________________
સ્વદેશ ગમન.
૨૨૯ ના સમાચાર પૂછવા માંડ્યા. “મારાં પૂજ્ય માતાપિતા આદિ સર્વે કુશળ તે છે ને ?”
કુમાર! તમારાં માતા અને પિતા બને કુશળ છે, પણ પુત્રને વિયેગે તે દુ:ખે દિવસો નિર્ગમે છે. આંખમાંથી અશ્રુ સારતાં પણ તેમના હૃદયનો તાપ શાંત થતો નથી, જેથી મરણને ઇચ્છતા તમારા પિતાજી તમારી કીર્તિ સાંભળીને આશા બાંધી જીવન વ્યતીત કરી રહ્યા છે. તમારૂં ગજમદમર્દન અને ચોરદમનનું વૃત્તાંત સાંભળી આપણા નગરના લકે મહારાજ સહિત સર્વે ખુશી થયા છે. આપ રાજકન્યાને પરણ્યા છે અને દેવની પેઠે સુખમાં સમય નિર્ગમન કરે છે, તે સુણને બધા લેકે ખુશી થયા છે, જેથી મહારાજે અમને આપની પાસે મેકલ્યા છે.” સુવેગે યથાસ્થિત સ્થિતિ વર્ણવી બતાવીને કહ્યું. “જેવા આપણા નગરવાસીજને આપની કીર્તિ સાંભળીને ખુશી થયા છે, તેવી જ રીતે અમે નજરે જોઈને આજે વિશેષ પ્રસન્ન થયા છીએ.”
સુવેગનાં વચન સાંભળીને સ્વદેશ તરફની લાગણી ને માતાપિતાની ભકિત કુંવરના હૃદયમાં ઉભરાઈ આવી. તેની આંખમાંથી પણ અશ્ર ઝરવા લાગ્યાં અને દુઃખિત થઈને બે-“જગતમાં મારા જ અવતારને ધિક્કાર છે કે માતા પિતાને હું શત્રુ સમાન થયે. અવિનિત ને દુરાચારી થયો. પુત્ર તે ચંદન સરખા હોવા જોઈએ કે ચંદન ઘસવાથી જેમ સુગંધ આપે તેમ પુત્રે પણ પિતાના ઉજવળ વંશની કીર્તિ વધારે હું તે માતાપિતાને કલેશનું કારણ થયે. ગૃહે વસતાં પણ હું તેમના દુ:ખનું કારણ બન્ય; દેશાવર જતાં પણ મેં દુરાત્માએ તેમને દુઃખી ક્ય, છતાં આશ્ચર્ય છે કે અવિનિત એ હું સુખશ્રીને કેમ વર્યો?કુંવરે પશ્ચાત્તાપ કરતાં દુ:ખથી હૃદયને ઉભરો ઠલવ્યો.
કુમાર! ખેદ કરો નહીં. માતાપિતાને કાંઈ પુત્ર દુઃખદાયક ન હોય, પણ એનામાં જે દોષ રહેલ છે તે જ માત્ર દુઃખકારક છે. જગતમાં પોતાના શરીરથી અધિક લક્ષમી, તેથી અધિક પ્રિયા, તેનાથી વધારે પુત્ર અને તેથી વિશેષ ધર્મ હેય એ સામાન્ય નિયમ છે.