SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ધલિ કુમારનામની એક ગાય આપી, કેમકે સજજન પુરૂષની લક્ષમી પરના ઉપકારને માટે જ હોય છે. એક દિવસ વર્ષાઋતુ આવી ત્યારે તે બ્રાહ્મણે ઉત્તમ જમીનમાં શાલિ વાવ્યા ને ગાય પણ ગર્ભવંતી થઈ. થોડા દિવસમાં કઈ મેટું પર્વ આવ્યું, જેથી શાલિનું ક્ષેત્ર અને ગાય પિતાના સેમદેવનામના પુત્રને અને સમશર્માનામની પુત્રીને સંપીનેતેમની રક્ષાનું કાર્ય ભળાવીને ધનને લાલચુ બ્રાહ્મણ નજીકના ગામમાં પર્વણી માગવાને ગયે. જ્યારે તે બ્રાહ્મણ દૂર ગયા ત્યારે તે ગામમાં એક નાટકિયાનું ટેળું આવ્યું. તેમણે પોતાની કળાવડે નગરના જનને પ્રસન્ન કરીને ઘણું ધન મેળવ્યું. અલ્પ સમયમાં તેઓને ઈચ્છા ઉપરાંત અધિક ધન મળેલું જેઈને સોમદેવને વિચાર થયો કે“અહો જગતમાં કળા એ એકજ શ્રેષ્ઠ વસ્તુ છે. લોકે પણ કેવા કળાપ્રિય છે કે અલ્પ સમયમાં તેણે હજારો રૂપિયા બીજાનું દિલ ખુશ કરીને મેળવી લીધા, ત્યારે મારે બાપ બિચારે ભિક્ષાવૃત્તિ કરીને થાકી જાય છે, છતાં તેને પેટપૂરતું પણ મળતું નથી. તો ભિક્ષાવૃત્તિથી ક્ષુદ્ર આજીવિકાવાળી આ બ્રાહ્મણવૃત્તિને ધિક્કાર થાઓ! હું પણ આ કળા શીખી આની માફક દ્રવ્ય મેળવું. કેમકે લક્ષ્મી વગરનો માણસ તૃણથી પણ જગતમાં હલકે ગણાય છે. ઉચ્ચ જાતિમાં જન્મ થયો તેથી શું ? ધનવાન માણસ નીચ જાતિને હોય તે પણ જગતમાં માન સન્માન પામે છે. જગતમાં પણ સુગંધ યુક્ત કમળ કાદવમાંથી ઉત્પન્ન થાય છે, છતાં ત સજનોને પણ માન્ય હોય છે. દેવતાઓની પૂજા પણ એજ કમળાથી થાય છે. વિનુ કાળા હોય છે છતાં પ્રભુતાને પામેલા છે. ચંદ્ર કલંકી છે છતાં સર્વને એ વલ્લભ છે. એવી રીતે લક્ષ્મીવાન ગમે તે હોય તે પણ સર્વેને એ માનવા ગ્ય હોય છે.” એ પ્રમાણે સેમદેવ વિચાર કરીને પિતાના બ્રહ્મકુળની આશંકા છેડીને તે નાટકીઆઓ સાથે મળી ગયે, ધનના લેભે કરીને તેણે પોતાની જાત, કુળ, મૈરવ બધું છોડી દીધું ને નામ પણ બદલી નાખ્યું. ત્યારપછી જગતમાં મધુ’ એવાં ઉપનામે સોમદેવ જાણીતા થયે સોમશર્મા યુવાન અવસ્થામાં કેઈન દાબ વગર પિતે એકાકી ઘરમાં હોવાથી તે કઈ વંઠની કુબતમાં પડી ગઈ. તેની સાથે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy