SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ વસંતસેના. તારા કહેવાને આશય હું કાંઈ સમજતી નથી. કાંઈ ખુલાસાથી વાત કર તે સમજ પડે.” તો લે, હું તને સમજાવું. જરા શાંત ચિત્તે મારું કથન સાંભળ, જરી વિચાર કર.” , ઠીક ત્યારે, તારે જે કહેવું હોય તે કહે.” જે ઉતાવળી થઈશ નહિ! હું કહું તે ઉપર ધ્યાન આપજે. કદાચ સાંભળતા તને અણગમો લાગે તે પણ ઉતાવળ કરીશ નહિ. એમાંજ આપણું હિત છે–સર્વસ્વ છે.” “ભલે! હું પૂરતો વિચાર કરીશ. આપણું હિતની વાત હું શા માટે નહી સાંભળું?” દીકરી! આજ ઘણા વરસથી તારો આશક ધમ્મિલ રાતદિવસ તારા પડખામાં પડ્યો પાથર્યા રહે છે. આજ સુધી તે તેના ઘરથી મનમાનતું ધન આપણને મળતું હતું. તારી જુવાનીનાં સેદર્યનું મૂલ્ય આપણને એ રીતે પ્રાપ્ત થતું હતું. પરતુ..ડોશી અટકી ને દીકરીના વદન ઉપર થતી વિકૃતિ જેવાને નિરખવાને જરી ભી. પરન્તુ એટલે, પછી આગળ શું?” દીકરીએ આતુરતાથી પૂછયું. “પરંતુ આજ કેટલાય દિવસથી તેના તરફથી તારા સેંદર્યના ભેગનું કાંઈપણ મૂલ્ય આપણને મળતું નથી, ને હવે તે નિર્ધન થઈ ગયા છે. તેને કસ બધો ચુસાઈ ગયો છે.” “તેથી શું?” તેથી શું? હવે તે આપણા ઘરમાં રહેવા ગ્ય નથી રહ્યો. એવા નિધનને ઘરમાં રાખીને ઉલટું આપણું દ્રવ્ય તેને ખવડાવવું અને રાતદિવસ એ કંગાળ તારા પડખામાં પડી રહે એ આપણું ધંધાને કેમ પાલવે ?” ત્યારે આપણે હવે શું કરવું ? દીકરીઓ આગળનું રહસ્ય જાણવાને માતાને અકકાને પૂછ્યું,
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy