SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ધમ્મલ કુમાર.” બાકી મનુષ્ય તે આત્મસુખને ભૂલી બાહ્ય સુખમાંજ રક્ત થાય છે. પાપ કરવાથી પરલોકમાં આપણું શું થશે ? એટલે પણ વિચાર નહિ કસ્તાં ફક્ત વર્તમાન સમયને જ મુખ્ય ગણીને પાપકાર્યમાં રચ્યા પિચ્યા રહે છે. એવા સંસારમાં જ ફક્ત મોહી રહેનારાઓને ધર્મ ઉપર શ્રદ્ધા કેવી રીતે થાય? જેમ ધર્મઉપર શ્રદ્ધા થવી દુષ્કર છે, તેમ જ કદી તત્ત્વ જાણ્યું તો પણ તેને આચાર વિચારમાં મૂકીને ચારિત્ર સુધારવાની ઈચ્છા તે જવલ્લે જ થાય છે. હે ! જે તમારે જન્મ જરા અને મરણાદિક અનંત રેગન ભયમાંથી મુક્ત થવું હોય તો પ્રમાદને ત્યાગીને ધર્મધ્યાનમાં સાવધ રહે. બાહ્ય દશાનો ત્યાગ કરીને આત્મભાવમાં જાગૃત થાઓ; પણ સંસારની આ બાહ્ય રંગરામાં લીન ન થાઓ. એ તમને સંસારમાં રખડાવશે-જન્મ મરણનાં અનેક સંકટ બતાવશે, માટે જેમ વ્યાપારી પરદેશમાં ભટકિને અલ્પ ભારવાળાં અમૂલ્ય રત્નો શોધે છે, તેમ તમે પણ સંસારમાંથી મુક્તિને દેનારાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ અમૂલ્ય ર મેળવીને મુક્તિસુખની ચાહના રાખે, જ્યાં અનંત સુખ છે, અનંત જીવન છે એવા સુખને પ્રાપ્ત કરવા ને મોહના પ્રબળ કુટુંબને નાશ કરવા તમે ધર્મરૂપ અપૂર્વ શસ્ત્રને ધારણ કરે અને તેની સહાયથી જ્ઞાન, દર્શન ને ચારિત્ર પ્રાપ્ત કરીને તમે ભવસાગર તરશે. એકનગરના ઉદ્યાનમાં અનેક લેકેથી વંદન કરાતા ગુણરત્નનામના મુનિરાજ એ પ્રમાણે ભવ્યજનોને ઉપદેશ આપી પ્રતિબોધ કરી રહ્યા છે. તે સ્થળે આ યુગલ આવી ગુરૂને વંદન કરીને તેમની દેશના સાંભળવાને બેઠું. તેમણે ગુરૂમહારાજની આ પ્રમાણેની દેશના સાંભળી, જેથી કુમારનું ચિત્ત વૈરાગ્યથી આદ્ર થઈ ગયું. તેણે પોતાની પ્રિયાને કહ્યું—“પ્રિયે! સંસારથી ખેદ પામેલું મારું મન સંસારને કારાગાર સમાન જાણતું હમણાં ગુરૂને વચને મુક્તિ માર્ગ તરફ ઢળ્યું છે. આ શત્રુ સમાન વિષને દૂર કરીને જે તારી રજા હોય, તે હું ગુરૂમહારાજ પાસે ચારિત્ર લઉં. ' આ શઠ વિષયેના વિશે આપણે કાંઈ ઓછું દુઃખ જોયું નથી. રાજવં. શમાં જન્મ્યા છતાં અરણ્યવાસી ભીલ ભીલડીની માફક આપણે જંગલમાંજ જીવન ગુજાર્યું છે વળી કાળ આવીને ક્યારે સપ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy