________________
નથી” એવી વાત કુમારને કાને આવતાં તેણે પરીક્ષા કરવા માટે બધા મિત્રોને બીજે દિવસે પિતપતાની સ્ત્રી સહિત ઉદ્યાનમાં આવવા કહ્યું.
આ હકીકતથી ધમ્મિલ ચિંતામાં પડ્યો. તેણે પિતાને ઉતારે આવી કમળા પાસે ઉભરો કાઢો અને પોતે ચાલ્યા જવાનો વિચાર જણ. કમળાએ વિમળાને સમજાવવાનું કહ્યું. તેણે વિમળા પાસે આવી બહુ રીતે સમજાવી. સ્વચ્છંદતાથી દુઃખી થવા ઉપર વસુદત્તાની કથા કહી બતાવી. તે સાથે રાજાઓ પણ હિતવચન નથી માનતા તો દુઃખી થાય છે તે ઉપર અરિદમન રાજાની કથા કહી સંભળાવી. આ બે કથા કહ્યા પછી અસરકારક શબ્દોમાં કહેવાથી વિમળાએ કમળાની વાત કબુલ કરી અને ધમ્મિલને પરણવાનું સ્વીકાર્યું. કમળાએ એ વધામણું ધમ્મિલને આપી. તે રાત્રીએ જ ધમ્મિલ ગાંધર્વ વિવાહથી વિમળા સાથે પરણ્યો. અને બીજે દિવસે સવારે તેને લઈને રાજકુમારે કહેલા સ્થાનકે ગયો. ત્યાં અનેક પ્રકારની ક્રીડાઓ કર્યા પછી બધા પુરૂષો જમ્યા બાદ પોતપોતાના પતિના આસન ઉપર બેસી સ્ત્રીઓ જમી. પછી અનેક પ્રકારનો આનંદ મેળવી સાયંકાળે સૌ પિતપોતાને સ્થાને આવ્યા. ધમ્મિલ બહુ જ હર્ષિત થયા અને પિતાને પુણ્યોદય થયાની તેને ખાત્રી થઈ.
અન્યદા વિમળા સાથે ધમ્મિલને પ્રણય કલહ થયે. વિમળા રીસાણી. ધમ્મિલે તેને મનાવતાં વસંતતિલકાના વખાણ કર્યા. તે સહન ન થવાથી વિમળાએ કઠણ વચન સાથે ધમ્મિલને પાદપ્રહાર કર્યો. ધમ્મિલ ઘરેથી નીકળી રાજકુંવર પાસે ગયો ને તેની સાથે ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયો. ક્રીડા કરીને પાછા વળતાં ધમ્મિલ એક નાગદેવના મંદિરમાં ગયો. ત્યાં એક યૌવના નાગદેવને પૂજવા આવી. પૂજન કરીને તેણે પિતાને ગ્ય વર મળવા પ્રાર્થના કરી. એટલે “તારી ઈચ્છા આજે જ પૂર્ણ થશે.' એમ મૂર્તિની પાછળ રહીને ધમ્બિલે કહ્યું. કુમારિકા રાજી થઈ. મંદિર બહાર નીકળતાં જ ધમિલ તેની દૃષ્ટિએ પડ્યો. પરસ્પર વાર્તાલાપ થતાં પ્રીતિ થઈ. પરસ્પર ઓળખાણ આપી. ઘમ્મિલને જ દેવને આપેલો વર માની તેને ત્યાં રોકાવા કહી તે કુમારિકા નાગદત્તા પોતાને ઘરે આવી. માતાપિતાને વાત કરતાં તેમણે ધમ્મિલને તેડાવ્યો. અને તે રાત્રે જ નાગદત્તાને તેની સાથે પરણાવી. દાયજામાં ઘણું દ્રવ્યાદિક આપ્યું. રહેવા મકાન આપ્યું. ધમ્મિલ ત્યાં જ રહીને નાગદત્તા સાથે આનંદ કરવા લાગ્યો.
તે ચંપાપુરીના રાજા કપિલને કપિલા નામે પુત્રી હતી. નાગદત્તાના સખીપણાથી બંનેએ એક પતિને વરવાનો સંકેત કર્યો હતો. તેથી તેણે તે વાત પોતાના પિતાશ્રીને જણાવી. રાજાએ તો પોતાની પુત્રીને