________________
થાણારસીમાં.
૧૯૩
ના ભયથી તેને પેાતાની મસ્તક ઉપર રહેલી જટામાં છુપાવી. અરે એથી પણ વધારે તા એ છે કે એક ભીલડીમાં એ ભાળાનાથ—શ કરે આસક્ત બનીને ફજેતી કરાવી; અને વિષ્ણુ તે સ્ત્રીઓના ઝઘડા ચુકવવામાંથીજ નવરા ન પડ્યા. એવા ઘણા મહાન પુરૂષાને પરાજય પમાડીને સ્ત્રીઓએ આધિન મનાવ્યા છે.
અગડદત્ત કુમારે પણ એ કેળના ગર્ભ જેવી મંજરીનેા નાજુક હસ્ત પાતાના હાથમાં લીધેા. “ મજરી! પ્રિય મંજરી ! આજથી સમજ કે તું મારી પ્રાણપ્રિયા છેં.” અવાજમાં ધ્રૂજારી હતી. અ ંદર ઝુંપાયલી મદનની ભાવના હતી. તે ભાવના મંજરી કળી ગઇ.
,,
પ્રાણનાથ! હું આપની દાસી છું. આપની આજ્ઞાને આધિન છું. ” માહકતા, મૃદુતા સર્વ કાંઇ અવાજમાં હતુ. એકાંતમાં ઉછળતા હૈયાના શબ્દો સાંભળનારને કેવા મધુર લાગે છે તે તેા તેના અનુભવીજ સમજી શકે.
ર
66
તે ચાલે ! આપણે આ લતાકુંજમાં જઇએ. ઉછળતા હૈયાનાં હીર શાંત કરીએ. ” રાજકુમારે કહ્યું.
ܕܕ
દર
પણ હજી આપણાં લગ્ન થયાં નથી, ત્યાં લગી આપણે ચૈભવું જોઇએ, પ્રિયતમ ! ” પેાતાના કામળ હાથ કુમારના ખભા ઉપર મુકતાં મ જરીએ કહ્યું, “આપણે ગાંધર્વ વિધિથી લગ્ન કરી લેશું, પ્રાણુ !” કુમારે કહ્યું.
66
‘હું અહી રહું ત્યાં સુધી તારે પિતાને ઘરે રહેવું ને સ્નેહ સાચવવા. જ્યારે અમે દેશ જઇશુ ત્યારે તને તેડી જઇશું. પટ્ટાણીપદ પણ તને આપશુ. ” કુંવરના આ શબ્દો સાંભળી મજરી ખુશી થઈ.
પછી મંજરીએ પુષ્પની માળા ગુંથીને “ પ્રાણેશ ! આપણા પ્રેમની નિશાનીરૂપ આ પુષ્પમાળ-વરમાળ આપને પહેરાવુ છુ.’ એમ કહીને કુંવરને માળા પહેરાવી અને પુષ્પથી વધાવ્યા. આંખા નૃત્ય કરવા લાગી, હૈયું હર્ષોંથી ઉભરાવા લાગ્યું. હૃદય ઉપર નીતિના અંકુશ છતાં લાડુ ચુંબકની માફક એ સ્નેહભીનાં હૃદય
પ