________________
૨પ૦
મિલ કમા. - યુવરાજ તે પછી પિતાનું ખર્શ પ્રિયાના હાથમાં આપીને
ઉધે મસ્તકે અગ્નિ સળગાવવા લાગ્યો, એટલામાં મંજરીના હાથમાં રહેલું ખર્શ ભેદભરી રીતે નીચે પડ્યું. આષાઢી મેઘના દિવસોમાં ઝબકતી વિજળીમાં જેમ મેઘ ગર્જનાના શબ્દો સંભળાય તે શબ્દ સાંભળીને કુમાર વિક્ષેાભ પામે. તરતજ ઉઠીને બે-“પ્રાણેશ્વરી! એ શું થયું? તારા હાથમાંથી એ ખજ્ઞ કેમ છટકી ગયું ?”
વલ્લભ! અતિ શિતલતાથી શરીર ધ્રૂજે છે, તેથી ધ્રૂજતા હસ્તમાંથી અચાનક અસિ નીકળી વસુધાતળ ઉપર પડી, તેને એ અવાજ થયો. જુઓ! ઠંડથી મારા હાથ ઠરી ગયા છે.” એ દાંભિક વૃત્તિથી બહાર પડેલા શબ્દોએ વલ્લભનું દિલ પીગળ્યું. કુંવરે ખડ્ઝ મ્યાન કર્યું.
અગ્નિ સળગાવી પ્રિયાને ખુબ તપાવી. રીઝવી. સકળ રાત્રી એવી રીતે વ્યતિત કરી. એક ઘડી રાત્રી શેષ રહી ત્યારે મંજરીની આંખમાં નિદ્રા ભરાણું, જેથી પ્રિયા પતિના અંકમાં મસ્તક રાખીને ભરનિદ્રામાં સુતી. રાજકુંવર પણ ઉંચે શ્વાસે અર્ધનિદ્રિત અવસ્થામાં ઉંઘવા લાગ્યો. થોડીવારે કમળ અને કુસમવનને પ્રફુલ્લિત કરનાર સહસકિરણ (સૂર્ય) ઉદય પામે, એટલે રાજાએ મોકલેલે સુભટને પરિવાર કુંવરને તેડવાને આવ્યો. યુવરાજ તેમને જોઈને એ મનમોહિનીનાં મૃગસમાન લેન નિરખતો મધુર શબ્દો વડે જાગૃત કરવા લાગ્યો. “હે પ્રિયે! રજની વીતી ગઈ અને સૂર્ય ઉદય થયો! પ્રાણેશ્વરી ! જાગ, જાગ.”
प्रोज्जृभते परिमलः कमलावलीनां, शब्दायते क्षितिरुहोपरि ताम्रचुडः ॥ शृंगं पवित्रयति मेरुगिरेविवस्वानुत्थीयतां सुनयने रजनी जगाम ॥ १ ॥ एते व्रति हरिणास्तृणभक्षणार्थ, चूर्णीविधातुमथ यांति हि पक्षिणोपि । मार्गस्तथापि सुवहः किल..शीतलेश्यादुत्थीयतां सुनयने रजनी जगाम ॥ २ ॥