________________
ધનથી.
,
પ્રદ્યુમ્નકામિની રતિની જેવી તમારે ધનશ્રી નામે પુત્રી છે, તે મારા. પુત્ર સમુદ્રને આપે કે જેથી આપણે સંબંધ દઢ થાય. ” સાગરદત્ત શ્રેષ્ઠીએ પોતાનો મૂળ ઉદ્દેશ કહી સંભળાવ્યું.
શ્રેષ્ઠીએ ધનસાર્થવાહ સાથેની પ્રથમ ઓળખાણેજ ધનશ્રીને જોઈ હતી. રૂપ, ગુણ, સંદર્ભે તે પોતાના પુત્રને ગ્ય હતી. વિશેષ પરિચયે તેને લાગ્યું કે જેવી તે બહારથી સુંદર હતી તેવી જ હૃદયથી પણ શુદ્ધ, પવિત્ર, સદાચારવાળી, શિયલવાળી અને ઉભયકુળને અજવાળે તેવી હતી. પોતાના પુત્રને માટે તે તેને યોગ્ય લાગી હતી. બન્ને એકજ જ્ઞાતિના, ત્રાદ્ધિએ સમાન, કુલશીલે કરીને પણ સરખા હતા. જેવો શ્રેષ્ઠીને પુત્ર સુંદર, તરૂણ અને વિદ્વાન હતા તેવીજ ધનશ્રી હતી. સાગરદત્તનું એ પ્રમાણેનું વચન ધનસાર્થવાહે હર્ષસાથે સ્વીકાર્યું. તે પણ પુત્રી યોગ્ય ઉમરમાં આવવાથી વરમાટે ચિંતાતુર હતો. જેથી ઘણા દિવસથી તેના હૃદયમાં શલ્ય પ્રમાણે તે ખુંચતી હતી. સાગરદત્ત જે સંબંધી થવાથી લક્ષ્મી ચાલી ચલાવી તિલક કરવા આવે તો મુખ જોવા જેટલી વાર લગાડે તેવે તે મૂર્ખ નહોતે. સુવર્ણમાં માણેક જડાય એવો આ ગ સર્વથા તેને મંજુર હતો. જેથી તેણે જણાવ્યું. “મિત્ર! તમારી એ વાત મારે કબુલ છે. મારી ધનશ્રી હું તમારા પુત્ર સમુદ્રને આપું છું.” એમ કહી તરતજ તેનું વચન માન્ય કર્યું. અનાયાસે આવો આપજન સરખે સંબંધી મળવાથી દીકરીના નશીબની પ્રશંસા કરતે શ્રેષ્ઠી ખુશી થયે, બન્નેને સંબંધ એવી રીતે દઢ થયે.
તે પછી સંસારના રીત રિવાજ પ્રમાણે બંધુવર્ગને નોકરીઆમંત્રી ધનસાર્થવાહે પિતાની દીકરી ધનશ્રીનું વેવિશાળ સમુદ્રચંદ્ર સાથે કર્યું ને પોતાના કુળને ઉચિત કરવા યોગ્ય તેણે કર્યું. કેટલાક સમય બાદ સાગરદત્ત શ્રેષ્ઠીએ ધનશ્રેષ્ઠીને કહ્યું “હું અવંતી જઈને સમુદ્રને કાંઈપણ કાર્યના મિષે મિત્રો સહિત આ તરફ મેકલીશ. તમે આતિથ્યના હાને સત્કાર કરી તેનું મન મનાવી વિવાહ કરી દેજે, કારણકે શસ્ત્રધારી પુરૂષથી ડરતે એ માણસ જેમ
૫