SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર ધમ્મિલ કુમાર. કાળ પર્યંત ભ્રમણ કરશે. ડગલે ને પગલે આપદાઓ-સંકટ-દુ:ખો સહન કરશે, ને અકાળ મરણે કરશે. સાગરોપમ, સાગર+ઉપમા; સાગરમાં કેટલાં બિંદુઓ હોય અથવા સાગરની સમાન વર્ષોએ સાગરેપમ; એટલે દશ કેડીકેડી પલ્યોપમે એક સાગરોપમ થાય. અસંખ્યાતા વર્ષે એકઠાં થાય ત્યારે એક પલ્યોપમ થાય. પેલ્યાપમની વિગત જાણવા ઈચ્છનારે તેનું માન બીજા શાસ્ત્રો થકી જાણ લેવું. ક્રોડને કોડે ગુણીએ તે કોડાકડી થાય. દીક્ષા ગ્રહણ કર્યા પછી ભગવાન ગુણવર્મા પિતાની આત્મશક્તિ ફેરવવામાંજ તત્પર રહ્યા. ગુરૂ સાથે વિહાર કરી શાસ્ત્રોનું અધ્યયન કરતા, યથાશક્તિ તપ કરી વિષયને દહન કરતા, વાયુની માફક અપ્રતિબદ્ધપણે વિહાર કરી ભવ્યજનને પ્રતિબોધ કરી રહ્યા હતા. અનેક પ્રકારનાં તપ કરવાવડે દુષ્કર્મરૂપી અંધકારને એમણે નાશ કરી નાખ્યો ને અંતકાળે સમાધિ મરણ કરીને સેવે છે સાથે મિત્રીભાવ ધ્યાવતાં ખમતખમણું કરતાં ગુણવમાં કુમાર દેવલાકમાં ઉત્પન્ન થયા. દેવકનાં સુખ દીર્ધકાળ પર્યત સાગરોપમ સુધી ભેગવીને ત્યાંથી અવીને ગુણવમાં કુમાર ઉત્તમ મનુષ્યજન્મ પામીને ચારિત્ર લઈ સિદ્ધવધૂને વરશે. એ પ્રમાણે અગડદત્ત મુનિએ ગુણવકુમારનું ચરિત્ર પસ્મિલને કહી સંભળાવ્યું અને સ્ત્રીઓ ઉપર કંઈક પણ મમત્વ હેય તે તેનો ત્યાગ કરવાને જણાવ્યું. એ દ્રષ્ટાંત સાંભળીને ધમ્પિલે કહ્યું—“ગુરૂરાજ ! આપે સત્ય કહ્યું, પણ વિષયની આશાએ ઘણું કષ્ટ સહન કર્યું છે.” “તે પછી મહિલ૦ધ કેમ થાય છે? એ વિષયને તિલાંજલિ કેમ આપી શકતું નથી ? ” ગુરૂ મહારાજ અગડદને કહ્યું. - “ભગવદ્ ! શું કરું? મારી આશા પણ હજી અધુરી છે. જે તે પૂરી નહિ થાય, તે કદાચ હું પણ આ ભવારણ્યમાં ભૂલો પડીશ. કનકવતીની માફક મનુષ્ય ભવ હારી જઈશ; માટે ભગવાન ! કોઈ રસ્તે બતાવી મારું સંકટ નિવારે, મને ભવસાગરથી પાર ઉતારે.” મ્બિલે કહ્યું.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy