________________
ર૪૮
પરિમલકુમાર કરાવ. એકવાર બેલ. અરે તારા દક્ષ એવાં નેત્ર કટાક્ષ એક વાર ફરકાવ ! હે ગજગામિની ! હે હંસગામિની! શું મારી સાથે રીસાઈ છે ? અરે તું ઉત્તર ન આપે તો હવે મારા જીવિતવ્યને ધિક્કાર છે!હે મૂઢ હદય!પ્રિયા દીર્ધ પંથે ચાલી છતાં તું કેમ ફૂટી જતું નથી. અથવા તે અધિક વિલાપ કરવાથી શું ? પ્રિયાની સાથે કાષ્ટમાં બળી મરવું, જેથી દુઃખને કલેશ શાંત થશે. મૃત્યુના એ અંતિમ આમંત્રણથી આત્માને આરામ થશે.” એમ ચિંતવીને કાષ્ટ એકઠાં કરીને ચિતા તૈયાર કરી. તેમાં પ્રિયાને સુવાડી વનદેવને પ્રાર્થના કરવા લાગ્યા.
“હે વનદેવતા પરભવમાં પણ અમે અને સ્ત્રી ભરથાર થજો.” એમ કહી હાથમાં અગ્નિ લઈ તેને પ્રગટાવીને જે ચિતામાં પ્રવેશ કરે છે, તેવામાં આકાશમાંથી બે વિદ્યાધર ઉતરી આવ્યા. “અરે ધીર પુરૂષ! કાયર પુરૂષને ગ્ય આ શું સાહસ કરે છે? સાંભળ ! આ ભરતક્ષેત્રને બે ભાગ કરીને મધ્યમાં પડેલા વેતાઢય પર્વતના રથનુપુર નગરમાં રહેનારા અમે વિદ્યાધર છીએ, સમેતશિખરની યાત્રા કરી આ વનમાં થઈને અમે જતા હતા, એવામાં તારું આ સાહસ કૃત્ય દેખીને અમે તેને નિવારવા આવ્યા છીએ. કયા દુ:ખે તું અવિવેકીને યેગ્ય આવું અકાળે મરણ વછે છે? મહાનુભાવ! સત્ય વાત કહે.”
આકસ્મિક આવીને અટકાયત કરનારા બે વિદ્યાધરનાં અમૃતમય વચન સાંભળીને કુંવરે ટુંકમાં પોતાનું વૃત્તાંત કહી બતાવ્યું અને મરણ પામેલી પોતાની પ્રિયા બતાવી. એટલે વિદ્યારે વિદ્યાથી મંત્રીને જળ છાયું કે તરતજ નયનને નચાવતી મંજરી બેઠી થઈ ગઈ. “સ્વામિન ! આ શું? આપણે ક્યાં છીએ? દેવસમાં આ બે ઉત્તમ પુરૂ કોણ છે?” મંજરીએ મૃદુતાથી કહ્યું. મંજરીને સજીવન જઈને કુમાર આશ્ચર્ય પામ્યું. સર્વ ખુલાસો કહીને તે બનને જણને ઉપકાર માન્યો. “હે મહાનુભાવે ! પરોપકારમાં રસિક એવા તમેને ધન્ય છે. મારા પુદયે તમે અહીં પધારીને મારી ઉપર માટે ઉપકાર કર્યો છે. તમારા સમા ઉત્તમ જનનાં દર્શન માણસને પૂર્વ પુણ્યના ઉદયે જ થાય છે, જેમ મારવાડના લોકોને સુરતરૂની શિતળ છાયા દુર્લભ હોય છે તેમ. જગતમાં તમારા સરખા રત્નોથીજ પૃથ્વી