SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જમ્મિલ કુમાર. ૧૯૪ એક બીજા તરફ આકર્ષાયાં. એક બીજાનાં મુગ્ધ થયેલાં એ હૃદયા એક ખીજા સાથે યંત્રની માફક અથડાયાં, મળ્યાં, ભેટ્યાં અને તૃપ્ત થઇને છૂટાં પડ્યાં. તૃપ્તિના આનંદ, હૃદયની શાંતિ, મિલન પછીના સમયમાં અવર્ણ નિય હતાં, પ્રકરણ ૩૩ મું. • ગજમદમર્દ ન ’ te ‘હાક પડે રાજપુત છુપે નહિ, સૂર્ય છુપે નહિ વાદળ છાયા; દેશ ક્રશ પરદેશ ડ્રીરા પણ, ક છુપે નહિ ભભૂત લગાયા. 22 સમસ્ત કાશીનગર અત્યારે ભયાક્રાંત છે. જેમ જેમ લેાકેા વાતા સાંભળતા જાય છે તેમ તેમ આખા શહેરમાં નાસભાગ થતી જોવાય છે. ખજારમાં વ્યાપારીએ દુકાના ચપોચપ બંધ કરવા લાગ્યા, કાઇ આમ તેમ સંતાવાની જગ્યા શેાધવા લાગ્યા, તેા કેાઇ વૃક્ષ ઉપર ચડીને પાતાનેા જાન બચાવવાના યત્ન કરવા લાગ્યા. લેાકેામાં શાકની છાયા પ્રસરી રહી છે. એવી કાળાહળભરી સ્થિતિમાં એક ક્ષત્રીય જેવા જણાતા ઘેાડેસ્વારે નગરીમાં પ્રવેશ કર્યા, દરવાજામાં પ્રવેશ કરતાંજ દરવાજો બંધ કરી દીધા અને પોતે એક ખુણામાં ભરાઇ બેઠા. ઘેાડેસ્વાર વયમાં તરૂણ અને પરદેશી જેવા જણાતા હતા, છતાં આ નગરીમાં રહેતા હેાવાથી જાણીતા હતા. નગરીમાં પ્રવેશ કરી તુરંગને રમાડતા આગળ ચાલ્યા, તેા કાઇ વીર સુભા ભાલાં ધરીને ધસ્યા જતા હતા, કેાઈ ખડ્ગ પકડીને દોડ્યા જતા હતા, ત્યારે કોઇ ભયના માર્યા છુપાવાના યત્ન કરી રહ્યા હતા. તરૂણ ઘેાડેસ્વાર વિચારમાં પડ્યો. “અરે! આ છે શું ? તેની કાંઇ સમજ પડતી નથી.” પૂછે પણ કેને? અત્યારે વાત કરવા જેટલી કાને ફુરસદ હોય કે જે વખત જાન ગુમાવવાની ભયંકર જોખમદારી સમાંયલી હાય.આવી ભયભરી લેાકેાની કફાડી સ્થિતિ જોતા તે સાવધાનપણે અનુક્રમે બજારમાં આવ્યા. ત્યાં ગેાખમાં ઉભેલા એક
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy