SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ધમ્બિલ કુમારે. અગડદત્તકુમાર ફરતો-ફરતે અમરાવતી નગરીએ આવ્યું. તે ત્યાં બહારના ઉદ્યાનમાં કઈ મુનિ ધર્મોપદેશ દેતા હતા. તેમને વંદન-નમસ્કાર કરીને ધર્મોપદેશ સાંભળવા તે બેઠે. મુનિને ધર્મોપદેશ સાંભળી તેના ચિત્તમાં કષાયને કાંઈક ઉપશમ ભાવ થ, હદયમાં શીતળતા થઈ, જેથી દેશનાને અંતે મુનિ પાસે જીવહિંસા અને ચોરીને તેણે નિયમ લીધો. રાજકુમારે ગુરૂને નમીને ભગવદ્ ! નિયમ આપીને આજે મને સંસારથકી ઉદ્ધર્યો–મને ભવસાગરથી તા.” વગેરે ભાવભર્યા-ભક્તિભરેલા શબ્દો કહી ગુરૂને આભાર માન્ય. કુમાર ! તમને આપેલા નિયમનું હંમેશ સ્મરણ કરે છે. તેનું પાલન કરજે, પણ વ્રત લઈને તેને ભંગ કરશે નહિ. ક્ષત્રીઓ લીધેલી પ્રતિજ્ઞા કદિ છોડતા નથી. બેલેલું વચન, આપેલે કેલ કદાપિડતા નથી.” આ પ્રમાણે કહીને ગુરૂએ હંમેશ વ્રતનું સ્મરણ અને રક્ષણ કરવા સૂચવ્યું. પ્રભુ! એ વ્રત–પ્રતિજ્ઞાઓ તે માટે પ્રાણ સાટે છે. ગમે તેવી સ્થિતિમાં પણ એજ મારું જીવન છે-જીવનને મહામંત્ર છે. આપની પાસેથી લીધેલાં એ વ્રતનું પ્રતિદિવસ હું પાલન કરીશ. ગમે તવી મુશીબતમાં પણ હું તનું રક્ષણ કરીશ.” કુમારે કહ્યું. એ વ્રત તમારી રક્ષા કરશે, અનેક આફતમાંથી–સંકટમાંથી પ્રચ્છન્નપણે તમને બચાવશે-સહાય કરશે. માણસોને કવચિત્ એવો પણ સંજોગ ઉભું થાય છે કે વ્રતભંગ થવાને પ્રસંગ ઉપસ્થિત થાય, પરંતુ એવા સમયે તેના સત્યની કસોટી થતાં એવી કઠીણ પરીક્ષામાંથી જે તે પાસ થાય છે–ફત્તેહ મેળવે છે, તે તે જીતી જાય છે. બારે માસ ભલેને વ્રત પાલન કરે પણ કસોટીના સમયે જે તે ચૂકી જાય-વતનો ભંગ કરે તો તે સર્વસ્વ હારી જાય છે. તત્પર્યત પાળેલું વ્રત તેનું વ્યર્થ જાય છે, તેની ખરી પરીક્ષા તે કટીના સમયે જ થાય છે.” ગુરૂએ સમયોચિત કહ્યું. સ્વામિન ! મનુષ્યજન્મ જેવો ઉત્તમ જન્મ અને આપજેવા ગુરૂનો સમાગમ તો પૂર્વના પુણ્યથી જ થાય છે અને તેમાં પણ વ્રત લેવાની ઈચ્છા તો એથી પણ અધિક પુણ્ય હેય તેજ થાય છે....કુમારે કહ્યું,
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy