SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદત્તાની સ્વછંદતા. ૩૪૩ ખાન, પાન, અત્યંગ આદિ સામગ્રીથી તેની કાંતિ પાછીખીલી નીકળી, જેથી પોતાને ઘણી રાણીઓ હતી છતાં પણ પલીપતિએ એના રૂપમાં લુબ્ધ થઈને તેને પટરાણી કરીને સ્થાપી. પછી તે પ્રતિદિવસ એની સાથેજ કીડા કરવા લાગ્યો અને બીજી બધી સ્ત્રીઓને તેણે તજી દીધી. જેથી એ સર્વ સ્ત્રીઓ ઈર્ષ્યાથી બળતી એનાં છિદ્ર શોધવા લાગી. વસુદત્તાને પલ્લીપતિ સાથે રહેતાં કેટલાક માસ પસાર થઈ ગયા; એટલે તેની સમાન તેજસ્વી કાંતિવાળો એને એક પુત્ર પ્રસ. જગતમાં પ્રાય: કરીને પુત્રો પિતા સમાન ને પુત્રી માતા સમાન હોય છે. એને પુત્રવાળી જેઈને અંત:પુરની સર્વે રાણીઓ રેષવાળી થઈ ગઈને કોપથી અધર ડંશી વિચારવા લાગી કે-“એનો શી રીતે ઘાટ ઘડી નાખવો ?” એકદિવસ મનમાં કાંઈકનકકી કરીને તે સર્વે સ્વામી પાસે આવીને ને કહેવા લાગી—“હે સ્વામી! તમને અધિક શું કહીએ? અમારાથી વિરકત થયેલા તમે અમારું વચન સાંભળશે નહિ; પણ સ્નેહના બળથી હિતકારક વાત કહેવાને અમારી જીલ્લા આકુળવ્યાકુળ થાય છે. આ વસુદત્તા પરનરમાં આસકત છે. આપનાથી ગુપ્ત રીતે આ વસુદત્તા અન્યપુરૂષ સાથે રમે છે, નહિ તો પુત્રનું મુખ તમારા જેવું હેવું જોઈએ, છતાં એના યારના જેવું એનું મુખ છે. આ બાળક કાંઈ તમારે નથી, જુઓ તમારો ને એને ઘાટ સરખો છે? હવે વિશેષ એથી આપને શું પ્રમાણ આપીએ? જગતમાં સામાન્ય નિયમ છે કે પંડિત પુરૂષે ઘણું ધણી કરનારી પત્ની, વારંવાર સ્વામી કરતા નોકર અને બહુનું ઉચ્છિષ્ટ ભજન–આ ત્રણે વસ્તુને ત્યાગ કરવો જોઈએ.” સ્ત્રીઓની આવી વાણી સાંભળીને તુચ્છ બુદ્ધિવાળા ભિલપતિ ખડ્ઝમાં પિતાનું મુખ જેવા લાગે તો રાહુ જેવું શ્યામ, બીલાડા જેવી આંખ, લાંબા અધરોષ્ટ, નમેલી નાસિકા એવી પિતાની સ્થિતિ જોઈને પછી પુત્રનું મુખ જોયું તો ચંદ્રમા સમું ગેર વદન, કમળ સમી આંખો અને બિંબાકાર સમા અધરપલ્લવ, આવું પોતાના મેંથી વિપરીત મેં જોઈને ક્રોધથી ધમધમતા એણે તલવારના પ્રહારથી બાળકને નાશ કર્યો.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy