SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્નની વાટે. ૩૧ મેહયુક્ત પ્રાણુ ધર્મ યોગ્ય ન હોય. અનેક પ્રકારના કુડક પટે મેળવેલું ધન તેજ પ્રાંતે સાથે આવશે એમ તમે કદાચ સમજતા હશો; પણ તે કોઈની સાથે ગયું નથી ને જવાનું પણ નથી. વળી પુરૂષને સ્ત્રીઓ એ દુઃખનું મૂળ છે, ભેગો એ રેગોનું ઘર છે, ને કુંટુબીજને એ કટુક વિષ સમાન છે. એવા મેહમાં મુંઝાયેલા પ્રાણને ધૃતિ, મતિ અને બુદ્ધિ ક્યાંથી હોય? સંસારમાં આત્માને હિતકારી તો એક ધર્મજ છે, તે કયાંથી સમજાય? જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપી રત્નત્રયીને પામેલે, સંયમરૂપ લક્ષ્મીએ કરીને તે એ તમારો પુત્ર તેને સંસારબંધનરૂપ માયાથકી દૂર રહેલે જોઈ તમને હર્ષ કેમ થતો નથી?” ઈત્યાદિક બેધદાયક વચનેએ કરીને તેમના માતાપિતા પ્રતિબંધ પામ્યા. પછી બંધ પામેલા માતાપિતાએ તૃણની માફક સર્વ સંપત્તિનો ત્યાગ કરીને તે પુત્ર મુનિની જ પાસે વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે માતા, પિતા ને પુત્ર એ ત્રણે જણ તપવડે આત્મા સાથે અનંત કાળથી રહેલાં નિવિડ એવા અષ્ટ કર્મોના નાશ કરીને પરમપદને પામ્યાં. એ પ્રમાણે હે તાત! સ્ત્રી જાતિનું આવું વૃત્તાંત સાંભળીને પરીક્ષા કર્યા વંઝર કેણ બુદ્ધિવંત પુરૂષ પાણિગ્રહણ કરે ? ” , , , સુરેંદ્રકુમારે પોતાના પિતા સમુદ્રદત્ત આગળ આ ધર્મદત્તનું દષ્ટાંત કહી સંભળાવ્યું. તે સાગરષ્ટીના સંબંધીજએ પણ એક મનવાળા થઈને રસપૂર્વક શ્રવણ કર્યું. જ ધી - પ્રકરણ ૬ ઠું. લગ્નની વાટે. એ તારી વાત છે કે સત્ય છે, છતાં સર્વે સ્ત્રીએ કાંઈ એવી કુલટા હોતી નથી. તેમ છતાં તું પરીક્ષા કરીને લગ્ન કરે એમાં અમારે વાંધો ન હોય. પણ લગ્ન તો તારે કરવાં જ જોઈએ. સુભદ્રા સર્વ રીતે તારે એગ્ય છે, તે તેની પરીક્ષા કરીને તું લગ્ન કર. ઉતમ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy