SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ધમ્મિલ કુમાર, અમારે હતું, પણ નિવિડ મેહના અંધકારમાં ભૂલેલાં અમે સત્ય માર્ગ શોધી શક્યાં નહિ, ત્યાં તે તમે સુખ ભેગવવાને સમયે મહિના અંધકારનું વાદળ ભેદી બહાર નીકળી ગયા. વરસમાં એકવાર પણ મારે સુલસા સાસુ હતી એમ સંભારજે. સંસારમાં ફસેલા એવા અમારી ઉપર દયા કરીને કઈ વખત અમને દર્શન આપવાની કૃપા કરજો. હંમેશાં કીડાની લીલામાં આનંદ આપતું આ વન આજે મારે શત્રુ સમું થયું છે. હવે પછી કોઈ દિવસ આ વનમાં હું પગ મૂકીશ નહિ” ઈત્યાદિ વચને કમલસેનાને કહેવાથી સુલસાનું હદય ભરાઈ જવાથી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. સમવયસ્ક સખીઓ તેને દીલાસો આપતી રાજમહેલમાં લઈ ગઈ. મુનિએ અગડદર કુમાર મુનિસાથે વિહાર કરી ગયા. સકળ શાસ્ત્રને અભ્યાસ કરીને અગડદત્ત મુનિ શાસ્ત્રના પારંગામી થયા. ઉત્કૃષ્ટપણે મુનિને આચાર પાળતા અને આત્મહિતના માર્ગમાં સાવધપણે રહેતા એવા અગડત્તમુનિ ગુરૂની આણ મેળવી શ્રુતધર થયા પછી એકલા વિહાર કરતા કરતા આજે અહીં આવેલા છે. હે ધાર્મિક ધમ્મિલ! એ સર્વ મારું ચારિત્ર જાણ. તે અગડદત્ત હું પોતેજ. આજે સંસારના તાપથી તપીને દીક્ષા અવસ્થામાં પરમ શાંતિ અનુભવું છું. સંસારમાં મેહની એ બધી ભ્રાંતિજ છે. એ ભ્રાંતિની ભ્રમણામાં જીવો અજ્ઞાનવશે ભવાટવીમાં ભટકે છે. એમાંજ સુખ માની અનેક પાપકર્મ કરે છે.” અગડદત્તમુનિએ એ પ્રમાણે પિતાની પૂર્વાવસ્થાનું વર્ણન કહી સંભળાવ્યું. “આપનું આવું સ્ત્રીથી પરાભવ યુક્ત ચરિત્ર સાંભળી મને અતિ દુ:ખ થાય છે.” અદ્યાપિ જેની ભોગેચ્છા ક્ષીણ થઈ નથી એવા ધમ્બિલે કહ્યું. સ્ત્રીઓ તે માયાનું મંદિર છે, અને એ માયામાં તું ફેસેલો છે. ધમ્મિલ ! એ કપટની પુતળીને તે ત્યાગ કર અને તારા આત્માનું હિત કર.” મુનિ અગડદત્તે કહ્યું. મહાત્મન ! સર્વે સ્ત્રીઓ કાંઈ એકસરખા ચારિત્રવાળી હિતી નથી. જુઓ, હાથની સર્વે અંગુળીઓ કાંઈ સરખી છે?
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy