________________
હs
ધમ્મિલ કુમાર. ગુણવર્મા કુમાર પાસે આવીને બોલી. વત્સ! જે રૂપ અને ગુણને ભંડાર આ ગુણવર્મા કુમાર. દઢવર્મા રાજાના કુળરૂપી ગગનમંડળમાં સુધાકર સમાન, મીઠી અમૃતમય વાણું બેલનાર, કળાઓને કીડા કરવાનું સ્થાનક એવા આ કુમારને તારી વરમાળ અર્પણ કર. બાળવય છતાં વૈરીઓનાં હૃદયે જેણે ખળભળાવ્યાં છે, તેમની સ્ત્રીઓને એણે રોવડાવી છે, વિધાતાએ જેનું હદય વિશાળ બનાવ્યું છે એવા, બુદ્ધિના નિધાન, વળી વિનયાદિક અનેક ગુણોએ શોભતા આ ગુણવર્માને રોહિણી જેમ ચંદ્રને વરે તેમ તારી વરમાળા પહેરાવીને વર!” પ્રતિહારિણીના સાકર સમા મધુર વચને સાંભળીને રાજકન્યા ખુશી થઈ. હર્ષાશ્ર મૂકતી, લચને વારંવાર વિકસ્વર કરતી, તેણે સ્વયમેવ તેની પાસે જઈને તેના કંઠમાં વરમાળા નાંખી. તે સમયે આકાશગમન કરનારા વિદ્યાધરોએ આ દૃશ્ય જોઈને “સારું થયું” “સારું થયું” એમ બોલતાં તે જેડા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી.
આ યોગ્ય જોડાના મેળાપથી ત્યાં આવેલું સર્વે રાજમંડળ પ્રસન્ન થયું; જેથી જાનૈયા તરીકે સર્વે રાજાઓ આ યુગલના લગ્નકાર્યમાં સામેલ થયા; ને મેટા મહોત્સવપૂર્વક શ્રીષેણ રાજાએ પિતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. કન્યાદાનમાં પૃથ્વી ઉપર જે જે ઉત્તમ વસ્તુઓ હતી તે સર્વે ગજ, અશ્વ, સોનું, રત્નાદિક તે રાજાએ કુમારને આપ્યું. તેમજ આ મહોત્સવ નિમિત્તે કેટલાક દીનજનેની દીનતા દૂર કરવામાં આવી.
સ્વયંવરમંડપમાં આવેલા સર્વે રાજા અને રાજકુમારને લગ્નક્રિયા સમાપ્ત થઈ ગયા પછી તેમને સત્કાર કરીને પોતપોતાને વતન વિદાય કરી દીધા. ગુણવમાં કુમાર રાજાના–સસરાના આગ્રહથી કેટલોક સમય ત્યાં રહ્યો. તેને એકાંત મહેલ, તેમજ સર્વે સામગ્રી રાજાએ આપી. કનકાવતી સાથે વાર્તાવિનોદ કરતાં તે પિતાને કાળ સુખમાં વ્યતીત કરતા હતા. પરંતુ કેટલાક દિવસ પછી પિતાને મળવાની ઈચ્છાએ કુમારે સાસરા પાસે રજા માગી. પિતાની પ્રાણાધિક પુત્રીને વિગ થશે એમ જાણીને રાજારાણીને અધિક દુ:ખ થયું; છતાં પણ દીકરી તો સાસરે જ શોભે, એમ સમજીને કનકવતીને સાસરે વળાવવાની તેઓ તૈયારી કરવા લાગ્યા.