________________
અટવીમાં.
૩૬૭ એક દિવસ રાજામાતા ધમ્મિલ શંગારસજજીત હાથી ઉપર બેસીને નગરની શેભા જેવાને પરિવાર સહિત નીકળે. એની જોડે કપિલા અને નાગદત્તા બેઠેલી હતી. આગળ પાછળ સજ થયેલા ઘોડેસ્વાર સેવકે ચાલતા હતા. ફરતાં ફરતાં તેઓ અનુક્રમે વિમલાના મકાન આગળ આવ્યા. ધમિલના મનમાં તે સમયે અનેક વિચારો જાગ્યા. એટલે તે ત્યાં થોભાણે.
સ્વામીનું આગમન સેવક મારફતે જાણીને વિમળા સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રાભરણો પહેરી, જળ ભરેલે સુવર્ણ કળશ અને પૂજાપાને સામાન લઈ પતિને પૂજવાને ઘરની બહાર નીકળી. પતિને પ્રથમ પ્રદક્ષિણા દઈને કુસુમવડે વધાવ્યા. એવી રીતે સ્વામીની પૂજા કરી. એની ભક્તિથી પ્રસન્ન થયેલા ધમ્મિલે એને હાથનું અવલંબન આપીને પિતાની પાસે ખેંચી લીધી. અને તેને લઈને ધમ્મિલ ત્રણે સ્ત્રીઓ સાથે રાજમહેલમાં આવ્યો. પછી નિરંતર એ ત્રણે સ્ત્રીઓની સાથે અપૂર્વ સુખ ભેગવવા લાગ્યો. નાગદત્તા અને કપિલા વિમલાને મોટી બહેન જાણે એને પગે પડી. એ સન્નારીઓ અને સ્પરસ વિનેદમાં પતિ સાથે પિતાને કાળ વ્યતિત કરવા લાગી. એવા સુખમાં કેટલોક સમય પસાર થઈ ગયો.
–ન© – પ્રકરણ ૬૨ મું.
અટવીમાં. એક દિવસ ધમ્મિલ રાજસભામાં બેઠે હતો, સભામાં અનેક પ્રકારે વાણી વિનોદ ચાલી રહ્યો હતો, આનંદને ઊત્સાહ છવાઈ રહ્યો હતે. એવામાં કોઈએ રાજાને ભેટ કરેલ અશ્વ રાજાની પાસે લાવવામાં આવ્યો. જે શરીરે સુંદર, ઉજવળ વણયુક્ત, ઘાટીલે અને પવનના વેગ કરતાં પણ ત્વરિત ગતિવાળો હતો. બીજા અનેક શુભ લક્ષણવાળે એ અશ્વરત્ન હતો. અનભ્યાસ-વશે આ અશ્વ મને ન જીતે એમ વિચારતે પવન નિત્ય એની આગળ દેતે હતે.