________________
૧૧૬
હમિલકુમાર ક્ષણમાત્ર પણ વીલી મૂકતી નથી.તમે કેટીગમ દ્રવ્ય મોકલજે, ત ધન કરજમાં આપીને અમે તરત તમારી પાસે આવશું એમ નિશ્ચય માનજે. ”
લી. આપના ચરણની દાસી પાવતી. તરતજ રાજાએ પ્રધાનને હુકમ કર્યો કે “એને દ્રવ્ય આપે, અને રાણીને પહેરવાને ઉત્તમ આભૂષણ, કંચુએ, ચીર વગેરે વસ્ત્ર એની સાથે મેકલી આપે.”
જે આપને હુકમ!” મંત્રીએ કહ્યું. પછી વિપ્ર તરફ ફરીને “ભટ્ટજી ! રાણીને મળવાને આપ ક્યા રસ્તે જશો ?”
જે માર્ગે પહેલાંને વિપ્ર ગયો તે માગે આ ભટ્ટજીને પણ મોકલે.” વચમાં રાજાએ કહ્યું. પહેલાંને વિપ્ર તે અગ્નિમાં પડીને સ્વર્ગે ગયે હતે, મહારાજ–ભટ્ટજી! તમે પણ તેજ રસ્તે જાઓ.” પછી મંત્રી ભટ્ટને લઈને નગર બહાર આવ્યા. ત્યાં ચિતા ખડકોવીને તેમાં અગ્નિ સળગાવી અને ભટ્ટજીને તેમાં નાખવા માંડ્યો. તેણે ઘણું કાલાવાલા કર્યા, છુટવાને ફાંફાં માર્યા, પણ વ્યર્થ. પ્રધાને તે ધૂર્તને અગ્નિમાં જળાવ્યો અને કહ્યું કે–“ભટ્ટજી ! સ્વર્ગ માંથી રાણુને સંદેશ લઈને વહેલા આવજે.”
કેટલેક દિવસે રાજાના આગ્રહથી મંત્રીએ પદ્માવતીને લાવી, આપવાને કહ્યું. નગરમાં શોધ કરતાં ‘પદ્મા” નામની વેશ્યા નવીન યૌવનનાં વધામણુને આમંત્રણ દેતી રૂપમાં અપ્સરા સમાન મંત્રીના જેવામાં આવી. તેને સર્વે હકીકત સમજાવીને ઉદ્યાનમાં રાખી. પછી રાજાને મંત્રીએ વધામણું આપી કે “રાણજી પધાર્યા છે, ને તે બહારના ઉદ્યાનમાં છે.”
પ્રધાનનાં વચન સાંભળીને રાજા હાથી ઉપર બેસી પૂર ઠાઠમાઠ સાથે રાણુને તેડવાને નગર બહાર ઉદ્યાનમાં આવ્યા. ત્યાંથી રાણીને લઈને તે નગરમાં ફરતા ફરતા રાજદરબારે આવાને ઉતર્યો. રાણીને જોઈ રાજા હરખાયે. આકૃતિમાં જરા ફરક હતું, પણ એનાં લાંબા દિવસના સહવાસમાં આકૃતિ ફરી જવાને સંભવ હતે. રાજાએ રાણને સ્વર્ગની વાત પૂછવા માંડી, એટલે જેમ મંત્રીએ