SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ બસ્મિલ કુમાર. આપનો હુકમ અમે અંગીકાર કરીએ છીએ.” સર્વેએ રાજઆજ્ઞા મસ્તકે ચઢાવી. ઠીક ત્યારે, રાત્રીના પ્રથમ પહોરથીજ સર્વે પોતપોતાનાં દ્વાર સાચવીને રહેજે. હું પણ તૈયાર થઈને પૂર્વ દિશાના દ્વારે સમય થતાં હાજર થઈ જઈશ.” રાજાને છેલ્લો હુકમ સાંભળીને સર્વે ત્યાંથી વીખરાયા. પ્રકરણ ૩૫ મું. તસ્કરવિદ્યા.” ભાઈ ! આજે તમે જરૂર પકડાઈ જવાના છે. રાજા, પુરહિત, મંત્રી, અને સેનાપતિ એ નગરના ચારે રત્નોએ ચારે દરવાજા પોતાના અધિકારમાં લીધા છે અને રાત્રી દિવસ સુભટો સહિત કેટવાળ નગરમાં ફરતા રહેવાને છે. કહે, હવે તમને બહાર જવા આવવાને લાગે ક્યાંથી મળશે? નકકી હવે તમારે આ પાપને ઘડો ભરાઈ ગયો છે, તે સ્વત: કુટી જશે. આમાંથી તમે છટકી જઈ શકે તેમ લાગતું નથી.” નગરીની અંદર એક ધોબીનું ઘર આવેલું હતું. તે ઘરને ધણું ધાબી તરતમાંજ બહારથી આ નવા સમાચાર લાવ્યા હતા. તેના મીજબાને નગરમાં નવીન ખબર જાણવાને તેને મેકલ્યો હતો. તેણે આવીને પોતાના ઘરમાં રહેલા મેમાનને બહારથી જે કાંઈ નવીન સમાચાર જાણ્યા હતા તે કહી દીધા. પહેલે મજલે અંદરના ઓરડામાં પલંગ ઉપર સુતેલો તે ધાબીની વાત સાંભળીને બેઠો થયે-સ્વસ્થ થયો અને બેલ્યો-“શું એ ચારે જણ મને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આજે તે બધા ચેકી સાચવીને બેઠા છે? તેમજ પેલો બાયેલો કોટવાળ મને પકડવાને નગરમાં સુભટો સહિત રખડે છે? કેવા મૂર્ખના સરદાર! ઠીક છે, હું પણ જોઉં કે તેઓ મને કેવા પકડે છે અથવા તે તે પોતે જ મારી માયાને ભેગા થઈ પડે છે કે કેમ?” એના એ શબ્દ મગરૂરીભર્યા હતા એમ સાંભળનારને જણાતું હતું. કુદરત જેને અનુકૂળ હોય,
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy