણે મંત્રીને લુંટી–બેહાલ કરીને ધોબીને ઘરે ચાલી ગઈ. સ્વસ્થ થઈને પિતાને નારી વેશ ઉતારી નાખે, અને નિરાંતે શ્રમ ઉતાર્યો.
ચેથી દાવ માટે પૂર્વદિશાએ રાજા પિતે દરવાજે ચોકી કરતે રહ્યો છે. હવે રાજાને ઠગવા માટે પોતે ધોબીને વેશ કરીને ગધેડા ઉપર લુગડાની લાદી નાખી મધ્યરાતે ચાલ્યો. રાજા જ્યાં ચોકી કરતો હતો. ત્યાં પૂર્વ દિશાના દરવાજાપર નિર્ભયપણે તે આ . દરવાજામાંથી બહાર નીકળે છે, ત્યાં રાજાએ પૂછયું “ તું કોણ છે? અને કયાં જાય છે ? આજકાલ નગરીમાં આટલો બધો ચેરને ઉપદ્રવ છતાં આશ્ચર્ય છે કે તું નિભય બન્યા છે!”
“મહારાજ ! શું કરું? નોકર છું, તેથી આ કરવું પડે છે.” તે ચેર–ધોબીએ જવાબ આપે.
કે નોકર છે? નેકરી તે દિવસની હોય કે રાતની?” રાજાએ પૂછયું.
“ મહારાજ ! આપની પટ્ટરાણીન-પનીના ચીર ધોવા માટે મધ્યરાતના મારે નીકળવું પડે છે, કેમકે દિવસે તે ભીંજાચેલા ચીરની સુગંધીથી ભમરાઓ આવીને ચીર ઉપર બેસી તેને બગાડી નાંખે છે, માટે રાસાહેબને હુકમ એ છે કે તારે નિયમિતપણે મધ્યરાતે જવું. શું કરીએ? કઠીણમાં કઠીણ સેવા પણ અમારે ગમે તેવા ભયમાં ઉઠાવવી પડે છે.” ધોબીએ ખુલાસો કર્યો. ર૭
.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પસ્મિલકુમાર : “પણ ચારને ભય હાલ ઘણે છે, તેથી તું નગર બહાર કેવી રીતે જઈ શકશે?” રાજાએ બેબીને કહ્યું
“મહારાજઆપની તીખી તલવાર જ્યાં ફરતી હોય –ાં મને ભય શાને હોય?” રાજાને મોટા માને ચઢા.
ઠીક, જા, જે કદાચ ચોર નજરે પડે તે ત્યાંથી ડીંડીર વગાડજે, એટલે હું આવી પહોંચીશ.” રાજાએ બેબીને જવાની રજા આપી.
“જેવો મહારાજાને હુકમ?” કહી ધોબી નગરની બહાર તળાવને રસ્તે પડ્યો. ત્યાં સરેવરને કિનારે જઈને ચુને લેપ કરેલ એક ઘડે કાઢીને સરોવરના પાણીમાં આઘે લઈ જઈને તરતા મૂકી દીધે, અને તરતજ ડીંડીર વગાડયું. તે સાંભળી રાજા તુરંગ ઉપર ચડીને ત્યાં આવી પહોંચે. “કેમ શું છે?” રાજાએ પૂછયું.
મહારાજ ! આપના ભયથી જુઓ આ પાણીમાં તે ચેર જાય છે. ” ધોબીએ-રે અજવાળી રાતમાં તરતે ઘડે હતું તે આંગળીથી રાજાને બતાવ્યો.
તરતજ રાજાએ પોતાનાં વસ્ત્ર આભૂષણ વગેરે ચર–ઠેબીને આપ્યાં અને અશ્વની લગામ તેને સેંપીને કચ્છ મારી પતે સવારમાં પેલા ઘડાને–ચારને પકડવાને તેની પાછળ પડ્યો. તે એકચિતે ઘડા જતા હતા તે તરફ તરત ચાલ્યા. આ તરફ ચાર રાજાનાં કપડાં ચઢાવી તુરંગ ઉપર બેસીને દરવાજે આવ્યું. અંધારામાં– થોડા પ્રકાશમાં સુભટેએ રાજા તરીકે તેને જા. નગરના દરવાજા તેણે બંધ કરાવી દીધા અને કહ્યું કે ચોરને બહાર કાઢયેા છે. માટે તમે દરવાજો ઉઘાડશો નહિ. ગમે તેટલા દંભ–પાખંડ કરે પણ પ્રભાત લગી ઉઘાડશે નહિ.” એમ કહી ઘેડે દેડાવી તે પોતાને ઠેકાણે ચાલ્યા ગયે
હવે આ તરફ રાજા તરતાં તરતાં સામે કાંઠે ગયે. ત્યાં દંડવડે તાડન કરતાં ઘટ ભાંગી ગયે. તેથી તે તરત સમજે કે “દો થયે. એ ધોબીજ ચોર હતો. કિનારે આવ્યો પણ કઈ મળે નહિ. ભીને લુગડે
Page #233
--------------------------------------------------------------------------
________________
અદ્દભુત લુંટારે.
૨૧૧ દરવાજે આવ્યો તે દરવાજો બંધ હતે. ચારે દરવાજો બંધ કરાવી પકો બંદોબસ્ત કરીને રાજાને રખડાવ્યું હતું. બહારથી તેણે દરવાજો ખખડાવવા માંડ્યો, પણ દરવાન દરવાજો બંધ કરીને સુતેલ તે દરવાજે ઉઘાડે નહીં. ઘણું એ કહ્યું કે, “હુંજ રાજા છું, ચેર મને ઠગીને મારાં વસ્ત્રો પહેરી લઈ મારા ઘોડા ઉપર બેસી નગરમાં ભાગી ગયા છે.” પણ રાજા સાહેબની વાત અત્યારે તે નામંજુર થઈ.
દરવાને કહ્યું “રાજાજી તે ક્યારનાય ચોરને બહાર કાઢીને શહેરમાં ચાલ્યા ગયા છે; માટે નક્કી તુજ ચેર છે. અત્યારે કોટી પ્રયત્ન દરવાજે નહીં ઉઘડે.”ઠંડીના દિવસેની એ ઠંડી સહન કરીને રાજાએ રાત્રી નગર બહારજ વ્યતીત કરી. પ્રભાતે દરવાજો ઉઘડતાં સિાએ રાજાને ઓળખ્યા.
હવે પાંચમે દાવે ચાર પુરોહિતની હાજરી લેવાને દક્ષિણ દિશાના દરવાજા તરફ નીકળ્યા. પુરોહિત ગણપતિના મંદિરે ચાર પકડવાને માટે જાપ કરતે બેઠે હતો. ત્યાં અદશ્યપણે ગણપતિની મૂર્તિ પાછળ રહ્યો. તરતજ ચોર પ્રત્યક્ષ રીતે –“વત્સ ! માગ ! માગ ! તારે શું જોઈએ, તારી ભક્તિથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું.”
પ્રભુ ! ગણપતિદેવ ! જે તમે પ્રસન્ન થયા હો તે આ નગરીને રંજાડના ચેર મને ઍપો, એજ મારે અભિષ્ટ ફળ જેઈએ છીએ.” પુરેહિતે ગણપતિ પ્રસન્ન થઈને બેલ્યા, એટલે ચેરની માગણી કરી.
“તારે ચોર જોઈએ છીએ. ઠીક, ચાલ મારી સાથે હું તને તેના રહેઠાણમાંથી તને સેંપી દઉં.” એમ કહી ગણપતિની આકૃતિ સમાન એક આકૃતિ મૂર્તિમાંથી જાણે પ્રગટ થઈ હોય તેમ પ્રગટ થઈ. તેને હાથ પકડીને પુરહિત ધસમસ્ય, તેની સાથે સાથે ચાલ્ય. જંગલમાં લઈ જઈને ચેરે તેને મંત્રબળથી વાંદરો બનાવી એક પીપળાના વૃક્ષે બાંધી તેને હાથે ટીંપણું બાંધ્યું. હાથમાં જપમાળા આપી, અને મસ્તક ઉપર યજ્ઞોપવિત નાખી ત્યાં રાખે. એક ચીઠી લખીને ઝાડે ચેડી તેમાં જણાવ્યું કે–રાજા તમારા માટે બે દિવસ
Page #234
--------------------------------------------------------------------------
________________
બસ્મિલ કુમાર.
મહાત્સવપૂર્વક. શાંતિકર્મ કરશે, તેા તમે પાછા પુરોહિત થશેા. ત્યાંલગી એ દિવસની આ ઠકુરાઈ લાગવા. ’ એ મુજબના પત્ર વૃક્ષે ચેાડી ચાર પેાતાને સ્થાનકે ચાલ્યા ગયા.
૧૨
પ્રભાતમાં રાજાને ખબર પડી, ત્યાં આવી ખેદપૂર્વક મહાત્સવ કર્યા, એટલે પુરાહિત મૂળ સ્વરૂપે પ્રગટ થયા, અને રાજા સાથે પેાતાને ઘેર ગયા. રાજા પાસે ચારે જણની યાદ આવી કે ચાર અમુક અમુક રીતિએ અમને ઠગી ગયા છે. રાજા પોતે પણ ઠગાયા હતા, જેથી નગરમાં ઉત્તમ ગણાતા આ પાંચે ઝંખવાણા પડયા. લાકમાં હાંસીને પાત્ર થયા. હજારા લેાકે એમનાં કાતુક જોવાને એકઠા થયા. વારંવાર હસી, ઠઠા–મશ્કરી કરવા લાગ્યા. આ રીતે પાંચે જણુના પ્રયત્ન એક સાથે નિષ્ફળ ગયા, જેથી એ સર્વે નાં માં પડી ગયાં હતાં. ચિંતાની આછી આછી વાદળીથી શ્યામ સ્વરૂપ થયાં હતાં. હવે પાંચમે દિવસે રાજસભામાં સાત દિવસમાં શત્રુને દમન કરવાનું પણ અગડદત્તકુમારે કર્યું.
——
પ્રકરણ ૩૬ મુ.
• રિપુદમન, ’
સાત દિવસનું પણુ કરીને અગડદત્તકુમાર હાથમાં ખડ્ગ ગ્રહી રાજાની આજ્ઞા મેળવીને નીકળ્યા. રાજ્યસભા અને રાજા તેનું સાત દિવસનુ પણ જોઇને આશ્ચય પામી. ‘આવેા મહાધૃત્ત ચાર ચતુરાઈમાં નિપુણ તે રાજકુવરથી કેમ પકડાશે. ? ’ જો સાત દિવસમાં તે નહિ સપડાય તા અગ્નિમાં પ્રવેશ કરી કુમાર નકકી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરશે, અને આવું અમૂલ્ય રત્ન આ જગતમાંથી અને આ નગરીમાંથી નાશ પામશે. પ્રભુ ! પ્રભુ ! વિધિ ઈચ્છા બળવાન છે. જેમ જેમ વાત નગરમાં ચર્ચાતી ગઇ તેમ તેમ સર્વ કાઇ કુંવરના વિજય ઈચ્છવા લાગ્યું. કેટલાંક નરનારીએ તે કુ ંવરનું કાર્ય સિદ્ધ થાય, તેને વિજ્ય મળે તે નગરીની આફત ટળે તે માટે ખાધા, માનતા
Page #235
--------------------------------------------------------------------------
________________
રિપુમન.
૨૧૩
કરવા લાગ્યા. કેટલીક સ્ત્રીએએ અમુક વ્રતનાં નિયમ લીધાં. કેટલાંક દાન, પુણ્ય, ધર્મ વગેરે ઉત્તમ કાર્યો કરી વિજયી વીરના વિજય ઇચ્છવા લાગ્યાં. વિાધની કળા કળી કેમ શકાય ? જેનર પેાતાની જન્મભૂમિમાં, પેાતાના માતાપિતાને અકારા થયા તે પરભૂમિમાં રાજસન્માન પામ્યા, લેાકપ્રિય થયા. ખરે મનુષ્યના ભાગ્યના છુપા ભેદ અલ્પજ્ઞ મનુષ્યાથી અજાણ હોય છે. વિધિ કોઇ વખતે ખાટામાંથી પણ સારૂ કરે છે. નિરાશામાંજ અમર આશા છુપાયલી હાય છે. અંધકારના નાશ થતાંજ સવિતાનારાયણ પોતે ઉદય પામે છે. દુઃખમાંથીજ સુખની ઉત્પત્તિ થાય છે. ગજમદ મર્દન કરીને આ રાજકુંવરે નગરવાસી નરનારીનાં હૃદય જીતી લીધાં હતાં, એમાં વધારે કરવાની કુદરતે તેને આ ખીજી અમૂલ્ય તક આપી હતી; જેથી નગરીનાં નરનારીએ તેની કાર્યસિદ્ધિ માટે સ્વત: ઉચ્છ્વાસથીજ તપ, જપ, વ્રત, નિયમ અને દાન પુણ્યમાં સાવધાન થયાં હતાં.
કમરમાં તલવાર આનંદથી નૃત્ય કરી રહી છે, એવા આ રાજકુમાર નગરમાં ફરતા ફરતા કદાઇ, વેશ્યા વગેરે સ્થાનકાનુ અવલાકન કરતા કામદેવના મંદિરે ગયા. હૃદયમાં અચાનક કાંઇ વિચાર આવવાથી પૂજારીને ખેલાવી નાહી ધોઇ સ્વચ્છ ;નિર્મળ થઇ કામદેવને નમી પૂજીને તેની આગળ ધૂપ, દીપ પ્રગટાવી પોતે ધ્યાન લગાવીને રાત્રીને સમયે બેઠા. પૂજારીને ધ્યાન રાખવા સૂચછ્યું. તેના ધ્યાનથી કામદેવ પ્રગટ થઇ એણ્યે-“હે મહાસત્વ ! એ મહાત્ત ચારની તને શી વાત કહું ? તે મને પણ લુંટી ગયા છે! મારી પ્રિયા રતિની પ્રીતિમાં નિમિત્તભૂત એવા મારાં શણગાર પણ રાત્રીને સમયે તે હરી ગયા છે. મંદિરમાં એણે એસ્ત્રીઓને નગ્ન કરી, તેમાં હું વચમાં પડ્યો, તે મે માર ખાધેા.”
રાજકું વર નિરાશ થઈ પાતાનું કાર્ય આટાપી વસ્ર સજીને ત્યાંથી નીકળ્યેા. “ આહા ! આ ચાર કેાઇ ઉસ્તાદ જાદુગર જણાય છે, જેણે દેવાને લુંટવાની હિંમત કરી, તેને મનુષ્ય શુ` હિસાખમાં હાય ? એ માનવ અને તેમાં પણ ચાર છતાં કાઇ અસાધારણ વ્યક્તિ જણાય છે, ઠીક છે, અત્યારે તેા હવે પ્રભાત થઈ ચુકી છે, આવતી રાતના
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૪
મિલકુમાર હવે મહાકાળીનું આરાધન કરશું.” એમ વિચારી કુમાર પિતાના સ્થાનકે ગયે.
બીજે દિવસે નિશા સમયે તે રાજકુંવર મહાકાલીના મંદિરે આવ્યા. ત્યાં શુદ્ધ થઈને જાપ જપતે બેઠે, તે વારે મહાકાલી ધ્યાનાતે પ્રગટ થઈને બોલી–“હે વત્સ! એ ઠગારાની શું વાત કહું? એક દિવસ મારા મંદિરમાં આવ્યો, તે શકુન જોવાની ખાતર ક્ષણવાર થોભે; અને મારા પગનાં ઝાંઝર ઉપર નજર પડી, તે પણ તે અધમ ઉપાડી ગયો.”
અરે! એ અધમ ચારે દેવેની પણ લાજ લેવામાં બાકી નથી રાખી. તે પછી હવે બીજા કેની રાખે? માટે હવે તે આત્મશક્તિ ઉપરજ ભરોસો રાખ.” કુમારે વિચાર્યું.
સત્ય છે, તારા સત્વથીજ એ સપડાવાને હશે તે સપડાશે, અમે ઈચ્છીએ છીએ કે તારે વિજય થાય.” એમ કહી દેવી મહાકાલી અદશ્ય થઈ ગઈ.
રાજકુંવર ત્યાંથી નીકળ્યા. અનુક્રમે નગરમાં ફરતાં ફરતાં છ દિવસ નીકળી ગયા, છતાં ચોરને કાંઈ પણ પત્તો મળ્યો નહિ. જેથી તેને ચિંતા થઈ અને નગરીના લોકો પણ વિલખા થયા. એ ધ આવતી કાલ સુધીમાં ન પકડાય તે નક્કી કુંવરને જાન જશે. મહા ભુંડું થશે. ચિંતામાં સાતમા દિવસને પ્રભાત થયે. કાશીનગરીમાં આજને દિવસ ઘણું જ મહત્વ ભર્યા હતા.
૬ સાતમા દિવસના પ્રભાતમાં રાજકુંવર નગરમાં ફરતા ફરતે નગર બહાર નીકળી ગયો. ચિત્તમાં અશાંતિ છવાયેલી હતી, વદન ઉપર શેકની છાયા ફેલાઈ હતી. એ કુમાર નગર બહાર ઉદાસ ચિત્તે સ્મશાનમાં આવ્યું. ત્યાં એક મોટા વડલાના વૃક્ષ નીચે નિરાશ થઈને બેઠે. એક મોટા ઉડે નિઃશ્વાસ મૂકે. “ આજે સાતમે દિવસ હતો. પિતાના સત્વની કસોટીને મહત્વ ભર્યો દિવસ હતો. મનુષ્ય તે પ્રયત્ન કરે છે, ફળ તે દૈવસત્તાને આધિન છે. આજે જે ચોરનો પત્તો ન મળે, તે આવતી કાલનું પ્રભાત ! કુદરતનું આ અનુપમ સંદર્ય પોતે અવકન કરી શકશે નહિ. ખેર ! જેવી
Page #237
--------------------------------------------------------------------------
________________
રિષદમન. વિધિની ઈચ્છા !” વિચારમાં-ઉદાસીનતામાં તે ત્યાં બેઠા, અને ચારે દિશાએ અવલોકન કરવા લાગ્યું. તલવારને કપડાની અંદર છુપાવી હતી, એની વિહળતા વધી ગઈ હતી, એવી સ્થિતિમાં મધ્યાન્ડ સમય વીતી ગયે. દિવસને ચતુર્થ પ્રહર શરૂ થયા. “થયું હવે ચતુર્થ પ્રહર વીતી જતાં પિતાના જીવનની સમાપ્તિ હતી. બહુ તો આજની રાત ! આવતી કાલે પ્રભાતમાં તે પ્રતિજ્ઞા પૂરી કરવાની હતી. કાર્ય થાઓ કે નહિ, લેકે નિંદો વા સ્ત, લક્ષમી રહો કે જાઓ, મરણ કાલ આવતું હોય તે ભલે આજ આવે, પણ ઉત્તમ પુરૂષે કદિ પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરતા નથી.” એવા વિચારમાં દિવસના ચોથા પહેરે દૂરથી કેઈ અબધૂત ભેગીને આવતો પોતાની તીણ નજરે જોયે. કંઠમાં રૂદ્રાક્ષના માળાનાભી પર્યત રહી ગઈ હતી, શરીરે રક્ત વસ્ત્ર ધારણ કર્યા હતાં, ત્રિદંડ કુંડી હાથમાં ધર્યા હતા, ભાલપ્રદેશ ઉપર ભસ્મની મોટી આડ રેખાઓ કરેલી હતી, મસ્તકે છત્રી ધારણ કરી હતી, ખીલેલા ફૂલની માફક જેની નાસિકાનાં પોયચાં ખીલી રહ્યાં હતા, મસ્તકના કેશ પીળા અને આંખ રક્ત વર્ણવાળી હતી, જેના હાથ જંઘા ગ્રીવા મેટાં હતાં. એ વેશ પરાવર્તન કરેલે, પરદેશી જેવો જણાત, આકૃતિએ કરીને ભયંકર લાગતે પરિવ્રાજક તેની તરફ ચા આવતા કુમારે દીઠો. “હાં! મેમાન આવે છે ખરા! મહારાજ ધબીથી ઠગાયા, મંત્રીશ્વર મહિની-આહરણમાં ફસાયા, પુરહિત ગણપતિના ભ્રમમાં ભૂલ્યા, સેનાપતિ વણિક વેષ ધારીમાં ડુલ્યા, કેટ વાળ જુગારમાં ઝુલ્યા, એ સર્વે રૂપ કરનાર એકજ વ્યક્તિ ! અને તે વ્યક્તિ અદ્ભુત શક્તિ ધરાવનાર એ ચોર! આજે વળી આ કે પરિવ્રાજક આવે છે. આપણે તો એ ચેર છે એમ સમજીનેજ શરૂત કરવી.” એવા વિચાર તરંગમાં તે મેમાન નજીક આવી પહોંચ્યો.
એ પરિવ્રાજકને આ રાજકુંવર પગે પડ્યો. અભૂત વેષધારી પરિવ્રાજકે તેને આશિષ આપી. “વત્સ! કેમ નિરાશ જણાય છે, કંઈ દુઃખ હેાય તે કહે !” જાણે મહાન્ ઉપકાર કરનાર કે પરમ પુરૂષ હોય તેવી હેત પ્રીતની ઉદાર લાગણીથી મિત્રભાવે તે પરિવ્રાજકે રાજકુંવરને પુછયું. -
“મહારાજ ! મહાત્મન્ ! આપ તો કઈ દિવ્ય પુરૂષ જણાવ
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ધગ્નિલકુમાર, છે. જ્યાં તમે ને ક્યાં હું ? તમે સમર્થ યેગી અને હું સંસારમાં ગરીબાઈના દુઃખમાં સડતે કંગાળ પ્રાણી–પરદેશી. જુગારમાં સર્વ દ્રવ્ય હારી જવાથી અત્યારે દ્રવ્ય વગર હું મહા મુશીબતમાં આવી પડ્યો છું. આપઘાત કરવાના વિચારમાં છું! દુઃખના એ દેહલા દિવસો હવે શે ગુજારવા? દ્રવ્ય ન હોય તે મરણ એજ કંગાળને માટે તે શરણ છે. કેમકે વ્યાધિ, વ્યસન, વિવાદ, વૈશ્વાનરને વેર એ પંચવવા વધ્યા, તો જરૂર દુ:ખમાં નાખે!” કુંવરે પોતાની વાત કરી.
એ તુચ્છ દ્રવ્યની ખાતરતું આટલે બધા દુઃખી બન્યો છે.” જોગીએ પૂછયું.
“બેશક ! દારિદ્ર છે એ મનુષ્યનું આયુષ્ય છતાં મૃત્યુ છે. રેગ નહિ છતાં પણ એજ મહાન રોગ છે. જગતમાં એથી બીજું કયું મહાન દુઃખ હોય?” કુંવરે કહ્યું.
એ સર્વ તે અસત્ય કહ્યું, સૂર્યના ઉદયે કદાપિ હિમ પડે કે? દારિદ્રરૂપી મૂળને નાશ કરવાને મને કુહાડા સરખો વિદ્યમાન તું સમજ?”યાગી બેલ્યા.
મારૂં દારિદ્ર દૂર કરો તો આપને માટે ઉપકાર ! જોગીરાજ!” કુંવરે મર્મમાં કહ્યું “ઠીક છે, હાલમાં તું અહીંજ બેસ ને સમય થતાં હું તને તેડવા આવીશ. તારૂં દારિદ્ર કાપીશ.” એમ કહી જોગી સ્મશાન તરફ ચાલ્યો ગયો.
કુંવરે વિચાર્યું – “આ ભાઈમાંજ કંઇકદાળમાં કાળું જણાય છે. નગરીમા તફાન આમના સિવાય બીજા કોનું હોય? ચાલે જોઈએ ! રાતના તે આવીને શું કરે છે?” એમ વિચાર કરતાં રાત્રી પડી.
રાત્રી હમેશાં ચાર જણને પ્રિય હોય છે. ઘુવડ, ચેર, ભૂત ને વ્યભિચારી. લેહનાં બે મોટાં કાતરીયાં લઈને તેમજ હાથમાં તરવાર ધારણ કરીને પરિવ્રાજક કુમારની પાસે પહોર રાત્રીને સમયે આવ્યો, અને તેને લઈને તેનગરીમાં પેઠે. પ્રથમ તેણે લેકેની નજર બાંધી અને અદશ્ય વિદ્યાએ તે નગરમા ચાલે. એક કેટધ્વજના ઘર આગળ આવી કાતરિયાથી ભીંત કાપીને તેમાં બાકોરું પાડી ઘરમાં પેઠે. તેની સાથે કુમાર પણ પેઠે. વસ્ત્રાભરણ તથા ઝવે
Page #239
--------------------------------------------------------------------------
________________
રિપુદમન. રાતની પેટીઓ લઈને બન્ને જણા ત્યાંથી યક્ષના મંદિરમાં આવ્યા. ત્યાં આગળ કઈ પરદેશી સુતા હતા તેમને દામ આપવાના કરી પેટીઓ તેમના મસ્તકે ચડાવી. તેઓ નગર બહાર પિતૃવનની પાસેના આમ્રવનમાં આવ્યા. ત્યાં મેટા વડલાના તરૂવરતળે પેટીઓ ઉતરાવી વિશ્રાંતિ લેવાને સૂતા. ચેર પણ કપટનિદ્રામાં પોઢી ગયે. પેલા મજુર પણ એક બાજુએ ઘેરનિદ્રામાં પડ્યા. રાજકુંવર સુતા સુતાં વિચાર કરવા લાગ્યા કે “આમ શત્રુઉપર વિશ્વાસ રાખીને સુવું એ જોખમભર્યું છે. તે ઘણું શક્તિવાળે, પ્રપંચી અને અપાર ધૈર્યવંત તેમજ બુદ્ધિવંત છે. રખેને બકરું કાઢતાં ઉંટ ઘુસી જાય.” આમ વિચારી તરતજ ખડ્ઝને સંતાડી પોતાના બીછાને વસ્ત્ર રાખીને તે આસ્તેથી ઉઠી વડના કોતરમાં ગડી ગયે. થોડીવારે શાંતિ થઈ અને બધા જગ્યા એટલે ચેરે હાથમાં ખડ્ઝ ગ્રહીને ભારવાહક પરદેશીને મારી નાંખ્યા અને કુંવરની પથારી ઉપર ઘા કર્યો. પથારીના બે ભાગ થયા. ચોર ચમક્યા. “અરે પથારી તે શૂન્ય છે, એ ધૂર્ત કયાં ભાગી ગયે?” આમતેમ જોવા લાગ્યું. એટલામાં એકદમ કોતરમાંથી ખળું ખેંચીને કુંવર કુદ્યો. તે વિચાર કરતા ચેરની ઉપર પડ્યો. તેને ગળચીથી એક હાથે પકડ્યો અને કહ્યું–“અરે વિશ્વાસઘાતી ! પાતકી ! જેમ કેશરીસિંહ આગળ હરણીયું રાંક છે તેમ મારી આગળ તને સમજજે.”
અચાનક ઉપર પડી ગળચી પકડવાથી-દબાવાથી ચોર મુંઝાયે, તેણે છુટવાને પ્રયત્ન કર્યો પણ સખ્ત દબાણ હોવાથી ગુંગળાવા લાગ્યું. પોતે મજબુત હતો છતાં અત્યારે તેને સમજ પડી કે મજબુતને માથે પણ મજબુત તેને મળ્યા હતા. વિધિએ શેરને માથે સવાશેર પેદા કર્યો હતે. ચારે તરતજ પિતાની તલવાર ઉંચકીને જે કુમાર ઉપર ઘા કરવા જાય છે તેવીજ કુમારની તલવાર તેની તલવાર ઉપર પડી, જેથી તેની તલવાર ખણણણ કરતી દૂર જઈને પડી. ચોર નિ:શસ થયે. ચેરે જાણ્યું કે “આજે સો વર્ષ પૂરાં થઈ જશે, મનના મનોરથ મનમાં જ રહેશે.” જેથી પોતાનું હતું તેટલું બળ અજમાવ્યું, પણ લાચાર ! તે પાપનો ઘડો ભરાઈ ગયા હતા. પુણ્ય અને પાપની
૨૮
Page #240
--------------------------------------------------------------------------
________________
ર૧૮
ધમિલ કમાર, લડાઈને રંગ સંપૂર્ણ પણે જા હતા. ચાર એકદમ આંચકે મારી છુટે થયે ને કુમારને મારવાને ધો. બાહુ યુદ્ધ ને મલ્લયુદ્ધની માફક તેની પણ પરીક્ષા થઈ. એકબીજાને નીચા પટકતા, દાવપેચ રમતા, એકબીજાને મારવાની યુક્તિ કરતા તેઓ ભૂલાવામાં નાખી સપડાવાની તક ખોળવા લાગ્યા. પણ ચોરના દિવસે ભરાઈ ગયા હતા. પાપપુન્યની લડાઈમાં આખરે તે પુણ્યને જ જય થાય છે. તેથી મજબુત એ પણ ચોર થાકી ગયે, છેવટે-ભય પામે. થાકીને લથપથ થઈ ગયા. તે નાશી જવાને લાગ જેતે હતે. પિતાનું છેવટનું બળ અજમાવી કુમારના પંજામાંથી છુટો થઈને તે નાઠો. ખડગ ગ્રહણ કરી કુમાર ચેરની પછવાડે દેડ્યો. નાસતા ચેરની જંઘા ઉપર ઘા કરીને તેને નીચે પાડ્યો. થઈ રહ્યું, બસ ખેલ ખલાસ થઈ ગયે. છેવટે તે સત્યને વિજય થયે. ચોરની જીવનયાત્રાની છેલ્લી ઘડીએ હવે પૂરી થતી હતી. પોતે મરી જશે તે બધું અંધારામાં રહી જશે જેથી ગુહ્ય વાત તેણે કુમાર પાસે પ્રગટ કરી. “ભાઈ ! આજસુધી હું સમજતો હતો કે જગતમાં હું એકજ વીર પુરૂષ છું, પણ નહી, બહુ રતા વસુંધરા છે. પૃથ્વી એકએકથી ચઢયાતા પુરૂષે ઉત્પન્ન કરે છે. ગવી જનોના ગર્વનું મર્દન કરે છે. હું તારી ઉપર પ્રસન્ન થયે છું. મારી એક વાત સાંભળ! આ શૂન્ય દેવાલયની પાછળ વડલાનું વૃક્ષ છે. તે એક કેશના વિસ્તાર આસપાસ ઉપર ફેલાયેલું છે. તેના કોતરમાં જે તે એક મેટી શિલા જોવામાં આવશે. તેને દૂર કરશો એટલે અંદર મેટું ભંયરું છે. તે મારું રતભવન–રહેવાનું મંદિર છે. તેમાં વિરમતિ નામે મારી બેન રહે છે, તે મેં અત્યારે તને અર્પણ કરી છે. હજી તે કુમારી છે અને નવીન વનમાં આવેલી છે. મારો ધન માલ બધું તને અર્પણ કરવામાં આવે છે. આ મારૂ ખર્શ બતાવજે, એટલે તેના સંકેતથી તે તને પરણશે. તમે તેના નામથી બોલાવશે એટલે દ્વાર પણ ઉધાડશે. તેને તમે દ્રવ્ય સહિત ગ્રહણ કરી તમારે ઈચ્છિત સ્થાનકે જજે અને સુખી થજે.” એટલું બોલતાં તે ચોરની જીભ ખેંચાવા લાગી. હવે તેના છેલ્લા શ્વાસોશ્વાસ હતા. પીડામાં વધારો થતો હતે. પાટો બાંધ્યા છતાં શરીરમાંથી રક્ત વહી જતું હતું. ઇંદ્રિયે મંદ
Page #241
--------------------------------------------------------------------------
________________
વિરમતિ:
રાટ થતી જતી હતી. એ મજબૂત અને સમર્થ વ્યક્તિમાં અત્યારે અલ્પ પણ શક્તિ ન હતી. “જોયું પાપ પુન્યનું પરિણામ! આખરે તે આ હાલ છે. જે ધનમાલ માટે તે અનર્થ કર્યો, વિદ્યાઓ સાધ્ય કરી, અજમાવી, શક્તિઓને ગેરઉપયોગ કર્યો, એ સર્વ આજે કયાં છે? અરે મુસાફર ! કડો ગમે એકઠું કરેલું દ્રવ્ય આપતાં મૃત્યુથકી બચતે હે તો બચ!” કુંવરે તેને કહ્યું.
ચર બેલ્યો-“એ ક્રૂર મૃત્યુના ભયથી કઈ બચાવનાર નથી, પ્રભુ એકજ એના થકી છેડાવનાર છે.” તે વિશેષ ન બોલી શક્ય. તુટક તુટક માત્ર એટલાજ શબ્દો તેના મુખમાંથી નીકળ્યા. શરીર ઠંડું પડવા લાગ્યું.
“તારા ત્રાસથી આખું આ કાશી નગર ભયથી વિહળ અને અશાંત હતું. આવતીકાલથી તે નિર્ભય થશે. તારે નાશ સાંભળીને તે સર્વે ઘણા ખુશી થશે. જેને જેને માલ હશે તે તે લેકેને સેંપવામાં આવશે. ભલા માણસ ! તેં એકઠી કરેલી દોલત તે અહીંયાંજ રહી, તે કાંઈ તારી સાથે આવી નહી. પણ ખચીત તે નિમિત્તે એકઠું કરેલું પાપકર્મ તે જરૂર તારી સાથે આવશેજ. ઘણુ કાળ પર્યત તે તને હેરાન કરશે. સમજજે કે આ તો હજી તેની શરૂઆત છે. એટલું સાંભળતાં તે ચેરને ડચકાં આવવા લાગ્યાં. ત્રીજે ડચકે આ સંસારની જીવનયાત્રા પૂરી થઈ. એ અમર આત્મા આ મનુષ્યભવનું મકાન ખાલી કરીને તથા પ્રકારના કર્મોને અનુસાર મળેલા નવા મકાનમાં ચાલ્યો ગયો. તેના મૃતકને જેતે કુમાર ગણગ. “ કે મજબૂત અને વિદ્યાસંપન્ન વીરનર હતો છતાં અનીતિથી એને નાશ થયો. આખરે તો સત્યનોજ જય થયો.”
પ્રકરણ ૩૭ મું.
વિરમાત. અગડદર કુમાર ચેરનું વાસભુવન જેવાને તેની આપેલી નિશાનીએ ગયે. મોટા વડલાના કોતરમાં પ્રવેશ કરીને બળપૂર્વક પત્થરની શિલા તેણે ખસેડી નાખી અને તે ભેંયરામાં-પાતાલમાં
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ધશ્મિણ કુમાર ઉતરી ગયે. પરાક્રમી પુરૂષને ગમે ત્યાં જવા છતાં ભય હેતેજ . નથી. એ અણમોલ ઝળહળતું રત્નભુવન રાજાઓનાં મંદિર કરતાં પણ શ્રેષ્ઠ હતું. અંદર જતાંજ તેની રચના જોતાં કુમારને શાંતિ થઈ. તેની આંખો અતિશય આનંદ પામી. દ્વાર પાસે જઈ વીરમતિ નામને પિકાર કરીને દ્વાર ઉઘડાવ્યું. વીરમતિ પણ પિતાના બંધને બદલે અન્ય સ્વરૂપવાન વ્યક્તિને આમ અણધારી રીતે આવા ગુપ્ત સ્થાનકમાં જઈને ચમકી. એ મનમેહન બાળા એકી ટશે જોઈ રહી. આ કુમારિકા અત્યાર પર્યત અવિવાહીત હતી. સ્ત્રીઓની કળાઓમાં કુશળ હતી. રૂપ, વૈવન, ચતુરાઈ લક્ષ્મી સર્વે તેની ઉપર પ્રસન્ન હતાં. છતાં તેનું ભાગ્ય કવચિત તેને ઉલટી મતિ સૂજાડતું હતું. વિધાતાએ ફુરસદને સમયે ઘડેલી આ બાળા હજુ સુધી અણિશુદ્ધ હતી, તેનું કારણ કાંઈ તેનું માનસિક બળ નહી પણ આવી એકાંત એજ પ્રધાન કારણ હતું. તેના હૃદયમાં પુષ્પધન્વાના ધનુષ્યને મધુરે ટંકાર ઉંડે ઉતરી ગયા હતા; છતાં એ હૃદયને ભાવતું મેળવવામાં તેના ભાઈની આવી એકસાઈથી કંઈ પણ સાધન તેને અનુકૂળ નહોતું. મદનના તાપથી ઉપરથી સુંદર એવા સુખ સગવડનાં અનેક મનમાનતાં સાધને છતાં તેને ઉંડાણમાં દુઃખ હતું. ભેંયરામાં આવ્યા પછી કઈ પણ પુરૂષના મુખનું દર્શન થયું હોય તે તે આજે જ થયું હતું. પોતાના ભાઈને આવે તેની ઉપર બંદેબસ્ત છતાં એ બાળા ભાઈને પૂર્ણપણે ચાહતી હતી.
. રાત્રીને ચતુર્થ પ્રહર પિતાનું કાર્ય કરી રહ્યો હતો, તેવા સમયમાં આમ એકાકી અન્ય સુંદર યુવકને જોઈને એ નવાવન બાળ ચમકી–આશ્ચર્ય પામી. તેમજ એ કામદેવના મંત્રને આમંત્રણ કરતી મનમેહક બાળાને જોઈને રાજકુંવરની આંખે પણ આનંદથી નૃત્ય કરવા લાગી. વારંવાર જોયા છતાં જગતમાં કોઈને તૃપ્તિ થઈ છે કે આને થાય? બન્ને યુવાન હતાં, એકાંતમાં હતાં, પ્રદ્યુસના મદથી મેદન્મત્ત હતાં; છતાં સમય પ્રતિકૂળ હતો. કામદેવના મંત્રનું આમંત્રણ હમેશાં જે ત્રીયાથી શરૂ થાય છે તે અંતિમ પરિણામ પર્યત મીઠાશ ટકી રહે છે. હૃદયમાં જેવી
Page #243
--------------------------------------------------------------------------
________________
વિરમતિ. મીઠાશ હોય છે તેવું જ ફળ-સુખ પ્રાપ્ત થાય છે. અહીંયાં વિધિને રંગ કાંઈક જુદા જ હતા. વીરમતિએ કુમારને પૂછયું.
“મારે બાંધવ ક્યાં છે? અને તમે કેણ છે?” એ ધડકતા હૃદયે પૂછાયેલા શબ્દો હતા. તેનું વામેતર–જમણું લેશન ફરકયું. અંતરમાં અનિષ્ટની શંકાઓ થવા લાગી. પ્રશ્નને પ્રત્યુત્તર સાંભળવાને હૃદય અધીરૂં અધીરૂં થઈ રહ્યું હતું. આતુર આંખે અત્યારે બીજી કઈ પણ બાબત ભૂલી જઈ આ પ્રશ્નોત્તર સાંભળવામાં જ લીન હતી.
વિરમતિ ! તારો ભાઈ અત્યારે આ દુનિયા ઉપર નથી. તને આવા સમાચાર આપવાને માટે હું આવ્યો છું.” રાજકુંવરે સ્થિરતાથી કહ્યું.
“હા ! મારો ભાઈ આ જગતમાં નથી? તે કયાં ગયો? શું તે મરી ગયે? કયા તેને માર્યો?” બેભાનમાં ને બેભાનમાં તે લવી ગઈ. શોકથી વિહ્વળ થઈ ગઈ.
હા! બાળા!તે મરી ગયે. કરેલા પાપની-બદકામની શિક્ષા ભેગવવાને તે પરલોકમાં ગયે.” ધીરજથી કુમારે જવાબ આપે.
પાપ! બદકામ!શિક્ષા ભેગવવાને પરલોકમાં ગયો!તે જાણું પરંતુ યમને પણ ભયંકર એવા મારા ભાઈને કયા દુષ્ટ માર્યો?”
મેં ! બાળા ! મેં માર્યો !હિંમતથી કુંવરે કહ્યું.
“ તમે! શા માટે માર્યો? માફ કરજો, ભાઈના મરણનાગમથી હું દિવાની થઈ ગઈ છું. મને પોતાને પણ હમણાં ભૂલી ગઈ છું.” બાળા કાચું કાપે જતી હતી પણ વળી બગડતી બાજી સુધારી.
“તેના અત્યાચારથી ! મહારાજના હુકમથી !” આમ કહી ટુંકમાં ચાર સંબંધી સર્વે વ્યાખ્યા કુંવરે કહી બતાવી, અને નિશાનીમાં ચોરનું ખડ્ઝ કપડામાં છુપાવેલું તે બતાવ્યું.
ભાઈનું ખળું તેણીએ ઓળખ્યું, તે વડે ભાઈએ સૂચવેલી નિશાની બાળા સમજી ગઈ, અન ભાઈનું વેર-ખુનને બદલે ખુન કરવાને તત્પર થઈ. તેણીએ માયા વિસ્તારવા માંડી. ગમગીન થયેલી બાળા એકદમ ખુશી થઈ. “સ્વામિન્ ! તમારી જેવા વીરપુરૂષને
Page #244
--------------------------------------------------------------------------
________________
રરર
બસ્મિલ કુમાર,
પામીને મારી જીંદગી આજે સફળ થઈ. આપ આ પલંગ ઉપર બેસે, હું ઉપર જઈને વિવાહની સામગ્રી તૈયાર કરૂં, પછી લગ્ન કરીને આપ અહીંયાં–આ રત્નભુવનમાં રહે ! મારી સાથે અખંડ સુખ આનંદ ભગવે.” એમ કહી કુંવરને પલંગ બતાવી તે માળ ઉપર ચાલી ગઈ.
કુમાર આરામ લેવાને પલંગ તરફ ચાલે. પણ વિચાર થયે કે-“આ સુંદરીનું કપટ તે ન હોય! કેમકે એ પણ ધૂર્તની બહેન છે, કોણ જાણે ચેરે આ ખગ બતાવવા વડે કાંઈ ગુપ્ત નિશાની પણ સૂચવી હોય. ઉપરથી ઉજ્વળ અને પવિત્રતાને ડાળ કરતા મનુષ્યો અંતરમાં કાળા હોય છે, તેમ આ સુંદર બાળાની કૃતિ તેવી તે ન હાય ? માટે સાવધ રહેવામાં આપણું શું જાય છે? વળી પ્રચ્છન્ન રહેલી આફતમાંથી સાવધ રહેતાં લાભ તે અવશ્ય થાય છે. તેમજ સપે, શ, વાણીયા, શસ્ત્રધારી, વાંદરા, ઠગ, ઠાકર, સોની, પદારા અને અંજાર–તેને વિશ્વાસ ! સમય પામીને તેઓ શું કરી નાખશે તેની ખાતરી શી?” એમ વિચારી એક મેટો પત્થર તે પલંગ ઉપર નાખ્યો કે જેથી એ કૃત્રિમ પલંગ ચૂર્ણ થયા ને પત્થર નીચે કુવામાં પડ્યો. કુંવર ચમક અને ખુણામાં ભરાઈ ગયે.
પલંગ તુટી અંધાર કુવામાં પડવાના ધબકારાથી બાળા ખુશી થઈને નીચે ઉતરી. “ દુષ્ટ ! મારા બાંધવને હણવાનું ફળ ભેગવ ! તું પણ એ અંધારા કુવામાં રીબાઈ રીબાઈને મર !” એમ કહી કુવા પાસે આવી.
તરતજ કુમારે છલંગ મારી તેને પકડી લીધી અને કેશે ગ્રહીને નીચે પટકી બેચાર લાતને પ્રહાર કર્યો. “માયાવી રંડા! શું કરું કે તું અબળા છે નહીતર આ અંધારફૂપમાં તને જ હેમી દેત, પણ તારા જેવો નિર્દય હું થતું નથી. ચાલ, હવે રાજદરબારમાં, ત્યાં તારે ન્યાય થશે.” એમ કહી તેને મજબૂત રીતે બાંધીને વાસભુવનમાંથી બહાર નીકળે અને મંદિર શિલાએ કરીને બંધ કર્યું
વિરમતિ તે રાજકુંવરને જીવતે જાગતે અને પોતાની ઉપર આક્રમણ કરતે જોઈ અંધારામાં જેમ વિજળી ઝબકે તેમ ઝબકી. પણ
Page #245
--------------------------------------------------------------------------
________________
વિરમતિ.
૨૨૩ તે વિચાર કરે તે પહેલાં તે રાજકુંવરે તેને બરાબર સપડાવી દીધી. કેશ ખેંચી ઘસડતાં તેણીને રત્નભુવનમાંથી રાજસભામાં લાવવાને બહાર કાઢી, તે બહાર નીકળે એટલામાં તે તેનું ચિંતારૂપી અંધકાર અદશ્ય થયું અને સહસ્ત્રકિરણનો ઉદય થયો, ઉદયાચલ પર્વત તરફ સાત અએ નોતરેલા અને અરૂણ નામે લંગડા સારથીથી શોભતા તેણે પિતાની મુસાફરીને રસ્તે શરૂ કર્યો ને નોમંડલમાં તે ઉંચેને ઉંચે ચઢવા લાગ્યો.
આઠમા દિવસને લગભગ પ્રહર દિવસ ચઢ્યો ત્યારે રાજકુંવર વીરમતિને આગળ કરીને નગરના દરવાજામાં પેઠે. બંધને બધી આગળ કરેલી એક સુંદર કુમારિકાને જોઈને લેકે હસવા લાગ્યા. જેવાને આખુ નગર ઉલટયું. “ ! કંવરજી ચોરને પકડી લાવ્યા !” એવી હાંસીવાળી લેકોક્તિ સાંભળતે કુંવર તે બાળાને લઈને રાજસભામાં આવ્યો અને ચોરની સહોદરી રાજાને ચરણે છેડી પોતે નૃપને નમ્યો. પછી અથથી ઇતિ પર્યત સર્વે હકીક્ત કહી સંભળાવી અને જ્યાં ચારનું મૃતક પડયું હતું ત્યાં સુભટે મોકલી તે મંગાવ્યું. રાજાએ પછી ચંડાળાને સેંપી અગ્નિસંસ્કાર કરવાને હુકમ આપે. ભેંયરામાં જે જે જરઝવેરાત હતું તે સર્વ રાજાએ સેનાપતિ–મંત્રીને મોકલીને સુભટો માતે રાજસભામાં મંગાવ્યું. જેને જેને માલ લુંટાયે હતું તેની ખાતરી કરીને પંચ માતે સને હવાલે કર્યો. એવી રીતે નગરની પ્રજા ત્રાસમાંથી મુક્ત થઈ પછી વિરમતિને માફી આપી જેથી તે પોતાની પદ્ધિમાં ચાલી ગઈ.
રાજકુંવરના આ બીજા અદ્ભુત કાર્યથી રાજા અતિ પ્રસન્ન થયા. રાજાને કમલસેના નામે પુત્રી હતી, જે આજ લગી કુમારી હતી. રાજાએ તે કમલસેના કુમારને આપી. જોશીને બોલાવી શુભ મુહૂર્ત તેમનાં બન્નેનાં મોટા મહોત્સવ પૂર્વક લગ્ન થયાં. મોટા મેટા વરઘોડા કાઢયા, કન્યાદાનમાં રાજાએ અલંકારથી શોભતા હજાર હાથી, દશ હજાર તુરંગ, ક્રોડ સેનેયા અને લક્ષ ગામે કરીને શભાતે એક રમ્ય દેશ એટલું આપ્યું. વસ્ત્રો, અલંકારે, જરઝવેરાત, વાહન, દાસ દાસી એ સર્વે મનમાનતું આપ્યું. એક સુંદર મહેલ બંધાવી આપે, જેમાં કમલસેના અને રાજકુમાર અનેક
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૪
બસ્મિલ માર. પ્રકારનાં સુખને અનુભવ કરતાં અને વિવિધ પ્રકારના વિલાસ ભેગવતાં રાજાના અધિક માન સન્માનથી આનંદમાં દિવસ નિગમન કરવા લાગ્યાં. દીન દુઃખી અને અનાથજનને ઉદ્ધાર કરતાં અનેક પ્રકારે લક્ષ્મીને સદ્વ્યય કરવા લાગ્યા. એવી ઠકુરાઈની સ્થિતિમાં પણ રાજકુંવર ઉપાધ્યાયજીને તાત સમાન માન-સન્માન આપતા હતા. દાનધર્મમાં લક્ષમીને સદ્વ્યય કરતું હતું. વૈભવવંત સ્થિતિમાં માનવજન્મની સાર્થકતા કરવા માટે અપૂર્વ હા લેતા હતા.
વ્યવહારને પાળતાં છતાં પણ મુનિવર જેમ નિશ્ચય પદ તરફ સ્થિર દષ્ટિ રાખીને કાર્ય કરે છે, તેવી રીતે કમળસેના સાથે લક્ષમીની મદદ વડે પ્રભુતાના ગૌરવવડે મનુષ્યજન્મનાં ઉત્તમમાં ઉત્તમ સુખ જોગવતાં છતાં તેની દષ્ટિ વણકતનયા મદનમંજરીમાં લીન હતી. એટલું મદનમંજરીનું સદ્ભાગ્ય હતું કે તે તેણુને ભૂલી શક્ત નહોતે. મંજરી તેની આશામાં ને આશામાં જીવન વીતાડતી હતી. સ્વામીના વિયેગે સ્વામીના ધ્યાનમાંજ ચિત્તને પરેવતી ભવિષ્યના સુખની આકાંક્ષાઓ કરતી વિરહવ્યથામાં પોતાના દિવસે વ્યતીત કરતી હતી. જ્યાં લગી ઉપાધ્યાયને ત્યાં કુમાર હતા ત્યાં સુધી તે કવચિત તેના દર્શનનો લાભ મળતો હતો. એકબીજાની આવડે, ચેષ્ટા વડે હદયના ભાવે સમજવાની અમૂલ્ય ઘડી પ્રાપ્ત થતી હતી, તે સર્વે હાલમાં તો ગ્રીષ્મરૂતુમાં તલાવડીની જેમ સુકાઈ ગયું–કરમાઈ ગયું. એકને સુખ મળ્યું તે બીજીને દુઃખ પ્રાપ્ત થયું.
સ્વદેશમાં માણસને પોતાનું ભાગ્ય વિધી જાય તે પરદેશમાં જઈને ભાગ્યની કસોટી કરવી. એક સ્થાનકે પરાભવ થાય તે સ્થાનાંતર કરવું. ઉત્તમ પુરૂષ એકજ સ્થાનકે રહીને નાશ પામતા નથી.
एकस्थाने न तिष्ठन्ति, सिंहा सत्पुरुषा गजाः ।
તેરૈવ નિધનં યાન્તિ, વ: પુરુષાતથી / ભાવાર્થ_એકજ સ્થાનકે રહેવાથી કાગ અને કાપુરૂષ-મુખે પુરૂષ નાશ પામે છે, પરંતુ સિંહ, સત્યરૂ અને ગજે પરાભવ થતાં તુરતજ અન્ય સ્થાનકે ચાલ્યા જાય છે.
S:
Page #247
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૮ મું.
મન્મથની મુંઝવણ.” તપું છું હું બળું છું હું, મરું અરે યારા; રીબાવે શું સતાવે શું ? હું તારી છું તું મારે થા.” બજારમાં એક સુંદર તરૂણ તુરંગને રમાડતે ચાલ્યા જતો હતો. અનેક લોકો તેને માન આપતા અને તેની અશ્વ ખેલવવાની ચાલાકીથી ખુશી થતા હતા. પ્રથમ હંમેશ અશ્વ રમાડવાને જે પુરૂષ શહેરમાં નીકળતું હતું તેનું અત્યારે દર્શન પણ દુર્લભ હતું. હવે તે ક્વચિતજ તેને બહાર નીકળવાને લાભ મળતું હતું, કેમકે પુષ્પધન્હાના રમણીય મંદિરમાં કામદેવના મંત્રનો જાપ જપાતો હોવાથી– રાજકન્યાના લગ્ન પછી તેની સાથે પ્રીતિના સંગઠનમાં જોડાવાથી બહાર ફરવા હરવાનું બંધ થઈ ગયું હતું. કેટલેક દિવસે આજે પ્રિયાના પ્રેમપાશમાંથી છુટો થઈને કુંવર અશ્વ ખેલાવતે બજારમાં જતો હોવાથી કેને દર્શન કરવાની ઘણે દિવસે તક હાથમાં આવી હતી. એમ કરતાં કુંવર ઘણે દૂર નિકળી ગયો–એલે પડ્યો. અશ્વની ગતિ પણ ધીમી કરી. તેવામાં એક સ્ત્રીએ પાસે આવીને કુંવરને પુષ્પથી વધાવી એકાંતમાં તેને એક કાગળ આપે. કુંવરે કાગળ ઉકેલીને વાંચવા માંડ્યો.
પરમ પ્રિય હાલા સ્નેહી!
પત્ર લખતાં વિરહના મર્મભેદી ઉભરાથી હદય આપના વિગે રડી રહ્યું છે. આપના સ્નેહસમાગમ માટે તલસી રહ્યું છે. હવે તે આપ મોટા માણસ થયા, રાજા થયા, રાજાના જમાઈ થયા, એટલે આ દાસી કયાંથી યાદ આવે? જેને આપે પટ્ટરાણી પદ આપવાનો કેલ દીધો છે તેના સાક્ષીભૂત વન, તરૂ અને વ્યંતર દેવ છે. તેનો આજે તમે ત્યાગ કર્યો. પ્રાણેશ ! આ કઈ દિશાને વાયુ વાય છે તે સમજાતું નથી. ખરેખર,ગંગાજળ પામીને છિલ્લર જળ કેણ પીએ?
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ધમ્મિલ કુમારસૂર્ય પૂર્વ દિશામાં ઉદય પામે છે ત્યારે પ્રકાશમય દિવસ મનાય છે, બાકી પશ્ચિમ દિશાએ જતાં તે રાત્રીને નામે જ તે ઓળખાય છે. આપે પણ બન્ને પ્રિયાઓને સાચવવી એજ નીતિ છે. વન વન ભટકતે ભમરો કેતકી અને માલતીમાં જ પ્રસન્ન રહે એજ વાસ્તવિક છે. જાઈ ચંબેલી આદિ નવીન ફુલની સુગંધ લેતે જાય, અને કેતકીને વિસારી દે એ શું ઠીક છે? પણ જ્યારે એ પ્રેમપરિપૂર્ણ કેતકીનું સ્મરણ થતાં ભ્રમર વિરહથી દહન થવા લાગ્યો, તેવારે હંસે પૂછયું-“કેમ ભાઈ ! આ શું કરો છો?”
તે વારે ભ્રમરે કહ્યું. “મર, ડમરે, જાઈ, જુઈ કંઈ રચતું નથી, પણ કેતકીમાં મારું મન મુંઝાઈ ગયું છે. તેના વિશે હું દહન થાઉં છું, કેમકે વેધકતાની ગતિ વેધકજ જાણુ શકે છે. અંધ વસ્તુનું સ્વરૂપ શું કહી શકે ? બહેરો ગાણું કેમ સાંભળી શકે?” - હંસ કહે-“ભાઈ! હું પણ તમારા જેવો વિયાગી-વેધકી છું, તેથી પૂછું છું કે તમારું શરીર સર્વે શ્યામ સ્વરૂપ છે અને પુંઠ કેમ પીળી છે?”
મને પ્રેમપીડાને ઘાવ લાગ્યો છે, જેથી શરીર શ્યામ થઈ ગયું છે. પણ પેઠે હલદી પડી છે, માટે પીળાશ જણાય છે.” ભ્રમરે કહ્યું.
એવી જ રીતે મનુષ્ય પણ ભ્રમરની ઉપમા સરખા છે. એ વાત હે રાજન ! હૈયામાં ધારી રાખજે. રણભૂરા ક્ષત્રીને કમલિનીમાં શું ઘાવ લાગ્યા કે બીજું બધું ભૂલી ગયા છે ? વનમાં ભમતા પોપટને દાડમમાં લલચાવી પાંજરામાં પૂર્યો. એજ ઘાટ આપને પણ છે અને સ્નેહઘેલી મેના રડતી રડતી રાહ જુવે છે કે સ્વામી કયારે આવે ? કયારે ભેટે? જ્યાં લગી આપ વાયુધર હતા ત્યાં લગી તે દ્રષ્ટિ મેળાપ થત, કદિ કદિ આંખ પણ નાચતી, શરીર પણ ચેષ્ટા કરતું હતું, એ બધું અત્યારે તે કરમાઈ ગયું. વિરહની વ્યથાથી પ્રેમની વેદિકા ઉપર પ્રાણની આહુતિ અર્પવાને તત્પર થઈ, પણ ઉત્તમ જનના વચનથી હું આશા બાંધીને ધીરજ ધરી રહી છું ને તમારા નામને જાપ કરૂં છું.
Page #249
--------------------------------------------------------------------------
________________
મન્મથની મુંઝવણ
૨૭ પ્રાણનાથ ! એક વચનના મિષે કરીને વિભીષણને રામે લંકાપતિ બનાવ્યો હતો તે યાદ રાખજે. અને આ પત્ર વાંચી વિચારી આપનું વચન યાદ કરીને ઉત્તર આપજે. એજ વિનંતિ.
લી.
આપના ચરણકમળની દાસી, બાઈ ! આ કાગળ લખનારી કેણ છે?” વિશેષ ખુલાસે જાણવાના હેતુએ કુંવરે દાસીને પૂછયું.
“મહારાજ ! પેલા બાગમાં જે બાળા સાથે આપને પ્રથમ દ્રષ્ટિમિલન થયું હતું, જેણીને વચનામૃતે કરીને, પ્રેમભીના હદયવડે કરીને આપે સીંચી હતી. જે રાત દિવસ પ્રેમનજરથી આપને નીરખી રહી હતી, એવી શેઠસુતા મદનમંજરીએ આ પત્ર રડતે હદયે લખ્યો છે.” દાસીએ પૂર્વ વાતનું સ્મરણ કરાવી ફુટ રીતે કહ્યું.
પ્રાણપ્રિયા મદનમંજરીએ?” રાજકુંવરે ઉત્સુક્તાથી પૂછયું.
• હા, તે તમારી દાસીએ. હસ્તીદમન કરી રાજાને પ્રસન્ન કર્યા, અને ચેરનો ઘાત કરીને રાજકન્યાને પરણ્યા, એવા એક પરદેશી રાજકુંવરના ગુણે સાંભળીને હર્ષિત થયેલી તેણીએ આપની ઉપર વિશ્વાસ લાવીને મને મેકલી છે.” એમ કહીને તેણીએ આપેલી મેતીની માળા કુંવરના કંઠમાં પહેરાવી.
આહા! શું આ બેહદ પ્રેમ મારી ઉપર ધરાવે છે? હું દૂર છતાં રાત્રીદિવસ તે મારૂં જ રટણ કરે છે?” કુંવરે આશ્ચર્ય પામતાં કહ્યું.
અરે ! રટણ તે શું? આપના વિયેગે એ સતીના દુ:ખની વાત શું કહું ? એક વખત મેં તેણીને વિષપાન કરતાં બચાવી, બીજી વખત ગળાફાંસો ખાતી દેખીને તે મેં કાપી નાંખ્યો, ધીરજ આપી અને આપની ઉપર કાગળ લખવા સૂચવ્યું.” ચતુર દાસીએ મંજરીની વિતક વાત કહી સંભળાવી અને કુંવરની લાગણીને અધિક આકષી લીધી.
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ધિન્મિલ કુમાર:અરે ! પ્રાણવલ્લભાની આટલી બધી અધીરાઈ! એને કહેજે કે પ્રિયે ! ધીરજ ધરીને રહો ! થોડા દિવસમાં તમને તેડી જઈશું ! અમારૂં વચન કદિ મિથ્યા નહી થાય.” એમ કહી વસ્ત્ર આભૂષણ, તાંબુલ આદિવડે દાસીને સત્કાર કર્યો.
“આપના વચનથી હું તેને ધીરજ આપીશ. સંતોષથી થોડા દિવસ ગુજારવા ભલામણ કરીશ.” દાસીએ કહ્યું.
બેશક, એને શાંતિ આપજે, આ મારી રત્નજડિત મુદ્રિકા એ મારી પટ્ટરાણીને આપજે ને કહેજે કે આ તારા સ્વામીની મુદ્રિકા તું તારી અંગુળીએ ધારણ કરીને મુદ્રિકાને શેભાવજે.” એમ કહીને દાસીને વિદાય કરી, પોતે પણ રાજમંદિર તરફ ચાલ્યા ગયે.
–-દિલ્હી– પ્રકરણ ૩૯ મું.
“સ્વદેશ ગમન એક દિવસ જમીને રાજકુંવર આરામથી પિતાના દિવાનખાનામાં બેઠો હતો, ત્યાં પ્રતિહારીએ આવી નમન કરીને અરજ કરી. “સ્વામિન ! શંખપુરીથી કઈ બે ઉત્તમ માણસે આપનાં દર્શન કરવા ઈચ્છે છે. આપને શું હુકમ છે?” * રાજકુંવર શંખપુરી નામ સાંભળીને ચમક. દીર્ધ સમયે તેને પિતાનું વતન યાદ આવ્યું. “કોણ પુરૂષે આવ્યા હશે? શું પિતાએ મોકલ્યા હશે કે સ્વતઃ તે લેકે આવ્યા હશે?” એમ વિચારી તરત જ હુકમ કર્યો. “જા, તેમને અંદર તેડી લાવ.”
પ્રતિહારી રાજકુંવરના હુકમથી તે બન્નેને અંદર કુંવર પાસે તેડી લાવ્યા. જોતાંજ કુમારે ઓળખ્યા, સુવેગ અને વાયુવેગે એનાતેમના પિતાના તે બે વિશ્વાસુ પ્રધાન હતા. તેમણે પણ કુમારને ઓળખીને આનંદિત હદયવડે પ્રણામ કર્યા. કુંવરે પણ ઉઠીને તેમને નેહથી આલિંગન દીધું, પોતાની પાસે બેસાડી નેહથી માતાપિતા
Page #251
--------------------------------------------------------------------------
________________
સ્વદેશ ગમન.
૨૨૯ ના સમાચાર પૂછવા માંડ્યા. “મારાં પૂજ્ય માતાપિતા આદિ સર્વે કુશળ તે છે ને ?”
કુમાર! તમારાં માતા અને પિતા બને કુશળ છે, પણ પુત્રને વિયેગે તે દુ:ખે દિવસો નિર્ગમે છે. આંખમાંથી અશ્રુ સારતાં પણ તેમના હૃદયનો તાપ શાંત થતો નથી, જેથી મરણને ઇચ્છતા તમારા પિતાજી તમારી કીર્તિ સાંભળીને આશા બાંધી જીવન વ્યતીત કરી રહ્યા છે. તમારૂં ગજમદમર્દન અને ચોરદમનનું વૃત્તાંત સાંભળી આપણા નગરના લકે મહારાજ સહિત સર્વે ખુશી થયા છે. આપ રાજકન્યાને પરણ્યા છે અને દેવની પેઠે સુખમાં સમય નિર્ગમન કરે છે, તે સુણને બધા લેકે ખુશી થયા છે, જેથી મહારાજે અમને આપની પાસે મેકલ્યા છે.” સુવેગે યથાસ્થિત સ્થિતિ વર્ણવી બતાવીને કહ્યું. “જેવા આપણા નગરવાસીજને આપની કીર્તિ સાંભળીને ખુશી થયા છે, તેવી જ રીતે અમે નજરે જોઈને આજે વિશેષ પ્રસન્ન થયા છીએ.”
સુવેગનાં વચન સાંભળીને સ્વદેશ તરફની લાગણી ને માતાપિતાની ભકિત કુંવરના હૃદયમાં ઉભરાઈ આવી. તેની આંખમાંથી પણ અશ્ર ઝરવા લાગ્યાં અને દુઃખિત થઈને બે-“જગતમાં મારા જ અવતારને ધિક્કાર છે કે માતા પિતાને હું શત્રુ સમાન થયે. અવિનિત ને દુરાચારી થયો. પુત્ર તે ચંદન સરખા હોવા જોઈએ કે ચંદન ઘસવાથી જેમ સુગંધ આપે તેમ પુત્રે પણ પિતાના ઉજવળ વંશની કીર્તિ વધારે હું તે માતાપિતાને કલેશનું કારણ થયે. ગૃહે વસતાં પણ હું તેમના દુ:ખનું કારણ બન્ય; દેશાવર જતાં પણ મેં દુરાત્માએ તેમને દુઃખી ક્ય, છતાં આશ્ચર્ય છે કે અવિનિત એ હું સુખશ્રીને કેમ વર્યો?કુંવરે પશ્ચાત્તાપ કરતાં દુ:ખથી હૃદયને ઉભરો ઠલવ્યો.
કુમાર! ખેદ કરો નહીં. માતાપિતાને કાંઈ પુત્ર દુઃખદાયક ન હોય, પણ એનામાં જે દોષ રહેલ છે તે જ માત્ર દુઃખકારક છે. જગતમાં પોતાના શરીરથી અધિક લક્ષમી, તેથી અધિક પ્રિયા, તેનાથી વધારે પુત્ર અને તેથી વિશેષ ધર્મ હેય એ સામાન્ય નિયમ છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ધમ્મિલ કુમાર. તે માટે પુત્રનું અધિક ગૈારવ છતાં તમારું ભાગ્ય કસવાને મહારાજેતાતે તમને દેશવટો આપે, અને પરદેશમાં જવાથી તમારા દે દૂર થયા, ગુણે પ્રગટ થઈને તે સૌભાગ્ય લક્ષમીને વર્યા. દૂરથી પણ પુત્રનાં વખાણ સાંભળીને તમારા તાત પ્રમુદિત થયા. પુત્રના પરદેશમાં આવાં પરાક્રમ સાંભળીને ક્યા પિતાને હર્ષ ન થાય? લોકો મલીન એવા વસ્ત્રને તજે છે તે ધોબીને ઘરે કુટાઈ--ધવાઈ તડકે તપે છે, ત્યારેજ ઉજ્વળ–નિર્મળ થાય છે. ઘસાય છે ત્યારે જ ચંદન સુગંધી પામીને દેવસેવા સમયે તેનો ઉપગ થાય છે. કુમાર ! તમારા દર્શનરૂપી મંદ મંદ વાયુની શિતળ લહેરીથી તાતના હદયને તાપ શાંત થશે. તમારા મુખનું દર્શન કરવાને માતાપિતા અધિક ઉત્કંઠિત છે આતુર છે. શંખપુરીની રૈયત પણ તમને જેવાને ગાંડી ઘેલી થઈ રહી છે. એક ક્ષણ પણ તેમની જુગ જુગ સમાન જાય છે. તમને અધિક શું વિનંતિ કરીએ?” સુવેગે સર્વ હકીકત કહી સંભળાવી.
પિતાના વતનની સ્થિતિ સાંભળીને કુંવરનું હદય સ્વદેશ તરફ જવાને પ્રેરાયું. દેશ અને ગામની એગ્ય વ્યવસ્થા કરીને અધિકારીઓ નીમી દીધા. તે સર્વેના ઉપર એક પટાવત નીપે. પછી પવનચંડ ઉપાધ્યાયને તેડાવી વિનયથી નમીને સ્વદેશગમનની વાત કહી. ગુરૂએ તરતજ અનુમતિ આપી–આશિષ આપી. “વત્સ! કામ, અર્થ અને પરિપૂર્ણ સાધ્યા પણ ધમ સાધ્યા વિના તે શેભતા નથી, ધર્મથીજ પુરૂષનો જયકાર થાય છે માટે ધર્મસાધન કરજે.” ગુરૂનાં વચન સાંભળીને કુમારે આઠ દિવસ પર્યત અઠ્ઠાઈ મહોત્સવ કરીને જિનચૈત્ય, જિનપૂજન આદિ અધિક ધર્મસાધના કરી. અનેક પ્રકારે જિનમંડપમાં ઉત્સવ, નાટક વગેરે થવા લાગ્યાં. તે જોવાને નગરના ગુણી લેકો એકઠા થયા. સ્વામીવત્સલ કર્યા. યોગ્યજનોને પહેરામણ આપીને સત્કાર્યા, અને મંજરીને હીરારત્નજડિત કસબી કંચુઓ મોકલાવ્યો, ને જવાનું મુહૂર્ત પણ જણાવી તૈયાર થવાનું સૂચન કર્યું, - અઠ્ઠાઈ મહોત્સવ પૂર્ણ થયા પછી કુંવર પાઠકપત્ની રત્નાવતી
Page #253
--------------------------------------------------------------------------
________________
સ્વદેશ ગમન.
ર૩ ને પગે લાગવા ગયો. ત્યાં જઈ તેમના ચરણમાં નમીને કહ્યું –
માતા ! તમે મને શુભ આશિષ આપે ! તાતનું તેડું આવવાથી હું હવે સ્વદેશ જવાને ઈચ્છું છું.”
“વત્સ! તું હવે સ્વદેશ સધાવીશ. એ વિયાગનાં દુ:ખ અમારાથી કેવી રીતે સહેવાશે? એ સુલસા સતીને ધન્ય છે કે જેણુએ તારી જેવા વીરને જન્મ આપ્યો છે.” રત્નવતી દુઃખી દીલે કહેવા લાગી.
માતા ! ઉત્તમ નર સાસરે ન શોભે. એથી માતા પિતા સ્વજનજન લજવાય; માટે આપ આજ્ઞા આપે. અમે હવે સ્વદેશ જઈશું.”
બેટા ! કુશલ રહે ! દૂર છતાં તમે મારા હૃદયમાં નિરંતર વસેલા છો.” ગુરૂપત્નીએ કુંવરને આશિષ આપી. કુમારે ગુરૂપત્નીને દશ ગામ અર્પણ કર્યા.
રાજકુંવર ગુરૂપત્નીની રજા લઈને રાજા પાસે આવ્યું. રાજાને પ્રણામ કરી અરજ કરી. “મહારાજ! તાતનું તેડું આવ્યું છે, માતપિતાને મળવાને મારું દિલ ઉભરાણું છે, તેથી અમને હવે રજા આપે. કેમકે શંખપુરી જવાને માર્ગ ઘણે દૂર છે.” કુંવરે રજા માગી.
કુંવર આટલાબધા દિવસ રહ્યા પણ ક્ષણની માફક તે વહી ગયા. ખરે ! પુત્રી ઉત્પન્ન થઈ તે અંતે તે પારકી જ છે. એમાં બેટાઈ શું સમજવી? કયાં તે આપણું ઘરની વસ્તી છે ? બદામનું નાણું એ નાણું નહિ, ઘેંશ છાશનું ખાણું એ ખાણું નહિ, કાંસાનું વાસણ એ કાંઈ ધન નહિ, તમરાનું ગણું એ ગાણું નહિ, બકરીનું દુઝાણું એ દુઝાણું નહિ, પારકા ઘરનું ઘરેણું તે કાંઈ ઘરેણું નહિ, બોરકુટનું અથાણું તે અથાણું નહિ. વળી વાદળની છાયા, દંભી જનની માયા, પરદેશીની પ્રીત, બળી ભૂમિએ ખેતી અને પરાયે ઘેર વસ્તી રાખવી એ કેમ બને?” એમ વિચારી રાજાએ અંત:પુરમાં જઈને રાણુને સર્વે હકીક્ત નિવેદન કરી. કુંવરને વળાવવાની સર્વે તૈયારી કરી. રથ, ઘોડા, હાથી, વસ્ત્ર, આભૂષણ, દાસ, દાસી વિગેરે કુમારને આપીને રાજાએ પુત્રીને માટે કુંવરને ભલામણ કરી. “કુંવર! એ મારી પુત્રી ઉચ્છરંગમાં
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ઘસ્મિલ કુમાર ઉછરી-લાડકી થઈ છે, તેને હે ગુણવંત! તમારે ખેળે અમે મૂકી છે. જેથી તમે નવી નારી પરણે, પણ એને વિસરશે નહિ–એનું દિલ દુભવશે નહિ.” રાજાએ પુત્રી માટે ભલામણ કરી, કુંવરે તે સર્વે વાત માથે ચઢાવી. | ભજન સમય થવાથી આ છેલ્લું ભેજન સર્વ પરિવાર સાથે રત્નવતીને ઘેર કર્યું. પાઠકપત્નીએ સર્વ પરિવારને ભક્તિ કરી જમાડ્યા, સંખ્યા. ગુરૂપત્નીએ પુત્રને તિલક કરીને શણગાર સજાવી વધાવ્યા, દુઃખડાં લીધાં અને કહ્યું-“વત્સ! વહેલા આવજે ! માતાને જઈને શિધ્ર મળજે ને શાતામાં રહેજે. કઈ કઈ વેળાએ અમને સંભારજે.” કુંવરે પાઠકને ઘરે ઘણું ધન ભર્યું. પછી રજા લઈ પરિવાર સહિત ત્યાંથી નીકળ્યો. રાજાએ પણ પુત્રીને વળાવી. બધે સજજન પરિવાર નગર બહાર આવ્યો. નગરના લેકે કુમારના ગુણે વખાણુતા વળાવવા ચાલ્યા. શુભ શુકને ચાલતાં નગરની બહાર આવ્યા. ઓળખીતા સર્વને ત્યાં મળવા બોલાવ્યા. રાજારાણું પણ સૈન્યસુભટ સાથે ત્યાં આવ્યા. કમળસેનાને બોલાવી હિતશિક્ષા આપી. “બેટા ! પતિની આણામાં રહેજે. લજજા એજ સ્ત્રીનું ભૂષણ છે તે ભૂલતી નહીં. સાસુ સસરાની માતપિતાની પેઠે સેવા કરજે. શોક્યની સાથે સખીપણાથી વર્તજે. નણદી-દેરાણુંનાં મન સાચવજે. ગુરૂને વિનય કરજે. સમતા રાખજે. દાનગુણ દીપાવજે. એ સર્વે તું ભૂલતી નહીં. શ્વસુર અને પિતૃવંશને ભાવજે.” એમ શિખામણ આપીને આંસુભરી આંખે દીકરીને ભેટીને રાજારાણી નગર તરફ વળ્યાં. કમળસેના સખીવૃંદ સાથે રથમાં બેઠી અને કુમારે સેના સાથે ધીરે ધીરે પંથે પડવા જણાવ્યું. તે મુજબ આગળ જઈ દિવસ અસ્ત થયે તેમણે પડાવ નાંખે.
છેડા બાકી રહેલા સુભટેને નગરબહાર મૂકીને એકાકી કુંવર સૂર્ય અસ્તાચળ તરફ ગયે ત્યારે અંધકાર સમયે નગરમાં ગયા. ત્યાં માલણને ઘરે મદનમંજરીને મેળાપ થતાં તેને લઈને રથમાં બેસારી કુંવર નગરબહાર આવી સુભટને મળ્યા અને માલણને દાનદક્ષિણે આપીને વિદાય કરી. હવે સુભટ સહિત મદનમંજરીને રથમાં બેસારીને કુંવર શૂન્ય માર્ગે ચાલ્યા. જગતમાં સામાન્ય નિયમ છે કે જે
Page #255
--------------------------------------------------------------------------
________________
માર્ગમાં. -
સેમલ ખાય તેને વછનાગને શું હિસાબ? ધતુરાનાં ફળને પણ તેને શું હિસાબ? જે પર્વતને ઓળગે, જલધિનાં જળ તરે તેને ટેકરી કાંકરીની શી વિસાત? છિલ્લર જળને શે હિસાબ? જેણે સર્પો ખેલાવ્યા હોય, વાઘ રમાડ્યા હોય તે વીંછીના ડરાવ્યા કેમ ડરે? જેને જેમાં ચિત્ત લાગ્યું તે તેના વગર કેમ રહે? મૂર્ખ લેકે તે માટે ગમે તેમ કહે પણ પ્રેમીઓને તેની પંચાત હોતી નથી. આગળ ચાલતાં તેઓ સૈન્ય ભેગા થઈ ગયા. બે સ્ત્રીઓ, સૈન્ય અને સુભટો સાથે કુંવરે પોતાની મુસાફરી સ્વદેશ તરફ શરૂ કરી.
પ્રકરણ ૪૦ મું
માર્ગમાં. વિંધ્યાચળ પર્વતની તળેટીમાં એક સરેવર સમીપે તે મોટી સેનાએ પડાવ નાખે. નજીકમાં આસપાસ મદ ઝરતા હસ્તીઓ ફરી રહૃાા હતા. જ્યાં ત્યાં મહિષે નજર આગળજ જેવાતા હતા. શાર્દુલ, ચિત્રા આદિ હિંસક પશુઓ પણ દષ્ટિગોચર થતા હતા. ભીલ્લ ભીલ્લડીએ તે હજારેગમે ફરતાં જોવામાં આવતા હતા. એવી ભયંકર જગ્યાએ મોટા મોટા તંબુઓ શોભી રહ્યા હતા. છાવણના માણસો - જનકાર્યથી પરવારીને કઈ વાત કરતા, તો કોઈ આરામમાં કોઈ ફરવા હરવામાં પોતાને વખત વીતાવી રહ્યા હતા. એવા અનેક કેળાહળ વચ્ચે દિવસ પસાર થયે. સૂર્ય અસ્ત થતા ધીરે ધીરે અંધકારનું પ્રાબલ્ય વૃદ્ધિગત થવા લાગ્યું, તેમ સૈનિકે, સુભટે વગેરે સર્વ કોઈ શયની તૈયારી કરવામાં પડ્યું. કેટલાક ચેક કરનારા છાવણીમાં આમતેમ ફરતા છાવણીની રક્ષા કરતા હતા. તે સિવાય સર્વે જંપ્યું હતું. મધ્યરાત્રી ધીમે ધીમે પાસે આવતી હતી તેમ તેમ જંગલની–પર્વતની ભયંકરતા અધીક જણાતી હતી. તે સમયે ભલેનું મેટું ટોળું શસ્ત્રબદ્ધ એક સ્થાનકે ગુપચુપ ઉભેલું ઉપરીના સંકેતની રાહ જોતું આતુર નયને તૈયાર-સાવધ હતું.
Page #256
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર છાવણમાંથી અઢળક દોલત લુંટીને દ્રવ્યપ્રાપ્તિને આવે અમૂલ્ય સમય મળેલ જાણું મૃત્યુને ભોગે પણ તેઓ આતુર હતા. લગભગ મધ્યરાત્રી થતાં તરતજ આસ્તેથી રણશિંગાને સંકેત છે અને એ શબરનું ટોળું છાવણ ઉપર તુટી પડ્યું. રક્ષણ કરનારા સૈનિકે તેમને ધસ્યા આવતાં જોતાં તરતજ બ્યુગલ કુંકતાં તેમની સામે ધસ્યા, સુતેલા સૈનિકે પણ જાગ્યા. ભીલ્લો અને કુમારના સૈન્યનું દારૂણ યુદ્ધ મચ્યું. સેનાપતિ પણ વીર સુભટોને આગળ કરતે ભલે ઉપર તુટી પડ્યો. કેળાહળ સાંભળીને કુમાર જાગ્યું. તરતજ રથમાં બેસીને ભીલપતિ ભીમની સામે તે યુધ્ધ ચઢયે ઠેકાણે ઠેકાણે ઝગઝગતી–સળગતી મશાલે એ અંધકારને દૂર નસાડયું. પલ્લીપતિ પણ તુરંગ ઉપર ચઢીને પિતાનાં આયુધોથી સૈન્યને હણત કુમાર સન્મુખ આવ્યું અને તેને પડકાર્યો. ભલે સૈન્યના મારાથી હાર પામીને પાછા હઠયા, પણ ભીમ અને કુંવરનું દારૂણ યુદ્ધ જામ્યું. કોઈ કોઈનાથી થાકે નહીં. જયશ્રી પણ વિચારમાં પડી કે “વરમાળ કેને આપું?” અનેક પ્રકારે યુદ્ધ કરતાં પણ પલ્લીપતિ દુર્ભય થયે, તેવારે પાસે આવીને મંજરીબોલી “નાથ ! હું સારથી થઈશ તે તમે ક્ષણવારમાં એને જીતી લેશે.” - કુંવરે તરતજ અનુમતિ આપી, તે પ્રમાણે મંજરી સારથી થઈને રથ હાંકવા બેઠી. તે સમયે મશાલના તીવ્ર પ્રકાશમાં રંભાને તિરસ્કાર કરતી એવી તે મંજરીને રથ હાંકતી જોઈપલ્હીપતિ ભીમ ચેક. મંજરીની અવનચાવવાની કળા, તેનું લાવણ્ય અને ચાલાકી જોઈ પલીપતિ છ–મેહ પામ્ય, તેનું ચિત્ત ચંચળ થયું. લડાઈની તીવ્રતા મંદ પડી, પ્રમાદી થયે, એટલે કુમારના બાણથી એ ભૂમિશાયી થયો-ઘાયલ થયા. એ સમયે અંધકારને નાશ કરનારી અરૂણની પ્રભા જગત ઉપર સ્વારી કરવાને નીકળી. ભીક્ષુ લશ્કર તો ભય પામીને જેમ ફાવે તેમ નાસી ગયું હતું. નાસતા ભીલેની પછવાડે સુભટે દેડ્યા. એ કેળાહળમાં કમલસેનાનો રથ લઈને તેના સુભટે શંખપુરીને માર્ગે પડ્યા.
પ્રભાત સમયે સૂર્યોદય થતાં સરોવરના તટ ઉપર કાષ્ટની ચિતા રચીને જે રહ્યા તેમણે મૃતક શબેને અગ્નિસંસ્કાર કર્યો. રણમાંથી
Page #257
--------------------------------------------------------------------------
________________
માર્ગમાં.
૨૩૫
નિવૃત્ત થતાં કુંવરે રણભૂમિમાં પોતાનું સૈન્ય જોયું નહિં. મનમાં અનેક ભાંજગડ કરતાં દંપતી સરવરતટે આવી સ્નાન, દંતધાવન કરી તરૂ નીચે વિસામો લેતા બેઠા, આરામ લઈને મુસાફરીની તૈયારી કરવા માંડી. બાણુનું ભાથું પીઠઉપર લાધી ખભે ધનુષ્ય ભેરવી મંજરીને રથમાં બેસાડી કમલાની ચિંતા કરતો કુમાર શેષ રહેલા સુભટે સહિત તે શંખપુરીને માર્ગે ચાલ્યો. અનુક્રમે અર્ધ પંથ કાપતાં બે પુરૂષ તેને રસ્તામાં મળ્યા, તેમને કુંવરે પૂછ્યું–“ભાઈઓ ! આ રસ્તો તે શંખપુરી તરફ જાય છે ને?”
અહીંથી બે રસ્તા જાય છે, તેમાં આ રસ્તે લાંબા છે તે શંખપુરી તરફ નિર્વિધ્રપણે જાય છે, બીજો રસ્તો ઘણે નજીકનો છે, તે પણ શંખપુરી જાય છે છતાં ઘણો વિષમ અને ભયભરેલો છે.” એક મુસાફરે કહ્યું.
કેવી રીતે ભય ભરેલો છે? ” કુંવરે પૂછ્યું.
આ રસ્તે માર્ગમાં દુર્યોધન નામે જબરજસ્ત ચેર બહુરૂપીની માફક અનેક રૂપ કરે, જેને તેને છળતે, લુંટતે ને યમરાજને મંદિરે મોકલતો એ દુષ્ટગતિના પરિણામવાળે ફરે છે. વળી યમરાજના અનુજ બંધુ સમાન સાક્ષાતકાળ હોય એ એક વનહસ્તી ફરે છે. મદોન્મત્ત એ મૃગેન્દ્ર ભયંકર ગર્જના કરતો મનુષ્યને સંહાર કરતે ફરે છે. તમે અર્ધ રણ વટાવ્યું છે, હવે અર્ધ રણ બાકી રહ્યું છે. ટૂંક રસ્તામાં આવા ભય રહેલા છે. તમને યોગ્ય લાગે તે પંથે જાઓ. તમારું કલ્યાણ થાઓ.” એમ કહી તેઓ જવા લાગ્યા. કુંવરે તેની આશિષ અંગીકાર કરીને તેને પાંચ મહોરો આપી. રથ આગળ કરીને તે ટુંકે રસ્તે ચાલે. આગળ જતાં બાર મનુષ્ય તેને મળ્યા. તે અપશ્રુતધારી મુનિઓ હતા. ગીતાર્થને અનુસરતા એવા તેઓ કુંવરનો સાથ પામીને તેની સાથે ચાલવા લાગ્યા. મધ્યરણમાં પહોંચતાં એક કાપાલિક જેગી મળે. શરીરે ભસ્મ લગાવી, મરતક જટથી શોભાવી, કપાળની માળા કંઠમાં ધારણ કરી, હાથમાં કમંડળ લઈને તે કુમાર પાસે આવ્યા. દક્ષિણ કર ઉંચે કરી આશિષ આપતે તે બે. “હે સાર્થેશ! ક્રોડ વરસ પર્યત જીવો. સંસાનું કુટ સ્વરૂપવિચારી જોગી બનીને હું ગેકુળ ગામમાં રહું છું. કાપાલિક જોગી પાસે ભેખને ધારણ કરી ઘણું દિવસોથી તીર્થયાત્રા કરતે
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૬
બસ્મિલ કુમાર ફરું છું. આજે મારે પણ શંખપુરી તરફ જવું છે, જેથી તમારી સાથે અમે આવશું, પણ મારી પાસે ભાર છે, તેમજ ભક્તજનોએ દેવપૂજા નિમિત્તે સાત દિનાર આપેલા છે, તે લઈ તમે રથમાં મૂકે. જેથી નિર્ભયપણે હું તમારી સાથે ચાલી શકું. દુર્યોધનના ભયથી ડરતો હોવાથી તમારો સાથ મને ઠીક ઉપયોગી થશે.” એમ કહી ભાર હતું તે કુંવરને આપી દીધો. પછી તે ભજન ગાતે રસ્તામાં સર્વને રંજન કરતે ચાલવા લાગ્યા, છતાં કુંવરને તે અવિશ્વસનીય લાગે. એવાજ પરિવ્રાજકના વેશવાળાએ કાશી નગરને ત્રાસ આપે હતા, જેથી આ કાપાલિક તેને ભયંકર લાગે. મૈનપણે તે તેની ચેષ્ટા જેતે સાવધાનપણે માર્ગ કાપવા લાગ્યો. અનુક્રમે માર્ગ કાપતાં કુળ ગામ આવ્યું. ત્યાં ગોકુળથી દૂર વનમાં સર્વેએ કુમારની આજ્ઞાથી ઉતારે કર્યો. ભેજનને સમય જાણુને જેગીએ નૃપપુત્રને વિનંતિ કરી, “કુમાર ! આજ તમે અમારા પરોણું થાઓ. પરિવાર સહિત સર્વને હું ભોજન કરાવું. ગોકુળ ગામ મારૂં છે, ત્યાં દૂધ, દહીંની ખોટ નથી. ગયું ચોમાસું મેં અહીં પસાર કર્યું છે, તેથી આહિરે મારા રાગી છે. જેથી મારા કહેવા માત્રથી ગેરસ લાવીને આપની ભકિત કરશે. માટે હું આવું ત્યાં લગી આપે જવું નહિ, કેમકે આપની ભક્તિ કરવાથી મારો જન્મ સફળ થશે. લોકમાં મારી લાજ આબરૂ વધશે.” એમ કહીને તે ગામમાં ગયો. અલ્પ સમયમાં મધુર ગેરસ બનાવીને લાવ્યું અને કુમારની આગળ રજુ કરી બેલ્યો–
કુંવર! આ આરોગો ને મારા જન્મને સફળ કરો.” . ઋષિભજન મને કપે નહિ, મહારાજ ! વળી ગેરસના ભજનથી રસવિકાર થાય છે માટે એ વાતજ આપ કરશો નહિં.” આમ કહીને કુંવરે તે ભોજન કર્યું નહિ.
* * કુંવરના સાથને તેણે દહીં દુધનું ભોજન કરાવ્યું. કુંવરે આ ખેને ઇસારે જેમ ગુરૂ કુશિષ્યને વારે તેમ તેમને વારવા માંડ્યા; પણ તેમણે તે પેટપૂર આરોગી જમી લીધું. પછી તંબેળ લઈને વિષનિશ્ચિત ભજન કરી તરૂ તળે જઈને સૂતા, તે હંમેશને માટે સૂતા. - કે અહીં મદનમંજરી પાસે કુંવરે ભજન રંધાવ્યું અને તે જમે; એટલામાં ખડ્ઝ ખેંચીને રોષે ભર્યો જેગી કુમાર ઉપર દોડ્યો. કુમાર
Page #259
--------------------------------------------------------------------------
________________
માગ માં.
ર૩૭ તે સાવધજ હતો. જોગીએ ઘાવ લગાવતાં કહ્યું-“રાંકડા!ચંદ્રમુખી જેવી રમણને લઈને કયાં જઈશ? હવે જે, હુંજ દુર્યોધન એર છું! તારા પંથી બધા હંમેશને માટે સુતા છે તેમ સમજ! હવે તેજ તારી ગતિ છે. “એ પ્રમાણે બોલી ઘાવ કરવા જતાં તરતજ કુમારની તલવાર તેના હાથ ઉપર પડી, તલવાર સહિત તેને હાથનીચે પડ્યો. તરતજ કુંવરે તેની કુક્ષિમાં એવો તે જેરથી લાતને પ્રહાર કર્યો કે “હા! હા !” કરતા તે ભૂમિશાયી થયે. જગતમાં એનિયમ છે કે જે વહેલા તે પહેલે.એજ પ્રમાણે કુમારે સાવધપણે પહેલ કરી છે તેની જીત થઈ. મરવા પડેલા દુર્યોધનને પાણીની તૃષા લાગી જેથી કુમારે પાણી લાવીને તેને પાયું.
પાણી પીને મરણની આખરની ઘડીએ કાંઈ સ્વસ્થ થતે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને રાજકુંવરના ગુણોનું સ્મરણ કરવા લાગ્યો. “અહા! ધન્ય છે એની દયાળુતાને ! હું શત્રુ છતાં તેણે મારી ઉપર કેવી કરૂણ બતાવી? મારે જન્મ તે પાપકૃત્યમાં જ પૂર્ણ થયે. પાપીઓનાં મરણ અકાળેજ નિર્માણ હોય છે. ધિ છે મારા અવતારને! હિંસા, ચેરી, વ્યભિચાર આદિ અત્યાચાર-દુરાચારેમાં મારું જીવતર સમાપ્ત થયું. પાપ કરીને મેળવેલી એ અનર્ગળ અદ્ધિ આ લોકમાંજ ત્યાગ કરીને મારે જવાનો સમય આવ્યે. જેની ખાતર મેં પાપ કરવામાં પાછું જોયું નથી એ લક્ષ્મી મને અત્યારે નથી બચાવી શકતી, નથી મારી સાથે આવી શકતી! હા ! હતાશ! મહા પ્રયાસે–પાપે કરીને મેળવેલી એ લક્ષમી અને પ્રિયા મુવા પછી બીજાને જ હાથ જાય છે. આજે મારી પણ એજ સ્થિતિ થઈ. જેવું ભવિષ્ય હોય છે તેવીજ બુદ્ધિ થાય છે. પરલેકમાં જેવી ગતિ થવાની હોય છે તેવાં જ પ્રાણીનાં આચરણ હોય છે. અરે ! છેવટે જતાં આ બિચારા અતિથીઓને મેં પ્રહણ કરીને માર્યો. એ બાળ, વૃદ્ધ અને ધમી એવા ઉત્તમ જેનોની હત્યા કરવાથી મારી શી ગતિ થશે? એ પાપરાશિનો પૂંજ દીર્ધકાળપર્યત મારે અવશ્ય ભગવે પડશે. તે હવે મારી લક્ષ્મી ઘરબાર વગેરે આ ગુણવંતને સમપીને જળપાનને પ્રત્યુપકાર વાળું.” એમ વિચારીને ચારે કુમારને કહ્યું. “ હે ગુણસ! હું તારા ગુણોથી પ્રસન્ન
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૮
મ્બિલ કુમાર, થયો છું. તારૂં બળ અને શૈર્ય પ્રશંસવા યોગ્ય છે. અજીત એવા તે મને જીત્યો. હવે તું મારા મરણ સમયનું એક વચન સાંભળ. પર્વતની મધ્યે સન્મુખ દષ્ટિએ જતાં વામ દિશાએ બે નદીઓ છે. ત્યાં આગળ યક્ષનું મંદિર આવેલું છે ત્યાં મનુષ્યની વસ્તી મુદ્દલ નથી. એ મંદિરની ડાબી દિશાએ એક મોટી શિલા છે, તેને દૂર કરતાં મોટું ભંયરું છે, તેમાં જયસુંદરી નામે મારી પ્રાણપ્રિયા–વલ્લભા રહે છે, અને અસંખ્ય દ્રવ્યનો નિધાન ત્યાં ભરેલ છે. રૂપથી રંભા સમી એ જયસુંદરી અને લક્ષમી હું તને સમર્પણ કરું છું. મારા મરણ પછી મારા મૃતકને અગ્નિ સંસ્કાર કરીને તે કાર્યમાં ઉદ્યમ કરજે અને સર્વે તમારા સ્વાધિનમાં લેજે.”
તે પછી અલ્પ સમયમાં દુર્યોધન મરણ પામે તેને અગ્નિસંસ્કાર કરી રથમાં બેસીને કુમાર ગિરિની મધ્યમાં નદી ઉતરીને યક્ષના મંદિરે ગયે. શિલા દૂર કરી જયસુંદરીને તેણે બોલાવી. પરપુરૂષને શબ્દ સાંભળી ઉંચે સ્વરે ચિંતાતુર ચહેરે બહાર આવી આદરમાન સહિત તેમને અંદર તેડી ગઈ. ત્યાં ભૂમિગૃહમાં લઈ જઈ સર્વને બેસાડી જયસુંદરીએ તેમને સત્કાર કરતાં કહ્યું. “કહો, શા કારણે અમારા મંદિરે આવ્યા છે ? કંઈ નવીન સમાચાર લાવ્યા છો?”
કુંવરે દુધનની સર્વ હકીકત કહી સંભળાવીને તેનું ખળું બતાવ્યું, જેથી જ્યસુંદરીને ખાતરી થઈ કે પ્રાણનાથ સ્વર્ગે સિધાવ્યા છે. હવે તેને આધાર આ એક કુંવરજ છે. પિતાને પતિએ કુંવરને અર્પણ કરી છે એવી દષ્ટિએ બન્ને એક બીજાના સામે જોઈ રહ્યાં. કામદેવના અનુજ બંધુ સમાન કુંવર હતો અને મોહિનીનું માનમર્દન કરે તેવી જયસુંદરી હતી. બન્ને એક બીજામાં મેહ પામ્યાં. “અહો ! શું નાગકન્યાને તો પાતાળમાંથી ચારે હરણ કરી ન હાય ! રખેને નાગના ભયથીજ નાગકન્યાનું નામ જયસુંદરી રાખ્યું હોય !” એમ હદયમાં વિચારતો આંખ સાથે આંખ મીલાવતે કુંવર સુંદરી સામે જોઈ રહ્યો.
“કુંવરજી! ચંદ્રમાની કમનીય કાંતિ સરખું–પૂર્ણિમાના
Page #261
--------------------------------------------------------------------------
________________
માર્ગમાં.
૨૩૯
ચંદ્ર સમું તમારું વદનકમળ જોઈને મને પિતાને પણ ભૂલી ગઈ છું. એ હદયના ઉંડાણમાં પ્રગટેલા પ્રેમથી હું પરવશ થઈ ગઈ છું. ઘાયલ થયેલા મારા પતિને શિતળ જળ પાઈને તેની ઉપર ઉપકાર કર્યો, તે રીતે જ પ્રેમામૃત પાઈને મારો ઉદ્ધાર કરે. તમારી સે પત્નીએાની હું દાસી થઈને રહીશ. તેમનાં કડવાં વચને પણ તમારા હુકમે કરીને હું સહન કરીશ. પણ હું પરસ્ત્રી છું એમ જાણીને તમે મારે તિરસ્કાર કરશે નહિ. રત્ન જે કાદવમાં પડ્યું હોય તે પણ તેના પરીક્ષકો ત્યાંથી તેને લઈ લે છે. સ્વાભાવિક નીકળેલું બાળકનું વચન પણ જે હિતકારી હોય તે ગુણી પુરૂ તેને ગ્રહણ કરે છે. ચંડાળ પાસેથી પણ ઉત્તમ વિદ્યા શીખવી અને સ્ત્રીરત્ન ગમે તે જગ્યાએથી–દુકુળમાંથી પણ ગ્રહણ કરવું એમ કહ્યું છે. જુઓ ! હરિએ લવણસુતા-લક્ષમીને પિતાની પટ્ટરાણી બનાવી. પર્વતતનયા ગૌરી-શ્યામા શ્યામસ્વરૂપ છતાં મહાદેવે તેનું પાણિગ્રહણ કર્યું. માટે આ કરેડેગમે સુવર્ણ તમને સંપીને હું તમારા ચરણકમળની સેવા કરીશ—આ ભવમાં દેવસમાન ગણ હું તમારી ભક્તિ કરીશ.” જયસુંદરીના પ્રેમભર્યા વચન સાંભળીને કુંવરે સર્વ કબુલ કર્યું, જેથી મંજરી ચિત્તમાં ચમકી–આશ્ચર્ય પામી. “સ્વામી ! આ શું કરે છે? એક પરસ્ત્રીના મેહમાં પડીને તદ્દન નિર્લજ કેમ બને છે? તમારે માટે કેવી કેવી આશાઓ બાંધીને હું તમારા ફંદમાં ફસી ગઈ. ન્હાતી જાણતી કે તમે આવા પરસ્ત્રીલંપટ હશે. તમારું રાજપુત્રનું પવિત્ર ત્રત ક્યાં રહ્યું ? આ માગે જતાં તમારું કુળવ્રત કયાં ગયું? તમારૂં ક્ષત્રિયપણું ગયું-કુળવટપણું પણ વહી ગયું. મારી સાથે કેવું કેવું બેકલીને તમે મને વચન આપ્યાં હતાં. અરે ! એક ચરની સ્ત્રીમાં તમે લંપટ થયા! સ્વામી! તમે તદન અધમ કેટીપર કેમ જાઓ છો? તમારા કરતાં તે હું વણિકસુતા ઉત્તમ કે સખીને વચને મર્યાદા રાખીને કેટલા વરસ સુધી કુમારી રહી. તમારી ઉત્તમ જાતિ જાણું હે પ્રાણેશ્વર ! તમને હું વરી! મારી સાહેલીને સાથ તજીને તમારી સાથે ચાલી, તમારા વયણે બંધાઈ. માતાપિતાને ત્યાગ કરી તમારી અધગના બની. પિયરિયાં અને સાસરીયાંના કુળને કલંક લગાડીને તમારી સાથે નીકળી. હે.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૦,
ધમ્મિલ કુમાર.. સ્વામિન્ ! એ બધું તમારે માટે મેં કર્યું. પણ હા ! દેવ ! મેં આ શું વિપરીત કીધું કે આવા પીયુ સાથે મારું પાનું જોયું ! મારે એકે આ ન રહ્યો. પતિ તે પરદારોલંપટ થે. હવે અમે સુલસા સાસુને ચરણે નમી કહેશું કે તમારા પુત્ર કૃષ્ણ પેટે પાતાળ સાધવા ગયા ને ત્યાંથી આ નાગકન્યાને ઉપાડી લાવ્યા.” આ પ્રમાણે કહીને મંજરી સ્વામીને ઠપકો આપી કલ્પાંત કરવા લાગી.
પ્રિયાનાં આવાં વચનોથી શરમાઈને અગડદત્ત કુમાર ચોરની સંપદા અને પ્રિયાને તજીને મંજરી સાથે રથમાં બેસી ચાલી નીકળ્યા. પંથ કાપતાં તેઓ ગહન વનમાં આવ્યા, ત્યાં કાળસમેં હસ્તી મદે ચઢેલ જે. જેના તોફાનથી ભિલવૃંદ ત્રાસ પામતું ચારે દિશાએ નાશભાગ કરવા લાગ્યું. તેને વશ કરીને કુંવર આગળ ચાલ્યું. ત્યાં તે ગુફા જેવું પિતાનું વિકરાળ મેં પહોળું કરતો વાઘ તેના રાફડામાંથી નીકળીને ધસી આવ્યું. તેની ગર્જના સાંભળીને મદનમંજરી ભયવિહ્વળ થઈ ગઈ. તેને ધીરજ આપી રાજકુંવર રથમાંથી નીચે ઉતર્યો. ડાબા હાથે વસ્ત્ર વીંટીને વાઘના મેં આગળ ધર્યો. વાઘ એ હાથ ઉપર પડ્યો, તેટલામાં તે જમણા હાથે તેના કટપ્રદેશ ઉપર ખર્શને ઘા કરીને તેના બે ભાગ કરી નાખ્યા. વાઘ રાડ પાસે પૃથ્વી ઉપર તુટી પડ્યો-મરણ પામે.
રથમાં બેસીને વનમાં ને વનમાં આગળ જતાં અતિ ઉત્કટ એ મણિધર સર્પ મળે. ક્રોધથી જેની આંખે રક્ત થયેલી છે એ, ફણાથી કુત્કાર કરતે, મનુષ્યના મૃત્યુને માટે યમને જાણે શ્યામદંડ હોય તેવા વિકરાળપણે સામે ધસી આવતે કુમારે તેને જે. એ ભયંકર પ્રાણીને જોઈને મંજરી ભય પામીને પતિને કઠે વળગી પડી. કુંવરે તેને ધીરજ આપી. “પ્રિયા ! ભય પામીશ નહિ. જે હું તેને વશ કરી લઉં છું. પછી તરતજ રથમાંથી નીચે ઉતરી મંત્રથીતેનેસ્થે. ભાવી દીધે. ગારૂડીની પેઠે તેને દમી રથમાં બેસી કુમાર આગળ ચાલ્યો. અનુક્રમે ચાલતાં ચાલતાં શંખપુરીના સીમાડે આવ્યા. એટલે જાણે સંસાર અટવી ઓળંગીને નરભવમાં આવ્યા હોય તેમ શંખ-- પુરીના સીમાડે આવીને ઉતારા કર્યા.
Page #263
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪૧ મું.
- “વનવિહાર.” અગડદત્તકુમારે દૂર રહેલા સૈન્યના ડેરા તંબુ જેયા, તેમજ તે લેકેએ પણ દૂરથી પોતાના જે નાને ઉતારે જોઈને કમળસેનાના મોકલેલા સુભ સંશયથી ડોલતા ત્યાં આવ્યા, તે કુમારને જોઈ પ્રણમી ખુશી થયા ને કમળસેનાને વધામણી કહેવા દોડ્યા, કેટલાક કુમાર પાસે બેઠા. થોડીવારમાં કમલસેના, મંત્રી પ્રમુખ સકળ સૈન્ય આવીને કુમારને નમ્યું. અણધાર્યો કમલસેનાનો મેળાપ થવાથી કંવર ખુશી થયે, સર્વને સત્કાર્યો. પોતાની શિબિરમાં કમલસેનાને ઉતારી. મંત્રીના સુભટએ ત્યાં બીજા તંબુ તાણ્યા અને એક મેટી છાવણીની માફક દેખાવ થઈ રહ્યો. ભેજનકાર્યથી પરવારી કુંવર અને મંત્રી પ્રમુખ વાર્તાવિદ કરવા લાગ્યા. કુમારે પૂછયું કે-“અમારે ત્યાગ કરીને તમે કેમ જુદા પડ્યા ?”
- કુમારને પ્રશ્ન સાંભળીને સેનાપતિ કહેવા લાગે-“મહારાજ! વિંધ્યાચળ પર્વત આગળ સકળ સૈન્યના સુભટ નિદ્રાધિન થયા હતા, તેવામાં અચાનક ધાડ પડી. અમે સર્વે જાગૃત થયા; પણ રાત્રીને ઘોર અંધકાર આ ગફલતનું કારણભૂત થયે. તમે રથમાં બેસીને ચાલ્યા ગયા એવું અમે કેઈક સુભટ પાસે સાંભળવાથી તથા ઘણું સુભટો આપણું નાશી જવાથી અમે પણ સર્વે સુભટો એકઠા મળીને રાણજીને રથમાં બેસાડીને સુભટને ફરતે કેટ કરી અમારી ઉપર ધસ્યા આવતા ભીëને અમારા હાથ બતાવ્યા એટલે તેઓ નાશી ગયા. પછી રથની ચારે બાજુ અમે રક્ષણ કરતા રાત્રીમાંજ નીકળ્યા. માર્ગે જતાં આસપાસ સુલટ મેકલીને આપની અમે બહુ તપાસ કરાવી છેવટે રણું કાપીને શંખપુરીને સીમાડે આવી આપની વાટ જોતા તંબુ તાણીને અમે રા, આજે આપના દર્શનથી અમારી આશા સફળ થઈ.” આ બધી હકીકત સાંભળી કુમાર અધિક પ્રસન્ન થયા.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ધમ્મિલ કુમાર. પછી સકળ સૈન્ય સાથે અખંડ પ્રયાણ કરતાં શંખપુરીની નજીક આવ્યા. ત્યાં આગળ પડાવ નાખવા હુકમ થયા. અલપ સમયમાં તંબુઓ ખડા થઈ ગયા. એક સુભટને નગરમાં રાજાને વધામણ આપવાને મોકલ્ય. વધામણું સાંભળીને માતાપિતા આદિ પરિવાર અતિ હર્ષિત થયે. વધામણું લાવનારને વધામણુમાં રાજાએ મુગુટ સિવાય સર્વે અલંકારે આપી દીધા. નગરમાં તરણ સર્વ ઠેકાણે બંધાયાં, વાત્રે વાગવા લાગ્યા. મંત્રી પ્રમુખ નગરની પ્રજા વાત્ર સાથે કુમારની સામે આવવાને નીકળી. પૂર્ણિમાને ચંદ્રમાં ઉદય પામે ત્યારે જેમ સાગર ઉછળી રહે તેમ નગરની પ્રજાના અને મંત્રી આદિ સર્વે નાં હદય પ્રફુલ્લિત થયાં. ભૂપતિ પણ કુમારને મળવાને ઉલટભેર આવ્યા. પિતાને સન્મુખ આવતા જોઈ કુમાર ગૌરવથી સામે દેડી જઈ તાતને ચરણે નમ્યું. રાજાએ તેને ઉઠાડી આલિંગન દીધું. પિતા પુત્ર અતિ હર્ષથી–ઉલ્લાસથી મળ્યા, આનંદિત થયા. વાજતે ગાજતે સર્વે નગરમાં રાજમંદિર તરફ ચાલ્યા. પ્રજાએ ઘરે ઘરે તેણે બાંધ્યા અને આ આનંદ નિમિત્તે નગરમાં મહોત્સવ થવા લાગ્યા. નગરની સ્ત્રીઓ મંગળગીતે ગાવા લાગી. નગરની સ્ત્રીઓ વડે પુષ્પથી વધાવાતા, બંદીજનેની બિરૂદાવળી શ્રવણ કરતા, ડગલે ડગલે પ્રજાની સલામે ઝીલતા કુમાર રાજદરબારમાં આવ્યા. હાથી ઉપરથી ઉતરી તાતના ચરણે રાજસભામાં પણ નમ્યા, ઋદ્ધિ અને લક્ષમી તથા સ્ત્રી સહિત પુત્રને જોઈને રાજાની આંખમાં આનંદનાં અશ્રુ આવ્યાં. તે વખતે રાજસભા ચિકાર ભરાઈ ગઈ હતી, છતાં સર્વત્ર શાંતિ હતી. પછી રાજાએ કહ્યું. “ખચીત ! રાત્રી વહી ગઈ અને સુવર્ણમય પ્રભાત થયું. તું પરદેશ ગયે તે તારા પુણ્યને ઉદય થયો. પુણ્યના ઉદયે તું પરદેશમાં રાજ્યકદ્ધિ, સુખસમૃદ્ધિ પામ્ય, ગુણે કરીને ગૌરવવંત થયા. તારે અને મારે મરથ આજે સફળ થયા.”
“પિતાજી! આજે તમારા દર્શનથી મારે કલ્પતરૂ ફળ્યા, અમીના મેહ વરસ્યા, અશુભ દિવસે નાઠા અને શુભ દિવસ વળ્યા.” એમ કહીને કુમારે તાતને ચરણે મસ્તક નમાવ્યું.
એવી રીતે પરદેશની અનેક વાત કરીને તાતની રજા લઈ
Page #265
--------------------------------------------------------------------------
________________
વનવિહાર.
૨૪૩ કુમાર માતાના મહેલે ગયે, ત્યાં જઈ માતાને ચરણે નમે. માતાએ આશિષ આપી. “ચિરંજી! આનંદમાં રહો ! તમને જેવાથી અમારા હૃદયને શાંતિ થઈ. હે વત્સ! શેક સંતાપ દૂર થયે, વિયેગની વ્યથા દૂર થઈ.” પુત્રને જોઈને માતાને હર્ષનાં આંસુ આવ્યાં, દેવબાળા સમી બંને વહુઓ આવીને સુલસા સાસુને પગે પડી. સાસુએ આશિષ આપી-“પુત્રવડે ગૈારવ પામજો. ઉભય કુળને શોભાવજે.”
રાજકુંવર માતાપિતાને નમી જનનીના હાથનું ભેજન કરી રાજસભામાં આવ્યા, ત્યાં જે જે મળવા આવતા તેમને બાંધવની માફક સત્કારતા-સન્માન આપતા. નગરજનેથી સન્માનિત કુંવર પિતાને મહેલે ગયા
એક દિવસ રાજાએ ઉત્તમ ગ્રહ જોઈ કુંવરને યુવરાજ પદવી આપી. એવી રીતે યુવરાજની પદવીથી શોભતે રાજકુંવર સુખમાં પિતાનો જ કાળ પણ જાણતો નહોતે. કુંવરે મંજરીને પટ્ટરાણી પદ આપીને મોટી બનાવી, કમળસેનાને લઘુપદે રાખી, એવી રીતે અગડદત્ત મંજરીને આપેલું વચન સિદ્ધ કરી બતાવ્યું. મંજરીના ચાતુર્યમાં ને સંદર્યમાં આસક્ત થયે થકે યુવરાજ રાતદિવસ તેના પ્રેમમાં લીન રહેતો હતે; છતાં કમલસેના તાતની શિખામણ-સંભારતી પતિને દેવ સમાન ગણી ભક્તિ કરતી હતી. શકયને બહેન સમાન ગણું તેનું માન સાચવતી હતી; પણ મત્સરભાવ રાખતી નહોતી. ગુરૂજન ઉપર પૂજ્ય બુદ્ધિ રાખતી હતી, સેવકજનને તેની યેગ્યતા પ્રમાણે સંતોષતી હતી; કેમકે ચંદ્રના દર્શને કુમુદિની પ્રલ્લિત થાય છે એ તેને જાતિસ્વભાવ છે, તેવી જ રીતે પતિની ઉપેક્ષિત છતાં કમલસેના પતિભક્તિમાં પરાયણ રહેતી. - રાજકુંવર તે પટ્ટરાણીમાં જ રક્ત રહ્યો થકે નિત્ય તેનાજ સહવાસમાં રહેતો હતે. લેહચુંબકની માફક તેનું ચિત્ત મંજરીએ હર્યું હતું, જેથી બન્ને જણાં એક ક્ષણ માત્રપણુ અળગાં રહી શકતા નહોતા. જગતમાં પણ જોવાય છે કે પાણીને પોતાની સાથે મળેલું જેઈને દુધે પોતાના ગુણે પાણીને અર્યા. પછી બન્ને એક બીજાની
Page #266
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલકુમાર. ખાતર અગ્નિથી બળવા લાગ્યા. પિતાના ઉપકારી દુધને બળતું જોઈ પાણીએ બળવા માંડ્યું તે જોઈ દુધે અગ્નિમાં ઝંપલાવી પિતાનું જીવિત સમપર્યું. એવી રીતે બન્ને પ્રીતિથી ખેલતાં સંસારનું ખરૂં સ્વરૂપ ભૂલી ગયાં, અને પિતાનું રાજ્ય અને પરાક્રમથી મેળવેલું રાજ્ય ભેગવવા લાગ્યા.
એકદા વસંતઋતુ આવી, જેથી વનની શોભાએ નવપલ્લવ લતાઓના પ્રફુલ્લિતપણાથી અધિક સુંદર જણાતી હતી. સમય સાધી આ તુમાં પુષ્પધન્વા મનુષ્યલેકમાં આવીને વીરપુરૂના હદયને વીંધનારા પંચબાણેને તૈયાર કરતે, પોતાના વિજયથી અલ્પણ મનુષ્યની અજ્ઞાનતાની હાંસી કરતો, ધનુષ્યને ટંકારવ કરે, અનેક નર નારીનાં હદમાં એ મીઠી પીડાના સચોટ ઘાવ કરી રહ્યા હતા અને એ પ્રચ્છન્ન રહેલા વિજયી વીરનાં ગુલામ બનેલાં નરનારીઓ એ ઘાવની શાંતિને માટે અનેક બાહા ઉપચાર કરવાને માટે વાડી વન આરામમાં ફાંફાં મારી રહ્યાં હતાં. મદમસ્ત બ્રમો અનેક પુપની પરાગમાં રાગ કરીને આનંદથી ગુંજારવ શબ્દ કરતા પિતાને આનંદ વ્યક્ત કરી રહ્યા હતા અને જાઈ કેતકી, માલતી, ડમર, મોગરવેલ, ગુલાબમાં વારંવાર આસક્ત છતાં અતૃપ્ત રહેતા હતા. મેના પોપટનાં યુગલે વનની રમણિયતાથી આનંદ કરી રહ્યા હતા. હંસહંસી સરોવર તટે કીડા કરતા સુખી જણાતા હતા. એક બાજુ વસંતઋતુની વલભા કેયલ મદભરી મીઠી મીઠી ટહુકા કરી નૃત્ય કરી રહી હતી. વનમાં આમ્રતરૂની મનહર મંજરીઓ મલકાઈ રહી હતી. ફણસ, ચાંપો, નારંગી, રાયણ, દાઢિમ, સહકાર, શેતુર, સીતાફલ, જાંબુડી આદિ તરૂવરે ફળના ભારથી લચી લચીને વસંતને નમન કરી રહ્યા હતા. મલયાચલને મંદમંદ સુગંધિત વાયુ વિરહિણી રમણીઓના હદય સંતાપી રહ્યો હતો અને યુવાન પુરૂષના હૃદયમાં તોફાન જગાવી તેમને પ્રિયાઓને ભેટવાને આતુર બનાવી રહ્યો હતો. તે વખતે સ્વાભાવિક સેંદર્યની લીલાઓ પ્રગટ થવાથી નગરજનની સાથે રાજા ઉદ્યાનમાં રમવાને ગયા. એટલે શિતળ પવનથી પ્રેરાયેલા તરવરે નમી નમીને વનમાં આવતા રાજાને અભિવંદન કરવા લાગ્યા.
રાજા ઉદ્યાનમાં વસંતઋતુને લાભ લેવાને ગયા, એટલે અગડ
Page #267
--------------------------------------------------------------------------
________________
વનવિહાર,
૪૫ દત્ત પણ શણગાર સજી પ્રિયા મંજરીને રથમાં બેસાડીને પોતાના પરિવાર સાથે વનમાં ખેલવાને ગયે. એમ સર્વે નગરના સુખી અને વનની લીલાને પોતાની લીલાથી શોભાવવા ગયા; પણ કમલસેના, સુલસા, દિયર ને દેરાણીઓ ભેજાઈની ભક્તિ નિમિત્તે ન ગયા. કમલસેના અણમાનીતી હોવાથી ન ગઈ, તે જોઈને એના સંબંધી જને પણ ઘેર રહ્યા. દેરાણી જેઠાણીને પૂછ્યું “ભાભીજી ! આ વાત કેમ વિપરીત બની? તમે ભુવનપાલ રાજાનાં નંદિની છતાં એક દિવસ પણ તમારે વારો નહિ અને આ મંજરી કોણ જાતિની છે કે રાત દિવસ જેઠજી એને જોઈને જ મુંઝાઈ ગયા છે–એને આધીન થઈ ગયા છે? આ તો નવાઈ જેવું છે. ”
“રાજાને ગમી તે રાણું ! પ્રિતમનું મન એનામાં માન્યું ! મારાથી અધિક એ ગુણવાન છે! ઉત્તમ વણિક જાતિ છે.” આ પ્રમાણે કમલા બેલતી હતી તે સમયે કુંવરના ભાગની સામગ્રીઓદાસી લઈ જતી હતી તે જોઈને તે દાસીને તેણે કહ્યું–“દાસી! મારા પિયુને કહેજે કે એક નગરમાં ધોબીને ઘેર રાસ હતો, તે રાત્રીએ પિતાના ધણીને કહેતો હતો કે રાજાને કહે એ એક દિવસ મારી ઉપર પરિયાણ કરે. નિશિચર એવા રાજાએ તે વાત સાંભળીને રજકને તેડાવ્યો અને તેનું કારણ પૂછ્યું, ત્યારે ધોબીએ કહ્યું–સ્વામી ! એને કઈ વ્યંતરે છ છે, માટે તે એમ બોલે છે. પછી રાજા રાત્રે તેને લાવીને જળથી હુવરાવી શણગાર સજાવી તેની ઉપર અસ્વાર થયે. સેનાને લઈને પુર બહાર ગયે. ત્યારે તેની ચાલ, ચતુરાઈ જોઈને લેકે એ અશ્વને બહુ વખાણ્ય, પિતાની જાતિને બદલે અશ્વની પ્રશંસા થતી સાંભળીને તે ભુકો, જેથી રાજા ફજેત થયે. વળી કઈ કાગડી આંબાની ડાળ ઉપર બેઠી હતી, તેને જોઈને કેયલના વ્રતધારી અને તેની પૂજા કરવા લાગ્યા, એટલામાં તેનાં વચન સાંભળીને શેક કરવા લાગ્યા. બળવાન પુરૂ પણ હવશે ઠગાય છે, માટે રખે બાગમાં કાંઈ નવા જુની ન થાય.” કમળાએ દાસીને જે સંદેશે કહ્યો તે દાસીએ વનમાં જઈને યુવરાજને કહી સંભબા; પણ પ્રેમના મોજામાં ગુલતાન થયેલા યુવરાજને એ સંદેશાની ઓછીજ પરવા હતી. અહીં તે પ્રિયાના રંગરાગમાં
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૬
બલ્મિણ કુમાર, પર મસ્ત બની ગયા હતા. અનેક રીતે આનંદ લઈ રહ્યા હતા. કોઈ વસંતના આગમનનાં મંગળગીત ગાઈ રહ્યા હતા. કોઈ પ્રિયાના કંઠમાં ફૂલની માળા પહેરાવી વિનોદ કરી રહ્યા હતા. કઈ મદિરાપાન કરી નૃત્ય કરી રહ્યા હતા. કેઈ પ્રિયાનો હાથ લઈને કંસતાળ બજાવતા ગમત કરી રહ્યા હતા. કેઈ સ્ત્રી પુરૂષે કેળનાં ઘર કરીને પ્રેમની મસ્તી મી રહ્યા હતા, કેઈ ચોપાટ ખેલી રહ્યા હતા, કેઈ પિતાની પ્રિયાને હિંડોળે બેસારી તેને ઝુલાવી રહ્યા હતા, તે કઈ પ્રિયાને ખોળે બેસાડી પોતે ઝુલી રહ્યા હતા. એવી રીતે કુદરતી ખીલેલા આ સંદર્યવનમાં અનેક પ્રકારની લીલાઓ અત્યારે ભજવાઈ રહી હતી.
તે સમયે યુવરાજ કુસુમવનમાં તરૂવર ડાળે હિંડોળે બાંધી મંજરીને ખેાળામાં ધરી નવનવીન નાટક જેતે ઝુલી રહ્યા હતા. જેમ કમલાની સાથે કૃષ્ણ રમે તેમ મંજરી સાથે રમીને પછી સરોવરે જઈ સરોવરમાં જળક્રીડા કરી. એવી રીતે અનેક લીલાઓ કરતાં સવિતાપતિ અસ્ત થયે અને લેકે નગરમાં જવા લાગ્યા. સંધ્યા સમય થતાં તે રાજા સહિત નરનારીઓ પોતપોતાને ઘેર ગયા. તે સમયે મંજરીએ લાડ કરતાં કહ્યું “સ્વામી ! આ કેવી રમવા જેવી રાત્રી છે, પરિવારને ઘેર મળે ને આપણે બે જણ પ્રભાતે મંદિરે જશે.” પ્રિયાના એ પ્રેમગર્ભિત વચને સાંભળીને યુવરાજે પરિવારને વિદાય કર્યો.
રાજકુમારે તરૂવરની તળે રથને સ્થા. પછી સંધ્યા સમયે બને એક બીજાના ગળે હાથ નાંખીને વનમાં ફરવા લાગ્યા. એ પ્રેમના ઉડતા પંખીડા રમવા લાગ્યા. ચરણતળમાં ઝાંઝરની ઘુઘરીઓ મનહર શબ્દ કરી રહી હતી, મુખે તંબોળ ચવાઈ રહ્યા હતા. વનના સુગંધમય પવનનો સ્પર્શી લેતાં આ વનવિહારી યુગલની ચાર ઘડી રાત્રી પસાર થઈ. પછી શ્રમથી થાકેલા તે બને રથમાં આવીને એક બીજાની ભુજલતામાં આલિંગન આપીને સુખભર પોઢી ગયા. શ્રમથી થાકેલા તે નિદ્રાવશ થઈ ગયા.
સંસારમાં મેહના બંધનને ધિક્કાર છે કે જેથી સમર્થ પ્રાણીઓ પણ તેની પાસે રાંક બની જાય છે. તપ જપ બધું દૂર જતું
Page #269
--------------------------------------------------------------------------
________________
અમૃતમાં છે.
રહે છે. રાગરૂપી નદીના ઉંડા પ્રવાહમાં જે પડ્યા તે ડુખ્યાજ સમજવા અરે તેઓશોધ્યા પણ જડતા નથી. એજ રાગે કરીને રાવણ સીતાનું હરણ કરી દુર્દશાને પામ્યા, એથી દુર્યોધન દ્રપદીમાં લેભાઈ રે હવાલે મરણ પામે. બ્રહ્મદત્ત ચારૂમતી, ચારૂમતી કરેત સાતમી નારકીએ ગયે.
પ્રહર રાત્રી વીત્યે છતે મંજરીને એક હાથ રથની બહાર લટકતે હતું. ત્યાં રહેલે એક સર્પ તે હાથ ઉપર સ્પે. તેથી એકદમ ઊંઘમાંથી જાગૃત થઈને તેણે ચીસ પાડી. “હા! હા! મને ભુજગે ડસી.” એમ બોલતી સહસા મૂચ્છ પામી ગઈ તરતજ કુંવર જાગ્યો અને રથની હેઠે શીધ્ર ઉતર્યો, તે રાત્રીના ગાઢ અંધકારમાં જેના મસ્તકે મણિ રહેલી છે એ ફણીધર દીઠે. હવે પોતાની પ્રિયાને મૂચ્છિત જોઈને દુ:ખથી કુંવર પણ મુચ્છ પામે. વાઘને દેખીને છાગના જેવા હાલ થાય તેવી સ્થિતિ યુવરાજની થઈ. એ મંદ પવનની શિતળ લહરીથી કુંવરની મૂર્છા વળી, પણ પ્રિયાની મૂચ્છ ન વળી, ઘણા ઉપચાર કર્યો, મંત્ર તંત્રાદિ પ્રયોગ અજમાવ્યા, પણ કાંઈ અસર થઈ નહિ. મૃતક સમી તેણીની અચેત એવી નાસિકાઓ શ્વાસોશ્વાસ પણ લેતી નહતી, તેથી તેને મેળામાં બેસાડી કુમાર મેહમુગ્ધ બનીને રૂદન કરવા લાગ્યા. જેમ કેઈ વિરહિણી નારી પતિને સંભારતી કરૂણસ્વરે રૂદન કરે તેવી સ્થિતિ યુવરાજની થઈ હતી. પ્રિયાના મેહમાં અત્યારે એની શુદ્ધબુદ્ધ ગુમ થઈ ગઈ હતી.
પ્રકરણ ૪૨ મું.
અમૃતમાં ઝેર “ રહી મીઠાશ ના આજે, હવે આ આંસુમાં એ છે;
હૃદયને ચીરવાને એ, રહ્યો ના વખ્ત મીઠે છે. ” “હા ! હા! પ્રાણપ્રિયા તું ક્યાં ગઈ? અરે ! વનવગડ માં મને એક રખડતે મૂકીને તું ચાલી ગઈ. હા! ક્રૂર દેવ તેં આ શું કર્યું? આ વિશાળ રાજ્યગ હવે તારા વગર શું કામના? હે લક્ષમીકમળાસમી સુંદર ! હે ચંદ્રમુખી ! તારા વચનામૃતનું પાન.
Page #270
--------------------------------------------------------------------------
________________
ર૪૮
પરિમલકુમાર કરાવ. એકવાર બેલ. અરે તારા દક્ષ એવાં નેત્ર કટાક્ષ એક વાર ફરકાવ ! હે ગજગામિની ! હે હંસગામિની! શું મારી સાથે રીસાઈ છે ? અરે તું ઉત્તર ન આપે તો હવે મારા જીવિતવ્યને ધિક્કાર છે!હે મૂઢ હદય!પ્રિયા દીર્ધ પંથે ચાલી છતાં તું કેમ ફૂટી જતું નથી. અથવા તે અધિક વિલાપ કરવાથી શું ? પ્રિયાની સાથે કાષ્ટમાં બળી મરવું, જેથી દુઃખને કલેશ શાંત થશે. મૃત્યુના એ અંતિમ આમંત્રણથી આત્માને આરામ થશે.” એમ ચિંતવીને કાષ્ટ એકઠાં કરીને ચિતા તૈયાર કરી. તેમાં પ્રિયાને સુવાડી વનદેવને પ્રાર્થના કરવા લાગ્યા.
“હે વનદેવતા પરભવમાં પણ અમે અને સ્ત્રી ભરથાર થજો.” એમ કહી હાથમાં અગ્નિ લઈ તેને પ્રગટાવીને જે ચિતામાં પ્રવેશ કરે છે, તેવામાં આકાશમાંથી બે વિદ્યાધર ઉતરી આવ્યા. “અરે ધીર પુરૂષ! કાયર પુરૂષને ગ્ય આ શું સાહસ કરે છે? સાંભળ ! આ ભરતક્ષેત્રને બે ભાગ કરીને મધ્યમાં પડેલા વેતાઢય પર્વતના રથનુપુર નગરમાં રહેનારા અમે વિદ્યાધર છીએ, સમેતશિખરની યાત્રા કરી આ વનમાં થઈને અમે જતા હતા, એવામાં તારું આ સાહસ કૃત્ય દેખીને અમે તેને નિવારવા આવ્યા છીએ. કયા દુ:ખે તું અવિવેકીને યેગ્ય આવું અકાળે મરણ વછે છે? મહાનુભાવ! સત્ય વાત કહે.”
આકસ્મિક આવીને અટકાયત કરનારા બે વિદ્યાધરનાં અમૃતમય વચન સાંભળીને કુંવરે ટુંકમાં પોતાનું વૃત્તાંત કહી બતાવ્યું અને મરણ પામેલી પોતાની પ્રિયા બતાવી. એટલે વિદ્યારે વિદ્યાથી મંત્રીને જળ છાયું કે તરતજ નયનને નચાવતી મંજરી બેઠી થઈ ગઈ. “સ્વામિન ! આ શું? આપણે ક્યાં છીએ? દેવસમાં આ બે ઉત્તમ પુરૂ કોણ છે?” મંજરીએ મૃદુતાથી કહ્યું. મંજરીને સજીવન જઈને કુમાર આશ્ચર્ય પામ્યું. સર્વ ખુલાસો કહીને તે બનને જણને ઉપકાર માન્યો. “હે મહાનુભાવે ! પરોપકારમાં રસિક એવા તમેને ધન્ય છે. મારા પુદયે તમે અહીં પધારીને મારી ઉપર માટે ઉપકાર કર્યો છે. તમારા સમા ઉત્તમ જનનાં દર્શન માણસને પૂર્વ પુણ્યના ઉદયે જ થાય છે, જેમ મારવાડના લોકોને સુરતરૂની શિતળ છાયા દુર્લભ હોય છે તેમ. જગતમાં તમારા સરખા રત્નોથીજ પૃથ્વી
Page #271
--------------------------------------------------------------------------
________________
અમૃતમાં ઝેર.
૨૪૯ રત્રગર્ભ કહેવાય છે, જેથી તમારા પધારવાથી આજે મારા સકળ મનોરથ સિદ્ધ થયા.”
ભાઈ ! એમાં અમે કાંઈ ઉપકાર કર્યો નથી. ખેડુત પિતાના સ્વાર્થ માટે ખેતી કરે છે, છતાં કુદરતી જ પશુપક્ષીઓને તેમાં નિભાવ થાય છે.” એમ કહી તેઓ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ' વિદ્યાધરના ગમન પછી કુંવરે પ્રિયાને ઉઠાડી. મંજરી સ્વામીને ખભે હાથ મૂકી મંદમંદ ગતિએ ગમન કરતી ગાઢ અંધકારમાં કામદેવને મંદિરે ગઈ. ત્યાં કુંવરે તેણીને પિતાનું વસ્ત્ર બિછાવીને સુવરાવી. મધ્ય રાત્રી વીતી ગયેલી હોવાથી ઠંડીએ પોતાનો પ્રભાવ ત્રીજે પ્રહરે જમાવ્યો, જેથી મંજરીને ઠંડ લાગવા માંડી. “નાથ! ઠંડી લાગે છે.” મંજરીએ કહ્યું.
કુંવર મંજરીને ત્યાં સુવાડીને વનમાં ગયે, અરણીનાં લાકડાંમાંથી અગ્નિ ઉત્પન્ન કર્યો. આજુબાજુથી કાષ્ટ એકઠાં કરીને કાષ્ટની ભારી લઈ અતિવેગથી પ્રિયા પાસે કામદેવને મંદિરે આવવાને નીકળે. તે દૂરથી મંદિરમાં દીપક દેખાય ને તરત બુઝાયે. કુમાર મંદિરમાં આવી પ્રિયાને કહેવા લાગ્યું કે –“પ્રિયા! અહીં પ્રકાશ કયાંથી ?”
“પ્રકાશ અને તે વળી મંદિરમાં? આશ્ચર્ય!” મંદ મંદ શબ્દ મંજરી બોલી. એ શબ્દોમાં રહેલી દંભતા મેહાંધ મનુષ્યના મગજમાં ક્યાંથી ઉતરે? રાગી પુરૂષ દોષને ન જ જોઈ શકે એ સામાન્ય નિયમ છે.
હા, પ્રિયા! અહીં કેઈ આવ્યું હતું?”
આવા ઘોર અંધકારમાં અહીં કોણ આવે? મને લાગે છે કે તમે અગ્નિ લઈને આવતા હશે, તેની જાત મંદિરની ઉજવળ ભીંતમાં પડવાથી તમને ઉદ્યોત જણાયે હશે, બાકી અહીં તે કેઈએ દીપક પ્રગટાવ્યો નથી.” મંજરીને આ દંભથી પરિપૂર્ણ શબ્દો કુંવરને સત્ય લાગ્યા.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨પ૦
મિલ કમા. - યુવરાજ તે પછી પિતાનું ખર્શ પ્રિયાના હાથમાં આપીને
ઉધે મસ્તકે અગ્નિ સળગાવવા લાગ્યો, એટલામાં મંજરીના હાથમાં રહેલું ખર્શ ભેદભરી રીતે નીચે પડ્યું. આષાઢી મેઘના દિવસોમાં ઝબકતી વિજળીમાં જેમ મેઘ ગર્જનાના શબ્દો સંભળાય તે શબ્દ સાંભળીને કુમાર વિક્ષેાભ પામે. તરતજ ઉઠીને બે-“પ્રાણેશ્વરી! એ શું થયું? તારા હાથમાંથી એ ખજ્ઞ કેમ છટકી ગયું ?”
વલ્લભ! અતિ શિતલતાથી શરીર ધ્રૂજે છે, તેથી ધ્રૂજતા હસ્તમાંથી અચાનક અસિ નીકળી વસુધાતળ ઉપર પડી, તેને એ અવાજ થયો. જુઓ! ઠંડથી મારા હાથ ઠરી ગયા છે.” એ દાંભિક વૃત્તિથી બહાર પડેલા શબ્દોએ વલ્લભનું દિલ પીગળ્યું. કુંવરે ખડ્ઝ મ્યાન કર્યું.
અગ્નિ સળગાવી પ્રિયાને ખુબ તપાવી. રીઝવી. સકળ રાત્રી એવી રીતે વ્યતિત કરી. એક ઘડી રાત્રી શેષ રહી ત્યારે મંજરીની આંખમાં નિદ્રા ભરાણું, જેથી પ્રિયા પતિના અંકમાં મસ્તક રાખીને ભરનિદ્રામાં સુતી. રાજકુંવર પણ ઉંચે શ્વાસે અર્ધનિદ્રિત અવસ્થામાં ઉંઘવા લાગ્યો. થોડીવારે કમળ અને કુસમવનને પ્રફુલ્લિત કરનાર સહસકિરણ (સૂર્ય) ઉદય પામે, એટલે રાજાએ મોકલેલે સુભટને પરિવાર કુંવરને તેડવાને આવ્યો. યુવરાજ તેમને જોઈને એ મનમોહિનીનાં મૃગસમાન લેન નિરખતો મધુર શબ્દો વડે જાગૃત કરવા લાગ્યો. “હે પ્રિયે! રજની વીતી ગઈ અને સૂર્ય ઉદય થયો! પ્રાણેશ્વરી ! જાગ, જાગ.”
प्रोज्जृभते परिमलः कमलावलीनां, शब्दायते क्षितिरुहोपरि ताम्रचुडः ॥ शृंगं पवित्रयति मेरुगिरेविवस्वानुत्थीयतां सुनयने रजनी जगाम ॥ १ ॥ एते व्रति हरिणास्तृणभक्षणार्थ, चूर्णीविधातुमथ यांति हि पक्षिणोपि । मार्गस्तथापि सुवहः किल..शीतलेश्यादुत्थीयतां सुनयने रजनी जगाम ॥ २ ॥
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫
કમળસેના. ભાવાર્થ–“હે પ્રિયે ! કમળની એ આહાદજનક પરાગ પ્રસરી રહી છે, તરૂવર ઉપર રહેલા કુકડા શબ્દ કરીને જગતને જાગૃત કરી રહ્યા છે, સૂર્યનારાયણ પણ ઉદયવંત થઈને મેરૂપર્વતનાં શિખરને પવિત્ર કરી રહ્યો છે, એવી રીતે હે સુનયને! રજની વહી ગઈ છે ને પ્રભાત થયું છે, માટે જાગ ! જાગ ! ૧.”
“પ્રાણેશ્વરી ! મુગલાંઓ ચારે ચરવાને જે કેવાં દોડાદેડી કરી રહ્યાં છે? પંખીઓ કણ શેધવાને કિલ કિલ શબ્દ કરતાં ગગનમાં કેવા વિહાર કરી રહ્યા છે–નૃત્ય કરી રહ્યાં છે? ઠંડ દૂર થઈને માર્ગ પણ અત્યારે ઠીક થયો છે, માટે હે સુવદને! જાગ! જાગ! રજની જતી રહી છે તે પ્રાત:કાળ થયેલ છે. ૨.”
મંજરી જાગૃત થઈ. મુખશુદ્ધિ કરીને રથમાં બેઠી. યુવરાજ પણ સુભટોએ પરવરેલી નગરમાં આવ્યો. તાતને નમીને માતાના ચરણમાં નમવાને આવ્યો. ત્યારે માતાએ કહ્યું–“દીકરા ! જે જને એક આંખે જુએ છે, એક હાથે કામ કરે છે અને એક પગે ચાલે છે તે જગમાં કોઈ પ્રસંગે અપમાનિત થાય છે. તે પટ્ટરાણીમાં રક્ત થઈને કમલસેનાને વિસારી દે છે તે સારું નથી. હવે તને ઠીક લાગે તેમ કર. કમલા પણ તારી પત્ની છે. બન્ને તરફ તારે સમાન દષ્ટિથી જેવું જોઇએ, કે જેથી વિધિની–નજરમાં તારું કાર્ય અન્યાયયુક્ત ગણાય નહીં. ” માતાએ ગર્ભિત શબ્દોમાં કેટલીક પુત્રને શિક્ષા આપી, તે સાંભળી કુંવર પિતાના મંદિરમાં ગયે.
પ્રકરણ ૪૩ મું.
કમલસેના.
સોરઠો. “સાગર સુખ ન હય, રાતદિવસ હળતા; હાલક લેલક હોય, હૈયે હમારે હે સખે !” લેકે પ્રભુને ભજે છે. પ્રભુ તે સાત રાજલક ઉંચા મુક્તિ
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ધમ્મિલકુમાર પુરીમાં ગયા છે-શિવવધુને વર્યા છે, છતાં એટલે દૂર રહેલા પ્રભુની સેવા ભજનારને ફળદાતા થાય છે. મનુ દેવતાનું આરાધન કરે છે. દે તો પોતાના સ્વગીય વિલાસમાં મશગુલ છે, છતાં એ આરાધના કરનારને એટલે દૂરથી પણ આવીને દર્શન આપે છે–તેનાં કષ્ટ કાપે છે. અત્યારે હું હવશે પતિને ભજું છું. તેમને વિયેગે નિરંતર તેમની આ પ્રતિકૃતિનું અવલંબન લઈ તેનું પૂજન કરૂં છું. એ પતિ બીજીને ભજે છે. સંસારનું કેવું નાટક છે? કમળ ભમરને ચાહે છે, ભ્રમર બીજાજ પુષ્પોની પરાગમાં મસ્ત રહે છે. કેવી સુંદર પ્રતિકૃતિ છે? મારા આત્માનું જીવન, મારા જીવનનો આધાર અત્યારે તે માત્ર આ નિર્જીવ ચિત્રમાં રહેલો આકાર છે. વિધિની ઈચ્છા હશે તો એ ભક્તિનું ફળ કઈ દિવસ જરૂર પ્રાપ્ત થશે, મનના એ કોડ પૂરા થશે. અત્યારે તે પતિ નજીક છતાં મારે તો સેંકડે ગાઉ દૂર છે. ધીરજથી સર્વે દુ:ખ સહન કરતાં સારું થાય છે. અંજનાને બાવીશ વર્ષ પછી પણ સ્વામીનો મેળાપ નહોતો થયો ? રામવડે તજાયેલાં મહાસતી સીતા પાછાં શું રામને ન મેળવી શક્યાં ? સંસારમાં તે એ બધી ભાગ્યની રમતો છે.” પહોર દિવસ ચઢી ગયા છે, તે વખતે પિતાના મહાલયની ઉદ્યાનમાં પડતી બારી આગળ ઉભી ઉભી એક નવાવના પિતાના નાજુક હાથમાં રહેલા એક રમણીય ચિત્રને જોતી ને વિચાર કરતી બારીમાંથી બગીચા તરફ કુદરતનું સંદર્ય ઉદાસ ચહેરે નિરખી રહી છે. લક્ષમી, વૈભવ, ઠકુરાઈ, દાસ, દાસી, સખીવર્ગ વગેરે સર્વે તેને અનુકૂળ હતું. આશ્ચર્યજનક એવી સુખ સમૃદ્ધિ છતાં એ સુંદરીનું હૃદય ઉદાસ હતું. ભાગ્યવતી છતાં તેના ભાગ્યમાં થોડીક ખામી હતી. તે રાજતનયા હતી, રાજકુંવરયુવરાજની પત્ની હતી, માતા પિતાની લાડકી અને સાસુ-સસરાની માનીતી હતી, છતાં તે પતિની તે અણમાનીતીજ હતી.
પિતાના વિશાળ મહેલની બારી આગળ ઉભેલી સરળ સ્વભાવી નવવના તે અગડદત્ત યુવરાજની પ્રાણપ્રિયા, રાજતનયા-કમલસેના હતી. પોતાના સ્વામી અન્ય પત્નિમાં આસક્ત થયેલા હોવાથી આજ તે કેટલાય સમયથી પતિદર્શનથી પણ વંચિત હતી. તે પતિની છબીનું અવલંબન લઈને ઉદાસ ભાવે તેની સેવા, ભકિત, પૂજન
Page #275
--------------------------------------------------------------------------
________________
કમળસેના.
૨૫૩ કરી પોતાનો સમય વ્યતિત કરતી હતી. અત્યારે પણ પતિની જ છબી હાથમાં રાખીને તેની આંખો સાથે આંખો મિલાવી એ અંતરના ઉંડાણમાં રહેલી ઉમિઓ આમ એકાંતમાં બહાર ઠલવતી હતી.
આહા ! આજે સ્વપ્ન પણ કેવું મનોહર આવ્યું અને તે પણ પ્રભાત સમયે ! જાણે હું રીસાઈ છું, સ્વામી મને મનાવી રહ્યા છે, કાકલુદી કરી રહ્યા છે, છતાં હું માનતી નથી, ત્યારે તે પોતે રીસાય છે ! વળી હું તેમને મનાવું છું ! સુગંધમય પુષ્પની માળા તેમના કંઠમાં પહેરાવું છું. અમે બે હાસ્ય કરતાં એક બીજાને બાઝી પડીએ છીએ, ત્યાં તો આંખ ઉઘડી ગઈ. ઉઠીને જોઉં છું તો કયાં પતિ ને કયાં હું સૂર્ય ઉદય થઈ ગયો હતે. લેકે કહે છે–શાસ્ત્ર કહે છે કે સવારનાં સ્વમાં સાચાં પડે છે. ત્યારે શું આજે મને પતિને મેળાપ થશે? કેવી અસંભવિત વાત? એ શું બની શકે તેમ છે? હા ! આ શું ! મારૂં વામ-ડાબું અંગ કુરે છે. સ્ત્રીઓને માટે ડાબું અંગ ફરકે તે શુભકારક છે. ખચીત આજે કંઈક શુભ દિવસ તે છે. પણ એમાં મારે શું! પતિ તે અત્યારે મંજરીના પ્રેમમાં મશગુલ હશે. અરે! એ મંજરી એકજ ભાગ્યવતી છે, સ્વામીના સુખને માટે વિધિએ એને જ સરળ છે.” એ અરસામાં યુવરાજ માતાને નમીને માતાની શિખામણનું સ્મરણ કરતા કમલસેનાને મંદિરે આવ્યો. યુવરાજનું આગમન થતાં દાસી તેની સ્વામીનીને ખબર કરવા દેડી, પણ તેને એકદમ અટકાવી પોતેજ તે કેવી સ્થિતિમાં છે? શું કરે છે? તે જેવાને એકદમ માળ ઉપર ચડી ગયો. તે પૂર્વવત્ હૈયાની ઉર્મિઓને ઠાલવતી અને છબી સાથે એક ચિત્તે વાતો કરતી, સાદાં વસ્ત્રમાં વિભૂષિત, સુંદર છતાં જેનું ચંદ્રવદન ઉદાસભાવથી કિંચિત્ ગ્લાનિ પામ્યું છે એવી પ્રિયાને હાથમાં ચિત્ર લઈને બારી આગળ ઉભેલી દીઠી. “આહા ! એના હાથમાં કોની છબી છે? એ શું બોલે છે?” એમ વિચારી પ્રચ્છન્નપણે તેના મનભાવ સાંભળતા કુંવર ઉભો રહ્યો. ઠલવાતા એ હદયના ઉભરા તેના શ્રવણે અથડાયા. રમણ શું જાણે કે કોઈ વ્યકિત પ્રચ્છન્નપણે તેની વાત સાંભળે છે. એ દયાને ઉત્પન્ન કરતું, શાંત ભાવભર્યું કમનીય ચંદ્રવદન જોઈ યુવરાજના અંતરમાં માનની લાગણું ઉદ્દભવી. “મારા વિશે એ
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ધમ્મિલ કુમાર. મારી છબીની સેવા પૂજા કરે છે. કે સરળ સ્વભાવ! પતિને પ્રભુ તરીકે માનનારી આદર્શરૂપ આર્ય રમણી! તને ધન્ય છે ! તારા જેવી પતિવ્રતા સુંદરીઓથી જ ભારત ગર્વભર્યું છે. માતાપિતાને તું કેવી લાડકી હતી? મેં મૂર્ખ તારો હાથ ઝાલી તને દુઃખમાં હડસેલી, તારી સારસંભાળ મેં કાંઈ પણ ન લીધી, એ મારી બેવકુફાઈ કુદરત કેમ સહન કરશે ?” ધીમે ડગલે તે કમલસેનાની પછવાડે આવીને ઉભો રહ્યો. કમલસેના ઉદ્યાન તરફ ઉભી ઉભી એકીટસે છબીમાં જોઈ રહી હતી. છેવટે તેણે તેમાંથી મુખ કાઢી દીર્ઘ નિ:શ્વાસ નાખે, ત્યાં તે તેની આંખો યુવરાજ ઉપર પડી, તે ચમકી. અંતરમાં કંઈ કંઈ ઉર્મિ પસાર થઈ ગઈ. અને એક બીજા સામે જોઈ રહ્યાં, પણ કઈ બોલી શકયું નહિ. જાણે પર
શ્યાની પહેલી જ ઘડી ન હોય તેમ થઈ ગયું; કેમકે આજે ઘણે સમયે તેઓ મળ્યાં હતાં. સંગની વચમાં ઘણું મહિનાના વ્હાણુ તેમના વચ્ચે વહી ગયાં હતાં. “કમલા ! કમલા !” યુવરાજે કહ્યું.
નાથ ! પ્રાણ !” કમલસેનાએ તુટક તુટક શબ્દો ઉચ્ચાર્યા.
હાલી ! મેં એકમાં લલચાઈ બીજીને તજી દીધી એ કાંઈ સારું કર્યું નહિ, તેની તું મને માફી આપશે કે ?”
પ્રાણનાથ ! એમાં આપનો દેષ શું? એ સર્વ મારા પૂર્વ કર્મની પ્રબળતા છે. એથી અધિક બીજું શું છે?” કમલસેનાએ ભાવભયા શબ્દો વડે કહ્યું.
ખચીત હું તારો ગુન્હેગાર છું ! એ મારી ભૂલ ઘણે કાળે પણ આજે હું જોઈ શકો છું. ” યુવરાજે જણાવ્યું.
“ પ્રભુ! હવે જણાય છે કે આજે મારું ભાગ્ય જાગૃત થયું. આવું જ્ઞાન કોના કહેવાથી થયું?” રમણુએ પૂછ્યું.
માતાના ! જે અનન્ય મનથી તારા ઉપર પણ ઘણું હેત રાખે છે તેમના કહેવાથી જ્ઞાન થયું છે.” તેણે કહ્યું.
તે આજે મારે સોનાના સુરજ ઉગ્યા ! અમીભર્યા મેઘ વરસ્યા !” સુંદરીએ ઉપકાર માન્ય. “સ્વામિન્ ! ઘણે દિવસે આજ આ દાસીને યાદ કરી !”
Page #277
--------------------------------------------------------------------------
________________
કમળસેના.
૨૫૫ બરાબર છે ! ઘણે દિવસે પણ આજે મારી આંખ ઉઘડી છે. જેટલો એને હક છે તેટલે જ તારો હક છે, છતાં તારા એ હકને મેં રદ કર્યો એ શું વાસ્તવિક છે? આજથી સમજ કે મારે તું અને તે બને સમાન છે.” યુવરાજે પોતાના આગમનને હેતુ સ્પષ્ટ કહી બતાવ્યા.
એ વિચારો આપના કાયમ રહે એવી હે પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.”
“પણ આ તારા હાથમાં શું છે ? એ પૂછવું તો હું ભૂલી જ ગયો. ” કુંવરે વાતને પલટાવી તેની પાસે આવી તેનો નાજુક હાથ પકડતાં કહ્યું.
તમારે તેનું શું કામ છે? એ એક જાદુગર છે, એને મારે ઠપકો દેવો છે.” રમણી હસી. “જોઉં તારો જાદુગર !” તેણુના હાથમાંથી પોતાની છબી લઈ લીધી.
હા ! હા ! હા ! આ શું કરો છો ! એ મારો જાદુગર વળી પાછે રીસાશે તો તેને મનવવા ભારે થઈ પડશે. ” કમલા બોલી.
હવે એ જડ જાદુગરનું તારે શું પ્રયોજન છે? આ જીવતો જગતે જાદુગર સ્વત: મનાઈને તારી સેવામાં હાજર થયા છે. સમજ કે તારે આધીન થયા છે.” યુવરાજે કહ્યું.
તે તો મારા ભાગ્યને પાસે ફરી ગયો !” એમ બોલતી કમલા તરૂવરને વેલડી વિંટાય તેમ રાજકુમારને વીંટાઈ ગઈ
યુવરાજે ઘણા દિવસથી કરમાયેલી એ લતાને પ્રેમરૂપ અમૃતથી સીંચી નવપલ્લવિત કરી. એ ચંદ્રવદના ઉપર છવાયેલી ગ્લાનિ, ઉદાસિનતા, મુંઝવણ સર્વે નષ્ટ કરી. પ્રેમની, આનંદની, માધુર્યતાની, તેજની ને પ્રકાશની દિવ્ય તિ પ્રિયાના અંત:કરણમાં આબાદ ઉતારી દીધી. તે દિવસ કમલાદેવીના મંદિરમાંજ વ્યતિત કર્યો. પછી વારાફરતી બંને પ્રેમદાઓ સાથે સંસારસુખને અનુભવ કરતાં યુવરાજનાં કેટલાય વર્ષો, પાણીના પ્રવાહની માફક વહી ગયાં. ધર્મ, અર્થ અને કામને અબાધિતપણે સાધતો તે મનુષ્ય ઉત્તમ પિગલિક સુખમાં જતા કાળને પણ જાણતો હતે.. .
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪૪ મું.
ભેદને ફેટ, માણસ કહે એ મેં કહ્યું, કરનારે છે કે,
આદર્યા અધવચ રહે, વિધિ કરે સો હોય.” પૂર્વની ઘટના બન્યા પછી પાણીના રેલના માફક ઘણા વર્ષો વ્યતિત થયા. એક દિવસે યુવરાજ રાજસભામાં બેઠેલો હતો, અમીર ઉમરાવોને સરદારે પિતપોતાના આસને બિરાજેલા હતા, તે સમયે પ્રતિહારીએ યુવરાજને પ્રણામ કરી બે હાથ જોડીને અરજ કરી કે–“ યુવરાજ ! ઉત્તર દિશાએથી કેટલાક સેદાગર આવ્યા છે, જે પિતાની સાથે ઉત્તમ અશ્વરનો લાવેલા છે. તે આપ શ્રીમાનને મળવાની ઇચ્છાએ બહાર ઉભા છે. ”
આવવા દે તેમને. ” યુવરાજે આજ્ઞા આપી. પ્રતિહારી ચાલતે થયે.
અલ્પ સમયમાં તે સોદાગર વ્યાપારીઓ સભામાં આવ્યા, યુવરાજને પ્રણામ કરી સુખાસને બેઠા. તેમાંથી એક મુખ્ય સેદાગર બોલ્યો-“મહારાજ અમારી પાસે સુંદર લાક્ષણિક અનેક અ છે, તેમાં પણ એક અવ તે સર્વ લક્ષણે કરીને યુક્ત પવનની માફક ગતિ કરનારે છે, આપ શ્રીમાનને તે ખચીત જોવા યોગ્ય છે. લાખ ફાજમાં પણ એ ઘોડે શોભી ઉઠે એવો છે.”
કયાં છે તમારા અક? યુવરાજે પૂછયું.
“ શહેર બહાર અમારા ઉતારે આપ આવે, જુઓ અને એની પરીક્ષા કરે.”
સોદાગરનાં વચન સાંભળીને કુંવર સુભટે સહિત ઉદ્યાનમાં નગર બહાર આવ્યું. એક એકથી વધે એવા અને જેઈ કુંવર વિસ્મય પામે. કેટલાકનાં રૂવાટાં સ્નિગ્ધ અને સુક્ષમ હતાં, કેટલાક વક કંધરાવાળા, તથા જેનું વક્ષ:સ્થળ સ્થલતાને પામેલું અને પેઠે લઘુ-પૂથ હતા. વળી કાન લઘુ અને પીઠ વિશાળ એવા, જંઘાબળે
Page #279
--------------------------------------------------------------------------
________________
ભેને ફેટ.
૨૫o કરીને ગગનમાં ચાલનારા–તીવ્રગતિએ ગમન કરનારા હતા. તેમજ કેટલાક ચરણના સ્પર્શમાત્રથી આકાશમાં ઉછળે એવા હતા. મુખ ઉપર માંસ અ૫ છતાં ઘણું લક્ષણવંત એવા અનેક તુરંગરત્નને જોઈ યુવરાજ ચિત્તમાં ચમત્કાર પામે.
જેનું ઉંચું શરીર છે એવા એક લાક્ષણિક અશ્વ ઉપર આરૂઢ થઈને યુવરાજે તેને નગર બહાર આમ તેમ પરિપાટી દેતાં ફેરવ્યો. તેની ચાલથી સુભટોનાં મન શંકાશીલ થયાં કે “રખે કાંઈ અનુચિત ન થઈ જાય?” એટલામાં તે કુંવરે ઉભે રાખવાને લગામ ખેંચી ત્યાં તો આકાશમાં ઉડે તેમ પંખીની જેમ તે અશ્વ દેવ્યો-ઉડ્યો. જેમ જેમ વધારે લગામ ખેંચે તેમ તેમ અધિક વેગથી દોડે. કઈ રીતે તે અશ્વની ગતિ રોકાઈ શકી નહિ. “પવનની ગતિ કઈ રોકી શકે છે?” સર્વે સુભટો અશ્વને પકડવાને દેડ્યા પણ એ અશ્વની ગતિને કણ પહોંચી શકે ? આખરે અશ્વ દેખાતો બંધ થઈ ગયો, ને થાકેલા સુભટો નિરાશ થઈને પાછા વળ્યા. નગરમાં આવીને રાજાને સમાચાર આપ્યા. અચાનક કુંવર ગુમ થવાથી રાજા મૂચ્છ પામે. રાણુઓને ખબર પડતાં વિલાપ કરવા લાગી. રાજાની મૂછ વળી એટલે તે વ્યાપારીઓને પકડીને બંધી ખાને નાખ્યા. રડતે હદયે પુત્રની તપાસ માટે તરફ અ દોડાવ્યા. કુંવરના આગમનની પ્રતિક્ષા કરતા રાજા દુઃખમાં પોતાને કાળ વ્યતિત કરવા લાગ્યા.
નિર્જન અરણ્યપ્રદેશમાં અશ્વ દેડે જતો હતો, તેવામાં એક મોટું વડલાનું વૃક્ષ આવ્યું, તેની ડાળ પકડીને કુંવર ઉપર ચડી ગયો એટલે તે અશ્વ પણ ત્યાં સ્થિર થઈ ગયે. ચિત્રમાં રહેલો અશ્વ જેમ ગમનાગમન કે શ્વાસે શ્વાસ લઈ શકે નહિ તેવી સ્થિતિ અશ્વની થઈ. જેમ દુષ્ટ ચેલે ગુરૂને મળવાથી સંતાપ કરનારે થાય તેવી રીતે વક્રશિક્ષિત એ અશ્વ યુવરાજને વનમાં ઉપાડી ગયે. સગાં, સંબંધી.
સ્નેહી, સ્વજનથી દૂર લઈ ગયો. અશ્વની અચાનક આ સ્થિતિ જોઈ કુંવર ચિંતાતુર થયો, તેણે તેની લગામ ખેંચી પણ તે જરાય ચાલ્યો
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ધમ્મિલ કુમાર નહિ પણ નીચે પડી ગયે. અશ્વને મરણ પામેલે જેઈ કુંવરને વિચાર થયો. “ખચીત એ આજ પર્યત મારેજ માટે જીવ્યા હશે.” એમ વિચારતે તે મધ્યાન્હ સમયે વનમાં ફરવા લાગે. સરેવર, વનનાં તરૂવર, લતાએ, ચંદનવન આદિ જેતે અને તેની સુગંધી લેતે શ્રમ અને તાપની વ્યથાને તે દૂર કરતો હતો. અત્યારે સહકાર વૃક્ષની ડાળ ઉપર બેઠેલી કોકિલા આશ્રમંજરીની મીઠાશ અનુભવતી આલાપ સંલાપ કરતી પોતાની મધુરી છઠ્ઠા ખેલી રહી હતી. અગડદત્તકુમાર તે સહકાર વનની સુંદરતા જેતે આગળ ચાલ્યો, તો નજીકમાં ફાટિક પાષાણની પીઠિકા દીઠી તેમજ પદ્મરાગમણિએ ઘડેલું અને વિવિધ રત્નોથી જડેલું એવું જિનરાજનું રમણ્ય મંદિર દીઠું. જેના ઘંટને અવાજ જાણે ઠેઠ સ્વર્ગમાં પહોંચીને અમરજનોના કાનને ચમકાવતો હોય એવો ઘોર હતો. પવનની લહેરીએથી એ મંદિરની ધ્વજાએ ગગનમાં નૃત્ય કરી રહી હતી, તે જાણે દિવધુઓને લુંછણ દેતી હોય તેવી રીતે શોભતી હતી. નજીક રહેલી પુષ્કરિણ–વાવમાં સ્નાન કરીને, કનક્કમળ હાથમાં લઈ કુમાર પ્રભુના સુંદર પ્રાસાદમાં અતિ ઉમંગથી પેઠે, યુગાદિદેવ શ્રી આદિનાથ-રાષભદેવને નમી વિધિએ કરીને તેમની અર્ચના કરી. પછી ભાવભક્તિથી સ્તુતિ કરવા લાગ્યા. “હે સ્વામિન્ ! તમે કાગ્રે રહ્યા છતાં ભક્તિએ કરીને અમારા હૈડામાંજ રહ્યા છો. દેવ, દાનવ અને મનુષ્યના સ્વામીઓ પણ પોતાના આત્મકલ્યાણ માટે તમને નમી રહ્યા છે, પૂજી રહ્યા છે. તે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શકિતવાળા ! શાસ્ત્રમાં જેવા તમને વર્ણવ્યા છે તેવાજ આપ છો. એ અનંત શક્તિ ભક્તિથી કાંઈ વેગળી નથી. ક્ષાયિક ભાવે તમારી શકિતઓ પ્રગટેલી છે ને અમારી ગુપ્ત રહેલી છે. હે ભગવદ્ ! મારાપર પ્રસન્ન થાઓ, તમારા પ્રભાવે કરીને મારા અનંતકાળનાં પાપ દૂર થાઓ.” આ પ્રમાણે ભક્તિથી ભરેલા હૃદયથી સ્તુતિ કરી તે બહાર નીકળ્યો, તો અશોક વૃક્ષની નીચે મુનિગણે કરીને યુકત ચાર જ્ઞાન સહિત એવા વિદ્યાચારણ “સાહસગતિ' નામના મુનિ શિષ્ય પરિવારને ઉપદેશ કરતા તેના જેવામાં આવ્યા. જંગમ તીર્થરૂપ ને કલ્પવૃક્ષ સમાન,શાંતરસરૂપી અમૃ
Page #281
--------------------------------------------------------------------------
________________
ભેદને ફેટ.
૨૫૯ તના સાગર એવા અને એવું નામ તેવાજ પરિણામવાળા, સંસારના દુ:ખરૂપી દરની ઝાળમાં બળતા પ્રાણીઓને શીતલ છાયા સમાન, અર્થાત દુ:ખમાં વિસામા સરખા મુનિને દેખીને ઉલટભેર કુંવરે ત્યાં આવી તેમને વાંદ્યા. પછી ભુખ, તૃષા આદિ અંતર વેદનાને તજીને વિનય સહિત તે દેશના સાંભળવા બેઠે. ગુરૂ બોલ્યા–“હે ભવ્ય ! જગતમાં દશ દષ્ટાંતે દોહિલે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ધર્મ વિના જી હારી જાય છે. ઉત્તમ એવો નરભવ પામીને પાપાનુબંધી પાપ, કે પાપાનુબંધી પુણ્ય ભોગવતાં પહેલેકમાં રવ નરકે જાય છે. ત્યાં અનંત દુઃખના ભેગવનારા થાય છે. કિંબહુના ! જે માનવના અવતારમાં સદ્દગુરૂના વચન અનુસાર વતી યથાશકિત અથવા તે ઉગ્રશક્તિએ વ્રતને ધારણ કરે છે તે સંસારરૂપી ગહન વનને ઓળંગી શિવવધુના સુખને પામે છે. માટે હે ભવ્યજન! જાગૃત થાઓ અને ધર્મકાર્યમાં તત્પર થાઓ.” એ પ્રમાણેની દેશના સાંભળતાં કુંવરની નજર વૈરાગ્યના રંગથી રંગાયેલા છ યુવાન પુરૂષ ઉપર પડી; એટલે તેણે આશ્ચર્યથી ગુરૂને પૂછયું. “ભગવદ્ ! આ છ સાધુઓ રૂપે રંગે સરખી આકૃતિવાળા અને વૈરાગ્યથી ભરેલા જણાય છે. તેમને તારૂણ્યાવસ્થામાં આવું દુષ્કર તપ તપવાને કેવી રીતે વૈરાગ્ય થયો ? વળી આ સુંદર મંદિર અહીં કોણ ભાગ્યવંતે બંધાવ્યું છે?”
ગુરૂ બાલ્યા મહાનુભાવ! વૈતાઢય પર્વત ઉપર રહેલા રથનુપુર નગરના વિદ્યાધરેંદ્ર આ સુંદર મંદિર બનાવી ત્રષભદેવ સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે. હવે આ છે પુરૂષના વૈરાગ્યનું કારણ તું સાંભળ! ગગનમંડળમાં વાતો કરતો અને પોતાના ખોળામાં ગજરાજેને ૨માડતે વિંધ્યાચળ પર્વત શોભી રહ્યો છે કે જ્યાં ગજરાજેના મદની સુગંધથી આકર્ષાયલા ભ્રમ ગુંજારવ શબ્દ કરતા પથિકને ત્રાસ આપી રહ્યા છે, માર્ગમાં પદે પદે અણમોલ મૌક્તિકની ધારા વરસાવી રહ્યા છે. ત્યાં આગળ લુંટફાટ કરવાનું છે વ્યવસાય જેનો એવા ભિન્ન લેકેની એક મેટી પલ્લી આવેલી છે. તેને અધિપતિ અજુન નામે મહા બળવાન ભિલ્લ જગતને તૃણવત્ ગણતો રહેતો હતો. આ છ જણ તેના બાંધે છે. પોતપોતાના કૃત્યમાં ચતુર એવા આ બાંધ તેને જ અનુસરનારા હતા.
Page #282
--------------------------------------------------------------------------
________________
બસ્મિલ કુમાર. એક દિવસ પોતાની પ્રિયા સહિત ત્યાં કોઈ રાજપુત્ર આવ્યો. પલિપતિ અને પિતાના ભિલે સહિત તેને લુંટવાને ગયે, પણ નૃપપુત્ર અને તેના સુભટેએ પોતાનો હાથ બતાવ્યો રોટલે ભિન્ન લેકે તે નાશી ગયા, પણ પલ્લી પતિ અને કુંવરની સામે ધર્યો. બનેનું યુદ્ધ દીર્ધકાળ પર્યત ચાલ્યું, પણ ભિલ્લપતિ કુંવરને અજેથ્ય જણાય, ત્યારે રથના અગ્રભાગે કુંવરે પિતાની પ્રિયા મંજરી-શ્યામલતાને બેસાડી. લાવણ્યની પ્રતિમા જેવી તેને જોઈને અજુન ક્ષેભ પામ્યા, ને રણેત્સાહમાં મંદબુદ્ધિવાળો થયે. તે અવસરે તેને મર્મસ્થાનમાં તીણ બાણ મારીને કુંવરે મારી નાંખે ને તે વિજયી થઈ પિતાને દેશ ગયે. અ૫ સમયમાં ગ્રામાં તર ગયેલા તેના છ ભાઈઓ ઘરે આવ્યા, તેમણે ભાઈનું મરણ જાણી સ્નાન કરી તેનું મૃતકાર્ય કર્યું; પણ તેની માતાને પુત્રમરણનું દુખ તીવ્ર હતું. તેણે છ ભાઈઓને બોલાવીને કહ્યું કે-“અરે નિર્લજજ ! તમારા ભાઈનું મરણ તમે કેમ સહન કરી શકો છો? એના ઘાત કરનારને શોધી કેઈપણ રીતે તેને મારી વેરને પ્રતિકાર કરો તેજ તમે મારા પુત્ર ખરા. લોકમાં તમે જોતા નથી કે પાણી ગમે તેવી અગ્નિને બુઝાવી નાંખે છે, તે એ અગ્નિને બંધુ વડવાનળ પિતાના બંધુનું વેર શોધતા સમુદ્રના જળનું પણ શેષણ કરી નાંખે છે. જે મિત્રને ઉપકાર કરવાને શક્તિમાન નથી અને શત્રુ ઉપર અપકાર કરવાને સમર્થ નથી તે જીવતાં છતાં પણ અપયશને પામે છે.” જનનીનાં આવાં જુસ્સાભરેલાં વચન સાંભળીને તેમણે પ્રતિજ્ઞા કરી કે “અમે શત્રુનો નાશ કરશું ત્યારે ઘરે આવશું.” પ્રતિજ્ઞા કરીને તેઓ રથના અનુસારે એની નગરીએ ગયા અને દષ્ટ વ્યંતર જેમ નગરમાં પ્રવેશ કરવાનાં છિદ્ર જુએ તેમ કુંવરને મારવા માટે તેનાં છિદ્ર શોધવા લાગ્યા.
વસંતઋતુના એક દિવસે પત્ની સહિત કુસુમેઘાનમાં કુંવર વિહાર કરવાને ગયે. રાત્રીને વિષે પણ પોતાના પરિવારને વિદાય કરીને કુંવર પત્નીના કહેવાથી વનમાં રહ્યો. મધ્યનિશા સમયે નિદ્રિત પ્રિયાને સર્ષડંશ થવાથી તેણીને મૂછો આવી. કુંવર જાગૃત થઈ વિલાપ કરવા લાગ્યો, કાષ્ટની ચિતા ખડકી અને તેની સાથે બળી મર
Page #283
--------------------------------------------------------------------------
________________
ભેદના સ્ફાટ.
૧
વાને તૈયાર થયા, તે સમયે તેની ખાળચેષ્ટા ત્યાં થઇને ગગનમાં જતા એ વિદ્યાધરાના જોવામાં આવી, જેથી તેમણે મત્રના બળે કરીને મજરી-શ્યામલતાને જીવતી કરી ને વિદાય થયા. પછી કુંવર તેને લઇને કામદેવના મંદિરમાં આવ્યેા.
""
મુનિનાં વચન સાંભળીને કુમારે કહ્યું. “ ભગવન્ ! તે કુંવર પેાતેજ. આ સર્વે મારૂ જ વૃત્તાંત છે. પછી આગળ શું થયું ?”
“ આગળ ! કામદેવના મંદિરે આવી પ્રિયાને તેણે પેાતાનુ વસ્ત્ર પાથરીને સુવાડી; પણ પ્રિયા ઝડથી ધ્રૂજતી હાવાથી તેણીએ કહ્યું –“ -“ સ્વામી ! ઠંડી ઘણી લાગે છે ! અગ્નિ લાવેા. ”
પ્રિયાનુ વચન અંગીકાર કરીને તે અગ્નિ લેવાને ગયા અગ્નિ લઇને આવતાં તેણે મ ંદિરમાં દીપક જોયા.
કુંવર અગ્નિ લેવા ગયા તે સમયે આ છ ચારબંધુએ અંધકારમાં મંદિરની અંદર છુપાયેલા હતા. તેમાંથી એક જણે તે સ્ત્રીને . જોવાને માટે દીપક પ્રગટ્યો. દીપકના પ્રકાશમાં તે સ્ત્રીએ તેને જોયા, તેણે સ્ત્રીને જોઈ, અન્નેનું તારામૈત્રક થયુ. મંજરી ચારને જોઇ મેાહ પામી. ઉડ્ડીને તેને ખાઝી પડી. “ આજથી તુજ મારા સ્વામી, તારા સૌંદર્ય માં હું... દીવાની ખની છું. તુ કાણુ છે તે કહે. રાજકુંવરની સાથે વિલાસ કરતાં મારો જન્મ અફળ ગયા છે, માટે તું મારી પ્રાર્થના ભંગ કરીશ નહિ.
,,
'
તેણીનાં વચન સાંભળીને તે ચારે કહ્યું. “ તારા ધણીએ અમારા વડીલ બંધુના નાશ કર્યા છે. આજે તારા સ્વામીને મારી અમારા ખંધુનું વેર લઈ પછી તને ગ્રહણ કરશું.
,,
e
પછી તે રમણીએ કહ્યું “ આહા! ઘણું જ ઉત્તમ ! એથી વિશેષ ખજું શું ઉત્તમ હાય ? તમારી એ ઇચ્છા પરિપૂર્ણ થાએ. હું પોતેજ તેને હણીને તમને સુખરૂપ થઇશ.” એવી રીતે આશ્વાસન આપીને તે સ્ત્રીએ તેમને પ્રચ્છન્ન રાખ્યા, એટલામાં પતિને અગ્નિ લઇને આવતાં જોયા, એટલે દીપક બુઝવી પાતે સુઇ ગઇ. પતિએ આવીને પૂછ્યું તે તેણીએ કહ્યું કે “ તમારી અગ્નિનું પ્રતિબિંબ પડવાથી તમને દીપક જણાયા હશે.” રાગાંધ પતિએ તે વાત સત્ય માની,
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬ર
બસ્મિલ કુમાર પછી પ્રિયાના હાથમાં ખડ્ઝ આપીને તે અગ્નિ સળગાવવા લાગે. સ્ત્રી તેની ગરદન ઉપર ખર્શ ચલાવવાને તૈયાર થઈ. તે જોઈને લઘુ તસ્કરે વિચાર્યું-“આહા ! આ સ્ત્રી ગુલામની પેઠે કામ કરનાર પોતાના પતિને મારવાને તૈયાર થઈ, તો તે કઈ દિવસ અમારે પણ નાશ કરશે. સ્ત્રીઓની ધૃષ્ટતાને ધિક્કાર થાઓ ! કે જે આવા પિતાના સ્નેહીનો નાશ કરવાને પણ અચકાતી નથી. રૂપવાન, સૌભાગ્યવાન, સ્નેહવાન એવા આ સ્વામીમાંથી પ્રીતિ છેડીને વળી મારે વિષે આસક્ત થઈ, પણ કયે બુદ્ધિવાન્ પુરૂષ આવી નારીને વિશ્વાસ કરે ? જેણે પોતાનું સર્વ કંઈપણ પ્રિયાના ચરણમાં અપેલું છે એવા પતિને પણ સ્ત્રીઓ હણે છે. વિષયની ઈચ્છાએ તુચ્છ બુદ્ધિવાળી આ સ્ત્રી ગગનમાં ચંદ્ર સરખા આ પુરૂષને મારવાને તૈયાર થઈ. પારાને સ્થિર કરી શકાય છે, ઔષધના રસને વે શુદ્ધ કરી શકે છે, પ્રકંપાયમાન એવી વૃક્ષની શાખાઓ દેરડીવડે નિશ્ચળ કરી શકાય છે, પણ કામિનીજનનાં ચપળ મન કેઈપણ રીતે સ્થિર કરી શકાતા નથી.”
આ પ્રમાણે વિચારીને દયાળુ એવા લઘુ તસ્કરે વાયુવડે કરીને જેમ કેળને ડાંડ પાડી નાખે તેમ તે વિશ્વાસઘાતિની, અન્યાય કરવામાં તત્પર થયેલી એવી સ્ત્રીના સ્પર્શને નહિ ઈચ્છતાં તેણના હાથમાંથી મારવાને ઉપડેલી તલવાર પાડી નાંખી. તલવારનો અવાજ સાંભળીને કુંવર ચમક. “આહા ! આ શું થયું ?” સ્વસ્થ થઈને કુંવરે પૂછયું. સ્ત્રી બેલી–
ગાઢ અંધકારમાં શીતના ભયથી થરથર કંપતાં હાથમાંથી ખગ એકદમ છટકી ગયું.” સ્વામીએ પ્રિયાનું વચન સત્ય માન્યું. ‘આસજનના વચનમાં જરી પણ શક હાય ખરો ?”
તેને કયાં ખબર હતી કે તે ખણ આ વ્યભિચારિણીની સોબતથી હું સ્વપતિને હણવાને તૈયાર થાઉં છું એવા વિચારથી જાણે તેને અત્યંત દુઃખ થયું હોય તેમ તે પૃથ્વી ઉપર પડીને પશ્ચાત્તાપથી લટતું હતું.
પ્રિયા સહિત ત્યાં રાત્રી પસાર કરી. પ્રભાત થતાં તે પિતાને
Page #285
--------------------------------------------------------------------------
________________
ભતા સ્ટેટ.
૧૬૭ મંદિરે ગયા. મંદિરના અતર ભાગમાં ચેારા છુપાયેલા હતા તેમનાં વિવેચક્ષુ ઉઘડી ગયાં. તેમણે નક્કી કર્યુ કે–હવે અમારે ઘરે જવું નહિ, સંસારના બંધનમાંથી મહા પ્રયાસે મુકત થયા છતાં કાણુ બેવકુફ્ ફીને તે બંધનમાં પડવા ચાહે? આજે અમારાં વિવેકચક્ષુ વેરાગ્યરૂપ અજનવડે કરીને ખુલ્યાં છે. જો કે ઘેરથી તેા અમે માતાની આજ્ઞાથી ભ્રાતાનું વેર લેવાને પ્રતિજ્ઞા કરીને નીકળ્યા છીએ, પણ આ મરેલાના મારવાથી શું ? જગતમાં પ્રાણીએ બાહ્ય શત્રુઓને જીતવાને માટે ધરતીનાં પડ ફાડી નાખે છે પણ તેમ કરવા જતાં અંત ત્રુ–કામ ક્રોધ આદિ તેના સર્વસ્વના નાશ કરે છે, તે મૂઢ જીવા જાણી શકતા નથી. દુનિયામાં બાંધવાઢિ કુટુંબ એ બંધન, યુવતીએ દોષનું સ્થાન, ને વિષયા ઝેરથી ભરેલાં છે. એવું જાણતાં છતાં પણ જીવા પેાતાના આમહિતના કાર્યથી પરાસ્મુખ થાય છે. અરે ! પાપથી બંધાયેલા આત્મામરણ પછી નરકરૂપ અંધકારમય કુવામાં પડતાં એ પ્રેમના ધામરૂપ વિનતા નથી ખચાવી શકતી, જેને માટે અનેક અનાચારા—દુરાચારી સેવ્યા છે એવી લક્ષ્મી ત્યાં આધારરૂપ નથી થતી, કે દીકરાઓ ત્યાં આવીને લાંચ આપી છેડાવી શકતા નથી.” આ પ્રમાણે સંસારથકી વૈરાગ્ય પામીને વિષવલ્લીની માફક પક્ષીને ત્યાગ કરી તે છ એ જણા પ્રભાત થતાં ત્યાંથી કાઇ પણ તીર્થસ્થાન પ્રાપ્ત કરીને પાપના નાશ કરવાના હેતુએ ચાલ્યા. તેમને અમે જોયા. અમારા ઉપદેશ સાંભળી તેમણે અમારી પાસે દીક્ષા લીધી; કેમકે સમુદ્રમાં રહેલ ચિંતામણિ તેા ભાગ્યશાળીજ મેળવી શકે છે. એમના નામ, દઢધર્મ, ધર્મ ચિ, ધર્મદાસ, સુવ્રત, દૃઢવ્રત ને ધર્મપ્રિય-અનુક્રમે રાખેલાં છે. દીક્ષા લીધા પછી અમારી સાથે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા અને વૈરાગ્યથી તપ તપવામાંજ પેાતાનું જીવન વ્યતિત કરવા લાગ્યા, તેમજ આત્મતિમાંજ તત્પર રહેવા લાગ્યા. હું મહાનુભાગ ! આ પ્રમાણે તમના વૈરાગ્યનું કારણ છે.
ને
""
અગડદત્ત એ પ્રમાણે સાંભળીને સંસારથી ખેદ પામ્યા ને તે છ જણને કહેવા લાગ્યા- ભગવન્ ! તે તમારા અધુના વધ કરનાર જ હતા, મારી પત્નીનું એ દુશ્ર્ચરિત્ર ભગવંતના મુખથકી સાં ભળી જેમ ઝવેરીના સુખથી ગામડીએ ખાટા મણુિની કૃત્રિમતા સમજે
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ધમ્મિલ કુમાર એમ આજે મારી શુદ્ધ બુદ્ધિ ખુલ્લી ગઈ છે. ખચીત હજી હું ભાગ્યવાન છું કે તમે મને માર્યો નહીં, નહિતર રાગવશે કરોને આ ધ્યાનથી મરણ પામી હું દુર્ગતિનું જ આમંત્રણ કરત. સ્ત્રીઓ તો દેષથી જ ભરેલી છે. સમુદ્રના બિંદુનું અને નમંડળના તારાનું માપ કેણ કરી શકે? તેમજ માયાની ખાણ, જૂઠનું મંદિર, વૈપત્તિની ભૂમિકા એવા અગણિત દેનું સ્થાન સ્ત્રીનું માપ પણ કો દક્ષ પુરૂષ કરી શકે ? હા ! તે મને પ્રાણથી પણ મારી હતી. તેના ફંદામાં આટલે કાળ હું મેહની જાળમાં બંધાઈને મુંઝાયે હતે. જેમ વાંદરે શીતથી દુઃખી થઈને અગ્નિની ઈચ્છાથી દુ:ખ પામે છે તેમ જડ પુરૂષે વિષયની વાંચ્છાએ કરીને યુવતીજનને આધીન થઈ દુ:ખ પામે છે. સ્ત્રીઓના સ્નેહમાં મગ્ન થયેલા પ્રાણુઓ મધમાખી જેમ મધપુડામાં મગ્ન રહેવાથી પરિણામે નાશ પામે છે તેમ મૃત્યુને જ આમંત્રણ કરે છે. પ્રભુ! હું પણ દીક્ષા લેવાને હવે ઉત્સુક છું.” તે છ જણને કહીને પછી તેણે ગુરૂને કહ્યું.
ગુરૂ સાહસગતિએ કહ્યું—“તારે પણ હવે આત્મકલ્યાણ કરવું એજ ઉચિત છે.” તે સાંભળી કુંવરે કહ્યું
ભગવન! એક છેલ્લી ઈચ્છા માતતાતને નમવાની છે. તેમને નમી પિતૃકૃત મહોત્સવવડે તમારી પાસે દીક્ષા લઈશ.” કુંવરે કહ્યું.
એટલામાં એક વિદ્યાધર રત્નચંડ આકાશમાંથી ઉતરત ગુરૂને નમીને બેઠે. ગુરૂએ તેને અગડદત્તને તેના નગરમાં પહોંચાડવા કહ્યું. રત્નડ વિદ્યારે પિતાના વિમાનમાં બેસાડી કુંવરને શંખપુરીના ઉદ્યાનમાં મૂકો. ગુરૂ પણ ત્યાંથી વિહાર કરી શંખપુરી તરફ ગયા.
Page #287
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪૫ મં.
દીક્ષા મહોત્સવ. “વૈરાગ્યના ભાવ ધારીને, જાશું મુકિતને પથે, પ્રીતિના પંથ ત્યાગીને, ચાલીશું શાંતિને રસ્તે; પરવા જરી ના દુનિયાની, અને છેડશો ના કેઈ,
લગાવી ધૂન સિદ્ધોની, અજબ એ માર્ગ છે કેઈ. ” “પ્રિયા કમલા! તારા સરખી સતી શિરોમણિને મેં ત્યાગ કરીને મદનમંજરીમાં આસકિત કરી ખચીત મેં તારે અપરાધ કર્યો હતા. એ કુલટા-વ્યભિચારિણીના ઉપરના આડંબરમાં હું ફર્યો, દીવાને બન્ય, ધૂળને મેં તેજ તુરી સમાન ગણું સુવર્ણને ધૂળ બરાબર ગયું.” એમ કહીને મંજરીનું દુશ્ચરિત્ર ટુંકમાં કમલાને કહી બતાવ્યું. અગડદત્ત કુમારે કમલસેના આગળ પિતાને દીક્ષા લેવાનો હેતુ જણાવી તેની રજા લેવાને વાતની શરૂઆત કરી.
“હશે, પ્રિય ! એ વાત હવે જુની થઈ, ગઈ વાતને શોક કરવાથી શું ?” આજના આ પ્રસ્તાવથી કમલાના હૃદયમાં કુદરતી ફટકો પડ્યો હતો. તેણીએ પૂર્વની વાત ભૂલી જવાને ઉપદેશ કર્યો.
“હા! અજ્ઞાનવશે એ દુષ્ટાનું ચારિત્ર મેં જાણ્યું નહીં, આખાએ અશ્રુ નાખતી, મનમાં હસતી અને મુખથી વિચિત્ર વાતો કરતી, સબલને પણ સાનમાં સમજાવતી એવી સ્ત્રીના હદયને પંડિત પણ પાર પામી શકતા નથી. સબલા છતાં અબલા નામજ તેનું જૂઠું છે. પ્રિયા ! આજે મારાં જ્ઞાનરૂપ ચક્ષુ ઉઘડી ગયાં, મેહરૂપી અંધકારમય રજની દૂર થઈ ને જ્ઞાનના ઉદયરૂપી પ્રભાતના સૂર્યને ઉદય થયે. આપણું નગરે પધારેલા અજ્ઞાની મુનિવરના ઉપદેશથી મારી વાસનાઓ નષ્ટ થઈ ગઈ. હવે આવતી કાલે પ્રભાતમાં સંસારના તાપને નાશ કરનારી દીક્ષા અમે તેની પાસે લેશું અને અમારા આત્માનું શ્રેય સાધશું.” કુમારે મૂળ વાતને ભેદફેટ કર્યો.
૨y.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૬૬
ધમ્બિલ કુમાર. દીક્ષા! પ્રભુ ! આવી તરૂણ વયમાં !” કમલા ચમકી ને બેલી. “હા પ્રિયા! સૂર્યોદયે માતાપિતાની રજા લઈ ગુરૂ પાસે હું ચારિત્ર ગ્રહણ કરીશ. તું સાસુ સસરાની સેવા કરી સંસારમાં સુખે રહેજે.” અગડદને કહ્યું.
જે પતિની મતિ એજ સતીની ગતિ ! જ્યાં દેહ ત્યાંજ છાયા ! સંસારમાં સ્ત્રીને પતિથી બીજું શું વિશેષ છે? પ્રત્યે ! પણ તમારી સાથે સંયમ આદરીશ. મારા આત્માનું હિત કરીશ.” સતીએ પતિના કાર્યને અનુમોદન આપીને દીક્ષા લેવાની પોતાની મરજી પણ જણાવી.
“તું આવી સુકમળ છતાં વ્રતનું કષ્ટ શી રીતે સહી શકીશ! સંસારમાં રહીને જ ધર્મ સાધન કર. તારા આત્માને કલેશ થાય તેમ ન કર.”
સ્વામી ! જે તમારી ગતિ તેજ મારી ગતિનરકાદિકમાં પરાધિનપણે આત્મા અનેક દુઃખ સહન કરે છે, તો તેની આગળ સ્વાધિનપણે વ્રતનું અ૫ કષ્ટ શું હિસાબમાં છે?”
ઠીક! જેવી તારી મરજી?” પતિએ અનુમતિ આપી પ્રભાતમાં તૈયાર થવાને સૂચવ્યું અને પોતે મદનમંજરી-શ્યામદતાને મહેલે ગયો. ત્યાં જઈ તેણીને પોતાને ઉદ્દેશ કહી સંભળાવ્યો.
મંજરી! નરભવના ભોગે એ રેગોને કરનાર છે, તેમજ પ્રાણાતે દુર્ગતિને આપનાર છે, માટે હે રમણી! પ્રભાતે હું ગુરૂની પાસે વ્રત ગ્રહણ કરીશ–સંયમ આદરીશ. તમે સાસુ સસરાની સેવા કરજે–સંસારમાં સુખભર રહેજે.”
મદનમંજરીની રજા મેળવી માતા-પિતાના આવાસમાં આવ્યું. તેમને નમી દીક્ષા લેવાની અનુમતિ માગી. “માતા! ઉપકારી ગુરૂ દઢભૂતિ ઉદ્યાનમાં સમવસર્યા છે. તેમના ઉપદેશથા મારૂં અંતર સંસારના તાપથી તપી ગયું છે. પૂજ્ય માતા પિતા! તમારી આજ્ઞા હેાય તો પ્રભાતમાં હું દીક્ષા અંગીકાર કરી મારા આત્માનું શ્રેય સાધું.”
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૭
દીક્ષા મહોત્સવ. માતાપિતાએ તેને અનેક રીતે સમજાવ્ય, માતાએ સંસારમાં રહી ધર્મ સાધના કરવાની ભલામણ કરી, પણ કુમારે પિતાને વિચાર છોડ્યો નહિ. તેનો દઢ આગ્રહ જોઈ માતાપિતાએ તેના વિચારને અનુમોદન આપ્યું.
પિોતાના એકાંત ભુવનમાં જેમ તેમ રાત્રી વ્યતિત કરી. પ્રાત:કાળમાં સુવર્ણમય સૂર્યોદય થયા પછી પહર દિવસ ચઢ્ય શિબિકામાં બેસીને કુંવર મુકત હાથે અનાથાને દાન આપતે ચાલ્યો. પાછળ કુટુંબની સ્ત્રીઓ મંગળ ગીત ગાઈ રહી હતી, આગળ અભિનવ વાજીંત્રો વાગી રહ્યાં હતાં, પરિવારજનો પોતપોતાને અનુસરતો પોશાક પહેરી વરઘોડામાં સામેલ થયો હતો, તે વખતે કુમારની સાથે સાસુએ શણગારેલી કમલસેના પણ શિબિકામાં બેસીને જાણે સાક્ષાતુશાસનસુરી હાય તેમ ચાલી. રાજાએ તે સમયે અધિક મહત્સવ કર્યો. એવી રીતે મહોત્સવથી સર્વે મુનિરાજ પાસે ઉદ્યાનમાં આવ્યા. ત્યાં આવી શિબિકામાંથી ઉતરી અગડદતે આભૂષણે તજવા માંડ્યાં અને ગુરૂપાસે સકળ સંઘ સમક્ષ ચાર મહાવ્રત ઉશ્ચર્યા. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. ગુરૂએ વતારોપણ કરીને તેના મસ્તકે વાસક્ષેપ નાખે. કમલસેનાએ પણ યુવરાજની સાથે સંયમ અંગીકાર કર્યું. સવે પરિવાર મુનિગણને વંદન કરીને નગર તરફ પાછો ફર્યો. મુનિઓએ પણ વિહારની તૈયારી કરી, તે સમયે રાજારાણીએ આખરનાં વંદન-નમન કર્યો. સાસુએ કમલસેનાને દુ:ખ ભરેલા દીલે અને આંસુ ભરી આંખે કહ્યું–“બેટા! તું દેહે સુકુમાર હોવાથી પુષ્પને ભાર ન ઉપાડી શકે તો આ મેરૂસમાન વ્રતનો ભાર કેમ સહન કરીશ ? સતીઓમાં શિરોમણિ અને એક પતિને જ માગે અનુસરનારી તે ત્રણે પક્ષશ્વસુર પક્ષ, પિતૃપક્ષ, માતલપક્ષને ઉજવળ કર્યા છે અને ચતુર્થ ગુરૂકુળવાસ પણ તે શોભાવ્યો છે. તને મુનિ પણું કાંઈ દુર્લભ નથી. તું અમને નિરાશ કરી નિઃસ્નેહી થઈને ચાલી નીકળી. બેટા ! તારા વગર હું એકલી મંદિરમાં-એ વિશાળ મહાલયમાં કેવી રીતે સમય ગુમાવીશ? હું એકલી કેમ ઘેર રહી શકીશ? ભેજન–ખાન પાન કોની સાથે કરીશ? તારાં માતપિતા પૂછશે તો હું શું ઉત્તર આપીશ ? આજે દીક્ષા લેવાનો અવસર તો
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬૮
ધમ્મિલ કુમાર, અમારે હતું, પણ નિવિડ મેહના અંધકારમાં ભૂલેલાં અમે સત્ય માર્ગ શોધી શક્યાં નહિ, ત્યાં તે તમે સુખ ભેગવવાને સમયે મહિના અંધકારનું વાદળ ભેદી બહાર નીકળી ગયા. વરસમાં એકવાર પણ મારે સુલસા સાસુ હતી એમ સંભારજે. સંસારમાં ફસેલા એવા અમારી ઉપર દયા કરીને કઈ વખત અમને દર્શન આપવાની કૃપા કરજો. હંમેશાં કીડાની લીલામાં આનંદ આપતું આ વન આજે મારે શત્રુ સમું થયું છે. હવે પછી કોઈ દિવસ આ વનમાં હું પગ મૂકીશ નહિ” ઈત્યાદિ વચને કમલસેનાને કહેવાથી સુલસાનું હદય ભરાઈ જવાથી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. સમવયસ્ક સખીઓ તેને દીલાસો આપતી રાજમહેલમાં લઈ ગઈ. મુનિએ અગડદર કુમાર મુનિસાથે વિહાર કરી ગયા. સકળ શાસ્ત્રને અભ્યાસ કરીને અગડદત્ત મુનિ શાસ્ત્રના પારંગામી થયા. ઉત્કૃષ્ટપણે મુનિને આચાર પાળતા અને આત્મહિતના માર્ગમાં સાવધપણે રહેતા એવા અગડત્તમુનિ ગુરૂની આણ મેળવી શ્રુતધર થયા પછી એકલા વિહાર કરતા કરતા આજે અહીં આવેલા છે. હે ધાર્મિક ધમ્મિલ! એ સર્વ મારું ચારિત્ર જાણ. તે અગડદત્ત હું પોતેજ. આજે સંસારના તાપથી તપીને દીક્ષા અવસ્થામાં પરમ શાંતિ અનુભવું છું. સંસારમાં મેહની એ બધી ભ્રાંતિજ છે. એ ભ્રાંતિની ભ્રમણામાં જીવો અજ્ઞાનવશે ભવાટવીમાં ભટકે છે. એમાંજ સુખ માની અનેક પાપકર્મ કરે છે.” અગડદત્તમુનિએ એ પ્રમાણે પિતાની પૂર્વાવસ્થાનું વર્ણન કહી સંભળાવ્યું.
“આપનું આવું સ્ત્રીથી પરાભવ યુક્ત ચરિત્ર સાંભળી મને અતિ દુ:ખ થાય છે.” અદ્યાપિ જેની ભોગેચ્છા ક્ષીણ થઈ નથી એવા ધમ્બિલે કહ્યું.
સ્ત્રીઓ તે માયાનું મંદિર છે, અને એ માયામાં તું ફેસેલો છે. ધમ્મિલ ! એ કપટની પુતળીને તે ત્યાગ કર અને તારા આત્માનું હિત કર.” મુનિ અગડદત્તે કહ્યું.
મહાત્મન ! સર્વે સ્ત્રીઓ કાંઈ એકસરખા ચારિત્રવાળી હિતી નથી. જુઓ, હાથની સર્વે અંગુળીઓ કાંઈ સરખી છે?
Page #291
--------------------------------------------------------------------------
________________
દીક્ષામહોત્સવ.
૨૬૯
સ્ત્રી તેા જંગમ રત્નખાણ છે. જેની કુક્ષિમાંથી જિનેશ્વર, ચક્રવતી વાસુદેવ આદિ ઉત્તમ પુરૂષા ઉત્પન્ન થયા છે. તે એક દુષ્ટ સ્ત્રીની ખાતર આવી ઉત્તમ સ્ત્રીઓને પણ નિંદવી એ શુ' ઉચિત છે ? જગમાં વિષવૃક્ષની માફક ભ્રષ્ટ આચારવાળા પુરૂષા ત્યાગવા યાગ્ય છે, ત્યારે કલ્પવલ્લીની માફ્ક સુશીલ મહિલાઓ સેવવા ચેાગ્ય છે; કેમકે કાઇ એક સ્ત્રી કુશીલવાળી હાય એથી બધી સ્ત્રીઓ કાંઇ તેવી હાતી નથી. સમુદ્રનું જળ ખારૂં હાય એથી શું નદી માત્રનાં જળ ખારાં હાય છે? ખાન, પાન, સ્નાનાદિકનું સામ્ય, દેવાનાદિક ધર્મ, એ યથાવસર શ્રીરૂપ ઘર વગર ગ્રહસ્થને હાતાં નથી, શિવ શબ્દ કલ્યાણના કરનારા અને મેાક્ષના અનત સુખને ઉત્પન્ન કરનારા છે, કિંતુ એમાંથી હ્રસ્વાઈ ઉડી જતા તે શવપણાને પામે છે. પુરૂષો તા ઘણી સ્ત્રીઓ કરી શકે છે તેમ કાંઇ સ્ત્રીઓને નથી. વળી પિત એક વખત મરણ પામ્યા કે સ્ત્રીએ પુરૂષની માફક ખીજીવાર પાણિગ્રહણ કરતી નથી. તે અપેક્ષાએ પુરૂષ કરતાં સ્ત્રીઓમાં કાંઇક અધિક ગુણ જોવાય છે. સાતમી નારકીએ પુરૂષા જાય છે, સ્ત્રીએ જતી નથી. વળી શાસ્ત્રમાં સ્ત્રી અને પુરૂષ ઉભયને સરખા મેક્ષ કહ્યો છે. લજ્જા, અંગોપાંગનુ' સંવૃત્તપણું, કામળ ચિત્ત, મૃદુ ભાષણ, અને ધર્મ કર્મ એ સર્વે પુરૂષ કરતાં સ્ત્રીઓમાં અધિક હાય છે. તે છતાં તમે સ્ત્રીઓને કેમ નિંદા છે ? જગતમાં પંડિત જના પણ સ્ત્રીઓનુ અદ્ભૂત ચરિત્ર સાંભળીને જોઇને આશ્ચર્યથી પેાતાનું મસ્તક ધૂણાવે છે. ધનશ્રીનુ દૃષ્ટાંત તમે સાંભળ્યું છે ? ” ધમ્મિલે પેાતાના નારી તરફના પક્ષપાત કહી સંભળાવીને પેાતાના પક્ષના સમર્થન અર્થે ધનશ્રીનું દૃષ્ટાંત સૂચવ્યું.
“ ના, કેણુ એ ધનશ્રી ?
ધમ્મિલે ધનશ્રીની કથા નીચે
""
અન્ય સમુદાયવગે પૂછ્યું. પ્રમાણે કહી સંભળાવી.
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪૬ મું.
ધનથી. “ નાગણથી નારી બૂરી, બન્ને મુખથી ખાય;
જીવતાં ખાયે કાળજું, મુએ નરક લઈ જાય.”
આહા ! સ્ત્રીઓ કેવી નીચગામિની હોય છે? માખી જેમ ચંદનના પદાર્થને ત્યાગ કરીને દુધવાળા કફ આદિને સ્પર્શ કરે છે, તેવી રીતે સ્ત્રીઓ પણ ઉત્તમ એવું શીલ ત્યાગીને તુચ્છ પુરૂમાં આસક્ત થાય છે. વિશ્વવ્યાપક ઉજવળ યશ:૫ટ ઉપર શાહીને
ફેરવી મલીન કરે છે. સમુદ્રની ઉછળતી વેલ જેમ પર્વતને નાશ કરે છે તેમ વિશાળ, ઉજ્વળ અને મોટા કુળને સ્ત્રી મર્યાદા છેડીને ક્ષણમાત્રમાં વિનાશ કરી નાખે છે. જેમ અગ્નિ પિતાના આશ્રયને નાશ કરે છે તેવી રીતે આ દુષ્ટ પરિવ્રાજક સંન્યાસીએ દુરાચારથી પોતાનું પાખંડપણું બતાવી આપ્યું છે, આ પાખંડી પોતેજ મેહની ગર્તામાં પડેલ મને શું બોધ આપશે ? સમુદ્રમાં પિતેજ ડુબતો છતો બીજાને કેમ તારશે? આહા! આ દુષ્ટ સંન્યાસી મારો ગુરૂ છે, આ મારી માતા છે, એ બનને શીલમર્યાદા ત્યાગી કેવું દુષ્ટ કામ કરી રહ્યા છે, અને મારે પૂજ્ય છે. જેથી તેમનું દુશ્ચરિત્ર પિતાને પણ કહેવાય તેમ નથી. ખુદ મારી માતા આ દુરાચાર સેવે છે, તો જગતની સર્વ સ્ત્રીઓ ક્યાંથી સારી હશે? કેમકે સમુદ્રની એક વેલ જેવી ચપળ છે તેવી જ તેની સર્વે વેલ– જાં ચપળ હોય છે. પ્રત્યક્ષ આવું નારીનું દુષ્ટ કર્મ જોઈને હવે હું કોઈ દિવસ લગ્ન કરીશ નહિ, કાગડા હમેશાં કાળાજ હોય છે, પોપટ લીલાજ હોય છે, એવી રીતે સ્વભાવથી જ સ્ત્રીઓ કુળમર્યાદાને ત્યાગ કરનારી હોય છે.” ઈત્યાદિક વિચાર કરતો એક અલ્પવયસ્ક બાળક પિતાની માતા અને ગુરૂ સંન્યાસીનું દુશ્ચરિત્ર જોઈ પાછો ફર્યો. અત્યારે તે ગણિતને પાટલે મૂકવાને પરિવ્રાજકના મઠમાં આવ્યો હતું. ત્યાં પૃચ્છન્નપણે તેણે આ ચેષ્ટા જોઈ અને ઉપર પ્રમાણે પિતે નહિ પરણવાની પ્રતિજ્ઞા કરતે પિતાને ઘેર ગયો.
Page #293
--------------------------------------------------------------------------
________________
થનગા.
ર૭૧
પૂર્વે અવંતી મંડળમાં–દેશમાં ઉજયિની નગરીને વિષે પરાકમી એ જિતારી રાજા રાજ્ય કરતા હતા. જેની આજ્ઞા સામંત રાજાઓ પોતાના મસ્તક ઉપર મુકુટ ઉતારીને મસ્તકે ધારણ કરતા હતા. ત્યાં જગતમાં પ્રસિદ્ધ એ મહાધનિક વ્યવહારી સાગરદત્ત નામે શ્રેષ્ઠી રહેતું હતું. રૂ૫ અને સૌભાગ્યના આભૂષણરૂપ ચંદ્રશ્રી નામે તેને પત્ની હતી. જેના દેહરૂપી દુર્ગનું-કિલ્લાનું અવલંબન લઈને શ્રેષ્ઠીને પુષ્પધન્વાએ જીતી લીધો હતો. તે બન્નેને સંસાર સુખ ભેગવતાં અનુક્રમે “સમુદ્રચંદ્ર” નામે પુત્ર ઉત્પન્ન થયે. ચોગ્ય ઉમરે વિદ્યાભ્યાસ કરવાને શ્રેષ્ઠીએ પોતાની નજીક પરિવ્રાજકનો મઠ હતો ત્યાં તેને મૂક્યો. ભણી ગણીને તે અનુક્રમે ગ્ય ઉમરમાં આવ્યો, તે અવસરે એક દિવસે મધ્યાન્હ સમયે ગણિતને પાટલો મૂકવા જતાં પોતાની માતા અને પરિવ્રાજકનું દુશ્ચરિત્ર તેણે જોયું ને ઉપર પ્રમાણે વિચાર કરતો તે પિતાને મંદિરે આવ્યા. અનુક્રમે ૌવનવય પ્રાપ્ત થતાં શ્રેષ્ઠીએ પુત્રને માટે ગ્ય કન્યાની શોધ કરવા માંડી, તે જાણુને સમુદ્રચંદ્ર મિત્રો દ્વારા નિષેધ કરાવ્યું. તેથી પિતાએ એક દિવસ એકાંતમાં પુત્રને બોલાવીને સમજાવ્યું. “વત્સ! શા માટે લગ્નની ના પાડે છે? એગ્ય ઉમરે તારે પરણવું જોઈએ. પિતાને વિષે ભક્તિમાન એવા તારે કદાગ્રહ કરે જોઈએ નહિ. મનુષ્ય લગ્ન કરે, પુત્ર થાય ત્યારે તેનું લાલન પાલન કરી યોગ્ય ઉમરે એને વિદ્યાધ્યયન કરાવે, યૌવન વયમાં વિવાહ મહોત્સવનડે પુત્રના કોડ પૂરે, ત્યારે જ તે પૂર્વજોના ઋણમાંથી મુક્ત થાય. તું તે સુકુલીન છે, ભક્તિમાન છે, તે લગ્નોત્સવ કરવાવડે મને પૂર્વજોના કરજમાંથી મુકત કર. મારું વચન અંગીકાર કરીને મારા એ મને પૂર્ણ કર.”
પિતાજી ! સંસારના બંધનરૂપ એ વિવાહથકી હું પરાક્ષુખ રહેવા માગું છું. માટે આપે એ વિષયમાં મને આ ગ્રહ કરે નહિ. જ્ઞાનાભ્યાસમાં જ–તેના રસમાંજ મને મગ્ન રહેવા ઘ, કેમકે મૃતના રસમાં લીન થયેલા જનને તેમાં જેટલો રસ પડે છે તેટલો રસ ખાનપાનના રસમાં કે સ્ત્રીના તુછ વિષયમાં કયાંથી હોય? માટે તાત! એવા તુચ્છ વૈષયિક ભાવમાં તમારી પ્રેરણા
Page #294
--------------------------------------------------------------------------
________________
ર૭૨
ધમ્માલ કુમાર વૃથા છે. કેઈની પણ શિખામણ કે સમજાવટની એમાં મને અપેક્ષા નથી. નીચે જવાના દ્વારભૂત એવી તુચ્છ સ્ત્રીઓના લગ્ન સંબંધી વાત તમે કરશેજ નહિ.” પિતાના હૃદયને ગૂઢ ભાવ પિતાને કહી બતાવી તેને નિરૂત્તર કરી દીધું. પુત્રનું વચન સાંભળીને મનને ધારણ કરેતે શ્રેષ્ઠી હદયમાં દુઃખ ધરવા લાગે અને દીકરાના વિવાહ માટે પિતાના બંધુવર્ગ-કુટુંબીજનોને પુત્રને સમજાવવાની તેણે ભલામણ કરી. તે પ્રમાણે બંધુવગે પણ સમુદ્રચંદ્રને ઘણો સમજા છતાં તેણે પોતાને આગ્રહ છોડ્યો નહીં. ત્યારપછી કેટલાક સમય વ્યતિત થયે.
એક દિવસ સાગરદત્ત શ્રેષ્ઠી પિતાના બહોળા વ્યાપારને લઈને સ્થાવર અને જંગમ લક્ષમીના આભૂષણરૂપ સોરાષ્ટ્ર મંડળમાં આવ્યા. ત્યાં ગિરિનગરમાં-જીર્ણદુર્ગમાં વ્યવસાય કરતાં ઘણે કાળ તે રહ્યો, વ્યાપારના સંબંધે કરીને ગિરિનગરના ધન શ્રેષ્ઠી સાથે તેને હદપણું થયું. કસ્તુરીથી જેમ સુગંધ કયારે પણ જીર્ણ થતી નથી એવી તેમની મિત્રાઈ અનુક્રમે દઢ થતી ગઈ. “હે મિત્ર ! ભવ્ય પુરૂષ જેમ નરભવ પામીને પુણ્ય ઉપાર્જન કરી પિતાના આત્માનું હિત કરે તેમ આપણે ઘણું ધન ઉપાર્જન કર્યું. તે સાથે આપણી પ્રીતિ પણ મજબુત થઈ એ દઢ પ્રીતિ જુદા પડતાં કેવી રીતે ટકી રહેશે ?” સાગરદત્તે એક દિવસ ધન સાર્થવાહને ત્યાં બેઠા હતા, ત્યારે બન્નેને મિત્રતાને સંબંધ હમેશાં કાયમ રહે તે માટે મજબુતાઈ કરવાના ઉદ્દેશથી કહ્યું.
“સનની પ્રીતિ દૂર છતાં પણ હમેશાં વધતી જ રહે છે. પૂર્ણિમાને ચંદ્રમા જેઈ જેમ સાગર હર્ષથી ઉભરાઈ જાય છે તેમ આપણું પ્રીતિ પણ દૂર છતાં હંમેશ કાયમ રહેશે, છતાં તેના દ4 બંધન માટે તમે કેઈ ઉપાય બતાવે તે આપણે તેમ કરીએ.” ધનસાર્થવાહે કહ્યું.
મિત્ર! જે તમારી ઈચ્છા હોય તો એક વાત કહું. આપણે આપણું દીકરા દીકરીને સંબંધ બાંધીએ, જેથી હાથી જેમ આલાન સાથે બંધાઈ છુટી શકે નહિ તેમ આપણું મિત્રતા પણ કાયમ રહે.
Page #295
--------------------------------------------------------------------------
________________
ધનથી.
,
પ્રદ્યુમ્નકામિની રતિની જેવી તમારે ધનશ્રી નામે પુત્રી છે, તે મારા. પુત્ર સમુદ્રને આપે કે જેથી આપણે સંબંધ દઢ થાય. ” સાગરદત્ત શ્રેષ્ઠીએ પોતાનો મૂળ ઉદ્દેશ કહી સંભળાવ્યું.
શ્રેષ્ઠીએ ધનસાર્થવાહ સાથેની પ્રથમ ઓળખાણેજ ધનશ્રીને જોઈ હતી. રૂપ, ગુણ, સંદર્ભે તે પોતાના પુત્રને ગ્ય હતી. વિશેષ પરિચયે તેને લાગ્યું કે જેવી તે બહારથી સુંદર હતી તેવી જ હૃદયથી પણ શુદ્ધ, પવિત્ર, સદાચારવાળી, શિયલવાળી અને ઉભયકુળને અજવાળે તેવી હતી. પોતાના પુત્રને માટે તે તેને યોગ્ય લાગી હતી. બન્ને એકજ જ્ઞાતિના, ત્રાદ્ધિએ સમાન, કુલશીલે કરીને પણ સરખા હતા. જેવો શ્રેષ્ઠીને પુત્ર સુંદર, તરૂણ અને વિદ્વાન હતા તેવીજ ધનશ્રી હતી. સાગરદત્તનું એ પ્રમાણેનું વચન ધનસાર્થવાહે હર્ષસાથે સ્વીકાર્યું. તે પણ પુત્રી યોગ્ય ઉમરમાં આવવાથી વરમાટે ચિંતાતુર હતો. જેથી ઘણા દિવસથી તેના હૃદયમાં શલ્ય પ્રમાણે તે ખુંચતી હતી. સાગરદત્ત જે સંબંધી થવાથી લક્ષ્મી ચાલી ચલાવી તિલક કરવા આવે તો મુખ જોવા જેટલી વાર લગાડે તેવે તે મૂર્ખ નહોતે. સુવર્ણમાં માણેક જડાય એવો આ ગ સર્વથા તેને મંજુર હતો. જેથી તેણે જણાવ્યું. “મિત્ર! તમારી એ વાત મારે કબુલ છે. મારી ધનશ્રી હું તમારા પુત્ર સમુદ્રને આપું છું.” એમ કહી તરતજ તેનું વચન માન્ય કર્યું. અનાયાસે આવો આપજન સરખે સંબંધી મળવાથી દીકરીના નશીબની પ્રશંસા કરતે શ્રેષ્ઠી ખુશી થયે, બન્નેને સંબંધ એવી રીતે દઢ થયે.
તે પછી સંસારના રીત રિવાજ પ્રમાણે બંધુવર્ગને નોકરીઆમંત્રી ધનસાર્થવાહે પિતાની દીકરી ધનશ્રીનું વેવિશાળ સમુદ્રચંદ્ર સાથે કર્યું ને પોતાના કુળને ઉચિત કરવા યોગ્ય તેણે કર્યું. કેટલાક સમય બાદ સાગરદત્ત શ્રેષ્ઠીએ ધનશ્રેષ્ઠીને કહ્યું “હું અવંતી જઈને સમુદ્રને કાંઈપણ કાર્યના મિષે મિત્રો સહિત આ તરફ મેકલીશ. તમે આતિથ્યના હાને સત્કાર કરી તેનું મન મનાવી વિવાહ કરી દેજે, કારણકે શસ્ત્રધારી પુરૂષથી ડરતે એ માણસ જેમ
૫
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૭૬
ાિ સુમાર. તેનાથી દૂર રહે તેમ સમુદ્રચંદ્ર સ્ત્રીથી પરાભુખ થઈને હમેશાં દૂર રહ્યા કરે છે.”
તે માટે આપે ફીકર કરવી નહિ. તેના અહીં આવ્યા પછી અમે યોગ્ય પ્રબંધ કરી કાર્ય સાધ્ય કરશું. ” શેઠે અભિપ્રાય આપે.
તે પછી ધનસાર્થવાહને સત્ય હકીકતથી માહિતગાર કરીને સાગરદત્ત ઉજયિની પ્રતિ ચાલ્યો ગયો. સ્વદેશમાં આવીને તે પિતાના કુટુંબીજનને ઉત્કંઠાપૂર્વક મળ્ય-ભેચ્યો.
બે ત્રણ દિવસ વિત્યાબાદ શ્રેષ્ઠીએ પુત્રને બોલાવીને કહ્યું –“ ગિરિનગરમાં આપણે માલ મૂકીને આવ્યો છું, કેમકે તે વખતે બરાબર લાભ થતો નહોતો. હવે કદાચ લાભની પ્રાપ્તિ થાય, માટે તું ત્યાં જા અને તે બુદ્ધિમાન ! બરાબર ભાવ આવે તે સારો લાભ લઈ વેચીને તું વહેલો આવ. લાભ વિના વ્યાપાર કરે તે વ્યાપારીને માટે ફાયદાકારક નથી. હાલમાં એ વસ્તુ વેચવાને સમય આવી પહેર્યો છે, માટે તું સત્વર જઈ આપણે માલ વેચી નાખ.”
પિતાનાં વચનને મસ્તકે ચઢાવત, તેમજ પિતૃભક્તિમાં નિશ્ચળ. એકચિત્તવાળે સમુદ્ર પોતાના મિત્રો સહિત ગમન કરતો અનુક્રમે ગિરિનગર-જીર્ણદુર્ગમાં આવ્યો. ગમન સમયે સાગરદત્તે તેના મિત્રને તેના વિવાહની સર્વને હકીકત સમજાવી. તે મિત્રે કઈ પણ ઉપાયે તેને વિવાહ જેઠવાને કટીબદ્ધ થઈને બોલ્યા કે-“આપનું કાર્ય અમે પાર ઉતારશું. સમુદ્રને ગમે તે પ્રકારે અમે પરણાવશું.” ઇત્યાદિ શબ્દો વડે શ્રેષ્ઠીને નિશ્ચિત રહેવા વિનંતિ કરી.
જીર્ણદુર્ગમાં આવીને સમુદ્રદત્તે પિતાનું સર્વ કાર્ય આપી લીધું. અનુક્રમે વસંત ઋતુ આવી ત્યારે મિત્ર સહિત સમુદ્રને ધન શ્રેષ્ઠીએ જમવાનું આમંત્રણ કર્યું ને ઘરે વિવાહ સામગ્રીની ગુપ્તપણે તૈયારી પણ કરી. રાત્રીને સમયે મિત્રે સહિત સમુદ્ર ધનસાર્થવાહને ઘરે આવ્યું, ત્યાં ધનશ્રી પોતાના ભાવી સ્વામીને જોઈને હૃદયમાં અત્યંત ખુશી થઈ. નિશા સમયે ચંદ્રમાને જોઈને જેમ ચકેરીનું હદય ઉલ્લાસ
Page #297
--------------------------------------------------------------------------
________________
ધનબી.
૨૫ પામે તેમ પ્રિયની અદભુત કાંતિ નિરખી તેના હૃદયમાં પ્રેમની ભરતી ઉભરાવા માંડી. સાર્થવાહે મિત્રો સહિત તેને ઘણું ભક્તિથી ભજન કરાવ્યું. પાન બીડાં આપીને મધુર શબ્દવડે તેનું ચિત રંજન કર્યું. પિતાના જીવિતથકી પણ વલ્લભ એવા સમુદ્રને પ્રસન્ન કરવા માટે તેણે પૂરતી કોશીષ કરી.
પ્રપંચચતુર એ સાર્થવાહ મિત્રે સહિત તેને મંડપ જેવાને તેડી લાવ્યા. ત્યાં તિલક કરી, બીડું આપી માયરામાં બેસાડ્યો. તરતજ સ્ત્રીઓ મંગળગીત ગાવા લાગી. એક તરફથી ગેરબ્રાહ્મણ નીકળી આવ્યું. તેણે વિવાહ સામગ્રી તૈયાર કરી. આ બધું જોઈ સમુદ્ર મિત્રને પૂછ્યું-“આ બધું શું બને છે ?” , , ,
તારાં લગ્ન, સમુદ્ર! તારા પિતાએ તારે માટે આ સર્વે ઠવણ કરી છે, ને અમને તે કાર્ય પાર ઉતારવાની પૂરતી તાકીદ કરી છે, માટે તારે પરણવું પડશે, નહિતર હવે ઉભયકુળની ફજેતી થશે.” એક મિત્રે છેલે સરવાળે સર્વે ખુલાસો કર્યો. સમુદ્ર સમજે કે હવે કદાગ્રહ ચાલી શકે તેમ નથી.
પછી પીઠી ચોળી નાહી વસ્ત્રાભૂષણ સજી પૂરઠાઠમાઠે વરઘેડે ચઢ્યો અને રીતરિવાજ પ્રમાણે ધનશ્રી સાથે વિવાહના સંબંધથી જોડાયે. લગ્નકાર્ય સમાપ્ત થયા પછી વરવહુને શેષ રાત્રી નિગમન કરવાને માટે એક મકાન આપ્યું, તેમાં તેઓ શયન માટે ગયા. મિત્રે પિતાનું કાર્ય ફતેહમંદ પાર ઉતરવાથી ખુશી થતા પિતાને ઉતારે જઈ સૂઈ ગયા. શ્રેષ્ઠી પણ મનમાં સંતોષ પામે. - વરકન્યા સૂતાં છતાં યેગીની માફક જાગતે સમુદ્ર કન્યા નિદ્રિત થાય તેની જ રાહ જોતા હતા. વિષવલ્લીની માફક સમજીને તે પ્રિયાને હાથ પણ અડાડતો નહિ. આખરે પ્રિયાને નિદ્રામાં છોડીને કાર્યને મિષે વાસંગ્રહમાંથી નીકળી તે મિત્રમંડળને ઉતારે ચાલ્યા આવ્યા.
-
-
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪૭ મું
સમુદ્રચંદ્ર કૈવં તિ સર્વત્ર, વિદ્યા ન જ ઊંૌર્ષ; समुद्रमथनाल्लेभे, हरिलक्ष्मी हरो विषं ॥" ભાવાર્થ-જગતમાં પ્રાણીઓને દેવ જ ફળ આપનાર છે. વિદ્યા કે પુરૂષાર્થ અતિ હોવા છતાં પણ તે ફળીભૂત થતાં નથી. જુઓ ! સમુદ્રનું મંથન કરતાં વિષ્ણુને લક્ષમી મળી ને શિવજીને વિષપાન કરવું પડ્યું. - પ્રભાત સમયે પહેર દિવસ ચઢ્ય ધનશ્રી નિદ્રામાંથી જાગૃત થઈ તે પિતાને સ્વામી જેવામાં આવ્યા નહિ. તેણે તરતજ જાહેર કર્યું. આ તરફ સર્વે મિત્રમંડળ પ્રભાતે વનકીડા કરવાને ઉદ્યાનમાં ગયું, ત્યાં વિચારવમળમાં મુંઝાયેલો સમુદ્ર પણ ગયે. “જેણે પ્રત્યક્ષ સ્ત્રીઓનાં દેશે જોયાં છે એ કર્યો પુરૂષ નારીના વિશ્વાસમાં ઠગાય? જો કે બધાએ બળાત્કારે મને પરણાવ્યો છે, છતાં સ્ત્રીઓ વિશે મારું ચિત્ત મુદલે હર્ષ પામતું નથી. પિતાએ પણ કપટથી મારે વિવાહ કરી દીધો, તે હવે મારે ઘરને પણ ત્યાગ કરીને ક્યાંક અન્યત્ર ચાલ્યા જવું પડશે.” આમ વિચારતે સમુદ્ર મિત્રોને રમવામાં વ્યાકુળ ચિત્તવાળા જાણીને દંભથી એક વૃક્ષથી બીજા વૃક્ષપાસે જતો અદ્રશ્ય થઈ ગયે. મિત્રોએ ઘરે આવીને તપાસ કરી તે સમુદ્રદત્તને પત્તો મળ્યો નહીં. સર્વે ચિંતામાં પડ્યા. તેના શ્વશુરગ્રહ તપાસ કરાવી તે ત્યાં પણ તેનહોતો. મિત્રમંડળ અને ધનશ્રેણીએ સર્વ ઠેકાણે તપાસ કરી, માણસે દ્વારા ગામ પરગામ સમુદ્રની શોધ કરાવી, પણ ગુમ થયેલા સમુદ્રને કયાંઈ પણ પત્તો લાગ્યો નહીં. હાથમાંથી પડેલું રત્ન જેમ ફરીને હાથ ન આવે તેમ સમુદ્રના શોધ નહિ મળવાથી સર્વ કઈ ચિંતાતુર થયા. ધનશ્રી પણ પતિના વિયેગથી વિલાપ કરવા લાગી, ક્ષણ એટલે સમય તેને યુગ સમાન લાગવા
Page #299
--------------------------------------------------------------------------
________________
કે સમુદચંદ્ર.
૨૯૭
માંડ્યા. આંખમાંથી અશ્રુની ધારાઓ વરસાદની માફક વરસવા લાગી. નિરાશ થયેલા માતાપિતા દીકરીને આશ્વાસન દેવા લાગ્યા. “બેટા! એ સર્વે પૂર્વના દુષ્કર્મના વિપાક છે. શાને ખેદ કરીને દુઃખી થાય છે? વૈર્ય ધારણ કર. પૂર્વભવે કરેલું શુભાશુભ કર્મ ગળ્યા વગર કોઈ પણ છુટયું છે?
निबद्धं प्राग्भवे कर्म, जंतुना यच्छुभाशुभं । प्रभूयन्ते निरोढुं तद्विपाकं नाकिनोपि न ॥ १ ॥ . . प्राग्भवोपार्जितं कर्म, ददातीह भवे फलं।
गर्मितो जलदः शीत-काले वर्षासु वर्षति ॥ २ ॥ ભાવાર્થ–પ્રાણુઓને પૂર્વભવને વિષે બાંધેલું શુભાશુભ કર્મ અવશ્ય જોગવવું પડે છે. દેવતાઓ પણ તેના વિપાકને ટાળવાને સમર્થ થતા નથી. ૧
પૂર્વભવમાં બાંધેલું કર્મ આ ભવમાં નિશ્ચય ફળ આપનારું થાય છે. આ જગતમાં પણ જોવાય છે કે શીતકાળને ગર્ભિત–બં ધાયેલે મેઘ વર્ષાકાળમાં વરસે છે. ૨
વિશ્વને વિષે જંતુઓ માતા, પિતા, પુત્ર ને ભાઈપણને પામીને કરેલું કર્મ ભેગવે છે. અન્ય જનો તે માત્ર નિમિત્ત રૂપ છે, માટે જગતમાં ભાગ્ય એજ બળવાન છે. કોઈને દેષ શા માટે કાઢ? હે વત્સ ! તું અહીં અમારી પાસે રહીને પુણ્યકાર્ય કર. ધર્મકાર્ય કરતાં ભેગાંતરાયકર્મ ક્ષય થશે, ત્યારે તારૂં મનોવાંચ્છિત પૂર્ણ થશે.”
ધનશ્રી માતાપિતાની શિક્ષા પામીને પિયરમાં રહી ધર્મ કાર્યમાં તત્પર થઈ અને પતિ વિયોગે પોતાના દિવસો દુઃખમાં નિર્ગ મન કરવા લાગી.
શોધની આશામાં નિરાશ થયેલા સમુદ્રના મિત્રો “સાગરદત્તને શું જવાબ આપશું ?” એવી લજજાથી મંદઉત્સાહવાળા થઈને અનુક્રમે ઉજયિની આવ્યા. સ્લામુખવાળા એવા તેઓ શ્રેષ્ઠી પાસે આવીને અધવદને ઉભા રહ્યા. પોતાના પુત્રને નહી જેવાથી
Page #300
--------------------------------------------------------------------------
________________
ઘગ્નિલકુમાસાગરદર ધડકતે હૈયે પૂછયું “ પ્રિયાએ કરી યુક્ત મારે પુત્ર કયાં છે?”
સાગરદત્તનાં વચન સાંભળીને આંખમાં આંસુ ખેરવતા તેઓ મનપણે ઉભા રહ્યા. શ્રેષ્ઠીએ ફરીને ધડકતે હૈયે કહ્યું. “સમુદ્રને કુશળ તો છે ના ?”
ઉત્સુક્તાથી વારંવાર પૂછાતા સમુદ્રના પિતાને તેમણે સર્વ હકીક્ત કહી સંભળાવી. શ્રેષ્ઠી અફસ કરતે બે કે –“હા ! હા ! આ તો વ્યાજને લાભ લેવા જતાં મૂળ રકમ પણ બેઈ બેઠે.” સર્વે કુટુંબીજન માતાપિતા વગેરે દુઃખી થયાં, ને મિત્રો રડતે હૈયે પિતાને ઘેર ગયા.
દુઃખ ધરતે સાગરદત્ત ગિરિનગરમાં આવ્યું, ત્યાં ધનસાર્થવાહને મળીને દેશ પરદેશ રાજમારફતે માણસો દ્વારા તપાસ કરાવી, પોતે બને જણું ગ્રામાનુગ્રામ ફર્યા, પણ સમુદ્રની શુદ્ધિ મળી નહિ. વિલખા થયેલા તેઓ પાછા ગિરિદુર્ગમાં ગયા. પુત્રની આશામાં કેટલાક દિવસ શેઠ ત્યાં રહ્યા, આખરે સાર્થવાહને કેટલીક ભલામણ કરીને શેઠ રડતે હૃદયે ઉજયિની ચાલ્યા ગયા.
પિંજરમાંથી મુકત થયેલા પક્ષીની માફક સમુદ્રને ગિરિનગરમાંથી નીકળીને દેશપરદેશ સંન્યાસીના વેશમાં ફરતાં ફરતાં બાર વર્ષ વહી ગયાં. બાર વર્ષ પછી પોતાની પ્રિયાનું વૃત્તાંત જાણવાને માટે તે પાછો ગિરિદુર્ગમાં આવી લાંબા કેશ નખવાળે કાપડીને વેશ ધારણ કરીને ધનસાર્થવાહના બાગમાં આવી શેઠને મળે. અને કહ્યું કે-“આપના બાગમાં આ સર્વ વૃક્ષોની હું સંભાળ રાખીને ઉછેરીશ, આપ મને નોકર તરીકે રાખશો?’
કેઈ નવીન પ્રવાસીને જોઈને શેઠ વિચારમાં પડ્યા. “ઓળખ્યા પારખ્યા વગર કોઈને નોકરીમાં કેમ રાખવો? છતાં બગીચાની રખવાળી ભલે કરે, અલ્પ સમયમાં જણાઈ આવશે કે તે
ગ્ય છે કે અયોગ્ય?” એમ વિચારી શેઠે કહ્યું–“તું શું શું કામ જાણે છે?”
Page #301
--------------------------------------------------------------------------
________________
સમુદચંદ્ર
ર૭૯ વેશધારી કાપડીએ ઉત્તર આપો કે—“હું સર્વ કંઈ જાણું છું.”
“તારી નોકરીનું શું વેતન લઈશ?” શેઠે પૂછયું.
“ફક્ત ખાવા પીવાનું આપજે.” તે વેશધારી વિનયંધરે જણાવ્યું. તેણે પોતાનું નામ વિનયંધર રાખ્યું હતું. પ્રાંતે કહ્યું કે –“મારી નોકરી જોઈને પછી મને ખુશી કરજે.”
ઠીક ત્યારે બગીચાનાં આ વૃક્ષને વધારજે, ઉછેરજે, તને રેજને એક રૂપિયા આપશું. પછી જે તારી હોંશિયારી જોઈશ તે હું તને વિશેષ અધિકાર આપીશ.” મધુર વચને શેઠે વિનય ધરને સંતેણે.
રાત દિવસ બાગ પછવાડે મહેનત કરીને વિનયંધરે બાગને ઘણોજ સુંદર બનાવ્યું. તરૂવની ઘટાઓ, કુંજગહ ને લતાના માંડવાઓની રમણીય શોભા વધારી. ફળ ફૂલોની સુગંધીથી નગરના જનનું તે આકર્ષણ કરવા લાગ્યા. નાગરિકે પણ બાગમાં મેહ પામીને પોતાને સમય ત્યાં જ પસાર કરવા લાગ્યા. પંખીઓ રાતદિવસ કિલકિલાટ કરતાં અને નૃત્ય કરતાં લોકોને આનંદ આપી રહ્યાં હતાં. ધન શેઠ અ૯૫ દિવસમાં પોતાના ઉદ્યાનની આવી અપૂર્વ શોભા જોઈને બેહદ ખુશી થયા. તેણે મુક્તકંઠે વિનયંધરની પ્રશંસા કરી અને તેને માટે મનમાં ઉચ્ચ અભિપ્રાય બાંધ્યો. પછી “આ કોઈ ઉત્તમ કળાકાર જણાય છે, માટે તે આવા હલકા કાર્યને યેગ્ય નથી.” એમ વિચારી તેને બાગમાંથી નિવારીને દુકાનના કામકાજમાં જોડ્યો. ત્યાં પોતાની મૃદુ વાણીવડે ગ્રાહકોનાં મન રંજન કરી તેણે શેઠની ઘરાકી વધારી દીધી, જેથી શેઠને પુષ્કળ ધનની આવક થઈ. વાળ જેમ શાંત બનીને ઘાસ દેવાવડે ગાયનું દૂધ મેળવી લેય તેવી રીતે ગ્રાહકો પાસેથી તેણે ઘણું ધન મેળવ્યું. અમૃતવષી કળાવાન ચંદ્ર ઉદય પામે ત્યારે કુમુદ જેમ વિકસ્વર થાય તેમ શેઠના હાટમાંથી ગ્રાહકે ખુશી થતા અનેક વસ્તુઓ ખરીદ કરવા લાગ્યા કેમકે રાગ એ ખચીત દુર્લભ વસ્તુ છે. વિનયથી લોકેનાં મન રંજન કરતાં તેણે વિનયધર એ નામ સાર્થક કર્યું. આ ઉત્તમ
Page #302
--------------------------------------------------------------------------
________________
૮૦
ધમ્મિલ કુમાર. કળાવિક જણને શેઠે તેને પિતાનો કોષાધ્યક્ષ-ભડારી બનાવી, સર્વે નકર વર્ગને ઉપરી બનાવ્યો અને પિતાના પરિજન વર્ગને જણાવી દીધું કે “આ નીતિમાન વિનયંધર જે કંઈ આદેશ કરે તે તમારે સવેએ માન્ય કરે.” કુટુંબીજનેએ શેઠનું એ વચન માન્ય કર્યું.
વિનયંધરે દાન અને માનવડે કરીને સર્વે પરિજનનાં મન વશ કરી લીધાં. સર્વને વિશ્વાસ તેણે મેળવી લીધા. વિશેષ કરીને ધનશ્રીને વિશ્વાસ અધિક મેળવ્યું. તેનું કામકાજ તે પોતે જાતે જ કરવા લાગ્યું. તેણીના હુકમને તે પ્રભુના હુકમની માફક ગણીને લેશ પણ ઉલ્લંઘન ન કરતો, અને જેમ તેણીના ચિત્તને રૂચે તદનુસાર વર્તતે, જેથી અ૫ દિવસમાં તે ધનશ્રીનો વિશ્વાસપાત્ર થઈ પડ્યો. કઈ કઈ પ્રસંગે ધનશ્રી કામકાજને માટે તેને એકાંતમાં બોલાવતી. એક દિવસ ધનશ્રી પોતાની સાતમાળની ભૂમિકા ઉપર બારી પાસે ઉભી ઉભી સખીઓ સાથે તાંબુળ ચાવતી હતી, તે પાન ચાવતાં બારી વાટે થુંકી, અકસ્માત્ કાતાલીય ન્યાયે કરીને ત્યાંથી જતા નગરના કેટવાળ ઉપર તે થુંક પડ્યું. તરતનાં ધેયેલાં સુંદર અને સફાઈદાર સુગંધમય વસ્ત્રો પર પાન ચાવેલો ગરલ પડવાથી “શું થયું આ?” એ પ્રમાણે ઉત્સુકપણે તેણે ઉંચે નજર કરીએ તો મનેહર કમળની ભ્રાંતિને દેનારૂં ધનશ્રીનું વદનકમળ દીઠું. “આહા ! શું આ વદનકમળ કે જેને જોતાં જ મારાં નેત્રકમળ મે મેષ રહિત થઈ ગયાં છે. એ તાંબુળ તે મસ્તક ઉપર પડયું ને એનો રંગ તો હદયમાં વૃદ્ધિ પામે. હવે કઈ રીતે આ રમણરત્નને હાથ કરવી જોઈએ. ” ઈત્યાદિક વિચાર કરતો અને સ્નેહભીની ચેષ્ટા કરી તેનું ધ્યાન ખેંચતો તે એકધ્યાને તેને જોઈ રહ્યો. એટલામાં ધન શ્રીની પાસે ઉભેલા વિનયંધરને જોયો. જેથી “આ વિનયંધરને વશ કરવાથી મારું કાર્ય સત્વર સિદ્ધ થશે, કેમકે ધનસાર્થવાહને તે માની ને ધનશ્રીને પણ વિશ્વાસપાત્ર હોવાથી તેનાથી જ ધનશ્રીને હું પ્રાપ્ત કરી શકીશ.” એમ ચિતવતો તારક્ષકકોઈપણ રીતે વિનયં. ધરને બોલાવી પોતાને ઘેર તેડી ગયો. અને પોતાના કુળદેવતાની માફક વસ્ત્ર આભૂષણથી તેને સત્કાર કર્યો. “જગતમાં મનુષ્યને વશ કરવાને માટે દાન એ એકજ અપૂર્વ વશીકરણ છે, કેમકે દાન
Page #303
--------------------------------------------------------------------------
________________
સમુદ્રચંદ્ર.
૨૮૧
શાળામાં દાન દેનારા માતંગને પણ લેાકેા સેવે છે.’ દાન આપ્યા પછી તેનું સન્માન કરી કાટવાળે બે હાથ જોડી કહ્યું–“મિત્ર ! જો તું પ્રસન્ન થયેા હાય તા ધનશ્રી સાથે મારા મેળાપ કરાવ.
""
“તારા માટે હું મારી બનતી કેાશિષે તેણીને સમજાવીશ.” એમ કહી તેનુ વચન અંગીકાર કરીને તે પેાતાને સ્થાનકે ગયા. એકાંતમાં ધનશ્રીને કાટવાળની હકીકત કહી સંભળાવી. તેનીવતી તેણે ભલામણ કરી. વિનય ધરનાં એ પ્રમાણેનાં વચન સાંભળી ધનશ્રી પોતાની બ્રગુટીને ભયંકર રીતે નચાવતી મેલી દુષ્ટ ! નરાધમ ! મારા વિશ્વાસના આવા દુરૂપયોગ ? જો કાઇ બીજો આ પ્રમાણે બેલ્યા હાત તેા તેને તરતજ યમપુરીમાં માકલી દેત. તને માન્યા ત્યારે તું સદ ંતર માથે ચઢી ગયા. જા, તારૂં માં લઇને અહીંથી દૂર થા. ફરીને એવું કટુક વચન બોલીશ તેા અહીંથી કાઢી મૂકીશ.” વિલખા થઇને વિનયધર ગુપચુપ ત્યાંથી પસાર થઇ ગયા ને કેટવાળને તે સમાચાર આપ્યા. પુન: વળી તલારક્ષકે ભલામણુ કરી અસિદ્ધ કાર્ય ને સિદ્ધ કરવા કહ્યું.
વારંવાર કાટવાળ તેની પછવાડે લાગેલા હાવાથી જેનુ વદન ચિંતાતુર છે એવા, વહાણ ભાગેલા વહાણવટી જેવા, તે ઉદાસપણે નિરંતર રહેવા લાગ્યા. તેને ઉદાસ જોઇને તેનું મ્લાન વદન અવલેાકી ધનન ંદિનીએ પૂછ્યું. ૮ વિનય ધર ! સપ`થી દેડકેા ભય પામે તેમ શું આરક્ષકથી તું ડરે છે ? ”
""
“ હા, એમજ છે. ” વિનય ધરે જવાબ આપ્યા.
“ તા તું શા માટે તેને મળે છે
” ધનશ્રીએ તેને કહ્યું.
વળી ત્રણ ચાર દિવસ બાદ પાછે
તેત્રિનય ધર વિષાદ પામતા
•
છતા ધનશ્રીને કહેવા લાગ્યા—“તમારે માટે મારે સહન કરવું પડે છે. ”
“ ઠીક છે, જાણ્યુ' મે એ કામીજનનું ચેષ્ટિત ! મારે માટે
તે મીજાને દુ:ખી કરે છે તેા લાખ દામ લઈને આજ રાતે તેને અશેાક વનમાં લાવજે. ” ધનશ્રીએ દભભાવે કહ્યું.
""
૩
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ધમ્મિલ કુમાર - ધનશ્રીનાં વચન સાંભળી વિનયંધરે તલારક્ષકને સમાચાર આપ્યા ને રાત્રીને સમયે લાખ દ્રવ્ય લઈ બાગમાં આવવાનું સૂચવી વિચાર કરતે ઘરભણું ચાલ્યું. “હા! બિગ સ્ત્રી જનની ચપળતાને નારીમાં તે સુશીલપણું કયાંથી હોય? અને હોય તે તે દીર્ઘકાળ પર્યત કેવી રીતે ટકે? જોયું, સર્વે સ્ત્રીઓ કુશીલતાથી ભરેલી જ હોય છે. હા ! એ વિધિને શું કહીએ? સ્ત્રીની વાણીમાં મધુરતા ભરી. રૂપ તે રમણીનું જ કહેવાય ! કીડા તે સ્ત્રીની જ ! સૌભાગ્યપણું આદિ સર્વે મૂકયું પણ એનામાં સ્થિરતા કેમ ન મૂકી?” ઈત્યાદિ વિચારતો તે ઉપવનમાં ગયે. ત્યાં મંદિરમાં વાસગૃહમાં શય્યા તૈયાર કરાવીને ધનશ્રીએ કહ્યા પ્રમાણે વ્યવસ્થા કરાવી.
હવે સંધ્યા સમય થયો ત્યારે તલારક્ષક સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી જાણે શ્વસુરને ઘેર જતો હોય તેમ અશકવનમાં આવીને ધનશ્રીની રાહ જોવા લાગ્યો. અલપસમયમાં શૃંગારને ધારણ કરતી પ્રત્યક્ષ વનદેવી હોય તેવી ગજગામિની ધનશ્રી વસ્ત્ર આભૂષણ સજીને ત્યાં આવી પહોંચી. કેટલાક સીપાઈઓને ગુપત રાખી પિોતે જે સમયે તલારક્ષકની સામે આવી ત્યારે ઈંદુની કળાને જોઈને સમુદ્રનું જળ જેમ ઉછળે તેમ કોટવાળનું હૃદય પ્રેમપ્રવાહથી ઉછળવા લાગ્યું. ધનશ્રી વાસગૃહમાં આવીને પલંગ ઉપર બેઠી, વિદુષી એવી. તેણુએ મૃદુ ઉક્તિથી તેને મદ્યપાન કરાવી દીધું. ચંદ્રહાસ મદિરાના તીવ્ર પાનથી કોટવાળ તરતજ નિશ્રેષ્ટ થઈ ગયો એટલે ખંજર કાઢીને એના પેટમાં ચલાવી દીધું. ખરે સ્ત્રીઓમાં સાહસ અદ્ભૂત હોય છે. પોતાના હાથે ખોદેલા ખાડામાં પોતે પડે તેમ તેની બુદ્ધિથી તેને નાશ થયે. તલારક્ષકનો એ રીતે નાશ કરીને તેણે વિનયંધરને આમ તેમ જોવા લાગી. દૂર ઉભેલા તેને જોઈને ઉગ્ર કેપને ધારણ કરતી ખંજર લઈને તેને મારવા તે ધસી. મહા ભયંકર કાલિકાસમી પોતાના સામે ધસી આવતી જોઈને પ્રસ્તાવને જાણનાર કુંવર વિનયંધર બે હાથ જોડી તેના પગમાં પડ્યો–પિતાને અપરાધ ખમાવવા લાગ્યો. તેના આવા નમ્રશીલ વર્તનથી શાંત થયેલી ધનશ્રી કોપ સમાવીને કહેવા
Page #305
--------------------------------------------------------------------------
________________
સમુદ્રચંદ્ર,
૨૮૩ લાગી—“રે મૂર્ખ ! તે મને આવાં અધમ કાર્યમાં પ્રેરી; પાણીને પ્રવાહ જેમ નીચો જાય છે તેમ તે શું મને એવી અધમ નારી ધારી. મેં તે તને ફકત વિનેદની ખાતર કહ્યું હતું, પણ તારા દુષ્ટ અધ્યવસાયથી તે સત્ય કરી બતાવ્યું, ત્યારે મારે હાથે તેને નાશ કરે પડ્યો. લોકો ઘરમાં દીવો પ્રકાશને માટે કરે છે, નહિ કે ઘર બાળવાને માટે શીળ એ તે સ્ત્રીઓનું પરમ ભૂષણ છે. નારીને એ અમૂલ્ય શોભારૂપ છે. “નારી સૂપ પતિવ્રતા, સાચી સ્ત્રી તેને ત્યાગ કરે ખરી? મૃતક શરીર શું હેમમણિને ભાર ધારણ કરી શકે ? એવી રીતે ઉત્તમ નારીરત્નનું શીલ પણ કેઈ ન ભેદી શકે. અસ્તુ, સાક્ષાત્ સુરેંદ્ર પણ મારા શીલરૂપી મહામણિને હદયમંજુષામાંથી હરવાને શક્તિવાન નથી.” એ પ્રમાણેનો તેનો નિશ્ચય જાણુને વિનયંધર ચમત્કાર પામ્યું. તેના હુકમથી તલારક્ષકના મૃતકને નિધની માફક પૃથ્વીમાં દાટી દીધું. પછી તે સર્વે પોતપોતાને મકાને ચાલ્યા ગયા.
એક દિવસ અવસર પામીને વિનયંધરે ધનશ્રીને પૂછયું“તમે પરણેલાં છે, તે તમારા સ્વામી કેશુ છે? તમારું સાસરૂ કયાં છે?”
| વિનયંધરનું આ પ્રમાણેનું વચન સાંભળીને ધનશ્રી બેલી. અવંતીમાં રહેનાર સાગરદત્ત શ્રેષ્ઠીને “સમુદ્ર” નામે પુત્ર છે, તેની સાથે મારે વિવાહ સંબંધથયે છે, પરંતુ પરણ્યાની પ્રથમજ રાત્રીએ તે મને ત્યાગીને કયાંક ચાલ્યા ગયા છે. મેઘ જળધારાએ વર્ષે છતાં ચાતકના મુખમાં બિંદુમાત્ર જળ પણ ન પડે, તેમ મારા મંદ ભાગ્યે કરીને તે મને છોડી ગયા છે ત્યારથી આજ દિન પર્યત ગોપભેગની છતી સામગ્રી છતાં પરામુખ એવી હું અરણ્યમાં રહેલા માલતીની પેઠે દુઃખમાં મારા દિવસે નિર્ગમન કરૂં છું.” અશ્રુએ કરીને આદ્ર નયનેથી તેણીએ કહ્યું.
જે તમારો આદેશ હોય તે દેશાંતરમાં ભમીને પણ તમારા વિવાહિત પતિને હું શોધી લાવું.” દયાવડે કરીને જેનું ચિત્ત કેમળ થયું છે એવા વિનયંધરે ધનશ્રીને કહ્યું.
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ધમ્મિલ કુમારહે કરૂણાવર ! તારા વગર બીજે કણ આવો પ્રાણદાતા સમો ઉપકારી હોય ? માટે હે કરૂણારસિક! સત્વર એ કાર્ય કર.” ધનશ્રીએ કહ્યું. “આજ બાર બાર વર્ષ પરણ્યાને વહી ગયાં, પણ પતિનાં દર્શન હજી સુધી ન થયાં, આશામાં ને આશામાં આ આશાભર્યું વન વ્યર્થ જાય છે, છતાં હજી સુધી મારાં મનેવાંચ્છિત સિદ્ધ ન થયાં.” ઘનશ્રીના શબ્દોએ વિનયંધરનું હૃદય જેવું સ્ત્રી માટે તેના હૃદયમાં જે ઉલટી ધારણા હતી તે સર્વે દૂર થઈ ગઈ. ધનશ્રીએ વિરુષ્ટ કરેલો વિનયંધર મૂળસ્વરૂપે પિતાને વતન અવંતી દેશમાં ચાલ્યા ગયે. બારબાર વર્ષ વહી ગયા બાદ સમુદ્ર ઘેર આવી માતાપિતાને નમ્પ. પૂર્વની કથા સ્મૃતિમાં લાવી માતાપિતાએ તેને પિતાને પુત્ર જા. ઘણે વર્ષે પુત્રને જોઈને માતપિતા અત્યંત ખુશી થયા, નગરમાં સાકર વહેંચી, સગાંકુટુંબી જનને ભાવતાં ભેજન જમાડી સંતષિત કર્યો. તરત સમુદ્રને સાસરે ગિરિદુગમાં પણ સમુદ્રચંદ્રના આગમનની ખબર મોકલી અને ધનશ્રીને તેડાવી.
ધનસાર્થવાહ આપ્તજનોની સાથે ધનશ્રીને લઈને ઉજજેણમાં આવ્ય, મેટા ઓચ્છવપૂર્વક ફરીને તે બન્નેને પરણાવ્યાં. વર્ષા
ઋતુમાં જેમ મયુરી આનંદ પામે, વસંતઋતુમાં કોકિલા જેમ નૃત્ય કરતી હર્ષોન્મત્ત બને તેમ ધનશ્રી પોતાના નૈરવથી ગર્વને ધારણ કરતી હતી. પરણીને ઉભય વરવધુ વાસભુવનમાં ગયાં. ત્યાં બાર વર્ષને ભેગને દુષ્કાળ દૂર કરી આજે સુકાળ કર્યો. બીજે દિવસે કઈ પણ હેતુને લઈને ધનશ્રી હદયમાં દુ:ખ પામતી હતી, તે જોઈને સમુદ્રચંદ્રે તેનું કારણ પૂછયું. ધનશ્રીએ વિવેકથી કહ્યું “સ્વામિન્ ! પ્રથમ તમારા દુસહ વિરહ સમયે જાણે સાક્ષાત્ મૂર્તિમાન વિવેક હોય એ એક પુરૂષ મને મળ્યા હતા. તે પોતાના વિનયવંતપણુથી વિનયંધર એ નામે પ્રસિદ્ધિને પામ્યો હતો. તમારા વિરહથી આતુર એવા મારા મનને તે વિનોદનું કારણ હતો. કેટલોક કાળ તે અમારે ત્યાં રહીને તમને શોધી લાવવાને બહાને તે ક્યાં ચાલ્યો ગયો તેની ખબર નથી. તમારી પ્રાપ્તિથી હર્ષ અને તેના જવાથી શોક એવી રીતે નહિ પ્રકાશ નહિ અંધકાર એવા સંધ્યાસમયની માફક હું વિડંબિત
Page #307
--------------------------------------------------------------------------
________________
સમુદ્રચંદ્ર.
૨૮૫ છુ. કુમુદિનીને વિકસ્વર કરનાર ઈંદુ વિના જેમ આ લેકમાં રાત્રી અંધકારથી પૂર્ણ ભરેલી હોય છે, તેમ એ વિનીત વિનયંધર વિના મને બધું શુન્ય શૂન્ય અંધકારમય ભાસે છે.”
પ્રિયાનાં એવાં વચન સાંભળી હસીને સમુદ્ર બોલ્યો-“પ્રિયે! તેને માટે શું શોક કરે છે?” એમ કહી વિનયંધર સંબંધી સર્વે હકીકત તેને સંભળાવી દીધી. જેથી તેનું અધિક ખુશી થઈ ને સંતોષ પામી. પતિને મેળવીને શીલને પ્રતાપે સુખ પામી. એવી રીતે સાક્ષાત્ લક્ષ્મીસમી ધનશ્રીને પામીને સમુદ્રદત્ત સુખી થયે, તે બંનેએ પ્રેમરસથી ભરેલા મનવડે મૂર્તિએ કરી ભિન્ન છતાં ચિત્તની એક્યતાથી પોતાનું સંપૂર્ણ જીવન સુખમાં– આનંદમાં વ્યતિત કર્યા. સતી સ્ત્રીઓમાં આદર્શરૂપ એવી જેમ આ ધનશ્રી છે તેવી રીતે હે મહામુનિ ! બીજી સ્ત્રીઓ પણ હશે; માટે તેમની નિંદા કેમ કરાય ? અથવા તો રાગદ્વેષવાળા પુરૂષને આ વસ્તુ સારી છે–આ બેટી છે એમ જણાય છે; માટે કોઈ પણ વસ્તુને સારી ખોટી કહેવી એ વાસ્તવિક નથી. વેરાગી પુરૂષ હોય છે એ તે યુવતીજનને દેષના ધામરૂપ સમજે છે, કિંતુ મારા જેવા રાગી જનજ તેણીને સંસારમાં સારભૂત માને છે. હે મુનીશ્વર ! તમે જણાવ્યું હતું કે હું દુઃખને નિગ્રહ કરવાને સમર્થ છું, તે સ્મરણ કરે; કેમકે અદ્યાપિ મારી ભેગેચ્છા ક્ષીણ થઈ નથી. મારું મન તે દ્રવ્યપાર્જનના વિષયમાંજ રક્ત છે. તો હે કૃપાસિંધો! કંઈ ઉપાય બતાવે; અને તેવી રીતે કરે કે જેથી હું ભેગેને પુન: મેળવી સુખી થાઉં. માટે તાત્કાળિક ફળદાયક એ રસ્તો હોય તેજ કહો. જે ધર્મ સેવેલે તત્કાળ ફળને ન આપે તે દીર્ઘકાળે પણ શું ફળ આપે ?” ધમ્મિલે એ પ્રમાણે ધનશ્રીનું ચારિત્ર કહી સંભળાવીને પિતાની જે ઈચ્છા હતી તે પણ મુનીશ્વરને નિવેદન કરી. તાત્કાલિક લાભ થાય એ રસ્તો બતાવવા પ્રાર્થના કરી.
એ પ્રમાણે ધનશ્રીનું દષ્ટાંત સાંભળીને–તેમજ તેની તીવ્ર ભેગેચ્છા જાણીને દયાભાવથી જેનું ચિત્ત આદ્ર થયું છે એવા અગડદત્તમુનિ બેલ્યા- “વત્સ! સદ્ભાવનાથી કરેલે ધર્મ સત્વર
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૬
બસ્મિલ કુમાર- - - ફળ આપે છે. પૃથ્વીના યોગથી આમ્રતરૂ જેમ ઉદકને પ્રાપ્ત કરે છે, કેમકે તેના વગર તાત્કાળિક વા વિલંબથી આશ્રમંજરીરૂપ ફળ પ્રગટ થતું નથી, તેજ પ્રમાણે ધર્મનું ફળ સમજી લેવું. તે માટે હે સોમ્ય! તારે છ માસ સુધી આચાર્લી તપ કરવું. સાધુની માફક આચાર પાળતાં ને દેષ રહિત આયંબિલને તપ કરતાં તું ત્યાં લગી ધર્મ આરાધીશ, તે તારૂં છે સત્વર સિદ્ધ થશે. સૈભાગ્યલક્ષ્મીની લીલાને તું પામીશ. જો કે એટલો સમય તારે કષ્ટ ભોગવવું પડશે પણ કષ્ટ વિના કાર્ય સિદ્ધ ન થાય. “દેહે દુ:ખ મહાફલં !” સુવર્ણને અગ્નિમાં તપાવે ત્યારે જ શુદ્ધ થાય. ગ્રીષ્મઋતુનો ઉકળાટ વધે તે વર્ષો જલદી આવે, વસ્ત્રમાં ક્ષાર નાખે તો તેને શુદ્ધ કરે, કડવું ઔષધ રેગ હરે, બિંબ ઉપર ટાંકણું મારે ત્યારે તે પૂજા યોગ્ય થાય, હળથી પૃથ્વીને ખેડે તેજ તેમાંથી ઘાસ ઉત્પન્ન થાય, તેમજ તપના કષ્ટથી પણ લક્ષ્મી પ્રાપ્ત થાય એ નિ:શંક છે.” એ પ્રમાણે મુનિનું વચન સાંભળીને ધમિલ તેમ કરવાને તૈયાર થયો.
તે પછી ભેગની વાંચ્છામાં આતુર એવા ધમિલે દ્રવ્યસાધુને વેશ પહેરીને પ્રથમ દિવસે ઉપવાસ કરી પછી ગોચરીવડે છ માસ પર્યત આયંબિલનું તપ કરવા માંડયું. ગુરૂએ બતાવેલી વિધિ પ્રમાણે નવલક્ષ પરમેષ્ઠીમંત્રનો જાપ કરે શરૂ કર્યો. પ્ર. જન છતાં પણ તે માનપણે રહીને સાધુની માફક મુનિવેશ ધારણું કરીને શુદ્ધ ક્રિયા કરવા લાગ્યો. માંકણ, મચ્છર, જુ ઈત્યાદિક શુદ્ધ જંતુઓને દંશ થવા છતાં પણ તે નિગ્રંથની માફક સહન કરતે પણ તેમને દુઃખ થાય તેવા પ્રયત્ન ન કરત. તફાવત એટલેજ હતો કે નિગ્રંથ ધ્યાનારૂઢ થયા સતા આવા ઉપસર્ગો નિવણ–મોક્ષને અર્થે સહે છે; ધમ્મિલ સંસારના ભેગોને મેળવવાને આ પ્રમાણે દેહદમન કરવા લાગ્યા. વિધિપૂર્વક ષોડશ અક્ષરી પરમેષ્ઠી મંત્રને જાપ કરતા, આધાકર્માદિક દોષ તજીને સામુદાણું ગોચરી સાધુની પેઠે ફરીને લાવતા અને ભ્રમરની માફક વૃત્તિ કરી આહાર લેતે હતે. આ તપસ્યા ચઉવિહારથી કરતો હતો. મનમાં શુભ પરિણામ ધારી નિત્ય પ્રત્યે ષડું આવશ્યક સંભાળતો તે પોતાનો કાળ વ્યતિત કરવા લાગે. સંસારની પીડાને છેડીને ધમ્મિલ એવી રીતે ધર્મકાર્યમાં ઉજમાળ
Page #309
--------------------------------------------------------------------------
________________
સંસાર સુખને કારણે.
૨૮૭ થયે હું પાતયામિ વા ક્ષાર્થ સાધવામિા એ નિશ્ચય મનમાં ધારીને ઉ
મનિર્ચથની માફક જરા પણ દોષ લગાડતો નહિ. એ રીતે ગુરૂએ બેતાવેલી વિધિપૂર્વક આયંબિલના તપમાં એના છ મહિના પસાર થયા.
પ્રકરણ ૪૮ મું.
સંસાર સુખને કારણે.” ધમ્મિલને આયંબિલ કરતાં છમાસ પસાર થઈ ગયા ત્યારે છમાસને અંતે આકાશવાણું થઈ. “ધમ્મિલ ! તું મનુષ્યલોકમાં દેવતાની માફક ભેગોને ભેગવીશ, વિદ્યાધર અને રાજાઓની બત્રીશ કન્યાઓને તું સ્વામી થઈશ.” આકાશમાંથી જેમ મેઘની ધારા પડે તેમ છમાસની પૂર્ણાહુતિની રાત્રીએ ધમ્મિલના કાનમાં એવી વાણી અથડાણું. અમૃતથી પણ મીઠી એ વાણી સાંભળીને ધમ્મિલને અતિ હર્ષ થયા, તેની મહેનત સફળ થઈ. પ્રભાતમાં તેણે ગુરૂમહારાજને નમી એ દ્રવ્યશ તેમને અર્પણ કરી તપનું પારણું કર્યું. જો કે તેનું શરીર તદન શુષ્ક થઈ ગયું હતું, દવાગ્નિથી દગ્ધ થયેલી જાણે વૃક્ષની શાખા હોય તેવું જણાતું હતું, છતાં તેનું ચિત્ત પ્રસન્ન હતું. ભાગ્યેાદય સંબંધી તેના મનમાં અનેક સંકલ્પવિકલ્પો થતા હતા. અનેક પ્રકારની ગડમથલ તેના હૃદયમાં થયા કરતી હતી.
આખો દિવસ તેણે ફરવા હરવામાં ને આનંદમાં વ્યતિત કર્યો. સૂર્યાસ્ત પછી શહેરનાં કાર્યથી પરવારીને નગરની બહાર જીર્ણોદ્યાનના એક જીર્ણ મંદિરમાં આવીને સુતે. એ દિવ્ય વાણીના પડઘા તેની કર્ણદ્રિયમાં અથડાતા હતા. જ્યાં જાઉં? શું કરું? ભાગ્યોદય ક્યાં થશે ? કેવા સંયોગમાં લક્ષમી મળશે? વિગેરે વિચારે એને સુતા સુતાં પણ થયા કરતા હતા. ભવિષ્યનાં એ પ્રમાણે સુખનાં સ્વનાં અનુભવતા હતા; ભાવી સુખના વિચારમાં એ એકચિત્ત હતે.
જગતમાં પુણ્ય અને પાપ એ અજબ વસ્તુઓ છે. કેટી
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૮૮
બસ્મિલ કુમાર પ્રયત્ન કરતાં મનુષ્ય જે નજીવી વસ્તુ પણ નથી મેળવી શક્ત, તે પુણ્યના આકર્ષણથી જંગલમાં હોય તો પણ લાખો કોશથી ખેંચાઈને ત્યાં તેના ચરણમાં અથડાય છે. પાપના પ્રભાવથી અતિયત્નથી ગોપવેલી વસ્તુઓ પણ નષ્ટ થઈ જાય છે. જમીનમાં દાટેલું ધન કોલસા થઈ જાય છે. ફાલી ફુલી લીલીવાડી પણ કરમાઈને સુકાઈ જાય છે; ત્યારે પુણ્યથી એ બધું અનાયાસે મળે છે. આત્મા તે એક સાક્ષીભૂત છે. સારાં ખોટાં કર્મ કરનાર છે, એના ફળને ભેગવનારે છે. જગતમાં આપણું પેદા કરેલુંજ આપણને મળે જાય છે. જેવી કમાણું કરીએ છીએ તેવું ભવિષ્યમાં મળી રહે છે. સુકૃત કરનારને સારૂં મળે છે, પાપ કરનારને તેવું જ ફળ ભોગવવું પડે છે, એમાં ધારેલું શું કામ આવે ?
લગભગ પહેાર રાત્રી વહી ગઈ હતી, જગત શાંતિની શય્યામાં આરામ લેતું હતું. મનુષ્યોને અવરજવર કવચિતજ નજરે પડતો હતો. રાત્રી અંધારી હતી. આકાશમાં અસંખ્ય તારાઓ વિદ્યમાન છતાં જગત ઉપર તે જોઈએ તે પ્રકાશ પાડી શકતા નહોતા. જેથી ચેર, જુગારી ને વ્યભિચારી જોને આ સમય ઠીક ઉપયોગી થઈ પડતા હતા. એવી વખતે એક રથ એ જીર્ણોદ્યાનમાં આવ્યા, તે એ જીર્ણ મંદિરના દ્વાર આગળ જ આવીને અટકે. રથની હાંકનારી બાઈ રથ ઉપરથી નીચે ઉતરી પડી ને મંદિરના દ્વાર પાસે આવી બોલવા લાગી—“ ધમ્મિલ ! ધમ્મિલ ! અહીં કઈ ધમ્મિલ છે કે ?”
પિતાના નામને સાદ સાંભળીને મંદિરની અંદર સુતેલે અને વિચારના વાવાઝોડા સાથે અથડાતે ધન્મિલ ચમ-“ઓહો! કે મને બોલાવે છે? આવી અંધારી રાત્રે એ કોણ હશે? સ્વર તો કોઈ સ્ત્રીને જણાય છે.” તે મનમાં ગણગણ્ય.
હા, હું અંદર છું, હું જ ધમ્મિલ છું. ” કંઈક નિશ્ચય કરીને પછી ધમ્બિલે કહ્યું. “આવ, આવ, ઝટ બહાર આવ, અને રથ ઉપર બેસ, આપણે ઝટ ચંપાપરી તરફ રવાને થઈએ. ”
એ બાઈની એવી વાણું સાંભળીને વળી તે વિચારમાં પડયે.
Page #311
--------------------------------------------------------------------------
________________
સાર સુખને કાપર્ણ, આ કોણ હશે ને મારું નામ એણે કેવી રીતે જાણ્યું ? શા માટે. મને ચંપાપુરી તરફ તેડી જતી હશે? કંઈ સમજાતું નથી કે આ શું ભેદ છે? અથવા તો ચિંતા કરવાથી શું ? હમણાં તે મારી ચિંતા દૈવનેજ કરવાની છે. આપણે તે જે સમય હોય તે દાવ ખેલવાને છે. માટે મુંગા મુંગા હા પાડીને તે લઈ જાય ત્યાં ચાલે. ભવિષ્યમાં શું નવાજુની થવાની છે તે જોઈએ. મહેનત કરવી એ આપણું કામ છે, ફળ આપવાનું તો દેવનું કામ છે, માટે હવે વધારે વિચાર કરવાથી સયું.”
એ બાઈનાં વચન સાંભળીને કુશાંગ છતાં પણ પુષ્ટની માફક ખુશી થતા મંદિરમાંથી ધમ્મિલ બહાર નીકળે. અને એક ફાળ ભરત તે લીલામાત્રમાં રથ ઉપર ચઢી ગયે. તેને બેલાવનારી બાઈ પણ રથ ઉપર આરૂઢ થઈ, એટલે રથને ધમિલે ચંપાપુરીના રસ્તે હાંક્યા માંડ્યો. તેણે રથમાં નજર કરી તો એક વસ્ત્રાલંકારથી સજજ થયેલી સુંદર કન્યા પિતાનું સમસ્ત અંગ ઢાંકીને બેઠેલી તેના જેવામાં આવી. તે સિવાય એને બોલાવનારી તે બીજી સ્ત્રી હતી. એ બન્ને સ્ત્રીઓએ ધમ્મિલ તરીકે ઓળખેલો એ આ નવીન ધમ્મિલ, એણે પિતાની સત્ય ઓળખાણ આપ્યા વગર રથને ઉતાવળથી ચંપાપરી તરફ હાંકી મૂક્યો.
રાત્રી પિતાનું કાર્ય કર્યું જતી હતી ને ધમ્મિલ રથને હંકારે જતે હતે. હુંકારથીજ પૂછયાને ઉત્તર આપતા હતા. રથમાં બેઠેલી કન્યા વિચારમાં પડી કે “બપોરે તે મારી સાથે કેવી વાત કરતા હતા ને અત્યારે કેમ બેલતા નહિ હોય! શું રાત્રીને સમય છે માટે? અથવા તે આ મનને માનેલે ધમ્મિલ છે કે બીજે કંઈ હશે? જગતમાં એકજ નામવાળા અધિક પર શું જોવામાં નથી આવતા ? જે એમજ થયું તે મારા તો ભેગજ સમજવાઃ પણ એ બનવું તદ્દન અશક્ય છે. એ તે અત્યારે જરી રીસાયા હશે, તે પ્રભાતના સૂર્યોદય સમયે મને જે-નિહાળશે, એટલે તરતજ ગુસ્સો ઉતરી જશે. પ્રિયાની આગળ પુરૂષને ગુસ્સો ક્યાં સુધી ટકવાને હતે?” રથમાં બેઠેલી એ નવોઢા બાળા-એવા અનેક વિચાર કર્યા
Page #312
--------------------------------------------------------------------------
________________
લમ્બિકમા. કરતી હતી. જેવો એના વિચારને વેગ હતું તે જ રથને વેગ પણ સખ્ત હતા. પઢિયુ થતામાં તે રથ ત્યાંથી કેટલાક ગાઉ દૂર નીકળી ગયે. ધમ્મિલના મનમાં કાંઈક હતું, રથમાં બેઠેલી બાળાના મનમાં જુદું જ હતું. ત્રીજી બાઈના વિચારો જુદાજ હતા, ત્યારે એ સર્વના કરતાં વિધાતાનું કરવા યોગ્ય કાર્ય તો તદન નેખું જ હતું.
પ્રાત:કાળ થવા આવ્યું. સવિતાનારાયણની જગત ઉપર થતી પધરામણુની તૈયારીઓ તેના સારથી અરૂણે પ્રથમથી જ જણાવવી શરૂ કરી. તે સહસ્ત્રકિરણનો ઉદય થતાં એક નદીને કિનારે આવીને રથ અટકા-કુંવરીએ અટકાવ્યું, એટલે રથના ઘોડા છેડી નાખી ધમિલ અશ્વોને પાણી પાવાને લઈ ગયો. બન્ને સ્ત્રીઓને
ત્યાં મૂકી તે નદી તરફ જતો હતો. જતાં જતાં એ બાળા તરફ ઍક નજર કરી તે લાવણ્યના નિધાન સમાન એ બાળાને જોઈને ધમ્મિલ અંતરમાં અત્યંત ખુશી થયે.
બાળા આ દરિદ્રીને જોતાંજ એકદમ ફીકી પડી ગઈ. તેના ચહેરાનું સૂર ઉડી ગયું, વદન ઉપર ગ્લાનિ પ્રસરી રહી, નહિ સાધુ કે નહિ ગ્રહસ્થ, એ બનેથી આની ભિન્ન સ્થિતિ જોઈ તેમજ ભયંકર ભૂત જેવા એના શરીર ને વસ્ત્રનો દેખાવ જોઈને ખિન્ન થઈ તે બોલી-“માતા ! કેશવડે કરીને આખું શરીર વ્યાપ્ત થઈ ગયું છે એવે, લાંબી ગરદનવાળે, દુર્બળ અને દરિદ્રી, સુપડાની માફક જેના હાથપગના નખ વધ્યા છે, ભૂખથી જેનું પેટ અંદર પિશી ગયું છે, જેના શરીર ઉપર નથી જણાતું રૂધિર કે માંસ ફક્ત હાડકાંજ ભરાઈ રહ્યાં છે, એવી દુર્દશાને પ્રાપ્ત થયેલા આ રાંકડાને આપણે સાથે તું ક્યાંથી લાવી? ખચીત એ ભૂતમંદિરમાંથી આ કઈ ભૂતજ આપણે સાથે આવ્યું છે. જેને મનુષ્યને કાંઈ આચાર વિચાર તેનામાં તું જુએ છે? એ બિહામણું મૂર્તિ જોઈને હું તે છળી જાઉં છું. આ મનુષ્ય તે મેં કયાંય પણ જે નથી. હા ! હવે શું થશે?”
ખેદ શું કરવાને કરે છે? એ કાંઈ ભૂત નથી કે પલિત નથી, ભૂતપલિતના આવા ચાળા હેાય જ નહિ. જરી સબુરી તે રાખ ! તેલ જે, તેલની ધાર જે.” સાથેની વૃદ્ધાએ જણાવ્યું.
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૯૧
સસાર સુખને કારણે.
66 આહા
! કદાચ માન કે એ ભૂતે ન હેાય ને પિશાચ પણ ન હોય કે ન હેાય રાક્ષસ પણ સાક્ષાત્ આ મૂર્ત્તિમંત દારિઘ્ર આપણી પાછળ ક્યાં લાગ્યું? નેત્રરૂપ કમળાને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન મારા જોયેલા ધમ્મિલ ક્યાં ને આ નેત્રરૂપ કમલેશને કરમાવવામાં રાત્રી સમાન એકને ખદલે ખીન્ને ઘુસી ગયેલા ધમ્મિલ કયાં ? આ શકે નક્કી આપણને અમળા જાણીને ઠગ્યા છે. હવે એ ઘેાડાને પાણી પાઇને આવે કે તરતજ એને વિદાય કરી દેજે, રથને અડકવા પણ દઇશ નહિ. કદાચ સાચે એનું ધમ્મિલજ નામ હાય, તાપણુ એ મને પ્રિય નથી, હું એને પ્રિયતમ કહીશ પણ નહિ. નામની સમાનતાએ કરીને લક્ષ્મી વિષ્ણુને મૂકીને કંઇ હિર એટલે વાંદરાને વરતી નથી. આ ભરથાર મારે ખીલકુલ માન્ય નથી,ને હવે આગળ જવાની જરૂર પણ નથી. જ્યાંથી આવ્યાં તેજ સ્થળે-પિતૃગૃહે પાછું જવું એજ સારૂ છે. ”
રથમાં બેઠેલી એ મનેાહર માળાની આવી ખિન્ન વાણી સાંભળીને એની ધાવમાતા ખેલી- વત્સે ! પાછાં ઘરે જઇશુ એમાં તે આપણી લઘુતા–નિંદાજ થશે. હમણાં તે ચંપાએ જઇએ, ત્યાં ગયા પછી તને જેમ ઉચિત લાગે તેમ કરજે.”
.
અન્યાઅન્ય અને સ્ત્રીઓની થતી વાતને સાંભળ્યા છતાં ‘ અણુસાંભળી કરતા પમ્મિલ ઘેાડાઓને પાણી પાઈને આળ્યે, તેમને રથ સાથે જોડ્યા ને પેતે પૈડા ઉપર પગ મૂકીને જેવા રથ ઉપર ચઢવા જાય છે. એટલામાં તેા તે માળા એકદમ દોડી આવી રથના આગલા ભાગ ઉપર ચઢી બેઠી, અને રથની લગામને પેાતાના હાથમાં લઇને તે નિ યપણે એની નિટ્સના કરવા લાગી. “ રે અધમ ! નિર્લજ્જ ! નટ ! મારા રથ છેડી દે ! અમને એકલી જાણીને ઠગવાનેા તારા ઈરાદા છે કે શું? તારે જવુ હોય ત્યાં જા; પણ મારી નજર આગળથી ઝટ દૂર થા.
""
“ હા ! હા ! દીકરી! આ શું કરે છે ? સમજતી નથી. અત્યારે આપણે ‘ભરજ’ગલમાં છીએ. હજી ચંપા ઘણે દૂર છે. માર્ગોમાં રસ્તા વકટ છે; તે રસ્તામાં આપણને પુરૂષની અવસ્યજરૂર પડશે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૯૨
ભિલ કુમાર ગામમાંથી કંઈ ખાવાપીવાનું મંગાવવું, રથની ને ઘડાઓની વ્યવસ્થા કરવી, બીજું કંઈ કામકાજ હોય તે પણ પુરૂષ સાથે હેય તેજ બની શકે. પરદેશમાં સાથે પુરૂષ હોય તે જ ઠીક પડે નહિ તે અનેક લુચ્ચા લફંગાઓ આપણને છેતરી જાય, માટે નામમાત્ર પણ પુરૂષની સેબતની આપણને હાલમાં તો ઘણી જરૂર છે, તે શું તું સમજતી નથી? ચંપા સુધી એને સાથે આવવા દે. ત્યાં ગયા પછી આપણે એને રજા આપી દઈશું.” ધાવમાતાએ બાળાને સમજાવ્યું.
બાળાના અંતરમાં એ શિખામણ ઠીક લાગી. જેથી હાંકવાની જગ્યાએથી ઉઠીને તે રથની અંદર બેઠી ને એક મોટો નિ:શ્વાસ પ્રાપ્ત કઢાવસાતા પણ રથ ઉપર ચઢી બેઠી, તેણીના કહેવાથી
લે, ગામમાં જઈને તમારે માટે ભોજનની સામગ્રી લઈ ઝટ આવી પહોંચું છું.”
એમ કહીને તે ભોજન માટે જોઈતી ચીજો લેવા ગામ તરફ ચાલે. ગામમાં ગયો ત્યાં એણે ઘણા લોકસમુદાયથી પરવરેલા ગામધણીને આક્રંદ કરતે જે. લેકે પણ શેથી ગમગીન હતા. ગામધણીને તેમનાથી પણ અધિક શોક હતો. આવી સ્થિતિ ચાર મ િ .ગામધારીને તેનું કારણ પૂછયું કે “ભાઈ ! આ આવી પહોંચું છું.”
એમ કહીને તે ભોજન માટે જોઈતી ચીજો લેવા ગામ તરફ ચાલે. ગામમાં ગમે ત્યાં એણે ઘણું લેકસમુદાયથી પરવારેલા ગામધણીને આક્રંદ કરતો જોયે. લોકો પણ શોકથી ગમગીન હતા. ગામધણુને તેમનાથી પણ અધિક શેક હતા. આવી સ્થિતિ : જઈને ધમ્મિલે ગામધણીને તેનું કારણ પૂછયું કે “ભાઈ ! આ બધા ઉદાસ કેમ છે? તમે પોતે પણ કયા કારણે આટલે બધા અફસેસ કરો છો?”
ઈ પણ કારણથી ક્ષયરેગની માફક પ્રતિદિવસ ક્ષીણ થતો જાય છે, એ મને પ્રાણથી પણ વલ્લભ છે, પણ બિચારે મરણની પથારીએ
Page #315
--------------------------------------------------------------------------
________________
સંસાર સુખને કારણે પડ્યો છે, સારા વૈદ્યોએ અનેક ઉપચાર કર્યા છતાં કઈ પણ એના રોગને મર્મ સમજતું નથી. ને અનેક કિમતી ઔષધો વ્યર્થ જાય છે. મારા જીવિતનું એ સર્વસ્વ છે છતાં આટલી બધી મહેનત પણ એને સારૂં થતું નથી, જેથી મને બહુ દુ:ખ થાય છે, ને મારા દુખે દુઃખી આ પરિજનવર્ગ પણ ચિંતામાં ડુબેલો છે.” ધમ્મિલને ગામધણીએ જણાવ્યું.
મહાશય ! પ્રચ્છન્ન પાપકર્મની માફક એની ચેષ્ટા વડે હું જાણું છું કે એના હૃદયમાં શું શલ્ય છે? એના પેટમાં લોહકંટક છે, તે જે નીકળે તોજ એ નિરોગી થાય.” ધમિલે કહ્યું.
કઈ રીતે તમે કાઢશે તે તમારો ઉપકાર થશે. અહીં એ કોઈ ચતુર નથી કે જે આ કિશોરનું શલ્ય દૂર કરે.” ગામધણણીએ જણાવ્યું.
ગામધણીનું વચન સાંભળીને કુમારે ક્ષેત્રની માટી મંગાવી. તેને આ કરીને અશ્વના શરીરે તેને લેપ કર્યો, અને છાયામાં અશ્વને ઉભે રાખીને તે લેપને સુકાવા દીધે. પશ્ચાત્ અધના શરીરે ચમક પાષાણ ફેરવ્યા, તે પણ ફરતા ફરતે ત્યાંજ આવીને અટક. જે જગાએ ચમકપાષાણ અટકે તે જગ્યા ફાડીને એ લોહકંટક કાઢી ધમ્મિલે ગામધણીના હાથમાં આપે, ને ઘા ઉપર ત્રણસંરેહિણી ઓષધિ પડીને ઘા રૂઝવી દીધે. અશ્વને રોગ રહિત જોઈને ગામધણીએ પુણ્યવિશારદ ધમ્મિલને કલાકુશળ જાણી શાઈની મા ફક તેનું અતિ સ્વાગત કર્યું. પછી પૂછયું -“ભાઈ ! કહો તમે ક્યાંથી આવો છો? કયાં જાઓ છે? તમારી સાથે બીજું કણ કણ છે?”
કુશાગ્રપુરથી અમે આવીએ છીએ, તમારા ગામના સિમાડે– ભાગેળે ઉતર્યા છીએ, ત્યાં રથમાં મારી સ્ત્રી અને તેની માતા છે, એમ અમે ત્રણ જણાં છીએ.” કુમાર ધમ્પિલે પોતાની હકીકત કહી સંભળાવી.
ધમ્મિલની વાણી સાંભળીને ગામધણીએ પિતાનાં માણસે મોકલી રથ સહિત તેમને પિતાને મંદિરે બેલાવ્યાં, તેમને રહેવાને એક અલગ સુંદર મકાન આપ્યું, ત્યાં તેઓ રહ્યાં. સ્નાન, બાન, પાન
Page #316
--------------------------------------------------------------------------
________________
પશિ કુમાર વિગેરે સર્વે સામગ્રી તેમને પૂરી પાડી. આનંદપૂર્વક તેઓ ત્યાં કેટલાક દિવસ રહ્યાં.
જગતમાં સામાન્ય એવો નિયમ છે કે ગુણવાન માણસ જ્યાં જાય ત્યાં અધિક સન્માન પામે છે. મણિરત્ન વગેરે પોતાના ઘરમાં– સમુદ્રમાં પડ્યાં પડ્યાં કાંઈ પૂજા–સત્કાર પામતાં નથી, પણ ત્યાંથી નીકળીને પરદેશ જાય તે પૂજા–સત્કારને પામે છે.
ગ્રામેશના આગ્રહથી કુમાર તે તેમની પાસે જ રહીને ગામલોક સાથે અનેક પ્રકારે વાર્તાવિનેદ કરવા લાગ્યું. એમ કરતાં દિવસને છેલ્લે પ્રહર થયે, એટલે તે પોતાને ઉતારે આવ્યું.
રાજકુંવરીને તે પિતાનો માનેલ પ્રાણપ્રિય નહી મળવાથી એના હૃદયમાં અતિ ખેદ હતું, પશ્ચાત્તાપથી તે નિ:શ્વાસ ઉપર નિઃશ્વાસ મૂકતી હતી, તેમજ માર્ગને પરિશ્રમ પણ હતા, જેથી કુંવરી તે ખાઈ પરવારીને સર્વની પહેલી નિદ્રાવશ થઈ ગઈ.
પ્રકરણ ૪૯ મું.
વિમલા.” ધમ્મિલ પિતાને ઉતારે આવ્યો, તે ધાવમાતાએ રસોઈ વગેરે તૈયાર કરી હતી, જેથી ધમ્મિલે સ્નાનાદિ કરીને ભેજન કરી લીધું. આ તરફ દિવસ પણ અસ્ત થતો હતે. ભેજનકાર્ય સંપૂર્ણ કર્યા પછી ધાવમાતાની સાથે તે વાત કરવા બેઠો. રાજકન્યા તે એના આવ્યા પહેલાં જ જમીને પલંગ ઉપર પડી મીઠી નિદ્રા લેતી હતી. ધમિલ તેની સાથે અહીં સુધી આવ્યો તે ખરે, પણ એ કોણ છે? કયાંના રહેવાશી છે? એની તેને ખબર નહોતી; જેથી ધાવમાતા સાથે એ ભેદ જાણુવાને એણે વાત કરવા માંડી ને પૂછયું-“તમે બને કયા દેશનાં છે? અને ક્યાંથી આવો છો? તમે મને બોલાવ્યા છતાં આ બાળા મારા પ્રતિ આટલો બધો વેષ કેમ કરે છે?”
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૫
વિખવા. ધમ્મિલ કુમારનાં એ મુજબનાં વચન સાંભળીને તેની ઉપર વાત્સલ્યભાવ ધારણ કરતી એ ધાવમાતા બોલી-“કુમાર! લક્ષમીએ કરીને શ્રેષ્ઠ એવું માગધપુર નામે નગર છે, તે નગરમાં શરૂપી પર્વતને તેડવાને જેના ભુજદંડ સમર્થ છે એ ચક્રવતી સમાન અરિદમન નામે રાજા છે. તેની આ કમલમુખી સમી વિમળા નામે કન્યા છે, ને હું તેની ધાવમાતા છું. મારું નામ કમળા છે. યોગ્ય ઉમરની થતાં તે બાળાએ ઉપાધ્યાયને નિમિત્તભૂત-સાક્ષી રાખીને લલનાને ગ્ય સકળ કળાનો અભ્યાસ કરી લીધો. જ્યારે આ બાળા પૂર્ણ થવનમાં આવી ત્યારે તે પૂર્વકર્મના દેષથી દરેક પુરૂષ તરફ શ્રેષબુદ્ધિથી જેવા લાગી. વારંવાર મનમાં ચિંતવતી કે “અહો! પુરૂષે પોતાના સ્વાર્થમાંજ રક્ત હોય છે. નિર્દય, ચપળ ચિત્તવાળા અને બીજાના સ્વાર્થને પણ નાશ કરનારા ને શુદ્ર વૃત્તિવાળા હોય છે, માટે એવા પુરૂષોથી સર્યું !” જયારે જ્યારે આ બાળા પોતાના એકાંત મહેલના ઝરૂખાથી કોઈપણ પુરૂષને જુએ, ત્યારે શરીરના ઉંડા ઘામાં જેમ કેઈ ક્ષાર નાખે ને જેમ દુઃખદાયી થાય તેમ આ બાળાને દુઃખ થતું હતું. સારા સારા કુળવાન પુરૂ, કળાવાન, રૂપવાન, યૌવનસંપન્ન ઉત્તમ ક્ષત્રીય, શૂરવીર પુરૂષે આ બાળાની અભિલાષા કરતા એની પાસે આવી ગયા; પણ આ બાળાનું મન તેમાંથી કોઈ પ્રસન્ન કરી શકયું નહિ. જેમ માદક ગમે તે સ્વાદિષ્ટ હોય પણ ભૂકે થઈ જવાથી તેની તરફ આકર્ષણ થાય નહિ તેમ આ બાળાનું મન કોઈના તરફ આકર્ષાયું નહિ. - તેની આ પ્રકારની વર્તણૂક જોઈને વિસ્મય પામતી એવી મેં તેને માટે એક દિવસે ચિંતવ્યું કે “કમળ જેમ ચંદ્રના કિરણે જોઈને ગ્લાનિ પામી જાય, તેમ આ બાળા ઉમરની છતાં આમ નરષિ કાં થઈ? આ સમય તે એને પતિ પસંદ કરવાનો છે, છતાં એને રસ્તે તે તેથી ઉલટે છે!” એ પ્રમાણે વિચાર કરીને કઈ રાજમાર્ગને રસ્તે નિવાસસ્થાન અપાવવાને રાજાની પાસે ગઈ.
મહારાજ ! આપની વિમલા પુત્રીને માટે રાજમાર્ગ ઉપર રહેલું
Page #318
--------------------------------------------------------------------------
________________
બસ્મિલ કમાણ. પેલું વિમાન સરખું સુંદર મંદિર આપો, એની ખુલ્લી હવાથી તેની તબિયતને આરામ થશે–એનું ચિત્ત શાંત થશે.”
રાજાએ ધાવમાતાના કથનથી પુત્રીને તે વિમાન સરખા મંદિરમાં રાખી, ધાવમાતાને પણ તેની સાથે રહેવા જણાવ્યું. બીજે કેટલેક દાસીને પરિવાર આપી જોઈતી સામગ્રી ત્યાં પૂરી પાડી. સ્ત્રીઓજ જેના પરિવારમાં છે એવી વિમલા સખીઓ સાથે રસ્તા ઉપરની બારીએ ઉભી ઉભી લીલામાત્રે કરીને સર્વત્ર નિરીક્ષણ કરવા લાગી. અનેક અમીર ઉમરાવે ને ક્ષત્રિયના પુત્ર ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરીને એને લલચાવવાની ઈચ્છાએ ત્યાંથી જવા આવવા લાગ્યા. કેટલાક દિવસ પર્યત આ ઘટના બન્યા પછી એક દિવસે પિતાની સખી સાથે ધાવમાતા સાથે બારીએ વિમલા ઉભી હતી, તેવામાં એક સુંદર યુવાન પુરૂષ ઉપર તેની નજર પડી. પુષ્પધન્વાને અનુજ બંધુ હોય અથવા તો સાક્ષાત્ એ પિતેજ હોય તેમ એને જોતાંજ વનમાં લાગેલે દાવાનળ મેઘની ધારાથી જેમ શાંત થઈ જાય તેમ એનું નરકેષીપણું આપોઆપ નષ્ટ થઈ ગયું તેણે મને પૂછયું-“માતા ! આ સુંદર પુરૂષ કોણ જાય છે ? એના દર્શનવડે મારું શરીર અમૃતથી સિંચાયું હોય એમ આનંદિત થાય છે માટે એની સાથે મારે મેળાપ કરાવી આપે. મારું દીલ એનામાં એટલું બધું આસક્ત થયું છે કે એના વગર જીવવાને હું સમર્થ નથી.” પુત્રીની એ પ્રમાણેની વાણી સાંભળી હું તે પુરૂષની પાસે ગઈ અને તેને પૂછયું-“હે ભાગ્યવાન ! કહે, તું કેણ છે? કોને પુત્ર છે?”
પોતાની સુંદર ઝીણું આંખો નચાવતે એ યુવક બોલેઆ નગરમાં સમુદ્રદત્ત નામે ધનિક સાર્થવાહ રહે છે, તેને ધમ્મિલ નામે હું પુત્ર છું.”
ધમ્મિલ ! ખચિત તું પુણ્યવાન છું, કે આ નરષિણ અમારી રાજપુત્રી વિમલા તારા ઉપર અનુરાગવાળી થઈ છે, માટે
સાભાગી! એની સાથે લગ્ન કરીને તું આ જગતમાં પુરૂને અદ્વિતીય એવું સંસાસુખ જોગવ.”
Page #319
--------------------------------------------------------------------------
________________
. વિમલા માતા ! એ કેમ બની શકે? હું વણિક ને એ રાજકન્યા મારે ને એને મેળ કેમ મળે? કયાં એ કલ્પલતા ને કયાં હું તૃણ? કયાં એ મણિરત્ન ને કયાં હું કાંકરે? કયાં એ રાજહંસી અને ક્યાં હું બગલો? કયાં એ ગજગામિનીને કયાં હું બકરો ? ક્યાં એ પશ્વિની કયાં હું મંડુક? કયાં લક્ષ્મીને ક્યાં દરિદ્રતા ? એવી જ રીતે એ પૃથ્વીપતિની કન્યા કયાં અને હું મહાજન વણિકજન કયાં? આ વાત તે અસંભવનીય જેવી છે. તેણે કહ્યું.
વત્સ! તું ચતુર થઈને આવા વિચાર શું કરે છે? કામધેનુ ચાલી ચલાવી આંગણે આવે છે, ત્યારે તું દૂર કેમ ભાગે છે? આવો યુગ તો જગતમાં ભાગ્યયોગેજ બને છે. પિતાને હાથે તું પિતાને અગ્ય શાને માને છે ?” મેં કહ્યું. પછી ધમ્માલ બોલ્યો -
માતા ! તમે કહ્યું તે સર્વે સત્ય છે. માતપિતાની રજા લઈને હું તમને જવાબ આપીએની સાથે પાણિગ્રહણ કરીશ.”
એ શબ્દો સાંભળીને હું પાછી આવી ને ધમ્મિલ માતાપિતાને પૂછવા ગયે, મેં વિમલાને ધીરજ આપી કે “બનતા લગી તારો માનેલે તને મળી રહેશે.” એટલામાં તો ધમ્મિલે પાછા આવીને ધાવમાતાને જણાવ્યું. “પિતાની અનુમતિ લઈને હું આવેલ છું. તેમણે કહ્યું કે પોતાનાથી અધિક હેય એની સાથે બુદ્ધિવંત પુરૂષે સંબંધ બાંધતા નથી અને બાંધે તે પાછળથી એને પસ્તાવું
પડે છે. ”
ધમિલનાં એ પ્રમાણેનાં વચન સાંભળીને ધાવમાતાએ કહ્યું કે “વત્સ ! તારે યંગ્ય આ કન્યા છે. મારું કથન માને તે એને અંગીકાર કર. ”
એનાં વચન સાંભળીને તેમજ કન્યાને જોઈને ધમ્પિલે માતાપિતાને નિષેધ છતાં એ વચન અંગીકાર કર્યું. અને “પરણ્યા પછી અહીં તો આપણુથી રહેવાય નહિ, મારા માતાપિતા તરફથી તેમજ એનાં માતાપિતા તરફથી અમને બન્નેને હરકત થાય; પરતુ છે ૩૮
•
Page #320
--------------------------------------------------------------------------
________________
ધગ્નિલ કુમાર, માતા ! ચંપાપુરીમાં મારા મામાનું ઘર છે, માટે ત્યાં જઈને એને પરણી સુખેથી રહીશ.” એમ કહ્યું.
મહાભાગ! તે ઠીક કહ્યું. તે સાથે હોય તો પછી વિદેશમાં પણ કન્યાને શું હરક્ત છે ? હવે એક પ્રહર રાત્રી વીત્યે તું જીર્ણોદ્યાનના ભૂતગ્રહમાં-ભૂતમંદિરમાં આવજે. રાજકન્યાને લઈને હું પણ ત્યાં આવીશ. ત્યાંથી આપણે ચંપા તરફ ચાલશું. ” આ પ્રમાણે મેં સંકેત કરીને એને રવાને કર્યો.
વિમલાને આ સર્વે વાત મેં કહી સંભળાવી. ઉત્સાહથી તે પણ રાત્રીની વાટ જોતી જવાને તૈયાર થઈ ગઈ. રાજપુત્રી એક વણિક ઉપર નેહવતી છે એવી હકીકત રાજાથી અમે ગોપવી દીધી ને ભાગી જવાને સંકેત કર્યો. - રાત્રી પડતાં રથમાં બેસીને અમે જીર્ણોદ્યાનના એ ભૂતમંદિરમાં આવ્યાં, રથ ઉપરથી ઉતરીને મેં ધમ્મિલના નામની બૂમ મારી તે એ ધમ્મિલને બદલે તું ધમ્મિલ નીકળી પડ્યો. વાણિયાઓ ધાતુઓના જુદા જુદા ભેદને વ્યાપાર કરે છે, તેમ એ ભૂતમંદિરમાં ભૂતેએનક્કી મનુષ્યનેભેદ કરી નાખે જણાય છે કે જેથી એકજ નામ હેવાને લીધે એ ધમ્મિલને બદલે તું ધમ્મિલ નીકળી પડ્યો. એ ધમિલમાં રાગવંતી વિમળા તને જોઈને મનમાં બળી જાય છે. જેમાં માનસરવરના તટ ઉપર નિવાસ કરનારી હંસલી પોતાનું પ્રિયસ્થાન નહિ પામવાથી દુઃખી થાય છે, તેમ આ બાળા કદ્દરૂપ એવા તને જોઈને ત્રાસ પામતી નિ:શ્વાસ નાખે છે. મારાં વચનથી જ માત્ર તે અહીં સુધી આવી છે.”ધાવમાતા વિમલાએ એ પ્રમાણે પિતાને પૂર્વપરિચિત ધમિલ કેણ હતો તે કહી સંભળાવ્યું. ' “માતા ! ગમે તેમ કરી આ બાળાને સમજાવી તમારે એની સાથે મારે ગૃહવાસ સાંધી આપ પડશે. કેઈ ઉપાયે એ મારે વશ થાય તેમ કરો. હું તમારો જીવતાં લગી ઉપકાર ભૂલીશ નહી.” કુમાર ધમ્મિલે કમળાને આજીજી કરીને કહ્યું.
“ભાઈ ! આ છોકરી ઘણી હઠીલી ને દુરાગ્રહી છે, છતાં તારી તરફ એનું મન વળે એવા હું યથાસમયે ઉપાયે જીશ. અનુકૂળ
Page #321
--------------------------------------------------------------------------
________________
ચંપાની વાટે. તક મળશે તે હું ઉપયોગ કરીશ. પછી તો એવું તારું ભાગ્ય !” ધાવમાતાએ દિલાસે આવે.
મારૂ નશીબ છે ને તમારી મહેનત છે. પરિણામ તે દેવાધિન છે; પણ ઉદ્યમ મનુષ્યને આધિન છે. તમે મહેનત કરજે.” કુમારે કહ્યું.
તે માટે તારે નિઃશંક રહેવું, પણ વત્સ ! તારૂં વૃત્તાંત શું છે તે અમને કહી સંભળાવ!”
કમલાના જવાબમાં ધમ્મિલે પિતાનું વૃત્તાંત ટુંકાણમાં એને કહી સંભળાવ્યું.
“વત્સ! તારે ને અમારે સમાગમ ભાગ્યયેગે જ થયે છે. દેવની એમાં કાંઈ જુદી જ મરજી હશે; માટે તું પણ ખેદ કરે છેડી દે. વિધિની મરજી હશે તે થશે. આજથી તારે હવે આ બાળા તરફ એવી વર્તણૂક રાખવી કે જેથી એ પ્રસન્ન થાય. બોલવામાં-ચાલવામાં તેનું દિલ આકર્ષાય.”
માતા ! આજથી તમારા કહેવા પ્રમાણે હું વતીશ. પણ શુભકર્મની પરિણતિની માફક તમે જે પ્રસન્ન હશે તે મારા સકળ મને રથ સિદ્ધ થશે.” કુમારે કહ્યું.
અને અન્ય એક બીજા એ પ્રમાણે વાર્તાલાપ કરતાં યથાસમયે નિદ્રાવશ થયાં. પ્રાત:કાળનો સમય થતાં ગ્રામ્યધણીની રજા લઈને તેમને આગ્રહ છતાં એ પરદેશી મેમાને ચંપાને રસ્તે રથ જોડીને માર્ગે પડ્યા.
પ્રકરણ ૫૦ મું.
“ચંપાની વાટે.” ચંપાનગરીને માર્ગે જતાં અનુક્રમે તેમણે ભયંકર અરણ્યમાં પ્રવેશ કર્યો. વ્યાઘ, સિંહ, દીપડાઓની જ્યાં ગર્જનાઓ સંભળાતી હતી. મણિધર નિર્ભયપણે પિતાનું જ ઘર માનીને જંગલમાં ડેલી
Page #322
--------------------------------------------------------------------------
________________
ધમિલ કુમાર રહ્યા હતા. ચેર, ચરડ જેવાઓને જ જે રહેવાને વ્યહતી, એવી ભયંકર અટવીમાં તેઓ આવ્યા. ત્યાં રસ્તામાં જ કુત્કાર કરતા મોટે મણિ ધર–સર્પ મેઘના સમે શ્યામ વર્ણવાળે આડે પડેલો હતો. દૂરથી રથને પિતાની સામે આવતા જોઈ તે રથની સામે ધર્યો. આ દશ્ય જોઈને મા દીકરી બને ભયભીત થઈ ગયા; એટલે ધમ્મિલ તેમને ધીરજ આપીને રથ ઉપરથી નીચે ઉતર્યો. અને તરત જ સર્પની સામે ધંસી તેને પુછડેથી પકડી દોરડીની માફક દૂર ફેંકી દીધે. - આગળ ચાલતાં વળી મનુષ્યનું માંસ ખાવાની લાલસાવાળે જાણે સાક્ષાત્ પ્રેત હોય તે વ્યાધ્ર જોવામાં આવ્યું. જેની બને ચક્ષુઓ વિજળીની માફક દૂરથી ચમકી રહી છે, શરીર ઉપર કાબરચિત્રી ચામડી શોભી રહી છે, ગરદન ઉપર કેશરવણ કેશરાના સુંદર દેખાવથી જે ઘમંડમાં આવી ગયો છે, એવો એ પ્રચંડ વાઘ ફાળ દેતે. સામે થશે. તે પોતાનું રાક્ષસી મેં ફાડ ને ભયંકર ગર્જના કરતે તેમની સામે ધસી આવ્યો. ભયંકર ચીસ પાડતી વિમલા પિતાની ધાવમાતાને વળગી પડી ને મૂચ્છિત થઈ ગઈ. એટલે ધમ્મિલ એમને ધીરજ દેતે રથથી નીચે ઉતર્યો અને મંત્રનું સ્મરણ કરતે તેની સામે ધર્યો. પરિણામે મૃગલાની માફક એને નિર્બળ બનાવી દીધો, તે ચાલ્યો ગયો, એટલે તેઓ રથ સહિત આગળ ચાલ્યાં. છે. આગળ ચાલતાં એક મોટો હાથી જોવામાં આવ્યું. જાણે મોટે જંગમ પર્વત હોય કે આકાશમાં મેઘઘટા છવાયેલી હોય એવી શ્યામ કાંતિવાળો હાથી પોતાના બને દંતશૂળને નચાવતે તેમની સામે આવ્યો. કાળ જેવા આ ગજરાજને જોઈને બન્ને સ્ત્રીઓ તે ભય પામી ગઈ; પરન્તુ ધમ્મિલે તેમને ધીરજ આપી. “અરે બહો છે શું ? જરાક હાથીને રમાડવાની મારી લીલા તે જુઓ!” એમ કહી રથથી નીચે ઉતરીને એણે પોતાનું વસ્ત્ર નીચે બીછાવ્યું, હાથી તેને ઉપાડવાને ધ એટલે કુમારે એને પુછડે વળગીને તેને ખૂબ ભમાવ્યું. આખરે હાથી થાકીને લોથપોથ જેવો થઈ ગયે ત્યાં સુધી મન્નુ અને પ્રતિમલ્લની માફક બન્નેએ કુસ્તી કરી. એક બીજાને થકવવાને દાવ તેઓ અજમાવા લાગ્યા. ક્રોધથી ભૂત થયેલે હાથી તેને પટકીને પિતાની ઈંડાદંડથી મારવાને ધ; પણ ધમ્મિલ
Page #323
--------------------------------------------------------------------------
________________
ચંપાની વાટે.
૩૧. ખસી ગયો ને હાથીને દંત પ્રહાર–સૂંઢપ્રહારપત્થર સાથે અથડાયે, જેથી એને ઘણી વેદના થઈ. પરિણામે તે નીચે પડ્યો અને ગીની માફક સ્થિર થઈને શ્વાસોશ્વાસ લેવા લાગ્યા. કુમાર તેના દંતશૂળ, ઉપર પગ મૂકીને તેની ઉપર ચઢી ગયે. હાથી ગર્જના કરે તો જંગલ તરફ ભાગે. એટલે ધમિલ ગજ ઉપરથી એકદમ નીચે કુદી પડ્યો. પછી રથમાં બેસીને બન્ને સ્ત્રીઓને પોતાના પરાક્રમથી ચકિત કરતાં એણે રથને આગળ હંકાર્યો.
આ રથ ભયંકર અરણ્યમાં ચાલ્યા જતો હતો, એટલામાં રથના ઘેડાઓ પોતાના સમર્થ શત્રુને જોઈને અટકયા. સામે રોષથી રક્તને થયાં છે જેના એ કાનને ફાડી નાખે તેવી અરેરાટી પાડતે ભયંકર કેશરી અા ઉપર ધસી આવ્યા; એટલે રથથી ઝટ નીચે ઉતરીને કુમારે સિંહનાદ કર્યો. એના ભયથી જેમ મૃગલાંઓ નાશી જાય તેમ ત્રાડ પાડતે મૃગેંદ્ર જીવ લઈને નાઠે. પ્રાય: કરીને દયાયુકત ધર્મવાળા જેને પોતાનું કાર્ય સિદ્ધ થતું હોય તો શત્રુને પણ ન મારતાં નસાડી મૂકે છે.
રથ ત્યાંથી આગળ ચાલતો અનુક્રમે જ્યાં ચાર લોકોની પલ્લી આવેલી હતી ત્યાં આવ્યો. આ અમૂલ્ય શિકાર અનાયાસે હાથમાં આવ્યું જાણીને ચોરનો નાયક અજુન પિતાના ભિલોના પરિવારને લઈને એને લુંટવાને સામે ધસી આવ્યો. આનંદમાં નૃત્ય કરતાં ભિલો કકિયારી કરવા લાગ્યા, તેમના હાથમાં તીર-કામઠાં વગેરે આયુધો રહેલાં હતાં, કેટલાકને કમરે તલવાર લટકતી હતી, ને પછવાડે ઢાલ ભેરવેલી હતી. એવા શસ્ત્રબદ્ધ ભિલે આ નવા આગંતુક મેમાનોને લુંટવાને તેની સામે ધસ્યા, એટલે કુમાર તરતજ રથમાંથી નીચે ઉતર્યો અને છલંગ મારી એક ભિલ ઉપરતે પડ્યો. તેની ગરદન પકડીને આંખ મીંચીને ઉંઘાડે એટલામાં તે એને મારી નાંખી એનાં હથિયાર હાથે કરી લીધાં અને પછી પોતે એકાકી છતાં સર્વે ભિલ્લોની ઘાસની માફક ઝાટકણી કરી. આથી ભિલે ત્રાસ પામતા ચારે તરફ નાશભાગ કરવા લાગ્યા. તેમનો આ કોળાહળ સાંભળીને પલીપતિ ઝટ આગળ ધસી આવ્યા. એટલે બન્નેનું બહુ વખત સુધી યુદ્ધ જામ્યું; પણ આખરે પુણ્યને જ જે છે ને
Page #324
--------------------------------------------------------------------------
________________
હમિલ કમા પાપને ક્ષય છે. છળ પામીને ધમિલે એકજ ઘાથી એ ચારનાયકને યમસદન પહોંચાડી દીધો. પછી પવનથી જેમ ઘાસ ઉડે તેમ એના સાથીઓ ચારે દિશાએ ભાગી ગયા.
“દીકરી! કેયુને આનું પરાક્રમ? કે ક્ષત્રીય રાજપુત્ર સમાન યુદ્ધમાં એ ભિલેની સાથે તેમજ આ ભિવ્રપતિની સાથે લડે છે? વણિકપુત્ર છે છતાં એ પરાક્રમે તે રાજવંશી જણાય છે. તારે મન એ રાંક હશે પણ એક દિવસ મેટા રાજાઓનાં મસ્તક પણ એ પોતાના પરાક્રમથી નમાવશે.” જે સમયે ધમ્મિલ લિપતિ સાથે લડતા હતા તે સમયે અવસર સાધીને વિમળાને કમળાએ કહ્યું.
તને અત્યારે બોલવાને લાગ મળે કેમ? એની વાત તારે મારી આગળ કરવી નહિ. ક્યાં હું હંસીને કયાં એ કાગ?”
હું ખોટું કહું છું? કેવા કેવા ભયમાંથી આપણને એ પોતાના જીવના જોખમે બચાવે છે? એની શૌર્યકળાજ એનું કુલીનપણું કહી આપે છે. કસ્તુભ રત્નની ઉત્પત્તિ રત્નાકર વિના બીજે શું સંભવે કે ? આવી અપૂર્વકળાથી દૂર દેશમાં પણ એ મહાભાગ્યવાન સત્કારને પામશે. બાકી દ્વેષને લઈ મને લાગે છે કે એક તું જ માત્ર કલહ કરશે.”
તને એનાં વખાણ કરવાં બહુ ગમે છે ખરુંને? જ્યારે ને ત્યારે એને જ પક્ષ ખેંચીને તું વાત કરે છે? એવું તે એનામાં શું બન્યું છે કે જેથી મારું મન એને પ્રાત આકર્ષાય?”
તું બધું ભૂલે છે. પુરૂષ રહિત એકલી અબળા જન તે ક્યાં લગી રહી શકે. ચપળ સ્વભાવ ને ચંચળ ચિત્તવાળી લતાની માફક કેઇના આધાર વગર ન રહી શકનારી તું આવા પરાક્રમી પુરૂષને તિરસ્કાર કરીને કેટલા કાળ પર્યત નિરાધાર રહીશ? ભર્તાર વગરની એકાકી સ્ત્રીઓની પરદેશમાં કેટલી બધી લઘુતા થાય છે? નટ વિટ પુરૂષ તેને હેરાન કરવાને કેટલું કરે છે તે તું જાણે છે? જો કે હે પુત્રી! તને જાળવવાને હું સમર્થ છું, છતાં પણ પુરૂષને સ્વીકારવાને તું યોગ્ય છે કેમકે જાતિવંત મણિ પણ સેનાની અપેક્ષા રાખી સુવર્ણ સાથે સંબંધ બાંધે છે તે અધિક શેભાને પામે છે.”કમળાએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
Page #325
--------------------------------------------------------------------------
________________
ચંપાની વાટે.
૩૦૩ “મારે તે મારા મનમાં ગમેલે એજ ધમિલ ખરે છે. મારું ચિત્ત તો એનામાં જ રકત છે-નેહવંત છે. ચોર ને દરિદ્રી જેવા આણે તો આપણી સાથે ઠગાઈ કરી છે. પરાણે આપણને એ ગળે પડતો આવ્યું છે, તે એથી શું એ કાંઈ એમ ફાવી જશે?” વિમળા બોલી.
દીકરી !તારો ધમ્મિલ કેવળ રૂપવાન હતા, પણ જે તને ગુણની કદર હોય, તું ગુણની પરીક્ષા કરી શકતી હો તો આ ગુણસને જ વર, કે જેથી તારા સકળ મનોરથ સિદ્ધ થાય.” કમલાએ એ બાળાને કહ્યું.
પાણીના પ્રવાહની માફક શીતળ અને મધુર એવાં કમલાનાં વચન સાંભળીને પોતાનું મસ્તક ધૂણવતી વિમળા બોલી “હું માનું છું કે તું અત્યારે ઘેલી થઈ ગઈ છું કે વારંવાર એનું નામ લેવાને હું તને નિષેધ કરૂં છું છતાં તું મને એની જ રામાયણ કહી સંભળાવે છે. આજે હું અભાગિની છું અને દેવથી હું ઠગાઈ છું તેથી જ તું આવી રીતે ક્ષત ઉપર ક્ષાર દઈ રહી છું. તને વિશેષ શું કહું? એનું નામ સાંભળતાં પણ મને પ્રીતિ થતી નથી, એનું દર્શને તે મને આગ ઉત્પન્ન કરે છે. એ પુરૂષની સાથે ગૃહસ્થાવાસ ગહને ગ્ય-નિંદનીય થાય તેવો છે. બાવલના ઝાડનો આશ્રય લેવાથી તો કાંટા જ વાગે. એકાકીની પણ સાત્વિકી સ્ત્રી ભલેને ગમે ત્યાં હોય, છતાં કોઈની પરવા કરતી નથી. એકલી પણ વાઘણ વાઘના સમૂહમાં પડેલી છતાં ભય પામતી નથી. મહાસતી શીલવતીનું ચરિત્ર હે માતા ! તું કેમ ભૂલી જાય છે? જેણે ક્રૂર રાજા વગેરેની રંકની માફક નિર્ભના કરી હતી.”
કેણ એ શીલવતી?” ધાવમાતાના એમ પૂછવાથી વિમળાએ તેનું ચરિત્ર કહેવાનું શરૂ કર્યું.
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫૧ મું
શીલવતી.” પૂર્વે આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીનિવાસ નામનું નગર હતું. ત્યાં મહાપરાક્રમી એ અરિમર્દન નામે રાજા રાજ્ય કરતો હતો. દેવલેકમાં જેમ ઇંદ્ર હોય તેમ પોતાના બળથી શત્રુના ગર્વને હરીને તેની સ્ત્રીઓનાં નેત્રો હમેશાં આંસુભીનાંજ તે રાખતો હતો. એના રાજ્યમાં પ્રજા હરહંમેશ સુખી ને સંતોષી હતી. એ નગરમાં સાગરદત્ત નામે ધનવડે કરીને કુબેર સરખો એક ધનવંત શ્રેષ્ઠી રહેતો હતો. તેના ધનની કે ગણના કરી શકતું નહિ. તેને વિનયશ્રી એ નામે પ્રસિદ્ધ થયેલી, મેરૂલિકાની માફક ગંભીર અને સ્થિર સ્વભાવવાળી પત્ની હતી. તેમને સંસારસુખ ભેગવતાં અનુક્રમે સમુદ્રની માફક ગંભીર અને નિર્મળ બુદ્ધિવાળે સમુદ્રદત્ત નામે પુત્ર થયો. ચંદ્રમાની કળાની માફક વૃદ્ધિ પામતે તે અનુકમે યૌવનવયમાં આવ્યું. પિતાએ ભેગને વેગ્ય જાણીને ઇંદ્રદત્ત શેઠની શીલવતી નામે પુત્રી સાથે તેને પરણાવ્યું. પિતાના પ્રાસાદથી નિશ્ચિત થઈને ત્રીજા પુરૂષાર્થ કામને સાધતો તે રાત્રીદિવસ પ્રિયાની સાથે જ પોતાને કાળ નિર્ગમન કરવા લાગે.
એક દિવસ જરાવસ્થાના આવાગમનની તૈયારી થઈ રહી હતી, તેથી સાગરદત્ત શ્રેષ્ઠી વિચારવા લાગ્યું કે-“ખાનપાનથી સારી રીતે રક્ષણ કરાયેલું આ યૌવન અંજળીમાં રહેલા જળની માફક હવે ક્રમે ક્રમે ક્ષય થતું જાય છે, છતાં જીવન તે મેં આ કર્યું છે અને આ કરવાનું બાકીમાં છે, એવાજ અવનવા વિચારમાં અધુરૂં ને અધુરું જ જણાય છે. વેરીની ઘાટીમાં પડેલો માણસ જેમ કંઈપણ કરવાને અસમર્થ છે, તેમજ જાગ્રસ્ત માણસ જરાથી આક્રાંત થયે સંતો શું કરવાને સમર્થ રહે છે? તે સમયે રૂપ નષ્ટ થાય છે, બળ નાશ પામે છે, કંઠ અવરૂદ્ધ થઈ જાય છે, છતાં ચિત્તવૃત્તિઓ યુવાન થાય છે, કેશ બધા વેત થાય છે, શરીર બધું ફીકું, પાંડુરવર્ણ વાળું ને ક્ષીણ થાય છે, ત્યારે તૃષ્ણ વૃદ્ધિ પામે છે. તે હવે મારે
Page #327
--------------------------------------------------------------------------
________________
શીલવતી.
૨૫ તે એજ ઈષ્ટ છે કે જ્યાં લગી વનસમુદ્રના પારને હું પામ્યા નથી તેટલામાં પરલેકને હિતકારી એવું શુભ કાર્ય હું કરી લઉં. આજ સુધી મેં લક્ષમી ઉપાર્જન કરીને ભોગ અને કામનીજ સાધના કરી છે. એ બધા દ્રવ્યનું મૂળ એવા ધર્મને સાધવાને હવે મારે અવસર પ્રાપ્ત થયો છે. જગતમાં અ૫ દિવસના પ્રયાણને માટે પણ છે ભાતાની તૈયારી કરે છે, તે આવા પરલેકના પ્રયાણમાં કેમ નિશ્ચિતપણે રહેતા હશે એ આશ્ચર્ય છે? એક સામાન્ય શત્રુ માથે હોય તો પુરૂષને સુખે ઉંઘ આવતી નથી તે પછી મૃત્યુરૂપી પ્રબળ શત્રુ નિરંતર પાસે છતાં મૂઢ પુરૂષો કેમ સ્વસ્થ રહી શકતા હશે ? માટે જ્યાં સુધીમાં જરા રાક્ષસી આવી નથી ત્યાં સુધીમાં મારે આત્મહિતમાં તત્પર થવું એજ એગ્ય છે.” એમ નિશ્ચય કરીને પિતાના કુટુંબીજનોને પોતાને ઘેર નેતરી તેમને જમાડી સંતોષી તેમની અનુજ્ઞા મેળવીને પુત્રને કુટુંબને ભાર ભળાવી પોતાની માફક વડેરા તરીકે સ્થાપીને સંસારના બંધનને તોડનારી એવી દિક્ષા સુગુરૂ પાસે સાગરદત્ત શ્રેષ્ઠીએ લીધી. અને તીવ્ર તપ કરવાવડે પાપને દૂર કરી પુણ્યરૂપી પાથેય ઉપાર્જન કરી તે સ્વર્ગલોકમાં ગયા.
સમુદ્રદત્ત પિતાની માફક પોતાના કુટુંબનો ભાર વહન કરવા લાગે. સત્ પુત્રે નિશ્ચય પિતાની જેવા જ હોય છે, કેમકે જેવું બીજ તેવું ફળ હોય છે. પ્રાત:કાળના સમયમાં એક દિવસે તે વિચારવા લાગ્યું કે–“મારે મંદિરે કટીગમે ત્રદ્ધિ પિતા મૂકી. ગયા છે, પણ પિતાની ઉપાર્જન કરેલી તે લક્ષમી મારે માતા સમાન છે, તેથી મારે ભેગવવા ગ્ય આ લક્ષમી નથી. માટે દાન અને ભેગના કાર્યમાં જ પિતાની લક્ષ્મીને વ્યય ભલે થાઓ, પણ એમાં ગર્વ કરવાનું કોઈ કારણ નથી. કટી તે ત્યારે જ થાય કે પોતાના બાહુબળે કરીને જ્યારે લક્ષ્મી ઉપાઈ હોય અને તેને ભેગવીએ, માટે વિદેશમાં જઈને હું પણ એને ઉપાર્જન કરીશ. અહીંને વ્યવહાર મારા માણસો ચલાવતા હોય એમ ભલે ચલાવે.” ઇત્યાદિક વિચાર કરતે તે પરદેશ જવાની ઈચ્છાવાળે થઈને પોતાની સહી
Page #328
--------------------------------------------------------------------------
________________
ઘમિલ કુમાર, પાસે રજા લેવા આવ્યા. એ ઉત્તમ શિયળવાળી પ્રિયાને તેણે બધી વાત કહી સંભળાવીને કહ્યું કે—“પ્રિયે! જે તારી અનુજ્ઞા હોય તે પરદેશ જઈ ધન કમાવી લાવવાને હું ઈચ્છું છું?”
પતિનાં આવાં વચન સાંભળીને એ મહાસતી શિયલવતી આંખમાંથી અશ્રુ પાડતી ગદ્ગદ્દ કંઠે કહેવા લાગી. “નાથ! આપણે ઘેર શું ખામી છે કે પરદેશ દ્રવ્ય પેદા કરવાને જવા ઈચ્છા કરો છો? વળી હું તમારે વિયેાગ સહન કરવાને સર્વથા અસમર્થ છું. અગ્નિથી દહન થતો આ દેહ જલદી ભસ્મ થઈ જાય તે સારું પણું તમારે વિરહાનળ નિત્ય હૃદયને દહન કરે એ ઠીક નહીં. હે સ્વામિ ! તેમ છતાં જો તમે પરદેશ જશે તે હું તમારી સાથે બળાત્કારે પણ આવીશ.”
પ્રિયાને આ દઢ આગ્રહ જોઈને સમુદ્રદત્ત તેણીને સમજા વવા લાગ્યો. “વિદેશમાં પીઓ સાથે હોવાથી તે પુરૂષને હમેશાં કલેશ કરનારી થઈ પડે છે. વળી શિરીષના સરખી મૃદુ અંગવાળી તું વિદેશમાં કલેશ પામશે-કરમાઈ જશે. માર્ગમાં સ્ત્રી પુરૂષને સુખકારી ન થતાં કેવળ ચિંતા કરાવનારી જ થઈ પડે છે, માટે તું ઘરે જ રહે. તારા પ્રેમથી દૂર દેશાવર ગયેલે છતાં હું જલદી કાર્ય સિદ્ધ કરીને ઘેર આવીશ. તું હમેશાં મારા હૃદયમાં જ રહેનારી છું. તું શા માટે ભય પામે છે? મારી શિખામણ પ્રમાણે ઘરમાં રહીને તું ચાલજે. દીન, અનાથ, અતિથિને સત્કાર કરજે, સાધુ જનોને દાન આપજે, પિતાના કુટુંબીજનોને દાનાદિકથી સંતેષજે ને સાસુની સેવા કરજે. હમેશાં યત્નથી પણ તું શિયલનું પરિપાલન કરજે. કાચાર વિરૂદ્ધ કઈ પણ કાર્ય કરીશ નહિ. જેવું તારું નામ શિયલવતી છે તેવીજ તું શિયલવતી રહેજે. તું સમજુ છે. વિશેષ તને હું શું કહે?” સ્વામીનાં વચન પ્રિયાએ મસ્તકે ચઢાવ્યાં અને કચવાતે હૈયે પતિને પરદેશ જવાની રજા આપી.
પ્રિયાને આશ્વાસન આપી પરદેશને ચગ્ય કરિયાણું લઈને શુભ મુહૂર્ત સમુદ્રદત્તે પ્રયાણ કર્યું.
તે નગરમાં સમભૂતિ નામનો વિપ્ર સમુદ્રદત્તનો મિત્ર હતે.
Page #329
--------------------------------------------------------------------------
________________
* શીલવતી. .
G);
તેને સમુદ્રદત્તે બોલાવીને સાથે આવવાને કહ્યું કે –“હે મિત્ર! પરદેશમાં અન્ય માણસની મધ્યમાં કઈ પોતાનું હિતસ્વી હેતું નથી, તેથી મન મૂકીને વાણવિદ કોઈની સાથે મન મળ્યા વગર Bતે નથી, માટે તું મારી સાથે દેશાવર ચાલ. તારી સાથે મારે વખત આનંદમાં જશે. તારા આવવાથી મારું મન પણ હમેશાં પ્રસન્ન રહેશે. તું સાથે હોવાથી વિદેશ પણ મને સ્વદેશ જેવો લાગશે.” સમુદ્રદત્તે એ પ્રમાણે સમજાવેલો દ્વિજ સોમભૂતિ તેની સાથે વિદેશ જવાને તૈયાર થયો. શુભ દિવસે પ્રયાણ કરતાં અનુક્રમે તેઓ પોતાના ઇચ્છિત નગરે પહોંચ્યા. ત્યાં શેઠને વ્યાપાર કરતાં કેટલાય દિવસો વહી ગયા તેની ખબર પડી નહિ, પણ બ્રાહ્મણભાઈ તે કામધંધા વગરના, એટલે સાત આઠ દિવસમાં જ તે તે મુંઝાઈ જઈ પોતાના કુટુંબવર્ગને યાદ કરવા લાગ્યા. વારંવાર બાળબચ્ચાં યાદ આવવા લાગ્યાં, જેથી શ્રેષ્ઠીને તે એકાંતમાં કહેવા લાગ્યો કે “પિતાનું વતન છોડ્યાને આપણને ઘણું દિવસે વહી ગયા છે. સગાં કુટુંબને મળ્યા વગર મારી ચક્ષુઓ આકુળવ્યાકુળ બની ગઈ છે. મિત્ર ! તારે તો અહીં અર્થલાભ માટે ઘણો કાળ રહેવાનું છે; પણ મારે તે એક દિવસ એક વરસ સમાન જાય છે, માટે મને જે રજા આપે તે હું મારે દેશ જઈ સ્વજન કુટુંબને મળું. હું હવે ક્ષણ માત્ર પણ અહીં રહેવાને સમર્થ નથી. જેમ હાથી વિધ્યાચળનું ધ્યાન કરતે ત્યાં જાય ત્યારેજ એને શાંતિ થાય, તેમ મારું મન પણ સ્વદેશ તરફ જવાને અતિ ઉત્સુક બન્યું છે.”
મિત્રની એ પ્રમાણેની વાણી સાંભળીને શ્રેષ્ઠીએ કહ્યું“ મિત્ર ! તને જેમ ઠીક લાગે તેમ કર. હું તને કાંઈ બળાત્કારે અહીં રોકવા માગતા નથી. વયસ્ય ! તું મારે બાળસ્નેહી છે. તારા કરતાં મારે શું વિશેષ છે? તારે એમાં મને પૂછવું શું ? તારે જવું યા રહેવું એ તારી મરજીની વાત છે. મનને ગમે ત્યાં લગી રહે. અહીં ન ગમે અને સ્વદેશ તરફ જવું હોય તે તું જઈ શકે છે. તે અહીં હા, ચાહે દૂર હૈ, પણ હમેશાં મારા હૃદયમાં જ રહે છે એમ માનજે. જ્યારે તું જા ત્યારે આટલે કાગળ અને આ આભરણું લઈ જજે. તે ઘરે જઈને મારી પ્રિયાને આપજે.”
Page #330
--------------------------------------------------------------------------
________________
ધગ્નિલ કુમાર. ' અનુક્રમે મિત્રની બન્ને વસ્તુઓ લઈને વિપ્ર સ્વદેશ જવાને નીકળ્યો. ઉતાવળે ચાલતો તે પોતાને નગરે આવ્યા ને પોતાના સ્વજન કુટુંબને મળે. મિત્રો આપેલ લેખ અને આભરણ એક સ્થાનકે રાખીને પોતે સ્નાન કરી ભેજનકાર્યથી પરવારીને માળ ઉપર પરિશ્રમને દૂર કરવાને સુઈ ગયે.
સ્વામીની સાથે ગયેલો એને સમભૂતિ મિત્ર પાછો આવેલો સાંભળીને શીલવતી પતિના સમાચાર જાણવાને તેને ઘેર આવી અને તેના કુટુંબીજનેને પૂછયું. “મભૂતિ ક્યાં છે?”
હાલમાંજ ભોજન કરીને તે માળ ઉપર સુતા છે.” એક જણે કહ્યું.
તેને એક સુતેલે જાણીને તેની પાસે જવું કે નહિ? તેમ શીલવતી વિચારમાં પડી. “જે કે એ મારા સ્વામીના મિત્ર છે, છતાં એકલાં મારે તેની પાસે એકાંતમાં જવું એગ્ય નથી. એકાંત એ એવી ખરાબ વસ્તુ છે કે પુરૂષ અને સ્ત્રીનાં મન તે સમયે અગ્નિ ઉપર રહેલા ઘતની જેમ પીગળી જાય છે, માટે એકાંતમાં યુવાન પરપુરૂષ સાથે મળવું એ કુલીન સ્ત્રીઓને યુકત નથી. પછી ભલે તે પિતા, ભ્રાતા કે પુત્ર હોય. એવી કુળવતી સ્ત્રીઓની મર્યાદા છે.” આમ વિચાર્યા છતાં એ મર્યાદાનું ઉલ્લંઘન કરીને પ્રિયના સમાચાર જાણવાને માટે આતુરતાથી પ્રેરાયેલી તેણીએ પોતાનું મન દઢ કરીને જવાને ઈચ્છયું. “ અહો! દઢ એવું મારું મન ભેદવાને શક પણ સમર્થ નથી, તો આ પામર પુરૂષ બિચારે શું વિસાતમાં છે?” એમ વિચારતી બેધડક એ શીલવતી ચંદ્રશાલા તરફ ચાલી ગઈ.
કંઠ પર્યત મિષ્ટ ભજન કરેલું હતું ને સર્વાગે ચંદનને લેપ કર્યો હતો. તાંબુળથી અધર રક્ત થયા હતા ને પલંગ ઉપર અજગરની માફક એક આળોટતે હતે. એવા તે બ્રાહ્મણને શીલવતીએ જે. ભય પામેલી હોય એમ મંદમંદ ડગલાં ભરતી શીલવતીને પાસે આવેલી જોઈને સોમભૂતિ પલંગ ઉપરથી મહા મહેનતે ઉડ્યો, એટલે શીલવતીએ મીઠી વાણુવડે પૂછયું. “ભદ્ર ! મારા સ્વામી ત્યાં કુશલ તો છે ને ? તું મારા સ્વામીને મિત્ર છે માટે તેમના શુભ સમાચાર આપ. તેમણે કંઈપણ કાગળાદિક આપ્યું હોય તે મને આપ.”
Page #331
--------------------------------------------------------------------------
________________
અલી સ્ત્રી
શીલવતી.
૩૦e મિત્રપત્નીનાં વચન સાંભળીને વિપ્રે કહ્યું—“ કલ્યાણિ! તારા પતિ ખુશીમાં છે, વ્યાપાર સારે ચાલતું હોવાથી એ કેટલાક કાળ પર્યત ત્યાં રોકાઈ પુષ્કળ ધન લઈને આવશે. તારા પતિએ ખુશી ખબરનો એક કાગળ અને એક હૃદયાભરણ આપ્યું છે.” આમ બોલતાં છતાં પણ બ્રાહ્મણે કાગળ અને હદયાભરણ અને વસ્તુઓ શીલવતીને સ્વાધિન કરવાની આનાકાની કરી.
સોમભૂતિ શીલવતી સાથે વાર્તાલાપ કરતાં સર્વાગે સુંદર એવું તેનું સ્વરૂપ જેવા લાગે. એકાંતમાં આવી નવવન નઢા લલનાને જોઈને છળને જાણનાર અનંગે બ્રાહ્મણને વિવેક રહિત કરી નાખી તેના અંગમાં પ્રવેશ કર્યો.
બ્રાહ્મણ આ સુંદરી સાથે વાર્તાલાપ કરતાં એકદમ વિચારમાં પડી ગયો. “ઓહો ! શું એનું લાવણ્ય છે? મારો મૂખે મિત્ર આવી નવાવના પ્રિયાના સુખને છોડીને ધનમાં લુબ્ધ થઇ દેશાવરમાં અનેક પ્રકારનાં સંકટ ખમે છે. એના લાવણ્યરૂપ સાગરમાં મગ્ન થચેલાં મારાં ચક્ષુ હજી પણ પારને પામી શકતાં નથી. કામદેવની પુતળી સમી અને સર્વે સ્ત્રીઓમાં શિરોમણિ એવી આ સ્ત્રીનો સમાગમ પૂર્વના ભાગ્યને ગેજ થઈ શકે છે, તેથી ખચીત હું આજે મને પિતાને ભાગ્યવાન માનું છું, કે દરિદ્રને ઘેર જેમ કામદુગ્ધા આવે તેમ ચાલી ચલાવીને આ પિતાની મેળે જ મારે આંગણે આવી છે, નહિતર તે એનું દર્શન પણ દુર્લભ હેય.”
વિચારમાં ને વિચારમાં અનંગના રંગમાં તે રંગાઈ ગયે, એટલે શરીર કામના તાપથી તપતું કંપવા લાગ્યું, પરસેવો વળવા લાગે, પછી કામવિહ્વળ થયેલે એમભૂતિ શીલવતીને કહેવા લાગ્યા–“હે સુ! તારા સ્વામીએ દૂર રહીને આ કાગળનો ટુકડો તારા આશ્વાસન માટે મોકલાવ્યું છે અને તે તે ત્યાં મજા કરે છે. પણ તે સુંદરી ! જે તારી રજા હેય-મરજી હોય તે આ લાવણ્યસાગરમાં ક્રીડા કરવાવડે આપણે વનને સાર્થક કરીએ. આવા દૈવનવયમાં તું પતિવિરહનું દુઃખ શા માટે અમે છે? નાહક અને જમે છે.કામના તાપથી સંતપ્ત થયેલ તે બ્રાહ્મણ બોલ્ય.
Page #332
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર.. તેનું આવું દૃશ્રાવ્ય વચન સાંભળીને શીલવતી વિચારમાં પડી. “હાય ! અફસ! જે પૂર્વે અહીં આવ્યા પહેલાં મેં ચિંતવ્યું હતું તે હવે અત્યારે સાક્ષાત્ ઉપસ્થિત થયું. છિદ્રાન્વેષી કામદેવનું કેવું કર્મ છે એ તો જુઓ! પુરૂષ હો વા સ્ત્રી, ગમે તેવાને પણ એ દુષ્ટ હેરાન કરીને તેમના શિયલને ઘાત કરે છે. જ્ઞાની પુરૂ, પંડિત જન અને ગંભીર પુરૂષે પણ કામદેવના તાપથી તપ્યા થકા મેહાંધ થઈ ઉન્માર્ગગામી થાય છે, તે પછી દુબુદ્ધિવાળા પુરૂષોની તે વાતજ શી? જે ઉંડા જળમાં મોટા ગજેંદ્રો મગ્ન થઈ જાય ત્યાં પછી બિચારા બકરાનો હિસાબ શ?” ઇત્યાદિક વિચાર કરતી શીલવતી એ વિપ્રને કહેવા લાગી—“મહાભાગ ! તારૂં કુળ કોણ? તું ઉત્તમ જાતિ વિપ્ર ? શાસ્ત્રને જાણકાર થઈને નીચ જનને યોગ્ય એવું આવું હલકું વેણ કેમ બોલે છે ? મારું સુંદર શરીર દેખીને તેમાં તું મેહ ન પામ. મહાન પુરૂ પણ પરસ્ત્રીની સેનતથી લઘુતા પામ્યા છે, માનભંગ થયા છે. રાષિપત્ની સાથે રતિક્રીડા કરવાથી ઇંદ્ર શું ફળ મેળવ્યું ? જે મૂઢ પુરૂષ વનમાં અંધ બનીને અધર્મ કાર્ય કરે છે, તે પાપથી લેપાઈને શૈરવ દુર્ગતિમાં ગમન કરે છે, માટે આવાં દુર્વાકયવડે તારી જીલ્લાને કલંકિત ન કર. અને જે પાતક થયું તેને શાસ્ત્રરૂપ અમૃતમાં સ્નાન કરી ધોઈ નાખ.” શીલવતીએ તેનું ચિત્ત ઠેકાણે લાવવાને કહ્યું.
મેઘમાંથી પડતા ઉજવળ જળ જેવી શીલવતીની અમૃતમય વાણું સાંભળ્યા છતાં તે વિપ્રના ચિત્તરૂપ તળાવમાંજ કામદેવ રંધાઈ ગયોજેથી તે બ્રાહ્મણ બોલ્યો-“હે ભદ્ર! તારું આવું કથન બસ કર. એ સર્વે પાંડિત્ય હું જાણું છું. કિંતુ કામથી સંતપ્ત થયેલ હું શું કરું? માટે તું મારું વચન માન્ય કર.”
એના લિષ્ટ અધ્યવસાય જાણીને શીલવતી વિચારમાં પડી કે“આ બોધના ઔષવડે સાધ્ય કરી શકાશે. એનો કામરૂપી રોગ જરૂર એ ઔષધથી દૂર થશે; પણ વિષયથી કલુષિત થયેલા મનમાં તરત તે ઉપદેશ પણ વિકાર કરનારા થાય છે, માટે અત્યારે તે પત્થર તળે હાથ આવ્યું તે કાળે કરીને કાઢી લે. અત્યારે વ્યાધ્ર અને બકરીને ન્યા
Page #333
--------------------------------------------------------------------------
________________
શિયળને માટે.
૩૧ થયે છે, માટે મારે શીલ સાચવવા સારૂ કોઈ પણ રીતે આને સમજાવીને હમણાં તે અહીંથી નીકળી જવું. જેમ લેખ લેખકના હાથમાં શોભે–અર્થાત્ કોઈ સારા હાથે લખાયેલ હોય તે તે જેમ ઘણા ભાવવાળે હોય તેમ શિયલ તે સ્ત્રીઓને સર્વાગ શણગાર ગણાય છે માટે એ શિયલના બચાવ સારૂ મારે કંઈક નાટક ભજવવું જોઈએ અને એના પાપની એને શિક્ષા પણ કરવી જોઈએ.”
પ્રકરણ પર મું.
શીયલને માટે. શીળવતી બલી“હે સુભગ! તું અને તારું કામ કોને અભીષ્ટ ન હોય? વનરૂપ વૃક્ષનાં ફળ જ એ છે કે સંસારમાં અપૂર્વ ભેગવિલાસ ભોગવવાં. તેમાં વળી તું તો મારા પ્રિય મિત્ર છે; તો પ્રિય અને પ્રિયના મિત્રમાં હું કંઇપણ ભેદ જતી નથી. મારા પ્રિયને તું માનીતે છે તો મારે પણ માનીત ગણાય, માટે મેં કઈ વિરૂદ્ધ તને કહ્યું હોય તો ખોટું લગાડીશ નહિ; કેમકે જગતમાં પ્રાય કરીને એવું જણાય છે કે અંતરમાં સંમત હોય છે, છતાં સ્ત્રીઓ પ્રથમ તે એકવાર નિષેધ જ કરે છે, અથવા તો મૈનપણું ધારણ કરે છે. કિંતુ હે સોમ્ય ! અહીં તારા કુટુંબીજનનું ગમનાગમન હોવાથી મારૂં ચિત્ત અસ્થિર રહે એથી આપણને પૂર્ણ સંતોષ મળે નહિ, માટે આજ રાત્રીને પહેલે પહેરે તું મારે ઘેર આવજે.” એ પ્રમાણે શીલવતીએ એ કામદેવના ગુલામને સમજાવ્યું કે તેણે માન સહિત વિદાય કરેલી તે પોતાને ઘેર જવાને ઉતાવળે પગલે ત્યાંથી નીકળી તે વિચારમાં પડી કે “નક્કી સૂર્ય નહિ આથમે ત્યાં તે એ વિપ્ર મારે ઘેર આવી પહોંચશે. તો પછી અમૂલ્ય એવા મારા શીલરત્નની રક્ષા કેવી રીતે થશે? માટે મારે કઈપણ પ્રકારનો બંદોબસ્ત કરવો જોઈએ કે એ મને હેરાન કરી શકે નહિ. જેથી તે નજીકમાં રહેતા તલારક્ષક-કેટવાળને ઘરે પહોંચી અને એને પોતાની, કર્મકથા કહી સંભળાવી કે –“હે સ્વામી! તમારા પ્રભાવથકી સૂર્યોદયથી જેમ ચોરેલેકે નાશી જાય
Page #334
--------------------------------------------------------------------------
________________
૧૨
બસ્મિલ કુમાર. તેમ ઉછૂબળ પુરૂષે અહીં રહી શક્તા નથી. પંકજનેને જુલ્મીઓ હેરાન કરતા નથી. પરંતુ સમભૂતિ નામના વિપ્ર સાથે મારા ધણુએ દેશાવરથી કાગળ આદિ મોકલ્યું છે તે હું લેવા ગઈ છતાં ન આપ્યું ને યઢા તઢા બાલવા લાગ્યો, તે તમારા જેવા ન્યાયી પુરૂષ અપરાધીને શિક્ષા કરનારા છતાં એ દ્વિજ બે જીલ્લા ધારણ કરતે જેમ તેમ મને બોલે છે માટે એને આપે શિક્ષા કરવી જોઈએ.”
શીળવતીને જોઈને મદનના મારથી મુંઝાયેલ એ તલારક્ષક શીલવતીની વાણી સાંભળીને કહેવા લાગ્યા–“સુંદરી! તારી બધી વાત સાચી ! એ બ્રાહ્મણને હું શિક્ષા કરીશ; પરન્તુ તે પહેલાં મારૂં કાંઈક ધારીશ કે?”
છેડ બલા તો કે પકડ ગલા.” બ્રાહ્મણના ભયમાંથી છુટવાને તે કોટવાળ પાસે આવી તે અહીં પણ ઉલટી સપડાઈ ગઈ. તે વિચારવા લાગી કે–“રાજાના નગરનું ચેરાદિકથી રક્ષણ કરનાર આ કેટવાળ પિતેજ કામદેવથી લુંટાઈ રહ્યો છે તે તો જોઈ શકતો નથી. આવે સમયે જે હું એની નિર્ભર્સના કરીશ તો કદાચ મારી ઉપર બળાત્કાર કરશે. તે એને અહીં કેણ વારનાર છે? માટે કોઈ પણ ઉપાયે એને પણ સાધ્ય કરવા.” એમ વિચારી શીલવતી બેલી“રાત્રીને બીજે પહેરે તમે મારે ઘેર આવજે.” શીલવતીનાં એ વચન સાંભળી તલારક્ષક ખુશી થયો ને તેને રજા આપી.
પાશમાંથી મુક્ત થયેલું પક્ષી જેમ નીકળે તેમ તલાકને ત્યાંથી નીકળીને તે સત્વર પ્રધાનના ભવને ગઈ. પ્રધાન પણ એને જોઈને મદનાતુર થયો. એ કામાતુર પ્રધાન આગળ એણે બ્રાહ્મણની અને તલારક્ષક-કેટવાળની ફરિયાદ કરી અને તેમને શિક્ષા કરવાને એણે પ્રધાનની મદદ માગી; જેથી પ્રધાને કહ્યું-“સુંદરી! તારું કામ હું કરી દઉં, પણ તે પહેલાં તું મારી અનંગ પીડા સમાવતી જામારું કલેજુ ઠંડુ કરતી જા.” પ્રધાનની આવી વાણી સાંભળીને એ વિલક્ષ થઈ ગઈ.
પોતાના શિયલની રક્ષા માટે પ્રધાનને રાત્રીને ત્રીજે પહેરે આવવાને જણાવ્યું. તે પછી તે સિહના પંજામાંથી મગહી છે
Page #335
--------------------------------------------------------------------------
________________
શિયળને માટે.
૩૧૩ તેમ તેની પાસેથી નીકળીને રાજાના મહાલય તરફ ગઈ. ભવિતવ્યતા ગે રાજા પણ અત્યારે એકજ બેઠે હતો. ઇંદ્રજાળિક વિદ્યાના પ્રભાવવડે જેમ કોઈ માણસ અંજાઈ જાય, તેમ રાજા આ સુંદરીને જેવાથી મેહમુગ્ધ થઈ ગયે. શીલવતીએ કહ્યું-“હે મહારાજ !અનાથ, દીન, રંકજનેનું તમે શરણ છો. તમારા રાજ્યમાં પ્રજા સુખી અને સંતોષી છે. તમે ન્યાયથી રાજ્ય ચલાવે છે, તેથી જુલમગારેની તાકાત શું છે કે તેઓ અનાથને સતાવી શકે, પરંતુ તમારા એ ન્યાયી રાજ્યમાં પણ મારા ઉપર આફત આવી પડી છે, માટે મને બચાવે.” શીલવતીએ આ પ્રમાણે ફરિયાદ કરતાં બ્રાહ્મણ, તલારક્ષક, ને પ્રધાનની વાત રાજાને કહી સંભળાવી.
રાજા ત્રણેનું વૃત્તાંત સાભળીને શીતની વ્યથાથી જેમ માણસ કંપે તેમ કામાનળથી કંપતે બે -“હે કામિની ! મારા નગરમાં એવા ખેલ પુરૂષો હશે તેને હું અવશ્ય નિગ્રહ કરીશ; પણ પહેલાં મારા અંતરમાં ઉપજેલ કામાનળ તું શાંત કર.”
રાજાનું આ પ્રકારનું વચન સાંભળીને શીલવતી મનમાં વિચાર કરવા લાગી. “આ તો હું મોટા સંકટમાં આવી પડી. જે રક્ષક હતા તે જ મારા અભાગ્યના વશથી ભક્ષક થયા. વાડજ ક્ષેત્રને ખાઈ જાય, પિતાજ પુત્રને હણે, જળથી અગ્નિની માફક અંગ દહન થાય, દીપક અંધકારને ફેલાવે, આકાશમાંથી મેઘની ધારાને બદલે અંગારા વરસે, દિવસે તારાઓ ઉગે એમ રાજાજ જ્યારે ઉઠીને અન્યાય કરે તો પછી માણસની શી ગતિ થાય?
અથવા તે વસ્તુત: આ રૂપજ અનર્થનું મૂળ છે. વિધિઓ મારામાં તે રૂપ શા માટે ભર્યું હશે? કેમકે બકરાનું પુષ્ટપણું એજ તેના વધ બંધનનું કારણ થાય છે. શું દેવપોતે જ મારા શીલની કસેટી કરે છે કે જેથી આ બધા મારામાં અંધ બન્યા છે?
* અગ્નિમાં બળી જાઉં કે વિષ ભક્ષણ કરું; અથવા તો આ આહવા છેદીને મરું, પણ મારે શીલવ્રતને લોપ તે નથી જ કરો. આ લોકેની મદદથી હવે સયું. બળેલું વૃક્ષ જેમ ફળીભૂત
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ધમ્મિલ કુમાર થતું નથી તેમ આ લોકથી મને તે કાંઈ લાભ નથી, છતાં કઈ પણ ઉપાયથી આમને પણ બંધ કરવા જોઈએ.” આ પ્રમાણે વિચાર કરતી સુંદરીને જોઈને અધિરતાથી રાજાએ ફરીને પૂછ્યું-“સુંદરી ! મારા પ્રશ્નને ઉત્તર કેમ આપતી નથી?”
શીલવતી બોલી “મહારાજ ! અણધારેલી તમારી આટલી બધી મહેરબાનીને હું અગ્ય છું; છતાં મારી ઉપર તમારી આટલી બધી કૃપા થઈ, જેથી હું હર્ષોન્મત્ત થઈ ગઈ છું. જે તમે કહ્યું એમાં સ્ત્રીઓની તે સંમતિ જ હોય. અરે ! તમારો સમાગમ તે દૂર રહે, પણ તમારી પ્રીતિભરી વાણું પણ માણસ મહાભાગ્યે જ મેળવી શકે છે, પણ અહીં આગળ આપણું કીડા લેકમાં અપવાદ નેનિંદાજનક થઈ પડશે, માટે જેમ બને તેમ આપણે એવા લોકાપવાદથી દૂર રહીને એકાંતમાં કીડા કરવી જોઈએ. આપણું નિર્મળ કુળ નિંદાપાત્ર ન થાય માટે એની પણ યત્નથી રક્ષા કરવી જોઈએ, તે આજે રાત્રીને ચોથે પ્રહરે આપ મારે મકાને ખુશીથી પધારજો, પણ ખાનગી રીતે આવકે જેથી કઈ આપને ઓળખી શકે નહીં.” આ પ્રમાણેનાં ઉપલક મીઠાં વચનથી રાજાને વિશ્વાસ પમાડ્યો અને રાત્રીના ચતુર્થ પ્રહરને વાયદો કર્યો.
રાજાએ એની એ વાત કબુલ કરીને તરતજ રજા આપી, જેથી તરતજ તે પિતાના ઘેર આવી અને પિતાની સાસુને કહ્યું કે
માતા ! આજની રાત્રી તમે આપણું પડેશના ઘરમાં રહે.” પછી એક મોટી મંજુષા વગર ઘરની તમામ વસ્તુ-રાચરીચલું વગેરે એ નજીકના ઘરમાં ભર્યું. એક મોટી મંજુષા અને શીલરૂપી બખ્તરને ધારણ કરીને શીલવતી પોતે એકલી સુભટની માફક ઘરમાં રહી અને તેમના આવાગમનની પ્રતીક્ષા કરતી સમયની રાહ જોવા લાગી.
અનુક્રમે સૂર્ય અસ્ત થયે અને દ્વિજ સેમભૂતિના કદમ શીલવતીના મકાન તરફ લંબાયાં. જેમ જેમ પૃથ્વી ઉપર અંધકારનું જેર જામવા લાગ્યું, તેમ તેમ તેના હદયમાં પણ અંધકાર વિસ્તરવા લાગ્યું. એટલામાં સમય થવાથી અંગારાની માફક શૃંગાર ધારણ કરીને એ દુર્મતિ સમભૂતિ ભટ્ટ આવી પહો .
Page #337
--------------------------------------------------------------------------
________________
શિયળને માટે,
૩૧૫
શીલવતીએ તેને આવતે જોઈ કૃત્રિમ હાવભાવ બતાવી આસન આપીને બેસાડ્યો, ને નીચી નજરે તેની સાથે વાતચિત કરવા માંડી. એના કૃત્રિમ હાવભાવ જોઈને આ દુર્મતિ તો ઘેલોજ બની ગયે. કામને ગુલામ આ બ્રાહ્મણ એના દંભભરેલા હાવભાવ સમજી શકો નહિ. વિષયને કીડે બનેલે એ ઉપર ઉપરનો ખોટો ડોળ સમજી શક્યો નહીં.
ઉપરના એ હાવભાવમાં કેટલાક સમય પસાર થયે. બ્રાહ્મણ તે પછી પિતાની સ્ત્રીની માફક તેની સાથે વાતચિત કરવા લાગ્યું. એવી રીતે તે દુર્મતિ પિતાને ગયે સમય પણ જાણતો નહોતો. તે –“ભાભી ! આજ ઘણે દિવસે તમારે ઘરે હું આવ્યું. તમે જે જે મારી ભક્તિ કરી છે તે સર્વેનાં હું શું વખાણ કરું?”
તમારા મિત્રનું ઘર તે તમારું જ છે ને ? મારા સ્વામીના તમે પ્રિય વયસ્ય હોવાથી તમારી ભક્તિ તો મારે બરાબર કરવી જ જોઈએ, કે જેથી તમારા મિત્ર મારી ઉપર પ્રસન્ન થાય.” આમ કહીને શીલવતીએ તેના માટે ઝટ સ્નાનની સામગ્રી તૈયાર કરવા માંડી. " બ્રાહ્મણ તેની આવી ભક્તિ જોઈ તાજુબ થઈ ગયો. “ઓહો! શું એની ભકિત ? શું આને વિવેક? મારે વિષે તેને કે અપૂર્વ સ્નેહ છે?” એમ ચિતવતો તે શીલવતીના કહેવાથી સ્નાન કરવાને ઉડ્યો. શાસ્ત્રમાં રાત્રીએ સ્નાન કરવાનું નિષેધ કર્યું છે, એ વાત એ સમજતો હતો કે “સ્નાન, દાન અને ખાનપાન નિશાએ કરેલાં નુકશાનકારક અને ઉભયલક વિરૂદ્ધ છે.” છતાં એ સ્ત્રીની મીઠી વાણથી અંધ બનેલે સ્નાન કરવાને ઉદ્યો.
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું.
આ તે અબળા કે પ્રબળા?’ જગતમાં કામને પરવશ થયેલા પુરૂષે કયું અકાર્ય કરતા નથી ? અરે સમય કુસમય પણ તેઓ જાણતા નથી, પણ માશુકના ફક્ત હુકમ ઉઠાવવા જેટલું જ તેમનું જ્ઞાન હોય છે. તે સિવાય તેમની મતિ વિવેકભ્રષ્ટ થયેલી હોય છે. સમભૂતિ તેલ અત્તર લગાવતો તેની સુગંધમાં મશગુલ થયેલો સ્નાન કરતાં જતા કાળને પણ જાણતા નહોતે. તે તો જાણ હતો કે આખી રાત તેના હાથમાંજ હતી; પણ તેને ભાગ્યે જ ખબર હતી કે એજ રાત્રીના ચારે પ્રહર ચાર જણ માટે નિર્માણ થઈ ચૂક્યા હતા. પ્રથમ પ્રહર એના નશીબમાં હતા. પળમાં શું થવાનું છે એની કોઈને ખબર પડતી નથી, તે સુખમાં મગ્ન થયેલા અને શીલવતીના હાવભાવમાં મુંઝાઈ ગયેલા એ પામર બ્રાહ્મણને ઘડી પછી શું થવાનું છે એની કયાંથી ખબર હોય? તે તે અત્યારે સુખમાંજ મગ્ન હતો. ક્ષણવાર પછીનાં સુખનાં સ્વપ્નાંજ અત્યારે નિહાળતા હતે * લગભગ અર્ધ સ્નાન થયું હતું, એટલામાં તે રાત્રીને પ્રથમ પ્રહર ખલાસ થઈ ગયે; જેથી આપેલા સંકેત મુજબ કામની વ્યથાથી પીડાયેલ તલારક્ષક બીજાં સર્વે કાર્ય છોડીને તેને ઘરે આવ્યું. બરાબર રીતે બંધ કરેલાં દ્વાર એણે ખખડાવવા માંડ્યાં, એ સાંભળીને બ્રાહ્મણ ચમક્યો. તેણે આસ્તેથી ભયભીત થઈને શીલવતીને પૂછ્યું “કોણ છે એ ?”
શીલવતીએ હસીને કહ્યું. “કેટવાળ સાહેબ આવ્યા હશે એમ અનુમાન થાય છે. તે વિચક્ષણ! આ સમયે તે રેજ મારે ઘેર આવે છે.”
કેટવાળનું નામ સાંભળીને જેમ જાંગુલી મંત્રથી સર્પ ભય પામે તેમ સમભૂતિ ધ્રુજવા લાગે. અર્ધ સ્નાન કરેલી સ્થિતિમાં તે સ્નાન કરવું પણ ભૂલી ગયે. એની વિષયાકાંક્ષા પણ ભાગી ગઈ અને હવે તે જીવ બચાવવાની જ માત્ર વૃતિ ઉત્પન્ન થઈ. મનમાં
Page #339
--------------------------------------------------------------------------
________________
આ તે અબળા કે પ્રબળા ?
૧૦
વિચાર થયા. “ આહા ! શાસ્ત્રના જાણુ છતાં કુમુદ્ધિએ કરીને મેં મિત્રની પત્ની ઉપર કેવી માઠી નજર કરી ? એનું ફળ મને તરતજ મળ્યું. આવું જો જાણત કે જેની ઉપર ધિર ડાલી રહ્યો છે એવા નિધાન ઉપર મારે જવાનુ છે, તેા આ તરફ શુ’કામ આવત? જો આ તલારક્ષક મને અહીં આવેલા જાણશે તેા મારૂ' ઘર વિગેરે સર્વસ્વ લુંટતાં પણ મને જીવતા છેડશે નહીં.” એમ ચિંતવતા તેને શીલવતીએ કહ્યું. “ અરે સામભૂતિ ! સ્વસ્થ થાઓ, મરદ થઇને ડરે છે શું ? ક્ષણમાત્ર રહીને એ તેા જતા રહેશે ને રાત્રી ઘણી લાંખી છે; માટે ગભરાએ નહિ. ” એમ કહીને પેલી મેટી મનુષાના એક ખાનામાં તેને છુપાઇ જવા કહ્યું,
ન છુટકે આશામાં ને આશામાં હજી પણ ભવિષ્યના સુખની ઇચ્છાએ તે મંજીષાના ખાનામાં પેઠા, એટલે પ્રયત્ન કરીને ઉપાર્જન કરેલુ દ્રવ્ય જેમ નિધાનમાં—ભંડારમાં રાખીને તેના દાખસ્ત કરવામાં આવે તેમ શીલવતીએ એ મનુષાનું ઢાંકણું ખંધ કરીને તરતજ તાલુ` લગાવી દીધું. તે મનમાં ગણગણી—“હાશ ! એક પંખીડું તા સપડાઇ ગયું ! ”
એ મંજીષાના ગર્ભ માં-ઉદરમાં પૂરાયલા વિપ્ર અનેક પ્રકારની મનમાં શંકા કરતા, અનેક મુશ્કેલીઓ સહન કરતા ભાવી નરકાવસ્થા અત્યારે અનુભવતા હાય તેમ રહેવા લાગ્યા.
હવે શીલવતીએ એક કામ નકકી કરી બારણું ઉઘાડી એ અધીરા થયેલા મદનાતુર તલારક્ષકને અંદર લીધા. ઉપર ઉપરના હાવભાવથી એને વધાવ્યેા–પ્રસન્ન કર્યા. બ્રાહ્મણની માફક એની પણ ભક્તિ કરવા માંડી. પૂર્વની માફ્ક વાર્તાવનેાદ કરતાં કેટલેાક સમય પસાર થઈ ગયા. ખીજો પ્રહર સમાપ્ત થયા, એટલામાં બ્રાહ્મણની માફ્ક એને પણ સ્નાન કરવાને ઉઠાડ્યો. અર્ધું સ્નાન કરતાં તા તેના ખીજો પ્રહર વીતી ગયા. એટલે એ સુંદરીનુજ ધ્યાન ધરતા મંત્રી સમય થવાથી તેના દ્વારે આવ્યા અને બારણું ખખડાવ્યુ. તલારકે આશ્ચર્ય પામીને પૂછ્યું- આવી મધ્ય રાતે કાણુ એ ખખડાવે છે? ”
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૮
બસ્મિલ કુમાર, એ તે મહાઅમાત્ય આવ્યા હશે. એમાં તમે કેમ મુંઝાઈ ગયા?” ઠંડે કલેજે શીલવતીએ જણાવ્યું.
બાજ પક્ષીને જોઈને જેમ તેતર પક્ષી ભય પામે એમ તલારક્ષક મહાઅમાત્યનું નામ સાંભળીને ભયથી ધ્રુજવા લાગ્યા.
તેના અતિ કાલાવાલાથી શીલવતીએ તેને મંજુષાના બીજા ખાનામાં નાખી છુપાવીને તે ખાનું બંધ કરી તાળું લગાવી દીધું. એ ઘોર અંધકારરૂપ વખારમાં પડ્યો પડ્યો પોતાનાં કરેલાં પાપને તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એવી રીતે બને કામ પૂર્ણ થયા. હવે મહામંત્રીને વારે આવ્યા.
તરતજ શીલવતીએ કમાડ ઉઘાડીને મંત્રીને અંદર લીધો અને આસન ઉપર બેસાડી હાવભાવ બતાવતી તે વાણીવિનેદમાં સમય વ્યતીત કરવા લાગી. સમય થવા આવતાં તેને પણ સ્નાન કરવાને ઉઠાડ્યો. મંત્રી જેટલામાં સ્નાન કરી રહ્યો, તેટલામાં ત્રીજો પ્રહર સમાપ્ત થતાં રાજા આવી પહોંચે. અત્યારે એક પણ આયુધ એના શરીર ઉપર નહતું. ઓળખાઈ જવાની ભીતિથી પિતાના વેશનું પણ તેણે પરાવર્તન કર્યું હતું. પોતાના મહેલમાંથી પરિજન વર્ગને પણ કહ્યા વગર તે નીકળેલ હતો. પોતાના ગૃહમંત્રીને પણ જણાવ્યા વગર તે કામગ્રસ્ત થયેલ રાજા સ્વયમેવ એકાકી એને ઘરે આ
વ્યા. ચોરની માફક એની દષ્ટિ ભયભરેલી હતી. ‘કોઈ ઓળખશે તે આબરૂના કાંકરા થઈ જશે” એમ વિચારી હૃદયમાં તે ડરતે હતા, છતાં કામદેવના રેગથી પીડાયેલ તે સર્વે ભાવી આફતનો વિચાર કર્યા વગર શીલવતીને ઘેર આવીને તેનું દ્વાર ખખડાવવા લાગ્યા. ત્યારે મંત્રીએ શીલવતીને પૂછયું—“આવે સમયે તારૂં દ્વાર કેણે ખખડાવ્યું?” પૂછનારનું હૈયું ભયથી ધડકતું હતું.
એ તે રાજાજી આવ્યા હશે, તેઓ રોજ મારે ઘેર આવે છે.” ઠંડે કલેજે તેને બોલતી સાંભળીને મંત્રી હૃદયમાં કંપે ને બે —
જુલમ થયે! રાજા આવ્યો! મને ખબર હતી તે હું કદિપણું તારે ઘેર આવત નહિ. હવે શું કરવું ? મારી લાજ-આબરૂ ધૂળધાણું થઈ જશે, ફજેતી પૂરેપૂરી થશે, ગમે તેમ કરીને મને ક્યાંય
Page #341
--------------------------------------------------------------------------
________________
આ તે અબળા કે પ્રબળા
૩૧૯
હવે સંતાડ. ” ભયભરેલી મંત્રીની વાણું સાંભળીને એને છુપાવવાને મોટી મંજુષાનું ત્રીજું ખાનું બતાવ્યું. એમાં એ મંત્રી પેસી ગયો, એટલે શીલવતીએ ખાનું બંધ કરીને તાળું લગાવી દીધું ને દરવાજો ઉઘાડી રાજાને અંદર બોલાવ્યો. મીઠી મીઠી વાત કરીને એનું ચિત્ત પ્રસન્ન કર્યું. વાર્તાલાપમાં કેટલોક સમય પસાર કરાવી કહ્યું કે-“મહારાજ ! આપ સ્નાન કરી લ્યો. રાત્રી હજી ઘણું બાકી છે. સ્નાન કર્યા વગરના અશુદ્ધ શરીરે ક્રીડા કરવી એ રાસની ચેષ્ટા સરખું કહેવાય.” તેણીનાં એવાં વચન સાંભળીને જેટલામાં રાજા સ્નાન કરવાને તૈયાર થતો હતો, એટલામાં સંકેત પ્રમાણે એની સાસુએ આવીને દ્વાર ખખડાવ્યું ને બેલી-“ વહુ ! દ્વાર ઉઘાડ. સૂર્યોદય થવા આવ્યા છતાં હજી સુતી છે શું?”
એ સાંભળી રાજાએ પૂછયું-“આ કોણ તને બેલાવે છે?”
દેવ ! એ તો મારી સાસુ બુમ પાડે છે. પ્રભાતિક કાર્ય સમય થયો હોવાથી તે રોજ આવે સમયે જેઓના ઘરમાંથી આવીને મને જગાડે છે.” હસીને શીલવતીએ જવાબ આપે. સાસુ વારંવાર કમાડ ખખડાવતી હોવાથી રાજા તો ભય પામ્યોને વિચારવા લાગ્ય“વૃદ્ધાવસ્થામાં નવયૌવનની પેઠે આ અપયશવાળું કાર્ય મેં શું કર્યું?
કેમાં હવે કેટલો બધો મારે અપયશ થશે? ખચીત સમુદ્રની વેલાની જેમ નિર્ભય અને નિરંકુશ સ્ત્રીએ રાજાને પણ રંકની માફક ફજેત કરી નાખે છે. ગમે તેવાનું પણ જોતજોતામાં તે માન મૂકાવે છે–પાણી ઉતારી નાખે છે. અહો! આજે વૃદ્ધાવસ્થામાં મારે આ શો અપવાદ ઉપસ્થિત થયે ?” એ પ્રમાણે બ્લાન મુખવાળા રાજાને વિચારમાં પડેલો જોઈને શીલવતી બેલી-“પુરૂષોત્તમ! ખેદ ન કરે. આ બુઢી આવીને જાય ત્યાં લગી આપ મંજુષામાંના ખાનામાં છુપાઈ રહે.” એમ કહીને ચોથું ખાનું બતાવ્યું. રાજા એમાં ભરાઈ ગયો, એટલે એણે તાળું દઈને છુટકારાને દમ ખેંચ્યો.
જગતમાં પુરૂષો કરતાં સ્ત્રીઓનું ધૈર્ય અદ્ભૂત હોય છે. પોતાના નગરમાં અને પોતાના દેશમાં જે પોતાના પરિવાર સહિત ફરે, જ્યાં જાય ત્યાં માનસત્કાર પામે, એ રાજા અત્યારે પોતાના દેષથી મંજુષાના ખાનામાં પડ્યો.
Page #342
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર, એકજ મેટી મંજુષામાં રહેલા અને પાટીયા માત્રના અંતરમાં છતાં એ દ્વિજાદિક ચારે તાપસની માફક મેનપણે જ ઘણા કાળ પર્યત ચુપચાપ પડી રહ્યા.
ચારે જણાને એ પ્રમાણે એક મંજુષામાં બરાબર સપડાવીને તેની ઉપર તાળું લગાવી શીલવતીએ ઘરનું દ્વાર ઉઘાડયું અને એની સાસુ અંદર આવી એટલે સાસુના કંઠનું અવલંબન લઈ પેટ ભરીને તે મુક્તકંઠે રડી પડી.
આમ અકસ્માત તારે રડવાનું શું કારણ છે?” સાસુએ રડતી વહુને પૂછયું.
“સાસુજી! શું કહું! હું મંદભાગ્યવાળી છું. એમને મિત્ર સોમભૂતિ પરદેશથી એમની પાસે હતો તે આવ્યા છે તે માઠા સમાચાર લાવ્યું છે.”
વહુનાં શબ્દો સાંભળીને સાસુના હૃદયમાં ધ્રાસકે પડ્યો. “શું છે? શું છે? ઝટ કહે જોઈએ?” સાસુએ ઉત્સુકતાપૂર્વક કહ્યું.
શું કહું? વિદેશમાં રહેલા આપના પુત્ર ત્યાં જ સ્વર્ગવાસ થયા ! મારા ભાગ્યના પાસા એ રીતે બદલાઈ ગયા ! ”
વહુની આ વાત સરલ આશયવાળી સાસુએ સત્ય માનીને અંગીકાર કરી અને તે પણ તેની સાથે વિલાપ કરવા લાગી. સાસુ વહુ બને એ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા. ટુંક સમયમાં નગરમાં વાત ફેલાઈ ગઈ, કેમકે વાયુથકી પણ વાર્તાની ગતિ ત્વરિત હોય છે.
અનુક્રમે સમુદ્રદતનાં સગાંવહાલાં સર્વે ભેગાં થયાં અને તેનું મૃત્યુકાર્ય તેના ગૃહાંગણે સર્વેએ કર્યું. દૂર રહેલો સમુદ્રદત્ત આ વૃદ્ધાને એકનો એક પુત્ર મરી ગયો. હવે એ અપુત્રનું ધન રાજાનાજ કબજામાં જવું જોઈએ, પરંતુ રાજાની આજ્ઞા વગર તેના મકાનમાં પ્રવેશ કરવાને કઈ સમર્થ થયે નહિ; કેમકે અગ્નિની જવાળાને આશ્રય લે સારો પણ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને રહેવું એ અતિ ભયંકર છે. જેથી મહાજનના પુરૂષે રાજાને હુકમ લેવાને રાજમહેલમાં ગયા, તે રાજાને મેલાપ થયે નહિ, બધે તપાસ કરતાં રાજાને પત્તો કાંઈ લાગે નહિ, તેથી મહેલમાં રહેલા રાજ
Page #343
--------------------------------------------------------------------------
________________
આ તે અબળા કે પ્રબળા ?
૩ર૧
માણસાને પૂછ્યું પણ દૈવેજ જાણે હરણ કર્યા હાય તેમ રાજાની ભાળ કેાઇ આપી શક્યું નહિ. રાજાની તપાસ નહિ લાગવાથી મહાજનના પુરૂષા નિરાશ થતાં એ સમાચાર આપવાને મહાઅમાત્યના ઘરે ગયા, તે। મંત્રી પણ ગુમ થઈ ગયા હતા. તેમનેા પત્તો પણ મળ્યા નહિ, જેથી સર્વે અધિક અજાયખ થયા. ત્યાંથી નિરાશ થઈ પાછા ફરીને તળારક્ષક સિંહદત્તના મંદિરે આવ્યા, તેા જેમ દુર્ભાગી માણસ નિધિને ન પામે તેમ તળારક્ષકના મેળાપ પણ થયા નહિ. વિલક્ષ થયેલા તે સર્વે ત્યાંથી પાછા ફ્રીને રાજકુમાર ગુણસાગર પાસે આવીને તેને અંજલી જોડી અરજ કરવા લાગ્યા. “કુમાર ! મુસાફીએ ગયેલા સમુદ્રદત્તની અકલ્યાણકારી વાર્તા સાંભળીને તેના ઘરની ઢાલત રાજભડારમાં લાવવા માટે અમે રાજાની આજ્ઞાની રાહ જોઈએ છીએ, પણ મહારાજના પત્તો જણાતા નથી, માટે આપના શું હુકમ છે ? ”
'.
· શું મારા પિતા કયાંય નથી ? કયાં ગયા હશે ? ” કુમારે આશ્ચર્ય પામીને કહ્યું.
“ ગમે તેમ પણ અત્યારે તે તમારે રાજપુરૂષાને એને ઘેર મેકલવા જોઇએ, કે એના ઘરમાં શુ શુ છે તે જુએ તે ખરા ! એનું ઉર્ધ્વ કાર્ય “મૃતકાર્ય પણ કરી સર્વે પાતપાતાને ઘેર ગયા. મહાજનના પુરૂષાએ કહ્યું.
""
“ આહા ! હુ પુણ્યવાન છું કે તમે કેલિપ્રિય એવા મર્ આટલું બધું ગૈારવ સાચવીને અરજ કરી છે; પણ જે કાય માટાનુ હાય તે તેા તેજ કરે, નાનાં છેકરાંનું એમાં શું કામ ? પિતા જો ન હાય તેા પ્રધાનજી પાસે જાઓ–તળારક્ષક પાસે જાએ; અને તે જેમ કહે તેમ કરે. ” કુમારે એ સર્વે લેાકેાને કહ્યું.
“કુમારેદ્ર ! જેમ અભવ્ય રત્નત્રયી ન પામી શકે તેમ મંત્રી કે તળારક્ષક એ ત્રણમાંથી એકેના પત્તો નથી. ”
તેમની આવી વાણી સાંભળીને કુમાર આશ્ચર્ય પામ્યા.
રાજા,
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫૪ મું.
શીયલનું માહાસ્ય ! “ઓહો! રાજા, મંત્રી અને તળારક્ષક એ ત્રણે સાથે ક્યાં ગયા હશે? શું થયું હશે? એમની ચિંતા સવેએ પ્રથમ કરવી જોઈએ. તેમની તપાસ કરવી જોઈએ.” એવી રીતે કુમારનું કથન સાંભળીને મહાજને કહ્યું. “હે ગુણવાન ! પ્રથમ તમારે સમુદ્રદત્તના ઘરની તપાસ કરાવવી જોઈએ, તમે હજી બાળસ્વભાવથી માણસની લુચ્ચાઈ જાણી શકતા નથી, માટે વગર વિલંબે એને ઘેર તમારા માણસે મેકલે.” | મહાજનની વાણી સાંભળીને કુમારે રાજપુરૂને સમુદ્રદત્તને ઘેર મોકલ્યા. તેઓ તેને ઘેર જઈ તપાસ કરીને કુમારને નિવેદન કરવા લાગ્યા. “ સ્વામિન્ ! સમુદ્રદત્તના ધનની આશા આપ છેડી દ્યો; સાધુ શાળા-ધર્મશાળાની માફક એનું ઘર ખાલીખમ પડેલું છે.”
રાજપુરૂષોની આ વાત સાંભળીને કુમાર આશ્ચર્ય પામે. “એ શું? સમુદ્રદત્ત તે કેટી દ્રવ્યને માલેક હતા. તમારા બોલવા ઉપર મને તે વિશ્વાસ આવતો નથી.” એમ કહેતો તે કુમાર રાજપુરૂષોની સાથે એને ઘરે ગયે. તે દારિદ્રય સમું એનું ઘર જોઈને શીલવતીને કુમાર કહેવા લાગ્ય–“ભદ્રે ! તારી એ સર્વે વિભૂતિ કયાં ગઈ? સત્ય હકીકત કહેજે કે જેથી પાછળથી તારે હેરાન થવું પડે નહિ.”
કુમાર! દ્રવ્યની આશાથી તે મારા પતિ પરદેશ સિધાવી ગયા હતા, અને ઘરમાં જે સારી વસ્તુ હતી તે પણ સાથે લઈ ગયા હતા. અમારા ઘરમાં આ એકમેટી મંજુષા છે, તેમાં જે કંઈ છે તે અમારું સર્વસ્વ છે. અત્યંત ભારે હોવાથી મારા પતિ અને સાથે લઈ ગયા નથી; પણ એની અંદર શું હશે તે અમે જાણતાં નથી.”
Page #345
--------------------------------------------------------------------------
________________
શિયળનું મહાત્મ્ય.
૩૨૩
શીલવતીની એવી વાણી સાંભળીને કુમારે માણસે મારતે એ મંજીષા ઉપડાવી રાજદરબારમાં મંગાવી. સર્વે લેાકેાના મનમાં હતું કે રત્નાલંકારથી ભરેલી આ મષા હશે, તે રાજસભામાં જઇને અને ખાલી જોતુ.
""
મંજીષામાં રહેલુ દ્રવ્ય જોવાને હજારા લેાક મામાં ભેગા થયા. મ ંજીષા રાજસભામાં લઇ જવામાં આવી. પછવાડે કાતુક જોનારા હજારા નાગિરકા, રાજપુરૂષા, મોટા મોટા અધિકારીએ ત્યાં ભેગા થયા. હજારા માણસા જોતે છતે એમાંથી રત્નાલંકારો મેળવવાને માટે હ ભેર કુમારે પેટી ખેાલવાના હુકમ કર્યાં.
કુમારના હુકમ મુજબ માણસે એનું એક તાળુ ઉઘાડયું ને એનું એક ખાનું ખોલ્યું તેા પૂર્વના પરિચિત રાજાના પુરાહિત બ્રાહ્મણ નીકળ્યો. અજાયમ થતા સર્વે લેાકેાએ એને પૂછ્યું. “ આહા ! તમે આ ખાનામાં કેવી રીતે પૂરાણા ? ”
te
જવામાં પુરાહિત ક્લ્યા—“ એના જવાબ પછી આપીશ, પણ તમે આ ખીજું તાળું ઉઘાડા ! ”
તે પછી રાજપુરૂષે બીજી તાળુ ઉઘાડી એ ખાતું ખાલ્યુ, તા અંદરથી તળારક નીકળ્યેા. પર્વતની ગુઢ્ઢામાંથી જેમ કૈાશિક સર્પ નીકળે તેમ તળારક્ષકને જોઇને સર્વે અજાયબ થયા. અનુક્રમે ત્રીજી અને ચેાથું તાળું ઉઘાડયું, તેા અંદરથી મહા અમાત્ય અને રાજા બહાર નીકળ્યા. લજજાવડે કરીને જેમનાં મુખ નીચાં નમી ગયાં છે એવા તેમને જોઇને સર્વે લેાક અજાયમ થયા. એ ચારે એવા તેા શરમાઇ ગયા હતા કે કાઇ કાઇના સામું જોવાને પણ સમથ થયા નહિં, તેમની આવી સ્થિતિ જોઈને કેાઈ વિનાદીએ કહ્યું—“ અહા ! રાજકુમાર ! તમારૂં ભાગ્ય તે અદ્ભુત છે કે તમારી ઈચ્છામાત્રમાં આ પુરૂષા અહીં ઉત્પન્ન થયા.
""
વળી બીજા ખેલ્યા— અહા ! રાજાને વિષે ભક્તિવાળા એવા આ અમાત્ય, તળારક્ષક અને પુરાહિત એમણે પાતાના સ્વામીને દુ:ખે દુ:ખી અને સુખે સુખી એવી ખરી સ્વામીભક્તિ ખતાવી છે કે જેથી સ્વામીની સાથે એ પણ સંકટમાં પડેલા છે.”
Page #346
--------------------------------------------------------------------------
________________
ધર્મેિલ કુમાર, ... એ તો લોકપ્રવાહ છે તેથી જેને જેમ ફાવે તેમ આ સમયે બધા બોલતા હતા. કુમારે ખેદ પામી કહ્યું—“ હે તાત ! કયા દુષ્ટ પુરૂષે તમારી આવી સ્થિતિ કરી? આપ શિધ્ર કહે, હું એને સખ્તમાં સખ્ત શિક્ષા કરીશ.”
ગુણસાગર કુમારને આ પ્રમાણેને કેપ જોઈને રાજાએ એને ગુસ્સો શાંત પાડ્યો ને કહ્યું—“પુત્ર ! તત્વને જાણ્યા વગર તું નાહક ક્રોધ કરીશ નહિં. આ બધું એ શ્રેણીની પ્રિયાનું ચરિત્ર છે.” રાજાએ પછી સભા વિસર્જન કરી અને સર્વે લોકોને રજા આપી..
પછી સ્નાન કરી ભેજનકાર્યથી પરવારી રાજા અમૂલ્ય વસ્ત્રાભરણ સજીને સિંહાસનારૂઢ થયે. પુરહિત, તળારક્ષક અને મંત્રીને પણ સ્નાન વગેરે કરાવીને સભામાં બોલાવી બેસાડ્યા ને તરત જ રાજાએ શીલવતીને પાલખી મોકલીને સભામાં બોલાવી. શીલવતી રાજસભામાં આવી એટલે રાજાએ સિંહાસન ઉપરથી ઉઠીને કુળદેવીની માફક તેને પ્રણામ કરી અંજલી જેડી એની સ્તુતિ કરી પછી કહ્યું – “શીલવતી! તું સાચે સાચી શીલવતીજ છે. દરેક નારીઓમાં તું રત્નસમાન છો. હે મહાસતી ! તું ખરે વંદનને ચગ્ય છે કે જેણે વિકટ સંકટમાં પણ પિતાને નિશ્ચય યથાર્થ પરિપાલન કર્યો. રણસંગ્રામમાં વીરપુરૂષે પણ મને જીતવાને સમર્થ થયા નહિં પણ તે એક સ્ત્રી જાતિ છતાં મારે પરાજય કર્યો. તારા જેવા મહાસતીના શ્રાપથી મટી સલતનત પણ ખચીત નાશ પામી જાય છે, જેથી તારે મારી ઉપર માટે પ્રાસાદ થયે કે મને તે જીવતે રહેવા દીધે. ગુરૂની માફક તારી શિક્ષા જીવતાં લગી અમે ભૂલશું નહિ. જગતમાં વિદ્વાન, ગુણવાન અને ગંભીર માણસો પણ આવી ભૂલ કરે છે તે પ્રાયઃ પૂર્વ કર્મને દોષ જ સમજે. પ્રાય: કરીને બીજાને ઉપદેશ કરવામાં માણસો ઘણું શ્રા અને પંડિત હોય છે; પણ પોતેજ એ ઉપદેશને ઉપયોગ કરે એવા તે કેઈકજ હોય છે. લાખે ભવમાં સુખ કરનારા શિયલને ક્ષણ સુખને દેનારા ' વિષયે માટે કેણ વિચક્ષણ પુરૂષ નાશ કરે? કેટીજને પણ દુર્લભ એવા ચિંતામણિ રત્ન સમાન શીલને પંડિત પુરૂએ રતિસુખની લાલચથી દુષિત ન કરવું જોઈએ છે .
Page #347
--------------------------------------------------------------------------
________________
શિયળનું માહાભ્ય.
કુરપ * રાજાએ આ શીલવતીના શિયલની સભાજન આગળ પ્રશંસા કરી, પર્વતની માફક નિશ્ચળ એ એને શિયલમહિમા વર્ણવ્યું. રાજાની સમક્ષ પુરેહિતે પણ એ લેખ અને આભરણ શીલવતીને આપ્યાં અને પોતાના મિત્રને સર્વ વૃત્તાંત એણે કહી સંભળાવ્યો. - તે પછી રાજાથી સન્માન પામેલી શીલવતી ઉત્સવપૂર્વક પિતાને ઘેર ગઈ.
કાળાંતરે સમુદ્રદત્ત દેશાવરથી ઘણું દ્રવ્ય લઈને ઘેર આવ્યા, તેણે પોતાની સ્ત્રીના શિયલના માહાભ્યની વાત સાંભળી. તેથી તે મનમાં અધિક પ્રસન્ન થયો. અન્યદા ત્યાં ત્રણ જ્ઞાનના ધારણ કરનારા શ્રી શીલગુરૂ પધાર્યા. તેમને નમવાને નગર લેક જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ જવા લાગ્યા. રાજા પણ પિતાના અમાત્યાદિક પરિવાર સાથે ઉત્તમ વાહન ઉપર આરૂઢ થઈને દેવતાઓની સાથે જેમ ઈંદ્ર નીકળે તેમ નીકળે. બીજી તરફથી સમુદ્રદત્ત પોતાની એ પ્રભાવશાળી પત્નીને લઈને ગુરૂને વંદન કરવાને આવ્યું. ગુરૂને નમીને સર્વે બેઠા, એટલે ગુરૂએ મધુરગિરાથી સંસારના તાપને નાશ કરનારી દેશના આપી-“આ સંસારરૂપી અટવીમાં ભૂલા પડેલા પ્રાણુઓ મહાદુઃખે કરીને મનુષ્યને ભવ પામે છે. પરંતુ એવા મહાદુઃખે પામવા યોગ્ય માનવભવને પ્રમાદવડે જડબુદ્ધિવાળા મનુષ્યો નિરર્થક ખાઈ નાખે છે. મદનને સહાય કરનારા પ્રમાદના પાંચ પ્રકાર છે. એમાં મુંઝાયા થકા પ્રાણીઓ માનવભવ હારીને નરકમાં જવાનો રસ્તો ખુલ્લો કરે છે. પાંચ પ્રકારના પ્રમાદ શાસ્ત્રમાં કહ્યા છે. એમાં પ્રથમ મદ્ય-મદિરાપાનથી માણસ ઉન્મત્ત થઈને મૃતકના જે થઈ જાય છે. બેલવા-ચાલવાનું એને કાંઈ ભાન રહેતું નથી, જેનું સેવન કરવાથી મૂઢ પુરૂષ સ્વત: નાશ પામે છે.
બીજે પ્રમાદ વિષય-પ્રાણીઓને કાચમણિની જેમ તે ક્ષણભર મનહર જણાય છે, પણ વસ્તુત: તે એ ચોરની માફક આત્માના ગુણેને ઘાત કરનાર છે. મેટા પુરૂષો પણ એને આધિન થઈને આ લેકમાં અપવાદ પામ્યા છે અને એમાં રકત થઈને પરલોકમાં દુર્ગતિ તરફ ગયા છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
ધસિલકુમાર ત્રીજે પ્રમાદ કષાય-પ્રાણીઓને એ સંનિપાતની માફક આકુળ વ્યાકુળ કરનારે છે. કષાયને વશ પડેલા ઘણા જીવો સંસારમાં ડુબી ગયા છે કે જેને હજી લગી પત્તો પણ લાગ્યા નથી. ' ચેાથે પ્રમાદ નિદ્રા–એ પુરૂષના સર્વ ગુણેને ઘાત કરનાર છે; નિદ્રાધીન થયેલે માણસ પોતાનું શું થાય છે? તે પણ સમજી શકતું નથી.
પાંચમો પ્રમાદ વિકથા–અનેક પ્રકારની કટિલ કથાઓ કરવાથી જી વ્યર્થ કમબંધનમાં પડે છે. એ પચે પ્રમાદે ચિત્તની સ્થિરતાનો નાશ કરે છે. મહિના આ પાંચે ભેદ સમજવા. શિકારી જેમ શિરને સુપડા તેમ પ્રાણીઓને એ વારંવાર સપાટામાં સપડાવે
છે–ફસાવે છે. તેમ જ જન્મમરણની જ જાળમાં અને મને... - ટોમાં તે પાડે છે.
જેને મેહ શાંત થયો છે એવા ચાર જ્ઞાનને ધારણ કરનારા શ્રુતકેવળી પણ પ્રમાદવશ પડવાથી કેટી ભવમાં ભ્રમણ કરે છે, માટે હે ભવ્યજને ! તમે પ્રમાદને ત્યાગ કરીને ધર્મકાર્યમાં ઉદ્યમવંત થાઓ. અપ્રમાદી ઉદ્યમી પુરૂષને જગતમાં એવી કઈ વસ્તુ દુર્લભ નથી કે જે તે મેળવી ન શકે.” મહાપુરૂષની એવી દેશના સાંભળીને નગરજને મનમાં ઘણે સંતેષ પામ્યા, અને પિતપિતાની શક્તિ પ્રમાણે સર્વેએ નિયમ ગ્રહણ કર્યા.
દેશના સમાપ્ત થયા પછી શીલવતી ગુરૂરાજને નમીને વિનંતિ કરવા લાગી—“પ્રભે! આ રાજાદિક મારે વિષે રાગવાળા કેમ થયા?”
હે ધન્ય ! કર્મ એજ જગતમાં બળવાન છે; પૂર્વભવના અભ્યાસથી જ આ ભવમાં પણ એ તારી ઉપર નેહવાળા થયા છે.”
* પ્રણા : www.
શીલવતીના પૂછવાથી ગુરૂએ એનું પૂર્વભવનું વૃત્તાંત કહી સંભળાવવા માંડયું.
– –
Page #349
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫૫ મું.
શીલવતીને પ્રાન્ ભવ.” આ જબૂદ્વીપના ઐરાવતક્ષેત્રમાં ઘુતિલક નામના નગરમાં શિવભૂતિ નામને વિભૂતિએ કરીને શ્રેષ્ઠ ગણાતો એક શ્રેષ્ઠી રહે હતે. મહાશ્રી નામે તેની સહધર્મિણને સિંહસ્થને સૂચિત સિંહ નામે પુત્ર થયે; અને ચંદ્રકળાએ સૂચિત ચંદ્રકળા નામે પુત્રી થઈ. અનુક્રમે તે મોટાં થયાં, તે વારે શિવભૂતિએ સિંહના લગ્ન દેવશ્રી નામની એક ધનિકની પુત્રી સાથે કર્યા.
શિવભૂતિને એક દેવધર નામે બંધુ હતું, તે વ્યવસાયને કારણે કનકપુર નગરે ગયે, ત્યાં એક શ્રેષ્ઠીને ઘેર ઉતર્યો. તેની સાથે અનુક્રમે એને ગાઢ મૈત્રી થઈ, જેથી એ શ્રેષ્ઠીના પુત્ર ગુણધરને યુવાન અને ગુણવાન જોઈને તેણે પોતાના ભાઈની કન્યાનું એની સાથે વેવિશાળ કર્યું. -
શિવભૂતિને કુમાર સિંહ પણ વ્યાપાર અર્થે ચંપાનગરીમાં ગયે, ત્યાં શ્રેષ્ઠીપુત્ર સુરદેવ સાથે પિતાની ગાઢ મિત્રાચારી થવાથી પિતાની બહેનનું સગપણ એણે સુરદેવ સાથે કર્યું.
ચંદ્રલેખાની માતા મહાશ્રી પણ કારણવશાત્ પિતાને ઘેર ગયેલી, ત્યાં પોતાની બેનપણીના પુત્ર ગુણવાન ગુણચંદ્રને જે, એટલે પોતાની પુત્રીનું તેણે એની સાથે સગપણ કર્યું.
ચંદ્રપુર નગરથી શિવભૂતિને જુને મિત્ર મહેશ્વરદત્ત શ્રેણી ઘુતિલકપુર નગરે આવે, તેને જોઈને પ્રસન્ન થયેલા શિવભૂતિએ પિતાની પુત્રીનું સગપણ એના પુત્ર શંખદત્તની સાથે કર્યું
કાક્તાલીય ન્યાયે કરીને એ ચારેનાં સાથે લગ્ન લીધાં ને ચારે વર સાથે પરણવાને આવ્યા. એકદમ ચારે વરને પરણવા આવેલા જાણુને શિવભૂતિ કિંકર્તવ્યમૂઢ બની ગયા. લેક કેળાહળ કરતા મશ્કરીમાં જેમ ફાવે તેમ બેલવા લાગ્યા. વરના જાનૈયાઓ
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ધમ્મિલ કુમાર પણ આપ આપસમાં વાદવિવાદ કરવા લાગ્યા. આ અકસ્માત જોઈને કન્યા વિષાદ પામી ગઈ. ચિત્તમાં પરાભવ પામેલી મનમાં અનેક સંકલ્પવિકલ્પ કરતી તે બાળા વનમાં ચાલી ગઈ; અને ત્યાં એક વૃક્ષની શાખાનું અવલંબન લઈને જેટલામાં ગળે ફસે ખાતી હતી, એટલામાં એક અવાજ એને કાને આવ્યું. “મુગ્ધ ! આવું સાહસ ન કર.”
આ અવાજ સાંભળીને કન્યા ચમકી કે “મને કઈ માણસ અથવા તે દેવ ગળે ફાંસો ખાવાને નિષેધ કરે છે. એ પ્રમાણે ચિંતવન કરતી હતી, એટલામાં નજીકના વૃક્ષ નીચે એક મુનિને તેણે જેયા. તેમને જોઈને વિસ્મય પામતી કન્યાએ મરણનું કાર્ય આટેપીને સુખદાયક અસુનિશિવડ છેગરાગમાં વંદન કર્યું. મુનિએ કહ્યું. “હે મહાભાગી ! તને શું દુ:ખ છે કે જેથી તે મરવાને પ્રસંગ આદર્યો છે? સુખ દુઃખ એ પ્રાણીઓને પૂર્વભવના કવિપાકને અનુસારે જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી કર્મોની સ્થિતિ પૂરેપૂરી પાકી ગઈ ન હોય, ત્યાં લગી એ કર્મી પ્રાણીને છેડતા નથી. માટે એ દુષ્ટ કોને નાશ કરવાને હે ધીરબુદ્ધિવાળી ! તું કંઈક યત્ન કર, દુર્જન પુરૂષ પણ રાજાવડે કરીને શું નથી દંડાત?” | મુનિની એવી મૃદુ વાણી સાંભળીને તે બાળા બેલી-“પ્રભે! એ દુષ્કર્મને કેવી રીતે જય કરે?”
કમને મર્મ ભેદવાને તે ફકત એક ધર્મને જ આશ્રય લે. હે બાળા ! સુખને કરનારે, સંસારના તાપને શાંત કરનારે એ ધર્મ જ છે, માટે તેને જ તું અંગીકાર કર.” ગુરૂએ તેને ધર્મનું શરણ અંગીકાર કરવાને કહ્યું.
પ્રભો ! એ કર્યો ધર્મ દુષ્કર્મને નાશ કરવા સમર્થ થશે ?” બાળાએ પૂછ્યું. તેના ઉત્તરમાં ગુરૂ બોલ્યા
“જગતમાં સર્વ ધમાન વષ સવન -. છે. આ સંસારસાગરમાં ડુબતા પ્રાણીઓ જહાજ સમાન સંયમધર્મને પ્રાપ્ત કરીને પરમપદને પ્રાપ્ત કરે છે. ” ઉત્તમ એવા સાધુમાર્ગનું શ્રવણ કરીને તે બાળા સંયમધર્મને પ્રાપ્ત કરી સાધ્વી
Page #351
--------------------------------------------------------------------------
________________
શિલવતાનો પ્રાગભવ.
૪૨૯ એની સંગતિમાં રહી ચિરકાળ પર્યત સંયમધર્મનું પાલન કરવા લાગી. મરણ સમયે અનશન પ્રાપ્ત કરીને શુદ્ધ આરાધનમાં તત્પર રહી ત બીજા દેવલેકે અદ્વિતીય કાંતિમાન દેવી તરીકે ઉત્પન્ન થઈ. દેવતા સંબંધી અનુપમ ભોગોને ભોગવી આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી આવીને તું શીલવતી નામે શ્રેષ્ઠીપત્ની થઈ છું.
પ્રાગભવમાં તને પરણવા આવેલા ચારે વરરાજાઓ તને વ્રતવાળી જઈને ચિંતવવા લાગ્યા. “અહે! પ્રિયાને પ્રાપ્ત કર્યા વગર આપણે પાછા જઈશું, તે મિત્રમાં અને લેકમાં મશ્કરીના પાત્ર થઈશું માટે પરણ્યાવગર આપણે આપણા ગામમાં હવે પાછા કેવી રીતે જવું?” એમ વિચારી વનમાં જઈને તેઓ ચારે તાપસ થયા. આયુષ્ય પૂર્ણ થયે મરણ પામીને તેઓ ભુવનપતિમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી અને તે આ રાજા, મંત્રી, કોટવાળ વગેરેપણે ઉત્પન્ન થયા છે. પૂર્વના સંસ્કારથી તે આ ભવમાં તારી ઉપર અનુરાગવાળા થયા છે, કેમકે રાગ દ્વેષ કેટ જન્મ પર્યત પ્રાણીઓને ભવપરંપરાએ ચાલ્યા આવે છે. પૂર્વભવમાં જે તારે ભાઈ હતા તે આ ભવમાં તારે સ્વામી થયે છે. ખરે આ સંસારનું નાટક વિચિત્ર છે.” મુનિના મુખથી એ પ્રમાણેને પિતાને પૂર્વભવ સાંભળીને પ્રતિબંધ પામેલા તેઓ એમની પાસે ચારિત્રની યાચના કરવા લાગ્યા. શીલવતી સહિત એ સર્વેને મુનિએ દીક્ષા આપી. શીલવતી અને તે રાજાદિક ખર્શધારાની માફક દીક્ષા લઈને તીવ્ર તપ તપવા લાગ્યા. સંયમનું આરાધન કરીને શુભ ભાવથી પ્રાંતે તે સર્વે સ્વર્ગ લકમાં ગયા, ત્યાંથી અનુક્રમે એ બધા સિદ્ધિસુખને પામશે.
જેવી રીતે શીલવતી પિતાની સુશીલતાથી પૃથ્વી ઉપર વિખ્યાત થઈ, એવી રીતે નિર્મળ શીલંધર્મવાળાં નરનારીઓ આ ભવમાં પણ પવિત્ર માર્ગમાં રહીને પુણ્ય ઉપાર્જન કરે છે. એકલી પણ એ મહાસતી શીલવતીએ શિયલની લીલાઓ કરીને એ સર્વને પિતાને વશ ક્ય, માટે મારી શિખામણ માનીને તું પણ આ કરૂપનું દરિદ્ર મુખ જોઈશ નહિ.”
Page #352
--------------------------------------------------------------------------
________________
બસ્મિલકુમાર એ પ્રમાણે વિમલાના મુખથી કથા સાંભળીને કમલા મન રહી. એટલામાં ચાલતા રથથી કેટલીક અટવીને ઉજજડ પંથ કાપતાં આગળ માર્ગમાં શંખાદિ વાજીત્રના ધ્વનિ તેમને કાને પડ્યા. તે સાથે હાથી, ઘોડા, રથ વગેરેથી સુસજજ સુભટેનું લશ્કર સામે આવતું અને ધ્વજાઓ ફરકાવતું એમણે જોયું.
–” – પ્રકરણ ૫૬ મું.
ચંપામાં.” માર્ગમાં આવતાં જે ચેરોને મેં હણ્યા હતા એના સાગરીતે વૈરીનું પ્રતિશોધન કરતાં મારી સાથે લડવાને આવ્યા જણાય છે. અસ્તુ ! એવા વિશાળ સૈન્યની પણ શી ચિંતા દેવના કાર્યની ચિંતા તે એ પોતેજ રાખે છે, માણસ તો માત્ર પ્રયત્ન કરે છે.” ધમ્મિલ ઉપર પ્રમાણે ચિંતવતા હતા. તેમજ આવું મેટું લશ્કર જોઈને વિમલાને કમલા પણ ભયથી આકુળ વ્યાકુળ-હાવરાં બની ગયાં હતાં. તેમને ધમિલે ધીરજ આપીને કે-“જીવું છું ત્યાં લગી તમારે ડરવું નહિ. જે દેવે આજ સુધી આપણું રક્ષણ કર્યું છે તેજ આપણને અત્યારે પણ બચાવશે, માટે તમારે ચિંતા કરવી નહિ.” ધમિલ તેમને તે પ્રમાણે સમજાવતો હતો, એટલામાં તે એ સન્યમાંથી એક સુંદર પુરૂષ હથીયાર રહિત સામ્યવેશ ધારણ કરેલ પસ્મિલની આગળ આવ્યું. તેને આવતો જોઈને ધમ્મિલે ચિંતવ્યું કે “આ કેઈ દૂત જે સમાચાર લઈને આવતો જણાય છે.” એટલામાં તે પુરૂષ ધમ્મિલ પાસે આવીને પિતાના મસ્તકે બે હાથ જોડી એને પ્રણામ કરતે બે -“હે આર્યપુત્ર ! અહીં નજીકમાં અંજનાચલ ગિરિ દેખાય છે, ત્યારે પલ્લી પતિ અજીતસેન રાજા મોટે પૃથ્વીપતિ છે, તમે જે અર્જુન ચેરને માર્યો તે અમારા સ્વામી ઉપર બહુ દ્વેષ કરતો હતો અને હેરાન કરતું હતું. તેને હમણુજ તમે મારી નાખે, એવું ચરદ્વારા સાંભળીને તમારી ઉપર સ્નેહભાવ
Page #353
--------------------------------------------------------------------------
________________
ચંપામાં.
૩૦ ધારણ કરી સુભટેના પરિવાર સાથે હર્ષથી તે તમને મળવાને સામા આવે છે.” આવેલા પુરૂષે આ પ્રમાણે ધમિલને હકીકત કહી સંભળાવી એટલે સર્વેની ચિંતા દૂર થઈ.
ધમ્મિલ પણ નેહભાવે અજીતસેનને આવતે સાંભળી રથ ઉપરથી નીચે ઉતરીને તેને મળવા ચાલ્યા. સામેથી અજીતસેન પણ ઘોડા ઉપરથી ઉતરી પડ્યા. બન્ને સામસામા આવીને અરસ્પરસ મળ્યા, ભેટ્યા, અજીતસેને ધમ્મિલની પ્રશંસા કરતાં કહ્યું“હે ભાગ્યવંત ! તમે આ બહુ સારૂ કૃત્ય કર્યું કે એ દુષ્ટ કેશરી સમાન અર્જુનને મોતનો સ્વાદ ચખાડ્યો. પોતાના પરિવારે કરીને એ હમણાં અજેથ્ય થઈ પડ્યો હતો, જેથી સર્વેને ઘણે હેરાન કરતો હતા. એના ભયથી આ રસ્તે કેઈ નીકળી પણ શકતું નહિ. લુંટફાટ રૂ૫ અનેક પાપકર્મ કરીને તે પિતાની આજીવિકા ચલાવતા હતે. માણસને મારવામાં એ પાપજ ગણતા નહિ. એ એ અમારી ઉપર પણ દ્વેષ કરીને અમારી પ્રજાને–અમારા માણસોને લુંટતે, તેમના જીવનું જોખમ કરતા અને અનેક રીતે તે અમને હેરાન કરતો હતો. તેને પકડવાને ઘણે પ્રયત્ન કરતો હતો, પણ એ દુષ્ટ પકડાતો નહિ, હાથમાં આવીને છટકી જતો. એવા જાલીમને તમે એકલે હાથે હણને ખચીત પ્રજા ઉપર અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આજસુધી અમારા હૃદયમાં એ અજુનરૂપ શલ્ય ખુંચતું હોવાથી સુખે ઉંઘ પણ આવતી નહોતી, આજથી શલ્યરહિત થયેલા અમે હવે નિરાંતે રાત્રીએ નિદ્રા લેશું. હવે તે કુમાર! તમે અમારા પર પ્રસન્ન થાઓ અને અમારા સ્થાનકને પવિત્ર કરે. તમારી વાત સાંભળીને અમારા નાગરિકજનો તમને જેવાને આતુર થયેલા તમારી રાહ જોતા ઉભા છે તેમને સંતોષ આપે.” અજીતસેન રાજાએ આ પ્રમાણે કહીને પિતાની પલ્લીમાં આવવાની વિનંતિ કરવાથી ધમ્મિલ એની અભ્યર્થનાનો સ્વીકાર કરતા એની સાથે ચાલે, કેમકે ઉત્તમ પુરૂષે અન્યની પ્રાર્થનાને છતી શક્તિએ ભંગ કરતા નથી.
પહેલીપતિએ એના આગમન નિમિત્તે માટે ઉત્સવ માંડ્યો. ને તેમને વસવાને એક સુંદર મંદિર આપ્યું. તેમાં અશન વગેરેની
Page #354
--------------------------------------------------------------------------
________________
૪૦ર
પશ્ચિલ કુમાર. સવે સામગ્રી ભરી દીધી. તેમજ રેજ નવાં નવાં વસ્ત્રોથી–ધમ્મિલને સત્કાર કરવા લાગ્યો. એવી અનેક સુખ સગવડપૂર્વક ધમ્મિલ ત્યાં રહેવા લાગ્યો.
અવસર સાધીને એક દિવસ વિમળા આગળ કમળાએ ધમિલના ગુણેનું વર્ણન કરવા માંડ્યું, પણ કડવા ઔષધનું પાન કરતાં જેમ મુખ સંકોચાય તેમ વિમળાએ એ કટુક લાગતા શબ્દનું કણેન્દ્રિય દ્વારા શ્રવણ કરતાં મુખ મચકોડ્યું.
કેટલાક દિવસ પર્યત સુખપૂર્વક દેવતાની માફક ત્યાં રહીને પમ્મિલે ચંપા તરફ જવાને માટે રાજાની રજા મેળવી અને આડંબરપૂર્વક અજીતસેન રાજાએ વળાવેલાં તેઓ રથમાં બેસીને આગળ ચાલ્યા. અનુક્રમે રથ ચાલતા ચાલતે ચંપાનગરીના સીમાડે આવ્યો.
પતિતપાવની ગંગા પિતાના પવિત્ર જળથી સકળ જનોના પાપની શુદ્ધિ કરતી, તેમના બાહ્ય મળ સાફ કરતી, પૂર્ણ જોબનપણે સખીઓના પરિવારે પરવરેલી, પિતાના પતિ સાગરને મળવાને ઉત્કંઠા ભેર ત્વરિત ગતિએ ગમન કરી રહી છે. લેકે વાત કરે છે કે આ ગંગાનું ચપળ મન પહેલાં શંકરનું મોટું નામ સાંભળીને એનામાં આસક્ત થયું હતું, જેથી ગંગા એ ભોળાનાથને મળવાને કાશી દેડી ગઈ. અને પરિણામે મેહમુગ્ધ થઈને તે વિશ્વનાથની ઉપમા પામેલા શંકરની સાથે ચારમાં પડી. રોજ તેની સાથે ખેલવા લાગી. શંકરને એક ભવાની–પાર્વતી પત્ની હોવાથી તેમજ શંકરની ઉપર એની સત્તા અધિક હોવાથી ઉમાપતિ-શંકર, ગંગાને પિતાની જટામાં છુપાવી રાખતા હતા અને એની ઉપર અતિ હાલ હેવાથી નિરંતર તેને સાથે રાખતા હતા. પોતે શરીરે ભસ્મ લગાવીને સ્મશાનમાં–જંગલમાં ફરતા હતા અને કવચિત્ ધ્યાનમાં તે કવચિત્ ગંગામાં મસ્ત રહેતા હતા.
પાર્વતીને એક દિવસ કંઈક શક પડવાથી શીવજીની કસોટી કરવાને એણે વિચાર કર્યો. અને એક સુંદર ભિલડીનું સ્વરૂપ ધારણ કરીને જ્યાં શીવજી સમાધિ લગાવીને બેઠા હતા, ત્યાં અકસ્માત પ્રગટ થઇ. એ વારંવાર મહાદેવની દષ્ટિએ પડવા લાગી ને
Page #355
--------------------------------------------------------------------------
________________
ચંપામાં. હાવભાવ બતાવવા લાગી. શંકર પણ સમાધિ છેડીને વારંવાર સુંદર નવવના ભિલડીને આવી એકાંત જગ્યાએ પોતાની સામે હાવભાવ કરતી જોઈ તેના પર મોહ પામી ગયા,દિવાના બન્યા અને તેને મેળવવાને–ભેટવાને દોડ્યા. ગંગાજીરસાશે એનું પણ ભાન એ ભોળાનાથને રહ્યું નહીં. ઉત્સુક થયેલું એ વિહ્વળ મન ભિલડીને ભેટવાને અતિ આતુર થઈ ગયું. જટામાં રહેલી સૂક્ષ્મ શરીરધારિણી ગંગાએ એની આ ચેષ્ટા જોઈ, જેથી એ પણ આ બેવફા શંકર ઉપર રૂષ્ટમાન થઈ ગઈ.
ભિલડીને ભેટવા ગયેલા શંકર એકાએક ભિલડી અદ્રશ્ય થવાથી તાજુબ થઈ ગયા. બીજી તરફથી ગંગાએ પ્રગટ થઈ એમને ઓળ આપે, શંકરે પોતાની ભૂલની એની આગળ ક્ષમા માગી; પણ મનસ્વિની ગંગા તેની ઉપર કાંઈ પણ ધ્યાન આપ્યા વગર નિરાશ થઈને સુરકમાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને ચાલી ગઈ. મહાદેવની સંગતિથી વિલખી થયેલી ગંગાનો સ્વર્ગલેકમાં કેઈએ ભાવ પૂછો નહિ, એટલે એણે રેષાયમાન થઈને સ્વર્ગભૂમિના એક ટુકડા સમા હિમવંત પર્વત ઉપર આવેલા પદ્મદ્રહમાં ઝંપાપાત કર્યો, અને પુન: નારીરૂપ ધારણ કરી દેવ નદી–ગંગા નામ રાખી પિતાની સાહેલી સિંધુને પોતાની સાથે લઈને હિમાલયની નીચે ઉતરી. બહુ સાહેલીઓના પરિવારે પરવરેલી તે આ ચંપાની ભાગોળે થઈને તેના પ્રિયતમ સમુદ્રને વરવાને દોડી ગઈ.
એ ગંગાના કિનારા ઉપર અનેક નાનાં મોટાં તરૂવર શોભી રહ્યાં છે. જ્યાં સહકારના વૃક્ષ ઉપર કોયલ મધુર ધ્વનિથી રાગરાગણી છેડી રહી છે, એવા રમણીય ઉદ્યાનસમા વનને જોઈને કુમારે ત્યાં રથ છોડ્યો. સર્વેએ ગંગાને કિનારે આવી હાથ મોં ધોઈને મુખ શુદ્ધિ કરી, અમૃતસમાન એ સ્વાદિષ્ટ જળનું પાન કર્યું. પોતાની પાસે ખાવાનું હતું તે ખાઈને થોડીવાર વિશ્રાંતિ લઈ શ્રમને હર કર્યો. વનની એ રમ્ય મંદમંદ હવાથી સર્વેનાં મન પ્રફદ્વિત થયાં. કેટલીક વાર સુધી વિશ્રાંતિ લીધા પછી ગામમાં કોઈ સારૂં સગવડવાળું મકાન શોધવાને ધમ્મિલ નગરમાં જવા તૈયાર થયે, જતાં જતાં સ્નેહભાવથી કમલાએ ધમિલને કહ્યું—“વત્સ! સંભાળજે. આ ચંપાનગરી અનેક ધૂર્ત લેકથી ભરેલી છે. તું
Page #356
--------------------------------------------------------------------------
________________
બ્રુિહ કુમાર.
૩૩૪ નિર્મળ બુદ્ધિવાળો હોવાથી એ ધુઓંના સપાટામાં ફસાતે નહીં. અને કામ કરીને વહેલો આવજે. પેલા કુટ વણિકની માફક તું ઠગાઈશ નહિ, નહિતે અમે અહીં તારી રાહ જોતાં બેસી રહેશું.”
“હે માત! તમારે મનમાં લેશ પણ એ સંબંધી ચિંતા કરવી નહિ. હું હવે સર્વે જગતને ઠગવાને સમર્થ છું, મને કઈ ઠગી શકે તેમ નથી.” એમ કહીને તેમને બન્નેને ધર્ય આપી પોતે મકાનની તપાસ કરી આવે ત્યાં લગી અહીં જ તેમને રહેવાનું જણાવી પોતે નગર તરફ ચાલ્યો. ચાલતાં ચાલતાં ધમ્મિલ અનુક્રમે વનની સુંદર લીલાને જોતા ચંપાની નજીકમાં ચંદ્રનાં કિરણસમી ઉજવળ જળ કલોલ ફેંકતી ચંદ્રા નદી પોતાના પ્રવાહવડે કરીને ઉત્કંઠાપૂર્વક માળિકા જેમ માતાને મળવાને ધસે તેમ રૂમઝુમ કરતી જ્યાં ગંગાને મળે છે તે જગાને તેમને સંગમ જેતે બે ઘડી ઉભું રહ્યો; અને ત્યાં નદીમાં રહેલાં જળકમળ સાથે તે ક્ષણભર ક્રીડા કરવા લાગ્યો. અનુક્રમે તે જળકમળોને છેદ-તેને ચિત્ર વિચિત્ર બનાવતો ચંદ્રાના અથાગ જળમાં ફેંકવા લાગ્યો. તે કમળે જળની આંટીઘુંટીની ભમરીમાં નાચતાં કુદતાં ગંગાના ઉંડા જળને જેમ યતિઓનાં ચિત્ત આગમવડે પવિત્ર થઈને શુકલધ્યાનને પામે તેમ પામી ગયા.
ગંગાના તટ ઉપર પોતાના મિત્રની સાથે ફરતા ચંપાધીશ કપિલ ભૂપાલના કુમાર રવિસેને કેતુકવડે કરીને આશ્ચર્યજનક કમળના વિકારે-જુદા જુદા આકારે જોયા. એણે પોતાના મિત્રને કહ્યું.—“મિત્ર ! જોયાં આ કમળ ! તેને આવાં વિચિત્ર બનાવીને કેણ ફેંકતું હશે ? ભિન્ન ભિન્ન પ્રકારની ગુંથણી ગુંથી આ કમળને જળમાં ફેંકનારે કઈ કળાનિધિ જણાય છે, માટે જા એને બોલાવી લાવ, આપણે એનું વિજ્ઞાન જોઈએ. ”
મિત્રે એક માણસને બોલાવી એને સર્વે વાત સમજાવી કમળોને છેદ કરીને જળમાં ફેંકનાર પુરૂષને બોલાવવા મોકલ્યા. તેને કહ્યું કે–“એ ગુણ પુરૂષને માન સાથે સત્કાર કરીને અહીં તેડી લાવજે.” રાજકુમારના કહેવાથી માણસને મોકલી પિતે એ કમળોની ચિત્રવિચિત્ર લીલા તે ત્યાંજ ઉો રહ્યો.
Page #357
--------------------------------------------------------------------------
________________
ચંપામાં.
-
૭૫
રાજકુમારે મેકલેલો માણસ એ કમળ સાથે રમત કરતા ધમિલ આગળ જઈને કહેવા લાગ્યો–“હે કલાનિધાન! ગુણવાન ! તમારું આશ્ચર્યજનક આ કમળ સંબંધી વિજ્ઞાન જેઈને અમારા રાજકુમાર અતિ પ્રસન્ન થયા છે; અને તમારા દર્શનની રાહ જોતા તે ગંગાના કિનારા ઉપર પોતાના મિત્રો સાથે ઉભા છે.”
આગંતુક પુરૂષની આ પ્રકારની વાણી સાંભળીને ધમ્મિલ રાજકુમારને મળવાની ઈચ્છાથી તેની સાથે ચાલ્યો. ચંપા નગરનું જાણે સાક્ષાત મૂર્તિમંત શૂર, નર અને સંદર્ય હાય એવા રાજકુમારને જોઈને તેણે પ્રણામ કર્યા.
- કુમારે પણ પાસે જઈને બાવડે આલિંગન દઈ ધમ્મિલને આદરસહિત મળીને કુશળ વર્તમાન પૂછયા અને એની કળાકુશળતાની
સ્તુતિ કરતાં કહ્યું કે-“મારા ચિત્તરૂપી પ્રવાહને તારી કળાએ દ્રવીભૂત કર્યો છે. હે મ્ય! ઘણા સમયથી તારી કળાનું કૌતુક હું જોઈ રહ્યો છું. તારી આવી અપૂર્વકળાવડે જણાય છે કે તું વિજ્ઞાની છે. ભાઈ! કહો, તમે કયાંથી આવો છો? કયાંના વતની છો? સાથે પરિવારમાં કેણ છે?”
“રાજકુમાર ! કુશાગ્રપુર નગર થકી હું આવું છું. મારી સાથેના પરિવાર અહીં નજીકના વનમાં જ ઉતરે છે.” ધમ્મિલે પિતાની હકીકત કહી સંભળાવી.
ત્યારે મિત્ર! હવે તમે અહીંયાજ રહેવા ચાહે છોકે આગળ * જવા ચાહે છે?” કુમારે ફરીને પૂછયું.
ધમ્બિલે કહ્યું કે—“અહીંજ રહેવા ઈચ્છા છે. વનમાં રથ છોડીને ગામમાં હું મકાનની સગવડ કરવા જતો હતો, એટલામાં ચંદ્રાના શુભ્રજળમાં ઉત્પન્ન થયેલાં સુંદર કમળ જે તેની સાથે રમણ કરવાનું મને મન થયું, ત્યાં તો અલ્પકાળમાંજ આપનું પુણ્યમય દર્શન થયું.”
ઘણી સારી વાત, મિત્ર ! તમે અમારાજ મેમાન થઈને રહે. મારા માણસો તમારે માટે સર્વે સગવડ કરી આપશે.” એમ કહીને કુમારે માણસને આજ્ઞા કરી કે-“જાઓ, એક સુંદર મકાન આમને માટે સાફ કરી અંદર ખાનપાનની સર્વ વસ્તુઓની ગોઠવણ કરે.” આ પ્રમાણે માણસને હુકમ આપી રાજકુમાર ધમિલના
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૭૬
પસ્મિલ કુમાર પરિવારને તેડવાને માટે ધમ્મિલની સાથે હાથી ઉપર બેઠો. અને વિમલા તથા કમલા જે ચંપકવનમાં ઉતર્યા હતા ત્યાં બંને આવ્યા. તેમને દૂરથી આવતા જોઈને વિમલાએ પૂછયું
હાથી ઉપર બેસીને બીજા અનેક માણસો સાથે આ કેણ આવતું હશે ?”
એમ જણાય છે કે હાથી ઉપર બેસીને તારો પ્રિય ધમ્મિલ આ પરિવાર સાથે તને પ્રિયાને લેવાને આવે છે.” કમલાએ હસતાં હસતાં કહ્યું ને વિમલાએ મેં મચકેડયું.
આ કળાવાન ધમ્મિલ કેટલો બધો પરિવાર લઈને તને તેડવા આવે છે? ખરે સુકૃતવંત પુરૂષોના ભાગ્યને અવધિ નિરવધિ જ હોય છે.” ફરીને કમલાએ કહ્યું.
મૂખે એ આ મને બિલકુલ પ્રિય નથી. એની વાત સાંભબીને પણ મને તાવ આવે છે. હવે આપણે ધારેલે સ્થળે આવી પહ
યાં છીએ, તે તું એને કયારે દૂર કરીશ ? આ ઉચ્ચ આસન ઉપર બેઠો છતાં એ સજન જનની શેભાને પામતો નથી. પર્વતના શિખર ઉપર રહેલું ગમે તેવું સુંદર વૃક્ષ પણ શું કલ્પવૃક્ષની ઉપમા પામી શકે છે?” વિમલાએ કહ્યું.
જો કે આ ઘણા પરિવાર સાથે આવે છે છતાં એમાં મને તે કાંઈ પણ આશ્ચર્ય થતું નથી, કેમકે અનેક પ્રકારે કુચેષ્ટા કરવાવાળા વિદુષકને લોકે શું વીંટી વળતા નથી ? ” કમલાના વચનથી પ્લાન મુખવાળી થયેલી વિમલાએ ફરીને ખેદવડે કહ્યું.
એટલામાં રાજકુમાર અને ધમ્મિલ પરિવાર સહિત ત્યાં આવી પહોંચ્યા અને ઉપર પ્રમાણે પિતાની ધાવમાતા સાથે વાતો કરતી વિમલા અને કમલાને રથમાં બેસાડીને રથને નગરમાં હંકાર્યો. સર્વ પરિવાર સાથે તેઓ શહેરમાં આવ્યા. રાજકુમારે પોતાની પાસેના જ સુંદર મકાનમાં–જે અત્યાર આગમચ સાફસુફ થયું હતું તેમાં ઉતારે આપે. ત્યાં દરેક ચીજે–ખાન, પાન, વસ્ત્ર, પાત્ર વગેરે સર્વની વ્યવ
સ્થા થઈ ગઈ હતી, છતાં કુમારે અધિક વ્યવસ્થા કરી આપી, અને પતાના મિત્રને એઇતી રાગવડો પૂરી પાડવાની કરીને તાઢક આપી.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩):
ચંપામાં. * અનુક્રમે દિવસ ઉપર દિવસ જતાં રાજકુમાર અને ધમ્મિલકુમારને જ્ઞાનગોષ્ટિની વાત કરતાં ગાઢ દસ્તી થઈ. એના જ્ઞાનની– એના વિજ્ઞાનની એની કળાકુશળતાની રાજકુમારે પરીક્ષા કરી, તેમાં ધમિલ જાતિવંત સુવર્ણની માફક ફત્તેહ પામે. જેથી બન્નેને પરિચય દિવસાનદિવસ વધતેજ ગ. રાજકુમાર વન, ઉપવનમાં કીડાદિ જે જે કરતા હતા તેમાં ધમ્મિલ ત્રીજા નેત્રની જેમ સાથે ને સાથે રહેતો હતો. એવી રીતે ધમિલ અને રાજકુમારનાં હૃદય અને અન્ય એક્યતાને પામી ગયાં. રાજકુમારના મિત્રે તે પણ ધમ્મિલની મીઠી જબાનને આધિન થઈ ગયા. ક્રમે કરીને જેમ જેમ તેની ઓળખાણ વધતી ગઈ તેમ તેમ તે આખા નગરમાં લોકપ્રિય થયે. પરંતુ જેમ ચંદ્રમા સમસ્ત જગતને પ્રકાશ કરે છે–દુનિયાને પોતાના ગુણથી અજવાળે છે, પણ પિતાનું મૃગવડે કલંક્તિ ઘર તે કલંક્તિ જ રહે છે એમ ધમિલ પણ પિોતાના ઘરમાં અણગમતે હતે.
ધમ્મિલ પણ રોજ તેલ અત્તર વગેરે ચોળીને સ્નાન કરવા લાગે, મિષ્ટ-મનગમતાં ભોજનનો સ્વાદ લેવા લાગ્યું અને રાજકુમાર સાથે ક્રીડા કરતાં આનંદમાં વખત વ્યતીત કરવા લાગે; જેથી દિવસે દિવસે એની કાંતિ અને તેજ વૃદ્ધિ પામ્યાં, શરીર પણ પુષ્ટ અને તંદુરસ્ત થયું. એમ કરતાં ચંપાનગરીમાં તેમને મહીનાથી અધિક સમય પસાર થઈ ગયો.
એક દિવસ મિત્ર મારફતે રાજકુમારે ધમ્મિલના ઘર સંબંધી ચેષ્ટા જાણું, જેથી એની ખાતરી કરવાનું મન થયું; કેમકે જ્ઞાની પુરૂને ન સમજાય એવું કંઈ હોતું નથી. ત્યારપછી પણ ઘણા દિવસ વહી ગયા.
કેટલાક દિવસ પછી રાજકુમાર ધમ્મિલ સહિત સર્વે મિત્રોની સાથે બેઠો હતો. તેવામાં અકસ્માત્ ધમ્મિલની સાથે આવેલી સુંદરી પસ્મિલની સ્ત્રી છે કે કોઈ બીજી છે? તેની પરીક્ષા કરવાનું વિચાર તેને ફર્યો, તેથી એણે પોતાના મિત્રોને કહ્યું–“દોસ્તો ! આવતી કાલે પ્રાત:કાળે તમે સર્વે તમારી સ્ત્રીઓની સાથે નગરની બહાર
Ye
: .
.
Page #360
--------------------------------------------------------------------------
________________
ડા
ધમ્બિલ કુમાર: આપણે વાડીમાં આવજે. ત્યાં આપણે ઉજાણું કરશું અને આખો દિવસ ગમ્મત કરીને જ મેળવશું.” એમ કહીને સર્વે મિત્રોને રજા આપી. ધમ્મિલ સમજી ગયા કે “આ બધું તોફાન મારી પરીક્ષા માટે થતું જણાય છે. નક્કી કાલે પ્રભાતે આપણે ભ્રમ ખુલ્લો થશે.” ઈત્યાદિક વિચારતો ધમ્મિલ પિતાને ઘેર આવ્યા. તેના હૃદયમાં ચિંતા હતી અને વદન ઉપર મલિનતા તેમજ ગ્લાનિ હતી. હવે શું કરવું ?” એ માટે મુંઝાયેલો ધમિલ ખાધા પીધા વગર એમને એમ ઘરની નીચે એક ખાટલી ઉપર સુતો અને વિચારમાં ડુબી ગયે.
તેની આવી સ્થિતિ જોઈને “એને શું થયું હશે?” એમ વિચા રતી કમળા ધમ્મિલની પાસે આવી અને તેને પૂછવા લાગી—“વત્સ! શા માટે આજે આટલો બધો દુઃખી જણાય છે ?”
માતા ! હવે તમારી સાથે હું વિશેષ વખત રહી શકીશ નહિ. આજ રાતનાજ હું અહીંથી જવાના વિચારમાં છું.” ધમ્બિલે જણાવ્યું.
પણ તેનું કોઈ કારણ? ધીરજ ધર. ધીરજનાં પરિણામ મીઠાં જ હોય છે.” ધાવમાતાએ કહ્યું.
“અરે! ધીરજ તે ક્યાં સુધી ધરૂં? આવતી કાલે પ્રભાતે જ મારી કમબખી થવાની છે, તે શું મારાથી સહેવાવાની છે?”
“કેમ, શું થયું છે વારૂ? કાંઈ નવાજુનું થયું કે શું?” ધાવમાતાએ પૂછયું.
હા, આવતી કાલે પ્રાત:કાળે રાજકુમારે પિતાના સર્વે મિત્રોને પ્રિયા સાથે બહાર ઉદ્યાનમાં આવવાનું આમંત્રણ કર્યું છે. એ બધું મારી પરીક્ષા કરવાને માટે જ થયું છે.”
“એમ થવાનું કારણ?” ધાવમાતાએ પૂછ્યું.
કારણ મારું દૈવ મારી ઉપર કોપ્યું છે તે કઈ ચરધારાએ રાજકુમારે મારા ઘરનું ગુહા વૃત્તાંત જાણ્યું છે. તે જોવાની ખાતરજ પ્રભાતે પ્રિયા સહિત સર્વેને વનમાં બોલાવ્યા છે. તેથી જે વિમળા
Page #361
--------------------------------------------------------------------------
________________
વસુદત્તાની સ્વચ્છંદતા. મારી સાથે નહીં આવે તે હું સર્વે જનેમાં હાંસીનું પાત્ર થઈશ. માટે તારાથી જે બની શકે તો તું વિમલાને સમજાવ કે જેથી તે પ્રીતિ વિના પણ પ્રભાતમાં મારી સાથે ઉદ્યાનમાં આવે.” ધામ્બલે મુદ્દાની વાત કમલાને સંભળાવી.
હું તારી ઈચ્છા પ્રમાણે પ્રબંધ કરીશ.” એમ કહી તેને આશ્વાસન આપીને કમલા તરતજ વિમલા પાસે ગઈ માતાની માફક એ પ્રેઢા વિમલાને શિક્ષા આપવા લાગી–સમજાવવા લાગી. “વત્સ ! આવતી કાલે પ્રભાતે રાજકુમારે પોતાના સર્વે મિત્રોને પ્રિયા સહિત વનમાં નોતર્યા છે. એમાં ધમ્મિલને પણ જવાનું છે. માટે તું પણ ત્યાં ધમ્મિલની સાથે જા. આટલા બધા કાપવાળી ન થા. અગ્નિ જેમ સર્વને બાળી નાખે છે તેમ તારે આ અતિ કેપ આપણા આ સર્વે સુખનું સત્યાનાશ વાળશે. જે તને ધમ્મિલ ન ગમતો હોય તે પણ આવતી કાલે તું એની સાથે ઉદ્યાનમાં જા અને ત્યાં અનેક કુમારે ભેગા થશે, તેમને જોઈ પસંદ કરીને તેને ગમે તેને તું પરણી જા. પરંતુ દીકરી! આવી સ્વચ્છંદતા કોઈને કયારે પણ સુખ કરનારી થઈ નથી. વસુદત્તા અને અરિદમનને પણ એ સ્વછંદતા સુખ આપનારી ન થઈ તો બીજાને કેમ થશે?”
માતા ! તે વસુદત્તા કોણ? અથવા એ અરિદમન રાજા કે?” વિમલાએ પૂછ્યું.
એના જવાબમાં કમલાએ એ દષ્ટાંત કહેવા માંડયું.
પ્રકરણ પ૭ મું.
વસુદત્તાની વચ્છંદતા આ પૂર્વે અવંતીનગરીમાં ધનદત્ત નામને માટે ધનાલય શાહુકાર રહેતું હતું. એને ધનશ્રી નામે પ્રિયાથી ધનવસુ નામે પુત્ર ઉત્પન્ન થયે. બીજી વસુદના નામે પુત્રી થઈ. કૌશંબી નગરીના ઇમિક સાર્થવાહ ધનદેવ ને વસુદત્તા પુત્રી આપી. અનુક્રમે અવંતીમાં
Page #362
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર, એ સાથે વાહ વેપાર કરવાથી ઘણી લક્ષ્મી કમાયે. પછી એ લક્ષમી અને લક્ષ્મીથી અધિક પ્રિયાને લઈને તે ખુશી થતો પિતાને વતન ગમે ત્યાં પોતાની પ્રિયા સાથે નિવૃત્ત ચિત્તે તે સંસાર સંબંધી વૈષયિક સુખ ભેગવવા લાગે. કાળે કરીને વસુદત્તાને બે પુત્ર થયા, ને ત્રિીજે ગર્ભમાં હતા. અનુક્રમે યશ ને ધર્મની માફક જગતમાં એ બંને જણા માન્ય થયા. જ્યાં લક્ષમી હોય છે ત્યાં મનુષ્ય પણ માન પામે છે. અન્યદા ધનદેવ ધનપ્રાપ્તિ અર્થે માતા પિતા તથા ગર્ભ વંતી સ્ત્રીની રજા લઈને દેશાંતર ગયે. પિતાને ઘણું દેશાવર ગયે એટલે વસુદત્તાનું મન માતાપિતાને મળવાને ઉલટયું. તેને કેટલાક મહિના વ્યતિત થયા. એટલામાં ઉજ્જયિની તરફ જતે દૂર દેશાવરથી એક સાથે આવે ત્યાં ઉતર્યો. એ જાણીને સ્વચ્છંદી વસુદત્તા એની સાથે પીયર જવાને તૈયાર થઈ, તેના સસરાએ એને ઘણું સમજાવી કે આવા પરદેશી સથવારા સાથે એકાકીપણે જવું યોગ્ય નથી.”
માતાપિતાને મળવા મારૂં મન ઘણી ઉત્કંઠાવાળું થઈ ગયું છે, આ સાથે પણ ત્યાં જવાનું છે, તો એની સાથે જવામાં કાંઈ હરકત નથી.” વસુદત્તાએ શ્વસુરને કહ્યું.
“પણ હાલમાં તમે અહીં જ રહો, તમારો વર આવે ત્યારે જજે. વળી હમણાં તમને નવમો માસ છે, અવંતી ઘણે દૂર છે, સાથે કંઇ આપણા સંબંધવાળો નથી કે તમારી ખાતરબરદાસ રાખે, તે અજાણ્યા સથવારા સાથે એકાએક આપણાથી કેવી રીતે જવાય?”
સાસુસસરાએ ઘણું સમજાવી, તે પણ એ સ્વેચ્છાચારિણું– મનસ્વિની વસુદત્તા સાર્થની સાથે જવા તૈયાર થઈ. જગતમાં એવો નિયમ છે કે “પંડિતજનેએ સ્વચ્છેદીને હીતકારી વચન પણ ન કહેવું.” એમ સમજીને સાસુ સસરા મેન રહ્યાં.
વસુદત્તા પિતાના પુત્રને લઈને પ્રભાત સમયે ઘેરથી નીકળી અને નગરની બહાર જઈને જુએ છે તે સાથે તે ચાલ્યા ગયે હતું, છતાં એ લજજાથી પાછી ઘરે ન આવતાં સાર્થને મળવાની આશાએ ઉજજયિનીને રસ્તે ચાલી, ઉતાવળી ગતિએ ચાલતાં છતાં પણ વસ
Page #363
--------------------------------------------------------------------------
________________
વસુદત્તાની સ્વચ્છંદતા.
૩. દત્તા આગળ ગયેલા સાર્થને તે મળી શકી નહિ, પણ બીજેજ રસ્તે નીકળી ગઈ.
ધનદેવ પણ દેશાવરથી તેજ દિવસે ઘેર આવ્યા. પિતાની સ્ત્રીને નહિ જેવાથી એણે માતાને પૂછ્યું કે-“મારી સ્ત્રી પુત્રીની સાથે કયાં ગઈ?”
“પુત્ર! અમે એને ઘણું સમજાવી, પણ અમારૂં કથન ન માનતાં આજેજ તે પોતાના બન્ને પુત્રને લઈને ઉજયિની તરફ ગઈ.” માતાએ કહ્યું.
- માતાનાં એવાં વચન સાંભળીને અંતરમાં ઘણું દુ:ખ ધારણ કરતે ધનદેવ સ્ત્રી અને પુત્રના સ્નેહથી તેમની પછવાડે ચાલ્યો.
હે પ્રિયે ! માર્ગમાં તું એકલી કેવી રીતે જઈશ ? પુત્રો તારી પાસે કેમ રહેશે?” એ પ્રમાણે વિચાર કરતે તે ઉજજયિનીને રીતે જવા લાગ્યા. અનુક્રમે વનમાં ભમતાં ભમતાં અશરણ્ય રીતે અયમાં ભમતાં અને ખેદવાળાં થયેલા સ્ત્રી પુત્રને ધનદેવે જોયાં, જેથી પ્રસન્ન થતા તેમની પાસે આવીને “કાંતે ! રેષિત થયેલીની માફક આમ એકાકી તું કયાં ચાલી જાય છે?” એમ બોલતો પ્રિયા અને પુત્રને મળે. પ્રિયાને દઢ આલિંગીને પુત્રને ખળામાં બેસાડ્યા. પછી સાથે લાવેલું ભાતું સર્વેએ ખાધું.
નિશા સમય થતાં રસ્તે છોડીને વનની એક એકાંત જગ્યામાં એમણે ધળની શય્યા કરીને સૂઈ જવાનો વિચાર કર્યો. વસુદત્તા પણ પિતાના પતિની સાથે વિનેદ કરતી વાસભવનની માફક એ ધૂળની શામાં સૂતી. વનમાં રહેલાં મૃગલાંની માફક સુખપૂર્વક ત્યાં સૂઈ રહ્યાં હતાં, એટલામાં વસુદત્તાને પ્રસૂતિ થઇ. એ નવ પ્રસવના ગંધથી વનમાં રહેલે એક ભયંકર વ્યાધ્ર ગર્જના કરતો ત્યાં આવ્યા. પૂર્વ જન્મને જાણે વૈરી જ હોય તેમ એણે પ્રથમ ધનદેવને જ ઉપાડ્યો અને સંહાર્યો. પિતાના પતિની આવી દશાને જોતી વસુદત્તા ભયંકર મૂચ્છમાં પડી, એટલે તરતને જન્મેલ બાળક પણ મરી ગયે. મૂછ ઉતર્યા પછી વસુદત્તા વિલાપ કરવા લાગી-હા હા! કાંત ! તું કયાં ગયે? હૃદયેશ્વર ! એકવાર બેલ! તારે
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૨
વસિલ કુમાર, પ્રેમ, તારા ગુણ, ગૈારવ, ક્ષમા, એ બધું આકાશની છાયા સમાન થઈ ગયું ! હાય ! તારું દર્શન અને કયાં થશે ? હે ગુણાકર ! ક્ષમા કર ! તારા વગર મારું શું થશે ? આ દુષ્ટ વ્યાધ્ર કયા ભવને દુશમન જાગે કે જેણે આજે પૂરેપૂરાં વેર વાળ્યાં? અરે એ દુષ્ટ વ્યાઘે પણ કેવી પરીક્ષા કરી કે નિર્ગુણ એવી મને છોડીને તમને ગુણવંતને ઉપાડી ગયે. જગતમાં સુવિનીતેમાં તમે એકજ ઉત્તમ શિરોમણિ હતા, કે અશક્ત છતાં પણ અમારી શોધ કરતાં અમારી પાછળ ચાલ્યા આવ્યા. હા ! મારા સાહસિકપણાનેસ્વછંદપણને ધિક્કાર થાઓ, કે ગુરૂજનની હિતશિક્ષાને નહિ ગણુકારીને તેમની ઉપરવટ થઈ હું ચાલી નીકળી, તે એનું ફળ મને બરાબર મળ્યું ને વિષલતાની માફક પતિ ને પુત્રને ક્ષય કરનારી થઈ !” ઈત્યાદિક શેક કરતી વસુદત્તા પોતાનાં બન્ને પુત્રને લઈને આગળ ચાલી. આગળ જતાં એક મોટી નદી આવી. અકાળે વૃષ્ટિ થવાથી નદીમાં પાણું પુષ્કળ ભરાયું હતું. - “ આહા ! આને પિતા પર્વત છે, કેમકે નદી પર્વતમાંથી નીકળી છે અને સ્વામી રત્નાકર–સમુદ્ર છે, છતાં કેવી ચપળ અને વક્રસ્વભાવવાળી છે. શું મારી માફક આ પણ હીન હશે ?” એમ ચિંતવતી નદીને કાંઠે એક બાળકને મૂકી બીજાને હાથ પકડી નદી ઉતરવા લાગી. નદીના મધ્ય ભાગે આવતાં પત્થર સાથે પગની ઠોકર લાગવાથી તે નદીમાં પડી ગઈ ને બાળકને હાથ તેના હાથમાંથી છુટી ગયે. તેમજ કાંઠે રહેલું બાળક પણ માતાની આ સ્થિતિ જેઈને ફાળ મારતો નદીમાં પડ્યો તે ત્યાં જ ડુબી ગયે. સાથે લીધેલ બાળક હાથ છુટ થઈ જવાથી ડુબી ગયે. મિથ્યાત્વથી મૂઢ થયેલાને જિનદિત ધર્મ દુર્લભ હોય તેમ બન્ને બાળક ગુમાવીને પિતાના અંગને પણ નદીના પ્રવાહમાં રાખવાને અસમર્થ વસુદત્તા પાણીમાં તણાતી ચાલી. તણાતાં તણાતાં તે કાંઠે રહેલા એક વૃક્ષની શાખાને વળગી પડી. પછી તેનું અવલંબન લઈને આસ્તેથી તેણે બહાર નીકળી. તે બહાર નીકળીને જેવી શ્વાસે શ્વાસ લઈ સ્વસ્થ થાય છે, એટલામાં ચાર લોકોએ એને પકડી અને બાંધીને સિંહગુહા નામની પોતાની પલ્લીમાં લઈ જઈ પલીપતિને અર્પણ કરી, ત્યાં સ્નાન
Page #365
--------------------------------------------------------------------------
________________
વસુદત્તાની સ્વછંદતા.
૩૪૩ ખાન, પાન, અત્યંગ આદિ સામગ્રીથી તેની કાંતિ પાછીખીલી નીકળી, જેથી પોતાને ઘણી રાણીઓ હતી છતાં પણ પલીપતિએ એના રૂપમાં લુબ્ધ થઈને તેને પટરાણી કરીને સ્થાપી. પછી તે પ્રતિદિવસ એની સાથેજ કીડા કરવા લાગ્યો અને બીજી બધી સ્ત્રીઓને તેણે તજી દીધી. જેથી એ સર્વ સ્ત્રીઓ ઈર્ષ્યાથી બળતી એનાં છિદ્ર શોધવા લાગી.
વસુદત્તાને પલ્લીપતિ સાથે રહેતાં કેટલાક માસ પસાર થઈ ગયા; એટલે તેની સમાન તેજસ્વી કાંતિવાળો એને એક પુત્ર પ્રસ. જગતમાં પ્રાય: કરીને પુત્રો પિતા સમાન ને પુત્રી માતા સમાન હોય છે. એને પુત્રવાળી જેઈને અંત:પુરની સર્વે રાણીઓ રેષવાળી થઈ ગઈને કોપથી અધર ડંશી વિચારવા લાગી કે-“એનો શી રીતે ઘાટ ઘડી નાખવો ?”
એકદિવસ મનમાં કાંઈકનકકી કરીને તે સર્વે સ્વામી પાસે આવીને ને કહેવા લાગી—“હે સ્વામી! તમને અધિક શું કહીએ? અમારાથી વિરકત થયેલા તમે અમારું વચન સાંભળશે નહિ; પણ સ્નેહના બળથી હિતકારક વાત કહેવાને અમારી જીલ્લા આકુળવ્યાકુળ થાય છે. આ વસુદત્તા પરનરમાં આસકત છે. આપનાથી ગુપ્ત રીતે આ વસુદત્તા અન્યપુરૂષ સાથે રમે છે, નહિ તો પુત્રનું મુખ તમારા જેવું હેવું જોઈએ, છતાં એના યારના જેવું એનું મુખ છે. આ બાળક કાંઈ તમારે નથી, જુઓ તમારો ને એને ઘાટ સરખો છે? હવે વિશેષ એથી આપને શું પ્રમાણ આપીએ?
જગતમાં સામાન્ય નિયમ છે કે પંડિત પુરૂષે ઘણું ધણી કરનારી પત્ની, વારંવાર સ્વામી કરતા નોકર અને બહુનું ઉચ્છિષ્ટ ભજન–આ ત્રણે વસ્તુને ત્યાગ કરવો જોઈએ.” સ્ત્રીઓની આવી વાણી સાંભળીને તુચ્છ બુદ્ધિવાળા ભિલપતિ ખડ્ઝમાં પિતાનું મુખ જેવા લાગે તો રાહુ જેવું શ્યામ, બીલાડા જેવી આંખ, લાંબા અધરોષ્ટ, નમેલી નાસિકા એવી પિતાની સ્થિતિ જોઈને પછી પુત્રનું મુખ જોયું તો ચંદ્રમા સમું ગેર વદન, કમળ સમી આંખો અને બિંબાકાર સમા અધરપલ્લવ, આવું પોતાના મેંથી વિપરીત મેં જોઈને ક્રોધથી ધમધમતા એણે તલવારના પ્રહારથી બાળકને નાશ કર્યો.
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૪૪
ધમ્મિલ કુમાર. * પછી વસુદત્તાના કેશ મુંડાવીને યષ્ટિ મુષ્ટિના પ્રહારથી મારી અને ધમુઈ કરીને ભિલ્લોને સોંપી વૃક્ષની શાખાએ લટકાવવા હુકમ કર્યો. તે મુજબ ભિલ્લોએ એને પુર બહાર લઈ જઈ કાંટાવાળા ઝાડ સાથે બાંધી. વૃક્ષ સાથે બંધાયેલી અને જેની સર્વ આશા નષ્ટ થઈ છે એવી તે જાળમાં સપડાયેલી પક્ષિણીની માફક દુઃખિત થતી ચારે દિશાએ જેવા લાગી અને મનમાં અતિવિષાદ પામી વિચારવા લાગી—“અહે! ગુરૂજનનાં વચનનો લેપ કરવાથી જાણે કોપાયમાન થયેલા બ્રહ્માએ જ કરી ન હોય તેમ આ મનુષ્યભવમાં જ મને નરકસ્થાનની વેદના પ્રાપ્ત થઈ. માર્ગમાં પતિનું મરણ, પુત્રોને વિયેગ, તેમનું નદીમાં ડુબી જવું, તેમજ આવું દઢ બંધન–આ સર્વે મારે આજ ભવમાં જવાનું હશે ! આવા વિજન વનમાં હું કોને ભજું ? કોની સાથે બેલું ? અને શું કરું ?” ઈત્યાદિ સંકલ્પવિકલપ કરતી અને ખેદને ધારણ કરતી તે કેટલાક વખત સુધી એવી જ હાલતમાં રહી.
મધ્ય દિવસ થયે ઉજ્જયિની જાતે એક સાથે ત્યાં ઉતર્યો. તે સાર્થના માણસો પાણીની આશાએ વનમાં ભમતા હતા એવામાં વૃક્ષની સાથે બાંધેલી વસુદત્તાને જેવાથી દયા બુદ્ધિવાળા એ પુરૂષએ એને છેડી, અને પોતાની સાથે સાર્થમાં તેડી લાવી સાર્થવાહને સમર્પણ કરી. સાથે પતિના પૂછવાથી વસુદત્તાએ પોતાનું આત્મતાંત ટુંકાણમાં કહી દીધું. સાથે પતિએ એને ખાવાપીવાની તેમજ કપડાં વગેરેની સગવડ કરી આપીને આશ્વાસન દેતાં કહ્યું–“પુત્રી ! શા માટે ખેદ કરે છે? શું આ તારૂં કુટુંબ નથી? અમારી સાથે તું પણ ઉજ્જયિની ચાલ.” આ પ્રમાણે કેમળ વચનથી સાર્થપતિએ વસુદત્તાને શાંત કરી. જેથી તેણી સાથેની સાથે ઉજયિની તરફ ચાલી.
એ સાર્થમાં ઘણી સાથ્વીના પરિવારવાળા સુત્રતા નામે સાધ્વી હતા, તે ઉજયિનીમાં જીવંતસ્વામિની પ્રતિમાને વંદન કરવાને જતા હતા, અને વસુદત્તાને મેળાપ થયે. ભવપરંપરાના સુખને કરનારો ધર્મ એની પાસેથી એણે સાંભળ્યો. જન્મ જરા મરણના ભયથી ભય પામેલી વસુદત્તાએ સંસારસમુદ્ર તરવાને માટે સાથે પતિની અનુજ્ઞા મેળવીને સાધ્વી સુવ્રતાની પાસે વ્રત ગ્રહણ કર્યું. સંવેગના રંગમાં લીન થઈ શાસ્ત્રનાં વચનનું પાન કરી, અનુક્રમે ગુરૂણી સાથે
Page #367
--------------------------------------------------------------------------
________________
સ્વછંદતાને ખાતર.
૩૪૫ વિહાર કરતી ઉજ્જયિની આવી. ત્યાં એનાં માતાપિતા મળ્યા, એમને પોતાની સર્વે હકીકત જણાવીને પ્રતિબંધ પમાડ્યો. એવી રીતે વસુદત્તા માતપિતા અને ભાઈને પ્રતિબધી જેનધર્મના પ્રભાવથી દુષ્કર તપ તપીને સ્વર્ગલેકમાં ગઈ.
વસુદત્તાનું આશ્ચર્યજનક ચરિત્ર સાંભળીને વિમળા આશ્ચર્ય પામી. “અહા! આવું સાંભળ્યા પછી કેણ બુદ્ધિવંત હિતકારી વાર્તાનો તિરસ્કાર કરે ?”
અરે સ્ત્રીઓ જે હિતશિક્ષા નથી માનતી તે દુઃખી થાય છે, પરતુ જે રાજાઓ પણ સહુવચનને નથી માનતા તે અરિદમન રાજાની માફક બીજાએથી પરાભવને પામે છે. ” વિમલાના પૂછવાથી કમલાએ અરિદમનની કથા કહેવી શરૂ કરી.
–-@ – પ્રકરણ ૫૮ મું.
સ્વચ્છંદતાને ખાતર.' “તામ્રલિપ્તી-ચંબાવટી નગરીને ધણું અરિદમન નામે રાજા હતો. એને કમલિની માફક ગુણનાં સ્થાનરૂપ પ્રિયમતી નામે રાણી હતી, એ નગરમાં રાજાને બાળસ્નેહી ધનપતિ નામે શ્રેષ્ઠી રહેતે હતે. લક્ષ્મી ચંચળ છે. એની ચપળતા એવી છે કે વય તે કેટીગમે હાય ને ન હોય ત્યાં ખાવાના પણ કડાકા પડે. એ ધનપતિને ઘેર ધનદ નામે એક કંગાળ સૂત્રધારને બાળક તે હતે. એના માતાપિતા મરણ પામેલા હોવાથી શેઠના ઘરનું પરચુરણ કામકાજ કરીને તે પેટ ભો હતો.
ધનપતિને ધનવસુ નામે પુત્ર થયે, તે ધાવમાતાથી લાલન પાલન કરાતે અને નાગરિક જનેથી રમાડાતે વૃદ્ધિને પામે. અનકમે ાવન વય પામ્યા ત્યારે લક્ષ્મી પેદા કરવાને તે યવનદ્વીપ જવાને જહાજ તૈયાર કરવા લાગે પોતાને મિત્ર સૂત્રધારનો પુત્ર
૪૪
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ધમ્મિલ કુમાર.. જે કેકાસનામે પ્રસિદ્ધ થયેહને, તેને પણ યવનદ્વીપમાં તેણે સાથે લેવા ધાર્યું. પરદેશમાં અધિક લાભ થાય એવી ઉત્તમ ચીજો વહાણમાં ભરીને માતાપિતાની રજા લઈ વહાણની તૈયારી કરી. સુભટેની માફક હમેશાં જળસાથેજ મસ્તી કરનારા, વહાણ ચલાવવાની ક્રિયામાં નિપુણ એવા સર્વે નાવિકને દાનવડે એણે ખુશી કર્યો. જોષી પાસે ઉત્તમ મુહુર્ત જોવરાવી તે ઉત્તમ મુહર્તે માતાપિતાએ વધારેલા ઉત્સાહપૂર્વક શુભ શકુને વિમાનમાં જેમ વિદ્યાધર બેસે તેમ તે જહાજ ઉપર ચડ્યો. પિતાની રજા મેળવીને કોકાસને પણ સાથે લીધું.
અનુકૂળ પવન અને નાવિકેની કુશળતાથી જહાજ થોડા દિવસમાં યવનદ્વીપના બારામાં લાંગર્યું. ને યવનદ્વીપની ભાગોળે આવી તંબુ તાણ પડાવ નાખે. નગરના મોટા મોટા વ્યવહારીઆઓ એને માલ જેવાને આવ્યા. અનુક્રમે ધનવસુએ વ્યાપારીઓ સાથે ક્રયવિક્રયનો બહુ વ્યવસાય કરીને પુષ્કળ દ્રવ્ય મેળવ્યું.
રથકાર કોકાસ નવરો પડવાથી તે નગરમાં કળા જાણનાર કળાનિધિની પાસે ગયો. ત્યાં ઘણા છાત્રોને વિવિધ કળાનો અભ્યાસ કરતા એણે જોયા. કેકાસ પણ વિનયથી પાઠકને નમીને કાષ્ટની અભિનવ વસ્તુઓ બનાવવાનું કામ શીખવાને રહ્યો. કળાચાર્ય પોતે કુશળ હતો પણ કળા શીખનારા વિદ્યાથીઓ પ્રમાદી હોવાથી તેની પાસેથી કળાનો લાભ તેઓ મેળવી શકતા નહોતા; કેમકે જેમ વ્યભિચારી પુરૂષ સુરૂપ એવી પણ પોતાની પ્રિયામાં પ્રીતિવાળે થત નથી, તેમ ગૃહને આંગણે નિરંકુશ બાળકે વિદ્યાને લાભ બરાબર મેળવી શકતા નથી. કેકાણે તો એકચિત્તે શીખવામાં ધ્યાન રાખીને પિતાનું કાર્ય કરવા માંડ્યું.
અ૫ દિવસમાં અનુક્રમે કેકાસ સકળ કળા કુશળ થયો. તે કાણની ગમે તે રીલે હાથી ઘેડા વગેરે બનાવતે અને એવી કળ ગોઠવતો કે જેથી તેઓ આકાશમાં ચાલતા હતા. એ એ કલાવિશારદ થયો. ગુરૂએ એને ચતુર અને વિનયવંત જોઈને ઉમંગથી બધું શીખવ્યું.
Page #369
--------------------------------------------------------------------------
________________
સ્વરદતાને ખાતર.
ગુરૂની રહેમ નજર હોય ને શિષ્ય ઉમંગી, વિનયવંતને બુદ્ધિવંત હોય તે એને વિદ્યાકળ કાંઈ દૂર નથી. ભૂખથી પીડાયેલા માણસને જમવામાં શું વાર લાગે? એમ તેણે અલ્પકાળમાં ઘણું કળાઓ શીખી લીધી.
ધનવસુએ લમી પેદા કરી અને કેકાસે કળા શીખી લીધી. પછી બન્ને પોતપોતાનું કાર્ય પરિપૂર્ણ કરીને પોતાને વતન ત્રંબાવટી આવ્યા. કેકાસ પિતાને વતન આવીને શેઠની રજા લઈ પોતાને ઘેર ગયે; અને આજીવિકાના ઉપાય માટે કાષ્ટની કઈ વસ્તુ બનાવી રાજાને ચમત્કાર બતાવી તેની મહેરબાની મેળવવાને ઈચછયું.
કોકાસે કાષ્ટનું કબુતર બનાવ્યું તે જેમ જીવતું કબુતર આકાશમાં ઉડે તેમ કળસંચે કરીને આકાશમાં ઉડવા લાગ્યું. તે પ્રથમ તે દરિદ્રીના માથામાં જેમ શૂળ ઉત્પન્ન થાય, તેમ રાજાને શળ ઉત્પન્ન કરનારું થયું.
રાજાના શાલિ અગાસીમાં સુકવાતા હતા, તેમાંથી આ કપોતદ્વારાએ સૂત્રધાર પિતાને ઘેર મંગાવવા લાગ્યા, તેમજ બીજ ખળાં ક્ષેત્ર આદિમાં રહેલાં ધાન્યનું પણ એવી રીતે હરણ કરવા લાગ્યું. અન્ય કાર્યો કરવામાં બેદરકાર રથકાર આ પ્રમાણે પિતાની આજીવિકા ચલાવવા લાગ્યો. રોજ રોજ શાલિ હરાતા હોવાથી રખેવાએ રાજા આગળ પિકાર કર્યો. રાજાએ પ્રધાનને કહ્યું.
પ્રધાને બીજે દિવસે અગાસી ઉપર શાલિ સુકવ્યા પછી ગુપ્ત માણસે રાખ્યા. તેમણે જોયું કે કાષ્ટને કપત શાલિને હરી જતા હતા. એ વૃત્તાંત એમણે રાજાને કહ્યું.
રાજા આવું વિજ્ઞાન અને ચમત્કાર પામે. “આવું કેનામાં વિજ્ઞાન છે કે જે વિજ્ઞાનીઓમાં પણ નસમાન હાઈ કાષ્ટનાં આવાં આવાં આકાશગમન કરનારાં રમકડાં બનાવે છે?” રાજાએ પ્રધાનને કહ્યું કે-“આ કળાવિશારદ આપણું નગરમાં કોણ છે? તેની તપાસ કરાવે.”
પ્રધાને તપાસ કરીને રથકાર કોકાસને બોલાવી રાજા આગળ હાજર કર્યો, એટલે રાજાએ એને હુકમ કર્યો. “કેકાસ ! તારી
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ધતિ મગર કળા જોઈને હું પ્રસન્ન થયે છું. કાણનું કપત આકાશ ગમન કરીને જ મારા શાલિ લઈ જતું, પણ રક્ષકે બિચારા જાણી શકતા નહિ. એક દિવસ ગુપ્ત પુરૂષ અગાસીમાં રાખ્યા, ત્યારે જ કપોતની અમને ખબર પડી. દૂતનું કાર્ય કરવામાં ચતુર એવા ચરપુરૂષને એ કપોતને અનુસાર મેકલીને અમે તારી તપાસ કરાવી તને તેડાવ્યા છે, તે તારું વિજ્ઞાન જાણવાની ખાતર તું ગગન ગમન કરી શકે એવું એક યંત્ર બનાવી લાવ.” રાજાએ સ્નેહસહિત એ પ્રમાણે કહી વસ્ત્રોથી સત્કારી એને ઘેર વિદાય કર્યો.
કોકાસે થોડા દિવસમાં બે માણસ બેસી શકે તેવું કાષ્ટનું એક અભૂત વિમાન તૈયાર કર્યું, જે ખરા વિમાનની શોભાને પણ તિરસ્કાર કરે એવું સુંદર થયું. એવું મનમેહક કાષ્ટયંત્ર કરીને એણે. રાજાને બતાવ્યું. પછી કઈ પર્વને દિવસે રાજા અને એ કળાવિશારદ કોકાસ અને તે કાછવિમાનમાં બેસીને વિદ્યાધરની માફક આકાશની સહેલ કરી આવ્યા. જે જે દૂર હતું-દુખે કરીને ચઢી શકાય તેવું હતું, જે મુશ્કેલ હતું, તે સર્વે આ વિમાનની મદદવડે તેમને ક્રીડાગ્રહની માફક સરલ થયું, અર્થાત્ એ સર્વે તેમણે જોયું. રાજા અને કેકાસ બને રોજ એ વિમાન દ્વારા એ પ્રમાણે સહેલ કરતા. કોઈ દિવસ નદીના કાંઠે તે કોઈ દિવસ પર્વ તના શિખર ઉપર, વળી કઈ દિવસ રમણીય વનમાં, એવી રીતે કુતુહળી રાજા હમેશાં ક્રીડા કરવા લાગે.
રાજાને રેજ આવી રીતે આકાશની મુસાફરી કરતા જોઈ રાણ પ્રીતિમતી બોલી-“મહારાજ! મેં તમારે શું અપરાધ કર્યો છે કે નવા નવા દેશ દર્શન કરવાથી મને દૂર રાખો છો? પોતાના સ્નેહીજનને દૂર કરીને તમે એકલા જ કેમ આવી રીતે રેજ આનંદ કરે છે? આવી તમારી દષ્ટિ કયારની થઈ ? તમે રોજ નવા નવા દેશ જુઓ, આકાશમાં ગમન કરે, પર્વતના શિંગ ઉપર હરે ફરે ને કુવાના દેડકાની માફક અમે તે આ દિવસ મહેલમાં જ ભરાઈ રહીએ; માટે ગમે તેમ કરીને એકવાર મને લઈ જાઓ.” રાણી પ્રીતિમતીની એવી મેહમુગ્ધ વાણી સાંભળીને રાજાએ તે માન્ય કરી અને રથકારને જણાવ્યું-“આજે
Page #371
--------------------------------------------------------------------------
________________
સ્વતાને ખાતર.
૩૪૯ રાણું પણ આપણી સાથે આવશે.” રાજાનું આ કથન સાંભળીને રથકાર ચમક્યા.
મહારાજ ! વિમાન બે જણજ બેસી શકે તેવું છે. બે કરતાં જે વધારે બેસશે તે અધિક ભારથી વિમાન ભાંગી જશે, માટે આ પની વાત યોગ્ય નથી.” રથકારે ખુલાસો કર્યો.
રથકારે નિષેધ કર્યા છતાં પણ અરિદમન રાજાએ રાણીને વિમાનમાં બેસાડી. “અહો! બળવાન પુરૂષ પણ એક અબળાનાં વચન માત્રથી બંધાઈ જાય છે. કોકાસ ઘણો પસ્તાવો કરીને બે“રાજન ! સ્વચ્છંદતા એ મનુષ્યને દુ:ખ કરનારી થાય છે. આપને આગળ ઘણે પસ્તાવો કરવો પડશે, કેમકે વિમાન ભાંગશે તો મારી પાસે તેને સાંધવાની કળા નથી, માટે હજી પણ સમય હાથમાં છે, તો રાણીને મહેલમાં પાછા મોકલે.” રથકારની શીખામણ રાજાએ ધ્યાનમાં લીધી નહિ.
આખરે વિમાન આકાશમાર્ગે ચાલ્યું. જ્યારે તે થોડે દૂર ગયું ત્યારે વિમાનમાં અધિક ભાર હોવાથી એની કળ એટલો ભાર જીરવી શકી નહિ. લગભગ સહસ્ત્ર કેશ ગયા પછી એના યંત્રની કીલિકા-ખીલીના તાર તુટી ગયા, અને યંત્ર પૃથ્વીતળ ઉપર પડયું.
રાજા અતિ ચિંતાતુર થયા. “અરે આપણે આ ક્યા દેશમાં આવ્યા? કઈ શત્રુને દેશ હશે તો મારું શું થશે?” એમ વિચારતાં કોકાસે એને ધીરજ આપીને કહ્યું-“મહારાજ! ખેદથી સર્યું! આપના શત્રુને જ આ દેશ છે, માટે ગુપ્તપણે રહો, નહિતર મોટી વિપત્તિ આવશે. આપ આ તરૂવર નીચે બન્ને જણ આરામ લ્યા. હું નગરમાં જઈને યંત્રને સુધારવાનાં ઉપકરણ લઈ આવું.” એમ કહીને રાજાને તરૂવાર નીચે બેસાડી પોતે તસલીપુર શહેરમાં ગયે. નગરમાં પૂછતાં પૂછતાં તે સૂત્રધાર કઈ રથકારને ઘેર ગયે અને એની પાસે યંત્ર સુધારવાનાં નાનાં મોટાં હથિયાર માગવા લાગ્યો. ત્યારે સૂત્રધારે કહ્યું “ ભાઈ! તે લીપુરપતિ કાકજંઘ રાજાને રથ સુધારૂં છું, જેથી આ ઓજાર રથ સુધાર્યા વગર તને આપી શકીશ નહિ.”
ઠીક, મને એ તારા રાજાને રથ જેવા દે.” કેકારો એમ
Page #372
--------------------------------------------------------------------------
________________
૩મe
સ્મિત કુમાર, કહીને એ સૂત્રધાર પાસેથી રથ લઈને એનું ચક્ર ચઢાવી સજ્જ કરીને પાછો સૂત્રધારને આપે.
સૂત્રધાર એની કળા જોઈને આશ્ચર્ય પામ્ય અને ઓળખ્યો કે “આ તે બંબાવટીને કોકાસ જણાય છે. પછી તેણે કાસને કહ્યું. “ભાઈ! તમે ખરે કળાનિધિ છે. તમારે યંગ્ય સુંદર હથિયાર મારા ભંડારમાં છે તે ક્ષણમાત્રમાં લઈને આવું છું.” એમ કહી તે સૂત્રધાર રાજા કાકજંઘની પાસે દેડ્યો અને તેની આગળ કલાનિધિ કેકાસના આગમનની વાત જણાવી.
રાજાએ તરતજ પિતાના સુભટે મોકલીને કોકાસને પકડી મંગાવ્યો. જગતમાં એવું જણાય છે કે માણસનું પુણ્ય ક્ષય પામે છે ત્યારે જ તેમને કુમતિ સૂજે છે. પુણ્ય ક્ષય થતાં અનેક પ્રકારની આતે પ્રસિદ્ધ છે. કાકજંઘ રાજાએ કેપ કરીને તેને પૂછયુંરે કેકાસ! બેલ, મારે શત્રુ અરિદમન રાજા કયાં છે? જ્યાં તું હોય ત્યાં તે હજ જોઈએ. વાયુ અને અગ્નિની માફક તમારા બન્નેને વિરહ હોયજ નહિ.” - કાકજંઘના પૂછવાથી એણે જ્યાં રાજા રાણું બેઠેલાં હતાં એ સ્થાનક બતાવ્યું, એટલે રાજાના પ્રેરેલા સુભટો છુટટ્યા. રાજા જ્યાં બેઠા હતા ત્યાં જઈ પ્રિયા સહિત એને પકડ્યો. જેમ મેહનીય કર્મ ચેતના યુકત એવા જીવને પકડીને સંસારરૂપી કારાગારમાં નાખે તેમ એને બાંધીને રાજા પાસે લાવ્યા અને રાજાએ એને કેદખાનામાં નાખે અને તેની રાણીને અંત:પુરમાં મોકલી દીધી.
હવે રાજા કાકજંઘ કોકાસની પાસે પ્રાર્થના કરવા લાગ્ય“હે મહાનુભાવ! તું તારી આ અપૂર્વ કળાઓ મારા રાજકુમારને શીખવ.”
“હે રાજન! રાજકુમારએ આવી કળા શીખવી ગ્ય નથી. જેમ સ્ત્રીઓને શરીરે રામરાય–રૂવાંટી શોભે નહિ, તેમ રથકારને રોગ્ય આવી કળાઓ રાજકુમારને શોભાસ્પદ નથી.”કાસે કહ્યું.
છતાં રાજાએ બળાત્કારે રાજકુમારને શીખડાવવાની ફરજ
Page #373
--------------------------------------------------------------------------
________________
સ્વછંદતાને ખાતર,
૩૫૧ પાડી, જેથી રહસ્ય વગર કોકાસે શીખવવા માંડી. પછી કેકાણે સુંદર કાષ્ટના બે અશ્વો તૈયાર કર્યા. રાજકુમારેએ કોકાસ પાસે પિતાને બેસવા સારૂ એ ઘેડાઓની માગણી કરી, જેથી કેકાસે હદયમાં તેમના ઉપર સ્નેહ લાવીને કહ્યું-“વત્સ! એ પ્રેસરખા ઘોડા ઉપર બેસવાની તમારે માગણી કરવી નહિં.” એમ કહીને તેમને નિવાર્યા.
એક દિવસ કેકાસ ભરઉંઘમાં હતો અને તે ઘડાઓ સજી હતા, એનો લાભ લઈને તે બન્ને રાજકુમારો અશ્વ ઉપર ચઢીને આકાશમાં ઉડ્યા.
થોડીવારમાં કાકાસ ઉઠ્યો અને એ અશ્વો નહિ જેવાથી બીજા કુમારને પૂછયું કે–“અશ્વો કયાં ગયા?”
“એ અશ્વો ઉપર અને રાજકુમારે બેસીને આકાશમાં ઉડી ગયા.” બીજા રાજકુમારેએ જણાવ્યું.
અહા! માઠું થયું ! ધિક્કાર છે એ બાલચાપલ્યને ! તમારા એ બન્ને બાંધવો હવે જીવતા પાછા ફરશે નહિ, કેમકે કળનું મૂળ તેઓ જાણતા નથી, તેથી પાછા કેવી રીતે ફરશે? અશ્વને ઉતારવાની કીલિકા તેઓ જાણતા નથી જેથી તમારા બન્ને બાંધવા એમના બાળચાપત્યથી હંમેશ માટે ગયા સમજવા!” કોકાસે ખરી વાત જણાવી દીધી.
પરિણામે આકાશમાં ઉડેલા એ બંને બાળકે ઉતારવાની કળા નહી જાણવાથી કાળે કરીને પોતાની મેળેજ નાશ પામી ગયા.
કેકાસ વિચારમાં પડ્યો કે–“રાજા પૂછે તો શું ઉત્તર આપ? નક્કી એ મને મોતની સજા કરશે.”
લોકોના મોઢેથી રાજાને આ વાતની ખબર પડતાં કાકજંઘ રાજાએ કેકાસને શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. જગમાં રાજાઓની મૈત્રી તે એવી ચંચળજ હોય છે.
ગુરૂવાત્સલ્યભાવને ધારણ કરતા એક રાજકુમાર પાસેથી કેકાસને આ વાતની ખબર પડતાં તરતજ એણે પોતાને ભાવી વધ જાણુને એક મોટું યંત્ર તૈયાર કર્યું અને એના વચગાળે
Page #374
--------------------------------------------------------------------------
________________
સુપર
ધગ્નિલ કુમાર. સર્વે રાજકુમારોને બેસાડ્યા, ને તેમને જણાવ્યું કે જ્યારે હું શંખનાદ કરું ત્યારે મધ્ય ખીલીને ઠેક, એટલે તમે પણ વિમાનમાં જેમ દેવતાઓ વિહાર કરે તેમ આકાશમાં વિહાર કરનારા થશે.” કેકાસનું વચન અંગીકાર કરી રાજકુમાર શંખધ્વનિની રાહ જોતા ત્યાં બેઠા.
- હવે રાજપુરૂષાએ આવીને કેકાસને પકડ્યો; અને તેનો વધ કરવાને રાજાને હુકમ તેને સંભળાવ્યો, એટલે નિશંકપણે
કાસે શંખ પૂર્યો. એ શંખને ધ્વનિ સાંભળીને રાજકુમારોએ વચલી ખીલી ઠેકી એટલે એ ચક્ર આકાશમાં ઉડ્યું તેમજ સંકેચાવા લાગ્યું; એથી બધા રાજકુમારે બૂમ પાડતા મરણ પામ્યા.
આ તરફ કોકાસને રાજપુરૂષેએ મારી નાખ્યા અને તેઓએ રાજા પાસે આવીને પુત્ર મરણની વાત પણ કહી સંભળાવી. પિતાના સર્વે કુમારોને નાશ થયે જાણ રાજા રૂદન કરતે મૂચ્છ પામ્યો. પછી વૈરી રાજા અરિદમનનો નાશ કરી પોતે પણ પુત્રના શેકે આપઘાત કરી મરી ગયો.
તે જેવી રીતે અરિદમન રાજા, રાજકુમાર અને કાકજંઘ રાજા કેકાસની હિતશિક્ષા નહિ માનવાથી સ્વચ્છંદપણાને લીધે નાશ પામી ગયા, તેમ વેચ્છાચાર મુજબ વર્તનારી તું પણ આવા સ્વ
દીપણાથી સારૂ ફળ નહિ પામે.” કમલાએ અરિદમન રાજાનું એ પ્રમાણે દ્રષ્ટાંત કહી સંભળાવ્યું.
– – પ્રકરણ ૫૯ મું.
વન કીડા.? પુત્રી! કળા, કૈશલ્ય, સૌભાગ્ય, રૂપ, લક્ષમી અને શુરવીરતાતેમાંથી આ ધમ્મિલમાં તને શું ન્યૂન દેખાય છે? તે તે કહે આ ગણવાન અને રૂપવાન અને પ્રકારના ધર્મવાળે જે તને નથી ગમતો તે એનાથી સારા બીજા કયા વને તું પરણીશ? મારું
Page #375
--------------------------------------------------------------------------
________________
“વન કોડે.” જાણતાં છતાં પણ સત્ય વાતની અવજ્ઞા કરીને તે અન્ય સાથે પરણશે તે અહંકાર ભરેલી તારી ભવિષ્યમાં શી ગતિ થશે? પુરૂષોની સાથે સ્ત્રીઓને અહંકાર નભી શકતો નથી.” વૈદ્યના ઔષધથી ઘણું કાળને જીર્ણજ્વર જેમ ક્ષય પામે તેમ કમલાનાં વચન વિમળાના હૃદયમાં આરપાર ઉતરી ગયાં. તેના રેષરૂ૫ રેગ ઉપર તે ઉત્તમ ઔષધ સમાન થયાં. વિમળા વિચારના ઉંડાણમાં ઉતરી ગઈ; અને તેને સર્વ ગર્વ ગળી ગયે. તે બેલી
હે માત ! તારું વચન મારે પ્રમાણ છે. હું એ વચનનું ઉલ્લંઘન કરવાને હવે શક્તિવાન નથી. આજથી સદાને માટે તારા વચનમાં મારી સંમતિ છે એમ સમજજે.”
તે પછી કમલા ધમ્મિલ પાસે આવી ને તેને સર્વે હકીકત કહી સંભળાવી કે – “આવતી કાલથી વિમળા તારી થશે ને તારી સાથે ઉદ્યાનમાં પણ આવશે.”
કમળાની વાણુ સાંભળીને ધમિલ બહુ ખુશી થયે. આજે ઘણા દિવસે તેની મને ભિલાષા સફળ થઈ જેથી તેના મનમાં ઉત્પન્ન થયેલું દુ:ખ બધું શાંત થઈ ગયું. જેસભેર ચાલતા શ્વાસોશ્વાસ પણ શાંત થયા અને નિદ્રા જે તેની વેરણ થઈ હતી તે મિત્રની માફક બની ગઈ. નિશ્ચિત મને સુખપૂર્વક તે નિદ્રાધિન થઈ ગયે.
તેજ રાત્રીએ કમળાએ વિમળા અને ધમ્મિલના ગાંધર્વલગ્ન કરી દીધાં અને પ્રાત:કાળે સુંદર વસ્ત્રાભૂષણે સજી ધમ્મિલ, કમળા અને વિમળાને રથમાં બેસાડીને લોકોની કુતુહળભરી દ્રષ્ટિ વચ્ચે ઉદ્યાન તરફ ચાલ્યો. દિવસ ઘણે ચડી ગયે હતું, જેથી રાજકુમાર અને તેના મિત્રો પોતપોતાની પ્રિયાઓ સહિત આવી ગયા હતા, એટલામાં ધમ્મિલ પણ વિમળાની સાથે આવી પહેર્યો. રાજકુમાર સહિત સર્વે મિત્રોએ એને આવકાર આપી વધાવી લીધો. તેમજ કમળા-વિમળાને પણ રાણીઓએ સત્કારપૂર્વક બોલાવી.
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ધમ્મિલ કુમાર.. રાજકુમાર સાથે કેટલાક સેવકજન હતા. કીડા કરવાને માટે રથ, હાથી, ઘોડા વગેરે બીજા પણ કેટલાંક સાધને તેમની સાથે હતાં. રાજસેવકને ગ્ય કામકાજની સૂચના કરીને સમવયસ્ક મિત્રની સાથે રાજકુમાર એ મનહર વનમાં આનંદની લ્હાણ લેવા લાગ્યો કે
જ્યાં સેવકોએ પુષ્પોની લતાના જુદા જુદા ક્રીડામંડપો બનાવ્યા હતા. ગુલાબજળ મિશ્રિત જળ છાંટીને ભૂમિ પવિત્ર–શુદ્ધ કરી હતી. ચિત્ર વિચિત્ર ગાલિચાઓ પાથર્યા હતા અને ગગનમાં ઉંચે ચંદરવા બાંધ્યા હતા. સ્ત્રીઓના માંડવા જુદા હતા. પુરૂષોના પણ જુદા હતા. બધાં ત્યાં આવીને થાક ખાતાં બેઠાં, એટલે જરા સંગીત ચાલ્યું. પછી જમવાનો સમય થવાથી ભેજન માટે સર્વને નિમંત્રણ થયું. તરત જ બધા નજીકના મંડપમાં જમવાને ગોઠવાયા, યુવરાજ અને ધમ્મિલ બન્ને જોડાજોડ બેઠા; એટલે મણિરત્ન જડેલા સુવર્ણના થાળ સર્વેની પાસે મૂકયા. સુંદર સુધી જળ ભરેલા કળશ ભરવામાં આવ્યા. રાણી અને વિમળાએ એ સર્વ ક્રિયા થઈ ગયા પછી ઉત્તમ ઉત્તમ જાતની રસવતી સને પીરસી અને બીજા મિત્રોની પ્રિયાઓ પંખા લઈને જમનારાઓને પવન નાખવા લાગી. ઉદ્યાનમાં ભેજનખાતાની વ્યવસ્થા કરવામાં તેમજ પુરૂષની સગવડ સાચવવામાં સર્વે સ્ત્રીઓમાં સરદાર કમળસેના-કમળા જ હતી, તેના હુકમ મુજબ જ સર્વે થતું હતું.
શાંતિથી રાજકુમાર સહિત સર્વે મિત્રો ઉત્તમ પ્રકારનાં સ્વાદિષ્ટ ભેજન જમ્યા. રાજકુમાર ધમિલ અને વિમળાને જેતે પિતાનું મસ્તક ઘણાવતે વિચાર કરવા લાગ્યું. “ઓહો ! આ બનનેને પ્રેમ તે અલૌકિક-અદ્વિતીય છે. કોઈ પણ પુરૂષોએ નકકી મને હું સમજાવ્યું હતું, આ ઉભય જેડાને પ્રેમ તો સ્વર અને વ્યંજન એકરૂપ થયેલા હોય તેની માફક લાક્ષણિક છે.”
ભજનકાર્યથી પરવારી મંડપમાં બેઠા બેઠા તેઓ પાન બીડા ખાવા લાગ્યા અને તે પછી પોતપોતાના પતિના આસન ઉપર સર્વે સ્ત્રીઓ ગોઠવાઈ ગઈ. હવે તેમનું જમણ ચાલ્યું. રાણી યુવરાજના આસને બેઠી હતી. વિમળા ધમ્મિલના આસન ઉપર બેસીને ભોજન કરતી હતી. એવી રીતે સર્વે સ્ત્રીઓનું ભે
Page #377
--------------------------------------------------------------------------
________________
વન ક્રીડા.”
૩૫૫ જનકાર્ય સમાપ્ત થયું કે તંબેળ ખાતી તેઓ પણ મંડપમાં આવી. સર્વે જણે બે ઘડી જમ્યાન આરામ લીધા પછી જળક્રીડા કરવાને ગયાં. સર્વે પુરૂષો પોતપોતાની પ્રિયા સાથે જળક્રીડા કરવા લાગ્યા. ધમ્મિલ પણ વિમળાની સાથે જેમ હાથી જેવા સાથે કીડા કરે તેમ ક્રીડાજળમાં ખેલવા લાગ્યો. બન્નેની વિલક્ષણ જળક્રીડા જોઈને સર્વે યુગલો એમની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્યાં-“જગતમાં ધમ્મિલ મોટું પુણ્ય કરીને ઉત્પન્ન થયેલ છે કે વિમળા જેવી ચતુર સ્ત્રી સાથે એને સંબંધ થયો છે. મહાદેવ અને પાર્વતી, ઈદ્ર અને ઇંદ્રાણી, ચંદ્ર અને રોહિણી, કમળા અને વિષ્ણુ તથા સીતા અને રામ સરખી આ જોડી વધાતાએ પણ ફુરસદે ઘડી જણાય છે.”
જળક્રીડા કરીને જળમાંથી નીકળ્યા પછી સર્વે શુદ્ધ વસ્ત્ર પહેરી માંડવામાં આવ્યા ને પોતપોતાની પ્રિયા સાથે હિંડોળે ઝુલવા લાગ્યા. સાથે સાથે આગળ થતો વેશ્યાને નાટારંભ જેવા લાગ્યા. સર્વે જેનારાની એક નજર ધમ્બિલ તરફ હતી ને બીજી નાટક ઉપર હતી, છતાં એ નજરેને તૃપ્તિ થતી નહતી.
આખો દિવસ ઉદ્યાનમાં એવી રીતે મેજશોખમાં પસાર કર્યો ને યુવરાજ અને તેના મિત્રોને જે શંકા હતી તે દૂર થઈ. ઉલટું તે યુગલના અભૂત પ્રેમનું એ સર્વેને દર્શન થયું.
તેમની આગળ થતું વેશ્યાઓનું અદ્ભુત નાટક પૂર્ણ થયા પછી તેને કુમારે રજા આપી. સૂર્ય પણ હવે રાતપળે થઈ ભમી ભમીને થાકી ગયેલ જણાતો હતું, જેથી અસ્ત પામવાની-છુપાઈ જવાની–આરામ લેવાની તૈયારીઓ કરતા હતું. એટલે યુવરાજની સ્વારી મિત્રો સહિત નગર ભણી ચાલી, રાજકુમાર અને ધમ્મિલ હાથી ઉપર બેઠા. કેઈ ઘોડા ઉપર, કઈ હાથી ઉપર, કઈ રથમાં એવી રીતે પોતપોતાના વાહનમાં બેસીને સર્વે નગર ભણી ચાલ્યા, અને પોતપોતાના મંદિરે ગયા. ધમ્મિલ પણ કમળા અને વિમળાની સાથે પોતાના મહાલયમાં આવ્યા.
અત્યારે તેના દિલમાં અપૂર્વ આનંદ હતો. એ આનંદના વેગથી
Page #378
--------------------------------------------------------------------------
________________
બસ્મિલ કુમાર, શરીર ઉદ્યસાયમાન થતું હતું. વિમળાએ ઉદ્યાનમાં ધમ્મિલે નહિ ધારેલે એ અપૂર્વ પ્રેમભાવ બતાવ્યું હતું. ગઈ કાલની સાંજે તે બન્નેનાં મન વૈમનસ્યભાવને પામેલાં હતાં, છતાં આજે એકદમ આવું વિમળાનું પરિવર્તન જોઈ તેણે ધાર્યું કે “દેવવાણ ભૂતકાળમાં જે થઈ હતી તેની શરૂઆત થઈ ચુકી હતી,” આજથી તેના પુણ્યને ઉદય થયે હતો. આ ભવમાં જ કરેલું તપ તેને ફળવા માંડ્યું હતું, કે જેથી શત્રુમાં કે મિત્રમાં સર્વત્ર તેને વિજય થત હતે. દેશ-પરદેશમાં તે માન-સત્કાર પામતે હતે, સમર્થ રિપને પણ પલકમાં રેળી નાખતો હતો અને છેવટે આ મનસ્વિની વિમળાનું દઢ દિલ પણ ભેદવાને સમર્થ થયે હતે. એ સર્વે કાર્યો પૂર્વે કરેલાં પુણ્યના ઉદયનાં સાક્ષી સ્વરૂપ હતાં.
પ્રકરણ ૬૦ મું.
નાગદત્તા: જે સંયોગ વિયોગ થવાને હોય છે તેવી જ રીતે માનવિના મગજમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારનાં સંસારના વર્તમાન પ્રસ્તાવને અનુસારે પરિવર્તને થયાં કરે છે. આજને સ્નેહી મિત્ર આવતી કાલને શત્રુ બને છે, ત્યારે એક વખતનો શત્રુ મત્ર કરતાં પણ અધિકપણે આપણું હિતકાર્યમાં ભાગીદાર થાય છે. એક સુંદર મહેલમાં પુષ્પશા ઉપર નિરાંતે શયન કરનારને-જગત ઉપર હુકમ ચલાવનારને ખાવાનો ટુકડો પણ મળતું નથી. ખાવાના ટુકડા માટે રખડતો ભિખારી પૂર્વના પ્રબળ પુણ્યના ઉદયવડે આલમની ઉપર ઠકુરાઈ ભેગવે છે. એવાં ઘણું પરિવર્તને ભવિષ્યના ઉંડા સમયમાં પડેલાં હોય છે. અલ્પજ્ઞ માનવી એનાથી પ્રચ્છન્નપણે થતા ભાવીના પડકારને શું સમજી શકે? જગતની લીલાનો પાર તે એક સર્વજ્ઞજ પામી શકે.
જે વિમલાને ધન્સિલનું મુખ જેવું પણ નહોતું ગમતું, કદાચ
Page #379
--------------------------------------------------------------------------
________________
નાગદત્તા.
૩૫૭ ભૂલેચુકે જેવાઈ જાય તે ઈર્ષાની આગમાં એ બળીને ભસ્મ થઈ જતી; કેમકે એના હૃદયમાં ધમ્મિલ માટે દ્વેષ હત-અસંતોષ હતું, જેથી એ બાળા એનાથી દૂર રહેતી હતી. ધમ્મિલને નહિ પરણવાને એનો દઢ નિશ્ચય ફેરવવાની કોઈની તાકાત નહોતી. કમળા એને સમજાવીને થાકી ગઈ હતી ને આખરે તે નિરાશ થઈ ગઈ હતી. છતાં જગતમાં રહેલા એવા અસંખ્ય કદાગ્રહી ને માની જી ઉપર પણ વિધિ એવી સત્તા ચલાવે છે કે ગમે તેવાની પાસેથી પણ તે પિતાની ઈચ્છા મુજબ તે કાર્ય કરાવે છે–પ્રબળ સત્તા ચલાવે છે. એના કર્તાને ભયંકર ગણે કે રમણીય કહો, પણ તે એક વિધિ-વિધાતાજ છે.
આખરે એ સમય પણ આવી પહોંચ્યું કે વિમલા ધમ્મિલને પરણી ગઈ. શરીર જુદાં છતાં તેમના સ્નેહની એક ગાંઠ વજની માફક અભેદ્ય થઈ ગઈ.
બન્નેનાં મન મળ્યા પછી વચને કરીને વિનેદમાં પડ્યા. એ વચનનાં લગ્ન પછી તેઓનાં કાયિક લગ્ન થયાં. પ્રકૃતિ પ્રાણીની સાથે જેમ એકમેક થઈ જાય છે–જડાઈ જાય છે, જેમ દુધમાં પાણી કે સાકર પડતાં તે ઐક્યને પામી જાય છે તેમ તે બન્નેને સંબંધ અકયતાને પામી ગયો. આજનો દિવસ એમને માટે એવો આવ્યા કે જે બન્નેના અપાર સુખને હતે. એવી રીતે સુખ ભોગવતાં કેટલાક દિવસ વહી ગયાં.
સંસારસુખ ભોગવતાં એક દિવસ એમને પ્રેમકળહ થયે. નેહભીની મીઠી માઠી વાતો કરતાં આ યુગલ મેજની મસ્તીમાં બેઠું હતું, એવામાં કારણવશાત્ વિમળા રીસાણ. ધમ્મિલે એને અનેક પ્રકારનાં મીઠાં વચને એ સમજીવી પણ મનસ્વિની વિમળા અત્યારે સંપૂર્ણ હઠમાં હતી. “પ્રિયા ! ઉત્તમ સ્ત્રીઓ પોતાના પતિ સાથે આવું સખ્ત રૂસણું કરતી નથી. રીસાય તેપણું તારી માફક એ કદાગ્રહમાં તે નજ પડે.” એવી રીતે અતિ મધુર શબ્દોએ પ્રિયાને મનાવવા માંડી, પણ એ મનસ્વિની માને એમ કયાં હતી? હઠમાં ચઢેલી એ રમણએ ધમ્મિલના એક પણ શબ્દની
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૮
પસ્મિલ કુમાર. પરવા કરી નહિ-એને કાંઈપણ દાદ આપી નહિ; કેમકે સ્ત્રીહઠ એ દુ:ખે તજવા એગ્ય છે. રાજહઠ, જેગીહઠ ને બાળહઠની માફક સ્ત્રીઓ પણ હઠ ઉપર આવતાં ભવિષ્યમાં થતા ભાવી અનર્થ ને લેશ પણ વિચાર કરતી નથી. એ કયા રસ્તે જાય છે અને સારું કરે છે કે ખોટું? તેને ખ્યાલ પણ કરતી નથી.
હા! ખરેખર સ્ત્રી તે એ વસંતતિલકાજ ! એની જેવી સ્ત્રીઓ તે જગતમાં ભાગ્યે જ મળી શકે, કે જે પ્રેમકલહમાં પિતે રીસાય જ નહિ ને કદાચ પતિ રીસાય તો એને મનાવવાને એ રમણી પ્રેમભર્યા શબ્દોથી એને મનાવે, રીઝવે, એજ સ્ત્રી ખરેખર સ્ત્રીઓમાં શિરોમણિ હતી. ” ધમ્મિલના આ શબ્દો સાંભળતાં વિજળીને ગોળ પિતાની ઉપર પડે અને તેની જેવી વેદના થાય એવી દુસહ વેદના વિમળાને અકસ્માત થઇ પડી.
સ્વામીને રાગ બીજી કોઈપણ સ્ત્રી ઉપર જોઈને એના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થયા. આંખમાં ખુન વ્યાખ્યું. અગ્નિથી તપેલાની માફક કોધથી ધમધમતું એનું શરીર કંપવા લાગ્યું. વદન ઉપર કંપની ભયંકર છાયા છવાઈ ગઈ. એના અંતરમાં યુવાનીનો મદ હતો, પિતાના રૂપનું એને પૂર્ણ અભિમાન હતું, લક્ષ્મીનું અતિ ગૌરવ હતું, રાજવંશનું નૂર એનામાં તપી રહ્યું હતું. યૌવનના એ ગર્વે સંદર્યના એ અભિમાન અને શિલ્યના મદે એને ઝનુની બનાવી, સામાન્ય સ્ત્રીઓ પણ શક્યનું નામ સાંભળી શકે નહિ તે આ તે વિમળકુળમાં જન્મેલી વિમળી હતી. સ્વામીનું અગ્નિની જ્વાળાસમાન આ કટુ વચન એ સાંભળી શકી નહિ. તિરસ્કારપૂર્ણ દષ્ટિએ સ્વામીને એણે પુષ્પાંજલિ આપવા માંડી. તે બલી-“ધર્ત ! આખરે તમારા હૃદયની વાત મારા જાણવામાં આવી. તમારા ચિત્તરૂપી ભૂમિમાં ઘણા કાળથી નિધાનની માફક રહેલી આ સ્ત્રીનું નામ આજે તમે બહાર કાઢયું એ ઠીક થયું અને મારી સાથે ઉપર ઉપરને પાર બતાવી કેવળ દંભથી જ દેખાવ બતાવો છો તેની આજે ખાતરી થઈ કેમકે તત્ત્વથી તે તમારા હૃદયમાં વસંતતિલકાજ રહેલી છે. હા! તમારી આવી લુચ્ચાઈ તે મેં આજેજ જાણી. જે વસંતતિલકા વહાલી
Page #381
--------------------------------------------------------------------------
________________
નાગક્તા.
૩૫૯
હતી, તે વ્યર્થ આ ઉપરનો પ્રેમ બતાવીને તમે મને શા માટે ફસાવી ? શાસ્ત્રકારો વૃથા જ સ્ત્રીઓની નિંદા કરે છે; પણ તમારા સરખા અધમ પુરૂષેજ ખચીત એવી નિંદાને ચગ્ય છે. ઠીક છે, તો જાઓ, હવે એને જ ઘરે જઈને રહો ! હે દાંભિક! મારું તમારે હવે શું કામ છે?” એ પ્રમાણે બેલતી ને હદય ઉપર રહેલા હારને તોડતી, રેષથી હુંકાર કરતી ને અધર ડસતી, એ મનસ્વિની વિમળાએ પિતાના કોમળ ચરણની એક લાત ધમ્મિલની છાતીમાં લગાવી.
જગતને ઉો કાયદો તે જુઓ! જગતના માનનીય પુરૂષે, તેજવંત, ગેરવવંત અને લેકમાં પૂજા સત્કારને પામેલા ઉત્તમ જને, સદાચારવંત એવા સજજન જનો તેમજ ભૂમિનો ભાર ઉપાડવામાં સમર્થ એવા જગત ઉપર હકુમત ચલાવનાર બળવંત પુરૂષે પણ પ્રિયાએથી પરાભવ પામે છે. એનાં તિરસ્કારભર્યા વચન સાંભળતાં છતાં એને રીઝવવા માટે અનેક પ્રકારે ખુશામત કરે છે, એને આધિન રહે છે. શું સમર્થ ગજરાજે નાનાસરખા અંકુશને આધિન નથી રહેતા ? ગાઢ અંધકાર નાની સરખી દીપકની
તથી નાશ નથી પામતો ? અરે બળથી ઉદ્ધત એવા વૃષભે પણ રજજુથકી બંધાઈ જાય છે, લતાઓ તરૂને વીંટાતી ઠેઠ એના મસ્તક ઉપર પણ ચડી જાય છે, તેમ સ્ત્રી પણ લતાઓની પેઠે પતિને માથે ચઢી બેસે તો એમાં નવાઈ શું ? તે પુરૂષને વીંટાઈને એને પિતાને આધિન રાખે જ છે.
- પ્રિયાના આવા અપમાનને સહન કરતો ને મીઠાશથી એની સાથે હસીને વાત કરતો ધમિલ ઘરમાંથી બહાર નીકળ્યો. યુવરાજને ત્યાં ગયો, અસ્વસ્થ ચિત્તે એની સાથે વાતચિતમાં ભાગ લીધે, ભેજન સમય થતાં રાજકુંવરની સાથે જપે પણ એનું ચિત્ત અત્યારે અપ્રસન્ન હતું, તનમાં તાપ હતું, અંતરમાં સંતાપ હતો, વિમળા ઉપર અતિ સ્નેહ છતાં આજે એને ઉકળાટ હતો, જેથી કયાંય પણ એને ઠીક પડ્યું નહિ; એટલે ચિત્ત સ્વસ્થ કરવા સારૂં તે વનમાં ચાલ્યા ગયે. મનને પ્રસન્ન કરવાને તે એકલો નગર બહાર ગયે. ઉદ્યાનમાં ફરતાં અને ઉપવનની શોભા
Page #382
--------------------------------------------------------------------------
________________
ઘગ્નિલ કુમાર, જોતાં આખો દિવસ એણે વ્યતીત કર્યો. ઉપવનની મીઠી મેજમાંજ એણે સૂર્યને અસ્ત થવા દીધા. પછી અનુક્રમે તે નગર તરફ વળે. અત્યારે એના મનમાં અનેક વિચારો ઉઠતા હતા. હૃદયમાં વિમલા માટે કાંઈ કાંઈ થતું હતું.
જગતમાં જેનું પુણ્ય જાગૃત હોય છે એને કઈ વિધ્ર ઉપસ્થિત થતું નથી. પહેલા ઉંધા દાવમાંથી પણ લાભ પ્રગટ થાય છે. કાંકરે લેવા જતાં રત્ન હાથમાં આવે છે. પાણું માગતાં દુધ હાજર થાય છે. જંગલમાં પણ મંગળ-લક્ષમી પ્રગટ થાય છે. સર્વે અગવડો સગવડોના રૂપમાં આવી મળે છે; કેમકે સારું થવાનું હોય છે તે એ ખોટામાંથી પણ પ્રગટ થાય છે. દુ:ખમાંથી પણ સુખના અંકુરા ફૂટે છે. નિરાશામાંજ આશા રહેલી હોય છે. સારૂં અથવા તે ખોટું માણસની જે કલ્પનામાં પણ નથી હોતું તે દેવની મરજીથી નિમેષમાત્રમાં પ્રગટ થાય છે. કેમ કે માણસ જે નથી કરી શકતું તે દેવ સહેલાઈથી કરી શકે છે.
નગરમાં આવવાના માર્ગે ચાલતાં ધમ્મિલને એક અલૈકિક મંદિર જોવામાં આવ્યું. સાયંકાળના અસ્ત થતા સૂર્યના સુવર્ણમય કિરણે તે મંદિરની શોભામાં વધારે કરી રહ્યાં હતાં. એ મંદિર તે નાગનાથનું દેવળ હતું. મંદિરની અપૂર્વ રચના અને શોભાથી પ્રસન્ન થયેલા ધમ્મિલે અર્ધદ્વાર જેનું બંધ છે ને અર્ધ જેનું ઉઘાડું છે એવા તે મંદિરમાં દ્વાર ઉઘાડીને પ્રવેશ કર્યો. નાગદેવને નમીને એક બાજુએ તે ઉભું રહ્યું. પછી હદયમાં ગુસ્સે થયેલી પ્રિયાને ચિંતવતે તે મંદિરના અંદરના ભાગમાં ગયે.
એટલામાં એક નવવન બાળા સખીઓ સાથે હાથમાં પૂજાપાને સામાન લઈને નાગદેવને પૂજવાને આવી. પુષ્પધન્વાએ જેના સુંદર અંગની રગેરગમાં પિતાનું નિવાસસ્થાન બનાવ્યું છે એવી એ સમરવિહ્વળ બાળા પતિ મેળવવાને આતુર થયેલી સારે વર મળવા. હમેશાં નાગદેવનું પૂજન કરતી હતી. સખીના હાથમાં પૂજાને સામાન આપીને પિતે હાથપગ ધોઈ મુખશુદ્ધિ કરીને પવિત્ર થઈ વિવેક સહિત મંદિરમાં પેઠી. પૂજાની અભિનવ સામગ્રી
Page #383
--------------------------------------------------------------------------
________________
નાગતા.
કુલ
વડે નાગનાથને પૂજીને સંતાપ્યા. દ્રવ્યપૂજા કરીને તેમની આગળ ભાવપૂજા કરવાને એકાગ્ર ચિત્તે તેમની સ્તુતિ કરવા લાગી—“એ નાગનાથ ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. મને મનગમતો વર આપી મારો એ મને ભિલાષ પૂર્ણ કરે.”
કલ્યાણિ ! તારૂં મનવાંચ્છિત આજે સિદ્ધ થશે. મારી પ્રસન્નતાથી આજે તને અહીં જ તારા ભાવી પતિને મેળાપ થશે.” નાગદેવે પ્રસન્ન થઈને અદશ્યપણે કહ્યું. નાગદેવના સ્વરૂપમાં બાળાને અભીષ્ટ વર આપનાર ધમ્મિલ પોતેજ હતો.
નાગદેવનું એ વચન સાંભળીને એ બાળા અતિ પ્રસન્ન થઈ. ઘણા દિવસની ભક્તિ આજે સફળ થઈ હતી, જેથી તેના દિલમાં હર્ષ ઉભરાતે હતો. હર્ષના પ્રવાહમાં એણે નાગદેવની સ્તુતિ કરી લીધી અને ત્યાંથી ઉઠીને સખીઓ પાસે જવા જાય છે તેટલામાં નજીક ઉભેલા એક સ્વરૂપવાન પુરૂષ ઉપર એની નજર પડી. મદનની સાક્ષાત્ મૂત્તિ જાણે અકસ્માત્ પ્રલેભન કરવાને ત્યાં પ્રગટ થઈ હોય એવા એ નવયુવાનને જોઈને બાળાનાં વિહ્વળ ચક્ષુ એ રૂપનું પાન કરતાં અતૃપ્તપણે જ એને નિરખી રહ્યાં. આંખે આંખ મળી એટલે હદયે હદય પણ એક બીજાને મર્મ સમજ્યાં; કેમકે બન્નેને રસ્તો એકજ હતો. બન્નેને એકજ ઠેકાણે જવાનું હતું. બન્નેના અંતરના ઉંડાણમાં એક જ વાસના હતી. પુષ્પધળ્યાને પ્રતાપ બન્નેના ઉપર એક સરખો જ હતું. બન્નેને એકબીજાને મેળાપ-સમાગમ વધારવાની તીવ્ર અભિલાષા હતી.
બાળ ક્ષણમાં ધમ્મિલની સામે જોતી, ક્ષણમાં પિતાનાં ચક્ષુ લજજાથી પૃથ્વી તરફ ઢાળતી અને મનમાં અનેક સંકલ્પ વિકલ્પ કરતી હતી. આ તરફ ધમ્મિલ અનિમેષ નયને એ બાળાને નિહાળો એના રૂપમાં, એના સૈભાગ્યમાં, વિધિએ ફુરસદે ઘડેલી એ અભિનવ પુતળીમાં અતૃપ્તપણે અને એકચિત્તે વિધાતાની કળાને પ્રશંસી રહ્યો હતો.પ્રિયાએ કરેલો તિરસ્કાર પણ તે પ્રશંસી રહ્યો હતો. પ્રયા! વિમલા! તારા એ ચરણનું કલ્યાણ થજો કે જેના સંસર્ગથી હું બહાર નીકળે અને આ ઉત્તમ ઘડીનો લાભ લેવાને સમર્થ થયે તેને માટે
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૬૨
બસ્મિલ કુમાર ભાગ્યશાળી થયો ! તેં જે મને લતાપ્રહાર કરીને બહાર ન કાઢો હોત તો આવો સમય મને કયાંથી પ્રાપ્ત થાત? તારે કેપ પણ મને તો લાભદાયક થયે. કેમકે ગ્રીષ્મઋતુને સખ્ત તાપ પણ મેઘવૃષ્ટિનું આકર્ષણ કરે છે.” એ પ્રમાણે ચિંતવના ધમ્મિલને બાળાએ ધીરજથી પૂછયું-“હે ઉત્તમ! તમે કોણ છો? અને ક્યાંથી આવે છે ?” એ ચંદ્રવદનમાંથી શબ્દરૂપી અમૃત ઝરતાં તેને ઝીલવાનું ભાગ્ય તો ધમ્મિલનું જ હતું. હદયના ઊંડાણમાં રહેલા કોઈ અપૂર્વ ભાવભર્યા એ શબ્દો હતા.
એવીજ મીઠાશવાળી વાણથી પ્રત્યુત્તર આપતાં ધમ્પિલે કહ્યું-“મગધ દેશમાં કુશાગ્રપુર નામનું નગર છે. ત્યાંથી તમારા સ્નેહથી ખેંચાઈને હું અહીં આવ્યો છું.” ધમ્મિલની વાણુ સાંભળીને તે બાળા વિસ્મય પામી.
બાળા ! જરી તમારી ઓળખાણ આપશે?” ફરીને ધમ્મિલે પૂછયું.
આર્ય! હું પણ આ નગરમાંજ રહું છું. આ નગરમાં નાગવસુ નામે ધનિક સાર્થવાહ રહે છે. તેની નાગશ્રી નામની વલ્લભાથકી ઉત્પન્ન થયેલી હું નાગદત્તા નામે કન્યા છું. આ નાગદેવની રેજ અભ્યર્ચના કરીને તેની પાસે ઉત્તમ વરની યાચના કરું છું. આજે એમણે પ્રસન્ન થઈને આપ મારા પતિ થશે એવી આશીષ આપી છે. માટે થડે સમય આપ અહીં બેસે એટલે આપને આમત્રણ કરવા આવશે.” એમ કહીને બાળા નાગદત્તા સખીઓ સાથે ઘેર ગઈ. માતાપિતાને સખીઓદ્વારા વાત જણાવી. તેમણે નાગદેવના મંદિરથી ધમ્મિલને પોતાને ત્યાં તેડાવી શુભ મુહૂરે નાગદત્તા સાથે ધમ્મિલનું વિવાહકાર્ય કર્યું. તે નિમિત્તે શ્રેષ્ઠીએ મેટે મહોત્સવ આરંભ્ય. વિવાહમહોત્સવ સમાપ્ત કરીને નાગવસુએ એ નવ યુગલ વરવધુને રહેવાને સુંદર મકાન આપ્યું. તેમાં તેઓ સુખપૂર્વક રહેવા લાગ્યાં. શેઠે ધમિલનું અતિ માન સન્માન સાચવવા માંડયું. એ નવીન મકાનમાં ખાન પાન ને વસ્ત્ર પાત્રની સઘળી સામગ્રી એણે પૂર્ણ ભરી દીધી હતી.
Page #385
--------------------------------------------------------------------------
________________
ભાય. મુશ્કેલીમાં પણ પુરૂષનું ભાગ્ય જાગૃત હોય તો સત્વર વિજય મળે છે. એ તુષ્ટમાન ભાગ્ય દુઃખમાં પણ સુખ આપે છે.
अचिंतितानि दुःखानि, यथैवायांति देहिनाम् सुखान्यपि तथा मन्ये, दैवमत्रातिरिच्यते ॥ १ ॥
ભાવાર્થ પ્રાણીઓને જેવી રીતે અણધારેલાં સંકટ આવે છે, તેમજ સુખે પણ આવે છે. આ બન્ને બાબતમાં ભાગ્ય એ એકજ મોટું કારણ છે.”
પ્રકરણ ૬૧ મું.
ભાગ્યદય.' નાગદત્તા મારી બહેનપણું મોટા મહોત્સવ પૂર્વક પારણું ગઈ. એ બેનપણીને જે વર એજ મારો વર. હું એનાથી નખી તે રહુંજ નહિ. માટે એ વરને જ વરૂં તો એનું ને મારૂં સહદપણું નિરંતર કાયમ રહે. માટે હવે વિશેષ ચિતા કરવાથી શું ? પિતાને કહીને હું પણ એની સાથે લગ્નનો બંદોબસ્ત કરાવું.” એમ વિચારતી એક
વનવયમાં આવેલી બાળા પોતાના રમણિય મહેલમાં હિંડોળે ઝુલી રહી હતી. પાસે રહેલી સખીઓ એને રીઝવવાના અનેક પ્રયત્નો કરી રહી હતી. એ બાળા -તે ચંપાપતિ કપિલ ભૂપાલની વ્હાલસોઈ કપિલા નામે રાજકુમારી હતી. નાગવસુ શેઠની દીકરી નાગદત્તા સાથે એને સહીપણું હતું. બન્નેએ એકજ વરને વરવું ને સાથેજ જીવનનું નાવ ચલાવવું એવો નિશ્ચય કરેલ હતું. હમણાં રાજકુમારીએ હેનપણીના લગ્નની વાત સાંભળી, જેથી તેનું મન પણ એની સાથે પરણવાને આતુર થઈ ગયું.
સખીઓને કહીને એણે માતાપિતાને એ હકીકત જણાવી. કપિલભૂપાલે તો દીકરીને મનગમતો વર મળે ને એને જીવનપ્રવાહ સુખપૂર્વક ચાલે એ માટે સ્વયંવરમઝંપની તૈયારી કરાવી દેશપરદેશના રાજાઓ ને રાજકુમારોને આમંત્રણ મોકલ્યાં.
Page #386
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. - દેશ દેશાવરના રાજા અને રાજકુમાર ચંપાનગરના ચંપકવના નામના ઉદ્યાનમાં ઉતર્યા. યોગ્ય અવસરે સ્વયંવરમંડપના મંચ ઉપર સર્વે ગોઠવાયા. ઘણી લક્ષમી હોય છતાં માણસનું મન જેમ અતૃપ્ત જ હોય તેમ સ્ત્રીને વિષે અતૃપ્ત એવા સર્વ ક્ષત્રિય અને ઈભ્યના કુમાછે કપિલા રાજકુમારીને વરવાની આશાએ આવ્યા અને તે મંડપમાં પિતાપિતાને ગ્ય આસને બેઠવાયા. ધમ્મિલ પણ યુવરાજની સાથે એ સ્વયંવરમંડપમાં એની સાથે બેઠે. હવે સર્વેની આંખે કન્યાને જેવાને આતુર થઈ રહી.
રાજકુમારી કપિલા મનુષ્યકૃત વિમાનમાં-પાલખીમાં બેસીને આકાશમાંથી જેમ દેવબાળા ઉતરીને આવે તેમસખીઓના પરિવારે વરમાળા કરકમળમાં ધારીને સ્વયંવરમંડપમાં આવી, એટલે સર્વે ચક્ષુઓ એ શોભાની અદ્દભૂત મૂર્તિ ઉપર ઠરી. આશા, ઉત્સાહ, કન્યા મેળવવાને લાભ એ સર્વને હતું; છતાં વિધિએ માત્ર એક જ જણને માટે એ વરમાળ પહેરવાનું ભાગ્ય નિર્મિત કર્યું હતું. | સર્વેના ગુણ દોષ જાણકારી પ્રતિહારિણીએ દરેકને ઉદ્દેશીને એમનાં ટુંક વૃત્તાંત રાજબાળાને જણાવવા માંડ્યાં, પણ એને સાંભળવાની કયાં પરવા હતી ? એ સર્વે જનમંડળમાં તેને તો ફક્ત એકજ વ્યક્તિ સાથે લગની લાગેલી હતી. જેથી સર્વે જનેની અવગણના કરતી તે આગળ ચાલી. અનુક્રમે ધમ્મિલ પાસે આવીને એના કંઠમાં કપિલા રાજકુમારીએ વરમાળા પહેરાવી.
મંડપમાં આવેલા સર્વે મહદ્ધિક જનની સાક્ષીએ કપિલભૂપાળે રાજકુમારીને મોટો વિવાહમહોત્સવ આરંભ્યો ને ધમ્મિલ સાથે એનું પાણિગ્રહણ કરાવ્યું. રાજાએ કન્યાદાનમાં હાથી, ઘોડા, સુભ, રથ, ભૂષણ, ગામ વગેરે ઘણી સમૃદ્ધિ આપી. પોતાના જ સમાન સમૃદ્ધિથી ભરેલું એક મોટું વિશાળ મકાન રાજાએ એ નવલ વરવધુને રહેવાને આપ્યું. ત્યાં તે રાજાની માફક ઘણાજ ઠાઠમાઠથી રહેવા લાગે. નાગદત્તાને પણ ધર્મિલે પિતાને ત્યાં તેડાવી ને બને સાહેલીઓ સાથે ને સુખમાં પિતાને કાળ દેવતાની માફકળ્યતિત કરવા લાગ્યા; છતાં વિમળા બસ્મિલના હદયમાં હતી,
Page #387
--------------------------------------------------------------------------
________________
ભાગ્યોદય. આટઆટલી સુખ સમૃદ્ધિ છતાં એ વિમલાને ભૂલી ગયે નહોતે, કેમકે રાગનું બંધન છે એ પ્રાણીઓને જગતમાં દુર્નિવાર છે. સાતમી નરકના ગાઢ અંધકારમાં રહેલો બ્રહ્મદત્ત પણ રાગના બંધનવડે કુરુમતિ “કુરુમતિ પિકારી રહ્યો છે. છઠ્ઠીમાં ગયેલી કુમતિ બ્રહ્મદત્તને ઝંખી રહી છે; છતાં એ બંધન તે બંધનજ ! એમાં સુખ તે ક્યાંથી હોય? આ સંસારના ભવનાટકમાં ફરતાં એ લકે પાછા કયારે ભેગા થશે એ તે જ્ઞાની જાણે, પણ વિયેગનું દુ:ખ તે એ ભેગવી જ રહ્યા છે.
ઈને પિતાને બાવીશ કોડાકોડી પંચાસી લાખ કરોડ ઈકોતેર હજાર કોડ, ચારસો ને અઠાવીશ કોડ, સત્તાવન લાખ, ચાર હજાર બસોને એંસી ઈંદ્રાણીએ એક ભવમાં થાય છે. છતાં જે તેમાંથી એક પણું રીસાય તે શક તેને ઝટ મનાવવા જાય અને એ જે મનાય તેજ ઇંદ્રને સુખ થાય એવું આ સંસારનું રાગબંધનરૂપી નાટક છે.
ધમ્મિલ ગૃહમાંથી બહાર નીકળ્યો, વિમલાએ એને તીરસ્કાર કર્યો ને પૂર્ણપણે એના તરફ બેદરકારી બતાવી. ગુસ્સાના જુસ્સામાં એ પ્રમાણે એણે કર્યું તે ખરૂં પણ પતિના ગયા પછી એને બહુ પશ્ચાત્તાપ થયે. સ્ત્રીઓનાં હૃદય પ્રાય: સ્વભાવથકીજ કમળ હોય છે. તેથી પછી એણે કેટલાક સમય અતિ કલેશથી વ્યતિત કર્યો, છતાં એને નિશ્ચય હતો કે પ્રાણપ્રિય પાછા સમય થતાં અવશ્ય ઘેર આવશેજ, પણ એનું ધાર્યું એના હૃદયમાંજ રહ્યું. કેમકે એ નિમિત્તે વિધિએ તો કયારનુંય ધમ્મિલનું ભાગ્ય જુદું જ ઘડ્યું હતું. વિધિને આવી સારી કે ખોટી, મીઠી કે કડવી જીની મશ્કરી કરવી બહુ ગમે છે. વિમળાએ ઘણું રાહ જોઈ પણ પતિનું તે કયાંય દર્શન થયું નહિ, જેથી તેનું બહુ મુંઝાવા લાગી. બારીએ ઉભી ઊભી એનો આવવાને માર્ગ જેતી, આંસુભરી આંખે પશ્ચાત્તાપ કરતી ને પતિની વાટ જોતી વિલાપ કરતી, પિતાની જાતને નિંદતી તે ઘણું કકળતી હતી. પણ ધનુષ્યમાંથી છુટેલું તીર હવે તો છુટી ગયું હતું. તે વિચારતી કે –“અહા! મારે અમૃતકુંભ ઢળી ગયો! અરે મારું ક૯૫વૃક્ષ નષ્ટ થઈ ગયું! ચિંતામણિ, રત્ન હાથમાં આવીને સરકી ગયું! હા! સ્વામી! તમારે તીરસ્કાર કરીને કેવી હું પસ્તાઉં છું, દુઃખી થાઉં
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૬૬
ધમ્મિલ કુમાર.. છું? હું ક્ષણમાં પ્રસન્ન થતી, ક્ષણમાં રૂષ્ટ થતી છતાં તમે તો સદા મારી ઉપર પ્રસન્ન જ રહેતા હતા; કેમકે રાત્રી કાળે અને ધોળે બને વેશ ધારણ કરે છે, પણ દિવસ તે એક સ્વરૂપવાળે જ હોય છે. એ કેપ આખરે તો મને જ નુકશાન કરનારે નિવડ્યો. પૂર્વે એ કેપના જ પ્રતાપે હું નરષિણું બની હતી. અત્યારે એ દુષ્ટ કપાળે મને સ્વામીને વિયાગ કરાવ્યા. હા! દુ:ખી એવી મને સદા ધિક્કાર હ! તમે જ્યારે પાસે હતા ત્યારે તમારી ઉપર હું રોષવાળી રહેતી હતી. તે રાષ ક્ષીણ થયો તે હવે તમારે વિયેગ થયે. હા ! આ દુષ્ટ પદને છેદી નાખું, કે શું કરું? હું વિષ ખાઉં? કયાં જાઉં?” ઈત્યાદિ વિલાપ કરતી વિમળા દુ:ખમાં દિવસે વ્યતીત કરવા લાગી. ધમિલના વિશે એણે સરસ આહાર છેડી દીધું. પોતાની કાયાને તેદમવા લાગી. તે સાદાં વસ્ત્ર પહેરતી અને અંતરમાં પતિનું જ ધ્યાન કરતી. દિવસ જતાં તે શરીરે સુકાવા લાગી. વનમાં રહેલી રસભરી વેલ પણ જળના સિંચન વગર જેમ સુકાઈ જાય એમ તે કરમાવા લાગી. મેઘ વગરની પૃથ્વી સૂર્યના આતાપે તપતી જેમ બધા વિશ્વને ઉકળાટ આપે છે, તેમ પિતાની સ્વામિનીનું દુઃખ જોઈને સેવકે પણ ઓશિયાળા થઈ ગયા.
- સ્ત્રીને માતા, પિતા, સુત, બાંધવ, સાસુ, સસરે, નણંદ સર્વ કોઈ હોય, પણ પ્રિયતમ વગર એને આનંદ હોતો નથી. દાંત વગર જેમ હાથી શોભતે નથી, ચંદ્ર વિનાની રાત્રી શોભતી નથી, જળ વગર સરોવર શોભા પામતું નથી, તેમ પતિ વગર સ્ત્રી પણ શોભતી નથી. કંથે તજેલી સ્ત્રી ચિતાની આગમાં બળે-જળે છે. ચંદ્રનાં અમી ઝરતાં કિરણે પણ એ વિરહિણીને તાપ ઉત્પન્ન કરનારાં થાય છે. મંદમંદ શિતળ વાયુની લહેરીએ પણ એને બાળે છે. પુષ્પશમ્યા કંટક સમાન થઈ પડે છે. રાત્રી તે યુગ જેવડી ભાસે છે. ચંદનને લેપ અગ્નિની વાળા સમાન શરીર તપાવે છે. એવી રીતે પતિએ તપેલી સ્ત્રીને સંસારની સુખકર વસ્તુઓ પણ દુ:ખરૂપજ થાય છે.
કેટલાક દિવસો વિમળાના એવી રીતે શેકમાં વ્યતીત થયા. આખરે વિધાતાને એની દયા આવી. એના તપશ્ચર્યા ફળી.
Page #389
--------------------------------------------------------------------------
________________
અટવીમાં.
૩૬૭ એક દિવસ રાજામાતા ધમ્મિલ શંગારસજજીત હાથી ઉપર બેસીને નગરની શેભા જેવાને પરિવાર સહિત નીકળે. એની જોડે કપિલા અને નાગદત્તા બેઠેલી હતી. આગળ પાછળ સજ થયેલા ઘોડેસ્વાર સેવકે ચાલતા હતા. ફરતાં ફરતાં તેઓ અનુક્રમે વિમલાના મકાન આગળ આવ્યા. ધમિલના મનમાં તે સમયે અનેક વિચારો જાગ્યા. એટલે તે ત્યાં થોભાણે.
સ્વામીનું આગમન સેવક મારફતે જાણીને વિમળા સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રાભરણો પહેરી, જળ ભરેલે સુવર્ણ કળશ અને પૂજાપાને સામાન લઈ પતિને પૂજવાને ઘરની બહાર નીકળી. પતિને પ્રથમ પ્રદક્ષિણા દઈને કુસુમવડે વધાવ્યા. એવી રીતે સ્વામીની પૂજા કરી. એની ભક્તિથી પ્રસન્ન થયેલા ધમ્મિલે એને હાથનું અવલંબન આપીને પિતાની પાસે ખેંચી લીધી. અને તેને લઈને ધમ્મિલ ત્રણે સ્ત્રીઓ સાથે રાજમહેલમાં આવ્યો. પછી નિરંતર એ ત્રણે સ્ત્રીઓની સાથે અપૂર્વ સુખ ભેગવવા લાગ્યો. નાગદત્તા અને કપિલા વિમલાને મોટી બહેન જાણે એને પગે પડી. એ સન્નારીઓ અને સ્પરસ વિનેદમાં પતિ સાથે પિતાને કાળ વ્યતિત કરવા લાગી. એવા સુખમાં કેટલોક સમય પસાર થઈ ગયો.
–ન© – પ્રકરણ ૬૨ મું.
અટવીમાં. એક દિવસ ધમ્મિલ રાજસભામાં બેઠે હતો, સભામાં અનેક પ્રકારે વાણી વિનોદ ચાલી રહ્યો હતો, આનંદને ઊત્સાહ છવાઈ રહ્યો હતે. એવામાં કોઈએ રાજાને ભેટ કરેલ અશ્વ રાજાની પાસે લાવવામાં આવ્યો. જે શરીરે સુંદર, ઉજવળ વણયુક્ત, ઘાટીલે અને પવનના વેગ કરતાં પણ ત્વરિત ગતિવાળો હતો. બીજા અનેક શુભ લક્ષણવાળે એ અશ્વરત્ન હતો. અનભ્યાસ-વશે આ અશ્વ મને ન જીતે એમ વિચારતે પવન નિત્ય એની આગળ દેતે હતે.
Page #390
--------------------------------------------------------------------------
________________
ધગ્નિલકુમાર છતાં એવા અનિલ કરતાં પણ વેગમાં આ અશ્વ આગળ જતા હતે. અશ્વને રમાડવાની કળા જાણનાર ધમિલને એ નવા અશ્વ ઉપર બેસીને એની કસોટી કરવાનું મન થયું, જેથી અશ્વને બરાબર શૃંગાર સજાવી રાજાની આજ્ઞા મેળવી ધમ્મિલ એ ઘોડા ઉપર સ્વાર થઇને સુભટના પરિવાર સાથે નગર બહાર નીકળે. નગર બહાર આવ્યા પછી ઉતાવળે ચલાવવાને ચાબુકને પ્રહાર કર્યો. જેથી અશ્વ પૃથ્વીને અસ્પૃશતે ચારે પગે ઉછળ્યો-દોડ્યો. લગામ ખેંચવા છતાં પણ એ વેગ કાબુમાં રહી શક્યો નહિ. સૈન્યના સુભટેથી એ પાડી તે ધમ્મિલને દૂર અરણ્યમાં ઉપાડી ગયે-શત્રુની માફક ધમ્મિલનું હરણ કરવાજ જાણે આવ્યું હોય તેમ એને ઉપાડીને તે ચાલતો જ થયો.
શત્રુરાજાએ અંતરના દ્વેષભાવથી-ધમ્મિલના સુખની ઈર્ષ્યા થવાથી એને સુખથી ભ્રષ્ટ કરવાનો જ ઉપાય શેવ્યો હોય તેમ ભયંકર જંગલમાં કુમારને ઉપાડી જઈ શત્રુ રાજાની મને ભિલાષા એ અવે પરિપૂર્ણ કરી.
શત્રુનું કાર્ય પૂર્ણ કરીને એ અશ્વ હવે જાણે પિતાની ફરજ બરાબર અદા કરી રહ્યો હોય તેમ જંગલની મધ્યમાં આવેલી એક નદીને કિનારે પરિશ્રમથી હાંક્તો હાંફતો થોભે, એટલે એની લગામ છેડી દઈને ધમ્મિલ અશ્વ ઉપરથી નીચે કુદી પડ્યો અને હૃદયમાં પર મેષ્ઠી મંત્રનું સ્મરણ કરતો હાથમાં શસ્ત્ર ધારણ કરીને એ કનકવાલુકા નદીની આસપાસ વનનું કૌતુક જેતે જેતે ભમવા લાગે. એવામાં એક વૃક્ષની ઘનરાજી નજીક આવતાં એક તરૂવરની ડાળે લટકતી ઉત્તમ લાંબી તલવાર જોઇને એને નવાઈ ઉપજી. એટલે એણે પોતાના હાથમાં એ ખર્શ લીધું, આમતેમ ફેરવી જોયું. પાણીદાર, તેજસ્વી, અને અપૂર્વ ખડ્ઝ જોઈને એને મહિમા જાણવા માટે એની પરીક્ષા કરવાનું એને મન થયું. રત્ન જડેલી સુવર્ણની એની મુઠ હતી. મણિધરની માફક એનું સુંદર મ્યાન હતું. એ જોઈ કુમારે ચિતવ્યું કે “કેઈ ખેચર કે વિદ્યાધર કાર્યની વ્યગ્રતાવશે આ ખર્શને અહીં વિસરીને કદાચ ચાલ્યો. ગથે હશે.”
Page #391
--------------------------------------------------------------------------
________________
અટવીમાં.
૩૬૯ ધમ્મિલે ખડ્ઝ મ્યાનમાંથી બહાર કાઢયું તે વીજળી જેમ ઝબુકે તેમ ઝબકવા લાગ્યું. એવું તેજસ્વી ખડ્ઝ જોઈને તેની પરીક્ષા કરવાને માટે એક ઘનવંશ (ઘણા વાંસ એક સાથે મળેલા છે એવા) સાઠ વંશની ઘનરાજી ઉપર એણે વાપર્યું તે એક જ ઘાથી એ સાઠે વાંસ તૃણની માફક છેદાઈ ગયા. “મદોન્મત્ત ગજયુથને ભેદવાને કેસરીસિંહને વાર લાગે ખરી કે ?” પરંતુ આશ્ચર્ય એ થયું કે એ સાઠ વાંસ સમકાલે એણે છેદ્યા તો ખરા, પણ ખર્શ તરફ નજર કરી તો તે રૂધિરથી વ્યાપ્ત જોયું. તેથી એણે વંશજાલની પ્રદક્ષિણ કરીને ચારે બાજુ તપાસ કરી તો એક અગ્નિકુંડ આગળ ધપ દીપ, ને હોમહવન કરતા એક પુરૂષ હાથમાં જપમાળા લઈને બેઠો હતો. એનું કુંડળથી શેભતું મસ્તક ક્યાંય દૂર પડ્યું હતું અને એનું ફંડ એ પુરૂષ બેઠો હતો ત્યાં જ મસ્તક વગર પડ્યું હતું. વિનાકારણે આવા તપસ્વી પુરૂષની પોતાના પ્રમાદવડે હત્યા થયેલી જોઈ એને બહુ અસ થયો. તે વિચારવા લાગ્યો કે “અહો ! આવા અરણ્યમાં તપ તપતા પુરૂષને મેં ખøવડે કાપી નાખ્યો. નિરાગી સરખા આ માણસને મેં વૃથા ઘાત કર્યો. સર્પ, વ્યાધ્ર, મગર અને વૃદ્ધ કરતાં પણ હું અધમ થયે. આવા તીણ અને તેજસ્વી પ્રજ્ઞવડે કરીનેશું ? અથવા તે આવા મારા પ્રાણવડે પણ શું કે જેથી આવા પ્રકારને વધ મારાથી થઈ જાય ? અહંતના ભકત એવા સુશ્રાવકને–ગૃહસ્થને આ અનર્થ સર્વથા નિષિદ્ધ છે. મારાથી આવા અપૂર્વ માનવરત્નને સંહાર થઈ ગયો તે બહુ ખોટું થયું મને કાલાશને ડાઘ આ ભવ પર્યતને લાગ્યું. હા! હા ! હવે મારે શું કરવું?” એ પ્રકારે એ મહાસત્વ આત્માને નિંદત ને પોતાના પાપનો પશ્ચાત્તાપ કરતે ત્યાંથી આગળ ચાલ્યા, તો એ મહાવનમાં એક ઉત્તમ વાવ એના જવામાં આવી. જેનાં ઉંડા જળ પાતાળમાં રહેલા સુધાકુંડ સમાન મીઠાશથી ભરેલાં હતાં. જ્યારે ધમ્મિલ એ વાપિકાની નજીક આવ્યું ત્યારે વાવમાંથી સ્નાન કરીને નીકળતી એક અપૂર્વ લાવણ્યમયી કન્યા એની નજરે પડી. કામદેવના આવાગમનના મંત્રનું સ્મરણ કરતી અને પિતાની ભૂલતાને આમતેમ
Page #392
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. નચાવતી એ બાળા જાણે કાંઈ જોઈ રહી હોય અથવા તો કોઈના આવાગમનની રાહ જોતી હોય એમ વિહળપણે ઉભી હતી. જાણે વિજયી પુષ્પધન્વાએ જગતને જીત્યું-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એવા દુર્જય વિરેને પણ હરાવ્યા, તેથી વિજયેન્મત્ત બનીને જેમ ચકવતી રાષભકૂટ ઉપર પિતાનું નામ લખીને રાજી થાય છે તેમ તેણે વિશેષ વિજયી બનવાને માટે જગતના મનુષ્યને જીતવાને સારૂ આ સુંદર સાધન તૈયાર કર્યું હોય તેવી તે લાગતી હતી.
આવા ઘોર અરણ્યમાં આમ એકાકી નવોઢા સુંદર બાળાને જોઈ ધમ્મિલ વિચારમાં પડ્યો-“શું આ જળદેવી હશે કે વનદેવી હશે? અથવા કિન્નરી, વ્યંતરીકે વિદ્યાધરી હશે? મનુષ્યની બાળાને તો આવા અરણ્યમાં કયાંથી સંચાર હોય?” એમચિંતવતો એ બાળાની નજીક આવ્યું. અને એ ઉત્તમ વર્ણવાળી, શોભાએ કરીને જેનું કાંતિમય ૌરવ ઝળકી રહ્યું છે એવી તે બાળાને પૂછયું—“હે મુગ્ધ ! તું કોણ છે? કયાંથી આવી છે? અને કેમ આવી છે?”
એના પ્રત્યુત્તરમાં એણે ના છુટકે પિતાનું વૃત્તાંત ટુંકમાં જણાવ્યું-“હે ઉત્તમ ! સાંભળે. આ ભારતવર્ષમાં થઈ ગયેલા જિનેશ્વરેને મૂર્તિમંત યશપુંજ હોય એ ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢ્ય પર્વત આવેલ છે. ભારતમાં સર્વે ને વિષે મુખ્ય એ એ વૈતાઢ્ય પોતે શરીરે અતિ ગરકાંતિને ધારણ કરી મસ્તકે સિદ્ધાયતનરૂપ રત્નને મુકુટની માફક રાખે છે. એની પહેલી મેખલાએ ઉત્તર દક્ષિણ એણિ ઉપર વિદ્યાધરનાં પચાસ ને સાઠ નગરે આવેલાં છે, તેમાં દક્ષિણ એણિએ શંખ સદશ ઉજવલ યશવાળું શંખપુર નામે નગર છે. ઉદ્ધત પવનવડે જે નગરીના રમણીય પ્રાસાદની ધ્વજાઓ ફરકી રહી છે એવા પ્રસાદમાં બેમચારી નરેને–વિદ્યાધરને નિવાસ છે. આ નગરને પુરૂષાનંદ નામે રાજા સમરાંગણમાં શત્રુઓને પોતાની અસિધારાથી વશ કરવામાં એવે તે પરાક્રમી છે કે મહાભારતના યુદ્ધમાં પ્રસિદ્ધ થયેલ ભારતનો અદ્વિતીય વિજયી વીર અજુન પણ એને મન હિસાબમાં નથી. શ્યામા એ નામની તે રાજાને મહારાણી છે અને નામ
Page #393
--------------------------------------------------------------------------
________________
અટવીમાં.
પ્રમાણેજ ગુણવાળે કામોન્મત્ત નામે તેને પુત્ર છે. તેમજ વિદ્યન્મતી અને વિદ્યુલરા નામની બે પુત્રીઓ છે.
એક દિવસ એ નગરના ઉદ્યાનમાં આકાશગમન કરતા મૂર્તિ મંત ધમી હોય એવા ધર્મઘોષ અણગાર આવ્યા. તેમના આગમનના સમાચાર જાણીને નગરજને તેમને વાંદવાને ચાલ્યા. રાજા પણ પરિવાર સહિત મુનિને વંદન કરવાને ચાલ્યા. રાજા વાદીને બેઠે, એટલે મુનિએ ભવના તાપને નાશ કરનારી ધર્મદેશના આપી—“હે ભવ્ય! અનંતકાળ પર્યત આનંદમય સુખને આપનારી મુક્તિવધુને વરવાની જે તમને ઉત્સુક્તા હોય છે, અને જે આ ભવાટવીને ઉદ્ભઘવાની તમારી જીજ્ઞાસા હોય તો ભગવંતે કથેલા દાન શીલ તપ ને ભાવ એ ચાર પ્રકારના ધર્મનું શરણ આદરે.” ઇત્યાદિક ધર્મદેશના આપીને મુનિ માન રહ્યા, એટલે રાણુએ પૂછયું-“હે પૂજ્ય! મારી આ બન્ને દીકરીઓને ભાવી પતિ કોણ થશે ?”
જે તમારા પુત્રને હણશે તે તમારો જામાતા થશે. આ બને બાળાને એકજ પતિ થશે.” મુનિએ કહ્યું.
એ મહામુનિની વાણી સાંભળી પુત્ર મરણથી શેક અને જમાઈ મળવાથી હર્ષ એમ રેષતેષ સાથે ધરતી રાણી રાજા સહિત પારવાયુક્ત મુનિને વાંદીને ઘેર આવી.
પિતાની રજા લઈને કામેન્મત્ત કેટલીક વિદ્યા સિદ્ધ કરવાને માટે પિતાની બહેન સાથે આ વનમાં આવ્યું. અને નદીના કાંઠા ઉપર આ સુંદર મહેલ બંધાવીને તેણે તૈયાર કર્યો. તે મહેલ જાણે કૈલાસ પર્વતનું સ્ફટિક રત્નમય શિખર શોભી રહ્યું હોય એવોશભે છે. એમાં ખેચર અને ભૂચર રાજાઓના વંશમાં ઉત્પન્ન થયેલી સુંદર સેળ કન્યાઓને લાવીને તેણે રાખી છે. ચંદ્રા, શ્રી, ગાંધારી, સમા, વિચક્ષણા, શ્યના, વિજયા, સેના, શ્રીદેવી, સુમંગલા, મિત્રવતી,શ્રીમતી, યશોમતી, સુમિત્રા, વસુમિત્રાને મિત્રસેના એ એમનાં નામ છે. એમાંથી મારું નામ મિત્રસેના છે. એ વિદ્યાધર “કામોન્મત્ત ” અહીં જ આ નદીને કાંઠે ગહન વંશજાળમાં રહીને વિદ્યા સાધે છે. છમાસે વિદ્યા સિદ્ધ થતાં તે અમને સર્વને પરણુને પોતાને નગર લઈ જવાનો છે. હાલમાં અમે અમારી બને નણદીની સાથે રહી આનંદ વિદમાં કાળ નિર્ગમન
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૭ર
ધમ્મિલ કુમાર કરીએ છીએ. તમારી આગળ હું જે આ વૃત્તાંત કહું છું તે સર્વે સત્ય છે. નણદીની સાથે ગોષ્ટી કરતાં જેવું મેં સાંભળ્યું છે તેવું તમને જણવ્યું છે.” એમ કહીને મિત્રસેનાએ પોતાની વાત પૂર્ણ કરી.
બાળાનું વૃત્તાંત સાંભળીને ધમ્મિલ વિચારમાં પડ્યો. “નક્કી તેએજ ખેચર કે જેને મેં આ ગાઢ વંશજાળમાં લીલા કરતાં હ. હા! દુષ્ટ હાથીની માફક મેં ખર્શરૂપ શુંડથકી આ રમણીઓરૂપ પક્ષીઓના વિશ્રામસ્થાન જેવા એ તરૂવરને હા એ ઠીક ન કર્યું. આ બાળાઓ એ વાત સાંભળશે એટલે એમની આશાલતા ઉપર કે વા પ્રહાર થશે?”
પ્રકરણ ૬૩ મું.
ભૂલ અને તેનું પરિણામ.” પાછી તે બાળા બેલી કે –“અમારા મને રથ તે સફળ થયા. હવે અલ્પ કાળમાં એની વિદ્યા સિદ્ધ થશે એટલે અમારાં લગ્ન તે થઈ જશે. કિંતુ એ જ્ઞાની ગુરૂએ કહેલું તે ન જ થયું. અમને તે પતિ મળે, પણ એ ખેચરકુમારીઓ રહી ગઈ. ન સમજાયું કે ગુરૂની વાણું કેમ અન્યથા થઈ ? અમે પરણી જશું એટલે એ બન્ને બહેનો ગ્ય વરની તપાસ કરીને વરશે. આજે એ વિદ્યાઘરની વિદ્યા સિદ્ધ થવાની છે જેથી મને એમની ખબર લેવાને મોકલી છે. અરે! હું કેવી છું કે કયારની તમારી સાથે વાતમાં લુબ્ધ થઈ ગઈ છું? સમયને પણ ભૂલી ગઈ છું.” આ પ્રમાણે એ બાળા વાવને કાંઠે ઉભી ઉભી ધન્મિલ સાથે ઉલાસથી વાત કરી રહી હતી; પણ તેને બિચારીને ક્યાં ખબર હતી કે વિધિએ પોતાનું કાર્ય એના આગમન પહેલાં જ પૂર્ણ કરી નાંખ્યું હતું. જ્ઞાનીએ જે સમયે જે પ્રમાણે બનવાનું કથેલું ભવિષ્ય તે તે પ્રમાણે થઈ ગયું હતું.
અહીં આસ્તેથી ધમ્મિલે એને દુઃખ ન થાય એવી મૃદુતાથી કહ્યું“બાળા ! જરી થોભ ઉતાવળી ન થા!જતાં પહેલાં મારી એક વાત સાંભળ.”
Page #395
--------------------------------------------------------------------------
________________
ભૂલ અને તેનું પરિણામ. કહે ! ઝટ કહો ! “તમારી તે વાત ! મારી બહેનપણીઓ ત્વરાથી મારી રાહ જોતી હશે.”
“આટલી બધી ઉતાવળ, અને તે કેને માટે?” ધમ્બિલે કહ્યું. કેમ કોને માટે? મેં તમને કહ્યું એને માટે!” બાળાએ
“બાળા! ક્યારે પણ જ્ઞાનીનું કથન ખોટું પડે છે ખરું?” પણ આ વખતે એમજ જણાય છે.” તારી ભૂલ થાય છે એમ ધારવામાં.” કેમ વારૂ !” તને દુ:ખ ન થાય તે એક વાત કહું !” “ કહાને !”
“બાળા ! આખરે જ્ઞાનીનું વચન સત્ય થયું છે, અજાણપણે મારાવડેજ એ કામેન્માનું મૃત્યુ થયું છે.” ધમ્બિલે જણાવ્યું.
હં..” બાળા ચમકી.
“હા ! એ નિરપરાધીને હણીને મારા હાથ મેં કાળા કર્યા છે.” નીશાનીમાં રૂધિર વ્યાપ્ત દિવ્ય ખડ્ઝ તેણે બતાવ્યું.
એ સાંભળીને એ ખગ જોઈને મસ્તક ધૂણાવતી અને કંપાયમાન થતી એ બાળા ગદ્ગદ્ કંઠે બેલી...” ખરેખર ભવિતવ્યતા બળવાન છે. ભવિષ્ય વાણી કદી અન્યથા થાય ખરી કે?” એ બાળા હૃદયમાં અત્યંત દુઃખ ધરતી ખેદ કરવા લાગી.
બાળા ! શા માટે ફેગટ છેદ કરે છે? જે કાર્યો દેવને આધિન રહેલાં છે, એને ગમ-શેક કરવાથી શું ?” ધમ્મિલે એને શાંતિ આપવા માંડી.
“હે સાહસિક! મને એ માટે કાંઈ દુખ નથી, કેમકે મેરૂ પર્વતનાં શિખર કદાચ ચલાયમાન થાય, પરન્તુ જ્ઞાનવાનું મુનિનું અમોઘ વચન કયારે પણ અન્યથી થતું નથી, પણ તે ઉત્તમ ! તમારૂં આ વૃતાંત હું એ ખેચર બાળાઓને જણાવું, ત્યાં લગી તમે
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૭૪
બસ્મિલ કુમાર અહીંજ રહેજે; અને મહેલની ઉપર–જેતા રહેજો. જો એ તમારા ઉપર રાગવાળી થશે તે રક્ત ધ્વજ ફરકાવીશ, અને તમારું આ વૃત્તાંત કહેવા છતાં પણ એ જે વિરકત થશે તે વેત ધ્વજા હલાવિશ. રકત ધ્વજા ફરકે તે અહીં કાજે ને વેત ધ્વજા રૂરકે તે તમે અન્ય સ્થાનકે દૂર ચાલ્યા જજે.” એમ કહીને તે બાળાએ પોતાનાં કદમ મહેલ તરફ લંબાવ્યાં. મંદમંદ ડગલાં ભરતી અનુકમે તે વિઘુમતિ આગળ આવીને હાજર થઈ
મિત્રસેનાના સંકેત પ્રમાણે ધમ્મિલ બે ઘડી લગી ત્યાં રોકાઈને વારંવાર સૈધના અગ્રભાગ તરફ જોયા કરતું હતું. એટલે થોડી વાર પછી વેતધ્વજા હાલતી ધમિલે ઈ. સમુદ્રના પાણી ઉપર જેમ નિર્મળ જળનું પાન કરીને તેણે થાક દૂર કર્યો. પછી શુભ શુકન નિહાળીને નગરમાં પ્રવેશ કર્યો.
ચંપાપતિ કપિલરાજાને અનુજ બંધુ રેષવડે ત્યાંથી નીકળી ગયેલે, તેણે અહીં આવીને રાજગાદી સ્થાપી હતી. કરબટ અને એની આજુબાજુના પ્રદેશ કબજે કરીને તે એને માલેક થઈ પડ્યો હતો. એ રાજ વસુદત્તને વસુમતી નામે પ્રિયા હતી. સંસારનું સુખ જોગવતાં એમને પદ્માવતી નામે એક પુત્રી થઈ હતી. કર્મો કરીને વ્યાધિથી તે પીડા પામતી હતી. દેશી પરદેશી અનેક વૈદ્યોની દવા કરી પણ તેને
* ચપાપત કપિલરોજીની અનુજબધું રાંષવે ત્યાંથી નીકળી ગયેલે, તેણે અહીં આવીને રાજગાદી સ્થાપી હતી. કરબટ અને એની આજુબાજુને પ્રદેશ કબજે કરીને તે એને માલેક થઈ પડ્યો હતો. એ રાજા વસુદત્તને વસુમતી નામે પ્રિયા હતી. સંસારનું સુખ જોગવતાં એમને પદ્માવતી નામે એક પુત્રી થઈ હતી. કર્મ કરીને વ્યાધિથી તે પીડ પામતી હતી. દેશી પરદેશી અનેક વૈદ્યોની દવા કરી પણ તેને કાંઈ ફાયદો થયો નહિ, જેથી રાજા રાણી હમેશાં દુખી રહેતાં હતાં.
શલના રાગથા પાડાતા સ્ત્રીને જાઈ એના વ્યથાનું મૂળ કારણ તપાસી યેાગ્ય દવાવડે એને અપ સમયમાં તેણે નિરેગી કરી દીધી. આ વાર્તા લેકથી સાંભળીને રાજાએ એ વિજ્ઞાન અને ન્યાયથી
Page #397
--------------------------------------------------------------------------
________________
ભૂલ અને તેનું પરિણામ
૩૫ શેભતા ધમ્મિલને પિતાને મહેલે તેડાવી બહુમાન આપ્યું અને રેગથી પીડા પામતી પોતાની કન્યા બતાવી. - તે કન્યાને ઈરેગનું કારણ તપાસીને ધમ્બિલે કહ્યું-“રાજન !
આ રોગને હું દૂર કરી શકીશ. પાણી જેમ અગ્નિને શાંત કરે છે તેમ હું પણ એને રેગ મટાડી દઈશ.”
પછી એક શુભ દિવસે કન્યાના રોગની ચિકિત્સા કરવી એણે શરૂ કરી. જેમ વિદ્યા મંત્રથી સપનું વિષ ધીમેધીમે નાશ પામે છે, તેમ એને રોગ–શેક, સંતાપ અનુક્રમે ક્ષય થતો થતો બીલકુલ નાબુદ થઈ ગયે. એટલે સમ્યક્ કળા જાણનાર ધમિલને હારલતાની માફક પારિતોષિકમાં એ પદ્માવતી જ રાજાએ આપી દીધી. શુભ દિવસ જેઈ બન્નેનાં મહત્સવ પૂર્વક લગ્ન થયાં. રાજાએ એ યુગલને વસવાને જુદું વાસભુવન આપ્યું. ત્યાં ધમ્મિલ પદ્માવતી સાથે રહેતા પંચવિષય સુખ જોગવતો સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. પુણ્યવંત માણસ જ્યાં જાય ત્યાં પદે પદે નિધાન પ્રાપ્ત કરે છે અને મનગમતા વૈભવ મેળવી ઠકુરાઈ ભોગવે છે.”
એક દિવસે રાજાએ ધમિલને કહ્યું-“હે ઉત્તમ ! ચંપાપતિ મારા વડીલ સહોદર થાય છે; છતાં અમારા બંને વચ્ચે આજ ઘણાં વર્ષો થયાં કલેશ ચાલ્યા કરે છે. પણ એ કઈ પુરૂષ હું જેતે નથી કે એ બંધુ સાથે મને સંધી કરાવી દે. જગતમાં મિત્રતાને તોડનારા, પ્રીતિને ભેદનારા તે ઘણું છે, તેમજ પ્રીતિ કરનારા પણ અધિક જેવાય છે, પણ તુટેલી પ્રીતિને સાંધનારા જ તે જગતમાં વિરલાજ હોય છે, છતાં તમે જે પ્રયત્ન કરો તો સંધી થઈ શકે. તમારા સિવાય કોઈ પણ એ તુટેલા તાર સાંધવાને સમર્થ થાય તેમ નથી. સ્વભાવથકી. ભિન્ન એવા વસ્ત્રના બે ટુકડા જેમ કેઈ કલાવિંદ ગુંથીને એક કરી શકે તેમ હે ગુણવાન ! અમારે ભિન્ન સંબંધ સાંધવાને તમેજ એક શકિતવાનું લાગો છે!”
- ધમ્બિલે કહ્યું-“રાજન ! મને આજ્ઞા કરો કે તમારું સંધીકાર્ય હું યોગ્ય રીતે પરિપૂર્ણ કરૂં.”
રાજાએ એ સધીનું બીડું સ્મિલને આપ્યું, મિલે તે
Page #398
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમાર. લીધું પછી એને પોતાને મહેલે જવાની રાજાએ રજા આપી. કેટલાક દિવસ પછી શુભ શુકને બસ્મિલ, રાજાની આજ્ઞાથી ચંપાનગરી તરફ પ્રયાણ કરી ગયા.
અનુક્રમે તે ચંપાનગરીના દરવાજા આગળ આવી પહોંચ્યા.
પ્રકરણ ૬૪ મું.
“રામનું સ્વપ્ન ભરતને ફળ્યું.' “ઓહો ! આ શું! ચંપાનગરીના લેકે કેમ આટલી બધી ડધામ કરી રહ્યાં છે? શું કયાંય આગ લાગી છે કે દાવાનલ સળગ્યે છે અથવા પરચકને ભય આવી પડ્યો છે કે જલપ્રલય થયે છે?” ઈત્યાદિક વિચારતો એક પુરૂષ પોતાના સુભટાદિક પરિવાર સહિત ચંપાના દરવાજામાં પેઠે અને નાશ ભાગ કરતા દરવાનને એનું કારણ પૂછયું. દરવાન બોલ્યા
હે ભદ્ર! રાજાને પટ્ટહસ્તી વ્યસનીની માફક મદે ચઢીને આલાનથંભ ભાંગી નગરમાં ચારેબાજુ દેડતે ઉત્પાત મચાવી રહ્યો છે, પણ કેઇ એને વશ કરવાને સમર્થ થતું નથી. નગરમાં ભમતાં એ ઘણાનાં ઘર પાડી નાખે છે, ઘણું દુકાને જમીનદોસ્ત કરે છે, હડફેટે ચઢેલા માણસની ખબર લેવા પણ ભૂલતું નથી. તેથી જેમ પ્રચંડ વાયુથી સમુદ્ર ક્ષોભાયમાન થાય એમ બધું નગર હળમળી રહ્યું છે.” એમ કહીને તે ત્વરાથી દડી ગયે. | દરવાજામાં પેસનાર પુરૂષ તે ધમ્મિલ પોતેજ હતું. તે એવી હકીક્ત સાંભળીને ત્વરાથી નિર્ભયપણે બજારના મધ્ય ભાગમાં આવ્યો, ત્યાં પણ અનેક લોકોને આકુળવ્યાકુળ થયેલા જોયા. તેમાં પણ આઠ કન્યાઓ સાથે એક શ્રેષ્ઠીપુત્રને ઠાઠમાઠથી જતા જોઈને ધમ્મિલે કેઈને પૂછયું કે-“આ કેણ છે?”
“ અહીં રહેનારા ઇંદ્રદત્ત સાર્થવાહને સાગરદત્ત નામે આ પુત્ર
Page #399
--------------------------------------------------------------------------
________________
રામનું સ્વપ્ન ભરતને ફળ્યું.
31999 છે, આઠ દિશાકુમારીઓની માફક આઠીઓને મેળવીને રથમાં બેસાડી સ્નાત્ર મહોત્સવ કરવા માટે જાય છે. કુમુદા, કુમુદાનંદા, ધનશ્રી, વસુમતી, પદ્મશ્રી, વિમલા, દેવકી, ને ચંદ્રશ્રી એ આઠે કન્યાનાં નામ છે. એ આઠે કન્યાઓને એક સાથે પરણવાને સાગરદત્ત સ્વજન વર્ગ સાથે અહીં આવેલ છે, જેથી આ લેકમેળો ભરાયેલે છે.” તે માણસ જેટલામાં આ પ્રમાણે કહે છે, એટલામાં તે આમતેમ દેડતે હાથી એ ટેળામાં આવી પહોંચે. તેને રોકવાને કઈ પણ સમર્થ થયું નહિ. તરતજ માણસોમાં ભંગાણ પડ્યું. એને ધ આવતે જોઈને જેને જેમ ફાવ્યું તેમ ભય પામતું લોક નાસવા લાગ્યું. એ સ્વજન વર્ગ ભય પામીને નાસી ગયે, સુભટો ભાગ્યા અને જીવિતવ્યને નાશ નજીક જોતાં એ સાગરદન પણ પ્રિયાઓને છેડીને નાસી ગયે. “મરણુભયની વાત આવે ત્યારે કઈ કઈનું સગું થતું નથી. કિંકર્તવ્યમૂઢ થયેલી એ કન્યાઓ અશરણ્ય, અચૈતન્ય એવી ત્યાંજ ઉભી રહી–સ્થીર થઈ ગઈ. દશે દિશાએ જેતી ને રેતી, મૃગલીની માફક ભય પામતી, પાંદડાંની માફક કંપતી અને ચિતમાં મુંઝાતી તે દિભૂઢ થઈ ગઈ.
જ્યારે હાથી એ કમલિની સમાન કન્યાઓ ઉપર ધસ્યો ત્યારે વચમાં ધમ્મિલે પડકાર કરી હાથીને ખીજ અને પિતાની સામે યુદ્ધ કરવાને એને આમંત્રણ કર્યું. તે બે -“રે મૂઢ! એ દીન, અનાથ, ભયથી કંપતી નિર્બળ બાળકો ઉપર સુંઢ ઉલાળ કેમ લાજતે નથી? જે તારામાં કાંઈપણ શક્તિ હોય તે તારી સામે ઉભેલા આ બળવાનની સામે આવ.”
કન્યાઓ ઉપર ધસી આવતા હાથીના કાનમાં આ શબ્દો અથડાયા અને તે ચમક. પિતાની નજર એણે ધમ્મિલ તરફ ફેરવી. અને રેષાયમાન થઈને એ કન્યાઓને છેડી તે ધમ્મિલ તરફ ધસ્ય.
ધમિલ તરતજ ઘોડા ઉપરથી નીચે ઉતરી પડ્યો. એ લઘુ દેહધારી હતા, હાથી સ્થળ હતા. ધમ્મિલ શિક્ષિત હતું, ગજ અશિક્ષિત હતું. કુમાર આંટી ઘુંટી ખાઈ દેહતા હો ને હાથી એની
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭૮
બસ્મિલ કુમારપછવાડે એને પકડવાને દોડતે હતે. હાથીને એવી રીતે ચિરકાળ પર્યત ખૂબ દેડા, જેથી એ ખેદ પામી ગયે, એને મદ ઉતરી ગયે, તે ગુપચુપ શાંત બનીને ઉભો રહ્યો, એટલે એના જંતુશળ પકહિને કુમાર તેની ઉપર ચડી ગયે. પછી ગજશિક્ષામાં કુશળ ધમ્મિલે અંકુશ મારીને એને ખૂબ ભમાવ્યું. આખરે તે ચીસેચીસ પાડતો નિવીર્ય થઈ ગયે, ત્યારે કુંવરે એને છોડી દીધું. તેણે હાથી ઉપરથી ઉતરી તેને મહાવતને સે મહાવતે એને આલાનથંભ પાસે લાવીને બાંધે.
ધમ્મિલનું આવું અપૂર્વ પરાક્રમ જોઈને નાગરિકે વિસ્મય પામી એની સ્તુતિ કરવા લાગ્યા. એ પ્રમાણે પોતાની કળા અજમાવીને ધમ્મિલ રાજદરબારમાં આવી આશ્ચર્ય પામેલા રાજાને નમ્યો. રાજાએ પિતાને જામાતા જાણુને ગૌરવથી ઉભા થઈ પિતાની ભુજાઓથી એ મહાભુજને આલિંગન દઈ પ્રસન્નતાપૂર્વક પૂછયું. “વત્સ ! આજ ઘણે દિવસે તમે દેખાયા. તમને જેવાથી આજે અમને અતિ આનંદ થયો. અશ્વ તમને હરી ગયે, તે પછીનું તમારૂં વૃત્તાંત પ્રગટ કરે.”
રાજાના પૂછવાથી પિતાનું સમસ્ત વૃત્તાંત સભામાં કુમારે કહી સંભળાવ્યું. એનું વૃત્તાંત સાંભળીને રાજા આદિ સર્વે ખુશી થયા. | ધમિલના આગમનને નગરમાં કેટલાક દિવસ પર્યત મહેત્સવ ચાલ્યો. રાજાએ માનસત્કારથી વિદાય કરેલો ધમ્મિલ પોતાને મંદિરે આવ્યું. ધમ્મિલના આગમનની વધામણી વિમલાને પ્રથમથીજ મળી ગઈ હતી, જેથી ઘેર આવતાં જ વિમલાએ અધિક ઉત્સાહપૂર્વક એને વધાવી લીધો. હાથી ઉપર વિજય મેળવી કુંવર આનંદ સહિત પ્રિયાઓને મળ્યો. - અવક્રીડા કરતાં ધમ્મિલને એકાએક અવ ઉપાડી જવાથી તેની વિમલા, નાગદત્તા અને કપિલા ત્રણે સ્ત્રીઓ શોકમાં સમય વ્યતીત કરતી હતી. આજે તેમને એ શેક દૂર થયે.
હાથીને ઉપદ્રવ શાંત થતાંજ નગરમાં શાંતિ ફેલાણું, તરતજ
Page #401
--------------------------------------------------------------------------
________________
રામનું સ્વમ ભરતને ફળ્યું.
૩૭૮ બંધ પડેલો વ્યવહાર શરૂ થયો. મેં કઈ પિોતપોતાના કામધંધે લાગ્યા. સાગરદત્ત પણ કન્યાઓ મૂકીને નાશી ગયેલો તે હવે એ આઠેને પરણવાને તત્પર થયે, જેથી એ આઠે કન્યાઓને તેડું કર્યું. એટલે તેણીઓએ કહેવરાવ્યું કે-“હવે અમારી આશા છોડી દ્યો. વાનર ફાળ ચૂકી ગયો. અમને તે તે યમરાજના મુખમાં નાખી હતી તે શું ભૂલી ગયો, કે જેથી પુન: તેડું કરતાં લાજતો નથી? એ મહાભાગ્યવંત ધમ્પિલકુમારના પરાક્રમથી અમે જીવતી રહી. તારી એ આઠે સ્ત્રીઓ તે મરી ગઈ છે એમજ તું સમજજે. તું જબુકની પેઠે અમને મૂકીને નાસી ગયે. અરે ! દુ:ખના સમયમાં પશુઓ પણ પિતાની સ્ત્રીને તજતાં નથી, તો મનુષ્ય જે મનુષ્ય થઈને અમને મૃત્યુના મુખમાં નાખીને ભાગી જનાર તું અમને પરણવા આવતાં લાજતે નથી? એ તો જે થયું તે સારું જ થયું કે જેથી તારા જેવા રાંકડાના પંજામાંથી અમે છુટા થયા. શૂળીનું વિધ્ર સેયથી ટળી ગયું. માટે અમારી આશા છેડીને તું નિરંતર ઘરમાં ભરાઈ રહે. આકૃતિમાં જે કે તું પુરૂષ જે છે, છતાં સ્ત્રીથી પણ હીનસત્વ છે. તારા જેવા હીનસત્વને પરણ્યા કરતાં જીવિતપર્યત કુમારા રહેવું એ વધારે સારું છે.”
આઠે સ્ત્રીઓની કહેવરાવેલી આવી કટુક વાણી સાંભળીને સાગરદરાજા આગળ ફરિયાદ કરી. રાજાએ બાળાઓને બોલાવી સાગરદત્તને પરણવાને સમજાવ્યું, પણ એ આઠે જણીએ પોતાનો અભિપ્રાય રાજા આગળ જાહેર કર્યો કે “એણે તે અમને યમના હેડામાં નાખી હતી, હવે શા માટે એ પરણવા આવે છે? અમે મરણ પામી હોત તે તે શું કરત? આ ધમ્મિલકુંવરના પસાયે સર્વે સારું થયું, નહિતર એ તે પિતાને જીવ સંભાળવાને નાઠે હતા, માટે એ રાંકને અમે કદાપિ વરનાર નથી. અમે આઠ જણ અણીશુદ્ધ સતીએ છીએ. અમારાં માતાપિતા અને જ્ઞાની એના સાક્ષીભૂત છે. ચોરીમાં ચોથું મંગળ ફરતાં પણ જે પતિ મરી જાય તો ફરીને પરણવાની એને છુટ છે તો અમારે એમાં શું વાંક છે કે એ રાંક આટલો બધો અમને દબાવે છે? જુઓ!કૃષ્ણજી રૂકમણિને હરીને લાવ્યા હતા છતાં એ સતીમાં શિરોમણિ કહેવાણી, શિશુપાલ સાથે એને વિવાહ થયે હતું છતાં કૃષ્ણ એને હરણ કરી
Page #402
--------------------------------------------------------------------------
________________
૮૦
મિલ કુમાર. દ્વારિકામાં લઈ ગયા. સત્યભામાના કુંવર ભીરૂ માટે નવાણુ કન્યાઓ એકઠી કરી હતી, છતાં શાંબકુંવર એ નવાણુની સાથે પરણને પિતાને મહેલે તેડી ગયે. તેથી અમને બચાવનાર અમારો ઉપકારી ધમ્મિલકુમાર એજ આ ભવમાં તે અમારે ભરથાર થાઓ ! હે રાજન ! તેમ છતાં જે અમારા ઉપર ફરજ પાડશે તો અમે આઠે જણીઓ આપઘાત કરશું, પણ એ ખારાસાગરને તે અમે નહિ વરશું તે નિશ્ચય છે.” કન્યાઓની એવી વાણી સાંભળીને રાજાએ સાગરદત્તને કહ્યું કે –“તું આ કન્યા માટેની હઠ છોડી દે.”
રાજાનું વચન સાંભળીને સાગરદત્ત મનમાં બડબડતે ત્યાંથી ચાલ્યા ગયે. રાજાએ એનાં માબાપને બેલાવી મોટા મહોત્સવપૂર્વક એ આઠ કન્યાઓને ધમ્મિલ સાથે પરણાવી દીધી. કન્યાદાનમાં એ આઠેના માબાપે ધમ્મિલને પુષ્કળ બદ્ધિ આપી.
જગતમાં સામાન્ય એ નિયમ છે કે ભરતીમાં ભરતી જ થાય છે. લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારે ચારે બાજુથી આવવા માંડે છે. ભરેલા વિશાળ સમુદ્રમાંજ નદીનું પાણી પણ સમાઈ જાય છે. આઠે કન્યાઓને લઈને ધમિલ વિમલાને ઘેર આવ્યા ને સુખભર દિવસ વ્યતીત કરવા લાગ્યા.
એક દિવસ ધમ્મિલ ચંપાપતિ પાસે બેઠે હતું, તે વખતે અનેક પ્રકારે જ્ઞાનગોષ્ટી કરતાં એને પ્રસન્ન કરી સંબાહપતિ વસુદત્તની સાથે સંધી કરાવી દીધી. એ ખબર કુંવરે સંબાહપતિને મોકલ્યા. સંબાહપતિએ પોતાની પુત્રી પદ્માવતીને ઋદ્ધિ સમૃદ્ધિ સાથે ચંપાનગરીએ મોકલી. તે પોતાના પ્રિયતમ પાસે આવી. એવી રીતે સર્વે સ્ત્રીઓની સાથે સંસારસુખ ભેગવતે ધમ્મિલ પૂર્ણ સુખમાં પિતાનો કાળ નિર્ગમન કરવા લાગ્યું.
Page #403
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬૫ મું. ખેચરબળા વિઘન્મતિ ને વિવુલતા.”
એક દિવસ ધમ્પિલકુમાર પિતાના મહેલમાં શાંતિથી જમીને હિંડોળે આરામ લેતે બેઠા હતા, મનમાં પોતાના સુખી સંસારની અનેક ગડમથલે કરી રહ્યો હતો. એવામાં આકાશમાંથી વિજળી જેમ ચમકારા કરતી પૃથ્વી ઉપર ઉતરે તેમવિદ્યુના સરખી કાંતિમાન એક કન્યા એ મહેલમાં ઉતરી. સુખમાં બેઠેલા કુંવરની આગળ અકસ્માત વિદ્યુતની જેમ તે પ્રગટ થઈ અને કહેવા લાગી. (એ કન્યા તે વિદ્વતા નામની ખેચરકન્યા હતી, કે જેના ભાઈને વનની લીલા જોતાં કુંવરે વંશજાળ છેદવા જતાં હો હતા અને જેણે બતાવેલી વેત ધ્વજાથી કુમાર ત્યાંથી ચાલ્યો ગયો હતે.)
તે દિવસે કનકવાલુકા નદીના તટ ઉપર તપ કરતા મારા બંધુને ખØપ્રહારે તમેજ હ હ કે? હે પાપકાર રસિક ! આવું કાર્ય કરવું તમને શું યોગ્ય હતું? વળી મારી બેન તથા બીજી સળ કન્યાઓનાં મનહરણ કરીને તમે ત્યાંથી નાસી ગયા એ તે બહુ સારું કર્યું?” ખેચર કન્યાએ આ પ્રમાણે કુંવરને પૂછ્યું.
ધમ્બિલે કહ્યું-“તારું કહેવું સર્વથા સત્ય છે. અજ્ઞાનથી મારા વડે એ પાપ થઈ ગયું છે, જેથી હું તારા ઠપકાને ચગ્ય છું. ખગ્નની ધારાની પરીક્ષા કરવા માટે હું એ વાંસનું આંટીઘૂંટીવાળું જાળું છેદવા ગયે, તેમાં અજ્ઞાનવશે તારે બંધુ હણાઈ ગયે. એ અજ્ઞાનજન્ય ચેષ્ઠિત છે. એ અપરાધ મારાથી થયે છે, તે હવે તું જ કહે કે મારે એનું શું પ્રાયશ્ચિત કરવું?”
એ માટે તમારે પ્રાયશ્ચિત્ત તે કરવું જ પડશે, પણ કહે તે ખરા કે ત્યાંથી નાશી જવાનું તમારે શું કારણ હતું?” ખેચરબાળા વિઘુલતાએ પૂછયું.
“ત્યાંથી ચાલ્યા જવાનું કારણ તે મિત્રસેનાને સંકેત હતા. તેની સાથેની મુલાકાતમાં મને એણે જણાવ્યું હતું કે જે સર્વે બાળાઓ
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૮૨
મ્મિલ કુમાર..
તમારી ઉપર સ્નેહવાળી થશે તેા લાલ ધ્વા હલાવીશ, જેથી તમે રાકાો ને વિરક્ત થશે તેા શ્વેત ધ્વજા હલાવીશ એટલે તમે જતા રહેજો. માળાએ વેત ધ્વજા હલાવી જેથી ખંધુના હણનાર તરફ્ તમારા અભાવ જોઈ હું ત્યાંથી સત્વર ચાલી નીકળ્યેા. ” ધમ્મિલે કહ્યું.
વિદ્યુતૃતા મેલી કે—“ એમાં એની ભયંકર ભૂલ થઈ છે. તમારૂં વૃત્તાંત મિત્રસેનાના મુખથકી સાંભળીને અમેને પ્રથમ ક્ષણ માત્ર શેક થયા. પછી અમે વિચાર્યું કે–આખરે જ્ઞાનીનુ વચન સત્ય થયું. કયારે પણ ભવિતવ્યતા અન્યથા થતી નથી. એમ ચિંતવી શાકના ત્યાગ કરીને અમે એને જણાવ્યું કે તું ઝટ જા અને તેમને અહીં તેડી લાવ ! અમારે મનોભાવ જાણી મિત્રસેના મહેલની ઉપર અગાશીમાં ગઇ અને હર્ષોન્મત્તતાથી રક્ત ધ્વજાને બદલે એણે શ્વેત ધ્વજા હલાવી. ઘણેા સમય થવા છતાં જ્યારે તમે ન આવ્યા ત્યારે અમે અરસપરસ વાતચિતા કરતી વિચારમાં પડી કે—આ શું? પતાકા જોયા છતાં તે કેમ આવ્યા નહિ હાય ? પછી મિત્રસેનાને અમે તપાસ કરવા મેાકલી પણ એ રાતી રાતી પાછી ક્રી અને એણે જાણ્યુ કે આ બધું એની ભૂલનુ પરિણામ હતું. અમારા પૂછવાથી એણે સત્ય હકીકત કહી સંભળાવી. પછી ‘હવે અમારે શું કરવું?’ એ માટે અમે સર્વે વિચારમાં પડયાં. અનુક્રમે અમે એક નિર્ણય કર્યો અને મારી વ્હેનના હુકમથી હું તમને શોધવાને દેશિવદેશ ફરવા નીકળી. સૂર્યને જેમ ઉલ્લુક–ઘુવડ જોઇ શકે નહિ, તેમ ઘણી પૃથ્વી ભમ્યા છતાં મને તમારી શેાધ જડી નહી, તેાપણુ તમને શેાધવાની આશા મેં છેાડી નહિ, કારણકે સ્નેહ છે તે દુ:ખે કરીને તજવા ચેાગ્ય છે. આખરે આજે ચ’પામાં આવીને મેં તમને પકડ્યા છે–શેાધી કાઢ્યા છે. મારી મ્હેન અને એ સાળે કન્યાએ રાત દિવસ તમારૂ સ્મરણ કરતી મનમાં અતિ સંતાપ કરતી હશે તે હવે તમારા શુ હુકમ છે તે કહેા. ” વિદ્યુદ્યુતાએ એમ કહીને પેાતાની વાત પૂરી કરી.
“ એ સર્વેને તમે અહીંના ઉદ્યાનમાં તેડી લાવેા. આજ્ઞા આપી.
""
કુમારે
Page #405
--------------------------------------------------------------------------
________________
વિદ્યુમ્નતિ અને વિદ્યુલ્લતા.
૩૮૩ વિવૃદ્ધતા તેપછી વિજળીની માફક જેમ અકસ્માત પ્રગટ થઈ હતી એવી જ રીતે અદશ્ય થઈ તરતજ આકાશમાર્ગે ચાલી ગઈ. તેણે પોતાને સ્થાનકે પહોંચીને સર્વેને આ વાત કહી સંભળાવી, જેથી સર્વએ ચંપા જવાની તૈયારી કરવા માંડી.
રોડા સમયમાં તો એ અઢારે કન્યાઓ ચંપાના વનમાં આવીને પ્રગટ થઈ. ત્યાં કનકમય મહેલ બનાવીને એમાં પોતાનો ઉતારો કર્યો. ખેચરકન્યાનાં માતાપિતાઓ પણ પોતાની કન્યાઓને પરણાવવાને માટે ત્યાં આવ્યાં.
નગરની બહાર ઉદ્યાનમાં વિદ્યાધર કુંવરીઓની આવી અપૂર્વ રચના જોઈને આખું નગર જેવાને ઉલટયું. “શું આ તે દેવાંગનાઓ ચંપાના ઉદ્યાનમાં કીડા કરવાને આવી હશે કે શું હશે ?” એમ અનેક પ્રકારની વાતો કરતાં લાખો માણસો ત્યાં જવા આવવા લાગ્યાં.
ધન્મિલ મોટા વિવાહમહોત્સવથી એ અઢાર કન્યાઓ સાથે પર. ‘કામી પુરૂષોને ગમે તેટલી સ્ત્રીઓ છતાં તૃપ્તિ થતી નથી, કેમકે અનેક નદીઓ પોતાનામાં પડવા છતાં સમુદ્ર કદિ સંતોષ પામતો નથી.” રાત્રીએ ઉદ્યાનમાં રહીને પ્રભાત સમયે એ અઢારે કન્યાઓને લઈ વાજતે ગાજતે કુંવર પોતાને ઘેર આવ્યા.
પછી સર્વે સ્ત્રીઓની સાથે દેવની માફક તે પોતાને કાળ વ્યતીત કરવા લાગ્યો. અઢાર ખેચરકન્યાઓ, આઠ સાગરદત્તવાળી કન્યાએ, એક સંબાહપતિ વસુદત્તની કુંવરી પદ્માવતી, નાગદત્તા, ચંપા પતિની કુમારી કપિલાદેવી ને વિમલા–એ ત્રીશે રમણુઓ પરસ્પર પ્યાર ધરતી રંગે રમવા લાગી; કેમકે જ્યાં ભાગ્યનું પૂર્ણ જેર હોય છે ત્યાં કલેશને સંભવ હોતો નથી. જેનું પુણ્ય પરવાર્યું હોય ત્યાં જ વેર ઝેરનાં બીજ વવાય છે-કલેશ કંકાસ ઉત્પન્ન થાય છે. અહીં તે એક બીજી નાના મોટાને વિવેક સાચવતી આનંદભર રહેતી હતી.
જ્યાં એક બીજામાં એક બીજાની નજર ચાર થાય છે, જે ઘરમાં વ્યભિચાર જણાય છે, ત્યાંથી લક્ષમી ગુસ્સો કરીને ચાલી જાય છે. જ્યાં સ્ત્રીપુરૂષમાં નિરંતર કંકાસ ચાલતો હોય છે ને સ્ત્રી ઉપર પુરૂષ રોષે ભરાણે રહે છે ત્યાં એવા રેષવાળા પુરૂષનું મુખ લક્ષમી કદિ પણ જોતી નથી.
Page #406
--------------------------------------------------------------------------
________________
ઘગ્નિલ કુમાર- ત્રીશ સ્ત્રીઓની સાથે ધમ્મિલ સુખમાં રહેતો હતો. ચંપાના સર્વે નગરવાસી જનો એનાં અદ્ભુત ભાગ્યને પ્રશંસી રહ્યા હતા.
અહો! એણે શું પુણ્ય કર્યું હશે કે જેથી આવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ? એનું અદ્ભુત ને અતિ ઉત્તમ ભાગ્ય તે જુએ કે એ ભૂચર મનુષ્ય છતાં વિદ્યાધરીઓ સાથે દેવતાનાં સુખ ભેગવે છે.”
મનુષ્ય અને વિદ્યાર્ની બાળાઓ સાથે લગ્ન કરીને ધમ્મુિલને સંસારસુખ ભેગવતાં કેટલાક કાળ સુખમાં વ્યતીત થે.
એક દિવસ અને અન્ય વાણું વિનોદ કરતાં વિદ્યુમ્મતિએ વિમલાને પૂછયું-“સખી! પતિ એ સ્ત્રીને પ્રભુ કહેવાય છે, છતાં જે ગરીબની સ્ત્રી પણ ન કરે એવું સાહસ તમે કેમ કર્યું ? નિર્ધન હેય, કુરૂપ હય, વ્યસની હોય છતાં એવા પતિને પણ દેવ માનીને સતી સેવા કરે.”
“ખચીત એ મારી ભૂલ થઈ ગઈ છે, છતાં પણ સ્વામીને શું એમ કરવું એગ્ય હતું કે?” વિમલાએ એના જવાબમાં જણાવ્યું.
શું વારૂ? ” ખેચરબાળાએ પૂછયું.
રતિસુખની સંધીએ પત્નીની આગળ શોક્યનાં વખાણ કરવાં ગ્ય છે? કેમકે સ્વાભાવિક રીતે પણ શોક્યનું નામ સ્ત્રાને શસ્ત્રવગર ઘા કરનારું, અગ્નિ વગર દહન કરનારું અને અતિ ઉચાટ કરનારું હોય છે. જો કે હેનને નામે એને બોલાવાય છે, છતાં એ શક્ય સુખકારી થતી નથી. શર્કરાના નામે પ્રસિદ્ધ થયેલી વાલુકા–રેતી શું ગુણકરનારી હોય છે? સ્ત્રીઓને મરી જવું એ અતિ ઉત્તમ છે, પણ શોક્યનું દુઃખ ભેગવતાં જીવવું એ સારૂં નથી.” વિમળાએ જણાવ્યું.
ભદ્રે ! પુરૂષ એ તે પ્રભુ કહેવાય, જેથી અંતરની ઈષ્ટ વસ્તુનું નામ ગ્રહણ કરતાં કાંઈ એનો અપરાધ ગણાતો નથી. પણ પ્રિયતમની અવજ્ઞા કરનારા આ તમારા ચરણને તો અમારે અવશ્ય શિક્ષા કરવી જોઇએ.” ખેચરકન્યા વિદ્યુમ્મતિ બોલી અને સર્વે જણુઓ એક બીજી સાથે તાળી દેતી હસી પડી."
“બરાબર છે, મારી એક વાત સાંભળે. પ્રથમ તમે સર્વે
Page #407
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુમતિ અને વિદ્યુહતા.
૩૮૫
ઉઠીને મારે પગે પડા અને કળશમાં જળ લાવી એનાથી સ્નાત્ર કરી ચંદનથી આ ચરણુની પૂજા કરે..”
''
એનું શું કારણ ! ” સર્વેએ પૂછ્યું.
“ જો મેં પ્રિયતમને આ પગે કરીને પ્રહાર ન કર્યા હાત, તા તમે બધી કુમારિકાઓ કયા ભરથારને પરણત ? મારા ચરણુના પસાયથીજ તમે બધીએ મારા પિત પડાવી લીધા છે, માટે કહેા, હવે આ પાદને તમારે પૂજવા જોઇએ કે તાડવા જોઇએ ?” વિમળાની આવી યુક્તિવાળી વાણી સાંભળીને સર્વે બહુ ખુશી થઇ.
એ વાતચિતને અંતે વિદ્યુન્મતિએ પતિને પૂછ્યું–“ સ્વામી ! મૂત્તિ એ કરીને ભિન્ન છતાં આપણામાં કાંઇ ભેદભાવ નથી, માટે આપ એનુ સ્વરૂપ યથાતથ્ય રીતે મને કહ્યા કે જેનું નામ તમારી છઠ્ઠા ઉપર નિરંતર રમ્યા કરે છે, તેા એ મહાભાગ વસંતતિલકા કાણુ છે?”
“ હા ! હા ! સુંદરી ! એવુ બેલ મા ! આ અધીમાંથી વળી કાઇકને રીસ ચડશે. એકથી જ ભય પામીને ધરાઈ ગયો છું; હવે તે તમે ત્રીશ જણીઓ મળી છે. અનાયાસે પૂર્વે તેનું નામ ગ્રહણ કરતાં જેને કાપ થયા તે હમણાં સાંભળીને વળી શુંય કરે ?” ધમ્મિલે કૃત્રિમ ભય ખતાવતાં ખેચરખાળાને કહ્યું.
“ નાથ! શા માટે એવા ભય રાખેા છે ? સ્વસ્થ થઈને તમારા હૈયામાં રહેલી એને આજે મહાર તા કાઢા. અમે સર્વે તેની વાત સાંભળીએ, તે વળી કાઇક દિવસ તેને જોશુ પણ ખરાં. ” વિમળાએ હસીને કહ્યું. અને સ્ત્રીએ બધી એનું વર્ણન સાંભળવાને કૌતુકથી ઉત્સુક ચિત્તવાળી થઈ.
“ મગધદેશની અંદર આવેલુ` વિશાળ-કુશાગ્રપુર નામે નગર છે. ત્યાં મણિમાણિકય સમાન વસંતતિલકા નામે એક વેશ્યા રહેતી હતી. હું લગભગ બાર વર્ષ પર્યંત એના ઘરમાં રહ્યો છું. એના લાવયાશ્વિમાં હું એવા તેા ડુબી ગયા હતા કે ઘરખાર માતાપિતાર્દિક કુટુંબ પિરવાર પણ ભૂલી ગયા હતા. અરે! એની શું વાત કહું ? નહિ સાંભળેલી, નહિ જોયેલી અને નહિ અનુભવેલી એવી લાગ
Y
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૮૬
કમિવ કુમાર, વિલાસ સંબંધી કળાની એ કળાવિશારદા-પંડિતા હતી. સમુદ્રના જળમાં જેમ ઉદ્દભવેલે કલ્લોલ આવે એમ એના સેહાર્દવડે આજે પણ મારું મન એની પછવાડે દેડે છે.” ધમ્મિલે વસંતતિલકાનું ટુંક ખ્યાન કહી સંભળાવ્યું. ' “જે આપની આજ્ઞા હોય તો હું પ્રથમ ખાનગી રીતે એની તપાસ કરી આવું અને ત્યાં જઈને એને જોઈ આવું?” વિદ્યુમ્નતિએ કહ્યું,
આ સર્વે સ્ત્રીઓની અનુમતિ લઈને જેમ ઠીક લાગે તેમ કરે, અને તેમાં પણ જે ગુસ્સે થતું હોય એની રજા તો પહેલાં લેવી જોઈએ.” એમ બોલતાં ધમ્મિલે વિમળા તરફ જોયું ને હ.
કેમ સખી ! તારી શી ઈચ્છા છે? વસંતતિલકાની તપાસ કરવા જાઉં?” એ બેચરબાળાએ વિમળાની અનુમતિ માગી. "
જવાબમાં વિમળા હસીને બોલી–“ સખી ! પ્રિયતમના દિલને સુખ થાય તેમ કર ! વળી જે તે ખરી કે એ વેશ્યાની પતિભકિત કેવીક છે?”
હા! તે માટે તો હું જાઉં છું. જે તે ખરી કે પુરૂષને સ્વાંગ ધરીને કેવી રીતે હું એને લલચાવું છું અને કેવી કસોટી ઉપર ચઢાવું છું?”
“કાર્ય કરીને સત્વર વહેલાં પધારજો. ” વિમળાએ અનુમતિ આપી.
સર્વેની અનુમતિ મેળવીને એ ખેચરબળા વિદ્યુમ્મતિ સર્વેની આંખ સમક્ષ ઉડતી આકાશમાગે અદશ્ય થઈ ગઈ.
-- @ – પ્રકરણ ૬૬ મું.
“સ્વદેશ સ્મરણ - “દીકરી ! તારા શરીર સામું તે જે? ક્યાંસુધી તું આવું તપ આચરીશ? અરે! આપણે ધંધે, આપણું કુળ, આપણે રિવાજ, એ બધું તું કાં ભૂલી જાય છે ? બનનાર વાત બની ગઈ, એને હવે કાંઈ ઉપાય થાય છે?” એક વૃદ્ધા તટેલે હૈયે ઉપરના શબ્દો બેલી.
Page #409
--------------------------------------------------------------------------
________________
દેશ-મરણ
આ બધું તારા પરાક્રમનું પરિણામ છે. માતા ! તારે રિવાજ, તારું કુળ એ બધું તને જ મુબારક! તું જાણે છે કે જે ગતિ યશોમતીની તે જ મારી?” એક તરૂણ બાળા-લલનાએ જણાવ્યું.
પણ યશોમતી તે એની પરણેલી પત્ની છે, ને જગતમાં તું તો સુખ ભેગવવાનેજ સરજાયેલી છે, એ ક્યાં ભૂલી જાય છે?” ડેશી બોલી. - “સુખ ! એ સુખમાંથી તો તે મને દુઃખમાં ધકેલી દીધી છે! મારૂં સુખ જોઈને તો તું અદેખી બની છે !”
હશે, હવે એ ગઈ વાતને ભૂલી જા. આજે એ વાતને ઘણા વરસેના પડ વળી ગયાં છે. ધમ્મિલ ગયે પણ કાંઈ આખું કુશાગ્રનગર તે સાથે નથી લઈ ગયે ને?”
ચૂપ! માતા! રોજ રોજ તું આ એકજ વાત કરે છે. તું જાણે છે કે જગતમાં સતી એકજ પતિને વરે છે. મારે મન બસ્મિલ એકજ છે. હું જાણું કે તારી બધી મહેનત ફેકટ છે.”
પણ આજે વર્ષો થયાં તારા ધમિલને તે પોતે નથી. આખા કુશાગ્રપુરમાંથી એની સિવાય બીજો કોઈ તને જડત નથી?”
બસ! ચૂપ કર ! જીવનના અંતપર્યત હું એના સિવાય બીજાની સામું જેનાર નથી. મારી મરજી વગર તું કાંઈ કરાવી શકનાર નથી. બસ્મિલને કાઢી મૂકે, મને જીવતી મારી નાખી, અરે ! તે મને હેરાન કરવામાં શી બાકી રાખી છે?” તરૂણીએ કહ્યું,
આમને આમ મરી જઈશ તોપણ ધમિલ તને મળે તેમ નથી. નાહક શામાટે દુઃખી થાય છે? આશાભર્યા ઘણું અમીરે તારે માટે આવી આવીને પાછા જાય છે ધકકા ખાય છે.”
તે એ બહાને કરેલાં પાપનું પ્રાયશ્ચિત થાય છે. એમાં તારું શું જાય છે? આ ઝેરી દુનિયા તે હવે મને ખાવા ધાય છે.” - “ ત્યારે શું તારે આવો જ નિશ્ચય છે? બધી જીંદગી તું આમજ દુઃખમાં પસાર કરીશ? કઈ દિવસ બરાબર ખાવું નહિ, પીવું નહિ અને ખાવું તે કેવળ નિરસ અન્ન જમવું. સારાં લુગડાં પહેરવાં નહિ,
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૮૮
મ્મિલકુમાર આભૂષણ સજવાં નહિ, આનંદમાં ભાગ લેવા નહિ, એ બધું શું તું સારૂં કરે છે? નાહક તારા જીવને તું શા માટે કલેશ કરી સંતાપે છે?”
મારે નશીબે તે હવે એજ રહેલું છે. જે દલિતના લેભે તે મારા પતિને-ધમ્મિલને કાઢી મૂક, તે આ દોલતને પરભવમાં હવે તું સાથે લઈ જજે, એ-તારી સાથે આવશે, તને દુઃખથી બચાવશે!! ” " “ઠીક છે. જેમ તને સુખ ઉપજે તેમ કર. હઠીલી છોકરી ! મને ખાત્રી છે કે મરતાં સુધી પણ તું ધમ્મિલને ભૂલશે નહિ. આજ વર્ષો થયાં પણ તું તેને ભૂલતી નથી; દ્રવ્ય સંબંધી કંગાલિયત તારે - નશીબે લખેલી છે. દુઃખ ભોગવવા માટે જ તું મનુષ્યલોકમાં આવેલી છે, તેથી જ સુખ તને ગમતું નથી. ” ડોશીએ દુખી દિલે કહ્યું. " એક મકાનમાં વાત કરનારી આ મા-દીકરીના વિચારે એક બીજાથી તદ્દન ભિન્ન હતા. કુશાગ્રનગરના વેશ્યાઓના લતામાં આપશું પૂર્વપરિચિત વસંતસેનાનું આ મંદિર હતું. અત્યારે વસંતસેના વસંતતિલકાને સમજાવતી હતી. આવી હઠ છોડવાને આજ સુધીમાં એણે ઘણે પ્રયત્ન કર્યો હતો પણ વસતતિલકાએ એક સતી કરતાં પણ અધિક પતિભકિત બતાવી આપી હતી; જેથી ગરીબ બિચારી અક્કા-ડેશની મહેનત બરબાદ ગઈ હતી.
વસંતતિલકા ધમ્મિલને પ્રપંચથી ડોશીએ બહાર કાઢ્યો, ત્યારથી અન્ય પુરૂષની સાથે વાતચિત તે શું પણ એનું મુખ પણ જતી નહીં, એણે સ્ત્રીઓ સિવાય પુરૂષ સાથે ન બોલવાને નિયમ કર્યો હતે. સાદા વસ્ત્રોમાં નિરંતર પ્રભુનું સ્મરણ કરતી અને નિરસ આહાર જમતી તેણી પિતાના દિવસો આશામાં ને આશામાં વ્યતીત કરતી હતી.
બન્ને મા દીકરી વાત કરતાં હતાં તે સમયે એક વ્યક્તિ પ્રચ્છન્ન રહીને તેમની વાર્તા સાંભળતી હતી. ડોશીના ગયા પછી એ વ્યક્તિ અકસ્માત ત્યાં પ્રગટ થઈ. વસંતતિલકાની એની ઉપર દ્રષ્ટિ પડી, તે અન્ય પુરૂષ જોઈ એણે પિતાની આંખે બંધ કરી દીધી. પિતે સુંદર યુવાન હોવાથી ને આભૂષણથી એનું શરીર ભરેલ
Page #411
--------------------------------------------------------------------------
________________
સ્વદેશ સ્મરણ
૩૮ હોવાથી તેમજ તેની પાસે બીજું દ્રવ્ય પણ પુષ્કળ હોવાથી વસંતતિલકા તેના સામે જોશે એમ ધાર્યું હતું પણ એ મનસ્વિનીએ એના સામું પણ જોયું નહિ. એણે મનમાં ચિંતવ્યું કે-“આ પણ અક્કાજ કાંઈ પ્રપંચ હશે.”
તરતજ એ વ્યક્તિ પોતાની ધારણામાં નિષ્ફળ જવાથી એણે પુરૂષનું રૂપ બદલી નાંખ્યું અને પિતાનું સ્ત્રીરૂપ પ્રગટ કરી વસંતતિલકા આગળ હાજર થઈ અને બોલી “બહેન ! હું તને વધામણ દેવા આવી છું. તારા સ્વામી ધમ્મિલના સમાચાર આપવા આવી છું. તારી પાસે મને ધમ્મિલકુમારે મોકલી છે. હું તેની દાસી છું. એને સંદેશો લાવી છું, તે તું મને શું કહે છે?” સુંદર સ્ત્રીના વદનમાંથી પુષ્પની માફક ખરતા આ શબ્દો ઝીલતી વસંતતિલકા સહસા ઉભી થઈ ગઈ. એને ગાઢ આલિંગન દીધું. સ્નેહના આદરથી એને પોતાની પાસે બેસાડી. એના કુશળવર્તમાન પૂછી પતિના સમાચાર પૂછવા લાગી—“ કહે, મારા પ્રિયતમ ધમિલ હાલમાં ક્યાં છે ? કેમ છે? શું કરે છે?”
“સખી! હાલ એ ચંપાનગરીમાં રહેલા છે, અતુલ્ય રાજસંપદા પામ્યા છે, ત્રીશ લલનાઓ સાથે દેવની માફક સુખ ભોગવતા ગયેલા કાળને પણ જાણતા નથી.” એ બાળાએ કહ્યું. એ બાળા તે ધમ્મિલ પાસેથી વસંતતિલકાની ખબર લેવાને આવેલી વિદ્યાધરકુમારી વિદ્યુમતિ હતી.
હા ! એ પ્રિયતમ મને છોડીને પરદેશમાં હાલે છે. અરે ! પિતાની પ્રથમ પ્રિયાને છોડીને એને ભેજન પણ કેમ ભાવે છે? જેમ કૂપની છાયા કૂપમાંજ સમાય એમ અમારી તે મનની મનમાંજ રહી ગઈ. પતિ વિનાની સ્ત્રીની તે જગતમાં કાંઈ ગતિ છે?” આમ બોલતાં બોલતાં વસંતતિલકા નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ નાંખતી હતી, અંતરમાં થતું દુઃખ એ પોતેજ સમજી શકતી હતી. આંખમાંથી ટપકતાં આંસુઓ એની સાક્ષી પૂરતાં હતાં.
સખી ! ખેદ ના કર ! દુઃખને સમય હવે વહી ગયે એમ સમજ. થોડા દિવસમાં જ. હવે તારે પતિ સાથે મેળાપ થશે; પણ તારે ને એને આવી પ્રીતિ ક્યાંથી લાગી? કે ત્રીશ સ્ત્રીઓ છતાં
Page #412
--------------------------------------------------------------------------
________________
બસ્મિલ કુમાર - એ તને યાદ ક્યો કરે છે અને સુખમાં છતાં તારા વિગે એ દુ:ખ સહન કરે છે.” ખેચરકુમારી બેલી.
એના જવાબમાં વસંતતિલકાએ ટૂંકમાં પિતાનું પૂર્વ ચરિત્ર કહી સંભળાવી છેવટે કહ્યું કે-“ જ્યારથી મારી માતાએ કપટ કરીને એમને ઘરમાંથી બહાર કઢાવ્યા છે, ત્યારથી મેં સરસ તંબોળ, સ્નિગ્ધ આહાર, સારાં વસ્ત્રાભરણ, સુખશય્યા વગેરે સર્વે તજી દીધાં છે ને તપસ્વીની માફક કાયાનું દમન કરીને તીવ્ર વ્રત પાળું છું. અરે ! આજે આશામાં ને આશામાં ઘણું વરસોનાં વરસ વહી ગયાં, છતાં પતિનાં દર્શન મને થતાં જ નથી. જેમ હું અહીં રડું છું તેવીજ રીતે તેના પિયરમાં મારી સખી યશોમતી રડે છે. અમારું ખેમકુશળ છે. અમારો સંદેશ તમે પતિને કહેજે કે જેમાં પ્રથમ પરણેલીને છડી એમ હવે બીજી નવી પરણેલીને છડશે નહીં. અમારી માફક એમને દુઃખી કરશો નહીં.”
“યશેમતી કોણ?” વિદ્યુમ્મતિએ પૂછયું.
“ એ સતી યશોમતી, જેની તમને શું વાત કહું ? પોતાનાં ઘર ઘરેણાં વેચીને એણે પ્રિયતમ પાછળ કુરબાન ક્ય અને પ્રિયના સુખની ખાતર એ સર્વે ધન એણે વેશ્યાને આયું. છેલ્લામાં છેલ્લી ઘડી સુધી એણે એ પ્રિયતમના સુખની ખાતર પિતાનાં અંગનાં ઘરેણું પણ વેશ્યાને-મારી અક્કાને મોકલી આપ્યાં. હાય ! એ સતી સાધવા સ્ત્રી અત્યારે પિયરમાં ટુકડા માગીને ખાય છે. આ નશ્વર કાયાને એમજ નભાવે છે. ભાભીઓનાં મહેણાંટણાં, પિયરીયાંની કટુતા, સગાં સંબંધીઓની વિષમતા એ બધું એ ગરીબ સ્ત્રી અત્યારે સહન કરે છે. આજ ઘણાં વર્ષો એવા દુઃખમાં એનાં વહી ગયાં અને એને પરણેલે પતિ એને ભૂલી જઈને અત્યારે પરદેશમાં અપૂર્વ વૈભવ ભગવે છે. શાબાશ છે એવા પતિને ! એવા પતિને અમે વિશેષ શું કહીએ? પતિએ છડેલી સતીને તો જગતમાં એક પ્રભુજ બેલી છે. એ પ્રભના ભરોસે યશોમતી દુ:ખમાં પણ દિવસે ગુજારે છે. આશામાં જ એ જીવે છે. બહેન માટે સંદેશ એમને બરાબર પહોંચાડજે ને કહેજો કે મને–આ સંતતિલકાને ભૂલી ગયા તે ભલે પણ શું, આ સતીઓમાં
Page #413
--------------------------------------------------------------------------
________________
સ્વદેશ સ્મરણ
૩૦૧ શિરોમણિ યશોમતીને પણ ભૂલી ગયા? એની એકાંત પતિભકિતનું શું આ પરિણામ?” વસંતતિલકાનું લાગણીભર્યું કથન સાંભળીને વિદ્યુમ્મતિનું હૃદય પીગળી ગયું તેથી એણે કહ્યું કે-“સખી! ધીરજ ધર. જેમ બનશે તેમ જલદીથી ધમ્મિલકુમારને તારી પાસે હું હાજર કરીશ. અને એ યશોમતીને પણ સુખી કરીશ. હવે હું રજા લઉં છું.” એમ કહીને વિદ્યુમ્નતિ ગગનમાર્ગે ચાલી, ને શીઘ ચંપાનગરીએ આવી પહોંચી.
| વિદ્યુમ્નતિને આવેલી જોઈને સર્વે સ્ત્રીઓ એની આસપાસ ફરી વળી. વિન્મતિએ ધમિલકુમારની આગળ આવીને સર્વે હકીકત કહી સંભળાવી, જે સાંભળવાથી ધમિલનું શાંત હદય અતિ ખળભળી ઉઠયું. વિદ્યન્મતિ બોલી–“ સ્વામિન ! તે બિચારી આશામાં ને આશામાં દિવસે ગુજારે છે, હવે યશોમતી અને વસંતતિલકાની તમારે તાકીદે ખબર લેવી જોઈએ, માટે જે તમારી આજ્ઞા હોય તે જેમ બને તેમ જલદીથી આપણે કુશાગ્રપુર જઈએ.” ખેચરીનાં આ વચનને ધમ્મિ અને સર્વેએ અનુમતિ આપી.
વિદ્યન્મતિનાં વચન સાંભળીને ધમ્મિલને પૂર્વની સ્મૃતિ તાજી થઈ, જેથી એની આંખમાંથી પણ આંસુ પડવા લાગ્યાં. પિતાનું વતન, યશોમતી, વસંતતિલકા એ સર્વે એની આંખ આગળ ખડું થવા લાગ્યું. “અહા ! એ વફાદાર યશોમતીને એણે કે દગો દીધો હતો? પરણીને થોડા જ માસમાં એની સાથે સંબંધ એણે તોડી નાંખ્યું હતું, છતાં એ સતી ભવિષ્યની આશાનાં સ્વપ્નાં જેતી હજી દુઃખમાં જીવતી હતી.” ઈત્યાદિ વિચારનાં એના હૈયામાં ઘણું ઘણું ગુંચવાડા વળતાં હતાં, જેથી સ્વદેશ તરફ જવાની અભિલાષા એના હદયમાં અતિ ઉત્સુકપણે જાગૃત થઈ હતી, તેથી તરતજ રાજાની રજા મેળવીને પિતાને વતન જવાની તેણે તૈયારી કરી.
Page #414
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬૭ મું.
વતનમાં. કુશાગ્રપુર નગરની બહારના ઉદ્યાનમાં વિશાળ તંબુઓ જગતને આશ્ચર્ય કરતા ઉભા હતા. નાના મોટા અનેક તંબુઓ, તેની ચિત્ર વિચિત્ર શોભાઓ, એને શોભાવનારા સુભટો તેમજ ધમ્મિલ અને એની સ્ત્રીઓ વગેરેથી નાનકડા શહેર જે દેખાવ ત્યાં થઈ રહ્યો હતે. લેકે વિચારતા હતા કે આ કોણ હશે?' - ધમ્મિલે રાજાને પિતાના આગમનની ખબર મોકલાવી, એટલે રાજા એની ઋદ્ધિથી આશ્ચર્ય પામતો, તેમજ સજકુમારી અને વિદ્યાધરીએથી વરાયેલ અદ્ભુત ભાગ્યવાળો જાણે ખુશી થત એને મળવા આવ્યો. નગરમાં પણ વાત ફેલાઈ ગઈ કે-“સુદ્રદત્તને કુમાર ધમ્મિલ પરદેશમાંથી રાજ્યલક્ષ્મી લઈને બહુ વર્ષે પોતાના વતનમાં આવ્યા છે.” એના મિત્રે ખુશી થયા. લેકે પણ એના અભૂત ભાગ્યથી આશ્ચર્યચકિત થયા. જેમ ફાવે તેમ વખાણના શબ્દ બોલવા લાગ્યા–“જોયું, એ રાજકન્યાઓ પરણી લાવ્યા છે, વિદ્યાધરીઓ પણ સાથે લાવ્યા છે, આવી તે ઘણુએ સ્ત્રીઓ પરણી લાવ્યું છે. એની ત્રાદ્ધિને તો પારજ નથી. આ તો બાપ કરતાં બેટે સવાયો જા.
રાજા અમિત્રદમન વાજતે ગાજતે ધમ્પિલકુમારને નગરમાં તેડી ગયે. હર્ષથી રાજાએ આખું નગર શણગારી માટે પ્રવેશમહોત્સવ કર્યો. રાજા પણ ધમ્મિલની સમૃદ્ધિ જોઈને આશ્ચર્ય પાપે. એક રત્નનું વિમાન એમણે આકાશમાં રાખ્યું હતું. એની રચના ને શોભા જોઈને લોકો આશ્ચર્ય પામતા હતા.
રાજા અમિત્રદમને પ્રવેશ મહોત્સવ પૂર્વક ધમ્મિલને નગરમાં લાવીને પોતાનું મકાન રહેવાને અર્પણ કર્યું, ને છેડા વખતમાં પસ્મિલ માટે નવું મંદિર તૈયાર કરાવવામાં આવ્યું. એ નવા મકાનમાં ધમ્મિલ પિતાની પ્રિયાએ સાથે રહેવાને ગ.
Page #415
--------------------------------------------------------------------------
________________
વતનમાં
૩૦૩ પછી તરતજ એ વસંતસેનાને ઘેર ગયે. વસંતસેનાએ પણ એને આદાત્કાર કર્યો. પોતાની પુત્રીને ધમ્પિલકુમારના આગમનની ખબર પહોંચાડી ને અક્કાએ કુંવરનાં ઓવારણુ–દુખણાં લીધાં. “વત્સ ! આજે ઘણે વર્ષે પણ તારાં પતાં પગલાં અમારે ત્યાં થયાં, એથી અમારું ઘર પવિત્ર થયું. તારા વિયોગે વસંતતિલકાએ પતિભકિત કેવી સાચવી છે તે તો એને આત્મા જ જાણે છે ને મારૂં મન જાણે છે. પતિને વિયેગે એક સતી સ્ત્રી જેટલું કરી શકે એ સર્વે એણે કર્યું છે, કઠીણું વ્રત પાળ્યું છે. એણે તારા સિવાય કેઈની સામે નજર પણ કરી નથી. તારા જવા પછી કેઈદિવસે એનું મુખ પણ હસતું મેં જોયું નથી. વિયેગમાં, શેકમાં, વફાદારીમાં, તારી ભકિતમાં અને પાપના પ્રાયશ્ચિત્તમાં તપશ્ચર્યાજ એણુએ કરી છે. આખરે વિધિએ એની અરજ સાંભળી અને તારા આવવાથી આજે એની તપશ્ચર્યા પૂર્ણ થઈ છે. જેવું એણે વ્રત કર્યું છે તેવું જ એને સુખ આપજે. એ તારી છે, જીવનના અંત પર્યત એ હવે તારીજ રહેશે. હું તને એને અર્પણ કરું છું. એના સુખમાંજ હું મારું સર્વસ્વ સમજુ છું ને મારા થયેલા અપરાધની હું તારી આગળ ક્ષમા માગું છું.” અકકા ડોશીએ ધમિલને માન સત્કારથી વધાવી અંતરની વાત કહેતાં વસંતતિલકાની સ્થિતિ કહી સંભળાવી.
માતા! જે થાય છે તે સારાનેજ માટે! જે તમે મને ન કાલ્યો હોત તે મારા ભાગ્યની મને શું ખબર પડત? આવી અપૂર્વ ઋદ્ધિએ હું ક્યાંથી મેળવત? ”ધમિલે એના દિલને શાંતિ થાય એવા મીઠા શબ્દો કહ્યા.
“ગુણવાન પુરૂષની જગતમાં એવી સ્થિતિ છે કે તેઓ બીજાના દેષમાંથી પણ ગુણ જ જુએ છે. વત્સ! જગતમાં તે તે તારા તાતના કુળને ઉજવળ કર્યું છે. મહુજ જવર કે એલ્ફ જદ્ધિ સદ્ધિ તારૂં મહાઓ વધાર્યું કે શત્રુઓને પણ મિત્રસમા ક્યો. ડેશી બેલી.
માતા ! તમારે પસાથે સર્વે સારું થયું. મારું મનવાંછિત બધું પરિપૂર્ણ થયું.” * ૫૦
A
:-
. '
'
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૯૪
ધમ્મિલ કુમાર. “વત્સ ! અંદર જા ! વસંતતિલકા ઉત્સુકતાથી તારી રાહ જેતી હશે. આજે ઘણું વરસે તે તને જેવાને આતુર થઈ રહી હશે.”
| વસંતસેનાના કહેવાથી ધમ્મિલ હર્ષભલે હૈયે-ઉછળતે હૈયે વસંતતિલકાને મળવા ચાલ્ય.
પ્રિયના આગમનની વાત સાંભળીને મેઘના આગમનથી જેમ મયુરીને હર્ષ થાય, ચંદ્રના દર્શન થતાં જેમ ચકરી પ્રસન્ન થાય એમ વસંતતિલકાના હૈયામાં મંદ પડી ગયેલા પ્રેમના ઉછાળા ઉછળવા લાગ્યા. આજે ઘણે વર્ષે નાહી સુંદર વસ્ત્રો ધારણ કરી સજજ થઈ એણે મનગમતા અલંકારો ધારણ કર્યા. હર્ષ ભરેલા હૈયાથી જેના કંચુકીના બંધ તડતડ તુટી રહ્યા હતા એવી આવતા જોઈને સામી ચાલી આવી. બન્ને જણાં ઘણે વર્ષ એક બીજાને સ્નેહથી બાઝી પડ્યાં, મન મેળવીને મળ્યાં, તન મનનાં દુઃખ ટળ્યાં.
- લાંબે કાળે પણ ધમ્મલને એ વસંતતિલકા એવીને એવીજ નઢા લાગી. એની ચતુરાઈ, એનું વન, એનું લાલિત્ય, એનું પાંડિત્ય સર્વે તેને તાજું જ લાગ્યું. કેમકે બધી સ્ત્રીઓ કરતાં એની ભેગકળા, ચતુરાઈ, સાંદર્ય અભૂતજ હતાં. 2. રાજા અમિત્રદમને પણ વસંતતિલકાને પુત્રી સમાન ગણીને
લાંબે કાળે પણ ધામેલિને એ વસંતતિલકા એવીને એવી જ નવેઢા લાગી. એની ચતુરાઈ, એનું ચવન, એનું લાલિત્ય, એનું પાંડિત્ય સર્વે તેને તાજું જ લાગ્યું. કેમકે બધી સ્ત્રીઓ કરતાં એની જોગકળા, ચતુરાઈ, સાંદર્ય અદ્ભુતજ હતાં.
રાજા અમિત્રદમને પણ વસંતતિલકાને પુત્રી સમાન ગણીને મહોત્સવપૂર્વક ધમ્મિલને આપી. તેમજ પોતાના રાજ્યને ત્રીજો
સમયનું કાર્ય સમયજ કરી શકે છે. માણસ ગમે તેટલા પ્રયત્ન કરે છતાં કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને કર્મ એ પાંચ
Page #417
--------------------------------------------------------------------------
________________
સતીની ધીરજ.
૩૯૫ કાર્યસિદ્ધિનાં કારણે જ્યાં સુધી એકઠાં થાય નહિ ત્યાં સુધી કાર્ય સિદ્ધિ થતી નથી. એ પાંચમાં એકની મુખ્યતા હોય છે, ત્યારે બીજા ગણપણે પણ પોતાને પાઠ ભજવે છે.
પ્રકરણ ૬૮ મું.
સતીની ધીરજ કુશાગ્રપુરના એક સુંદર મકાનમાં સાદાં અને જીણું વસ્ત્રોથી વિભુષિત એક તરૂણું વાદળથી આચ્છાદિત ચાંદનીની પેઠે સુંદર છતાં ગ્લાનિ પામેલી વિચારમાં બેઠેલી હતી. એનું શરીર સુંદર ને નાજુક છતાં કરમાયેલું હતું. તરૂવરને આશ્રય લઈને એના અવલંબનથી શોભતી નાજુક લતા આશ્રયભ્રષ્ટ થતાં ને ઉપરથી સૂર્યનાં પ્રચંડ તાપને માર પડતાં જેવી દશાને પ્રાપ્ત થાય એવી સ્થિતિ આ તરૂણીની હતી. પતિથી ભ્રષ્ટ થયેલી સ્ત્રીને આશ્રય પિયર કહેવાય છે, છતાં એ પિયરમાં એને અનેક પ્રકારનાં કલેશ, સંતાપ, આતાપ સહન કરવા પડતાં હતાં. નાની મોટી ભાભીનાં મહેણું એને હમેશાં સાંભળવાં પડતાં હતાં. આડોશી પાડોશી સગાં સંબંધીજનો સ્વજનવર્ગ એને હણભાગી, દુર્ભાગી આદિ અનેક વિશેષણથી વધાવતાં હતાં. બીજાના દુ:ખને નહિ સમજનારાં સંસારી જને કયાંથી સમજે કે એના દિલમાં એને કેટલું દુઃખ થતું હશે? સ્ત્રી માટે તે જેને પતિએ તજી એને દુનિયાએ તજી એમ સમજવું. જે પતિની માનીતી હોય તે બધે માન પામે છે, બાકી તે પિતૃવાસમાં દુઃખે દિવસો કાઢતી અને જગતના ઓલંભા-મહેણાં સાંભળતી ને એકાંતમાં રડીને દુઃખના ઉભરા ઠલવતી તેને રહેવું પડે છે. એનો પ્રભુજ બેલી હોય છે. સંકટના સમયમાં એજ એની હાર કરી પૂર્વના કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત કરાવે છે. દુઃખમાં અણને સમયે સહાય પણ એજ આપે છે. માણસના સત્યની કસોટી બરાબર કરે છે.
આ તરણું તે આપણું પૂર્વપરિચિત થશે.મતી હતી. જેની
Page #418
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ કુમારપાત તરફ વફાદારી અપૂર્વ હતી. તે વિચારતી હતી કે–“અહા ! પાતને સ્વદેશમાં પધાર્યું પણ આજે ઘણા દિવસે વ્યતીત થયા છતાં એટલી બધી સ્ત્રીઓમાં એને મારી શી ગરજ હોય? અરે પૂ. વિના મારા કેઈ પાપના ઉદયે એણે પરણને મને તે તરત જ છોડી દીધી હતી. પ્રાણુંઓએ કરેલું કર્મ કાળાંતરે પણ અવશ્ય જોગવવું જ પડે છે. એમાં બીજાને શું દોષ આપે? વસંતતિલકાને તરતજ મનાવી લાવ્યા ને એના કેડ પૂરા કર્યો, પણ આ દુ:ખ ભોગવવાને સરજાયેલીનાં તો નશીબ જ કાંઈ જુદાં છે. હવે તે એ રાજ્યખટપટમાં પડ્યા હશે. ત્રીશ ત્રીશ રમણીઓમાં લુબ્ધ બન્યા હશે, ત્યાં મારા જેવી કંગાળની જગ્યા ક્યાંથી હોય?” આમ વિચારે છે તેને વામાં “કેમ શું કરો છો? ઘરમાં કેટલું બધું કામ પડયું છે, = " અટલ શુ ! અમે તમારા પાછળ “વો કાળ અને તમે કહો છો? બેલતાં જરી વિચાર રાખો છો કે એમજ બોલે જાઓ છો? તમને ઠીક લાગે તે કરેને? મને શું કામ દુણો છો?” ભાભીએ કહ્યું.
“ભાભી ! હું તે સહેજ તમને કહું છું. એમાં ખોટું શાને લગાડે છે?” યશોમતી બોલી. “ખોટું તે ન લાગે! તમારા બોલ તો અસિની ધારા સમા છે. પતિએ તજ્યાં તેય અમળાટ કયાં ઓછા છે? કેની ઉપર આટલું બધું બોલો છે ?” ભાભીએ કહ્યું.
ભાભીનાં એવાં કડવાં વેણ સાંભળવાને એને અભ્યાસ ભાભીએ કહ્યું. , “ભાભી ! હું તે સહેજ તમને કહું છું. એમાં બેટું શાને લગાડે છે?” યશોમતી બોલી. “ખોટું તે ન લાગે! તમારા બોલ તે અસિની ધારા સમા છે. પતિએ તજ્યાં તેય અમળાટ કયાં ઓછો છે? કેની ઉપર આટલું બધું બોલો છો? ” ભાભીએ કહ્યું.
ભાભીનાં એવાં કડવાં વેણ સાંભળવાને એને અભ્યાસ હતે. વારાફરતી બીજી ભાભીઓ પણ અવસર મેળવીને આ હીણ
વાત એક ત્રીજી વ્યકિત પણ અચાનક ત્યા આવાને પ્રચ્છન્નપણે
સાંભળતી હતી.
Page #419
--------------------------------------------------------------------------
________________
સતીની ધીરજ ભાભી ! કહો, કહો, જે કંઈ મનમાં હોય તે કહો, આજે હું સાંભળવા ગ્ય છું, તમે કહેવાને યોગ્ય છે !” યશોમતીએ નિ:શ્વાસ નાખતાં કહ્યું.
બલી કરતાં કેવી આવડે છે? મફતનું ખાવું ને મશીદે સુવું! સુતાં સુતાં ખાવાનું હોય તો ઠીક પડે, કેમ ખરું ને?” એમ બોલીને અભિમાની ભાભી ચાલતી થઈ. - જો કે ધનવસુશેઠ-શેમતને પિતા અને માતા એની તરફ મમતાળુ હતાં છતાં ભાભીઓ એને શાંતિથી રહેવા દે એમ નહોતું. તે તે વારંવાર એની ખબર અવારનવાર લેતી જ હતી–એને પજવતી હતી, છતાં યશેમતી પિતાનાં માતાપિતા કે ભાઈની આગળ એક શબ્દ માત્ર પણ એમની ફરિયાદ કરતી નહિ. કેમકે એ સર્વ કંઈ ધીરજથી સહન કરવાની, કરેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરવાની એણે ટેવ પાડી હતી.
ભાભીના ચાલી જવા પછી એણે એક દીર્ઘ નિઃશ્વાસ મૂક્ય અને ધીરેથી બોલી–“પાપીઓને આથકી વધારે દુ:ખ જગતમાં બીજું શું હોય ?” આમ બોલતી વેળા આંખમાં આંસુ હતાં. અંતર દુ:ખથા ભરેલું હતું.
એટલામાં “પાપને નાશ થતાં ભાગ્યને ઉદય થાય છે.” આ શબ્દ એને કાને પડ્યા ને એ ચમકી. “કોણ બોલ્યું એ? કોણ છે અહીં?” ચારે બાજુ એણે જોયું તો તરત જ એક પ્રાભાવિક પુરૂષ એની નજરે પડ્યો. એ શબ્દો બોલતો એ પુરૂષ એની આગળ પ્રગટ થયે.
ચિત્તવિવળ તરૂણું હાંફળી ફાંફળી બની એકદમ ઉભી થઈ ગઈ. અણધારેલું આ પુરૂષનું અહીં આવાગમન જે તે શું કરવું ને શું ન કરવું ? એ બધું એ ભૂલી ગઈ.'
એ પુરૂષ તે બીજે કણ હોય ? એને પરણીને છોડી દેનારો આજ વર્ષો થયાં એની સારસંભાળ નહિ લેનારે એને પરણેલે પતિ જ હતું. બંનેએ ભાવભર્યા હૃદયે ક્ષણવાર પર્યત એક બીજા સામે જોયા કર્યું. એટલામાં તો એ હૃદયમાં અનેક ઉમિઓ પસાર થઈ ગઈ, અનેક ભાવ ઉત્પન્ન થયા ને એમાંજ સમાઈ ગયા. શ્યામ
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૯૮
મિલ કુમાર..
વાદળીમાં છુપાયેલા પૂર્ણિમાના ચંદ્ર સમું એ નૈરવ કાંતિવાળું યશોમતીનું વદન કરમાઈ ગયું હતું, કેળના ગર્ભ સમું નવયુવાન શરીર પ્રેમરૂપ જળસિંચન વગર ગ્લાન પડી ગયું હતું, નિસ્તેજ વસ્ત્રોથી એ મલિનતામાં વધારે કરી રહ્યું હતું, એવી અનેક આફતો પોતાની ઉપર આવવા છતાં એ સંદર્ભે પિતાને મૂળ સ્વભાવ તો નહોતે, કેમકે દુઃખમાં પણ ઉત્તમ જનોનો સ્વભાવ વિકારપણાને પામતા નથી.
દુઃખથી ભરેલા હૈયાવાળી યશોમતીને જોઈને ધમિલને અનેક વિચારે આવી ગયા. “ઓહો! માણસના સત્યની કસોટી તે દુ:ખના સમયમાં જ થાય છે. મારા વિશે આ બિચારી દુ:ખમાં–આશામાં જીવન વીતાડે છે. પુરૂષ તજેલી પ્રિયાને દુનિયા કેવી રીબાવે છે એના સત્યની કેવી કસોટી કરે છે? અરે! આવી સતીને મેં સંતાપી એ ઠીક ન કર્યું! મારા માતાપિતાના મરણ પછી જેણે પોતાની પાસે રહેલું દ્રવ્ય પણ મારા સુખની ખાતર અક્કાને મોકલી આપ્યું, અરે! છેવટે એક સૈભાગ્યચિન્હ રહેવા દઈ પિતાનાં સર્વે આભૂષણે પણ એણે વેશ્યાની દાસીને આપ્યાં, આવી એની વફાદારીને મેં દુષ્ટ તેને કે બદલો આપે? પિયરમાં માતપિતાને આશ્રય છતાં એ દુઃખમાં દિવસો ગુજારે છે. દુનિયામાં ભાભીઓનાં કડવાં વચને વિષના ઘુટડાની માફક પેટમાં ઉતારે છે. શી એની ગંભીરતા? શી એની સહનશીલતા ? મારે દેષ ન જતાં પિતાના પૂર્વકૃત પાપનેજ જુએ છે. આવી સતીઓ તે જગતમાં પૂજવાને ગ્ય છે.” ઈત્યાદિક વિચાર કરતે ધમિલ યશોમતીની પાસે આવ્યા. એને મૃદુ અને કરમાયેલ નાજુક હાથ પોતાના હાથમાં લઈ તે બે-“વહાલી ! ખચીત તારો હું ગુન્હેગાર છું; તેથી જ ડરતાં ડરતાં આજે તારી ક્ષમા માગીને તને મનાવવાને હું આવ્યો છું.” એ શબ્દો તુટક તુટક અને ગદગદિત હૈયામાંથી નીકળતા હતા, અત્યંત ભાવથી ભરેલા હતા. બોલનાર અને સાંભળનાર બને એના અંદરના ભાવ સમજી શકતા હતા.
અનેની ભાવભરી આંખો એક બીજા ઉપર ઠરી હતી. સ્વામીના શબ્દો સાંભળીને સતીએ જાણ્યું કે એની તપશ્ચર્યા આખરે
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૯
સતીની ધીરજ આજ ફળીભૂત થઈ હતી. પછી “એ બધે મારા પૂર્વકર્મને દેષ હતા. એમાં તમે શું કરો ? એકજ બાપના બે દીકરા છતાં એક અમીર હોય છે, બીજો ફકીર હોય છે. એકજ ગુરૂના બે ચેલાઓમાં એક વિદ્વાન ને બીજો મૂર્ખ હોય છે. એકજ સમયે જન્મેલા બે પુરૂષોમાં એક દુનિયાની ઠકુરાઈ મેળવે છે, બીજે ખાવાના ટુકડા મેળવવાને રખડે છે. પ્રાણીઓને સુખ પૂર્વના પોતપોતાના પુણ્યને અનુસારેજ મળે છે. તે બાબત ગમે તેટલી હાય વરાળ કાઢવાથી શું વળે?” આ પ્રમાણે યશોમતી બોલી; કેમકે પતિભકિત એના હૃદયમાં જાગૃતજ હતી. તપશ્ચર્યાની આ એની અંતિમ ઘટિકા હતી.
આ જ પ્રિયે! તારું દુઃખ મેં જોયું છે, સાંભળ્યું છે. મારા જેવા બેકદર" સ્વામીને પામી તે જીંદગીભર દુઃખ જ મેળવ્યું છે. એ મારા સર્વે અપરાધ તું ક્ષમા કર.”
- “સ્વામી! વહાલા! મારો કાંઈ અવિનય થયો હોય તો ઉલટી તમારી ક્ષમા મારે માગવી જોઈએ, પુરૂષ તે હંમેશ સ્વતંત્ર છે, . તમારી મહેરબાની મેળવવાને તે અમારો હકકે છે. ”
“મારાં માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં તેપછી અહીં મારૂં કોણ હતું ? પણ તારી હયાતી થકીજ મારું નામ અહીં જાગૃત હતું. ધીરજથી દુઃખ સહન કરીને તેં ઉભય કુળને અજવાળ્યું છે. સંસારમાં મારું નામ ઉજ્વળ કર્યું છે.”
જેવી ભવિતવ્યતા હતી તેમજ બન્યું છે, માણસને તો ફક્ત વિધિએ હથિયાર ગયું છે. આપને સુખી જઈ મારે મન તે સર્વસ્વ મળ્યું છે.”
“એ સુખમાં એક ખામી રહેવાથી તે અધુરૂં રહ્યું છે!”
અને તે ખામી?” તું પિતે?”
“એટલે?” - “તારા આવવાથી એ ખામી દૂર થઈ જશે સુખમાં ખુંચતી એટલી અગવડ તારા પ્રિય મેળાપથી દૂર થઈ જશે.”
Page #422
--------------------------------------------------------------------------
________________
પરિમલકુમાર. “આજે ઘણે વર્ષે મારું ભાગ્ય અનુકૂળ થયું!” યમતીએ . ઉદ્દગાર કાઢ્યા.
પછી સાસુસસરાએ જમાઈને આદરમાન દઈ મહત્સવપૂર્વક પુત્રીને એને ઘેરી વળાવી, ધમ્મિલ વાજતે ગાજતે મોટી ધામધુમથી યમતીને પિતાને ઘેર તેડી લાવ્યા. સર્વે સ્ત્રીઓમાં એ મુખ્ય હતી; તથા સર્વે એને પગે પડી. એનાં દુખણાં લીધાં. વસંતતિલકા સહિત એકત્રીશ સ્ત્રીઓમાં ધમ્મિલે એને મેટી–પટ્ટરાણી કરીને સ્થાપી. મોટી બહેનની માફક સર્વે એની આમન્યા-મર્યાદા સાચવવા લાગી.
અમિત્રદમને પોતાના રાજ્યને ત્રીજો ભાગ ધમ્મિલને આપે ? હિતે, ઉપરાંત લશ્કર વગેરે ઋદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ પણ આપી, જેથી રાજાપણે એને અભિષેક રાજરિવાજ પ્રમાણે થયા. યશોમતીને મુખ્ય - પટ્ટરાણ કરીને સ્થાપી, બીજી વિમળા, ત્રીજી વિદ્યુમ્નતિ ને ચેથી વિદ્યુલ્લતા એ ચારેને પટરાણીને અભિષેક કર્યો.
વિમળાનાં માતાપિતાને પોતાની પુત્રીની ખબર પડવાથી તેઓ કુશાગ્રપુર આવી પુત્રી અને જમાઈને મળ્યા. અને દીકરીને સંપત્તિવડે સંતોષ પમાડી રજા લઈને સ્વદેશ ગયાં.
પિતાની શક્તિ વડે ધમ્મિલે બીજા પણ અનેક દેશના રાજાઓને નમાવ્યા. ધર્મ અર્થ અને કામને એવી રીતે અવ્યાબાધપણે સાધતા પિતાને કાળ તે દેવતાની માફક એવા તે સુખમાં વ્યતીત કરવા લાગ્યો કે જતા કાળની પણ એને ખબર પડી નહિ.
પ્રકરણ ૬૯ મું.
વિદ્યાધર બાળા મેઘમાળા, એક દિવસ ધમ્મિલ પિતાના રમણીય મહેલમાંના એક ભવ્ય. દિવાનખાનામાં હિંડોળે ઝુલતો હતો. તેવામાં વસંતતિલકા એની પાસે આવી એના પડખામાં બેસીને બોલી “સ્વામિન !
Page #423
--------------------------------------------------------------------------
________________
વિદ્યાધર બાળા મેવાળા.
૪૦૧ ગઈ રાત્રીએ તમે વેશ બદલીને મારી સાથે કેમ રમ્યા? પણ ભેગ ભગવતાંજ મેં તમને જાણી લીધા.” વસંતતિલકાની આવી વાણું સાંભળીને બસ્મિલ દિમુઢ થઈ ગયે, છતાં એ સરલ આશયવાળીને એણે સમજાવ્યું—“પ્રિયે ! ફક્ત તારા મનની ગમત ખાતર એમાં બીજું કાંઈ કારણ નથી.” એમ કહીને તે વિચારમાં પડ્યો.
નકકી મારું સ્વરૂપ ધારણ કરીને કેઈક દુષ્ટ વિદ્યાધર મારી સ્ત્રીની અભિલાષા કરતો આવે છે, માટે એ દુષ્ટને મારવાને મારે હવે ઝટ ઉપાય કરવો જોઈએ, કેમકે વિદ્યાધર વગર મનુષ્યની તો કેઈની તાકાત નથી કે મારી સ્ત્રીઓ તરફ નજર પણ નાખી શકે.” આ પ્રમાણે વિચાર કરતાં એણે એક ઉપાય શોધી કાઢ્યો. પિતાના મહેલની પછવાડે એણે ચારે તરફ સિંદુર પથરાવ્યો અને પોતે હાથમાં ખડ્ઝ ધારણ કરીને છુપાઈને ઉભો રહ્યો.
કેટલોક સમય જવા પછી રાત્રી સમયે એ દુષ્ટ વિદ્યાધર આવ્યું, એટલે એ ચતુર ધમ્મિલે પગલાં પડતાં જોયાં, એ પદપંક્તિને અનુસારે તે તેની પાછળ ચાલે. તરતજ ધમિલે પ્રચ્છન્ન રહેલા એ વિદ્યાધર ઉપર પદપંક્તિને અનુસારે ખર્શ પ્રહાર કર્યો કે એના બે વિભાગ થઈ ગયા ને તે જમીન ઉપર પડ્યો. એ દુષ્ટ ખેચર વ્યભિચારને લોભે યમપુરીમાં ગયા. પછી રેષવડે જાણે પૃથ્વીને શિક્ષા કરતો હોય એમ કોદાળીથી પૃથ્વી ખેદીને
આ પ્રાણ પિતાના નીચ કાર્યવડે નીચે ગયો છે, તે એનું શરીર પણ એની પાછળ નીચેજ જાઓ.” એમ કહીને એ શરીર ખાડામાં નાખ્યું ને ઉપર માટી નાખી પૂરી દીધું. તે પછી સ્નાન કરી શુદ્ધ થઈને તે પોતાના કામે લાગ્યા. ત્યારપછી એના હદયમાં પુરૂષવધની શંકા નિરંતર થયા કરતી હતી, જેથી એનું ચિત્ત ઉદાસ રહેતું હતું. જગતમાં બળવાનને પરાક્રમ પુરૂષના ચિત્તને વેર અસ્થિર કરી નાખે છે. શત્રુઓથકી પણ એનું મન હમેશાં શંકાવાળું રહે છે. ચંદ્ર:નિર્મળ છતાં રાહુવડે શું પ્રસાતું નથી ?
એક દિવસ પોતાના ગ્રહના ઉદ્યાનમાં એક શિલા ઉપર પિતાના ચિત્તની શાંતિને માટે બેઠે બેઠે તે આરામની લીલા જોઈ
Page #424
--------------------------------------------------------------------------
________________
કર
મિલ કુમાર રહ્યો હતો, અનેક પ્રકારની લતાઓના જુદા જુદા માંડવાઓની ચિત્ર વિચિત્ર રચના નિરખી રહ્યો હતો, પંખીઓનાં કિલ કિલ થતા શબ્દો એના તનના તાપને હરી રહ્યા હતા, એટલામાં આકાશમાગેથી ઉતરીને એક સર્વાગ સુદર અપ્સરા સમી નવાવના બાળા એની આગળ પ્રગટ થઈ. એ કુંવરને શિલા ઉપર બેઠેલો જોઈને એની પાસે આવી. ત્યારે એને જોઈને ઉમ્મિલ ચમકે. “કોણ છે તું?” એને પૂછયું
: '.. પ્રત્યુત્તરમાં એ વિદ્યાધરીએ પોતાનું વૃત્તાંત ટુંકમાં જણાવ્યું. વૈતાઢ્ય પર્વત ઉપરની દક્ષિણ એણિએ અશેકપુર નામે નગર છે. મેધસેન નામે એ નગરને રાજા અને શશિપ્રભા નામે એની રાણું છે. એમને સંસારસુખ ભેગવતાં અનુક્રમે મેઘય નામે પુત્ર થયો અને મેઘમાળા નામે હું પુત્રી થઈ. પુત્ર પદારાલંપટી, કેળાં*ગાર હતા અને પુત્રી પોતાની કુળરીતિ પ્રમાણે ચાલનારી સુશિલા હતી. જેથી એક દિવસ રાજા રાણું રાજપુત્રનો વિચાર કરતાં હતાં કે “આપણું પછી આ કુળાગાર પુત્ર રાજ્યનું શું કરી નાખશે?” એમ વિચારી ભવિષ્ય જાણવાને માટે પ્રજ્ઞપ્તિ વિદ્યાને રાજાએ પૂછયું “હે દેવી! આ અમારા કુળગાર પુત્રનું ભવિષ્ય કેવું છે?” . “તારે પુત્ર સાતે વ્યસન સેવનારે છે એની ઉપર તને શું પ્રેમ છે? તારી મેઘમાળા કન્યાને જે પતિ થશે એજ એને મારી નાખશે અને તારી રાજ્યલક્ષમી બીજાને હાથ જશે.” એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. 2. રાજાએ રાણુને આ હકીક્ત કહી સંભળાવી, જેથી મારી માતાને ઘણું દુઃખ થયું. “હા ! હા! રાજ્ય પણ જશે ને પુત્ર પણ જશે.” આવા શેક સંતાપમાં રાણી પોતાના દિવસો કાઢતી હતી.
મારે બંધુ મેઘજય કઈ રમણીય વનમાં ગિરિ ઉપર સુંદર મકાન રચીને ત્યાં રહેતા હતા ને હું પણ એની સાથે રહેતી હતી. અમે ભાઈબ્લેન ઘણું નેહથી સાથે રહેતાં હતાં. તે જ્યાં જ્યાં જ તે મને કહીને જતો હતો, જે જે કરીને આવતો તે મને જણાવતા હતા. મારાથી એક ક્ષણ પણ અળગા રહે નહિ. અમે બન્ને કાર
Page #425
--------------------------------------------------------------------------
________________
વિદ્યાધર બાળાને બાળા.
૪૦૩ . ણવગર ક્ષણ માત્રપણ જુદાં પડતાં નહિં એવો અમારે ભાઈ બહેનને
સ્નેહ હતો. હે સૌમ્ય ! આજથી ત્રીજે દિવસે રાતના એણે મને કહ્યું કે-“આજે હું કુશાગ્રપુર જાઉ છું, ત્યાં એક જણની સાથે મારે નેહ છે.” એમ કહીને એ ગયે તે ગાજ, આજ લગી પાછો આવ્યા નથી, તેથી એના સ્નેહથી ખેંચાઈને આજે હું અહીં આવી છું. અહીં ભમતાં ભમતાં જનશ્રુતિએ મેં સાંભળ્યું કે “મારા ભાઈને વધ તમારાથી થયા છે, જેથી હું તમારા ઉપર ગુસ્સે થયેલી તમને શોધતી ફરું છું. જેણે મારા બંધુનો નાશ કર્યો છે, તેનું આયુષ્ય નિશ્ચય ક્ષય થયેલું જાણવું. સર્પનું પુચ્છ છેદીને કણ માણસ સુખે રહી શકે છે? જેથી તમને હણવાને હું સત્વર અહીં આવી પરન્તુ કોણ જાણે તમારી પાસે આવતાં પાણીથી જેમ અગ્નિ શાંત થાય એમ મારે રોષ શમી ગયું છે ને મારા અંગોપાંગમાં જાણે અમૃત વરસ્યું હોય એમ આનંદ પ્રસરી રહ્યો છે, તે આ પરદેશી મેમાનની એગ્ય મેમાનગતિ કરે.” બાળાએ એ પ્રમાણે સ્વવૃત્તાંત જણાવ્યું
પ્રથમ રેષપૂર્ણ ને પાછળથી સ્નેહભરેલી એની વાણી સાંભ ળીને એ દાક્ષિણ્યની સ્વયંપ્રતિમા સાથે ધમ્મિલે ગાંધર્વવિધિઓ ત્યાંજ લગ્ન કર્યો ને પોતાના મંદિરમાં લાવ્યા. એ પ્રમાણે બત્રીશ પત્નીઓ સાથે સંસારસુખ ભોગવતાં દેવતાની માફક કેટલાંક વર્ષો . વ્યતીત થયાં. તારૂપી કલપવૃક્ષનાં પકવ ફળની માફક અનાસકતપણે તેમજ નિશ્ચિતપણે તે સ્ત્રીઓની સાથે ધમ્મિલ ભેગોને ભગવતો હતો.
કેટલેક કાળે સરોવરમાં જેમ કમળ ઉત્પન્ન થાય એમ લક્ષમીને ક્રીડા કરવાના સ્થાન જે વિમળાને પુત્ર થયે. સર્વાગ સુંદર, ગંભીર વનિવાળા, તેમજ કુંટુબનો ભાર ઉપાડવામાં સમર્થ એવા તે પુત્રને ધમ્મિલે મેટે જન્મઉત્સવ કર્યો. સગાંવહાલાંને આમંત્રણ
કરી જમાડીને તેમને સંખ્યા ને બારમે દિવસે પુત્રનું પદ્મનાભ ' નામ પાડયું.
એ પુત્ર અનુક્રમે આઠ વર્ષના થયા એટલે માતાપિતાએ એને અભ્યાસ કરવા માટે નિશાળે મૂકો. તે પિતાની હોશિયારીથી અને
Page #426
--------------------------------------------------------------------------
________________
૪૦૪
- બિસ્મિલ કુમાર - ગુરૂની અમી નજરથી સકળ વિદ્યાને પારગામી થયા. અનેક પ્રકારની કળાઓને એણે અભ્યાસ કર્યો તો અનેક શાસ્ત્રો પઠન કર્યા. તે ભણી ગણને વનવયમાં આવ્યો, એટલે માતાપિતાએ એને પરણાવ્યા. પ્રિયાની સાથે એ પણ પિતાનળ સુખમાં ગાળવા લાગે.
પ્રબળ પુણ્યપ્રભાવી ધપ્રિલને સ્ત્રીઓ, પુત્ર, મિત્ર આદિ સકળ પરિવાર વિનયવંત હતો. સજજને એના ભાગ્યને પ્રશંસી રહ્યા હતા; કેમકે આ ભવમાં જ કરેલી તાયીનું એ બધું ફળ હતું, એમ ધમ્મિલ સારી રીતે જોતે હતો. તેથી જેણે ધર્મને પ્રગટ મહિમા જાણે છે એવા ધામ્મલે હવે ધર્મમાર્ગ તરફ ખાસ ધ્યાન આપવા માંડયું. એવા સુખમાં પણ તે પરમેષ્ટી મંત્રને જપતે, સુગુરૂનું ધ્યાન કરતો ને ધર્મમાં જ ચિત્ત રાખતો હતો. અન્યદા હદયમાં વિચાર થયે કે-“કઈ સદ્દગુરૂ આવે તે તીર્થકર ભગવંતની વાણી રૂ૫ સુધાનું પાન કરીને હું સંસારના બળતા દાવાનળમાંથી થોડી ઘણી પણ શાંતિ મેળવું.”
પ્રકરણ ૭૦ મું...
ધર્મદેશના. એકદિવસ ચાર જ્ઞાનને ધારણ કરનારા ધર્મરૂચિ નામના અણ ગાર કેટલાક શિષ્યને પરિવારે પરવર્યા સતા કુશાગ્રપુરીના ઉદ્યાનમાં વૈભારગિરિ ઉપરે સમવસર્યા. જેમનું જ્ઞાન નિરંતરપ્રકાશવાળું છે અને જેઓ લેકમાં રહેલા પ્રગટ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર છે એવા એ સૂરીશ્વરને અનેક સુવિહિત સાધુઓ સેવી રહ્યા હતા. તપ કરવાથી વિકારેને જેમણે હણ્યા હતા, એવા ઉત્તમ ગુણયુક્ત સાધુ સમુદાયને જોઈને વનપાલકે રાજાને વધામણ આપી, એટલે રાજા અને બસ્મિલ ખુશી થયા. મંગળ ભેરી વગડાવતા ને નગરના લોકને જણાવતા તેઓ ગુરૂનાં દર્શન કરવાને જવાની તૈયારી કરવા લાગ્યા. આડંબરથી મહોત્સવ પૂર્વક તે ગુરૂને વંદન કરવાનું ચાલ્યા. સાધુઓના સ્થાન નજીક આવતાં વાહનઉપરથી ઉતરી રાજ્યચિહેને
Page #427
--------------------------------------------------------------------------
________________
ધમદેશનીં. "
૪૦૫ ત્યાગ કરીને રાજા અને ધમિલ પરિવાર સાથે શાંતિરૂપ અંભેધિમાં કીડા કરનારા, ઇંદ્રિયોને દમનારા; વિકાર રહિત એવું જેમનું વદનકમળ હમેશાં પ્રસન્ન છે એમા મુનિઓને નમ્યા. તેમના ચરણકમળની રજ પિતાના ભાલસ્થળે લગાડી; અને તેમની આગળ હાથ જોડીને દેશના સાંભળવાને બેઠા. જેમ જેમ નગરમાં ખબર પડતી ગઈ તેમ તેમ કે મુનિઓને વંદન કરવાને આવવા લાગ્યા. સૂરીશ્વર ભજીવોને ઉપદેશ કરવાને પોતાની સુધાસમી વાણથી બેલ્યા–“હે ભવ્ય! આ પારાવાર સંસારમાં જિનેશ્વરએ કહેલે ધર્મજ એક સારરૂપ છે. અગાધ જળના ઉંડા ઉદરમાં રહેલાં રત્નો જેમ કે ભોગ્યવંતજ મેળવી શકે છે, તેમ આ રાશી" લાખ જીવાયોનિમાં મનુષ્યજન્મ પ્રાણીને ભાગ્યથી જ-પૂર્વના પુણ્યવડેજ મળી શકે છે. એવા માનવભવને પ્રાણ પ્રમાદવશે વ્યર્થ ગુમાવી નાખે છે. સંસારના ભોગવિલાસમાં અને લક્ષમી મેળવવાના પ્રયત્નમાં, તેને હારી જાય છે. તત્વોએ વિષય, કષાય, મઘ, નિદ્રા ને વિકથાએ પાંચ પ્રકારનું પ્રમાદ કહ્યો છે તે, અને ક્રોધાદિક ચાર કષાયે કે જે પ્રાણીઓને દુર્ગતિ આપનારા છે તે ત્યજવા ગ્ય છે. દાવાનળની. માફક કોધ સુકૃતરૂપ વનને ભસ્મ કરી નાખે છે, મદ્યપાનની ઉપમાસરખા માન મનુષ્યને માન્ય કરવા લાયક નથી, ભયંકર સર્પિણ સમી માયાને કેણ પુરૂષ ધારણ કરે ? મનરૂપી ગુફાને આશ્રય લઈને પ્રાણુઓ ઉપર તે પ્રબળ સત્તા ચલાવે છે અને લાભ તો પ્રાણીઓના સકળ ગુણોને નાશ કરે છે, માટે ચિત્તને ક્ષોભ કરનાર લાભ પણ છોડવા યોગ્ય છે.
શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ પ્રકારના વિષય જગતપ્રસિદ્ધ છે. જીવાના સ્વાદથી આકાશમાં વિહરનારા પક્ષીઓ પણ સપડાય છે, સુગંધમાં આસક્ત થયેલો ભેગી ભમર સૂર્યાસ્ત સમયે કમળ સંકોચાતાં અંદર કેદ પકડાઈ જેમ પ્રાણ ત્યાગ કરે છે, સ્પર્શ સુખમાં આસક્ત મદદ્ધત ગજરાજ ખાડામાં પડી જીવિતને ગુમાવે છે, રૂપ જોવામાં લુબ્ધ પતંગીઉં દીપકની તમાં પડી બળીને ભસ્મ થઈ જાય છે અને સંગાતના મધુરા આલાપસંલાપથી મૃગ જળમાં સપડાઈ જાય
Page #428
--------------------------------------------------------------------------
________________
થમિક કુમાર છે, એમ એક એકઈદ્રિયના વિષય પણું જીવિતવ્ય હરનારા થાય છે, તે. કે પછી જ્યાં એ પાંચે ભેગા મળ્યા હોય ત્યાં તે શું ન કરે? માટે એ વિષથકી પણ વિષમ વિષયેથી હે ભવ્ય ! તમે નિવાઁ; કેમકે વિષ તો એકજ વખત જીવિતવ્યનેશ કરે છે, પણ વિષયે જન્મજન્મ જીવિતવ્યને નાશ કરે છે. એ ધિર્યો દૂરથીજ તજવા યોગ્ય છે.
મદ્યનું પાન કરનારો માણસ માતા કે બહેનના સગપણને પણ ભૂલી જાય છે, નિદ્રાના વશથકી પ્રાણી છતાં પણ ચેતના રહિત મુવા જેવા થઈ જાય છે. વિકથા-રાજકથા, દેશકથા, ભક્તકથાને સ્ત્રીકથા એ ચાર પ્રકારે છે. તે વિકથામાં પડેલા પ્રાણઓપિશાચની માફક ઘણે કાળ નિષ્ફળ ગુમાવે છે. વિષયને કષાય વિષે ઉપર કહેવામાં આવ્યું છે. એ પાંચે પ્રકારના પ્રમાદને વશ પડેલ પ્રાણી દેવાયકે ડિત હેય પણ તેનું ધમરૂપીદ્રવ્ય એ પ્રમાદે લુંટી લે છે. ધીરપુરૂષો એ પ્રમાદેને નાશ કરીને ધર્મમાં ઉદ્યમવાળા થઈ, દુર્ગતિને નાશ કરી, નિવૃત્તિ સુખ મેળવે છે.” ન મુનિરાજની આ પ્રમાણેની દેશના સાંભળીને સર્વે મનુષ્ય બહુ ખુશી થયા ને પોતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. જતા. ધમ્મિલ અવસર જોઈને એજ્ઞાની ગુરૂને નમી પૂછવા લાગે “ભગવાન ! પ્રથમ અને લક્ષમી મળી, વળી જતી રહી, પાછી મળી, તે એમાં શું કારણ છે ? એ આપ કૃપા કરીને કહો.
ધમ્મિલની વાણી સાંભળીને મુનિએ એના પૂર્વભવનું વૃત્તાંત આ પ્રમાણે કહી સંભળાવ્યું: “આ ભરતક્ષેત્રમાં ગુકચ્છનામે મોટું નગર હતું. ત્યાં શત્રુદમન નામે રાજા હતા. ધારણું નામે એને રાણી હતી. એ નગરમાં મહાધન નામે એક કૌટુંબિક-ગાથાપતિ રહેતે હતે. સનંદા નામની એને પત્ની હતી. સુનંદ નામે એને પુત્ર થયેલ હતું. આ ગાથાપતિ મિથ્યાત્વધર્મમાંજ એકાંત પ્રીતિવાળો હતું તેથી નાગમની એક પણ વાણું એના કાનમાં પ્રવેશ કરી શકતી નહિ મરૂદેશમાં મરાલીની માફક ને દુર્ભાગીને કામધેનુની માફક દયા, ક્ષમા ને વિવેકનું તત્ત્વ એ મહા મિથ્થામતિ, જન્માંધ જેમ સૂર્યને તાપ જોઈ શકે નહિ તેમ સમજી શક્તા નહિ.
એને પુત્ર સુનંદ સ્વભાવથી જ સરલ ને સચ્ચારિત્રવાનું હતું. એક દિવસ એ મહાધનને જુને સ્નેહી એને ઘેર મહા
Page #429
--------------------------------------------------------------------------
________________
- ધર્મદેશના
ધનને મળવા આવ્યા. મહાધને ઘણા દિવસે આવેલા પિતાના જુના મિત્રની ખુબ ભક્તિ કરી. ખાનપાન વિગેરેની સર્વે સગવડ સાચવી. એને માટે પિતાએ પુત્રને માસ લેવાને બજારમાં મેક. એની સાથે પિતાના મિત્રને પણ મોકલ્યું. બજારમાં ઘણે ઠેકાણે જોયું પણ માંસ મળી શક્યું નાહ, જેથી તેઓ ઘર તરફ પાછા ફરવા લાગ્યા; પણ એ મેમાન માને એમ ન હતું. તેણે સુનંદને માછીને ઘેર આવવા સમજાવ્યું. સુનંદે નિષેધ કર્યો, છતાં મેમાનના આગ્રહથી ? તેઓ માછીમારને ઘેર ગયા. અને એને ઘેરથી જીવતાં પાંચ માછલાં લઈ ઘર તરફ ચાલ્યા; કેમકે મિથ્યામતિને કૃપા કયાંથી હોય? ચાલતાં ચાલતાં તેઓ એક જળાશય પાસે આવ્યા, એટલે એ મિત્ર સુનંદને પાંચ માછલાં આપીને દેહશુદ્ધિ કરવાને ગયો. તે આવ્યું ત્યાં લગી સુનંદ સ્યાંજ થોભાણો.
ત્યાં માછલાંને તરફડતાં જોઈ હદયમાં દયાનું તત્વ જાગૃત થવાથી સુનંદે એ પાંચ માછ જળાશયમાં પધરાવ્યાં અને અનુકંપાથી તે દે, મસ્તકધુણાવતો બોલવા લાગ્યો કે-“પાપી નરેએ જળના ઉંડાણમાં રહેલાં આ મત્સ્યને પકડી લાવીને ઘણો અન્યાય કર્યો છે. અરે , પિતાના આત્માની ક્ષણિક તૃપ્તિને માટે જીવવધનું પાપ કરતાં પણ તેઓ અચકાતા નથી. પંચંદ્રિય જીની હત્યા કરતાં લેશ પણ ડરતા નથી. પરંતુ કેટલાક તો એમાં જ મૃત્યુ પામી જાય છે. કેટલાક જીવતાં છતાં બંધનમાં સપડાય છે. ખચિત આ જગત બધું અરાજકતાથી ભરેલું છે.” આમ બેલે છે એટલામાં તેના પિતાને મિત્ર દેહચિંતાથી પરવારીને આવ્યો ને માછલાં માટે પૂછ્યું. જવાબમાં સુનંદે જણાવ્યું કે-“ એ તો જ્યાંથી આવ્યા હતાં ત્યાં ચાલ્યા ગયા અર્થાત્ દયાબુદ્ધિએ કરીને મેં તેમને પાણીમાં છોડી દીધાં.”
મિત્ર –“અરે! વત્સ ! એ તે સારું કર્યું નહિ, એવી તારી ચપળતા શી? વિચાર વગર કાર્ય કરવાથી કરનારને કેવું પસ્તાવું પડે છે, તેની તને અપકાળમાં ખબર પડેશે.” બાળકની એ પ્રમાણે નિર્ભર્સના કરતે મિત્ર કોધથી ધમધમતે ઘરે આવી એનું ચરિત્ર એના બાપને કહેવા લાગે. જેથી પિતાએ પુત્રને પૂછયું-“શા માટે માછલાં જળમાં મૂક્યાં?”
Page #430
--------------------------------------------------------------------------
________________ 408 યુમિલ કુમાર સુનંદે કહ્યું—“મારા હૃદયમાં દડ્યા આવવાથી મેં એમને જળમાં છોડી દીધાં. હે તાત! જેમ કે તે મને ને તમારા મિત્રને પિતા પોતાના પ્રાણ હાલા છે, તેમ જ તુએ જીવવાને ચાહે છે, એ શું તમે જાણતા નથી? જેને માટે પાપ કરવમાં આવે છે એવું કુટુંબ અને આ વિનશ્વર શરીર તો પાપ કરી-કરાવીને દૂર થાય છે, પરંતુ જીવવધનું એ ભયંકર પ્રાયતિ પરભવમાં પણ આત્માને જ ભેગવવું–સહન કરવું પડે છે.” ઓ આવાં અમૃતની જેવાં શીતળ વચન સાંભળ્યા છતાં જવર આવી હોય એની માફક અધિક તાપથી તપેલે એનો પિતા બે –રે દુર! એ આપણા જૈન છીએ કે આવી દયાનું તું વર્ણન કરે છે ? આપના પિતા પિતામહ આદિ વડીલ જનેનો પરંપરાએ રાતો આ માર્ગ લેપવાને તું નિશ્ચય અમારે ત્યાં કુપુત્રરૂપે ઉત્પન્ન થયે ! જેમ, - ડલાના વૃક્ષને કિંપાકનું ફળ લાગે, તેમ અમારા કુળમાં - ગાર ઉત્પન્ન થયે છું ! ઘણું કાળે આવેલમત્રોનું તે પિતાના પ્રાણવડે પણ પોષણ કરીએ તે પછી પીવડે કરીને પોષવામાં તને શું શંકા થાય છે?” એ પ્રમીનલ જીય પિતાએ લાકડી વડે મારી દયાવાન એ બાળકને ઘ 8 કાઢી મૂકે. લકોએ એને ઘણે સમજાવ્યું પણ - ડગ નહી કરતાં એને એથી પણ વધારે શિક્ષા કરવાને બિાર કર્યો. “જગતમાં પ્રથ: એવું જોવાય છે કે અતિ રેષવાજુ સર્ષોની સરખા ભંયકર હોય છે. આવી રીતે દહન કર્યા છતાં પણ સુનંદ હ યમાં મલિનતાને ન પામ્યો. પિતા પૂર્વકર્મને પશ્ચાત્તાપ કરતો તે જેમ તેમ આજીવિકા ચલવા લાગ્યા. સ્વભાવથકીજ દયાવાળા અને સરલ પ્રકૃતિવાળે છે.થી એણે મધ્યમભાવે મનુષ્યનું માર્યુષ્ય બાંધ્યું. એક દિવસોથી ધમધમતા એના પિતાએ દંડના હારે કરીને એને મારી પે. કેઈ વિષમેરિ ભલ્લલોકોની પલ્લી હતી. ત્યાં અમાણવા નામે રાજા હતો સ્વામીના જેવા ગુણવા || હતી, સુનં. દને જીવ અથી મરણ : લમાં ઉપન્ન થયા. હત "