SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મ્મિલ કુમાર:જે ત્યારે આ મારી માનીતી ! જે રાતદિવસ મારા ખેળામાં રમે છે, જેના હૃદયમાં હું રમી રહ્યો છું, જેનું યૌવનરૂપ પુષ્પ હું ચુંટી રહ્યો છું. તે આજ” બોલતાં બોલતાં ધમિલે તેના સાથે માં મેળવ્યું, આંખો મીલાવી, એ રક્તવણીય અધરનું અમૃત આરોગતાં પણ તેને તૃપ્તિ થતી નહતી. . “પ્રાણ! તમારે આવાને આ પ્રેમ હંમેશ રહેશે ને? ક્ષણમાત્ર પણ પ્રભુ તમારો વિગ મને ન કરાવે ! એક ઘડી પણ તમને મારા હૃદયથી હું અળગા કરી શકતી નથી. તમારો વિરહ હું સહી શકતી નથી.” વસંતે કહ્યું : “હદયેશ્વરી! તું તો તારે વેચાણ દાસ જેવો થઈ રહ્યો છું, પણ તારે પ્રેમ તે અંદગીપર્યત કાયમ રહેશે ને? કે વળી મને તું ભૂલી જશે. અને તે ફિકર થાય છે કે તું મને કદાચ છોડી દેશે, તે તારી પિાછળ ઝુરીઝુરીને મારે પ્રાણ જશે. હાલી ! પ્રિયતમે!” માશુકના સર્પની ફણાસમા શ્યામસ્વરૂપ કેશકલાપને હૃદય ઉપર રમાડતાં ધમ્મિલે ગેલ કરતાં કહ્યું. પ્રાણેશ ! હું તે જીદગીભરની તમારી દાસી છું. તમારા હુકમની તાબેદાર છું. આ વન! આ જીવિત ! આ સંદર્ય ! આ મારૂં સર્વસ્વ શરીર સૌભાગ્ય આપના સુખને માટે છે, આરામને માટે જ છે, આપને આનંદ-સુખ મળે. મનુષ્ય ભવનું ઉચ્ચમાં ઉચ્ચ પ્રિયાનું સુખ આપ ઈચ્છાપૂર્વક ભેગ. ભિન્ન ભિન્ન પ્રકારની પુરૂષને સુખ આપનારી મારી અભિનય કળા આપને માટે જ છે, મારૂં સર્વ કાંઈ છે તે આપનું જ છે. “પ્રિયાએ સ્ત્રીની અદ્દભૂત કળા બતાવી આશકનું દિલરંજન કર્યું. વહાલી આ બધું તું સત્ય કહે છે કે? તે તો મારા જે કઈ ભાગ્યવંત નહિ હ ? હમણાં તે મારા માતાપિતા પ્રતિદિવસ આઠ હજાર સુવર્ણ મહોર મોકલે છે તેથી બધું ઠીક છે, પરંતુ જ્યારે તે નહિ મેલે અને એ આવક બંધ થઈ જશે, પછી તારા પ્રેમની ' ' ખબર પડશે.” “નહિ મેલે તે શું થયું? આપણે અહીં ધનની કયાં કમી
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy