SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ બસ્મિલ કુમાર.. પાથર્યો રહ્યો, પણ આખરે સ્વાથી અને ધન એજ જેની મતલબ છે એવી તેણીએ મને વનમાં હડસેલી દીધા. પ્રભાતે જાગૃત થઈને મારે મંદિરે ગયે તે પાડોશીથી સાંભળ્યું કે માબાપ તે મરણ પામી ગયા છે અને ઘર ધન વગેરે જે કાંઈ હતું તે તે છોકરાને નિમિત્તે વેશ્યાને ઘરે પહોંચ્યું છે. કહો, ભગવદ્ ! આવા દુ:ખદાયક સમાચાર સાંભળીને કેની ધીરજ રહે? દુઃખમાં માણસની મતિ જ્યારે મુંઝાઈ જાય છે ત્યારે કુવે પડીને અથવા તો વિષ ભક્ષણ કરીને તે આપઘાત કરે છે. એવા સામાન્ય નિયમથી મેં પણ જીર્ણ ઉદ્યાનમાં દુઃખથી મુગ્ધ બનીને મરવા માટે અનેક ઉપાય કર્યા હતા.” કુમારે કહ્યું. ત્યારે તેમાંથી સલામત કેવી રીતે રહ્યો? વનમાં તને કોણે બચાવ્યા?” મુનિએ પૂછ્યું. તે વનના અધિષ્ઠાયિક કોઈ વ્યંતર દેવતાએ. તેની વાણું સાંભળી મરવાનો વિચાર છોડીને તમારે શરણે આવ્યું, તો લેહયુંબક જેમ ચમક પાષાણનું આકર્ષણ કરી તેને ખેંચી લે તેમ તમારા તેજે મને આકષી લીધો છે. નેત્રને આનંદદાયક અમૃતાં જનરૂપ મને આપનું દર્શન થયું તેથી જાણે મારું દારિદ્ર આજથી નષ્ટ થયું.” કુમારે મુનિની સ્તુતિ કરતાં પોતાનું આત્મવૃત્તાંત કહ્યું. “ભાઈ ! વેશ્યાનો યાર હમેશાં એવોજ હોય છે. તેની ખાતર ઉત્તમ પુરૂષ વેશ્યાગમન તે શું બકે પરસ્ત્રીગમનનો દોષ પણ વહારતા નથી. વેશ્યાગમનથી બળ બુદ્ધિ અને વીર્યને નાશ થાય છે, તેજને ક્ષય થતાં નિર્બળતા પ્રાપ્ત થાય છે, વિશેષ દ્રવ્યને ક્ષય તો અવશ્યમેવ થાય છે. આ ભવમાં પણ સર્વસ્વને નાશ કરનારી અને પરલોકમાં દુર્ગતિને આપનારી કિંપાકના ફળ સરખી વેશ્યાને કયે વિવેકી જન ઉપભોગ કરે ? તે પછી તારા જેવો ગુણ વિવેકી જન વેઠ્યામાં રક્ત થાય-આખર લગી પણ તેમાંથી નિવર્સે નહિ તો કરેલી ભૂલને ભેગ તે અવશ્ય થવું જ જોઈએ. પાપનું પ્રાયશ્ચિત્ત તે કરવું જ જોઈએ !” મુનિએ વેશ્યાગમનને દેષ જણાવતાં ધમ્મુિલને બેધરૂપ સમજાવ્યું. “ગમે તેમણે સ્વામી! પણ હજી લગણ એ વેશ્યા મારા ચિત્તમાં વસી છે, મજીઠના રંગની માફક તેના સ્નેહને પાશ મારા આત્મામાં
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy