SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શિયળને માટે. ૩૧૩ તેમ તેની પાસેથી નીકળીને રાજાના મહાલય તરફ ગઈ. ભવિતવ્યતા ગે રાજા પણ અત્યારે એકજ બેઠે હતો. ઇંદ્રજાળિક વિદ્યાના પ્રભાવવડે જેમ કોઈ માણસ અંજાઈ જાય, તેમ રાજા આ સુંદરીને જેવાથી મેહમુગ્ધ થઈ ગયે. શીલવતીએ કહ્યું-“હે મહારાજ !અનાથ, દીન, રંકજનેનું તમે શરણ છો. તમારા રાજ્યમાં પ્રજા સુખી અને સંતોષી છે. તમે ન્યાયથી રાજ્ય ચલાવે છે, તેથી જુલમગારેની તાકાત શું છે કે તેઓ અનાથને સતાવી શકે, પરંતુ તમારા એ ન્યાયી રાજ્યમાં પણ મારા ઉપર આફત આવી પડી છે, માટે મને બચાવે.” શીલવતીએ આ પ્રમાણે ફરિયાદ કરતાં બ્રાહ્મણ, તલારક્ષક, ને પ્રધાનની વાત રાજાને કહી સંભળાવી. રાજા ત્રણેનું વૃત્તાંત સાભળીને શીતની વ્યથાથી જેમ માણસ કંપે તેમ કામાનળથી કંપતે બે -“હે કામિની ! મારા નગરમાં એવા ખેલ પુરૂષો હશે તેને હું અવશ્ય નિગ્રહ કરીશ; પણ પહેલાં મારા અંતરમાં ઉપજેલ કામાનળ તું શાંત કર.” રાજાનું આ પ્રકારનું વચન સાંભળીને શીલવતી મનમાં વિચાર કરવા લાગી. “આ તો હું મોટા સંકટમાં આવી પડી. જે રક્ષક હતા તે જ મારા અભાગ્યના વશથી ભક્ષક થયા. વાડજ ક્ષેત્રને ખાઈ જાય, પિતાજ પુત્રને હણે, જળથી અગ્નિની માફક અંગ દહન થાય, દીપક અંધકારને ફેલાવે, આકાશમાંથી મેઘની ધારાને બદલે અંગારા વરસે, દિવસે તારાઓ ઉગે એમ રાજાજ જ્યારે ઉઠીને અન્યાય કરે તો પછી માણસની શી ગતિ થાય? અથવા તે વસ્તુત: આ રૂપજ અનર્થનું મૂળ છે. વિધિઓ મારામાં તે રૂપ શા માટે ભર્યું હશે? કેમકે બકરાનું પુષ્ટપણું એજ તેના વધ બંધનનું કારણ થાય છે. શું દેવપોતે જ મારા શીલની કસેટી કરે છે કે જેથી આ બધા મારામાં અંધ બન્યા છે? * અગ્નિમાં બળી જાઉં કે વિષ ભક્ષણ કરું; અથવા તો આ આહવા છેદીને મરું, પણ મારે શીલવ્રતને લોપ તે નથી જ કરો. આ લોકેની મદદથી હવે સયું. બળેલું વૃક્ષ જેમ ફળીભૂત
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy