________________
૨૪૨
ધમ્મિલ કુમાર. પછી સકળ સૈન્ય સાથે અખંડ પ્રયાણ કરતાં શંખપુરીની નજીક આવ્યા. ત્યાં આગળ પડાવ નાખવા હુકમ થયા. અલપ સમયમાં તંબુઓ ખડા થઈ ગયા. એક સુભટને નગરમાં રાજાને વધામણ આપવાને મોકલ્ય. વધામણું સાંભળીને માતાપિતા આદિ પરિવાર અતિ હર્ષિત થયે. વધામણું લાવનારને વધામણુમાં રાજાએ મુગુટ સિવાય સર્વે અલંકારે આપી દીધા. નગરમાં તરણ સર્વ ઠેકાણે બંધાયાં, વાત્રે વાગવા લાગ્યા. મંત્રી પ્રમુખ નગરની પ્રજા વાત્ર સાથે કુમારની સામે આવવાને નીકળી. પૂર્ણિમાને ચંદ્રમાં ઉદય પામે ત્યારે જેમ સાગર ઉછળી રહે તેમ નગરની પ્રજાના અને મંત્રી આદિ સર્વે નાં હદય પ્રફુલ્લિત થયાં. ભૂપતિ પણ કુમારને મળવાને ઉલટભેર આવ્યા. પિતાને સન્મુખ આવતા જોઈ કુમાર ગૌરવથી સામે દેડી જઈ તાતને ચરણે નમ્યું. રાજાએ તેને ઉઠાડી આલિંગન દીધું. પિતા પુત્ર અતિ હર્ષથી–ઉલ્લાસથી મળ્યા, આનંદિત થયા. વાજતે ગાજતે સર્વે નગરમાં રાજમંદિર તરફ ચાલ્યા. પ્રજાએ ઘરે ઘરે તેણે બાંધ્યા અને આ આનંદ નિમિત્તે નગરમાં મહોત્સવ થવા લાગ્યા. નગરની સ્ત્રીઓ મંગળગીતે ગાવા લાગી. નગરની સ્ત્રીઓ વડે પુષ્પથી વધાવાતા, બંદીજનેની બિરૂદાવળી શ્રવણ કરતા, ડગલે ડગલે પ્રજાની સલામે ઝીલતા કુમાર રાજદરબારમાં આવ્યા. હાથી ઉપરથી ઉતરી તાતના ચરણે રાજસભામાં પણ નમ્યા, ઋદ્ધિ અને લક્ષમી તથા સ્ત્રી સહિત પુત્રને જોઈને રાજાની આંખમાં આનંદનાં અશ્રુ આવ્યાં. તે વખતે રાજસભા ચિકાર ભરાઈ ગઈ હતી, છતાં સર્વત્ર શાંતિ હતી. પછી રાજાએ કહ્યું. “ખચીત ! રાત્રી વહી ગઈ અને સુવર્ણમય પ્રભાત થયું. તું પરદેશ ગયે તે તારા પુણ્યને ઉદય થયો. પુણ્યના ઉદયે તું પરદેશમાં રાજ્યકદ્ધિ, સુખસમૃદ્ધિ પામ્ય, ગુણે કરીને ગૌરવવંત થયા. તારે અને મારે મરથ આજે સફળ થયા.”
“પિતાજી! આજે તમારા દર્શનથી મારે કલ્પતરૂ ફળ્યા, અમીના મેહ વરસ્યા, અશુભ દિવસે નાઠા અને શુભ દિવસ વળ્યા.” એમ કહીને કુમારે તાતને ચરણે મસ્તક નમાવ્યું.
એવી રીતે પરદેશની અનેક વાત કરીને તાતની રજા લઈ