SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ બસ્મિલ કુમાર ફરું છું. આજે મારે પણ શંખપુરી તરફ જવું છે, જેથી તમારી સાથે અમે આવશું, પણ મારી પાસે ભાર છે, તેમજ ભક્તજનોએ દેવપૂજા નિમિત્તે સાત દિનાર આપેલા છે, તે લઈ તમે રથમાં મૂકે. જેથી નિર્ભયપણે હું તમારી સાથે ચાલી શકું. દુર્યોધનના ભયથી ડરતો હોવાથી તમારો સાથ મને ઠીક ઉપયોગી થશે.” એમ કહી ભાર હતું તે કુંવરને આપી દીધો. પછી તે ભજન ગાતે રસ્તામાં સર્વને રંજન કરતે ચાલવા લાગ્યા, છતાં કુંવરને તે અવિશ્વસનીય લાગે. એવાજ પરિવ્રાજકના વેશવાળાએ કાશી નગરને ત્રાસ આપે હતા, જેથી આ કાપાલિક તેને ભયંકર લાગે. મૈનપણે તે તેની ચેષ્ટા જેતે સાવધાનપણે માર્ગ કાપવા લાગ્યો. અનુક્રમે માર્ગ કાપતાં કુળ ગામ આવ્યું. ત્યાં ગોકુળથી દૂર વનમાં સર્વેએ કુમારની આજ્ઞાથી ઉતારે કર્યો. ભેજનને સમય જાણુને જેગીએ નૃપપુત્રને વિનંતિ કરી, “કુમાર ! આજ તમે અમારા પરોણું થાઓ. પરિવાર સહિત સર્વને હું ભોજન કરાવું. ગોકુળ ગામ મારૂં છે, ત્યાં દૂધ, દહીંની ખોટ નથી. ગયું ચોમાસું મેં અહીં પસાર કર્યું છે, તેથી આહિરે મારા રાગી છે. જેથી મારા કહેવા માત્રથી ગેરસ લાવીને આપની ભકિત કરશે. માટે હું આવું ત્યાં લગી આપે જવું નહિ, કેમકે આપની ભક્તિ કરવાથી મારો જન્મ સફળ થશે. લોકમાં મારી લાજ આબરૂ વધશે.” એમ કહીને તે ગામમાં ગયો. અલ્પ સમયમાં મધુર ગેરસ બનાવીને લાવ્યું અને કુમારની આગળ રજુ કરી બેલ્યો– કુંવર! આ આરોગો ને મારા જન્મને સફળ કરો.” . ઋષિભજન મને કપે નહિ, મહારાજ ! વળી ગેરસના ભજનથી રસવિકાર થાય છે માટે એ વાતજ આપ કરશો નહિં.” આમ કહીને કુંવરે તે ભોજન કર્યું નહિ. * * કુંવરના સાથને તેણે દહીં દુધનું ભોજન કરાવ્યું. કુંવરે આ ખેને ઇસારે જેમ ગુરૂ કુશિષ્યને વારે તેમ તેમને વારવા માંડ્યા; પણ તેમણે તે પેટપૂર આરોગી જમી લીધું. પછી તંબેળ લઈને વિષનિશ્ચિત ભજન કરી તરૂ તળે જઈને સૂતા, તે હંમેશને માટે સૂતા. - કે અહીં મદનમંજરી પાસે કુંવરે ભજન રંધાવ્યું અને તે જમે; એટલામાં ખડ્ઝ ખેંચીને રોષે ભર્યો જેગી કુમાર ઉપર દોડ્યો. કુમાર
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy