________________
પ્રકરણ ૪૧ મું.
- “વનવિહાર.” અગડદત્તકુમારે દૂર રહેલા સૈન્યના ડેરા તંબુ જેયા, તેમજ તે લેકેએ પણ દૂરથી પોતાના જે નાને ઉતારે જોઈને કમળસેનાના મોકલેલા સુભ સંશયથી ડોલતા ત્યાં આવ્યા, તે કુમારને જોઈ પ્રણમી ખુશી થયા ને કમળસેનાને વધામણી કહેવા દોડ્યા, કેટલાક કુમાર પાસે બેઠા. થોડીવારમાં કમલસેના, મંત્રી પ્રમુખ સકળ સૈન્ય આવીને કુમારને નમ્યું. અણધાર્યો કમલસેનાનો મેળાપ થવાથી કંવર ખુશી થયે, સર્વને સત્કાર્યો. પોતાની શિબિરમાં કમલસેનાને ઉતારી. મંત્રીના સુભટએ ત્યાં બીજા તંબુ તાણ્યા અને એક મેટી છાવણીની માફક દેખાવ થઈ રહ્યો. ભેજનકાર્યથી પરવારી કુંવર અને મંત્રી પ્રમુખ વાર્તાવિદ કરવા લાગ્યા. કુમારે પૂછયું કે-“અમારે ત્યાગ કરીને તમે કેમ જુદા પડ્યા ?”
- કુમારને પ્રશ્ન સાંભળીને સેનાપતિ કહેવા લાગે-“મહારાજ! વિંધ્યાચળ પર્વત આગળ સકળ સૈન્યના સુભટ નિદ્રાધિન થયા હતા, તેવામાં અચાનક ધાડ પડી. અમે સર્વે જાગૃત થયા; પણ રાત્રીને ઘોર અંધકાર આ ગફલતનું કારણભૂત થયે. તમે રથમાં બેસીને ચાલ્યા ગયા એવું અમે કેઈક સુભટ પાસે સાંભળવાથી તથા ઘણું સુભટો આપણું નાશી જવાથી અમે પણ સર્વે સુભટો એકઠા મળીને રાણજીને રથમાં બેસાડીને સુભટને ફરતે કેટ કરી અમારી ઉપર ધસ્યા આવતા ભીëને અમારા હાથ બતાવ્યા એટલે તેઓ નાશી ગયા. પછી રથની ચારે બાજુ અમે રક્ષણ કરતા રાત્રીમાંજ નીકળ્યા. માર્ગે જતાં આસપાસ સુલટ મેકલીને આપની અમે બહુ તપાસ કરાવી છેવટે રણું કાપીને શંખપુરીને સીમાડે આવી આપની વાટ જોતા તંબુ તાણીને અમે રા, આજે આપના દર્શનથી અમારી આશા સફળ થઈ.” આ બધી હકીકત સાંભળી કુમાર અધિક પ્રસન્ન થયા.