________________
ઘમિલ કુમાર, પાસે રજા લેવા આવ્યા. એ ઉત્તમ શિયળવાળી પ્રિયાને તેણે બધી વાત કહી સંભળાવીને કહ્યું કે—“પ્રિયે! જે તારી અનુજ્ઞા હોય તે પરદેશ જઈ ધન કમાવી લાવવાને હું ઈચ્છું છું?”
પતિનાં આવાં વચન સાંભળીને એ મહાસતી શિયલવતી આંખમાંથી અશ્રુ પાડતી ગદ્ગદ્દ કંઠે કહેવા લાગી. “નાથ! આપણે ઘેર શું ખામી છે કે પરદેશ દ્રવ્ય પેદા કરવાને જવા ઈચ્છા કરો છો? વળી હું તમારે વિયેાગ સહન કરવાને સર્વથા અસમર્થ છું. અગ્નિથી દહન થતો આ દેહ જલદી ભસ્મ થઈ જાય તે સારું પણું તમારે વિરહાનળ નિત્ય હૃદયને દહન કરે એ ઠીક નહીં. હે સ્વામિ ! તેમ છતાં જો તમે પરદેશ જશે તે હું તમારી સાથે બળાત્કારે પણ આવીશ.”
પ્રિયાને આ દઢ આગ્રહ જોઈને સમુદ્રદત્ત તેણીને સમજા વવા લાગ્યો. “વિદેશમાં પીઓ સાથે હોવાથી તે પુરૂષને હમેશાં કલેશ કરનારી થઈ પડે છે. વળી શિરીષના સરખી મૃદુ અંગવાળી તું વિદેશમાં કલેશ પામશે-કરમાઈ જશે. માર્ગમાં સ્ત્રી પુરૂષને સુખકારી ન થતાં કેવળ ચિંતા કરાવનારી જ થઈ પડે છે, માટે તું ઘરે જ રહે. તારા પ્રેમથી દૂર દેશાવર ગયેલે છતાં હું જલદી કાર્ય સિદ્ધ કરીને ઘેર આવીશ. તું હમેશાં મારા હૃદયમાં જ રહેનારી છું. તું શા માટે ભય પામે છે? મારી શિખામણ પ્રમાણે ઘરમાં રહીને તું ચાલજે. દીન, અનાથ, અતિથિને સત્કાર કરજે, સાધુ જનોને દાન આપજે, પિતાના કુટુંબીજનોને દાનાદિકથી સંતેષજે ને સાસુની સેવા કરજે. હમેશાં યત્નથી પણ તું શિયલનું પરિપાલન કરજે. કાચાર વિરૂદ્ધ કઈ પણ કાર્ય કરીશ નહિ. જેવું તારું નામ શિયલવતી છે તેવીજ તું શિયલવતી રહેજે. તું સમજુ છે. વિશેષ તને હું શું કહે?” સ્વામીનાં વચન પ્રિયાએ મસ્તકે ચઢાવ્યાં અને કચવાતે હૈયે પતિને પરદેશ જવાની રજા આપી.
પ્રિયાને આશ્વાસન આપી પરદેશને ચગ્ય કરિયાણું લઈને શુભ મુહૂર્ત સમુદ્રદત્તે પ્રયાણ કર્યું.
તે નગરમાં સમભૂતિ નામનો વિપ્ર સમુદ્રદત્તનો મિત્ર હતે.