SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદેશના. ૧૧૭ શીખવ્યું હતું તેમ તેણુએ કહેવા માંડ્યું. તે પણ ચતુર હતી, વેશ્યા જાતિમાંથી તે રાજરાણુનું માન પામી હતી. વળી બુદ્ધિમાં પણ અધિક હતી, જેથી રાજાને સમજાવે છે તો તેને મન એક જાતની રમત હતી. જો કે મંત્રીએ તેણીને પ્રથમથી જ સર્વે પાઠ ભણાવી રાખ્યા હતા, છતાં પોતાની બુદ્ધિ ચતુરાઈથી તેમાં રસ ભેળવીને રાજાની આગળ તેને વર્ણવવા માંડ્યા; અને અલ્પ સમયમાં પદ્માવેશ્યાએ રાજાનું દિલ પોતા તરફ ખેંચી લીધું. એવી રીતે પદ્મા” “પદ્માવતી” થઈ. રાજા તો એમજ સમજ્યા કે મારી પદ્માવતી સ્વર્ગમાં મારાથી રિસાઈને ચાલી ગઈ હતી તે પાછી મને આવી મળી. રાણું નાણું એટલે મારી આપદા ટળી. એવી રીતે એ મેહમુગ્ધ થયેલે રાજા પદ્માવતીનું મરણ સમજી શક્યો નહિ અને પદ્માવતીનાં મરણ પછી પદ્માને પદ્માવતી માનીને ઘણો કાળ તેની સાથે વિષયસુખ ભેગવ્યું. મરણ પછી તીવ્ર મેહના ઉદયે તે રાજા ઘણે સંસાર પરિભ્રમણ કરશે. એવી રીતે મોહમાં મુગ્ધ થયેલા પ્રાણીઓ સંસારમાં મુંઝાયા છતા ધર્મનું આચરી શકતા નથી, માટે હે ભવ્યજને ! એ મેહનિદ્રા દૂર કરીને ધર્મને આરાધે અને સંસારથી પાર ઉતરે.” એ પ્રમાણે સ્નિગ્ધ વનમાં અગડદત્ત મુનિ સુવર્ણકમળરૂપ સિંહાસન ઉપર બેઠા બેઠા ભવ્યજીને ધર્મદેશના આપી રહ્યાં હતા. સુર, નર, નારી વગેરે અનેક જનને વર્ગ તેમની વાણીનું પાન કરી રહ્યો હતો, ત્યાં ધમ્પિલકુમાર પણ આવીને ગુરૂને વંદના કરી તેમની ધર્મદેશને સાંભળવા લાગ્યું ને ધર્મથી વાસિત થયે. તેનું ચિત્ત વૈરાગ્યથી કાંઈક આદ્ર–કમળ થયું. દેશના સંપૂર્ણ થયે સર્વ શ્રોતાવર્ગ પોતપિતાને ઠેકાણે ચાલ્યા ગયે, પણ ભવ્ય જીવોને ઉપકાર કરનારા, તેમનું દુઃખ દૂર કરનારા એવા અગડદત્ત મુનિ આગળ ધમ્મિલ હાથ જોડીને બેસી રહ્યો. “કલ્પવૃક્ષ સમાન આવા મુનિને મેળાપ ભાગ્યથી જ થાય છે.” ધમ્મિલ મનમાં ગણગણ્યા.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy