SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ બસ્મિલ કુમાર. એક દિવસ પોતાની પ્રિયા સહિત ત્યાં કોઈ રાજપુત્ર આવ્યો. પલિપતિ અને પિતાના ભિલે સહિત તેને લુંટવાને ગયે, પણ નૃપપુત્ર અને તેના સુભટેએ પોતાનો હાથ બતાવ્યો રોટલે ભિન્ન લેકે તે નાશી ગયા, પણ પલ્લી પતિ અને કુંવરની સામે ધર્યો. બનેનું યુદ્ધ દીર્ધકાળ પર્યત ચાલ્યું, પણ ભિલ્લપતિ કુંવરને અજેથ્ય જણાય, ત્યારે રથના અગ્રભાગે કુંવરે પિતાની પ્રિયા મંજરી-શ્યામલતાને બેસાડી. લાવણ્યની પ્રતિમા જેવી તેને જોઈને અજુન ક્ષેભ પામ્યા, ને રણેત્સાહમાં મંદબુદ્ધિવાળો થયે. તે અવસરે તેને મર્મસ્થાનમાં તીણ બાણ મારીને કુંવરે મારી નાંખે ને તે વિજયી થઈ પિતાને દેશ ગયે. અ૫ સમયમાં ગ્રામાં તર ગયેલા તેના છ ભાઈઓ ઘરે આવ્યા, તેમણે ભાઈનું મરણ જાણી સ્નાન કરી તેનું મૃતકાર્ય કર્યું; પણ તેની માતાને પુત્રમરણનું દુખ તીવ્ર હતું. તેણે છ ભાઈઓને બોલાવીને કહ્યું કે-“અરે નિર્લજજ ! તમારા ભાઈનું મરણ તમે કેમ સહન કરી શકો છો? એના ઘાત કરનારને શોધી કેઈપણ રીતે તેને મારી વેરને પ્રતિકાર કરો તેજ તમે મારા પુત્ર ખરા. લોકમાં તમે જોતા નથી કે પાણી ગમે તેવી અગ્નિને બુઝાવી નાંખે છે, તે એ અગ્નિને બંધુ વડવાનળ પિતાના બંધુનું વેર શોધતા સમુદ્રના જળનું પણ શેષણ કરી નાંખે છે. જે મિત્રને ઉપકાર કરવાને શક્તિમાન નથી અને શત્રુ ઉપર અપકાર કરવાને સમર્થ નથી તે જીવતાં છતાં પણ અપયશને પામે છે.” જનનીનાં આવાં જુસ્સાભરેલાં વચન સાંભળીને તેમણે પ્રતિજ્ઞા કરી કે “અમે શત્રુનો નાશ કરશું ત્યારે ઘરે આવશું.” પ્રતિજ્ઞા કરીને તેઓ રથના અનુસારે એની નગરીએ ગયા અને દષ્ટ વ્યંતર જેમ નગરમાં પ્રવેશ કરવાનાં છિદ્ર જુએ તેમ કુંવરને મારવા માટે તેનાં છિદ્ર શોધવા લાગ્યા. વસંતઋતુના એક દિવસે પત્ની સહિત કુસુમેઘાનમાં કુંવર વિહાર કરવાને ગયે. રાત્રીને વિષે પણ પોતાના પરિવારને વિદાય કરીને કુંવર પત્નીના કહેવાથી વનમાં રહ્યો. મધ્યનિશા સમયે નિદ્રિત પ્રિયાને સર્ષડંશ થવાથી તેણીને મૂછો આવી. કુંવર જાગૃત થઈ વિલાપ કરવા લાગ્યો, કાષ્ટની ચિતા ખડકી અને તેની સાથે બળી મર
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy