SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદત્તાની સ્વચ્છંદતા. ૩. દત્તા આગળ ગયેલા સાર્થને તે મળી શકી નહિ, પણ બીજેજ રસ્તે નીકળી ગઈ. ધનદેવ પણ દેશાવરથી તેજ દિવસે ઘેર આવ્યા. પિતાની સ્ત્રીને નહિ જેવાથી એણે માતાને પૂછ્યું કે-“મારી સ્ત્રી પુત્રીની સાથે કયાં ગઈ?” “પુત્ર! અમે એને ઘણું સમજાવી, પણ અમારૂં કથન ન માનતાં આજેજ તે પોતાના બન્ને પુત્રને લઈને ઉજયિની તરફ ગઈ.” માતાએ કહ્યું. - માતાનાં એવાં વચન સાંભળીને અંતરમાં ઘણું દુ:ખ ધારણ કરતે ધનદેવ સ્ત્રી અને પુત્રના સ્નેહથી તેમની પછવાડે ચાલ્યો. હે પ્રિયે ! માર્ગમાં તું એકલી કેવી રીતે જઈશ ? પુત્રો તારી પાસે કેમ રહેશે?” એ પ્રમાણે વિચાર કરતે તે ઉજજયિનીને રીતે જવા લાગ્યા. અનુક્રમે વનમાં ભમતાં ભમતાં અશરણ્ય રીતે અયમાં ભમતાં અને ખેદવાળાં થયેલા સ્ત્રી પુત્રને ધનદેવે જોયાં, જેથી પ્રસન્ન થતા તેમની પાસે આવીને “કાંતે ! રેષિત થયેલીની માફક આમ એકાકી તું કયાં ચાલી જાય છે?” એમ બોલતો પ્રિયા અને પુત્રને મળે. પ્રિયાને દઢ આલિંગીને પુત્રને ખળામાં બેસાડ્યા. પછી સાથે લાવેલું ભાતું સર્વેએ ખાધું. નિશા સમય થતાં રસ્તે છોડીને વનની એક એકાંત જગ્યામાં એમણે ધળની શય્યા કરીને સૂઈ જવાનો વિચાર કર્યો. વસુદત્તા પણ પિતાના પતિની સાથે વિનેદ કરતી વાસભવનની માફક એ ધૂળની શામાં સૂતી. વનમાં રહેલાં મૃગલાંની માફક સુખપૂર્વક ત્યાં સૂઈ રહ્યાં હતાં, એટલામાં વસુદત્તાને પ્રસૂતિ થઇ. એ નવ પ્રસવના ગંધથી વનમાં રહેલે એક ભયંકર વ્યાધ્ર ગર્જના કરતો ત્યાં આવ્યા. પૂર્વ જન્મને જાણે વૈરી જ હોય તેમ એણે પ્રથમ ધનદેવને જ ઉપાડ્યો અને સંહાર્યો. પિતાના પતિની આવી દશાને જોતી વસુદત્તા ભયંકર મૂચ્છમાં પડી, એટલે તરતને જન્મેલ બાળક પણ મરી ગયે. મૂછ ઉતર્યા પછી વસુદત્તા વિલાપ કરવા લાગી-હા હા! કાંત ! તું કયાં ગયે? હૃદયેશ્વર ! એકવાર બેલ! તારે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy