SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ભાય. મુશ્કેલીમાં પણ પુરૂષનું ભાગ્ય જાગૃત હોય તો સત્વર વિજય મળે છે. એ તુષ્ટમાન ભાગ્ય દુઃખમાં પણ સુખ આપે છે. अचिंतितानि दुःखानि, यथैवायांति देहिनाम् सुखान्यपि तथा मन्ये, दैवमत्रातिरिच्यते ॥ १ ॥ ભાવાર્થ પ્રાણીઓને જેવી રીતે અણધારેલાં સંકટ આવે છે, તેમજ સુખે પણ આવે છે. આ બન્ને બાબતમાં ભાગ્ય એ એકજ મોટું કારણ છે.” પ્રકરણ ૬૧ મું. ભાગ્યદય.' નાગદત્તા મારી બહેનપણું મોટા મહોત્સવ પૂર્વક પારણું ગઈ. એ બેનપણીને જે વર એજ મારો વર. હું એનાથી નખી તે રહુંજ નહિ. માટે એ વરને જ વરૂં તો એનું ને મારૂં સહદપણું નિરંતર કાયમ રહે. માટે હવે વિશેષ ચિતા કરવાથી શું ? પિતાને કહીને હું પણ એની સાથે લગ્નનો બંદોબસ્ત કરાવું.” એમ વિચારતી એક વનવયમાં આવેલી બાળા પોતાના રમણિય મહેલમાં હિંડોળે ઝુલી રહી હતી. પાસે રહેલી સખીઓ એને રીઝવવાના અનેક પ્રયત્નો કરી રહી હતી. એ બાળા -તે ચંપાપતિ કપિલ ભૂપાલની વ્હાલસોઈ કપિલા નામે રાજકુમારી હતી. નાગવસુ શેઠની દીકરી નાગદત્તા સાથે એને સહીપણું હતું. બન્નેએ એકજ વરને વરવું ને સાથેજ જીવનનું નાવ ચલાવવું એવો નિશ્ચય કરેલ હતું. હમણાં રાજકુમારીએ હેનપણીના લગ્નની વાત સાંભળી, જેથી તેનું મન પણ એની સાથે પરણવાને આતુર થઈ ગયું. સખીઓને કહીને એણે માતાપિતાને એ હકીકત જણાવી. કપિલભૂપાલે તો દીકરીને મનગમતો વર મળે ને એને જીવનપ્રવાહ સુખપૂર્વક ચાલે એ માટે સ્વયંવરમઝંપની તૈયારી કરાવી દેશપરદેશના રાજાઓ ને રાજકુમારોને આમંત્રણ મોકલ્યાં.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy