SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ નાગદત્તા. ૩૫૭ ભૂલેચુકે જેવાઈ જાય તે ઈર્ષાની આગમાં એ બળીને ભસ્મ થઈ જતી; કેમકે એના હૃદયમાં ધમ્મિલ માટે દ્વેષ હત-અસંતોષ હતું, જેથી એ બાળા એનાથી દૂર રહેતી હતી. ધમ્મિલને નહિ પરણવાને એનો દઢ નિશ્ચય ફેરવવાની કોઈની તાકાત નહોતી. કમળા એને સમજાવીને થાકી ગઈ હતી ને આખરે તે નિરાશ થઈ ગઈ હતી. છતાં જગતમાં રહેલા એવા અસંખ્ય કદાગ્રહી ને માની જી ઉપર પણ વિધિ એવી સત્તા ચલાવે છે કે ગમે તેવાની પાસેથી પણ તે પિતાની ઈચ્છા મુજબ તે કાર્ય કરાવે છે–પ્રબળ સત્તા ચલાવે છે. એના કર્તાને ભયંકર ગણે કે રમણીય કહો, પણ તે એક વિધિ-વિધાતાજ છે. આખરે એ સમય પણ આવી પહોંચ્યું કે વિમલા ધમ્મિલને પરણી ગઈ. શરીર જુદાં છતાં તેમના સ્નેહની એક ગાંઠ વજની માફક અભેદ્ય થઈ ગઈ. બન્નેનાં મન મળ્યા પછી વચને કરીને વિનેદમાં પડ્યા. એ વચનનાં લગ્ન પછી તેઓનાં કાયિક લગ્ન થયાં. પ્રકૃતિ પ્રાણીની સાથે જેમ એકમેક થઈ જાય છે–જડાઈ જાય છે, જેમ દુધમાં પાણી કે સાકર પડતાં તે ઐક્યને પામી જાય છે તેમ તે બન્નેને સંબંધ અકયતાને પામી ગયો. આજનો દિવસ એમને માટે એવો આવ્યા કે જે બન્નેના અપાર સુખને હતે. એવી રીતે સુખ ભોગવતાં કેટલાક દિવસ વહી ગયાં. સંસારસુખ ભોગવતાં એક દિવસ એમને પ્રેમકળહ થયે. નેહભીની મીઠી માઠી વાતો કરતાં આ યુગલ મેજની મસ્તીમાં બેઠું હતું, એવામાં કારણવશાત્ વિમળા રીસાણ. ધમ્મિલે એને અનેક પ્રકારનાં મીઠાં વચને એ સમજીવી પણ મનસ્વિની વિમળા અત્યારે સંપૂર્ણ હઠમાં હતી. “પ્રિયા ! ઉત્તમ સ્ત્રીઓ પોતાના પતિ સાથે આવું સખ્ત રૂસણું કરતી નથી. રીસાય તેપણું તારી માફક એ કદાગ્રહમાં તે નજ પડે.” એવી રીતે અતિ મધુર શબ્દોએ પ્રિયાને મનાવવા માંડી, પણ એ મનસ્વિની માને એમ કયાં હતી? હઠમાં ચઢેલી એ રમણએ ધમ્મિલના એક પણ શબ્દની
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy