________________
પ્રકરણ ૩૮ મું.
મન્મથની મુંઝવણ.” તપું છું હું બળું છું હું, મરું અરે યારા; રીબાવે શું સતાવે શું ? હું તારી છું તું મારે થા.” બજારમાં એક સુંદર તરૂણ તુરંગને રમાડતે ચાલ્યા જતો હતો. અનેક લોકો તેને માન આપતા અને તેની અશ્વ ખેલવવાની ચાલાકીથી ખુશી થતા હતા. પ્રથમ હંમેશ અશ્વ રમાડવાને જે પુરૂષ શહેરમાં નીકળતું હતું તેનું અત્યારે દર્શન પણ દુર્લભ હતું. હવે તે ક્વચિતજ તેને બહાર નીકળવાને લાભ મળતું હતું, કેમકે પુષ્પધન્હાના રમણીય મંદિરમાં કામદેવના મંત્રનો જાપ જપાતો હોવાથી– રાજકન્યાના લગ્ન પછી તેની સાથે પ્રીતિના સંગઠનમાં જોડાવાથી બહાર ફરવા હરવાનું બંધ થઈ ગયું હતું. કેટલેક દિવસે આજે પ્રિયાના પ્રેમપાશમાંથી છુટો થઈને કુંવર અશ્વ ખેલાવતે બજારમાં જતો હોવાથી કેને દર્શન કરવાની ઘણે દિવસે તક હાથમાં આવી હતી. એમ કરતાં કુંવર ઘણે દૂર નિકળી ગયો–એલે પડ્યો. અશ્વની ગતિ પણ ધીમી કરી. તેવામાં એક સ્ત્રીએ પાસે આવીને કુંવરને પુષ્પથી વધાવી એકાંતમાં તેને એક કાગળ આપે. કુંવરે કાગળ ઉકેલીને વાંચવા માંડ્યો.
પરમ પ્રિય હાલા સ્નેહી!
પત્ર લખતાં વિરહના મર્મભેદી ઉભરાથી હદય આપના વિગે રડી રહ્યું છે. આપના સ્નેહસમાગમ માટે તલસી રહ્યું છે. હવે તે આપ મોટા માણસ થયા, રાજા થયા, રાજાના જમાઈ થયા, એટલે આ દાસી કયાંથી યાદ આવે? જેને આપે પટ્ટરાણી પદ આપવાનો કેલ દીધો છે તેના સાક્ષીભૂત વન, તરૂ અને વ્યંતર દેવ છે. તેનો આજે તમે ત્યાગ કર્યો. પ્રાણેશ ! આ કઈ દિશાને વાયુ વાય છે તે સમજાતું નથી. ખરેખર,ગંગાજળ પામીને છિલ્લર જળ કેણ પીએ?