________________
૩૬૨
બસ્મિલ કુમાર ભાગ્યશાળી થયો ! તેં જે મને લતાપ્રહાર કરીને બહાર ન કાઢો હોત તો આવો સમય મને કયાંથી પ્રાપ્ત થાત? તારે કેપ પણ મને તો લાભદાયક થયે. કેમકે ગ્રીષ્મઋતુને સખ્ત તાપ પણ મેઘવૃષ્ટિનું આકર્ષણ કરે છે.” એ પ્રમાણે ચિંતવના ધમ્મિલને બાળાએ ધીરજથી પૂછયું-“હે ઉત્તમ! તમે કોણ છો? અને ક્યાંથી આવે છે ?” એ ચંદ્રવદનમાંથી શબ્દરૂપી અમૃત ઝરતાં તેને ઝીલવાનું ભાગ્ય તો ધમ્મિલનું જ હતું. હદયના ઊંડાણમાં રહેલા કોઈ અપૂર્વ ભાવભર્યા એ શબ્દો હતા.
એવીજ મીઠાશવાળી વાણથી પ્રત્યુત્તર આપતાં ધમ્પિલે કહ્યું-“મગધ દેશમાં કુશાગ્રપુર નામનું નગર છે. ત્યાંથી તમારા સ્નેહથી ખેંચાઈને હું અહીં આવ્યો છું.” ધમ્મિલની વાણુ સાંભળીને તે બાળા વિસ્મય પામી.
બાળા ! જરી તમારી ઓળખાણ આપશે?” ફરીને ધમ્મિલે પૂછયું.
આર્ય! હું પણ આ નગરમાંજ રહું છું. આ નગરમાં નાગવસુ નામે ધનિક સાર્થવાહ રહે છે. તેની નાગશ્રી નામની વલ્લભાથકી ઉત્પન્ન થયેલી હું નાગદત્તા નામે કન્યા છું. આ નાગદેવની રેજ અભ્યર્ચના કરીને તેની પાસે ઉત્તમ વરની યાચના કરું છું. આજે એમણે પ્રસન્ન થઈને આપ મારા પતિ થશે એવી આશીષ આપી છે. માટે થડે સમય આપ અહીં બેસે એટલે આપને આમત્રણ કરવા આવશે.” એમ કહીને બાળા નાગદત્તા સખીઓ સાથે ઘેર ગઈ. માતાપિતાને સખીઓદ્વારા વાત જણાવી. તેમણે નાગદેવના મંદિરથી ધમ્મિલને પોતાને ત્યાં તેડાવી શુભ મુહૂરે નાગદત્તા સાથે ધમ્મિલનું વિવાહકાર્ય કર્યું. તે નિમિત્તે શ્રેષ્ઠીએ મેટે મહોત્સવ આરંભ્ય. વિવાહમહોત્સવ સમાપ્ત કરીને નાગવસુએ એ નવ યુગલ વરવધુને રહેવાને સુંદર મકાન આપ્યું. તેમાં તેઓ સુખપૂર્વક રહેવા લાગ્યાં. શેઠે ધમિલનું અતિ માન સન્માન સાચવવા માંડયું. એ નવીન મકાનમાં ખાન પાન ને વસ્ત્ર પાત્રની સઘળી સામગ્રી એણે પૂર્ણ ભરી દીધી હતી.