________________
લમ્મિલ કુમાર ચતુરસુજાણ છે. હું સંસારના પ્રપંચથી અજ્ઞાત છું. તમે પુરૂષ છે, હું અબળા છું. જેથી હું તમને વિશેષ શું કહું? ખેદવાળી એવી મારા પ્રતિ જેવી તમારી પ્રીતિ હોય તેમ કરો ! સ્વામી જ
જ્યારે આવી રીતે મર્મવચનપૂર્વક મારી હાંસી કરે તે પછી મારે શું કરવું?” પ્રિયાનાં એવાં વચન સાંભળીને કુમારે એને આશ્વાસન આપ્યું, ને મિત્રની સાથે તે પિતાને સ્થાને ગયે.
બને એક બીજાં જુદી જુદી વાત કરતાં હતાં, છતાં હુદયમાં સમજી ગયાં હતાં કે એક બીજાની વાત તેઓ જાણતાં હતાં, પણ વચનદ્વારાએ તેઓ ખુલાસો કરી શકતાં નહોતાં. પિતાનું વૃતાંત પોતાના સમર્થ પતિના જાણવામાં આવવાથી કનકવતી બહુ દુ:ખી થઈ. એના મનમાં અનેક ભાંજગડ થઈ ગઈ. “હા ! એ વિદ્યાધરની દાક્ષિણ્યતાથી મેં સત્ય હકીકત પતિને કહી નહીં એ ઠીક ન કર્યું. અરે ! હું સતી છતાં પતિની નજરમાં કલંકવાળી ઠરી.” ઇત્યાદિ સંતાપથી એણે આખો દિવસ દુઃખમાં પસાર કર્યો.
સમય થવાથી કુમાર ગુપ્તપણે અંજનના પ્રભાવથી રાજબાળા પ્રાણપ્રિયાને મહેલે આવ્યું, તો જમીન ઉપર જેમ માછલું તરફડે તેમ પ્રિયાને પલંગ ઉપર તરફડતી જોઈ. આજે એની આવી સ્થિતિ જેઈ કુમાર નવાઈ પામે; એટલામાં દાસીએ કહ્યું. “બહેન ! સમય થવા આવ્યા છતાં આજે કેમ તું તૈયાર થતી નથી? આજે શું ઘુતમાં કંઈ હારી ગઈ કે કેઈએ તને દુઃખી કરી અથવા તે તાવ આવ્યો છે કે બીજું કાંઈ કારણ છે? જે કંઈ હોય ત મને કહે.”
સખીનાં વચન સાંભળીને એ મૃદુભાષિણે દુ:ખી થતી બેલીસખી ! મારા દુઃખની વાત તને શું કહું? જગતમાં હું મંદ ભાગ્યવાળી છું કે જ્યારે બાલ્યાવસ્થામાં પિતાને ત્યાં એકદા મેરૂ પર્વતના શિખર ઉપર દેવકમારીની માફક પ્રાસાદની ઉપર હું રમતી હતી, તે વખતે આ દુષ્ટ વિદ્યાધરે મને જોઈ જેમ ગીધપક્ષી માંસ જોઈને તેની ઉપર તરાપ મારે, શિકારી જેમ શિકારને સકંજામાં લે એમ આ વિદ્યારે તરતજ મને ઉપાડીને દૂર અરણ્યમાં મૂકી દીધી. અને મને ધમકાવત–ભય પમાડતો કહેવા લાગ્યું “બાળે ! જે